This GSEB Class 8 Maths Notes Chapter 8 રાશિઓની તુલના covers all the important topics and concepts as mentioned in the chapter.
રાશિઓની તુલના Class 8 GSEB Notes
→ ગુણોત્તર (Ratio) : એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. ગુણોત્તર હંમેશાં અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી.
→ ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે અંશમાં લખાય છે અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય છે.
→ વળતરઃ વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે.
વળતર = છાપેલી કિંમત – વેચાણકિંમત
→ GST (Goods and Service Tax) : આ કર ભારત સરકાર દ્વાર લેવાય છે. આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે.
→ વ્યાજઃ લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે નિર્ધારિત સમયે મળતી વધારાની રકમને વ્યાજ કહેવાય છે.
→ સાદું વ્યાજ નક્કી કરેલા વ્યાજના દરે મુદલ પર મળતી એકસરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહેવાય છે.
→ પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય.
→ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ. જ નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું વ્યાજ મુદલમાં ઉમેરાય છે. આ વ્યાજમુદ્દલ પછીના સમયગાળા માટેનું મુલ બને છે. હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે. આ રીતે વ્યાજ ગણવાની રીતને ચક્રવૃદ્ધિ વ્યાજની રીત કહેવાય.
→ સામાન્ય રીતે વ્યાજ 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય
→ વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય, તેવા સંજોગોમાં 1 વર્ષના અંતે વ્યાજ ઉમેરવામાં આવે છે તેમ સમજવું.
→ પ્રથમ સમયગાળા સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે જ હોય.
→ રાષ્ટ્રીયકૃત બૅન્કોના બચત ખાતામાં દર છ માસની મુદતને અંતે વ્યાજ ગણીને મુદ્દલમાં ઉમેરવામાં આવે છે.
→ પોસ્ટ-ઑફિસના બચત ખાતામાં દર વર્ષના અંતે વ્યાજ ગણીને ખાતામાં ઉમેરાય છે. સૂત્રની મદદથી સાદું વ્યાજ શોધવું સાદું વ્યાજ શોધવાનું સૂત્ર: SI = \(\frac{\text { PRT }}{100}\)
જ્યાં, SI = સાદું વ્યાજ, P = મુદ્દલ, R = વ્યાજનો દર, T = મુદત (વર્ષમાં)
→ સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું જ્યારે વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે – ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ શોધવાનું સૂત્ર : A = P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{n}\), જ્યાં n = T (મુદ્દત)
→ જ્યારે વ્યાજની ગણતરી દર છ માસે કરવામાં આવતી હોય ત્યારે –
ચક્રવૃદ્ધિ વ્યાજમુદ્દલ શોધવાનું સૂત્ર: A = P\(\left(1+\frac{\frac{\mathrm{R}}{2}}{100}\right)^{2 n}\), જ્યાં n = એક વર્ષમાં થનાર વ્યાજની ગણતરીની સંખ્યા (સમયગાળા)