This GSEB Class 6 Maths Notes Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.
પૂર્ણાંક સંખ્યાઓ Class 6 GSEB Notes
→ શૂન્યની નીચે જતાં ત્રણ સંખ્યાઓ મળે.
→ સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે.
→ ઋણ પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાકો બને છે.
→ સંખ્યારેખા ઉપર કોઈ પૂર્ણાકની જમણી બાજુનો પૂર્ણાક મોટો જ હોય.
→ સંખ્યારેખા ઉપર કોઈ પૂર્ણાકની ડાબી બાજુનો પૂર્ણાક નાનો જ હોય.
→ સમાન ચિહ્નોવાળા પૂર્ણાકોનો સરવાળો કરવા આપેલા પૂર્ણાકોનો સરવાળો કરી સરવાળા આગળ સમાન ચિહ્ન મૂકાય છે.
→ અસમાન ચિહ્નોવાળા પૂર્ણાકોનો સરવાળો કરવા આપેલા બે પૂર્ણાકોની બાદબાકી કરી બાદબાકી આગળ મોટા પૂર્ણાકવાળું ચિહ્ન મૂકાય છે.
→ જો બે પૂર્ણાકોનો સરવાળો 0 હોય, તો તે બે પૂર્ણાકો પરસ્પર વિરોધી છે.
→ પૂર્ણાકોની બાદબાકી એટલે એક પૂર્ણાકમાં બીજા પૂર્ણાકનો વિરોધી ઉમેરવો.