Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 10 ગતિ અને અંતરનું માપન Textbook Questions and Answers, Textbook Activities Pdf.
ગતિ અને અંતરનું માપન Class 6 GSEB Solutions Science Chapter 10
GSEB Class 6 Science ગતિ અને અંતરનું માપન Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનોના પ્રત્યેકનાં બે ઉદાહરણો આપો.
ઉત્તર:
હવા પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : વિમાન, હેલિકોપ્ટર, અંતરિક્ષયાન (અવકાશયાન).
પાણી પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : હોડી, વહાણ, આગબોટ.
જમીન પર ઉપયોગ કરવામાં આવતાં પરિવહનનાં સાધનો : બસ, સ્કૂટર, ટ્રેન.
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
1 મીટર = …………………… સેન્ટિમીટર
ઉત્તર:
100
પ્રશ્ન 2.
5 કિલોમીટર = ……………………. મીટર
ઉત્તર:
5000
પ્રશ્ન 3.
હિંચકા પર કોઈ બાળકની ગતિ …………………… હોય છે.
ઉત્તર:
આવર્ત ગતિ
પ્રશ્ન 4.
સિલાઈ મશીનમાં સોયની ગતિ …………………… હોય છે.
ઉત્તર:
આવર્ત ગતિ
પ્રશ્ન 5.
સાઇકલનાં પૈડાંની ગતિ …………………… હોય છે.
ઉત્તરઃ
વર્તુળાકાર ગતિ
પ્રશ્ન 3.
પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી?
ઉત્તરઃ
કારણ દરેક માણસના પગ અથવા પગલાંનું માપ સરખું હોતું નથી.
પ્રશ્ન 4.
નીચે આપેલ લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવોઃ
1 મીટર, 1 સેન્ટિમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર
ઉત્તરઃ
1 મિલીમીટર, 1 સેન્ટિમીટર, 1 મીટર, 1 કિલોમીટર
પ્રશ્ન 5.
કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે. તેને સેન્ટિમીટર તથા મિલીમીટરમાં દર્શાવો.
ઉત્તરઃ
1.65 મીટર = (1.65 × 100) સેમી = 165 સેમી
1.65 મીટર = 165 સેમી = (165 × 10) મિમી = 1650 મિમી
પ્રશ્ન 6.
રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો.
ઉત્તરઃ
1000 મીટર = 1 કિલોમીટર
3250 મીટર = \(\frac{3250}{1000}\) કિમી = 3.250 કિમી
પ્રશ્ન 7.
કોઈ સ્વેટર-ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાચન 3.0 સેન્ટિમીટર છે તથા બીજા છેડાનું વાચન 33.1 સેન્ટિમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે?
ઉત્તરઃ
ગૂંથણની સોયની લંબાઈ = માપપટ્ટીનું અંતિમ વાચન – પ્રારંભિક વાચન
= 33.1 સેન્ટિમીટર – 3.0 સેન્ટિમીટર
= 30.1 સેન્ટિમીટર
પ્રશ્ન 8.
કોઈ ચાલતી સાઈકલનાં પૈડાં તથા સિલિંગ પંખાનાં પાંખિયાંની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો.
ઉત્તરઃ
સમાનતા સાઇકલના પૈડાંની ગતિ અને સિલિંગ પંખાનાં પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે.
ભિન્નતાઃ સાઈકલનું પૈડું જમીન પર અડકેલું છે, તેથી સાઇકલનું પૈડું ફરવાથી સાઈકલ જમીન પર આગળ વધે છે; જ્યારે સિલિંગ પંખાનાં પાંખિયાં હવામાં છે, તેથી પાંખિયાં હવામાં ફરતાં રહે છે અને સાઈકલના પૈડાંની જેમ આગળ વધતાં નથી.
પ્રશ્ન 9.
તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતાં? જો તમે કોઈ અંતરનું માપ આવી માપપટ્ટીથી માપ્યું. 3 હોય ત્યારે તમને પડેલ સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો.
ઉત્તરઃ
સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય, તો તે માપ સાચું હોતું નથી.
આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે મુજબ છેઃ
- સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટીની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતા માપપટ્ટીની લંબાઈ વધી જાય છે.
- એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતાં તે માપનમાં થોડો ફેરફાર થાય છે.
- જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબરપટ્ટી વડે કરે, તો દરેકનાં માપન જુદાં પડે છે.
પ્રશ્ન 10.
આવર્ત ગતિનાં બે ઉદાહરણો આપો.
ઉત્તરઃ
આવર્ત ગતિનાં બે ઉદાહરણો નીચે મુજબ છે :
- ઘડિયાળના લોલકની ગતિ
- હિંચકાની ગતિ
GSEB Class 6 Science ગતિ અને અંતરનું માપન Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
પગલાંની લંબાઈને એકમ ગણી વર્ગની લંબાઈ અને પહોળાઈ માપવી.
પદ્ધતિઃ
- તમારા પગલાંને એકમ તરીકે લો.
- તમારા વર્ગની લંબાઈ અને પહોળાઈ પગલાં ભરીને માપો.
- પગલાંની લંબાઈ કરતાં નાનો ભાગ માપવાનો રહી જાય, તો પગલાં જેટલી લંબાઈની દોરી લઈ રહી ગયેલો ભાગ દોરીનો કેટલામો ભાગ છે તે નક્કી કરો.
- આ રીતે વર્ગની લંબાઈ કેટલાં પગલાંની લંબાઈ જેટલી છે તે શોધો.
- આ જ રીતે તમારા બે મિત્રોને વર્ગની લંબાઈ અને પહોળાઈ માપવા કહો.
પરિણામની નોંધ કોષ્ટક 10.1માં કરો.
કોષ્ટક 10.1: વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ
વિદ્યાર્થીનું નામ | વર્ગખંડની લંબાઈ | વર્ગખંડની પહોળાઈ |
અનિલ | 25 પગલાં | 19 \(\frac{1}{2}\) પગલાં |
સુનિલ | 239 પગલાં | 18 \(\frac{1}{2}\) પગલાં |
રશ્મિ | 24 પગલાં | 19 પગલાં |
નિર્ણય:
પગલાને એકમ ગણી દરેકે માપેલી વર્ગની લંબાઈ અને પહોળાઈ જુદી જુદી મળે છે.
પ્રવૃત્તિ 2:
વેતને એકમ ગણી વર્ગના ટેબલની લંબાઈ માપવી.
પદ્ધતિઃ
- તમારે તથા તમારા બે મિત્રોએ દરેકની વેતને એકમ ગણવાનો છે.
(આકૃતિઃ ટેબલની લંબાઈ વેતથી માપવી) - તમારામાંથી પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. (આકૃતિ જુઓ)
- માપન માટે અહીંયા પણ દરેકની એક વેંત જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે.
તમારાં તારણોને કોષ્ટક 10.2માં લખો.
કોષ્ટક 10.2 ટેબલની લંબાઈ માપવી
વિદ્યાર્થીનું નામ | ટેબલની લંબાઈ (વંતોની સંખ્યા) |
રમણ | 6 \(\frac{1}{2}\) વેંત |
મહેશ | 7 વેંત |
સુરેશ | 6 વેંત |
જગદીશ | 7 \(\frac{1}{4}\) વેંત |
નિર્ણયઃ
વૈતને એકમ ગણી દરેકે માપેલી ટેબલની લંબાઈ જુદી જુદી મળે છે.
પ્રવૃત્તિ 3:
વેંત અને માપપટ્ટીથી એક સહપાઠીની ઊંચાઈ જુદા જુદા વિદ્યાર્થીઓએ માપવી.
પદ્ધતિઃ
- તમારા સહપાઠીની ઊંચાઈ પહેલાં વેંત અને પછી માપપટ્ટી દ્વારા માપો.
- આ માટે તમારા સહપાઠીને દીવાલ સાથે પીઠ રાખીને ઊભા છે રહેવાનું કહો.
- તેના માથા ઉપરથી દીવાલ પર એક નિશાન બનાવો.
- હવે આ ચિહ્ન સુધીની ઊંચાઈ પહેલા તમારી વેંત દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો.
- અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી તે સહપાઠીની ઊંચાઈ માપવાનું કહો.
બધાં તારણ કોષ્ટક 10.3માં લખો.
કોષ્ટક 10.3: સહપાઠીની ઊંચાઈનું માપન
કોણે ઊંચાઈ માપી? | ઊંચાઈ (વૈતમાં) | ઊંચાઈ (સેમીમાં) |
મિનાક્ષી | 8 | 165 |
આરતી | 7 | 165 |
રચના | 7 \(\frac{1}{2}\) | 165 |
ભારતી | 8 \(\frac{1}{2}\) | 165 |
અવલોકન:
- સહપાઠીની જુદા જુદા વિદ્યાર્થીઓએ વેંતમાં માપેલી ઊંચાઈ જુદી જુદી મળે છે.
- સહપાઠીની જુદા જુદા વિદ્યાર્થીઓએ માપપટ્ટીથી માપેલી ઊંચાઈ લગભગ એકસરખી મળે છે.
નિર્ણયઃ
માપપટ્ટી વડે પ્રમાણિત એકમમાં માપેલ માપ દરેક વખતે સમાન મળે છે.
પ્રવૃત્તિ 4:
વક્રરેખાની લંબાઈ માપવી.
સાધન-સામગ્રીઃ આપેલ વક્રરેખા AB, દોરી, મીટર સ્કેલ.
પદ્ધતિઃ
- આપેલ વક્રરેખા ABની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો.
- દોરીના એક છેડા પર ગાંઠ બનાવો.
- આ ગાંઠને બિંદુ A પર રાખો.
- હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો.
- આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો.
- તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો.
- આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચો.
- દોરીનો જે ભાગ બિંદુ B પર છે તેને નિશાનીથી અંકિત કરો.
- હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો.
- દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો.
આ માપ વક્રરેખા ABની લંબાઈ છે.
[આકૃતિ : દોરીની મદદથી વક્રરેખાની લંબાઈ માપવી]
નિર્ણયઃ
વક્રરેખાની લંબાઈ દોરીનો ઉપયોગ કરીને માપી શકાય છે.
પ્રવૃત્તિ 5:
સ્થિર વસ્તુઓ અને ગતિશીલ વસ્તુઓ વિશેની સમજ મેળવવી.
પદ્ધતિઃ
- તમારી જોયેલી વસ્તુઓ તથા આસપાસ જોવા મળતાં સજીવો, વસ્તુઓ કે પદાર્થોની યાદી બનાવો.
- આ વસ્તુઓમાંથી કઈ સ્થિર છે અને કઈ ગતિશીલ છે તે વિચારો.
તમારાં તારણો નીચેના કોષ્ટક 10.4માં નોંધો.
કોષ્ટક 10.4: સ્થિર તથા ગતિશીલ વસ્તુઓ
નિર્ણયઃ
એક સ્થાનથી બીજા સ્થાને જતી વસ્તુઓ ગતિશીલ વસ્તુઓ છે. જ્યારે એક જ સ્થાને રહેતી વસ્તુઓ સ્થિર વસ્તુઓ છે.
પ્રવૃત્તિ 6:
કીડીની ગતિનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી : કીડી, કાગળ, ખાંડ, પેન્સિલ.
[આકૃતિ કીડીની ગતિ]
પદ્ધતિઃ
- જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ પાથરો.
- તેના પર ખાંડના કેટલાક દાણા નાખો.
- કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણીબધી કીડીઓને ફરતી જોશો.
- કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલનાં ટપકાંનાં ચિહ્ન વડે અંકિત કરો. જેમ-જેમ કાગળ પર ચાલતી કીડી આગળ વધે તેમ-તેમ પેન્સિલથી ટપકાં અંકિત કરતાં જાવ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો.
- એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતાં તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો. દોરેલ વક્રરેખા કિડીનો ગતિપથ દર્શાવે છે.
અવલોકનઃ
કીડીનો ગતિપથ વક્રરેખા છે.
નિર્ણય:
કીડી વક્રગતિ કરે છે.
પ્રવૃત્તિ 7:
વર્તુળાકાર ગતિની સમજ મેળવવી.
સાધન-સામગ્રીઃ પથ્થર, દોરીનો ટુકડો.
પદ્ધતિઃ
- એક પથ્થરનો નાનો ટુકડો લો.
- તેને દોરીના ટુકડાથી બાંધો.
- તમારા હાથની મદદથી ઝડપી તેને ઝડપથી ગોળગોળ ફેરવો.
- પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ.
અવલોકનઃ
પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે.
નિર્ણયઃ
દોરી બાંધેલ પથ્થરને હાથ વડે ગોળગોળ ફેરવવો એ વર્તુળાકાર ગતિ છે.