GSEB Solutions Class 6 Social Science Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Textbook Exercise and Answers.

ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Class 6 GSEB Solutions Social Science Chapter 4

GSEB Class 6 Social Science ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Textbook Questions and Answers

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
મહાજનપદ કેટલાં હતાં?
A. 17
B. 18
C. 16
D. 19
ઉત્તરઃ
C. 16

પ્રશ્ન 2.
મહાજનપદો કયા કાળમાં હતાં?
A. આધુનિક
B. વૈદિક
C. અનુવૈદિક
D. મધ્યકાલીન
ઉત્તરઃ
C. અનુવૈદિક

પ્રશ્ન 3.
નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
A. મગધ
B. કોસલ
C. વત્સ
D. વૈશાલી
ઉત્તરઃ
D. વૈશાલી

પ્રશ્ન 4.
જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તરઃ
B. બે

GSEB Solutions Class 6 Social Science Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

2. ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
ઉત્તરઃ
રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

રાજાશાહી રાજ્યવ્યવસ્થા લોકશાહી રાજ્યવ્યવસ્થા
1. રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. 1. લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે.
2. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. 2. લોકશાહીમાં ગૃહનો વડો (પ્રમુખ) મુખ્ય હોય છે.
3. તેમાં રાજાને રાજ્યવહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. 3. તેમાં પ્રમુખ(ગૃહ)ને રાજ્યવહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે.
4. તેમાં રાજાનું પદ પ્રતિનિધિઓ ચૂંટે છે. 4. તેમાં પ્રદેશની પ્રજા પોતાના વંશપરંપરાગત હોય છે.

પ્રશ્ન 2.
ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતાઓ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો ગણરાજ્યોની શાસનવ્યવસ્થા
ઉત્તરઃ
ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી:

  1. ગણરાજ્યોનો વહીવટ સભા કરતી. વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા.
  2. સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા.
  3. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો.
  4. સભાનું સ્થળ ‘સંથાગાર’ (નગરભવન) તરીકે ઓળખાતું.
  5. ગણરાજ્યનો રાજ્યવહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી.
  6. સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી.
  7. સભામાં રાજ્યવહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતીએ નિર્ણય લેવામાં આવતો.

આમ, ગણરાજ્યોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.

પ્રશ્ન 3.
ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો: ગણરાજ્યોનું સમાજજીવન
ઉત્તરઃ
ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું:

  1. ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદાં ઘરોમાં રહેતા હતા.
  2. તેઓ પશુપાલન કરતા હતા.
  3. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા.
  4. તેઓ માટીનાં વાસણોનો વધારે ઉપયોગ કરતા.
  5. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ‘ચિત્રિત ઘૂસરપાત્રો’ તરીકે ઓળખાતાં.
  6. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી.
  7. ખેડૂતો પોતાની જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા.
  8. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા.
  9. પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા.
  10. વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર, કર આપતા.
  11. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો.
  12. આ દ્ર સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.

GSEB Solutions Class 6 Social Science Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

3. ‘અ’ વિભાગમાં આપેલાં રાજ્યોનાં નામ સામે ‘બ’ વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર લખો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) મગધ (1) કૌશામ્બી
(2) ગાંધાર (2) ઉજ્જયિની
(3) વત્સ (3) રાજગૃહ
(4) અવંતિ (4) તક્ષશિલા

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) મગધ (3) રાજગૃહ
(2) ગાંધાર (4) તક્ષશિલા
(3) વત્સ (1) કૌશામ્બી
(4) અવંતિ (2) ઉજ્જયિની

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *