Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ Textbook Questions and Answers

ચોપડાની ઈન્દ્રજાળ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે…..
(A) લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા.
(B) પિતાજીનું અવસાન થયું હતું.
(C) જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.
(D) લેખક ખૂબ જ ભણેલા હતા.
ઉત્તરઃ
(A) લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા.
(B) પિતાજીનું અવસાન થયું હતું.
(C) જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.
(D) લેખક ખૂબ જ ભણેલા હતા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 2.
જીવલાની કરુણ દશા જોઈને
(A) લેખક રાજી થઇ ગયા.
(B) લેખકનું હૃદય દ્રવી ઊડ્યું.
(C) લેખકને કશી અસર ન થઇ.
(D) લેખક હસવા લાગ્યા.
ઉત્તરઃ
(A) લેખક રાજી થઇ ગયા.
(B) લેખકનું હૃદય દ્રવી ઊડ્યું.
(C) લેખકને કશી અસર ન થઇ.
(D) લેખક હસવા લાગ્યા.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો?
ઉત્તરઃ
ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો (ભાગ) રહેતો.

પ્રશ્ન 2.
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો?
ઉત્તરઃ
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
લેણદાર અને દેણદારના આવકારામાં રહેલો વિરોધાભાસ જણાવો.
ઉત્તર :
લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકનાં બા તેને અથાણું ને થોડી દાળ આપે;

પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે.

પ્રશ્ન 2.
દર વર્ષે જીવલો લેખકના ઘરે કઇ – કઈ વસ્તુઓ આપવા જતો?
ઉત્તરઃ
દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો.

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો.
ઉત્તરઃ
અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા રે પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવાં માઠાં વર્ષ ગયાં હોય અને પાક સારો ઊતર્યો ન હોય તોપણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈિતિક રીતે માનતો, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

ઉપરાંત 3 દર વર્ષે લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુઋતુનાં ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો.

લેખક ભાતું લીધા વિના આવ્યા હોય, તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી.

લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાતદિવસ કાળી મજૂરી કરતો તોપણ તેનાં છોકરાં ભૂખે મરતાં. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઈન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.

પ્રશ્ન 2.
રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું?
ઉત્તરઃ
જીવલાને ત્યાંથી પાછા ફરતાં લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તો વળી કાંકી કેવી?’ આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં.

તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીટીકીને જોતા હતા એ દશ્ય નજર સામે ખડું થયું.

આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું.

આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને ર 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખી તેને લેણાંમાંથી મુક્ત કર્યો.

Std 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પિતાના મૃત્યુ પછી લેખકના બાની આર્થિક – માનસિક શી સ્થિતિ થઈ?
ઉત્તર :
પિતાના મૃત્યુ પછી લેખકની બા માથે સઘળી જવાબદારી આવી પડી. પોતે એકલાં થઈ ગયાં. જમીનની દેખભાળ કરનાર કોઈ નહોતું. ગણોતે ખેડનાર કોઈ નહોતું, એથી જમીન એના મૂળ શેઠને સોંપી દીધી. દુઝાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાનનાં સાધનો હતાં.

બે દીકરા અને એક દીકરી નાનાં હતાં, પરણેલી ત્રણ બહેનોના વ્યવહાર સાચવવાના હતા. નાની બહેનનાં લગ્ન હતાં, આવક હતી નહિ, એટલે બાપુજીને નામે એક નાનું ખેતર હતું, તે વેચી દીધું.

બાને જંપવેળા નહોતી, રાત – દિવસ ઢોરની જેમ વૈતરું કરે. કોઈના ત્યાં રાંધવા જાય ત્યાં માંડ બે ટંક રોટલા મળે. બાપુજી ઊંચતાં નવનેજાં પડ્યાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 2.
જીવલાને લેખક પ્રત્યે ઉત્કટ પ્રેમ હતો, એવું કઈ કઈ બાબતો પરથી કહી શકાય?
ઉત્તરઃ
જીવલો મરઘમાળનો ગરીબ, અજ્ઞાની રાનીપરજ ખેડૂત હતો. દેવાદાર હતો, પણ મહેનતુ, પ્રામાણિક ને સાફ હૃદયનો હતો. લેખક, એના બે મિત્રો મહમદ અને રસિક સાથે, ઉઘરાણી ગયા. જીવલો બહાર ગયો હતો, એના છોકરા ગોવિંદે કહ્યું કે એનો બાપ બાર વાગ્યે આવશે.

સમય હતો એટલે લેખક એના ખેતરમાં ગયા. બોર પાડ્યાં. ખાધાં, ગજવા ભર્યા. રીંગણાં – મરચાંની થેલી ભરી. જીવલો આવ્યો. ‘ લેખકને જોઈ પૂછ્યું: “ભીખલા, … ડોહાડીએ હું બાંધી આયેલું છે? … કંઈ ખાધું કે ભૂયખો જ?”

લેખક ભૂખ્યા છે એની ખબર પડતાં જ ભીખલાને હીરો બી ભાવે” એમ કહી, ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયના દૂધનું પાશેર ઘી મંગાવ્યું. દીકરી પાસે ચોખા દળાવ્યા. ગોળ ઢાવ્યો. ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવી, કાંસાના તાંસળામાં લાકડાના તવેતાથી લેખક પાસે જ શીરો બનાવડાવ્યો.

મિત્રો સાથે ધરાઈને ભોજન કરાવ્યું. ઉઘરાણીના પૈસા માટે તો જીવલાએ લાચારી વ્યક્ત કરી, પણ વાડામાં જઈને વાલોળ, રીંગણાં લઈને થેલી ભરી આપી. આમેય જીવલો લેખકના ઘેર જતો ત્યારે પણ શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ લઈને જતો.

આમ, ખાલી હાથે જતો નહિ અને ખાલી હાથે જવા દેતો નહિ. આવી બાબતો પરથી કહી શકાય કે જીવલાને લેખક પ્રત્યે ઉત્કટ પ્રેમ હતો.

પ્રશ્ન 3.
“જીવલો શાહુકારનો જનમોજનમનો ઋણી છે એવું લેખકને કેમ લાગે છે?
ઉત્તરઃ
જીવલા પાસેથી જાણવા મળ્યું કે તેણે ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણ સો રૂપિયા લીધેલા. એ પછી અભણ જીવલાની કરુણ દશા શરૂ થઈ. તેને શ્રદ્ધા હતી કે બે – ત્રણ વર્ષમાં તે ચૂકવી દેશે, પણ એક પછી એક વર્ષ ખરાબ આવ્યાં.

આથી જીવલો શાહુકારને બહુ રોકડ આપી શક્યો નહિ. લેખકે ચોપડામાં જોયું તો જીવલા પાસેથી વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. જીવલો વર્ષોવર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડાં, ઘાસ, ગોળ વગેરે આપી જાય અને તે પણ બધું મફતમાં!

છતાંય ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. ઘેર આવે ત્યારે લેખકનાં બાનું થોડુંઘણું કામ પણ કરી આપે. એમાં તેમના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામ સંભાળતા દાસકાકાએ જીવલાના નામે નવું ખાતું પાડેલું અને જીવલાને તેના પર અંગૂઠો પાડવા બોલાવ્યો.

જીવલાની આ પરિસ્થિતિ જાણીને લેખકને લાગે છે કે જીવલો શાહુકારનો જનમોજનમનો ઋણી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 4.
‘ચોપડાની ઇન્દ્રજાળ’ શીર્ષકની યથાર્થતા વર્ણવો.
ઉત્તર :
મૂળે આ પાઠ “બાનો ભીખુ’ જે લેખક ચંદ્રકાન્ત પંડ્યાની આત્મકથા છે, એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે: “ચોપડાની ઈજાળ’. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં સત્તર પંચાં પંચાણું’નું ગણિત મંડાતું.

શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાનીપરજ ખેડૂતોનું આર્થિક – શારીરિક શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા – મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વૈતરું કરતી પ્રજા આવી રહી હતી.

અહીં “ઇન્દ્રજાળ’ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ – અનુભવીને દ્રવી જાય છે. એના દેખતાં જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે.

ઇન્દ્રજાળ – છળકપટ – માંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દષ્ટિએ ‘જા, તું હવે અમારા લેણામાંથી છૂટો !’ ઉક્તિ “ચોપડાની ઈન્દ્રજાળ’ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો?
ઉત્તરઃ
માઠાં વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. છતાં વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો.

પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તોપણ ‘શાહુકારનાં છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે, જીવલો દાનતનો શુદ્ધ હતો.

પ્રશ્ન 2.
“બોડીને તાં વળી કાંહડી કેવી?” આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોળ ને રીંગણાં મગાવ્યાં. લેખકની ભરેલી થેલીમાં એ સમાઈ શકે તેમ નહોતા, એટલે જીવલાને એકાદ થેલી આપવા કહ્યું ત્યારે જીવલાએ કહ્યું, “બોડીને તાં વળી કાંકી કેવી?” જેને માથે ટાલ હોય તેની પાસે કાંસકી ન હોય અર્થાત્ ગરીબ પાસે થેલી જેવું ક્યાંથી હોય?

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 3.
લેખકના ઉઘરાણીએ જવાના અનુભવો તમારા શબ્દોમાં જણાવો.
ઉત્તરઃ
લેખક પોતાના બે – ત્રણ મિત્રો સાથે લગભગ રવિવારે ઉઘરાણીએ જતા. એમનાં બા ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપતા. તેઓ નદીમાં નાહતા, ઋતુઋતુનાં ફળો ખાતા.

દેણદારો પાસેથી ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાતા અને ઘર માટે પણ સાથે લઈ આવતા.

પ્રશ્ન 4.
લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી?
ઉત્તર :
લેખક શાહુકારનો દીકરો છે, જીવલાને ખબર છે કે એને શીરો ખુબ ભાવે છે. જીવલાએ શીરો બનાવવા એના દીકરા ગોવિંદને મોકલીને ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો.

ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખક પાસે જ શીરો બનાવડાવ્યો.

પ્રશ્ન 5.
લેખકે રક્તવર્ણ શાહુકારી ચોપડાનાં પાનાં કેમ ફાડી નાખ્યાં?
ઉત્તર :
જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઊઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું પાંચ ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ નહતું.

દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા, લેખકે રક્તવર્ણા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખ્યાં.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ કોણ કરતું હતું?
ઉત્તર :
દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ શાહુકાર કરતા હતા.

પ્રશ્ન 2.
શાહુકારો રાનીપરજ ખેડૂતોનું શું કરતા?
ઉત્તરઃ
શાહુકારો રાનીપરજ ખેડૂતોનું શોષણ કરતા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 3.
શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી નહોતી અનુભવતી?
ઉત્તર
શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાનાં હાડમાંસ ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી.

પ્રશ્ન 4.
શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા?
ઉત્તર :
શાહુકાર હિસાબનું ગણિત “સત્તર પંચા પંચાણું’ એમ ખોટું ગણતા.

પ્રશ્ન 5.
કોની ઇન્દ્રજાળને કારણે રાનીપરજ ખેડૂતોની સાત પેઢી ઋણમુક્ત થઈ શકે એમ નહોતી?
ઉત્તર :
શાહુકારના ચોપડાની ઈન્દ્રજાળને કારણે રાનીપરજ ખેડૂતોની સાત પેઢી ણમુક્ત થઈ શકે એમ નહોતી.

પ્રશ્ન 6.
લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો કોણે બતાવેલો?
ઉત્તર:
લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો તેમના કોઈ ભાઈબંધે શીખવેલો.

પ્રશ્ન 7.
લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી?
ઉત્તર :
લેખકની બાએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું તેથી શેઠને સોંપી દીધી.

પ્રશ્ન 8.
લેખકના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાન માટે કઈ બે બાબતો રહી?
ઉત્તર :
લેખકના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાન માટે બે બાબતો રહી દુઝાણું અને ઉઘરાણી.

પ્રશ્ન 9.
એકલે હાથે કોનો બોજો ઊંચકતાં બાને નવ નેજા પડતાં હતાં?
ઉત્તર
એકલે હાથે કુટુંબનો બોજો ઊંચકતાં બાને નવ નેજાં પડતાં હતાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 10.
બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતાં હતાં?
ઉત્તર :
બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ઉઘરાણી માટે ગામડે મોકલતાં હતાં.

પ્રશ્ન 11.
દેણદારો લેણદારોને રોકડ રકમ શાથી આપી શકતા નહોતા?
ઉત્તરઃ
દેણદારો લેણદારોને રોકડ આપી શકતા નહોતા, કારણ કે ખેતીનાં વર્ષો એક પછી એક ખરાબ આવતાં હતાં.

પ્રશ્ન 12.
“હાઉકારનાં પોયરાને આપદા ની પડવી જોઈએ.” – જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેનો કયો ભાવ પ્રગટ થાય છે?
ઉત્તરઃ
‘હાઉકારનાં પોયરાને આપદા ની પડવી જોઈએ.’ જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય છે.

પ્રશ્ન 13.
વ્યાજ પેટે વર્ષોવર્ષ જીવન – જરૂરિયાતની વસ્તુઓ આપી જનાર જીવલો દાનતનો કેવો હતો?
ઉત્તરઃ
વ્યાજ પેટે વર્ષોવર્ષ જીવન – જરૂરિયાતની વસ્તુઓ આપી જનાર જીવલો દાનતનો શુદ્ધ હતો.

પ્રશ્ન 14.
લેખકના ઘેર, જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શું જોવાની લાલચે આવતો?
ઉત્તરઃ
લેખકના ઘેર, જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ હર (શહેર) જોવાની લાલચે આવતો હતો.

પ્રશ્ન 15.
જીવલાના કુટુંબની કરુણ દશાના મૂક સાક્ષી એવા લેખક જીવલામાં શું જોયા કરતા હતા?
ઉત્તરઃ
જીવલાના કુટુંબની કરુણ દશાના મૂક સાક્ષી એવા લેખક જીવલામાં વફાદારી જોયા કરતા હતા.

પ્રશ્ન 16.
બીજો શાહુકાર કરવાની જીવલાને કેમ જરૂર પડી?
ઉત્તરઃ
જીવલાની પત્ની મરી જતાં, તે પત્નીનું બારમું કરવા કરજ લેવા બીજો શાહુકાર કરવાની જીવલાને જરૂર પડી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 17.
જીવલા ઉપર શા માટે કડક ઉઘરાણી કરવામાં આવતી હતી?
ઉત્તર :
જીવલા ઉપર કડક ઉઘરાણી કરવામાં આવતી હતી, કારણ કે પત્ની મરી જતાં બારમું કરવા જીવલાએ બીજો શાહુકાર કર્યો હતો.

પ્રશ્ન 18.
રવિવારે ઉઘરાણી જતાં લેખકની બા તેમને ભાતામાં શું બાંધી આપતી?
ઉત્તરઃ
રવિવારે ઉઘરાણી જતાં લેખકની બા તેમને ભાતામાં સુખડી અને શક્કરપારા બાંધી આપતી.

પ્રશ્ન 19.
જીવલાને ત્યાં ચૂલો બનાવી, કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શું બનાવ્યું?
ઉત્તરઃ
જીવલાને ત્યાં ચૂલો બનાવી; કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શીરો બનાવ્યો.

પ્રશ્ન 20.
લેખકે રીંગણા – વાલોળ મૂકવા થેલી માગી ત્યારે જીવલાએ કઈ કહેવત કહી?
ઉત્તર:
લેખકે રીંગણા – વાલોળ મૂકવા થેલી માગી ત્યારે જીવલાએ બોડીને તો વળી કાંકી કેવી?” એ કહેવત કહી.

પ્રશ્ન 21.
બોડીને તો વળી કાંહડી કેવી?” કહેવત સાંભળ્યા પછી લેખકને જીવલાની બોડી જેવી સ્થિતિ કરનાર કોણ લાગે છે?
ઉત્તરઃ
બોડીને તો વળી કાંહડી કેવી?” કહેવત સાંભળ્યા પછી જીવલાની બોડી જેવી સ્થિતિ કરનાર લેખક પોતે જ લાગે છે.

પ્રશ્ન 22.
ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધેલા?
ઉત્તરઃ
ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા.

પ્રશ્ન 23.
લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈને કેટલી રકમ નીકળતી હતી?
ઉત્તરઃ
લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈને ર1,500 રૂપિયા જેટલી રકમ નીકળતી હતી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 24.
લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતા હતા?
ઉત્તરઃ
લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા હતા.

પ્રશ્ન 25.
દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે કેવો વિશ્વાસ હતો?
ઉત્તરઃ
દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો કદિ જૂઠું ન વાંચે.

પ્રશ્ન 26.
લેખકને ત્યાં જીવલો શા માટે આવ્યો હતો?
ઉત્તરઃ
ત્રણ વર્ષ પછી ચોપડામાં નવું ખાતું પાડવાનું હતું, તેથી એના પર અંગૂઠો પાડવા જીવલો લેખકને ત્યાં આવ્યો હતો.

પ્રશ્ન 27.
લેખકને જીવલાનું કયું વાક્ય રાત્રે વારે વારે યાદ આવતું હતું?
ઉત્તરઃ
‘બોડીને તો વળી કાંહડી કેવી?” જીવલાનું એ વાક્ય રાત્રે લેખકને વારે વારે યાદ આવતું હતું.

પ્રશ્ન 28.
લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાનું શું કર્યું?
ઉત્તરઃ
લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાનાં પાનાં ચીરી નાખ્યાં.

પ્રશ્ન 29.
લેખકે શાહુકારી ચોપડાનાં પાનાં ચીરીને જીવલાને શું કહ્યું?
ઉત્તર:
લેખકે શાહુકારી ચોપડાનાં પાનાં ચીરીને જીવલાને કહ્યું: ‘જા, તું હવે અમારા લેણાંમાંથી છૂટો!’

પ્રશ્ન 30.
લેખક જીવલાને ત્યાં ઉઘરાણી ગયા ત્યારે કઈ જાતનાં બોર પાક્યાં હતાં?
ઉત્તરઃ
લેખક જીવલાને ત્યાં ઉઘરાણી ગયા ત્યારે રાંદેરી બોર પાક્યાં હતાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 31.
પોતે ગાંધીવાદી જીવન જીવે છે.” એ ખ્યાલ લેખકને કેવો લાગ્યો?
ઉત્તરઃ
પોતે ગાંધીવાદી જીવન જીવે છે.” એ ખ્યાલ લેખકને દંભી લાગ્યો.

પ્રશ્ન 32.
‘ચોપડાની ઇન્દ્રજાળ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
“ચોપડાની ઈન્દ્રજાળ’ પાઠ બાનો ભીખુ’માંથી લેવામાં આવ્યો છે.

5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

(1)

“અ” (ઉક્તિ ) “બ” (પાત્ર)
1. “હાઉકારનાં પોયરાને આપદાની પડવી a. હાઉકાર જોઈએ.’
2. “બારેક વાગતાં આવી પુગહે.’’ b. ભીખલો
3. “અમે પાછા જવાના હતા એટલે ભાતું તું. નથી લાવ્યા’ c. જીવલો
4. “ફોગટ થોડું આપે છે? …. d. બા
e. ગોવિંદ

ઉત્તર :

“અ” (ઉક્તિ ) “બ” (પાત્ર)
1. “હાઉકારનાં પોયરાને આપદાની પડવી c. જીવલો
2. “બારેક વાગતાં આવી પુગહે.’’ e. ગોવિંદ
3. “અમે પાછા જવાના હતા એટલે ભાતું તું. નથી લાવ્યા’ b. ભીખલો
4. “ફોગટ થોડું આપે છે? …. d. બા

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

2.

“અ” (ઉક્તિ ) “બ” (પાત્ર)
1. ‘જા, તું હવે અમારા લેણાંમાંથી છૂટો!” a. બા
2. “મૂળાનાં પતીકાં જેવા રૂપિયા રોકડા કાઢીને b. જીવલો આપ્યા છે.’
3. બોડીને તો વળી કાંકી કેવી?” c. શાહુકાર
4. “ડોહાડીએ હું બાંધી આયેલું છે?’ d. જીવલો
e. ભીખલો

ઉત્તરઃ

“અ” (ઉક્તિ ) “બ” (પાત્ર)
1. ‘જા, તું હવે અમારા લેણાંમાંથી છૂટો!” e. ભીખલો
2. “મૂળાનાં પતીકાં જેવા રૂપિયા રોકડા કાઢીને a. બા
3. બોડીને તો વળી કાંકી કેવી?” b. જીવલો આપ્યા છે.’
4. “ડોહાડીએ હું બાંધી આયેલું છે?’ d. જીવલો

ચોપડાની ઈન્દ્રજાળ વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

 1. કિમીયો – (કીમિયો, કિમીઓ, કિમિયો)
 2. જીંદગી – (જિંદગી, જિન્દગિ, જીન્દગિ)
 3. વીધવા – વિદવા, વિધવા, વિધવા)
 4. મૃત્યુ – (મૂત્યુ, મૃત્યુ, મૃત્યુ)
 5. અતિશયોક્તિ (અતીશયોક્તિ, અતિશયોક્તિ, અતિશયક્તિ)
 6. તીરસ્કાર – (તિરસ્કાર, તીરષ્કાર, તિરષ્કાર)
 7. ઓશીયાળો – (ઓશિયાળો, ઓશિયારો, ઓશીયારો)
 8. સોષિત – (શોષિત, શોસિત, શોષીત)
 9. પત્થર – (પથ્થર, પથર, પતર)
 10. હ્રદય – (હૃદય, રૂદય, રુદય)

ઉત્તરઃ

 1. કીમિયો
 2. જિંદગી
 3. વિધવા
 4. મૃત્યુ
 5. અતિશયોક્તિ
 6. તિરસ્કાર
 7. ઓશિયાળો
 8. શોષિત
 9. પથ્થર
 10. હૃદય

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

 1. તિરસ્ + કાર = (તીરસ્કાર, તિરસ્કાર, તીરષ્કાર)
 2. વિ + અવતાર = (વિહાર, વ્યવહાર, વિવાહાર)
 3. ઉદ્ + ડ = (ઉફ્લડ, ઉજ્જડ, ઊજ્જડ)
 4. વિરોધ + આભાસ = (વિરોધભાસ, વિરોધાભાસ, વિરુદ્ધભાસ)
 5. અતિશય + ઉક્તિ = (અતિશયુક્તિ, અતિશયોક્તિ, અતીશયોક્તિ)

ઉત્તરઃ

 1. તિરસ્કાર
 2. વ્યવહાર
 3. ઉજ્જડ
 4. વિરોધાભાસ
 5. અતિશયોક્તિ

3. નીચેના શબ્દોની સાચી સંધિ છોડો:

 1. શ્રદ્ધા = (શ્રર્ + ધા, શ્ર + ધા, શત્ + ધા)
 2. ઋણ = (ઋ + ન, સન્ + અ, ૨+ ન)
 3. દુર્દશા = (દૂર + દશા, દુર્ + દશા, દુદ્ + રશા)
 4. સદુપયોગ = (સ + ઉપયોગ, સ + ઊપયોગ, સદુ૫યોગ)
 5. આર્થિક = (અર્થ + ઇક, આર્ + થિક, અરથ + ઇક)
 6. શોષણ = (શમ્ + અન, શોષણ્ + અ, શેષ + ઉન)

ઉત્તરઃ

 1. શ્રદ્ + ધા
 2. ઋ + ન
 3. દુર + દશા
 4. સ + ઉપયોગ
 5. અર્થ + ઇક
 6. શોષ + અન

4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

 1. દરિદ્રનારાયણ – (મધ્યમપદલોપી, , કર્મધારય)
 2. સદુપયોગ – (કર્મધારય, દ્વિગુ, ઉપપદ)
 3. ઇન્દ્રજાળ – (૮ન્ડ, તપુરુષ, બહુવ્રીહિ)
 4. શોષણખોર – (૮ન્દ્ર, ઉપપદ, કર્મધારય)
 5. વિધવા – (કર્મધારય, બહુવ્રીહિ, કન્ડ)
 6. કામકાજ – (દ્વિગુ, કન્ન, તપુરુષ)
 7. ઘી – કેળાં – (દ્વિગુ, કન્દ, બહુવ્રીહિ)
 8. દાસકાકા (હિંગુ, કર્મધારય, બહુવ્રીહિ)
 9. ઋણરાહત – (તપુરુષ, કન્દ, ઉપપદ)
 10. શાકભાજી – (દ્વિગુ, કન્ડ, કર્મધારય)
 11. નવનેજાં – (, કર્મધારય, દ્વિગુ)
 12. અમલદાર – (ઉપપદ, બહુવ્રીહિ, હેન્દ્ર)

ઉત્તરઃ

 1. મધ્યમપદલોપી
 2. કર્મધારય
 3. તત્પરુષ
 4. ઉપપદ
 5. બહુવ્રીહિ
 6. દ્વન્દ્ર
 7. દ્વન્દ્ર
 8. કર્મધારય
 9. તપુરુષ
 10. દ્વન્દ્ર
 11. દ્વિગુ
 12. ઉપપદ

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

 1. શોષિત
 2. વ્યવહાર
 3. અમલદાર
 4. અજ્ઞાન
 5. ઉજ્જડ
 6. ભીખલો
 7. વિધવા
 8. પ્રત્યેક
 9. આટઆટલું
 10. રક્તવર્ણ

ઉત્તરઃ

 1. પરપ્રત્યય
 2. પૂર્વપ્રત્યય
 3. પરપ્રત્યય
 4. પૂર્વપ્રત્યય
 5. પૂર્વપ્રત્યય
 6. પરપ્રત્યય
 7. પૂર્વપ્રત્યય
 8. પૂર્વપ્રત્યય
 9. એક પણ પ્રત્યય નહિ
 10. એક પણ પ્રત્યય નહિ

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

 1. ઋણ = (કરજ, આભાર, ભાર)
 2. ઓશિયાળું = (દૂરનું, ગરીબ, લાચાર)
 3. દંભ = (ઘાસ, ડંખ, ઘમંડ)
 4. બદતર = (તરછોડેલું, ખરાબ, લાચાર)
 5. વેઠ = (શ્રમ, પરસેવો, વૈતરું)
 6. પોયરાં = (છોકરાં, પોયણાં, ફૂલ)
 7. રાંકડી = (રક, સાંકડી, કદરૂપી)
 8. લાગો = (તક, હક, મહેનત કરવી)
 9. કારમું = (આઘાતજનક, દુઃખ, પીડા)
 10. કપરું = (કોપરું, મુશ્કેલ, દૂરનું)

ઉત્તરઃ

 1. કરજ
 2. લાચાર
 3. ઘમંડ
 4. ખરાબ
 5. વૈતરું
 6. છોકરાં
 7. રંક
 8. હક
 9. આઘાતજનક
 10. મુશ્કેલ

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

 1. વેઠ – (ભાવવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક)
 2. શાકભાજી – (જાતિવાચક, સમૂહવાચક, ક્રિયાવાચક)
 3. દાળ ચોખા – (દ્રવ્યવાચક, સમૂહવાચક, જાતિવાચક)
 4. શીરો – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
 5. ફસલ – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
 6. વફાદારી – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
 7. બચત – (ક્રિયાવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
 8. ગોવિંદ – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
 9. આંસુ – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
 10. પત્ની – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)

ઉત્તરઃ

 1. ભાવવાચક
 2. જાતિવાચક
 3. દ્રવ્યવાચક
 4. દ્રવ્યવાચક
 5. જાતિવાચક
 6. ભાવવાચક
 7. ક્રિયાવાચક
 8. વ્યક્તિવાચક
 9. દ્રવ્યવાચક
 10. જાતિવાચક

8. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખો :

 1. જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
 2. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. – (ઉપમા, અનન્વય, રૂપક)
 3. શાહુકારના રાતા ચોપડામાં દેવું પાંચગણું બોલતું હતું. – (સજીવારોપણ, શ્લેષ, અનન્વય)
 4. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. – (શ્લેષ, વ્યતિરેક, વર્ણસગાઈ)
 5. મૂળાનાં પતીકાં જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. – (ઉપમા, ઉન્મેલા, રૂપક)

ઉત્તરઃ

 1. ઉપમા
 2. રૂપક
 3. શ્લેષ
 4. વ્યતિરેક
 5. ઉપમા

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

 • ઘી – કેળાં હોવાં – પૈસાદાર હોવું, માલામાલ હોવું
 • નવનેજાં પડવાં – ખૂબ તક્લીફ પડવી
 • હૃદય દ્રવી ઊઠવું – ખૂબ જ દુઃખ થવું
 • સત્તર પંચાં પંચાણુંનું ગણિત માંડવું – અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું
 • વૈતરું કરવું – થાકી જવાય એટલી મજૂરી કરવી.
 • અરેરાટી અનુભવવી – ત્રાસી જવું, દુઃખ અનુભવવું
 • પેટે પાટા બાંધવા – ભૂખ્યા રહીને, જીવન – જરૂરિયાતો પર કાપ મૂકી જીવવું
 • આછુંપાતળું ખાવું – ઓછુંવતું ખાવું
 • વર્ષ નબળું પડવું – પૂરતો વરસાદ ન થતાં સારો પાક ન થવો
 • દરિદ્રતાને પણ શરમ આવે એવું હોવું – અતિશય ગરીબાઈ હોવી
 • ભાંગી જવું – હતાશ થવું
 • બારમું કરવું – મરનારના બારમા દિવસે શ્રાદ્ધક્રિયા કરવી
 • પેટમાં ખાડા પડવા – ખૂબ ભૂખ લાગવી
 • વેઠ કરવી – દિલ વિના ફરજિયાત કામ કરવું
 • મોંનો કોળિયો ઝૂંટવી લેવો – ગરીબની આવક ઉચાપત કરવી
 • ગળે વાત ન ઊતરવી – સમજમાં ન આવવી
 • તકાદો કરવો – ઉઘરાણી માટે દબાણ કરવું, ચાંપતી ઉઘરાણી કરવી
 • દુઃખ રડવું – મુશ્કેલી જણાવવી
 • પૈસા વસૂલ કરવા – પૈસા ચૂકતે કરવા
 • અંગૂઠો પાડવો – ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું
 • પૈસા ખોટા કરવાની દાનત ન હોવી – કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી
 • દૂધે ધોઈને આપવું – પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું
 • ચોપડો જૂઠું ન વાંચે – ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો
 • લોહી ચૂસવું – આર્થિક શોષણ કરવું

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

10. નીચેની કહેવતોનો સાચો અર્થ લખોઃ

 1. બોડીને તો વળી કાંકી કેવી?
 2. બાંધી મુઠ્ઠી લાખની

ઉત્તરઃ

 1. બોડીને તો વળી કાંહડી કેવી? – અત્યંત દરિદ્રતા હોવી (અહીં) જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી?
 2. બાંધી મુઠ્ઠી લાખની – જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહિ ત્યાં સુધી આબરૂ / ઇજ્જત સચવાય.

11. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

 • ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ – ગણોત
 • લેણાં પેટે નીકળતાં નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ – ઉઘરાણી
 • મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું, ભોજન – ભાથું, ભાતું
 • લીલા ચણાનો પોપટાનો પોંક – ઓળો
 • રહેવાની સગવડ સાથેનું ફળઝાડનું ખેતર – વાડી
 • જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી – વિધવા
 • દૂધ દેતું ઢોર – દુઝાણું
 • ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય – ટંક
 • થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ – વૈતરું
 • મરનારના બારમા દિવસની શ્રાદ્ધ – ક્રિયા – બારમું
 • નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો – વ્યાજ
 • ખરાબ દશા હોવી તે – દુર્દશા

12. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

 1. શાહુકાર
 2. સોંઘારત
 3. વફાદારી
 4. પ્રિય
 5. દુર્ગધ
 6. સૂર્યાસ્ત
 7. રૂપ
 8. ચંચળ
 9. માન
 10. પ્રત્યક્ષ
 11. નજીક
 12. અતિશયોક્તિ
 13. લેણદાર
 14. ઉદાર
 15. પ્રામાણિક

ઉત્તરઃ

 1. શાહુકાર ✗ ગરીબ
 2. સોંઘારત ✗ મોંઘારત
 3. વફાદારી ✗ બેવફાઈ
 4. પ્રિય ✗ અપ્રિય
 5. દુર્ગધ ✗ સુગંધ
 6. સૂર્યાસ્ત ✗ સૂર્યોદય
 7. રૂપ ✗કુરૂપ
 8. ચંચળ ✗ સ્થિર
 9. માન ✗ અપમાન
 10. પ્રત્યક્ષ ✗ પરોક્ષ
 11. નજીક ✗ દૂર
 12. અતિશયોક્તિ ✗ અલ્પોક્તિ
 13. લેણદાર ✗ દેણદાર
 14. ઉદાર ✗ કંજૂસ
 15. પ્રામાણિક ✗ અપ્રામાણિક

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

13. નીચેના શબ્દોના અર્થ આપો?

 1. કઠોર – કઠોળ
 2. ગૉળ – ગોળ
 3. વાગે – વાગે
 4. સોંપવું – સાંપડવું
 5. કેરી – કેરી
 6. મજૂરી – મંજૂરી

ઉત્તરઃ

 1. કઠોર – કઠણ
  કઠોળ – દ્વિદલ અનાજ
 2. ગૉળ – ખાદ્ય પદાર્થ
  ગોળ – ગોળાકાર
 3. વાગ્યે – સમય થયે
  વાગે – ઈજા થાય
 4. સોંપવું – સાચવવા આપવું
  સાંપડવું – પ્રાપ્ત થવું
 5. કેરી – આમ્રફળ
  કેરી – ની – પ્રત્યય
 6. મજૂરી – વૈતર, મહેનત
  મંજૂરી – સંમતિ, બહાલી

14. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

 1. પૈહા
 2. હીરો
 3. હાઉકાર
 4. આપદા
 5. વર્ષણ
 6. હેર
 7. પુગહ
 8. થે ગ્યા
 9. ભૂયખો
 10. આલું
 11. ની
 12. બૌ
 13. નાગોડિયા
 14. સોંઘારત
 15. પોયરાં
 16. કોથે ગેયલો ઓહ
 17. ડોહાડી

ઉત્તરઃ

 1. પૈસા
 2. શીરો
 3. શાહુકાર
 4. આપત્તિ
 5. વર્ષ
 6. શહેર
 7. પહોંચશે
 8. થઈ ગયા
 9. ભૂખ્યો
 10. આપ્યું
 11. નહીં
 12. બહુ
 13. નગ્ન
 14. સસ્તાપણું
 15. છોકરાં
 16. ક્યાંક ગયો હશે
 17. ડોશી

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

15. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 1. જીવલો દાનતનો શુદ્ધ !
 2. … વળી બીજો શાહુકાર કરેલો.
 3. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે.
 4. હું શોષણખોર છું.
 5. રાતા ચોપડામાં પાંચગણું દેવું બોલતું હતું.
 6. ગોવિંદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું.

ઉત્તરઃ

 1. શુદ્ધ – ભાવવાચક
 2. બીજો – સંખ્યાવાચક
 3. ઉજ્જડ – ગુણવાચક
 4. હું – સાર્વનામિક
 5. રાતા – (રંગ) ગુણવાચક, પાંચગણું – સંખ્યાવાચક
 6. પાશેર – સંખ્યાવાચક

16. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

 1. અમે એના ખેતરમાં ઊપડ્યા.
 2. ભીખલા, બપોર થે ગ્યા.
 3. જીવલો અવારનવાર ઘેર આવતો.
 4. પહાની જોગવાઈ તો હમણાં ની થવાની.
 5. રોકડ બહુ નહોતો આપી શક્યો.

ઉત્તર :

 1. ખેતરમાં – સ્થાનવાચક
 2. બપોર – સમયવાચક
 3. અવારનવાર – માત્રાસૂચક
 4. હમણાં – સમયવાચક
 5. બહુ – માત્રાસૂચક

17. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

(1) ઇન્દ્ર
(2) કાર્યક્રમ
(3) ઋતુ
(4) બુદ્ધિ
(5) કરુણ
ઉત્તરઃ
Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language) 1

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

18. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. અમારાથી જીવલાને ઘેર પહોંચાયું.
2. કર્મણિરચના 2. ફોગટ થોડું અપાય છે?
3. મારા પિતાજી ધીરધારનો ધંધો પણ કરતા.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના મારા પિતાજી ધીરધારનો ધંધો પણ કરતા.
2. કર્મણિરચના મારા પિતાજી ધીરધારનો ધંધો પણ કરતા.

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. અમારાથી ધરાઈને ખવાયું.
2. કર્મણિરચના 2. મેં ચોપડામાં જોયું.
3. જીવલાથી શી રીતે દેવું ભરી શકાશે?

ઉત્તર:

“અ” “બ”
1. કર્તરિરચના મેં ચોપડામાં જોયું.
2. કર્મણિરચના જીવલાથી શી રીતે દેવું ભરી શકાશે?

પ્રશ્ન 3.

“અ” “બ”
1. ભાવેવાક્ય 1. જીવલાએ મોટી દીકરી પાસે
2. પ્રેરકવાક્ય ચોખા દળાવ્યા. 2. મોટી દીકરીએ ચોખા દળ્યા.
3. ફોગટ થોડું અપાય છે?

ઉત્તરઃ

“અ” “બ”
1. ભાવેવાક્ય જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા.
2. પ્રેરકવાક્ય ચોખા દળાવ્યા. ફોગટ થોડું અપાય છે?

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

પ્રશ્ન 4.

“અ” “બ”
1. ભાવેવાક્ય 1. (અમે) જીવલાની ઝુંપડીએ
2. પ્રેરકવાક્ય આવ્યા. 2. બાથી કહેવાયું.
3. જીવલાએ ગોવિંદ પાસે થોડા કાંદા સમારી અપાવ્યા.

ઉત્તર:

“અ” “બ”
1. ભાવેવાક્ય બાથી કહેવાયું.
2. પ્રેરકવાક્ય આવ્યા. જીવલાએ ગોવિંદ પાસે થોડા કાંદા સમારી અપાવ્યા.

19. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ

 1. (મારા પિતાજી) લોભેલોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા.
 2. ગોવિંદે બાવળનાં દાતણ કાપી આપ્યાં.
 3. (ગોવિંદ) ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો બનાવડાવ્યો.
 4. કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડાં કાપતો …
 5. ત્રણ વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું.

ઉત્તરઃ

 1. (મારા પિતાજી) લોભેલોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાવતા.
 2. ગોવિંદ બાવળનાં દાતણ કપાવી આપ્યાં.
 3. (ગોવિંદ) ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવડાવ્યો.
 4. કોઈ(ની) પાસે ખેતરમાં (એ) ચાર કપાવતો કે બળતણ માટે લાકડાં કપાવતો …
 5. ત્રણ વર્ષ પછી નવું ખાતું પડાવવાનું હતું.

ચોપડાની ઈન્દ્રજાળ Summary in Gujarati

ચોપડાની ઈન્દ્રજાળ પોઠ પરિચય
– ચંદ્રકાન્ત પંડ્યા [જન્મઃ 31 – 08 – 1920; મૃત્યુઃ 13 – 10 – 2001]

ચોપડાની ઈન્દ્રજાળ’ આત્મકથા – ખંડમાં લેખકે શાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણાંમાંથી છટકી ન શકે એવી શાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી હતી.

મુદ્દલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે આ ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. ભીખુએ આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી. ભીખુનાં માતા – પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી.

તેમ છતાં જીવલો શાહુકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય રાખતો હતો. ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલા ત્રણ સો રૂપિયા પર ચોપડાની ઈન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)

આ કરજ યોગ્ય ન લાગતાં ભીખુએ જીવલાને માથે ચડેલ વ્યાજના ચોપડાનાં પાનાં ફાડી નાખ્યાં અને તેને ચોપડાની ઈન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.

ચોપડાની ઈન્દ્રજાળ શબ્દાર્થ

 • રાનીપરજ – સુરત – વલસાડ જિલ્લાની વનવાસી વસ્તી,
 • શોષણ – પારકું ધન, માલ કે મજૂરી
 • કરતું તે – એમ્પ્લોઇટેશન.
 • ચોપડા – (અહીં) હિસાબ રાખવાની નોંધપોથી.
 • ઈન્દ્રજાળ – કાવતરું, (અહીં) હિસાબમાં છેતરપીંડી કરવી.
 • શોષણખોર – ગરીબોનું શોષણ કરનાર.
 • જુલ્મ – ત્રાસ.
 • શરીફ – પ્રતિષ્ઠિત, આબરૂદાર.
 • ડાકુ – ધાડપાડુ, લુંટારો.
 • કચડાયેલી – દબાયેલી.
 • ધણીધોરી – માલિક.
 • રાંકડી – રંક, ગરીબ.
 • લંગોટિયા – માત્ર લંગોટ પહેરીને રહેતા.
 • બદતર – ખરાબ.
 • ધગડું – પોલીસ – પસાયતા.
 • તલાટી – મહેસૂલ વસૂલ કરનાર સરકારી કર્મચારી.
 • ભૂવો – ભૂત કાઢનાર.
 • લાગો – હક,
 • ગુલામ – કશો બદલો લીધા વિના કામ કરતો નોકર.
 • લાચારી – વિવશતા.
 • કિમિયો – ગુપ્ત કળા, સરળતાથી પૈસા કમાવાની કળા.
 • લોભેલોભે – લાલચથી. Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)
 • ધીરધારનો ધંધો – વ્યાજે નાણાં આપવાનો ધંધો.
 • દુઝાણું – દૂધ દેતું ઢોર.
 • વ્યવહાર – પરસ્પર
 • આપવા – લેવાનો સંબંધ.
 • ઉપજાઉ – ઊપજ કરનારું.
 • ભાગ્યેજ – ક્યારેક જ.
 • સોંઘારત – સસ્તાઈ, સોંઘાપણું.
 • હારો – છ મણ, અત્યારના 120 કિલો.
 • બોજો – જવાબદારી.
 • દેણદાર – કરજદાર.
 • પ્રામાણિક – ઈમાનદાર, વિશ્વાસપાત્ર.
 • લેણદાર – કરજ વસૂલ કરનાર.
 • આપદા – તકલીફ.
 • ખાતર – (અહીં) માટે.
 • લેણું – આપેલું પાછું લેવું તે.
 • કાઠાં વર્ષો – ફસલની દષ્ટિએ ખરાબ વર્ષો.
 • કપરું – મુશ્કેલ, અઘરું, કઠિન.
 • વ્યાજ પેટે ભરી આપવું – વ્યાજ પેટે ચૂકવી દેવું.
 • પોયરાં – છોકરાં, સંતાનો. દાનતનો
 • શુદ્ધ – મનની વૃત્તિનો ચોખ્ખો.
 • હેર – શહેર. લાલચ – લાલસા, લોભ.
 • મેલું – મલિન, ગંદું.
 • જીર્ણ – જૂનું, (અહીં) ફાટી ગયેલું.
 • ડગલું – નાનું અંગરખું.
 • ખખડી ગયેલો – કુશ થઈ ગયેલો, નબળો પડી ગયેલો.
 • હાડપિંજર જેવો – માંસ – ચામ વિનાનું માત્ર હાડકાનું માળખું હોય એવો, તદન કશ.
 • કરુણ – દયાજનક.
 • વફાદારી – ઈમાનદારી, પ્રામાણિકતા.
 • કડક – આકરી. Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)
 • ઠાંસીઠાંસીને – દાબીદાબીને.
 • તાંસળું – છાલિયું.
 • ઑર – અનેરો.
 • જોગવાઈ – સગવડ.
 • વાડો – રહેવાની સગવડ સાથેનું ફળઝાડનું ખેતર.
 • કારમી – ભયંકર. અજંપામાં ગાળવી – અશાંતિમાં વિતાવવી.
 • દુર્દશા – ખરાબ હાલત.
 • ટીકીટીકીને જોવું – તાકીતાકીને જોવું.
 • ચાર – લીલું ઘાસ.
 • શાહુકારી પેટે – શાહુકારનું કરજ ચૂકવવા.
 • તિરસ્કાર – અનાદર, ધિક્કાર.
 • દેવું – કરજ, ઋણ.
 • ફોગટ – મફત.
 • ફસલ – પાક, અનાજ.
 • નાગલી – બાવટા જેવું એક અનાજ
 • ઓશિયાળો – પરવશ, લાચાર.
 • વિરોધાભાસ – માત્ર દેખીતો વિરોધ
 • ખેંચવું – ખટકવું. તકાદો ચાંપતી ઉઘરાણી.
 • ધીરવું – વ્યાજે આપવું.
 • અતિશયોક્તિ – વધારે પડતું કહેવું.
 • જનમજનમનો ઋણી – અનેક જન્મનો કરજદાર.
 • શોષિત – શોષાયેલી.
 • મુદ્દલ – મૂળ રકમ.
 • ઈન્દ્રજાળ – છળકપટ.
 • રાતા ચોપડા – હિસાબના લાલ રંગના ચોપડા.
 • દંભ – પાખંડ. Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ચોપડાની ઈન્દ્રજાળ (First Language)
 • રક્તવર્ણા – લાલ રંગના.

Leave a Comment

Your email address will not be published.