Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 14 જન્મોત્સવ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ Textbook Questions and Answers

જન્મોત્સવ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઇ રહ્યા હતા કારણ કે…
(A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.
(B) માણ કી બાળકને જન્મ આપવાની હતી.
(C) કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો.
(D) નાટક રજૂ થઇ રહ્યું હતું.
ઉત્તર :
(A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.
(B) માણ કી બાળકને જન્મ આપવાની હતી.
(C) કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો.
(D) નાટક રજૂ થઇ રહ્યું હતું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 2.
આ પાઠમાં લેખક શું કહેવા માગે છે ?
(A) લેખક કશું જ કહેવા માગતા નથી.
(B) કૃષ્ણજન્મનું મહત્ત્વ સમજાવવા માગે છે.
(C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.
(D) પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે.
ઉત્તર :
(A) લેખક કશું જ કહેવા માગતા નથી.
(B) કૃષ્ણજન્મનું મહત્ત્વ સમજાવવા માગે છે.
(C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.
(D) પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
હાવ બેઠો રિયે ઇમ કરવું ? કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે ? – આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તરઃ
“હાવ બેઠો રિયો ઈમ કરવું ? કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું સે?” આ વાક્ય વેલજી ડોસો બોલે છે.

પ્રશ્ન 2.
ફગફગિયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી કઇ ઘટના બની ?
ઉત્તરઃ
ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટનારૂપે ગાજી ઊઠ્યું.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
અસિતે કૃષ્ણજન્મની કઇ તરકીબ રચી હતી તે જણાવો.
ઉત્તરઃ
અસિત વીજળીની મદદથી કૃષ્ણજન્મની તરકીબ રચી હતી. રાત્રીના બાર વાગ્યે કિનખાબનો પડદો ખૂલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. સાથે જ ઝાલર, મંજીરાં, કાંસા ને શંખનો ધ્વનિ સંભળાય, બિલાસના સૂર વાતાવરણને વધુ આફ્લાદક બનાવે એવી તરકીબ અસિત રચી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 2.
કાનજી અને દેવજી બાળકને લઇને ક્યાં જતા હતા ? શા માટે ?
ઉત્તર:
કાનજી અને દેવજી બાળકને લઈને, ઘૂંટણસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા.

4. નીચેના પ્રશ્નોના સાતઆઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણજન્મોત્સવનું દશ્ય વર્ણવો.
ઉત્તરઃ
અસિત પોતાના ટેક્નોલૉજિકલ જ્ઞાનના આધારે વીજળીની તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું દશ્ય નિજમંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીના ખોળામાં, બાળકરૂપે ઝૂલવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો.

બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડ્યા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી. વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળ્યા. દેવકી કરગરવા લાગી. આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાબમાં મૂક્યા.

અંગૂઠો ધાવતા, વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય હતું. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતાં જ કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો, જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા.

ગોપબાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી, સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો, શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.

પ્રશ્ન 2.
નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તરઃ
‘જન્મોત્સવ’ વાર્તામાં સમયના એક જ બિંદુ પર, કૃષ્ણ : અને કિસનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણજન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિસનના જન્મ વખતે કરુણા ને મજબૂરી છે.

કિસનને લઈને કાનજી અને દેવજી વરસાદનાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો, કિસનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિસનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે.

બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતાં નથી. કિસનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારુણ ગરીબી છે, ભીખ માગવા નિદૉષ બાળકને અપંગ કરે છે.

એક બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિસનનો જન્મ છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા!

Std 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ Important Questions and Answers

 1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણકુંવરને સમાંતર નંદકુંવરની શી સ્થિતિ થઈ?
ઉત્તરઃ
ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણકુંવરને જશોદા મૈયાએ શણગાર્યા. ગાલે મેશનું ટપકું કર્યું. ગોકુળ ટોળે વળ્યું. ગોપબાળોથી વનરાજી ગાજી ઊઠી. પંચાજીરી વહેંચાઈ, શરણાઈએ રાગ છેડાયો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

જયાવતી શેઠાણીએ “જાગો નન્દ કે લાલ, ભોર ભયી” એ હાલરડું લલકાર્યું. ગોકુળ આખું ઉત્સવના આનંદમાં ગરકાવ થઈ ગયું.

સમાંતરે માણેકના નંદકુંવરને લઈને કાનજી – દેવજી પાછા ફર્યા. માણેકની ચીસે એમને વધાવ્યા – “મને ઈનું એક વાર મોટું તો દેખવા દેવું’તું! લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને ..” આંધળો કાનજી,

ખરા બપોરે માણેક સાથે પતરાની ગાડીમાં, પાંગળા કિસનને ખેંચી . રહ્યો છે. દુનિયા દેખે છે. ભગવાન કૃપાળુ છે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે.

ગોકુળથી પધારીને ભગવાન મથુરાના રાજા થયા છે, બધાં ? સુખી છે.

પ્રશ્ન 2.
“જન્મોત્સવ’ શીર્ષકની યથાર્થતાની ચર્ચા કરો.
ઉત્તરઃ
પ્રસ્તુત નવલિકામાં જન્મના ઉત્સવનું નિરૂપણ છે. એક રૃ બાજુ જશોદાના કૃષ્ણકુંવર છે, તો એ જ સમયે બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં ગરીબી વચ્ચે સબડતી માણેકનો નંદકુંવર છે.

કૃષ્ણકુંવરના જન્મના ઉત્સવના આનંદને કારણે આખું ગોકુળ ગાંડું છે, તો નંદકુંવરનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અસિતે જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવીને વાસ્તવિકતાને અંતે નર્યા કરુણની નિષ્પત્તિ કરી છે.

માણેકના નંદકુંવરને આવકારવાનો કશો પ્રબંધ ક્યાંથી હોય? એને અપંગ બનાવવા વરસતા વરસાદમાં વેલજી ડોસાને ત્યાં લઈ જવામાં ?

આવે છે, ઘૂંટણ મચકોડીને અપંગ બનાવવાની ક્રૂર, અમાનવીય ઘટના દર્શાવાઈ છે. બાળકની ચીસ કોઈના હૃદયને સ્પર્શતી નથી. પૃથ્વી પર જ કાનજી વૈકુંઠની સુખદ કલ્પનામાં રાચે છે કરુણની આ પરાકાષ્ઠા બે બાળકોના જન્મના ઉત્સવ નિમિત્તે નિષ્પન્ન થતી, લેખકે દર્શાવી છે.

આમ, જન્મોત્સવ’ શીર્ષક યથાર્થ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય હતો?
ઉત્તર:
“ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો આશય એ હતો કે ગરીબાઈ સામે ઝૂઝતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળક જન્મે તો એને શું ખવરાવવું?

આથી ડોસીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવરાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 2.
ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણજન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તરઃ
વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. નજર ન લાગે એ માટે એના ગાલે મેશનું ટપકું કર્યું. આખું ગોકુળ ગામ ટોળે વળ્યું. ગોપાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી.

સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.

પ્રશ્ન 3.
જન્મોત્સવ’ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે?
ઉત્તરઃ
કૃષ્ણજન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંત લેખકે સમાપનમાં ફૂટ કર્યો છે. બપોરના ધોમધખતા તાપમાં માણેક એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગે છે, જે તેમની લાચારી છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લાલ કિનખાબના પડદા પાછળ શાની તૈયારીઓ થઈ ચૂકી હતી?
ઉત્તરઃ
લાલ કિનખાબના પડદા પાછળ કૃષ્ણજન્મની તૈયારીઓ થઈ ચૂકી હતી.

પ્રશ્ન 2.
વૃન્દાવનદાસનો દીકરો અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો?
ઉત્તરઃ
વૃન્દાવનદાસનો દીકરો અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો.

પ્રશ્ન 3.
આતુરતાપૂર્વક સૌ શાની રાહ જોઈ રહ્યાં હતાં?
ઉત્તર:
લાલ કિનખાબનો પડદો ઊંચકાય એની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 4.
વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દશ્ય કોણ તાદશ્ય કરવાનું હતું?
ઉત્તરઃ
વીજળીની કરામતથી અસિત કૃષ્ણજન્મનું દશ્ય તાદશ્ય કરવાનો હતો.

પ્રશ્ન 5.
સ્ટેશનેથી રાતના સાડા અગિયાર વાગ્યે કઈ ગાડી પસાર થઈ ચૂકી હતી?
ઉત્તરઃ
સ્ટેશનેથી રાતના સાડા અગિયાર વાગ્યે જનતા એસ્પેસ પસાર થઈ ચૂકી હતી.

પ્રશ્ન 6.
એક ઝૂંપડામાં કેવો દીવો ટમટમતો હતો?
ઉત્તરઃ
એક ઝૂંપડામાં ફગફગિયો દીવો ટમટમતો હતો.

પ્રશ્ન 7.
ઝૂંપડાની વસતિએ નિસ્તબ્ધતામાં કોના કણસવાનો અવાજ તરફ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું?
ઉત્તર :
ઝુંપડાની વસતિએ નિસ્તબ્ધતામાં કોઈ સ્ત્રીના કણસવાના અવાજ તરફ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું.

પ્રશ્ન 8.
ઝૂંપડામાં કોણ કણસી રહ્યું હતું?
ઉત્તરઃ
ઝૂંપડામાં માણકી કણસી રહી હતી.

પ્રશ્ન 9.
માણકી શા કારણે કણસી રહી હતી?
ઉત્તરઃ
માણકી પ્રસૂતિની પીડાથી કણસી રહી હતી.

પ્રશ્ન 10.
“ટકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું.” આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે?
ઉત્તરઃ
ઉપરોક્ત વાક્ય ખોખરા કર્કશ અવાજે બબડતી ડોસી દ્વારા બોલાયેલું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 11.
ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું?
ઉત્તરઃ
ભાગવતનું શ્રવણ વૃન્દાવનદાસ અને એમની મિત્રમંડળી કરી રહી હતી.

પ્રશ્ન 12.
અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને કોની મિત્રમંડળી ટોળટપ્પાં હાંકી રહી હતી?
ઉત્તરઃ
અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને મધુસૂદન અને એમની મિત્રમંડળી ટોળટપ્પાં કરી રહી હતી.

પ્રશ્ન 13.
“જન્મોત્સવ’ નવલિકામાં મુખિયાજીએ શું પહેર્યું હતું?
ઉત્તરઃ
“જન્મોત્સવ નવલિકામાં મુખિયાજીએ શણિયું પહેર્યું હતું.

પ્રશ્ન 14.
‘ઘડિયાળના બે કાંટા ભેગા થતાં, કિનખાબનો લાલ પડદો સરી ગયો.’ આ બે ઘટનાઓ પાછળ શાનો સંકેત છે?
ઉત્તર:
“ઘડિયાળના બે કાંટા ભેગા થતાં’, ‘કિનખાબનો લાલ પડદો સરી ગયો.” આ બે ઘટનાઓ પાછળ કૃષ્ણજન્મનો સંકેત છે.

પ્રશ્ન 15.
કૃષ્ણજન્મના રજન કાર્યક્રમમાં પ્રભાત નો’તું છતાં શરણાઈવાળાએ કયા રાગના સૂર છેડ્યા?
ઉત્તરઃ
કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નો’તું છતાં શરણાઈવાળાએ બિભાસ રાગના સૂર છેડ્યા.

પ્રશ્ન 16.
દેવકીના ખોળામાં બાળકરૂપે શું ઝૂલવા લાગ્યું?
ઉત્તરઃ
દેવકીના ખોળામાં બાળકરૂપે તેજપુંજ ઝૂલવા લાગ્યો.

પ્રશ્ન 17.
દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા?
ઉત્તરઃ
દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે લઈ ગયા.

પ્રશ્ન 18.
દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે કેમ લઈ ગયા?
ઉત્તર :
દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે ટાંટિયા વાળી નખાવી, બાળકને અપંગ કરી દેવા લઈ ગયા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 19.
અસિતની માયાવી સૃષ્ટિમાં અન્નકૂટ કોણે રચેલો હતો?
ઉત્તરઃ
અસિતની માયાવી સૃષ્ટિમાં મુખિયાજીએ અન્નકૂટ રચેલો હતો.

પ્રશ્ન 20.
કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પશ્ચાદભૂમાં શરણાઈના સૂર કોણ રેલાવી રહ્યા હતા?
ઉત્તર :
કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પશ્ચાદભૂમાં શરણાઈના સૂર રામદીન રેલાવી રહ્યા હતા.

પ્રશ્ન 21.
ખેલ પૂરો થતાં, બધાં કોને વીંટળાઈને શાબાશી આપવા લાગ્યાં?
ઉત્તર:
ખેલ પૂરો થતાં, બધાં અસિતને વીંટળાઈને શાબાશી આપવા લાગ્યાં.

પ્રશ્ન 22.
છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું હતું?
ઉત્તરઃ
છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય ભુવનમોહન હાસ્ય હતું.

પ્રશ્ન 23.
બાળકના રુદનનો ભાર ઊંચકીને કોણ આગળ ચાલ્યું?
ઉત્તર:
બાળકના રુદનનો ભાર ઊંચકીને કાનજી અને દેવજી આગળ ચાલ્યા.

પ્રશ્ન 24.
માણેકના કરુણ ચિત્કારે કોનો પીછો પકડ્યો?
ઉત્તરઃ
માણેકના કરુણ ચિત્કારે કાનજી – દેવજીનો પીછો પકડ્યો.

પ્રશ્ન 25.
વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા?
ઉત્તરઃ
વસુદેવ વરસતા વરસાદમાં જમના નદીને કાંઠે આવ્યા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 26.
વસુદેવ વરસાદમાં બે કાંઠે વહેતી જમનાજી પાસે જેવા પહોંચ્યા ત્યાં કોણે ભારે કરામત કરી?
ઉત્તરઃ
વસુદેવ વરસાદમાં બે કાંઠે વહેતી જમનાજી પાસે જેવા પહોંચ્યા ત્યાં અસિતે ભારે કરામત કરી.

પ્રશ્ન 27.
ઘોઘરા અવાજે, ઉધરસનો કણકો ખાતાં ખાતાં જવાબ વાળનાર દમિયલ ડોસો કોણ હતો?
ઉત્તરઃ
ઘોઘરા અવાજે, ઉધરસનો ઠણકો ખાતાં ખાતાં જવાબ વાળનાર દમિયલ ડોસો બાળકના ટાંટિયા વાળનાર હતો.

પ્રશ્ન 28.
દમિયલ વેલજી ડોસા સાથે વાત કરતાં કોનો અવાજ ગળગળો થઈ ગયો?
ઉત્તરઃ
દમિયલ વેલજી ડોસા સાથે વાત કરતાં કાનજીનો અવાજ ગળગળો થઈ ગયો.

પ્રશ્ન 29.
ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને કોણે શણગાર્યા?
ઉત્તરઃ
ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને જશોદા મૈયાએ શણગાર્યા.

પ્રશ્ન 30.
ગામના લોકો સ્તબ્ધ બનીને શું જોઈ રહ્યા હતા?
ઉત્તર :
ગામના લોકો સ્તબ્ધ બનીને અસિતે ઊભી કરેલી માયાવી સૃષ્ટિ જોઈ રહ્યા હતા.

પ્રશ્ન 31.
ખેલ પૂરો થતાં, વિશાખા અને ધનંજય ફરીથી બધાંની નજર સરકાવીને ક્યાં ગયાં?
ઉત્તરઃ
ખેલ પૂરો થતાં, વિશાખા અને ધનંજય ફરીથી બધાની નજર સરકાવીને ઉપલા માળે ગયાં.

પ્રશ્ન 32.
જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું?
ઉત્તરઃ
જયાવતી શેઠાણીએ, “જાગો નન્દ કે લાલ, ભોર ભયી’ – એ હાલરડું ઉપાડ્યું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

પ્રશ્ન 33.
… તું તો એને ભણાવી ગણાવીને લાટસાહેબ બનાવવાનો હતો, નંઈ?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
તું તો એને ભણાવી ગણાવીને લાટસાહેબ બનાવવાનો હતો, નંઈ?” આ વાક્ય દેવજી બોલે છે.

પ્રશ્ન 34.
“.. હવે તારો છોરો ભૂખે નઈ મરે!’ આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે?
ઉત્તરઃ
ઉપરોક્ત વાક્ય દેવજી દ્વારા બોલાયેલું છે.

પ્રશ્ન 35.
“જન્મોત્સવ’ નવલિકા સુરેશ જોષીના કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
ઉત્તર :
“જન્મોત્સવ’ નવલિકા સુરેશ જોષીના ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે.

5. નીચે આપેલા જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “એલા કાનજી, માણકી કણસે છે … a. ડોસી
2. “માણકીય જબરી ને એના પેટનું. છોકરું જબરું…” b. ડોસો
3. ‘કુણ સે?” c. કાનજી
4. “હાવ પાંગળા ના કરતા દાદા;…’ d. જયાવતી
e. કોઈ વ્યક્તિ)

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “એલા કાનજી, માણકી કણસે છે … e. કોઈ વ્યક્તિ
2. “માણકીય જબરી ને એના પેટનું. છોકરું જબરું…” a. ડોસી
3. ‘કુણ સે?” b. ડોસો
4. “હાવ પાંગળા ના કરતા દાદા;…’ c. કાનજી

પ્રશ્ન 2.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર).
1. “… આખરે છોરો તો માણકીનો ને!’ a. દેવજી
2. કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ b. માણેક
3. “જાગો નન્દ કે લાલ, ભોર ભયી c. જશોદા
4. “મને ઈનું એક વાર મોટું તો દેખવા દેવું’તું!..” d. ડોસો
e. જયાવતી

ઉત્તર :

અ” (ઉક્તિ) બ” (પાત્ર).
1. “… આખરે છોરો તો માણકીનો ને!’ c. જશોદા
2. કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ a. દેવજી
3. “જાગો નન્દ કે લાલ, ભોર ભયી e. જયાવતી
4. “મને ઈનું એક વાર મોટું તો દેખવા દેવું’તું!..” b. માણેક

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

જન્મોત્સવ વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

  1. મૂહુર્ત – મુહૂર્ત, મુહુર્ત, મૂહૂર્ત)
  2. વિજળી – (વીજળિ, વિજળ, વીજળી)
  3. એજીનીયરિંગ – (એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ, એન્જિનીયરિંગ)
  4. કૂતુહલ – (કુતૂહલ, કૂતૂહલ, કુતુહલ)
  5. ચાતુરીપુર્વક – (ચાતુરીપૂર્વક, ચાતૂરિપૂર્વક, ચાતુરિપુર્વક)
  6. સુષ્ટિ – (સૃષ્ટિ, સૃષ્ટી, સુષ્ટી)
  7. તકબ – (તરકીબ, તરકિબ, તલકીબ)
  8. તુમૂલ – (તુમૂલ, તુમુલ, તુમુલ)
  9. પ્રણયગોષ્ઠી – (પ્રણયગોષ્ઠિ, પ્રણયગોષ્ટિ, પ્રણયગોષ્ટી)
  10. વૃંદાવન – (વૃંદાવન, વૃદાવન, વૃંદાવન)

ઉત્તરઃ

  1. મુહૂર્ત
  2. વીજળી
  3. એન્જિનિયરિંગ
  4. કુતૂહલ
  5. ચાતુરીપૂર્વક
  6. સૃષ્ટિ
  7. તરકીબ
  8. તુમુલ
  9. પ્રણયગોષ્ઠિ
  10. વૃંદાવન

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. જન્મ + ઉત્સવ = (જન્મોત્સવ, જમ્મુત્સવ, જમોત્સવ)
  2. નિસ્ + ચિંત = (નિશ્ચિત, નિશ્ચિત, નિશ્રત)
  3. કમ્ + ન = (કૃષન, કૃષ્ણ, કુષ્મ)
  4. શ્રો + અન = (શ્રાવણ, શ્રવણ, શ્રોન)
  5. શોષ + અન = શ્રોવન, શોષણ, શોપ્ન)
  6. ઉદ્ + છવ = (ઉંછવ, ઉચ્છવ, ઉચ્છવ)
  7. કમ્ + અક્ષ = (કટાક્ષ, કટલ, કટુક્ષ)
  8. નિઃ + સ્તબ્ધ = (નિસ્તબ્ધ, નિસ્તબ્ધ, નિપ્તબ્ધ)
  9. વાર્તા + આલાપ = (વાર્તલાપ, વર્તાલાપ, વાર્તાલાપ)
  10. પ્ર + ઇક્ષક = (પ્રેક્ષક, પ્રેક્ષ, પ્રક્ષક)
  11. જશઃ + દ = (જશદા, જશોદા, જસોદા)

ઉત્તરઃ

  1. જન્મોત્સવ
  2. નિશ્ચિત
  3. કૃષ્ણ
  4. શ્રવણ
  5. શોષણ
  6. ઉચ્છવ
  7. કટાક્ષ
  8. નિસ્તબ્ધ
  9. વાર્તાલાપ
  10. પ્રેક્ષક
  11. જશોદા

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. વૃંદાવન – (મધ્યમપદલોપી, કન્દ્ર, કર્મધારય)
  2. જશોદા – (બહુવ્રીહિ, કર્મધારય, ઉપપદ)
  3. કૃષ્ણકુંવર – (ઉપપદ, કર્મધારય, દ્વન્ડ)
  4. તેજપુંજ – (૯%, તપુરુષ, કર્મધારય)
  5. ત્રણ – ચાર – (૮ન્દ્ર, હિંગુ, કર્મધારય)
  6. ગોપબાળ – (તપુરુષ, દ્વન્દ્ર, ઉપપદ)
  7. લાટસાહેબ – (કર્મધારય, દ્વન્દ્ર, બહુવ્રીહિ)
  8. નંદકુંવર – (ઉપપદ, તપુરુષ, દ્વન્દ્ર)
  9. પ્રણયગોષ્ઠિ (તપુરુષ, ઉપપદ)
  10. અન્નકૂટ – (ઉપપદ, બહુવ્રીહિ, તપુરુષ)

ઉત્તરઃ

  1. મધ્યમપદલોપી
  2. ઉપપદ
  3. કર્મધારય
  4. તપુરુષ
  5. દ્વન્દ્ર
  6. તપુરુષ
  7. કર્મધારય
  8. પુરુષ
  9. તપુરુષ
  10. તપુરુષ

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. નિસ્તબ્ધ
  2. કૃપાળુ
  3. સમક્ષ
  4. નિશ્ચિત
  5. ફગફગિયો
  6. મેઘલી
  7. કદીક
  8. શણિયું
  9. કટાક્ષ
  10. ઘડીભર
  11. જન્મોત્સવ
  12. કાનજી

ઉત્તરઃ

  1. પૂર્વપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પૂર્વપ્રત્યય
  4. પૂર્વપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. પરપ્રત્યય
  7. પરપ્રત્યય
  8. પરપ્રત્યય
  9. એક પણ પ્રત્યય નહિ
  10. પરપ્રત્યય
  11. એક પણ પ્રત્યય નહિ
  12. પરપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. પુંજ = (ધન, પુંજી, ઢગલો)
  2. ચિત્કાર = (ચિક્કાર, છલોછલ, ચીસ)
  3. આશ્રય = (આશરો, ઘર, ધર્મશાળા)
  4. તાદશ = (આબેહૂબ, ચિત્ર, દશ્ય)
  5. તુમુલ = (દારુણ, ભીડ, સંઘર્ષ)
  6. ગમાર = (ઢોર, મૂર્ખ, પશુ)
  7. આતુર = (ઘોડો, ઝડપ, ઉત્સુક)
  8. રંજન = (છોકરી, આનંદ, રોષ)
  9. પર્વ = (ઉત્સવ, પરબ, ઉદ્યાન)
  10. સૂમસામ = (સાંજ, સૂનું, મન)

ઉત્તરઃ

  1. ઢગલો
  2. ચીસ
  3. આશરો
  4. આબેહૂબ
  5. દારુણ
  6. મૂર્ખ
  7. ઉત્સુક
  8. આનંદ
  9. ઉત્સવ
  10. સૂનું

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. બસ – સ્ટૅન્ડ – (જાતિવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
  2. ધનંજય – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
  3. મિત્ર – મંડળી – (સમૂહવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  4. ચિત્કાર – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  5. ગોકુળ – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
  6. ઉત્સવ – (ભાવવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક)
  7. રુદન – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  8. પ્રેક્ષકો – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)

ઉત્તરઃ

  1. જાતિવાચક
  2. વ્યક્તિવાચક
  3. સમૂહવાચક
  4. ભાવવાચક
  5. વ્યક્તિવાચક
  6. ભાવવાચક
  7. ભાવવાચક
  8. સમૂહવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખો:

  1. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. – (વ્યાજસ્તુતિ, રૂપક, ઉન્મેલા)
  2. ઝૂંપડાની દુનિયા સળવળી ઊઠી હતી. – (ઉપમા, અનન્વય, સજીવારોપણ)
  3. દેવા, છોરો તો છે હાવ કિસન ભગવાન જેવો, …” – (ઉપમા, શ્લેષ, વ્યતિરેક)
  4. પૅસેન્જરોને કારણે બસ – સ્ટેન્ડ થોડી વારને માટે જાગતું થયું. – (ઉપમા, રૂપક, સજીવારોપણ)
  5. ગાંડી થા મા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારી છોરો.” – (રૂપક, ઉન્મેલા, શ્લેષ)
  6. બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો. – (અનન્વય, સજીવારોપણ, ઉન્મેલા)

ઉત્તરઃ

  1. રૂપક
  2. સજીવારોપણ
  3. ઉપમા
  4. સજીવારોપણ
  5. શ્લેષ
  6. ઉન્મેલા

નિચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

  • ટાંટિયા વાળી લેવા – અપંગ બનાવવું
  • પીછો પકડવો – (અહીં) સતાવવું, હેરાન પરેશાન કરી છે મૂકવું
  • લીલા સમેટાઈ જવી – કાર્ય પૂરું થવું, (અહીં) પ્રસૂતિની વેદના શમી જવી
  • ટાચકા ફોડી નાખવા – કટાક અવાજ સાથે પગનાં હાડકાં તોડી અપંગ બનાવવું
  • ચીસ હવાને વીંધી જવી – દૂર સુધી કરુણ ચીસ સંભળાવી
  • રુદનનો ભાર ઘુમરીઓ ખાઈને વળગવો – સતત રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી
  • સોનાને હીંડોળે ઝૂલવું – જાહોજલાલી ભોગવવી
  • રુદન ગાજી ઊઠવું – પુષ્કળ રડવું
  • સૂર ઘૂમી રહેવો – ચારે બાજુથી સૂર સંભળાવો

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • દુઃખને લીધે ઊંહકારા ભરવા – કણસવું
  • જેની જ્યોત હાલકડોલક થતી હોય તેવો દીવો – ફગફગિયો દીવો
  • જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ – કિનખાબ
  • એકસામટું વરસાદનું જોરભેર વરસવું – ઝડી
  • જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવજન્મોત્સવ
  • અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના ભૂકા(પાવડર)માં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ – પંચાજીરી
  • ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ – અન્નકૂટ

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. રુદન
  2. પ્રત્યક્ષ
  3. તેજ
  4. જન્મ
  5. ખુલ્લું
  6. નિશ્ચિત
  7. સ્પષ્ટ
  8. દશ્ય
  9. ઊંડું
  10. આનંદ

ઉત્તરઃ

  1. રુદન ✗ હાસ્ય
  2. પ્રત્યક્ષ ✗ પરોક્ષ
  3. તેજ ✗ તેજહીન
  4. જન્મ ✗ મરણ
  5. ખુલ્લું ✗ બંધ
  6. નિશ્ચિત ✗ અનિશ્ચિત
  7. સ્પષ્ટ ✗ અસ્પષ્ટ
  8. દશ્ય ✗ અદશ્ય
  9. ઊંડું ✗ છીછરું
  10. આનંદ ✗ શોક

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

11. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. ગૂણ – ગુણ
  2. નિશ્ચિત – નિશ્ચિત
  3. ગાડાં – ગાંડાં
  4. આખું – આખુ

ઉત્તરઃ

  1. ગુણ – થેલો, કોથળો
    ગુણ – સદ્ગુણ
  2. નિશ્ચિત – નક્કી કરેલું
    નિશ્ચિત – ચિંતા વગરનું
  3. ગાડાં – વાહન (બ.વ.)
    ગાંડાં – મગજ ચસકેલાં
  4. આખું – અખંડ
    આખુ – ઉંદર

12. નીચે આપેલા તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. બાપલા
  2. થિયો
  3. ઈમાં
  4. કુણ
  5. કાલ્ય
  6. બચાડી
  7. જાવને
  8. દાખી થાણે
  9. હાલો
  10. ઓલ્યાં
  11. છપારાં
  12. દીઠાં કની
  13. મેલો
  14. ડોહા
  15. ભા
  16. છિય
  17. રિયે
  18. પાંગળો
  19. નકર
  20. મોરે
  21. ભાળ
  22. હાવ હારે
  23. છોરો
  24. હવારે
  25. હોનાનો

ઉત્તરઃ

  1. બાપા
  2. થયો
  3. એમાં
  4. કોણ
  5. કાલ
  6. બિચારી
  7. જાઓને
  8. દુઃખી થશે
  9. ચાલો
  10. પેલાં
  11. છાપરા
  12. જોયાં કે નહિ
  13. મૂકો
  14. ડોસા
  15. ભાઈ
  16. છીએ
  17. રહે
  18. અપંગ
  19. નહિતર
  20. મોખરે
  21. પત્તો, ખબર
  22. સાવ સાથે
  23. છોકરો
  24. સવારે
  25. સોનાનો

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

13. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. ઘડિયાળના બે કાંટા ભેગા થયા.
  2. હોનાના હિંડોળે ઝૂલતી ના હોત?
  3. શરણાઈએ લલિત રાગ છેડ્યો.
  4. લાલ કિનખાબનો પડદો ખૂલ્યો.
  5. ડોશી ખોખરા કર્કશ અવાજે બબડી.
  6. ઘડિયાળમાં સાડા અગિયારનો ટકોરો હમણાં જ પડ્યો હતો.

ઉત્તરઃ

  1. બે – સંખ્યાવાચક
  2. હોનાના – સંબંધવાચક
  3. લલિત – ગુણવાચક
  4. લાલ – ગુણ(રંગ)વાચક
  5. ખોખરા, કર્કશ – ગુણવાચક
  6. સાડા અગિયારનો – સંખ્યાવાચક, સંબંધવાચક

14. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો

  1. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો.
  2. દેવકીના ખોળામાં બાળકરૂપે તેજપુંજ ઝૂલવા લાગ્યો.
  3. ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા.
  4. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દશ્ય આબેહૂબ રજૂ થયું.
  5. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી.
  6. બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલ્યા.

ઉત્તરઃ

  1. એકાએક – રીતિવાચક
  2. ખોળામાં – સ્થાનવાચક
  3. નજીક – સ્થળવાચક
  4. હવે સમયવાચક
  5. કદીક – સમયવાચક
  6. આગળ – સ્થાનવાચક

15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. અશ્ર
  2. દશ્ય
  3. કૃષ્ણ
  4. તાદશ
  5. અંધાર

ઉત્તરઃ

  1. અશ્રુ – અ + શું + ૨ + ઉં
  2. દશ્ય – ૬ + + શું + યુ + આ
  3. કૃષ્ણ – ક + ૨ + ૬ + ણ્ + અ
  4. તાદશ – ત્ + આ + + ૨ + શું
  5. અંધાર – અ + ન્ + ધુ + આ + ૨

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

18. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

(1)

“અ” “બ”
1. કર્તરિરચના 1. કૃષ્ણ ભગવાનને માથે નાગની છાયા કરાઈ.
2. કર્મણિરચના 2. જયાવતી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું.
3. જશોદા મૈયા કૃષ્ણકુંવરને શણગારે છે.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના જશોદા મૈયા કૃષ્ણકુંવરને શણગારે છે.
2. કર્મણિરચના જયાવતી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું.

(2)

“અ” “બ”
1. પ્રેરકરચના 1. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપડાવડાવ્યું.
2. ભાવેરચના 2. બીજો વધારે આકરો થઈને બોલ્યો.
3. બીજાથી વધારે આકરા થઈને બોલાયું.

ઉત્તરઃ

“અ” “બ”
1. પ્રેરકરચના જયાવતી શેઠાણીએ હાલરડું ઉપડાવડાવ્યું.
2. ભાવેરચના બીજાથી વધારે આકરા થઈને બોલાયું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

(3)

“અ” “બ”
1. પ્રેરકરચના 1. કાનજી અને દેવજીથી આગળ
2. ભાવેરચના ચલાયું. 2. મુખિયાજીએ અન્નકૂટ રચાવ્યો હતો.
3. એનો અવાજ ગળગળો થઈ ગયો.

ઉત્તરઃ

“અ” “બ”
1. પ્રેરકરચના મુખિયાજીએ અન્નકૂટ રચાવ્યો હતો.
2. ભાવેરચના ચલાયું. કાનજી અને દેવજીથી આગળ ચલાયું.

17. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ

  1. પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે?’
  2. ઘૂંટણ સમાં પાણી ન હોય તો મને કહેજો.
  3. ભક્તોએ હાથ જોડ્યા.

ઉત્તરઃ

  1. પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કઢાવે?
  2. ઘૂંટણ સમાં પાણી ન હોય તો મને કહેડાવજો.
  3. વૃન્દાવનદાસે ભક્તોને હાથ જોડાવડાવ્યા.

જન્મોત્સવ Summary in Gujarati

જન્મોત્સવ પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language) 1
– સુરેશ જોષી [જન્મ 30 – 05 – 1921; મૃત્યુઃ 03 – 09 – 1986]

જન્મોત્સવ’ નવલિકામાં લેખકે જન્મસમયની બે પરિસ્થિતિનું સમાંતરે આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણના જન્મોત્સવનો આનંદ છે, તો બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે.

અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને આવેલ વૃન્દાવનદાસના મોટા દીકરા અસિતે પોતાના ટેક્નોલૉજિકલ જ્ઞાનના આધારે કૃષ્ણના જન્મોત્સવનું અનોખું આયોજન કર્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)

અસિતનો એ જન્મોત્સવનું આયોજનનો પ્રસંગ લોકો માટે એ કુતૂહલ અને આનંદનો અવસર છે, જ્યારે બીજી તરફ એ જ ગામના ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી કણસતી માણેક માટે બાળકનો જન્મ આનંદની નહિ, પણ કરુણાની ઘટના છે.

જીવનભર ભીખ પર નભતો આ ગરીબ પરિવાર તેના નવજાત શિશુના પગ તોડાવી નાખીને તેને જન્મથી જ અપંગ બનાવી દેવા મજબૂર બને છે.

ગરીબોના જીવનની આ વાસ્તવિકતા છે. લેખકે આનંદ અને કરુણા દર્શાવતી આ બે પરિસ્થિતિના આલેખનમાં નવજાત શિશુની દર્દનાક ચીસ અત્યંત હૃદયવેધક છે.

જન્મોત્સવ શબ્દાર્થ

  • કિનખાબ – જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ.
  • આશ્ચર્ય – અચરજ, નવાઈ.
  • તરકીબ – યુક્તિ.
  • કારાગૃહ – કારાવાસ, જેલ.
  • તાદશ – આબેહૂબ.
  • આતુર – ઉત્સુક.
  • સૂમસામ – એકદમ શાંત.
  • ગુણપાટ – શણનો કોથળો.
  • આશ્રય – આશરો.
  • ફગફગિયો દીવો – જેની જ્યોત
  • ઊંચી – નીચી થતી હોય તેવો દીવો.
  • કણસવું – પીડા કે દર્દીને કારણે ઊંહકારા કરવા.
  • ખોખરો – ખખરાટવાળો અવાજ નીકળે તેવો.
  • કર્કશ – કાનને ખૂંચે તેવો, કર્ણપ્રિય ન હોય તેવો.
  • જબરી – જોરદાર, તાકાતવર.
  • ટંકણખાર – એ નામનો એક ક્ષાર.
  • કરાંજવું – પીડા કે દર્દને કારણે ઊંહકારા કરવા.
  • ઝઝૂમવું – ઝળુંબવું.
  • સરી જવું – હળવેકથી નીકળી જવું. શ્રવણ કરવું સાંભળવું.
  • બ્રિજ – પાનાંની એક રમત.
  • રબર – બ્રિજ પાનાંની રમતમાં ગુણ મેળવવાની એક રીત.
  • ટોળટપ્પાં હાંકવા – ઠઠ્ઠામશ્કરી કરવી, અહીં) આડીઅવળી વાતો કરવી.
  • નિશ્ચિત – ચિંતા રહિત, ચિંતામુક્ત.
  • શણિયું – શણનું કપડું. Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)
  • પરોવાઈ જવું – મગ્ન થઈ જવું.
  • મુહૂર્ત – શુભ સમય. નિકટ – નજીક.
  • નિસ્તબ્ધતા – નિરોટ, સ્થિર,
  • એકધારો – સતત.
  • તેજપુંજ – પ્રકાશનો પુષ્કળ ઝળહળાટ.
  • તુમુલ – દારુણ, યુદ્ધ.
  • પ્રભાત – સવાર.
  • બિભાસ – સવારમાં ગવાતા રાગનું નામ.
  • રંજન – મનોરંજન, આનંદ.
  • પર્વ – ઉત્સવ.
  • સળવળી ઊઠવું – સંચાર થવો, હલચલ થવી.
  • ગમાર – મૂર્ખ.
  • મેઘલી – વાદળની ઘટા આકાશમાં છવાઈ ગઈ હોય એવી. નાળું વહેળો, ગરનાળું.
  • આકળો – ઉતાવળો, અધીરો.
  • રુદન – રડવું એ, વિલાપ.
  • માયાવી સુષ્ટિ – જાદુઈ, (અહીં) ટેક્નોલૉજિકલ જ્ઞાનની તરકીબથી સર્જેલી અદ્ભુત સૃષ્ટિ.
  • ચાતુરીપૂર્વક – ચતુરાઈથી.
  • કરગરવું – આજીજી કરવી, વિનંતી કરવી.
  • પશ્ચાદભૂ – પાછળના ભાગમાંથી, (અહીં) પડદા પાછળથી.
  • છાબ – વાંસની છીછરી ટોપલી,
  • વટપત્ર – વડનું પાંદડું.
  • ભુવનમોહન હાસ્ય – દુનિયાને મોહ પમાડનારું હાસ્ય.
  • ડહોળવું – ખૂંદવું.
  • ચિત્કાર – કરુણ ચીસ.
  • છલકાવું – ઊભરાવું.
  • ઘડીભર – થોડી વાર. Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જન્મોત્સવ (First Language)
  • છાયા કરવી – છાંયડો કરવો.
  • વિસ્ફારિત નેત્રે – આંખ પહોળી કરીને.
  • ઘોઘરો – ભારે અવાજ.
  • દમિયલ – દમના રોગથી પીડાતા.
  • કણકો – ઠણક અવાજ.
  • જોગવાઈ – સગવડ.
  • લાટસાહેબ – મોટા સાહેબ.
  • ભીંસવું – (અહીં) હેરાન કરવું.
  • આનંદરવ – હર્ષનો નાદ.
  • વનરાજી – જંગલમાં વૃક્ષોની લાંબી હારમાળા, વનરાઈ.
  • પ્રણયગોષ્ઠિ – પ્રેમનો વાર્તાલાપ.
  • નન્દ કે લાલ – નંદનો કુંવર.
  • ભોર ભયો – સવાર થઈ.
  • વધાવવું – હર્ષથી આવકાર આપવો, (અહીં) વેદનાથી આવકારવું.
  • ખોળો – ગોદ.
  • અશ્રુધારા – આંસુનો પ્રવાહ.
  • તરવરી ઊઠવું – દેખાવું.
  • ભાવિ – ભવિષ્ય.

Leave a Comment

Your email address will not be published.