Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 16 ગતિભંગ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ Textbook Questions and Answers

ગતિભંગ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
‘આપણી બબલીની જ પગલી જાણે !” આ વાક્ય કોણે બોલે છે?
(A) સ્ટેશન માસ્તર
(B) ડુંગર
(C) ડુંગરની પત્ની
(D) પતિ
ઉત્તર :
(A) સ્ટેશન માસ્તર
(B) ડુંગર
(C) ડુંગરની પત્ની
(D) પતિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 2.
ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતાં?
(A) રાજપુર
(B) વરતેજ
(C) ધોરાજી
(D) ગાંધીધામ
ઉત્તર :
(A) રાજપુર
(B) વરતેજ
(C) ધોરાજી
(D) ગાંધીધામ

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?
ઉત્તર :
ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું.

પ્રશ્ન 2.
ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી?
ઉત્તર :
ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે?
ઉત્તર :
ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.

પ્રશ્ન 2.
“લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” તેમ ડુંગરની પત્નીએ શા માટે કહયું?
ઉત્તર :
ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઊઠી :

“લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય, એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે.

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો.

પ્રશ્ન 1.
પુત્રી ખોયાની માતા – પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર :
રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી.

અંતે માતાને આંગળાંની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ.

ખેતરે જતાં અને આવતાં આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે.

ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય.’ એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે ય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહિ. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પતિ – પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું: “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતાં પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ Important Questions and Answers

ગતિભંગ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ગતિભંગ’ લઘુકથામાં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે.” આ વિધાન સમજાવો.
અથવા
ગતિભંગ’ શીર્ષકની યથાર્થતા સમજાવો.
ઉત્તર :
‘ગતિભંગ’ લઘુકથા છે. લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. અહીં કથાના અંતની સચોટતા “ગતિભંગ’ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. અહીં પતિ – પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે, તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે.

આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ – પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે.

પતિ – પત્નીને ગાડી પકડવી છે. પગ ઝડપથી ઊપડે છે. પત્ની પાછળ છે. રસ્તામાં કોઈ બાળકનાં પગલાંની છાપ પત્ની જુએ છે. પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર થોભી જાય છે. પાછળ જુએ છે. અહીં ચાલવાની ગતિનો ભંગ છે. પણ વૈચારિક ગતિ મર્મવેધક છે.

પત્ની અજાણ્યા બાળકનાં પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા પતિ (ડુંગર) પણ કળી ગયો. પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીનાં પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો.

ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા – આ બંને ગતિ “ગતિભંગ’ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે.

લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સહસંવેદનનો અનુભવ કરીએ છીએ. પત્ની, જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે, તે એક વાસ્તવિકતા છે તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે.

બીજી વાસ્તવિકતાની સભાનતા સધાતાં પત્નીની ગતિ પાછી બદલાઈ છે. બને ઝડપથી ચાલવા માંડે છે. આમ, બંને દષ્ટિએ “ગતિભંગ’ શીર્ષક યથાર્થ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર : લખોઃ

પ્રશ્ન 1.
પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને શેની ચિંતા હતી?
ઉત્તર :
પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને ચિંતા હતી કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા, નહિ ઘરના કે નહિ ઘાટના જેવી થશે. રાત ક્યાં પસાર કરવી એની પણ તેને ચિંતા હતી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 2.
ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં શું કહ્યું?
ઉત્તર :
ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતાં તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું: “ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે.”

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખોઃ

પ્રશ્ન 1.
ડુંગર અને તેની વહુ કેમ ઝડપથી ચાલી રહ્યાં હતાં?
ઉત્તર :
ડુંગર અને તેની વહુ ગાડી પકડવા ઝડપથી ચાલી રહ્યાં હતાં.

પ્રશ્ન 2.
ડુંગરે ચાલતાં ચાલતાં શા માટે પાછળ જોયું?
ઉત્તર :
પત્ની ચાલવામાં પાછળ પડી ગઈ હતી, તેથી ડુંગરે ચાલતાં ચાલતાં પાછળ જોયું.

પ્રશ્ન 3.
ડુંગરની પત્ની સાથે ચાલતાં કેમ ધીમી પડી ગઈ?
ઉત્તર :
ડુંગરની પત્ની કંઈક શોધી રહી હતી, તેથી તેની સાથે છે ચાલતાં ધીમી પડી ગઈ.

પ્રશ્ન 4.
ડુંગર અને એની પત્ની કયા સમયે સ્ટેશન તરફ જતાં હતાં?
ઉત્તર :
ડુંગર અને એની પત્ની સાંજના સમયે સ્ટેશન તરફ જતાં હતાં.

પ્રશ્ન 5.
મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા હતી?
ઉત્તર :
મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને “રાત ક્યાં કાઢવી?” એની ચિંતા હતી.

પ્રશ્ન 6.
લેખકે પત્નીની નજરને શાની સાથે સરખાવી છે?
ઉત્તર :
લેખકે પત્નીની નજરને પીંછી સાથે સરખાવી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 7.
ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર શું પસવારતી હતી?
ઉત્તર :
ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર નજર પસવારતી હતી.

પ્રશ્ન 8.
ડુંગરે કહ્યું, “મને કંઈ દેખાતું નથી ત્યારે એની પત્નીએ શું કર્યું?
ઉત્તર :
ડુંગરે કહ્યું, ‘મને કંઈ દેખાતું નથી ત્યારે એની પત્ની આંગળીનો છેડો જમીન પાસે લઈ ગઈ.

પ્રશ્ન 9.
“ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે.’ ડુંગરના આ વાક્યમાં પત્ની પ્રત્યેનો કયો ભાવ પ્રગટ થાય છે?
ઉત્તર :
‘ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય. લે ચાલ, મોડું થશે.” એમાં ડુંગરની પત્ની પ્રત્યેનો સહાનુભૂતિનો ભાવ પ્રગટ થાય છે.

પ્રશ્ન 10.
ડુંગરની પત્ની શાથી હાલી ઊઠી હતી?
ઉત્તર :
ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠી હતી.

પ્રશ્ન 11.
ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું?
ઉત્તર :
ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 12.
જતાં – આવતાં, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી?
ઉત્તર :
ખેતરે જતાં – આવતાં, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી.

પ્રશ્ન 13.
કડીના ટેકે ગગન તરફ મોં રાખીને કોણ ઊભું રહી ગયું હતું?
ઉત્તર :
લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને ડુંગર ઊભો રહી ગયો હતો.

પ્રશ્ન 14.
ગગન તરફ મોં રાખીને ઊભા રહેલા ડુંગરને જોઈને કોણ સાવધ થઈ ગયું?
ઉત્તર :
ગગન તરફ મોં રાખીને ઊભા રહેલા ડુંગરને જોઈને ડુંગરની પત્ની સાવધ થઈ ગઈ.

પ્રશ્ન 15.
પાઠ્યપુસ્તકના કયા પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે?
ઉત્તર :
પાઠ્યપુસ્તકના ગતિભંગ’ પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે.

પ્રશ્ન 16.
મોહનલાલ પટેલના લઘુકથા – સંગ્રહો કયા કયા છે?
ઉત્તર :
‘પ્રત્યાલંબન’ તેમજ “ઝાકળમાં સૂરજ ઊગે એ બે મોહનલાલ પટેલના લઘુકથા – સંગ્રહો છે.

5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘લે ચાલ, મોડું થશે.” a. પત્ની
2. “લ્યો હેંડો. હવે પગ ઉપાડો ઝટ … ગાડી ચૂકી જઈશું.’ b. ડુંગર
c. બંને

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘લે ચાલ, મોડું થશે.” b. ડુંગર
2. “લ્યો હેંડો. હવે પગ ઉપાડો ઝટ … ગાડી ચૂકી જઈશું.’ a. પત્ની

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 2.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘ગાડી ચૂકી જઈશું તો નહિ ઘરના કે નહિ ઘાટના એવી દશા થશે?” a. પત્ની
2. “હું તો ક્યારનીય આ પગલીઓ જોયા જ કરતી આવી છું….’ b. ડુંગર
c. બંને જણ

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘ગાડી ચૂકી જઈશું તો નહિ ઘરના કે નહિ ઘાટના એવી દશા થશે?” b. ડુંગર
2. “હું તો ક્યારનીય આ પગલીઓ જોયા જ કરતી આવી છું….’ a. પત્ની

પ્રશ્ન 3.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ a. વટેમાર્ગ
2. ખેતરે જતાં અને આવતાં આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે.’ b. ડુંગર
c. ડુંગરની પત્ની

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ b. ડુંગર
2. ખેતરે જતાં અને આવતાં આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે.’ c. ડુંગરની પત્ની

ગતિભંગ વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. ઘાટિલી – (ઘાટીલી, ઘાટિલિ, ઘાટલી)
  2. સ્મૃતિ – (સ્મૃતિ, સ્મૃતિ, સ્મૃતી)
  3. સહનૂભુતિ – (સહાનુભુતિ, સહાનુભૂતિ, સહાનૂભુતી)
  4. પ્રયન્ત – (પ્રયત્ન, પર્યત્ન, પરયત્ન)
  5. પત્નિ – (પત્ની, પત્ની, અત્ની)
  6. અન્યારુ – (અંધારુ, અંધારૂ, અંધારું)

ઉત્તરઃ

  1. ઘાટીલી
  2. સ્મૃતિ
  3. સહાનુભૂતિ
  4. પ્રયત્ન
  5. પત્ની
  6. અંધારું

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. ભાવ + આર્ટ = (ભાવાર્ટ, ભાવદ્ર, ભાવૃંદ્ર)
  2. સ+ અનુભૂતિ = સહનુભૂતિ, સહાનુભૂતિ, સહાનૂભુતિ)

ઉત્તરઃ

  1. ભાવાર્દ
  2. સહાનુભૂતિ

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. ભાવા – (ઉપપદ, બહુવ્રીહિ, તપુરુષ)
  2. ગતિભંગ – (કર્મધારય, દ્વિગુ, તપુરુષ)

ઉત્તરઃ

  1. તપુરુષ
  2. તપુરુષ

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. ઝડપભેર
  2. ભાવાદ્રિ
  3. પ્રયત્ન
  4. અડવડિયાં
  5. ઘાટીલી
  6. પગલી
  7. સહાનુભૂતિ
  8. અંધારું

ઉત્તરઃ

  1. એક પણ પ્રત્યય નહિ
  2. એક પણ પ્રત્યય નહિ
  3. પૂર્વપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. પરપ્રત્યય
  7. એક પણ પ્રત્યય નહિ
  8. પરપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. અણસાર = (સંકેત, અસર, છાપ)
  2. પ્રયત્ન = (તક, કોશિશ, મજૂરી) –
  3. દશા = (હાલત, દરિદ્રતા, દિશા)
  4. સાવધ = (સિંહ, હોશિયાર, સીધો વધ)
  5. મંદ = (ધીમું, અભિમાન, કેફ)
  6. વેગ = (ગતિ, વજન, શાકાહારી)

ઉત્તરઃ

  1. સંકેત
  2. કોશિશ
  3. હાલત
  4. હોશિયાર
  5. ધીમું
  6. ગતિ

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. ધૂળ – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
  2. સ્મૃતિ – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  3. રાત – (ભાવવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
  4. વહુ – (ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  5. ડગલું – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
  6. નજર – (ક્રિયાવાચક, ભાવવાચક, જાતિવાચક)

ઉત્તરઃ

  1. દ્રવ્યવાચક
  2. ભાવવાચક
  3. ભાવવાચક
  4. જાતિવાચક
  5. જાતિવાચક
  6. ભાવવાચક

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. ‘આપણી બબલીની જ પગલી જાણે!’ – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  2. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. – (રૂપક, અનન્વય, સજીવારોપણ)
  3. આંગળાની બોર જેવી છાપ – (ઉપમા, રૂપક, શ્લેષ)
  4. ભાવાર્દ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. – (ઉપમા, રૂપક, અનન્વય)

ઉત્તરઃ

  1. ઉમ્બેલા
  2. રૂપક
  3. ઉપમા
  4. રૂપક

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો :

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  • મોળા પડી જવું – ઉત્સાહ ઓછો થઈ જવો
  • અડવડિયું ખાવું – લથડિયું ખાવું
  • હૈયે જડાઈ જવું – હૈયામાં યાદ રહી જવું
  • નજર ઢળવી – નજર સ્થિર થવી

9. નીચેની કહેવતનો સાચો અર્થ લખો:

નહીં ઘરના કે નહીં ઘાટના
ઉત્તરઃ
નહીં ઘરના કે નહીં ઘાટના – ન આ બાજુના કે ન તે બાજુના.

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  1. ઘાટીલું
  2. સ્મૃતિ
  3. સાવધ
  4. આથમવું
  5. સ્થિર
  6. મૃત

ઉત્તરઃ

  1. ઘાટીલું ✗ બેડોળ
  2. સ્મૃતિ ✗ વિસ્મૃતિ
  3. સાવધ ✗ અસાવધ
  4. આથમવું ✗ ઊગવું
  5. સ્થિર ✗ અસ્થિર
  6. મૃત ✗ જીવિત

11. નીચેના શબ્દોના અર્થ આપો?

  1. પગલું – ડગલું
  2. ખરું – ખળું
  3. આજ – આ જ દ્ર
  4. છેડો – અંત
  5. છાપ – સાપ – શાપ
  6. ગાંડી – ગાડી

ઉત્તરઃ

  1. પગલું – જમીન ઉપર પડેલા પગના તળિયાનો આકાર ડગલું – (ચાલતાં) બે પગલાં વચ્ચેનું અંતર
  2. ખરું – સાચું ખળું – કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા ?
  3. આજ – ચાલુ દિવસે આ જ – બીજું એકેય નહિ
  4. છેડો – દેખાતી લાંબી ચીજનો છેવાડાનો ભાગ અંત – સમાપ્તિ કે નાશનો વખત
  5. છાપ – અસર, પ્રભાવ સાપ – એક જનાવર શાપ – બદદુવા
  6. ગાંડી – પાગલ ગાડી – એક વાહન, રેલગાડી, ઘોડાગાડી

12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. ખોળવું
  2. છેક
  3. લ્યો, હેંડો

ઉત્તરઃ

  1. શોધવું
  2. પર્યત
  3. હવે, ચાલો

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

13. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી.
  2. બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું.
  3. પત્ની થોડાં ડગલાં આગળ ચાલી ખરી; …
  4. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી, …

ઉત્તરઃ

  1. એક – સંખ્યાવાચક; ઘાટીલી – ગુણ(આકાર)વાચક.
  2. બંને – સંખ્યાવાચક
  3. થોડાં – માત્રાસૂચક
  4. મૃત – ગુણવાચક; મૃત સંતાનની – સંબંધવાચક

14. નીચેના વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં.
  2. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ.
  3. ‘લ્યો, હેંડો હવે પગ ઉપાડો ઝટ …. ગાડી ચૂકી જઈશું.”
  4. થોડાં ડગલાં ચાલ્યાં પછી વળી એનો વેગ મંદ પડી ગયો.
  5. બંને જણ સ્થિર થઈ ગયાં.
  6. મને તો કંઈ દેખાતું નથી.

ઉત્તરઃ

  1. ઝડપભેર – રીતિવાચક
  2. છેક – સ્થાનવાચક
  3. હવે – સમયવાચક, ઝટ – રીતિવાચક
  4. થોડાં – માત્રાસૂચક, મંદ – રીતિવાચક
  5. સ્થિર – સ્થાનવાચક
  6. કંઈ – માત્રાસૂચક

15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. સ્મૃતિ
  2. સ્થિર
  3. ઉત્તરઃ
  4. સ્મૃતિ – સ્ + મ્ + + ૮ + ઈ
  5. સ્થિર – સ્ + થ + ઇ + ૨

18. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. પત્નીથી આંગળીનો છેડો છેક
2. કર્મણિરચના જમીન સુધી લઈ જવાયો. 2. ડુંગર એક વાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો.
3. પત્ની કશું બોલી નહિ.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના ડુંગર એક વાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો.
2. કર્મણિરચના જમીન સુધી લઈ જવાયો. પત્નીથી આંગળીનો છેડો છેક જમીન સુધી લઈ જવાયો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

પ્રશ્ન 2.

“ બ” “અ”
1. ભાવેરચના 1. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી.
2. પ્રેરકરચના 2. પણ પછી તો એનાથી બેસી પડાયું.
3. પત્નીએ ડુંગર પાસે જવાબ અપાવ્યો.

ઉત્તરઃ

“ બ” “અ”
1. ભાવેરચના પણ પછી તો એનાથી બેસી પડાયું.
2. પ્રેરકરચના પત્નીએ ડુંગર પાસે જવાબ અપાવ્યો.

ગતિભંગ Summary in Gujarat

ગતિભંગ પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language) 1
– મોહનલાલ પટેલ [જન્મઃ 30 – 04 – 1927]

“ગતિભંગ’ લઘુકથામાં ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યાં છે; પરંતુ ડુંગરની પત્નીની ચાલવાની ગતિ મંદ પડી ગઈ છે. ડુંગર એના પર ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે પત્ની આમ ધીમી ગતિએ ચાલશે તો ગાડી ચૂકી જવાશે.

તેની પત્નીની ગતિ મંદ પડી જવાનું કારણ તેને માર્ગમાં પોતાની મૃત બાળકીનાં પગલાંની છાપ દેખાય છે. એ છાપ જોઈને તેના હૈયામાં મૃત બાળકીની યાદ સળવળી ઊઠે છે, પણ લાકડીના ટેકે ઊભેલા પતિને જોઈ રખેને ગાડી ચૂકી ન જવાય માટે તે સ્મૃતિને ખંખેરી તેની સાથે પગ ઉપાડે છે.

લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. આમ, દ્વિઅર્થમાં “ગતિભંગ’ છે, વાસ્તવમાં માનું પોતાના મૃત બાળક પરત્વેનું માતૃત્વ જ તેની ગતિને મંદ પાડે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)

ગતિભંગ શબ્દાર્થ

  • અણસાર – સંકેત, ઇશારો.
  • નજર ફેરવવી – આમતેમ જોવું.
  • ખોળવું – શોધવું.
  • પ્રયત્ન – કોશિશ.
  • વેગ – ગતિ, ઝડપ.
  • મંદ – ધીમો.
  • અડવડિયું – અડબડિયું, લથડિયું.
  • બેસી પડવું – આગળ ચાલવાની હિંમત ન હોવી.
  • દશા – સ્થિતિ, હાલત.
  • રાત કાઢવી – રાત વિતાવવી કે પસાર કરવી.
  • ભાવાદ્રિ – ભાવવિભોર, માયાળુ.
  • પસવારવું – હળવેથી પંપાળવું.
  • છેક – તદ્દન, સાવ.
  • ઘાટીલી – સુંદર ઘાટવાળી. છાપ – મહોર.
  • બબલી – નાની બાળાનું હુલામણું નામ.
  • સ્મૃતિ – સંસ્મરણો, યાદગીરી.
  • હાલી ઊઠેલી – ખળભળી ગયેલી.
  • ડગી જવું – ડગમગવું.
  • સહાનુભૂતિ – સમભાવ, હમદર્દી.
  • બોલ – શબ્દ, હરફ.
  • ગગન – આકાશ. Class 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ (First Language)
  • વાળી લેવું – ફેરવી લેવું.
  • ટેકે – આધારે.
  • સાવધ – હોશિયાર, ખબરદાર.

Leave a Comment

Your email address will not be published.