Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ Textbook Questions and Answers

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
કવિ કયાં જવાની ના પાડે છે ?
(A) આવકાર મળે ત્યાં
(B) આદર મળે ત્યાં
(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં
(D) આવકારો ન મળે ત્યાં
ઉત્તરઃ
(A) આવકાર મળે ત્યાં
(B) આદર મળે ત્યાં
(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં
(D) આવકારો ન મળે ત્યાં

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

પ્રશ્ન 2.
શું બનવું દુર્લભ છે ?
(A) કુલદીપક
(B) દેશદીપક
(C) વીર
(D) મહાન
ઉત્તરઃ
(A) કુલદીપક
(B) દેશદીપક
(C) વીર
(D) મહાન

2. એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?
ઉત્તરઃ
કવિની દષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ.

3. બે-ત્રણ વાકયોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?
ઉત્તરઃ
ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.

4. સાત-આઠ લીટીમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
પ્રથમ મુકતકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો.
ઉત્તર :
પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહિ. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલાં છે.

જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતાં એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી.

પ્રશ્ન 2.
પંક્તિઓ સમજાવો.
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.”
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધ(નસીબ)માં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયાં હશે તો મળશે.

તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતાં કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.

Std 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ Important Questions and Answers

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો.
ઉત્તરઃ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે. અરે! એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે.

અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે.

2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ગમે તે બે લઘુકાવ્ય સ્વરૂપોનાં નામ દર્શાવો.
ઉત્તરઃ
બે લઘુકાવ્ય સ્વરૂપોઃ

 • દુહા અને
 • મુક્તક.

પ્રશ્ન 2.
દુહાની દષ્ટિએ શું થવું કઠિન છે?
ઉત્તર :
દુહાની દષ્ટિએ કુલદીપક થવું કઠિન છે.

પ્રશ્ન 3.
કવિ રઈશ મણિયાર જીતમાં શું ન હોય, એ અંગે ચેતવે છે?
ઉત્તર :
કવિ રઈશ મણિયાર જીતમાં હાર ન હોય, એ અંગે ચેતવે છે.

પ્રશ્ન 4.
“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્ત્વ આપતા નથી?
ઉત્તરઃ
“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પંક્તિ દ્વારા કવિ પ્રારબ્ધ(નસીબ)ને સ્વીકારીને નિષ્ક્રિય રહેવાની બાબતને મહત્ત્વ આપતા નથી.

પ્રશ્ન 5.
બરકત વીરાણીનું ઉપનામ શું છે?
ઉત્તર :
બરકત વીરાણીનું ઉપનામ બેફામ’ છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

પ્રશ્ન 6.
હાઈકુ ક્યાંનો સાહિત્યપ્રકાર છે?
ઉત્તરઃ
“હાઈકુ’ જાપાનનો સાહિત્યપ્રકાર છે.

પ્રશ્ન 7.
હાઈકુમાં કેટલા અક્ષર હોય છે?
ઉત્તરઃ
હાઈકુમાં સત્તર અક્ષર હોય છે.

પ્રશ્ન 8.
હાઈકુ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે?
ઉત્તરઃ
‘હાઈકુ’ કાવ્ય ત્રણ પંક્તિનું હોય છે.

3. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ

પ્રશ્ન 1.
એ ઘેર કદી જવું જોઈએ નહિ – એ દુહામાં કઈ બાબતનો સમાવેશ નથી?
A. જ્યાં આવકાર ન હોય.
B. જ્યાં આદર ન હોય.
C. આંખોમાં જ્યાં પ્રેમ ન હોય.
D. જ્યાં કશો સગાઈ – સંબંધ ન હોય.
ઉત્તરઃ
A. જ્યાં આવકાર ન હોય.
B. જ્યાં આદર ન હોય.
C. આંખોમાં જ્યાં પ્રેમ ન હોય.
D. જ્યાં કશો સગાઈ – સંબંધ ન હોય.

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખો :
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

 1. જીંદગી – (જિંદગી, જીંદગિ, જિંદગિ).
 2. કૂલદિપક – (કુલદિપક, કુલદીપક, કૂલદીપક)
 3. આગણું – (આંગણું, આંગૂણુ, આંગણું)
 4. મૂગટ – (મુઘટ, મુગટ, મૂઘટ)

ઉત્તરઃ

 1. જિંદગી
 2. કુલદીપક
 3. આંગણું
 4. મુગટ

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

 1. દુઃ + લભ = (દૂર્લભ, દુર્લભ, દુલર્ભ)
 2. જગત્ + ઈશ = (જગદિશ, જગદીશ, જગદીશ)

ઉત્તરઃ

 1. દુર્લભ
 2. જગદીશ

3. નીચેના શબ્દની સાચી સંધિ છોડોઃ

નયન = (નૌ + અન, ને + અન, ની + અન)
ઉત્તરઃ
ને + અન

4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

 1. દુર્લભ – (કર્મધારય, બહુવ્રીહિ, ધન્ડ)
 2. હસ્તરેખા – (તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ)
 3. કુલદીપક – (કર્મધારય, ઉપપદ, તપુરુષ)
 4. દેશદીપક – (દ્વન્દ્ર, કર્મધારય, તપુરુષ)

ઉત્તરઃ

 1. બહુવ્રીહિ
 2. તત્પરુષ
 3. તત્પરુષ
 4. તપુરુષ

5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

 1. કુલદીપક
 2. દુર્લભ
 3. અલભ્ય
 4. જરાય
 5. સફળતા

ઉત્તરઃ

 1. એક પણ પ્રત્યય નહિ
 2. પૂર્વપ્રત્યય
 3. પૂર્વપ્રત્યય
 4. પરપ્રત્યય
 5. પરપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

 1. કઠિન = (અઘરું, પથ્થર, પથરિલું)
 2. નેહ = (નેહડો, સ્નેહ, સનેડો).
 3. આદર = (માન, પ્રતિષ્ઠા, ગૌરવ)
 4. ઇમારત = (મકાન, વૃક્ષ, લાકડું)

ઉત્તરઃ

 1. અઘરું
 2. સ્નેહ
 3. માન
 4. મકાન

7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

 1. આદર – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચકો.
 2. દીપ – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
 3. સફળતા – (વ્યક્તિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
 4. ચંદ્ર – (ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
 5. કંચન – (દ્રવ્યવાચક, જાતિવાચક, સમૂહવાચક)
 6. મેહ – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
 7. સૂર્ય – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)

ઉત્તરઃ

 1. ભાવવાચક
 2. જાતિવાચક
 3. ભાવવાચક
 4. વ્યક્તિવાચક
 5. દ્રવ્યવાચક
 6. દ્રવ્યવાચક
 7. વ્યક્તિવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

 • હથેળીમાં દેખાતી નાની – મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય ભાખવામાં આવે છે – હસ્તરેખા
 • મુશ્કેલીથી મળે તેવું – દુર્લભ
 • જેનો તે ચોક્કસ અંશ છે તેવું – અંશી
 • જગ્યા કે પ્રદેશનો માપસરનો આલેખ – નકશો છે.

9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

 1. જીત
 2. જરા
 3. કઠિન
 4. આદર
 5. સફળતા
 6. દુર્લભ

ઉત્તરઃ

 1. જીત ✗ હાર
 2. જરા ✗ વધુ
 3. કઠિન ✗ સરળ
 4. આદર ✗ તિરસ્કાર
 5. સફળતા ✗ નિષ્ફળતા
 6. દુર્લભ ✗ સુલભ

10. નીચેના શબ્દોના અર્થ આપોઃ

 1. જીત – જિત
 2. અંશ – અંસ
 3. ભાર – ભાળ
 4. પ્રકાર – પ્રાકાર
 5. સફર – સફળ
 6. નકશામાં – ન કશામાં

ઉત્તરઃ

 1. જીત – ફતેહ, વિજય
 2. અંશ – ભાગ
  જિત – જિતાયેલું
  અંસ – ખભો
 3. ભાર – વજન
 4. પ્રકાર – ભેદ,
  જાત ભાળ – ખબર
  પ્રાકાર – કોટ, કિલ્લો
 5. સફર – પ્રવાસ, મુસાફરી
  સફળ – સિદ્ધ, સાર્થક
 6. નકશામાં – જગા કે પ્રદેશના માપસર આલેખમાં
  ન કશામાં – ક્યાંય, કોઈ જગ્યામાં નહિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

11. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

 1. અંશી
 2. હાર
 3. જરાય
 4. ખોરડું
 5. કો
 6. નેહ

ઉત્તરઃ

 1. અંશ
 2. પરાજય
 3. થોડું પણ
 4. ઘર
 5. કોઈક
 6. સ્નેહ

12. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 1. ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.
 2. ખોરડું નાનું / સૂરજનો ઉજાસ / મોટું આંગણું

ઉત્તરઃ

 1. ચણાયેલ – ગુણવાચક, એના – સંબંધવાચક
 2. નાનું – ગુણવાચક, સૂરજનો – સંબંધવાચક, મોટું – ગુણવાચક

13. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 1. તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ.
 2. જેનો માથે જરાય ભાર ન હો.

ઉત્તરઃ

 1. કદી – સમયવાચક
 2. જરાય – માત્રાસૂચક

14. નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવોઃ

આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ.
ઉત્તરઃ
દોહરો

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

15. નીચેનો છંદ ઓળખાવી, એનું બંધારણ લખીને જણાવો?

પંક્તિઃ કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય.
ઉત્તર :
છંદ : દોહરો
બંધારણ : માત્રા : પહેલા અને ત્રીજા ચરણમાં 137 13 બીજા અને ચોથા ચરણમાં 11 – 11
ચરણ : ચાર
Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language) 1

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ Summary in Gujarati

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ કાવ્ય – પરિચય

દુહા

દુહા લોકસાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે. દુહાને “દસમો વેદ કહે છે. લોકસાહિત્યમાં પુષ્કળ દુહાઓ મળી આવે છે. એક દષ્ટિએ લોકસાહિત્ય એવું સાહિત્ય છે, જે લોકકંઠે રમતું રહે છે, લોકકંઠે જીવતું રહે છે. દુહા મોટે ભાગે બેથી ચાર પંક્તિઓના હોય છે. શ્લોકની જેમ દુહા એની ચોટદાર સરળ – સહજ અભિવ્યક્તિ તેમજ અર્થપૂર્ણ લાઘવને કારણે વિશેષ પ્રચલિત રહ્યા છે.

 • પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ સમજાવવા કુલદીપક, દેશદીપક અને જગદીપકનાં દષ્ટાંત આપીને સમજાવ્યું છે.
 • બીજા દુહામાં સ્વાભિમાનને મહત્ત્વનું ગયું છે. જ્યાં મીઠો આવકાર, આદર અને આંખોમાં સ્નેહ મળે ત્યાં જ સ્વાભિમાન જળવાય.

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

મુક્તક

મુક્તક એ મૌક્તિક શબ્દ પરથી ઊતરી આવ્યો છે. મૌક્તિક એટલે મોતી. મોતી નાનું પણ ઘાટીલું, ચમકદાર ને કિંમતી હોય છે એમ મુક્તક પણ લઘુ, ભાવ – વિચારની સઘનતા સાથે અર્થભાવની મૂલ્યવત્તા ધરાવનારું હોય છે.

મુક્તકનું મહત્ત્વનું લક્ષણ ચમત્કૃતિ છે. મુક્તક સામાન્ય રીતે બેથી ચાર પંક્તિઓનાં હોય છે. તેમાં માનવીનાં ભાવસંવેદનો રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ એની વિશેષતા છે.

રઈશ મણિયાર [જન્મ: 19 – 08 – 1966].

રઈશ મણિયારરચિત મુક્તકમાં કવિ માનવીને ચેતવે છે કે જગતમાં સુખ અને દુઃખ બંને આવ્યા જ કરવાનાં. સુખમાં છકી જવું | નહિ અને દુઃખમાં નિરાશ થવું નહિ. આ જગતમાં એવો કોઈ તાજ નથી એટલે કે જવાબદારી નથી કે જેનો ભાર ન હોય, પણ એ ભારને શાંતિથી વહન કરવાનો હોય છે.

બરકત વિરાણી બેફામ’ [જન્મઃ 25 – 11 – 1923; મૃત્યુઃ 02 – 01 – 1994)

આ મુક્તકમાં બરકત વિરાણી ‘બેફામ’ કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. એ જ રીતે ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે, પણ ચણાયેલી ઈમારત (મકાન) નકશામાં નથી દેખાતી. અર્થાત્ નસીબ એ જીવન નથી. વ્યક્તિનું જીવન એની મહેનત અને પ્રયત્નથી બને છે. આમ, ઇમારતનું દર્ગત આપીને કવિએ કર્મનો, પુરુષાર્થનો મહિમા કહ્યો છે.

હાઈકુ

હાઈકુ જાપાની સાહિત્યનો લઘુ કાવ્યપ્રકાર છે. એમાં સાત, પાંચ અને સાત એમ કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુનું સ્વરૂપ ખેડનારાઓમાં ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ મુખ્ય છે. એમાં ઓછામાં ઓછા શબ્દોમાં સંવેદનાને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની હોય છે.

મુરલી ઠાકુર [જન્મ: 1910; મૃત્યુઃ 1975]

મુરલી ઠાકુરરચિત હાઈકુમાં દિવસે ઊગતા સૂરજના ઉજાસની વાત છે. ખોરડું ભલે નાનું હોય, પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણા સુધી ફેલાય છે.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ [જન્મ: 11 – 11 – 1937; મૃત્યુઃ 31 – 07 – 1981]

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવીશ તો અંધારું થઈ જશે, પણ એની ચિંતા નથી. બારીમાં ચંદ્ર ખીલ્યો છે. આમ, અંધકાર અને પ્રકાશ બંનેની એકસાથે સર્જાતી પરિસ્થિતિમાં આશાનું કિરણ દેખાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)

કાવ્યની સમજૂતી
દુહા

 1. કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે, દેશને ઉજાળનાર દેશદીપક થવું પણ મુશ્કેલ છે. વિશ્વને ઉજાળનાર જગદીપક થવું એટલે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે.
 2. જે ઘરે જઈએ અને ત્યાં આવકાર ન મળે, આદર ન મળે, (એ ઘરના કોઈ સભ્યની) આંખમાં (આપણા પ્રત્યે) સ્નેહ ન હોય એવા ઘરે કદી ન જવું. પછી ભલેને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય.

મુકાંક

 1. જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી ચેતજે. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. (જગતમાં) એવો કોઈ મુગટ (સત્તા કે જવાબદારી) બન્યો જ નથી, જેનો માથા પર સહેજ પણ ભાર ન લાગતો હોય.
 2. જિંદગીની સફળતા (માનવીની) હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઈમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી દેખાતી.

હાઈકુ

 1. ખોરડું નાનું છે, પણ સૂરજનો ઉજાસ તો (ઘરના) મોટા આંગણા સુધી ફેલાયો છે.
 2. દીપ (દીવડો) હોલવી નાખું તો અંધારું થશે; અરે! (ત્યાં તો) બારીમાં ચંદ્ર! (બારીમાંથી ચંદ્ર ઉજાસ કર્યો)

લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ શબ્દાર્થ: દુહા

 • કુલદીપક – કુળને દીપાવનાર પુત્ર.
 • કઠિન – કઠણ, અઘરું. દેશદીપક દેશને દીપાવનાર વ્યક્તિ.
 • દુર્લભ – મુશ્કેલીથી મળે તેવું, દુષ્માપ્ત.
 • જગદીપક – વિશ્વને દીપાવનાર વ્યક્તિ.
 • અંશી – જેનો તે ચોક્કસ અંશ છે તેવું. કોક કોઈક.
 • અલભ્ય – ન મેળવી શકાય તેવું, અપ્રાપ્ય
 • આદર – માન, સમ્માન.
 • નેહ – સ્નેહ. Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ (First Language)
 • કંચન – સુવર્ણ, સોનું.
 • મેહ – વરસાદ, મેઘ.

મુક્તક

 • ચેતવું – ઇશારતમાં સમજી જવું, સાવધાન થઈ જવું.
 • જગ – વિશ્વ.
 • હાર – પરાજય, પરાભવ.
 • મુગટ – તાજ, (અહીં) સત્તા, જવાબદારી.
 • ભાર – બોજ.
 • હસ્તરેખા – હથેળીની રેખાઓ (જેના પરથી ભવિષ્ય ભાખવામાં આવે છે.).
 • ઇમારત – મકાન.
 • નકશો – જગ્યા કે પ્રદેશનો માપસર આલેખ.

Leave a Comment

Your email address will not be published.