Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 22 હિમાલયમાં એક સાહસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ Textbook Questions and Answers

હિમાલયમાં એક સાહસ સ્વાધ્યાય

1. નીચે આપેલાં વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) નિશાની કરો.

પ્રશ્ન 1.
સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો
(A) કાયમી અનુભવ હતો.
(B) ઓછો અનુભવ હતો.
(C) પ્રથમ અનુભવ હતો.
(D) છેલ્લો અનુભવ હતો.
ઉત્તર :
(A) કાયમી અનુભવ હતો.
(B) ઓછો અનુભવ હતો.
(C) પ્રથમ અનુભવ હતો.
(D) છેલ્લો અનુભવ હતો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 2.
હિમનદી ઓળંગવાનાં સાધનોના અભાવને કારણે
(A) પાછા ફર્યા
(B) આગળ વધ્યા
(C) રોકાઈ ગયા
(D) સફળ થયા
ઉત્તર :
(A) પાછા ફર્યા
(B) આગળ વધ્યા
(C) રોકાઈ ગયા
(D) સફળ થયા

2. નીચેના પ્રશ્નોનો એક-બે વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઇચ્છા હતી ?
ઉત્તર :
પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની માનસરોવર જવાની ઇચ્છા હતી.

પ્રશ્ન 2.
પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું ?
ઉત્તરઃ
પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી.

પ્રશ્ન 3.
ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા ?
ઉત્તર :
ખોભણમાં લેખકનો પગ લપસ્યો; પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ-સાત વાક્યમાં લખો.

પ્રશ્ન 1.
પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો.
ઉત્તર :
જવાહરલાલ નેહરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભોમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી.

મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમને ઊલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તોપણ હિંમત કરીને આગળ વધતા ગયા.

બાર કલાકના સતત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમસરોવર ઓળંગવું પડે; પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ

હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતાં લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા.

તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા, પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 2.
લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
ઝોજીલા ઘાટ તરફની સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો તો બંને બાજ પહાડો ઊભા હતા. તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રપાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા.

પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. આગળ જાઓ તો હિમાલયની આસપાસનાં વૃક્ષો અને વનસ્પતિ અદશ્ય થઈ જાય, પછી માત્ર ખડક, હિમ અને બરફ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય.

આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિરો જોઈને સંતોષ થાય. સતત ચડાણ ચઢો તો નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાય. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું.

પ્રશ્ન 3.
પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહિ તે કારણો સાથે જણાવો.
ઉત્તર
પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું; કારણ કે રસ્તામાં ઠેકઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. એને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધનસામગ્રી નહોતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહિ.

આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું.

Std 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ Important Questions and Answers

હિમાલયમાં એક સાહસ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
હિમાલયમાં એક સાહસ’ પ્રવાસનિબંધને આધારે જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વ વિશે નોંધ લખો.
ઉત્તર
પ્રસ્તુત પ્રવાસનિબંધના લેખક જવાહરલાલ નેહરુ છે. તેઓ પ્રવાસના શોખીન છે. સુવિધાઓ સાથે નહિ, પણ અગવડ વેઠીને પ્રવાસ કરવાનો એમને શોખ છે. સાહસ એમનો સ્વભાવ છે, પોતે સંવેદનશીલ છે, સૂક્ષ્મ અવલોકનશક્તિ ધરાવે છે. અનેકોની જેમ એમને હિમાલયનું આકર્ષણ છે.

તેઓ રાજકારણી હતા, અનેક વાર જેલમાં ગયેલા. જેલમાં હતા ત્યારે પણ ભવિષ્યમાં હિમાલયના ઉન્નત શિખરો ભણી પ્રવાસ કરવાની, તેમજ માનસરોવર, કેલાસનાં દર્શન કરવાની આશા સેવતા હતા. રાજકારણમાં પ્રજાજીવનનાં અનેક સેવાકાર્યોનાં કાર્યોમાં વ્યસ્ત હતાં, તેથી હિમાલયનો પ્રવાસ કરવાની ઇચ્છા પૂરી થયેલી નહિ. એમને સતત અફસોસ રહેતો, લેખો લખતા પણ પ્રવાસમાં મળે તેવો આનંદ મળ્યો નહોતો.

હિમાલયનો જ્યારે તેમણે પ્રવાસ કર્યો ત્યારે પોતાની છે આશા પૂરી થઈ. અત્યાર સુધી પ્રવાસ લાલસાને તૃપ્ત કરવાને બદલે જેલજાત્રાથી સંતોષ માનવો પડતો હતો. આમ, નેહરુના વ્યક્તિત્વનો ટ્રે એક છેડો પ્રકૃતિ સાથે જોડાયેલો છે, તો બીજો છેડો રાજકારણ દ્વારા પ્રજાજીવનનાં લોકકલ્યાણનાં કાર્યો સાથે જોડાયેલો રહ્યો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ઝોજીલા ઘાટની પ્રકૃતિ કેવી હતી?
ઉત્તરઃ
ઝોજીલા ઘાટની બંને બાજુ પહાડો હતા. એ તરફ જોતાં વેરાન ખડકો દેખાતા હતા. ખીણ સાંકડી હતી તેમજ નીચેની બાજુ નાના હિમપ્રપાતો દષ્ટિગોચર થતા હતા.

પ્રશ્ન 2.
લેખક જેલ દરમિયાન કયાં સપનાં જોતા હતા?
ઉત્તરઃ
લેખક જેલ દરમિયાન ફરીવાર હિમાલયનો પ્રવાસ કરવાનાં સપનાં જોતા હતા. માનસરોવર અને કૈલાસની યાત્રાએ જવાની એમની અદમ્ય ઇચ્છા હતી. એમના હૃદયમાં હિમાલયનું આકર્ષણ કોઈ કાળે ભૂલાય એમ નહોતું.

પ્રશ્ન 3.
લેખક પ્રવાસ દરમિયાન દૂર કે નજીકનાં સ્થળો વિશે ડું શા માટે છેતરાઈ જતા હતા?
ઉત્તર :
પ્રવાસ દરમિયાન પવન ઠંડો અને આકરો હતો. દિવસનો મધુર તડકો અને હવા નિર્મળ હતી. બધે બરફ જ બરફ નજરે પડતો હતો, તેથી લેખક દૂર કે નજીકનાં સ્થળો વિશે છેતરાઈ જતા હતા.

પ્રશ્ન 4.
લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું?
ઉત્તરઃ
લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ઝોજીલા ઘાટની તરફ ખડક કેવો દેખાતો હતો?
ઉત્તર :
ઝોજીલા ઘાટની તરફ ખડક સાવ વેરાન દેખાતો હતો.

પ્રશ્ન 2.
પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું?
ઉત્તરઃ
પહાડોનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 3.
લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ કોણ ઊતરી રહ્યા હતા?
ઉત્તરઃ
લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ પ્રપાતો ઊતરી રહ્યા હતા.

પ્રશ્ન 4.
લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે શાથી છેતરાતા હતા?
ઉત્તરઃ
મધુર તડકાને અને હવાને કારણે લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા હતા.

પ્રશ્ન 5.
લેખક અજબ તૃપ્તિ, ફૂર્તિ અને આફ્લાદકતાનો અનુભવ ક્યાં કરતા હતા?
ઉત્તર :
લેખક અજબ તૃપ્તિ, ફૂર્તિ અને આફ્લાદકતાનો અનુભવ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં કરતા હતા.

પ્રશ્ન 6.
માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું?
ઉત્તરઃ
માતાયાન ઝોજીલા ઘાટ ઉપર આવેલું હતું.

પ્રશ્ન 7.
માતાયાનથી આગળ ટુકડી સાથે પહાડ ચડતાં લેખકે કોને ભોમિયા તરીકે સાથે લીધો?
ઉત્તરઃ
માતાયાનથી આગળ ટુકડી સાથે પહાડ ચડતાં લેખકે ભોમિયા તરીકે ભરવાડને સાથે લીધો.

પ્રશ્ન 8.
સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ શું ઓળંગતા ચડતા ગયા?
ઉત્તરઃ
સો દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈને હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા.

પ્રશ્ન 9.
બાર કલાકના સતત ચડાણને અંતે એમણે કહ્યું સરોવર જોયું?
ઉત્તર :
બાર કલાકના સતત ચડાણને અંતે એમણે હિમસરોવર જોયું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 10.
હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય કેવું લાગતું હતું?
ઉત્તરઃ
હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય દેવોના મસ્તક પરના મુકુટ જેવું લાગતું હતું.

પ્રશ્ન 11.
લેખક (જવાહરલાલ) કયાં સ્થળોથી મુગ્ધ હતા?
ઉત્તરઃ
લેખક (જવાહરલાલ) કાશ્મીરનાં ઊંચાં ગિરિવરો અને ખીણોથી મુગ્ધ હતા.

પ્રશ્ન 12.
હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય લેખકની નજરથી કેમ અદશ્ય થઈ ગયું?
ઉત્તરઃ
હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય હિમ અને ધુમ્મસને કારણે લેખકની નજરથી અદશ્ય થઈ ગયું.

પ્રશ્ન 13.
ભયાનક અને લાંબી ખોભણમાં લેખક શાથી છેતરાયા?
ઉત્તરઃ
ભયાનક અને લાંબી ખોભણમાં લેખક તાજું હિમ પડવાને કારણે છેતરાયા.

પ્રશ્ન 14.
લેખક શાના ઘોડા ઘડ્યા જ કરે છે?
ઉત્તરઃ
લેખક પ્રવાસોના ઘોડા ઘડ્યા જ કરે છે.

પ્રશ્ન 15.
ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસલાલસા તૃપ્ત કરવાને બદલે લેખકને એ શાથી તૃપ્ત કરવી પડી છે?
ઉત્તર :
ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસલાલસા તૃપ્ત કરવાને બદલે લેખકને જેલયાત્રાથી પ્રવાસલાલસા તૃપ્ત કરવી પડી છે.

પ્રશ્ન 16.
લેખક અમરનાથની ગુફાનાં દર્શન કર્યા વિના શા માટે પાછા ફર્યા?
ઉત્તર :
લેખક અમરનાથની ગુફાનાં દર્શન કર્યા વિના પાછા ફર્યા, કારણ કે તેઓ શરીરથી અને મનથી થાકી ગયા હતા તેમજ ખોભણો ઓળંગવાના સાધનસામગ્રી નહોતાં.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 17.
લેખક(જવાહરલાલ)ને કશ્મીર જવાની ઘણીય ઇચ્છા હતી, છતાં તેઓ શા માટે જઈ શક્યા નહિ?
ઉત્તરઃ
લેખક(જવાહરલાલ)ને કશ્મીર જવાની ઘણીય ઇચ્છા હતી, પરંતુ તેઓ રાજકાજ અને લોકસેવાનાં કામોમાં ગૂંચવાઈ ગયા હતા તેથી જઈ શક્યા નહિ.

પ્રશ્ન 18.
હિમનદીઓના માર્ગમાં શું આવતું હતું?
ઉત્તરઃ
હિમનદીઓના માર્ગમાં મોટી ખોભણો આવતી હતી.

પ્રશ્ન 19.
અમરનાથ જતાં મજૂરોને શી તકલીફ પડવા લાગી?
ઉત્તરઃ
અમરનાથ જતાં મજૂરોને શ્વાસ લેવાની તકલીફ પડવા લાગી.

પ્રશ્ન 20.
કઈ ગુફાનાં દર્શન કરવાની લેખકની ઈચ્છા હતી?
ઉત્તરઃ
અમરનાથની ગુફાનાં દર્શન કરવાની લેખકની ઇચ્છા હતી.

પ્રશ્ન 21.
‘હિમાલયમાં એક સાહસ’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
ઉત્તર:
હિમાલયમાં એક સાહસ’ કૃતિના રચયિતા જવાહરલાલ નેહરુ હતા.

પ્રશ્ન 23.
હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ કઈ ભાષામાંથી કરેલો છે?
ઉત્તરઃ
હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ અંગ્રેજી ભાષામાંથી કરેલો છે.

પ્રશ્ન 24.
“હિમાલયમાં એક સાહસ’ કૃતિમાં લેખકે કયા કવિની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે?
ઉત્તરઃ
હિમાલયમાં એક સાહસ’ કૃતિમાં લેખકે વૉલ્ટર ડલામેની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે.

પ્રશ્ન 25.
“હિમાલયમાં એક સાહસ’ કૃતિ જવાહરલાલના લખેલા કયા પુસ્તકના ગુજરાતી અનુવાદમાંથી લીધેલ છે?
ઉત્તરઃ
હિમાલયમાં એક સાહસ’ કૃતિ જવાહરલાલના “મારી જીવનકથા’ પુસ્તકના ગુજરાતી અનુવાદમાંથી લીધેલ છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

હિમાલયમાં એક સાહસ વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

 1. હમાચ્છાદીત – (હિમાચ્છાદીત, હિમાચ્છાદિત, હિમાચ્છાદિત)
 2. રૂધિરરંગ – (રુધિરરંગ, રુધીરરંગ, રૂધીરરંગ)
 3. ગરિવર – (ગિરિવર, ગીરીવર, ગિરીવર)
 4. સૂરક્ષીત – (સુરક્ષીત, સુરક્ષિત, સુરક્ષિત)
 5. અદ્રશ્ય – (અદ્રશ્ય, અદશ્ય, અદ્રસ્ય)
 6. સ્કુર્તિ – (ફૂર્તિ, સ્ફતિ, સ્કૂત)
 7. પ્રકૃતીમંદીર – (પ્રકૃતિમંદીર, પ્રકૃતિમંદિર, પ્રતિમંદિર)
 8. અલોકિક – (અલૌકીક, અલૌકિક, અલોકીક)
 9. વૃધ્ધાવસ્થા – (વૃદ્ધાવસ્થા, વૃધાવસ્થા, વૃદ્ધાવસ્થા)
 10. આલ્હાદ – (આલાદ, અલાદ, આહલ્લાદ)

ઉત્તરઃ

 1. હિમાચ્છાદિત
 2. રુધિરરંગ
 3. ગિરિવર
 4. સુરક્ષિત
 5. અદશ્ય
 6. સ્કૂર્તિ
 7. પ્રકૃતિમંદિર
 8. અલૌકિક
 9. વૃદ્ધાવસ્થા
 10. આહ્વાદ

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

 1. તથા + અપિ = (તથાપિ, તથ્યપિ, તથ્યાપિ)
 2. નિર્ + મળ = (નીર્મળ, નિર્મળ, ર્નિમાળ)
 3. સુ + આગત = (સ્વગત, સ્વાગત, સ્વાંગત)
 4. સરઃ + વ = (સરવર, સરોવર, સરોવર)
 5. નિર્ + ન = (નિરંજન, નિર્જન, નિર્જળ)
 6. હિમ + આચ્છાદિત = (હિમાચ્છાદિત, હિમચ્છાદિત, હિમાચ્છાદીત).
 7. હિમ + આલય = (હિમાલય, હીમાલય, હિમાલયા)
 8. વૃદ્ધ + અવસ્થા = (વૃધ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થા)
 9. સદા + ઐવ = (સદેવ, સદેવ, સદાએવ)
 10. યુવા + અવસ્થા = (યુવાવસ્થા, યુવાવસ્થા, યુવાવાસ્થા)
 11. એક + અંત = (એકત, એકાંત, એકાત).
 12. રોમન્ + અંચક = (રોમાચક, રોમાંચક, રોમેચક)

ઉત્તરઃ

 1. તથાપિ
 2. નિર્મળ
 3. સ્વાગત
 4. સરોવર
 5. નિરંજન
 6. હિમાચ્છાદિત
 7. હિમાલય
 8. વૃદ્ધાવસ્થા
 9. સદેવ
 10. યુવાવસ્થા
 11. એકાંત
 12. રોમાંચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

 1. માનસરોવર – (કર્મધારય, બહુવ્રીહિ, તપુરુષ)
 2. જેલયાત્રા – (દ્વજ, તપુરુષ, દ્વિગુ)
 3. અઠવાડિયું – (દ્વિગુ, કન્દ, કર્મધારય)
 4. રોમાંચક – (બહુવ્રીહિ, કર્મધારય, ઉપપદ)
 5. હિમનદી – (કર્મધારય, મધ્યમપદલોપી, દ્વન્દ્ર)
 6. નિરાશ – (દ, તપુરુષ, બહુવ્રીહિ)
 7. પ્રકૃતિમંદિર – (૬, દ્વિગુ, કર્મધારય)
 8. ગિરિવર – (તપુરુષ, ઉપપદ, બહુવીહિ)
 9. હિમાલય – (ઉપપદ, તપુરુષ, કર્મધારય)
 10. સાધનસામગ્રી – (ન્દ્ર, દ્વિગુ, ઉપપદ)

ઉત્તરઃ

 1. કર્મધારય
 2. તત્પરુષ
 3. દ્વિગુ
 4. ઉપપદ
 5. મધ્યમપદલોપી
 6. બહુવ્રીહિ
 7. કર્મધારય
 8. તપુરુષ
 9. તત્પરુષ
 10. દ્વન્દ્ર

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

 1. ગિરિવર
 2. પ્રપાત
 3. નિર્મળ
 4. લૌકિક
 5. રોમાંચક
 6. ઉત્સાહ
 7. અજાણ
 8. નિર્જન
 9. ઊંચાઈ
 10. અમરનાથ

ઉત્તરઃ

 1. એક પણ પ્રત્યય નહિ
 2. પૂર્વપ્રત્યય
 3. પૂર્વપ્રત્યય
 4. પરપ્રત્યય
 5. એક પણ પ્રત્યય નહિ
 6. પૂર્વપ્રત્યય
 7. પૂર્વપ્રત્યય
 8. પૂર્વપ્રત્યય
 9. પરપ્રત્યય
 10. એક પણ પ્રત્યય નહિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખોઃ

 1. ખોભણ = (બાકોરું, ગુફા, ખીણ)
 2. લાલસા = (લાલશાહ, ઇચ્છા, દુર્ગુણ)
 3. નકરો = (કચરો, કાંકરાળો, માત્ર)
 4. પ્રપાત = (વહેણ, નદી, ધોધ)
 5. વેરાન = (ખાલી, ઉજ્જડ, ભયંકર)
 6. આહ્વાદ = (હર્ષ, સારું, વિશાળ)
 7. ઘાટ = (ઓવારો, તક, ઝડપ)
 8. અજબ = (ગજબ, વિસ્મયી, અદ્ભુત)
 9. ભોમિયો = (ભ્રમિત, ભમ્યો, માર્ગદર્શક)
 10. ચિર = (ફાડવું, ચીરી, લાંબું)

ઉત્તરઃ

 1. ગુફા
 2. ઇચ્છા
 3. માત્ર
 4. ધોધ
 5. ઉજ્જડ
 6. હર્ષ
 7. ઓવારો
 8. અદ્ભુત
 9. માર્ગદર્શક
 10. લાંબુ

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

 1. હિમાલય – (વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક)
 2. તિબેટ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
 3. હિમસમૂહ – (સમૂહવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
 4. લોહી – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
 5. પર્વત – (જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
 6. નિરાશા – (ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
 7. મુકુટ – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
 8. પુષ્પ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
 9. ટુકડી – (સમૂહવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
 10. દિવસ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)

ઉત્તર :

 1. વ્યક્તિવાચક
 2. વ્યક્તિવાચક
 3. સમૂહવાચક
 4. દ્રવ્યવાચક
 5. જાતિવાચક
 6. ભાવવાચક
 7. જાતિવાચક
 8. જાતિવાચક
 9. સમૂહવાચક
 10. ભાવવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

 1. તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
 2. પ્રપાતો અમારું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા. – (અનન્વય, ઉન્મેલા, યમક)

ઉત્તરઃ

 1. ઉપમા
 2. ઉમ્બેલા

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

 • ઘોડા ઘડ્યા જ કરવા – આયોજનો કર્યા જ કરવાં
 • કૂચ કરવી – આગળ વધવું
 • થાકીને લોથ થઈ જવું – થાકીને મરણતોલ થઈ જવું, અતિશય થાકી જવું
 • ગૂંચાતા જવું – (અહીં) ખુંપતા જવું, વ્યસ્ત રહેવું
 • મનમાં રમી રહેવું – મનમાં સતત યાદ આવવું
 • કંઠે પ્રાણ આવવા – મરવા જેવું થવું
 • હાંજા ગગડી જવા – હિંમત ખતમ થઈ જવી, ખૂબ , ગભરાઈ જવું
 • એળે ન જવું – વ્યર્થ ન જવું
 • તલસી રહેવું – અધીરા થઈ જવું, આતુર થઈ જવું

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

 • પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ – ખીણ
 • કુદરતી બરફથી ઢંકાયેલી – હિમાચ્છાદિત
 • શરીરે મોટું પણ અક્કલમાં ઓછું – જડસુ
 • વહેતા પાણીમાં થતું કુંડાળું – વમળ
 • હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી
 • રસ્તાનો જાણકાર – ભોમિયો
 • જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન – ગમ્યસ્થાન
 • અડધી ઉંમરે પહોંચેલું – આધેડ)

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

 1. નિર્મળ
 2. સાંકડું
 3. તાજું
 4. પ્રસન્ન
 5. અલૌકિક
 6. ઇચ્છા
 7. વિશાળ
 8. ભવ્ય
 9. તૃપ્તિ
 10. શિખર

ઉત્તરઃ

 1. નિર્મળ ✗ મલિન
 2. સાંકડું ✗ પહોળું
 3. તાજું ✗ વાસી
 4. પ્રસન્ન ✗ ખિન્ના
 5. અલોકિક ✗ લૌકિક
 6. ઇચ્છા ✗ અનિચ્છા
 7. વિશાળ ✗ સંકુચિત
 8. ભવ્ય ✗ સામાન્ય
 9. તૃપ્તિ ✗ અતૃપ્તિ
 10. શિખર ✗ તળેટી

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

11. નીચેના શબ્દોના અર્થ આપોઃ

 1. હોશ – હોંશ
 2. હાંજા – હાજા
 3. ચિર – ચીર
 4. આકરો – આકડો
 5. મજૂર – મંજૂર

ઉત્તરઃ

 1. હોશ – ભાન
 2. હાંજા – હિંમત
  હોંશ – ધગશ
  હાજા – સાજા
 3. ચિર – લાંબા વખતનું
 4. આકરો – સખત
  ચીર – વસ્ત્ર
  આકડો – એક વનસ્પતિ
 5. મજૂર – શ્રમજીવી
  મંજૂર – કબૂલ

12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

 1. નકરો
 2. ખોભણ
 3. આકરો
 4. હાંજા

ઉત્તરઃ

 1. ફક્ત, માત્ર
 2. ગુફા
 3. સખત
 4. હિંમત

18. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 1. આઠ માઈલ તો કંઈ વિસાતમાં નહોતા.
 2. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા.
 3. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો.
 4. નાનકડી ટુકડી લઈને પહાડ ચઢવા લાગ્યો.
 5. હું ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો.

ઉત્તરઃ

 1. આઠ – સંખ્યાવાચક
 2. અમારા – સાર્વનામિક
 3. તાજા – ગુણવાચક
 4. નાનકડી – ગુણવાચક
 5. ભયાનક, પહોળી – ગુણવાચક

14. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 1. તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી.
 2. જીવનની પળો ઝપાટાબંધ વહી જાય છે.
 3. છતાં આજે પણ કલાસ જઈ શક્યો નથી.
 4. અજાણતાં પગ મુકાયો તો ગડડગપ ગયા.
 5. સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા.

ઉત્તરઃ

 1. કદી – સમયવાચક
 2. ઝપાટાબંધ – રીતિવાચક
 3. આજે – સમયવાચક
 4. ગડડગપ – રીતિવાચક
 5. પાછા – સ્થાનવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

 1. સ્કૂર્તિ
 2. યાત્રા
 3. પુષ્પો
 4. મુકુટ

ઉત્તરઃ

 1. સ્કૂર્તિ – સ્ + ફ + 9 + ૨ + ત્ +
 2. યાત્રા – યુ + આ + ત્ + ૨ + આ
 3. પુષ્પો – ૫ + ૧ + + ૫ + ઓ
 4. મુકુટ – મ્ + ઉ + ફ + ઉ + ટુ

18. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. અમારાથી એ પહાડ ઓળંગવાનો નિર્ણય કરાયો.
2. કર્મણિરચના 2. હું એ દિવસોનાં સ્વપ્નાં જોઉં છું.
3. મારાથી વળગી રહેવાયું.

ઉત્તર :

“અ” “બ”
1. કર્તરિરચના હું એ દિવસોનાં સ્વપ્નાં જોઉં છું.
2. કર્મણિરચના અમારાથી એ પહાડ ઓળંગવાનો નિર્ણય કરાયો.

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. અનુભવ ન હોવાને લીધે અમારાથી એ ઓળંગવાનો નિર્ણય લેવાયો.
2, કર્મણિરચના 2. અમારાથી લોથ થઈ જવાયું.
3. હું લદાખને રસ્તે ચડ્યો.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના હું લદાખને રસ્તે ચડ્યો.
2, કર્મણિરચના અનુભવ ન હોવાને લીધે અમારાથી એ ઓળંગવાનો નિર્ણય લેવાયો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

પ્રશ્ન 3.

“અ” “બ”
1. પ્રેરકરચના 1. છતાં અમે કૂચ ચાલુ રાખી.
2. ભાવેરચના 2. મારાથી પગ મુકાયો.
3. જડસાની જેમ અમારાથી ચડવું ચાલુ ૨ખાયું.

ઉત્તર :

“અ” “બ”
1. પ્રેરકરચના જડસાની જેમ અમારાથી ચડવું ચાલુ રખાયું.
2. ભાવેરચના મારાથી પગ મુકાયો.

હિમાલયમાં એક સાહસ Summary in Gujarati

હિમાલયમાં એક સાહસ પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language) 1
– જવાહરલાલ નેહરુ [જન્મઃ 14 – 11 – 1889; મૃત્યુ 27 – 05 – 1984]

આ પ્રવાસનિબંધ’ મૂળ અંગ્રેજી ભાષામાં જવાહરલાલ નેહરુએ લખેલો છે. એનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ “મારી જીવનકથા’ નામે કરેલો છે. સાહસિક નેહરુ પોતાની એક ટુકડી સાથે હિમાલયના પ્રવાસે નીકળ્યા.

સાથે એક ભોમિયાને પણ લીધો, પણ જરૂરી સાધનસામગ્રી ન હોવાને કારણે નેહરુનો પગ એક જગ્યાએ ખોભણમાં લપસ્યો. દોરડાએ તેમને પકડી રાખ્યા આથી તેઓ બચી ગયા. ખોભણોની સંખ્યા અને વિશાળતા જોતાં તેમને નાઇલાજે પ્રવાસ અધૂરેથી છોડી દેવો પડ્યો.

આ નિબંધમાં નેહરુએ જોયેલાં હિમાચ્છાદિત શિખરો અને હિમનદીઓનું સુંદર દશ્ય આલેખાયું છે. એથીયે વિશેષ ત્યાં સુધી પ્રવાસ કરવાનું તેમનું સાહસ અને હિમાલય પ્રત્યેના પ્રેમને તેમણે સાદી અને સરળ શૈલીમાં વર્ણવ્યાં છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)

હિમાલયમાં એક સાહસ શબ્દાર્થ

 • પિતરાઈ – કાકાના દીકરા, ભાઈ.
 • નિર્જન / વેરાન – માણસ વિનાનું, સૂનું.
 • ઘાટ – બાંધેલો આરો, ઓવારો.
 • નકરો – ફક્ત, માત્ર.
 • ખડક – પહાડ.
 • શિખર – પર્વતની ટોચ.
 • મુકુટ – તાજ, મુગટ.
 • પ્રપાત – ધોધ.
 • મધુરો – (અહીં) કૂણો.
 • અંતર – તફાવત.
 • છેતરવું – ગાવું.
 • અજબ – નવાઈ પમાડે તેવી, અદ્ભુત.
 • તૃપ્તિ – સંતોષ.
 • સ્કૂર્તિ – તાજગી.
 • આલાદ – હર્ષ, આનંદ.
 • રોમાંચક – રૂંવાડાં ઊભાં કરી દે તેવું.
 • અફાટ – ખૂબ વિશાળ, અસ્મલિત.
 • પડાવ – ઉતારો, મુકામ.
 • ભોમિયો – માર્ગદર્શક.
 • ભયાનક – ભયંકર. Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)
 • લપસણી – લપસી પડાય એવી.
 • હિમાચ્છાદિત – કુદરતી બરફથી ઢંકાયેલી.
 • ધુમ્મસ – ઝાકળ, ઓસ.
 • મજલ – (અહીં) મુસાફરી.
 • ખોભણ – ગુફા, કોતરની બે બાજુનો ખાંચો.
 • ગડડગપ ગયા થવું – સીધા નીચે અલોપ થઈ જવું.
 • ગિરિવર – પર્વતોમાં શ્રેષ્ઠ.
 • અલૌકિક – અદ્ભુત, દિવ્ય.
 • માનસરોવર – કૈલાસ પર્વતના શિખર પાસેનું પ્રસિદ્ધ સરોવર.
 • રાજકાજ – રાજકારણને લગતું કાર્ય.
 • લાલસા – ઈચ્છા.
 • તૃપ્ત કરવી – સંતોષવી.
 • મનોરથ – મનની ધારણા, મુરાદ.
 • ઝપાટાબંધ – ખૂબ ઝડપથી.
 • યુવાવસ્થા – યુવાનીની અવસ્થા.
 • આધેડ – પ્રૌઢ, અડધી ઉંમરે પહોંચેલું.
 • બૂરી – ખરાબ. અપંગ – પાંગળું.
 • ગમ્ય સ્થાન – જ્યાં જવાનું કે પહોંચવાનું ધાર્યું હોય તે સ્થાન.
 • પ્રતિ – તરફ. ડરામણું – ડર લાગે તેવું, ભયાનક.
 • રુધિરરંગ – લોહીના રંગનું.
 • ચિર – લાંબું. Class 10 Gujarati Textbook Solutions Chapter 22 હિમાલયમાં એક સાહસ (First Language)
 • અદમ્ય – અતિશય, પુષ્કળ.
 • સદૈવ – હંમેશાં.
 • ગિરિહિમ – હિમાચ્છાદિત પર્વત.

Leave a Comment

Your email address will not be published.