Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Vyakaran Samanarthi Virudharthi Jodani સમાનાર્થી, વિરૂદ્ધાર્થી, જોડણી Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Vyakaran Samanarthi Virudharthi Jodani
Std 10 Gujarati Vyakaran Samanarthi Virudharthi Jodani Questions and Answers
નોંધઃ ધ્વનિશ્રેણીનો આ મુદ્દો ધ્વનિઘટકો (સ્વર-વ્યંજન) છૂટા પાડો’ એ મથાળા નીચે પરીક્ષામાં પુછાય છે. સ્વર કે વ્યંજનથી થતા અનુસ્વારનું એકેય ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં નથી, એથી અહીં પણ એનો ઉલ્લેખ કર્યો નથી.
ધ્વનિથણી
નીચેના શબ્દોની ધ્વનિશ્રેણીનો અભ્યાસ કરોઃ
- બીમાર – ન્ + ઈ + + આ + ૨
- બીમારી – ન્ + ઈ + મ્ + આ + ૨ + ઈ
(1) “બીમાર’ શબ્દની ધ્વનિશ્રેણીમાં “ર પછી “અ” લખ્યો નથી. “ર વ્યંજનધ્વનિ છે, વ્યંજનાત ભાષા ગુજરાતીમાં “અ” શબ્દને અંતે આવે ત્યારે એનો ઉચ્ચાર થતો નથી, તેથી ધ્વનિશ્રેણી છૂટી પાડતાં “અ”ની નોંધ નથી. પણ “અ” સિવાયના ધ્વનિનો ઉચ્ચાર થાય છે, તેથી (2) “બીમારી’ શબ્દમાં ‘ઈ’ની નોંધ લીધી છે.
એ સિવાય “અ” સિવાયના વ્યંજનાત શબ્દોનો અભ્યાસ કરો:
નીચેની કેટલીક શબ્દજોડનો અભ્યાસ કરો:
ઉપરોક્ત શબ્દોમાં જોડાક્ષર સાથે ઉચ્ચારાતા “અ”ની નોંધ ધ્વનિશ્રેણીમાં લીધી છે, તે જુઓ.
નીચેના જોડાક્ષરનો અભ્યાસ કરો:
બે વ્યંજનો વચ્ચે સ્વર ન હોય ત્યારે તે વ્યંજનો જોડાતાં સંયુક્ત વ્યંજન કે જોડાક્ષર બને છે.
દા. ત.,
ક + = શું (ક્ષત્રિય, લક્ષ)
જુ + ઞ = સ્ (જ્ઞાન, વિજ્ઞાન)
[નોધ : “જ્ઞ’ જોડાક્ષર “ + નુ + યુ + અ’ની રીતે ઉચ્ચારાય કે સંભળાય છે. પણ સંસ્કૃત ભાષાને અનુસરીને તે “જ’ (વ્યંજન)નો જોડાક્ષર છે, તેથી તેના ધ્વનિઘટકો “જૂ + ન્ + અ તરીકે છૂટા પડે છે.
દા. ત.,
ક્ષોભ = + ષ + ઓ + મ્
જ્ઞાતા = જ + ન્ + અ + ત + અ.
(1) “(લિપિચિહ્ન)થી થતા જોડાક્ષરઃ
(2) “શુથી થતા જોડાક્ષરઃ
(૩) થી થતા જોડાક્ષરઃ
(4) અન્યઃ
સ્વાધ્યાય
આવા કેટલાક શબ્દોની ધ્વનિશ્રેણી જાતે છૂટી પાડીશું.
- જોડણી
1. તદ્ભવ શબ્દોની જોડણી
એકાક્ષરી શબ્દોઃ
અનુસ્વાર વગરના એક અક્ષરના શબ્દમાં દીર્ઘ ઈ કે દીર્ઘ ઊ’ લખવો.
- “ઈ” – દા. ત., ઘી, જી, ફી, બી, પી.
- “ઊ” – દા. ત., છૂ, જૂ, ભૂ, રૂ, લૂં.
અનુસ્વારવાળા એક અક્ષરના શબ્દમાં હ્રસ્વ “ઉ” લખવો.
દા. ત., છું, તું, શું, હું.
અપવાદઃ
- ખાંસીનો ખું
- પ્રાણીઓના અવાજ : “ફૂ’ કે “ચુંમાં દીર્ઘ “ઊ’ લખવો.
બે અક્ષરના શબ્દો:
(1) પોચા અનુસ્વારવાળા અને અનુસ્વાર વગરના બે અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરનો “ઈ’ દીર્ઘ લખવો.
દા. ત.,
- છીંટ, ઢીંક, ભીંત, ભીંસ, પીછું.
- કીટ, ખીલ, ગીધ, ચીર, જીન, ઢીલ, તીર, પીર, બીક, ભીલ, મીણ, લીલ, વીર, શીલ.
અપવાદઃ વિશે અને વિષે, દિલ, બિલ, મિલ, કિલ.
(2) બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર અનુનાસિક હોય કે તીવ્ર અનુસ્વારવાળો હોય, તો પ્રથમ અક્ષરનો ઈ’ કે ઉ’ હ્રસ્વ લખવો.
દા. ત.,
- હિંદ, સિંધ, પિંડ, પિંડી, લિંગ, સિંહ, બિંબ, ચિંતા.
- ગંઠો, છંદ, લુંગી, ગુંજન, પુંકેસર, પુંડરીક.
(3) બે અક્ષરના શબ્દમાં અનુસ્વાર વગરના પહેલા અક્ષરમાં દીર્ઘ “ઊ’ લખવો. દા. ત., ઊડ, ઘૂસ, ચૂક, ઝૂલ, ટ્રક, ભૂલ, ચૂપ.
અપવાદઃ સુધી, દુઃખ, જુઓ, જુદું આ બધા શબ્દોના પહેલા 2 અક્ષરમાં હ્રસ્વ ઉ” છે તે ધ્યાનમાં રાખવું.
(4) બે અક્ષરના શબ્દમાં પોચા અનુસ્વારવાળા પહેલા અક્ષરમાં દીર્ઘ “ઊ’ લખવો.
દા. ત.,
- ઊંચું,
- ઊંધું,
- ખૂંટ,
- ગૂંચ,
- ટૂંક,
- ચૂંક.
(5) બે અક્ષરના શબ્દમાં અનુસ્વારવાળા કે અનુસ્વાર વગરના ૨ બીજા અક્ષરને છેડે આવતો “ઈ’ હંમેશાં દીર્ઘ લખવો.
દા. ત.,
- અહીં, દહીં.
- ધણી, બેલી, બોચી.
(6) બે અક્ષરના શબ્દોમાં, અનુસ્વારવાળા કે અનુસ્વાર વગરના બીજા અક્ષરને છેડે આવતો “ઉ” હંમેશાં હ્રસ્વ લખવો.
દા. ત.,
- નાનું, મોટું, સારું.
- ખેડુ, બાબુ, લાડુ.
અપવાદ : રજૂ અને શરૂ
(નોંધઃ તંબુ અને તંબૂ, સાબુ અને સાબૂ બને બરાબર છે.]
ત્રણ અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષરઃ
(1) ત્રણ અક્ષરના શબ્દમાં જો બીજા અક્ષરમાં લઘુ સ્વર હોય, ? તો પહેલા અક્ષરનો ઈ” કે “ઊ’ દીર્ઘ લખવો. (અ, ઇ, ઉ, આ હૃસ્વ સ્વરો લઘુ કહેવાય છે, જ્યારે આ, ઈ, ઊ, એ, ઐ, ઓ અને ઓ – આ દીર્ઘ સ્વરો ગુરુ કહેવાય છે.)
દા. ત.,
- દીકરી, મીરજા, લીલમ, કીમિયો.
- ખૂજલી, ઘૂમટો, ડૂબકી, બૂકડો, સૂતળી.
અપવાદઃ ઉપર, ઉપલું, મુગટ.
(2) ત્રણ અક્ષરના શબ્દમાં જો બીજા અક્ષરમાં ગુરુ સ્વર હોય, ? તો પહેલા અક્ષરનો “ઇ” કે “ઉ” હ્રસ્વ લખવો.
દા. ત.,
- કિનારો, કિસાન, દિમાગ, નિકાસ, દિલાસો, નિકાલ, બિછાનું, બિલાડી, બિલોસ, બિહાગ, લિસોટો, સિતાર, હિલોળો.
- ઉછીનું, ઉતારો, ઉનાળો, કુનેહ, કુબેર, કુહાડી, ખુવાર, ખુશાલ, તુમાખી, તુમાર, ધુમાડો, કુમાર, ચુકાદો.
અપવાદઃ દીવાલ, દીવાન, બીમાર, રૂમાલ.
(3) ત્રણ અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરનો પોચા અનુસ્વારવાળો $ “ઈ’ કે “ઊ’ દીર્ઘ લખવો.
દા. ત.,
- ખેંચવું, ચૂંટણી, પૂંછડું, ફૂંકવું, ભૂંકવું.
- અપવાદઃ કુંવારું, કુંભાર, કુંવરી, સુંવાળું.
(4) ત્રણ અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરનો રણક્તા અનુસ્વારવાળો (તીવ્ર અનુસ્વારવાળો) “ઇ” કે “ઉ” હ્રસ્વ લખવો.
દા. ત.,
- જિંદગી
- ગુંદર, ઝુંબેશ.
(5) ત્રણ અક્ષરના શબ્દમાં જો ત્રીજો અક્ષર જોડાક્ષર હોય, તો પહેલા અક્ષરનો ‘ઈ’ કે ‘ઉ’ હ્રસ્વ લખવો.
દા. ત.,
- રિશ્વત અથવા રુશવત.
ત્રણ અક્ષરના શબ્દમાં વચલો અક્ષર :
(6) ત્રણ અક્ષરના શબ્દને છેડે મીંડા સાથે હ્રસ્વ ઉ આવે, તો બીજા અક્ષરમાં આવતો સ્વર દીર્ઘ કરવો. એટલે કે ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ લખવો.
દા. ત.,
- અદીઠું, અધીરુ, ઓશીકું, સાંતીડું.
- અધૂરું, અલૂણું, આફૂડું, બસૂરું.
(7) ત્રણ અક્ષરના શબ્દને છેડે જો “ઓ’ સ્વર આવે, તો બીજા અક્ષરમાં આવતો સ્વર “ઈ’ કે “ઊ’ દીર્ઘ લખવો.
દા. ત.,
- કાકીડો, ગાલીચો, ગંજીફો, ગોકીરો.
- કચૂડો, નકૂચો, નમૂનો.
અપવાદઃ ટહુકો, મહુડો.
(8) ત્રણ અક્ષરના શબ્દોમાં જ્યાં આગળના નિયમોમાં કહ્યા છે તે જાતના શબ્દો ન હોય ત્યાં વચલા અક્ષરોની જોડણીના નિયમો નીચે પ્રમાણે છે :
ત્રણ અક્ષરના શબ્દમાં ત્રીજા અક્ષરમાં લઘુ સ્વર આવે, તો બીજા અક્ષરનો ઈ” કે “ઊ’ દીર્ઘ લખવો.
દા. ત.,
- અબીલ, ખરીદી, ખલીફ, નસીબ.
- અંગૂર, કસૂર, ખજૂર, ખેડૂત.
(9) ત્રણ અક્ષરના શબ્દમાં ત્રીજા અક્ષરમાં ગુરુ સ્વર આવે, તો બીજા અક્ષરનો “ઇ” કે “ઉ” હ્રસ્વ લખવો.
દા. ત.,
- નાટિકા, પત્રિકા
- મહુડો, ગારુડી
અપવાદ: મનીષા ત્રણ અક્ષરના શબ્દમાં ત્રીજો અક્ષર :
(10) આગળના નિયમ પ્રમાણે ત્રણ અક્ષરના શબ્દમાં, અનુસ્વારવાળા કે અનુસ્વાર વગરના ત્રીજા (અંત્ય) અક્ષરમાં ઈ” દીર્ઘ લખવો અને “ઉ” હ્રસ્વ લખવો.
દા. ત.,
- દીકરી, ચાલાકી, વાટકી, બોલકી, ઉપરી.
- રઝળુ, ફરતું, ભૂલવું, ગભરુ.
(11) ત્રણ અક્ષરના શબ્દમાં બીજા અક્ષરમાં ‘ઈ’ આવે ને પછી સ્વર આવે, તો ઈહૃસ્વ લખવો અને સ્વરમાં ય ઉમેરવો.
દા. ત.,
- કોડિયું, રેટિયો, રેડિયો.
તારવણીઃ ત્રણ અક્ષરના શબ્દમાં અપવાદો બાદ કરતાં પહેલો અક્ષર છે કે જે હ્રસ્વ હોય, તો બીજો અક્ષર ઈ કે ઊ દીર્ઘ હોય છે. પહેલો અક્ષર ઈ કે ઊ દીર્ઘ હોય, તો બીજો અક્ષર છે કે જે હૃસ્વ હોય છે. એક હ્રસ્વ તો એક દીર્ઘ, એક દીર્ઘ તો એક હ્રસ્વ – એ પ્રમાણે 3 મોટે ભાગે આવે છે.
દા. ત.,
- ધૂળિયું, ખરીફ.
- ઉછીનું, દીકરી, કિનારો.
ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દોઃ
(1) ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં પહેલા અક્ષરનો છે’ કે “ઉ” હૃસ્વ લખવો.
દા. ત.,
- હિમાલય, વિલાયત, સિફારસ, ખિસકોલી, ટિપણિયો, કિલકિલાટ.
- ભુલામણું, હુલામણું, ઉત્તરાયણ, સુરાવટ.
અપવાદઃ નીરખવું, શૂરાતન. નોંધઃ ગુજરાત અને ગુજરાત બંને રૂપો માન્ય છે. (આ નિયમમાં અપવાદ નોંધવા જેવા છે.)
(2) એકનો એક શબ્દ જ્યારે બે વાર લખાય ત્યારે મૂળ જોડણી કાયમ રાખવો.
દા. ત.,
- કૂદાકૂદ,
- બૂમાબૂમ.
(3) મૂળ ધાતુના પહેલા અક્ષરમાં દીર્ઘ ઈ કે “ઊ’ હોય તે = કર્મણિ અને પ્રેરકમાં હ્રસ્વ લખવો.
દા. ત.,
- ઊઠવું પરથી ઉઠાવું, ઉઠાડવું.
- ઝીલવું (ઝિલાવું), ઝિલાવવું.
(નોંધઃ ત્રણ અક્ષરના આ નિયમો અહીં ચાર અક્ષરમાં ફરી = લખ્યા છે.]
2. જોડાક્ષર
(નોંધઃ ધ્વનિશ્રેણીમાં આપેલ જોડાક્ષરનો અભ્યાસ કરો.]
(1) ‘રના જોડાક્ષર સિવાયના તત્સમ શબ્દોમાં મોટે ભાગે : હૃસ્વ “ઇ” “ઉ” આવે છે.
- દિવ્ય, શિષ્ટ, સંક્ષિપ્ત, પવિત્ર, બિલ્બ, નિષ્ઠા, ચિહ્ન, નિષ્ઠા, ઇન્દ્ર
- સુખ, શુદ્ર, ઉગ્ર, શુદ્ધ, યુદ્ધ, મુગ્ધ, પુષ્કળ, ઉત્સવ, દિવ્ય
(2) “રના જોડાક્ષર પૂર્વે દીર્ઘ ‘ઈ’, ‘ઊ’ આવે છે.
- શીર્ષક, આશીર્વાદ, વિસ્તીર્ણ, જીર્ણ, ઈર્ષા, દીર્ઘ
- પૂર્ણ, પૂર્વ, ચૂર્ણ, મુહૂર્ત, ઊર્મિ
3. અનુસ્વાર
જોડણીમાં અનુસ્વારનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ભાષામાં શુદ્ધિ લાવી શકાય. અનુસ્વારનો અયોગ્ય ઉપયોગ ક્યારેક હાસ્યાસ્પદ – સ્થિતિ ઊભી કરે છે. અનુસ્વાર ક્યાં મૂકવો અને ક્યાં ન મૂકવો એ અંગેના કેટલાક મહત્ત્વના નિયમો નીચે આપ્યા છે :
(1) પુંલ્લિંગના કોઈ પણ શબ્દને અનુસ્વાર લાગતો નથી. – તેને લગતાં વિશેષણ કે તેને અનુસરતાં ક્રિયાપદનાં વિકારી રૂપોમાં પણ અનુસ્વાર આવતો નથી; જેમ કે, અમારા ઇતિહાસના શિક્ષક જયન્તભાઈ અમારી સાથે પર્યટનમાં આવવાના હતા.
(2) “ઓકારાન્ત કે “ઉ’કારાન્ત પુંલ્લિંગના બહુવચનના શબ્દને અનુસ્વાર લાગતો નથી; જેમ કે, છોકરાઓના વાલીઓ આવ્યા અને મારા બધા ગુરુઓને મળ્યા.
(3) સ્ત્રીલિંગમાં માનાર્થે કે અવહેલનાર્થે બહુવચન વપરાયું હોય અને તેને છેડે ‘ઉવાળું વિશેષણ લાગ્યું હોય તો તેનું બહુવચન “આ થાય છે; જેમ કે, મોટાં બા; તે શ્રીમતી પધાર્યા મોટાં બહેનબા સલાહ તો સારી આપતાં હતાં!
(4) એકવચનમાં નપુંસકલિંગનાં “ઉ’કારાન્ત વિકારી સંજ્ઞા, વિશેષણ, કુદત તથા ક્રિયાપદને અનુસ્વાર લાગે છે; જેમ કે, તારું નવું રમકડું તૂટી ગયું. નાનું છોકરું રમકડું લઈ રમતું હતું.
(5) બહુવચનમાં નપુંસકલિંગનાં વિકારી સંજ્ઞા, વિશેષણ તથા ક્રિયાપદને અનુસ્વાર લાગે છે; જેમ કે, તારાં બધાં નવાં રમકડાં તૂટી ગયાં. આવાં મજાનાં છોકરાં તોફાન કરતાં હોય ખરાં?
અપવાદઃ નપુંસકલિંગ સંજ્ઞાની પાછળ પ્રત્યય લાગેલો હોય તો તે સંજ્ઞાને તેનાં વિકારી વિશેષણ, કૃદંત કે ક્રિયાપદને અનુસ્વાર લાગતો નથી; જેમ કે, આ નવા રમકડાને સાચવજો. આ મજાના પુસ્તકમાં છોકરાએ કેવા લીટા પાડ્યા છે!
(6) બે અલગ અલગ લિંગની સંજ્ઞાઓ હોય ત્યારે તે માટે સમાનપણે વપરાતાં વિકારી વિશેષણો, કુદતો અને ક્રિયાપદોને પણ અનુસ્વાર લાગે છે; જેમ કે, યોગેશ અને યામિની વિલાયત જવાનાં હતાં. મેદાનમાં છોકરાઓ અને છોકરીઓ રમતાં હતાં. સભામાં ઘણાં સ્ત્રી-પુરુષો હાજર રહ્યાં.
(7) પહેલા પુરુષ એકવચનનું સર્વનામ “હું જ્યારે વાક્યમાં ક્રિયાનાથ હોય ત્યારે ક્રિયાપદના સાદા વર્તમાનકાળ અને અપૂર્ણ વર્તમાનકાળનાં રૂપોમાં પણ અનુસ્વાર આવે છે; જેમ કે, હું ખાઉં. હું ખાઉં છું.
(8) હોવું” અને “જવું’ સહાયકારક કે સંયુક્ત ક્રિયાપદ તરીકે આવે ત્યારે તેમની આગળના ક્રિયાપદને પણ અનુસ્વાર લાગે છે; જેમ કે, હું સભામાં હંમેશાં હાજર હોઉં છું. પિતાજી “જાઉં છું એમ કહીને રવાના થયા.
(9) ક્રિયાપદોની સંજ્ઞા જેવો ઉપયોગ થયો હોય ત્યારે અનુસ્વાર આવતો નથી; જેમ કે, ફક્ત વાંચવા કરતાં લખવાનો અભ્યાસ વધુ સારો ગણાય. અહીં “વાંચવા” સંજ્ઞા તરીકે વપરાયેલું પદ છે.
“વું કારાન્ત સામાન્ય કુદત સંજ્ઞા તરીકે આવે ત્યારે ‘વુંમાં અનુસ્વાર હોય છે જ; જેમ કે, બોલવું સહેલું છે, કરવું અઘરું છે.
(10) વાંચતા વાંચતાં’, “લખતાં લખતાં, ખાતાં ખાતાં વગેરે વર્તમાન કૃદંતોનાં જોડકાં ક્રિયાવિશેષણ તરીકે આવે છે ત્યારે ‘તા પર અનુસ્વાર ચોક્કસ લાગે છે. પરંતુ ખાતા છોકરાઓ દાળમાં કશુંક પડેલું જોયું – આ વાક્યમાં ખાતા’ શબ્દ ‘છોકરાએ’નું ક્રિયાવાચક વિશેષણ છે અને છોકરો શબ્દ પુંલ્લિંગ છે, એટલે “ખાતામાં “તા’ ઉપર અનુસ્વાર મુકાતો નથી.
(11) ગુજરાતી ભાષામાં ‘ઉ’કારાન્ત નપુંસકલિંગ સંજ્ઞાઓ બે પ્રકારની હોય છે વિકારી અને અવિકારી.
“ઉ’કારાન્ત નપુંસકલિંગી વિકારી સંજ્ઞાઓમાં અનુસ્વાર હોય 3 છે; જેમ કે, સોનું, રૂપું, તાંબુ, ખોખું, તુંબડું વગેરે. ‘સોનું’ને પ્રત્યય (અનુગ) લગાડતાં “સોનાને’, ‘સોનાથી’, “સોનાનું’ એમ થાય છે.
‘ઉ’કારાન્ત નપુંસકલિંગી અવિકારી સંજ્ઞાઓમાં અનુસ્વાર હોતો નથી; જેમ કે, લીંબુ, જાંબુ, ગોખરુ, રખડુ, પશુ વગેરે. લીંબુને પ્રત્યય (અનુગ) લાગતાં લીંબુને’, લીંબુથી’, લીંબુનો’, “લીંબુમાં વગેરે રૂપો થાય છે. એવાં રૂપોમાં લીંબુ શબ્દ મૂળ સ્વરૂપે જ રહે ડે છે, કોઈ ફેરફાર થતો નથી.
(12) દર્શન, વંદન, અભિનંદન જેવા નપુંસકલિંગના શબ્દોનાં બહુવચન તેમજ અધિકરણ વિભક્તિનો અનુગ માં (‘અંદર’ના અર્થમાં) અનુસ્વારયુક્ત હોય છે; જેમ કે, તમારા દર્શન તો દુર્લભ થઈ ગયાં છે! આપ વડીલને મારાં વંદન. તમને તમારી સફળતા માટે અમારાં અભિનંદન છે. રામ-લક્ષ્મણ અને સીતા ચૌદ વર્ષ વનમાં રહ્યાં.
4. અંગસાધક પ્રત્યય
(1) પૂર્વપ્રત્યયઃ અનુ, નિસ્-નિર્, દુસ-દુર, વિ, નિ, અધિ, અતિ, સુ, ઉત્ (ઉ), અભિ, પ્રતિ, પરિ, ઉપ – આ બધા પૂર્વપ્રત્યયોમાં ‘ઈ’ કે ‘ઉ’ સ્વ છે; તેથી ઉપસગોની મદદથી બનેલા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે જ કરવી.
- અનુ/ : અનુજ્ઞા, અનુકૂળ, અનુયાયી, અનુમતિ, અનુકરણ
- નિ-નિર/નિ : નિસ્તેજ, નિરક્ષર, નિરુપમ, નિર્દય, નિર્દોષ નિરામિષ, નિરાશ, નિરાહાર, નિરુત્તર નિઃશબ્દ, નિઃસંતાન, નિઃશુલ્ક, નિસહાય
- દુશુ-દુર્/ : દુરુપયોગ, દુર્જન, દુઃશાસન, દુષ્કૃત્ય, દુષ્પાય
- વિ (વિરોધ’નો અર્થ)/ : વિધવા, વિધર્મ, વિદેહ, વિસર્જન
- વિ (‘વિશેષ’નો અર્થ)/ : વિશુદ્ધ, વિદ્રોહ, વિજ્ઞાન, વિખ્યાત
- નિ/ : નિમગ્ન, નિગ્રહ, નિપાત, નિધિ, નિષેધ
- અધિ/ : અધિકાર, અધ્યક્ષ, અધિપતિ, અધિનિયમ
- અતિ/ : અતિસાર, અત્યાદર, અતિકાય, અતિજ્ઞાન
- સુ/ : સુદૂર, સુભાષિત, સુલક્ષણ, સુદીર્ઘ
- ઉદ્દ/ : ઉત્ક્રાંતિ, ઉન્મેલા, ઉત્કંઠા, ઉન્માદ, ઉલ્લંઘન
- અભિ/ : અભીષ્ટ (અભિ + ઈષ્ટ), અભિમુખ, અભિષેક, અભિનવ, અભીપ્સા (અભિ + ઇસા), અભ્યન્નતિ (અભિ + ઉન્નતિ)
- પ્રતિ/ : પ્રતિપક્ષી, પ્રત્યુમન (પ્રતિ + ઉદ્ગમન), પ્રતિબિંબ, પ્રત્યુત્તર (પ્રતિ + ઉત્તર), પ્રતિષ્ઠા
- પરિ/ : પરિવર્તન, પરિસ્થિતિ, પરીક્ષા (પરિ + ઈક્ષા), પર્યટન (પરિ + અટન)
- ઉપ/ : ઉપયોગ, ઉપહાર (ઉપ + આહાર), ઉપાચાર્ય (ઉપ + આચાર્ય), ઉપાધિ (ઉપ + આધિ)
(2) પરપ્રત્યયઃ અનીય, ઈકઇકા, ઈત, ઈન, ઈ/ ઈની, ઈમ, ઈમા, ઈય/કીય, ઇલ, તિ, મતી વતી, વી/વિની જેવા શબ્દની પાછળ લાગતા પરપ્રત્યયો.
- અનીય/ : મનનીય, દર્શનીય, સ્મરણીય
- ઇક/ઇકા/ : ઈક’ પ્રત્યયમાં ‘ઇ’ હ્રસ્વ છે ને શબ્દને લાગતાં આગળના (પહેલા) સ્વરની વૃદ્ધિ ને છેવટના સ્વરનો લોપ થાય છે.
વૈજ્ઞાનિક વિજ્ઞાન + ઇક),
સામાજિક (સમાજ + ઇક),
ઐતિહાસિક ઇતિહાસ + ઇક),
ભૌગોલિક (ભૂગોલ + ઇક),
અંબિકા, કણિકા, માર્ગદર્શિકા
ધનિક, પથિક, રસિક, ક્રમિકમાં એક પ્રત્યય અલગ પ્રકારનો છે. - ઈતી/ : આજ્ઞાંકિત, સુશોભિત, ગણિત, અતીત (અતિ + ઈત). ઉપરાંત “નીત’ પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો : નવનીત, પરિણીત
- ઈન/ : મધ્યકાલીન, નવીન, ગ્રામીણ, પ્રાચીન, કુલીન (કઠિન, નલિન શબ્દોમાં ઈન’)
- ઈ/ઇની/ : (સંસ્કૃતમાં ઈન પ્રત્યય છે, પુંલ્લિંગમાં એનો બઈ થાય ને સ્ત્રીલિંગમાં “ઇની’ થાય છે.) માની – માનિની, સંસ્કારી, નલિની, પક્ષી, પ્રવાહી, વિદ્યાર્થિની
- ઇમ/ઇમા/ : કૃત્રિમ, અંતિમ, પશ્ચિમ ગરિમા, નીલિમાં
- ઇષ્ઠ/ : સ્વાદિષ્ટ, ધર્મિષ્ઠ, કનિષ્ઠ
- ઈય/કીય/ : આત્મીય, પ્રજાકીય, રાજકીય
- ઇલ/ : ઊર્મિલ
- મતી/વતી/ : ચારુમતી, પુષ્પાવતી, કલાવતી
- વી/વિની/ : (સંસ્કૃતમાં વિનું પ્રત્યય છે, જેનું પુંલ્લિંગ “વી અને સ્ત્રીલિંગ “વિની થાય છે.) તેજસ્વિની, તેજસ્વી, માયાવી, માયાવિની
5. જોડણીભેદે અર્થભેદ
6. અનુસ્વાર – અષ્ટક
(હરિગીત છંદ)
(નોંધઃ અનુસ્વાર સંદર્ભે કવિ સુંદરમ્ રચિત “અનુસ્વાર – અષ્ટક વાંચો.]
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર-શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઇંદ્ર-શું;
મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ જાણી લિયો રસપ્રેમથી;
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌન્દર્યથી ને ક્ષમથી ……………………………. (1)
તો પ્રથમ જાણો હું અને “તું’માં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ ‘હુ-હુ’ અને ‘તુ-તુ’ સમો ઉપહાસ છે;
હું કરુ’-‘વાંચે’-લ જોજો એમ લખશો લેશ તો,
મા-ભારતીના રમ્ય વદને લાગતી-શી મેશ જો ……………………………. (2)
નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી-બહુવચનમાં માનવંતું પદ ગ્રહું;
બા ગયાં’, ‘આવ્યાં બહેન મોટાં’ એમ જો ન તમે લખો,
‘બા ગયા’, “આવ્યા બહેન મોટા’ શો પછી બનશે ડખો, ……………………………. (3)
ને નાન્યતરમાં તો ઘણી સેવક તણી છે હાજરી, ?
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી;
સૌ મુજ વિશેષણ એક ને બહુવચનમાં રાખો મને,
યાચું કુપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને; ……………………………. (4)
શું ફૂલ પેલું શોભતું!’ જો આવું પ્રેમે ઉચ્ચરો,
“શાં ફૂલ પેલાં શોભતાં બહુવચનમાં વાણી કરો.
મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી “મોજાં બને,
‘બમણાં’ અને ‘તમણાં પછી “અણગણ્યાં કોણ કહો ગણે? ……………………………. (5)
ને બંધુ, પીતાં નીર ઠંડું ના મને પણ પી જતા,
ને ‘ઝાડ ઊંચાં પર ચડો તો ના મને ગબડાવતા;
‘બકરા અને બકરાં, “ગધેડા” ને ગધેડાં’ એક ના,
‘ગાડાં અને ગાંડાં મહીં જે ભેદ, ભૂલો છેક ના ……………………………. (6)
ને જ્યાં ન મારો ખપ, મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી; ?
કો મલ્લને એવું કહ્યું જો, “ક્યાં ગયાંતાં આપ જી?’
જોજો મળે ના તરત મુક્કાનો મહા-સરપાવ જી. ……………………………. (7)
તો મિત્ર, મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો;
હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પ ઠરું.
અજ્ઞાનમાં પણ ડંખું-કિંતુ એ કથા નહિ હું કરું. ……………………………. (8)
– ‘સુન્દરમ્’
(અનુસ્વાર – સંખ્યા 8 + 5 + 13 + 4 + 14 + 12 + 9 + 15 = 80)
સંધિ અને તેના પ્રકાર
સ્વરૂપ અને અર્થ સંધિ એટલે જોડાણ. બે કે તેથી વધુ શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ એ પછીના શબ્દના પહેલા વર્ણ સાથે જોડાય છે. બંને શબ્દોના આ જોડાણને “સંધિ’ કહે છે.
સંસ્કૃતમાં સંધિ ત્રણ પ્રકારની છે :
- સ્વરસંધિ,
- વ્યંજન સંધિ અને
- વિસર્ગસંધિ.
ગુજરાતીમાં તદ્ભવ શબ્દોમાં એક પદમાં બે સ્વર સાથે આવે તો પણ સંધિ થતી નથી. દા. ત., ઘર + ઉપયોગી = ઘર-ઉપયોગી જ બોલીએ છીએ; “ઘરોપયોગી’ નહિ. ગુજરાતી પ્રત્યયોમાં વિસર્ગ 🙂 ન હોવાથી, વિસર્ગસંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં જ કર્યો છે.
પ્રકારો સંધિના બે પ્રકાર છે:
- સ્વરસંધિ અને
- વ્યંજન સંધિ.
(1) સ્વરસંધિઃ બે સ્વરો જોડાય તેને સ્વરસંધિ કહે છે.
(2) વ્યંજન સંધિઃ બે વ્યંજનો કે વ્યંજન અને સ્વર જોડાય તેને વ્યંજન સંધિ કહે છે.
1. સ્વરસંધિ
(1) બે સજાતીય સ્વરો જોડાય ત્યારે તે બંનેને સ્થાને દીર્ઘ સ્વર થાય છે.*
અ + અ = આ દા. ત., સ્વ + અર્થ = સ્વાર્થ; સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત
અ + આ = આ દા. ત., રાજ્ય + આશ્રય = રાજ્યાશ્રય; દેવ + આલય = દેવાલય
આ + અ = આ દા. ત., વિદ્યા + અર્થી = વિદ્યાર્થી; ભાષા + અત્તર = ભાષાન્તર
આ + આ = આ દા. ત., દયા + આનંદ = દયાનંદ; સેવા + આશ્રમ = સેવાશ્રમ
ઇ + ઈ = ઈ દા. ત., કવિ + ઇન્દ્ર = કવીન્દ્ર; હરિ ઇચ્છા = હરીચ્છા
ઇ + = ઈ દા. ત., પરિ + ઈક્ષા = પરીક્ષા; કવિ + ઈશ્વર = કવીશ્વર
ઈ + ધ = ઈ દા. ત., યોગી + ઇન્દ્ર = યોગીન્દ્ર; દેવી + ઇચ્છા = દેવીચ્છા
ઈ + ઈ = ઈ દા. ત., રજની + ઈશ = રજનીશ; શ્રી + શ = શ્રીશ
ઉ + = ઊ દા. ત., સુ + ઉક્તિ = સૂક્તિ; ગુરુ + ઉત્તર = ગુરૂત્તર
ઉ + ઊ = ઊ. દા. ત., સિંધુ + ઊર્મિ = સિંધૂર્મિ, બહુ + ઊર્ધ્વ = બહૂર્વ
ઊ + ઉ = ઊ દા. ત., વધુ + ઉત્કર્ષ = વધૂત્કર્ષ; ચમ્ + ઉલ્લાસ = ચમૂલ્લાસ (ચમ = સેના)
ઊ + ઊ = ઊ દા. ત., વધૂ+ ઊર્મિ = વધૂમિ; ભૂ+ ઊર્જિત = ભૂર્જિત
(2) અ કે આ પછી છે કે ઈ (હસ્વ કે દીઘ) આવે તો તે બંનેને સ્થાને “એ” થાય છે.
અ + = એ દા. ત., માનવ + ઇન્દ્ર = માનવેન્દ્ર; ઉપ + ઇન્દ્ર = ઉપેન્દ્ર
અ + ઈ = એ દા. ત., પરમ + ઈશ્વર = પરમેશ્વર; માનવ + શ = માનવેશ
આ + = એ દા. ત., યથા + ઈષ્ટ = યથેષ્ટ; કલા + ઇન્દુ = કલેન્દુ
આ + ઈ = એ દા. ત., મહા + ઈશ્વર = મહેશ્વર; રમા + શ = રમેશ
(૩) અ કે આ પછી છું કે ઊ આવે તો તે બંનેને સ્થાને “ઓ’ થાય છે.
અ + ઉ = ઓ દા. ત., સૂર્ય + ઉદય = સૂર્યોદય; પ્રસંગ + ઉચિત = પ્રસંગોચિત
અ + ઊ = ઓ દા. ત., પ્રણય + ઊર્મિ = પ્રણયોર્મિ; નવ + ઊઢા = નવોઢા
આ + ઉ = ઓ દા. ત., ગંગા + ઉદક = ગંગોદક; વિદ્યા + ઉપાસના = વિદ્યોપાસના
આ + ઊ = ઓ દા. ત., મહા + ઊર્મિ = મહોર્મિ, કલા + ઊર્મિ = કલોમિ
(4) અ કે આ પછી એ કે ઐ આવે તો તે બંનેને સ્થાને “એ” થાય છે.
અ + અ = ઐ દા. ત., પુત્ર + એષણા = પુરૈષણા; એક + એક = એકેક
અ + ઐ = એ દા. ત., રસ + ઐક્ય = રઐક્ય; હૃદય + ઐક્ય = હૃદયેક્ય
આ + એ = એ દા. ત., તથા + એવ = તથેવ; સદા + એવ = સદેવ
આ + ઐ = ઐ દા. ત., મહા + ઐશ્વર્ય = મહૈશ્વર્ય; જનતા + ઐક્ય = જનતૈક્ય
(5) અ કે આ પછી ઓ કે ઔ આવે તો તે બંનેને સ્થાને “ઓ થાય છે.
અ + ઓ = ઓ દા. ત., ગુણ + ધ = ગુણૌઘ; ઉષ્ણ + ઓદન = ઉષ્ણોદન
આ + ઓ = ઓ દા. ત., મહા + ઓજસ્વી = મહોજસ્વી; ગંગા + ઓઘ = ગંગોઘ
અ + ઔ = ઓ દા. ત., પરમ + ઔદાર્ય = પરમોદાર્થ; વન + ઔષધિ = વનૌષધિ
આ + આ = ઓ દા. ત., વિદ્યા + સુક્ય = વિદ્યોત્સુક્ય; મહા + ઔષધ = મહીષધ
(8) અ કે આ પછી આવે તો તે બંનેને સ્થાને “અર થાય છે.
અ + = અર્ દા. ત., સપ્ત + ઋષિ = સપ્તર્ષિ; બ્રહ્મ + ઋષિ = બ્રહ્મર્ષિ
આ + = અર્ દા. ત., મહા + ઋષિ = મહર્ષિ; રાજા – ઋષિ = રાજર્ષિ
(7) પછી વિજાતીય સ્વર આવે તો શનો “ર” થાય છે.*
કર્ટ + અર્થ = કન્ + અર્થ = કર્બર્થ
પિતૃ + આજ્ઞા = પિન્ + આજ્ઞા = પિત્રાજ્ઞા
માતૃ + ઇચ્છા = માત્ર + ઇચ્છા = માત્રિચ્છા
પિતૃ + ઉપદેશ = પિત્રુ + ઉપદેશ = પિત્રુપદેશ
(8) ‘ઈ’ કે “ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ‘છે’ કે ‘ઈ’ ને સ્થાને ‘યૂ’ થાય છે.
(1) પ્રતિ + અક્ષ = પ્રત્ + ઈ + અક્ષ = પ્રત્ + યૂ + અક્ષ = પ્રત્યક્ષ
(2) પ્રતિ + એક = પ્રત્ + ઈ + એક = પ્રત્ + યૂ + એક = પ્રત્યેક
(3) ઈતિ + આદિ = ઇન્ + ઈ + આદિ = ઇત્ + યૂ + આદિ = ઇત્યાદિ
(4) દેવી + ઐશ્વર્ય = દેવુ + ઈ + ઐશ્વર્ય = દેવુ + યૂ + ઐશ્વર્ય = દેત્રેશ્વર્ય
એ જ રીતે, અતિ + અન્ત = અત્યંત; અતિ + આચાર = અત્યાચાર; વિ + ઉત્પન્ન = વ્યુત્પન્ન
(9) ઉ કે ઊ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે “ઉ” કે “ઊરને સ્થાને “વું” થાય છે.*
(1) સુ + અચ્છ = સ્ + ઉ + અચ્છ = સ્ + + અચ્છ = સ્વચ્છ
(2) સુ + અલ્પ = સ્ + ઉ + અલ્પ = સ્ +ત્+ અલ્પ = સ્વલ્પ
(3) ગુરુ + આજ્ઞા = ગુરુ + ઉ + આજ્ઞા = ગુરુ + ૬+ આજ્ઞા = ગુવંજ્ઞા
(4) સુ + આગત = સ્ + ઉ + આગત = સ્ + ક્ + આગત = સ્વાગત
(10) એ, ઐ, ઓ, ઓ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો “એને સ્થાને “અયું, “’ને સ્થાને આવ્યું, “ઓને સ્થાને “અવું અને “ઓને સ્થાને “આવું થાય છે.
(1) સંચે + અ = સંચુ + અ + અ = સંસ્ + અય્ + અ = સંચય
એ જ રીતે વિજે + અ = વિજય; ને + અન = નયન
(2) ગૈ + એક = ત્રૂ + એૈ + એક = ત્રૂ + આયુ + અક = ગાયક
એ જ રીતે નૈ + અક = નાયક
(3) શ્રો + અન = શ્રુ + ઓ + અન = સ્ + અન્ + અન = શ્રવણ
એ જ રીતે ગો – ઈશ્વર = ગવીશ્વર; પો + અન = પવન
(4) પો + એક = ૫ + એ + અક = ૫ + આત્ + અક = પાવક
એ જ રીતે નો + ઇક = નાવિક
2. વ્યંજનસંધિ
(1) “સથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દમાં “અ” કે “આ સિવાયનો સ્વર આવે તો સૂનો થાય.
દા. ત.,
- વિ + મ = વિષમ; અભિ + સિક્ત = અભિષિક્ત;
- સુ + સુપ્ત = સુષુપ્ત; અભિ + એક = અભિષેક
- સુ + સમા = સુષમા
(2) “શું” પછી “પૂ” કે “છું’ આવે તો ‘સુ’ નો “શું” થાય.
દા. ત.,
- નિસ્ + ચિન્ત = નિશ્ચિત (નિશ્ચિત્ત);
- નિસ્ + છંદ = નિશ્ચંદ; નિસ્ + છલ = નિચ્છલ;
- દુર્ + ચરિત = દુશ્ચરિત; નિસ્ + લ = નિશ્ચલ
(૩) “” પછી “તું” કે “થે આવે તો “સુનો “સુ” જ રહે છે.
દા. ત.,
- ધનુર્ + ટંકાર = ધનુર્રકાર
(5) “સ” પછી “શું’, “” કે “હું આવે તો પહેલા શબ્દને અંતે “સનો વિસર્ગ અથવા અનુક્રમે “શું” “પુ કે “સુ” થાય છે.
દા. ત.,
- નિસ્ + શબ્દ = નિઃશબ્દ કે નિશબ્દ;
- નિસ્ + શસ્ત્ર = નિઃશસ્ત્ર કે નિશસ્ત્ર;
- નિસ્ + સ્વાર્થ = નિઃસ્વાર્થ કે નિસ્વાર્થ;
- નિસ્ + સંતાન = નિઃસંતાન કે નિસંતાન;
- નિસ્ + સત્ત્વ = નિઃસત્ત્વ કે નિસ્તત્ત્વ;
- નિસ્ + શ્વાસ = નિઃશ્વાસ કે નિશ્વાસ
(6) “સની પહેલાં “ઇ” કે “ઉ” આવે ને “સુની પછી “ફ, “ખ”, “પુ” કે “ફ આવે તો ‘સુનો “” થાય છે.
દા. ત.,
- નિસ્ + ફળ = નિષ્ફળ;
- નિસ્ + કામ = નિષ્કામ;
- ધનુર્ + કોટિ = ધનુષ્કોટિ;
- દુર્ + પ્રાપ્ય = દુષ્માપ્ય;
- દુર્ + કાળ = દુષ્કાળ
(7) “સની પહેલાં “ઈ’ કે “ઉ” સિવાયનો સ્વર આવે ને “સની પછી “ફ, “ખું, “” કે “ફ આવે તો “સુનો વિસર્ગ થાય છે.
દા. ત.,
- અધર્ + પાત = અધઃપાત;
- અધર્ + પતન = અધ:પતન,
- અધર્ + કાય = અધઃકાય
કેટલાક અપવાદ છે:
- નમસ્ + કાર = નમસ્કાર;
- તિરસ્ + કાર = તિરસ્કાર;
- પુરસ્ + કાર = પુરસ્કાર)
(8) “સુની પૂર્વે “અ” અને પછી ઘોષ (મૃદુ) વ્યંજન આવે તો સૂનો “ઉ”; પછી પૂર્વેના “અ” સાથે મળી ‘ઉ’નો “ઓ’ થાય.
દા. ત.,
- અધર્ + ગતિ = અધઉ + ગતિ = અધોગતિ
- મનસ્ + હર = મનઉ + હર = મનોહર
- અધર્ + મુખ = અધઉ + મુખ = અધોમુખ
- મનસ્ + રથ = મનઉ + રથ = મનોરથ
(9) “સની પૂર્વે “અ” કે “આ” સિવાયનો સ્વર અને પછી સ્વર કે ઘોષ (મૃદુ) વ્યંજન આવે તો “સુનો “ર” થાય છે.
દા. ત.,
- નિસ્ + ભય = નિર + ભય = નિર્ભય
- ધનુર્ + વિઘા = ધનુર્ + વિઘા = ધનુર્વિદ્યા
- દુસ્ + આચાર = દુર્ + આચાર = દુરાચાર
(10) “રની પછી “શું” કે “’ આવે તો “રનો શું થાય છે.
દા. ત.,
- પુનર્+ ચ = પુનશુ + ચ = પુનશ્ચ
- અંતર્ + ચક્ષુ = અંતર્ + ચક્ષુ = અંતશ્ચક્ષુ
(11) “ની પછી “તું” કે “થે આવે તો “ર’નો “સુ” થાય છે.
દા. ત.,
- અન્તર્ + તત્ત્વ = અન્તસ્ + તત્ત્વ = અન્તસ્તત્વ
- અન્તર્ + તાપ = અન્તસ્ + તાપ = અન્તસ્તાપ
(12) “ર” પછી શું ” કે “હું આવે તો “રૂનો વિસર્ગ થાય છે.
દા. ત.,
- અન્તર્ + શોક = અન્તઃ + શોક = અન્તઃ શોક (કે અન્તશોક)
- અત્તર + સંતાપ = અન્તઃ + સંતાપ = અન્તઃસંતાપ (કે અન્તસંતાપ)
- અન્તર્ + શાન્તિ = અન્તઃ શાન્તિ (કે અત્તરશાન્તિ).
(13) “ર”ની પૂર્વે છે કે “ઉ” આવે અને “રની પછી “ફ, “ખૂ’, “ કે “ફ’ આવે તો “રનો ‘ થાય.
દા. ત.,
- ચતુર્ + પાદ = ચતુષ + પાદ = ચતુષ્પાદ
- ચતુર + ફલક = ચતુષ + ફલક = ચતુષ્કલક
(14) “રની પૂર્વે કે “ઉ’ સિવાયનો સ્વર આવે અને “રની પછી “ફ, ખું, “ કે “ફ’ આવે તો “રનો વિસર્ગ થાય.
દા. ત.,
- પુનર્ + કથન = પુનઃ + કથન = પુનઃકથન
- પુનર્ + પરીક્ષા = પુનઃ + પરીક્ષા = પુનઃપરીક્ષા
- પુનર્ + પ્રાપ્તિ = પુનઃપ્રાપ્તિ; પુનર્ + પ્રેરક = પુનઃપ્રેરક
(15) “ની પછી બીજો “ર આવે તો પહેલા “રૂનો લોપ થાય છે અને “ર” પૂર્વેનો સ્વર દીર્ઘ થાય છે.
દા. ત.,
- નિસ્ + રસ = નિર્ + રસ = નીરસ;
- નિસ્ + રોગી = નિર્ + રોગી = નીરોગી
- પુન+ રચના = પુન-રચના અથવા પુનારચના
(જોકે પુનર્ + રચના = પુનર્રચના લખાય છે તે ધ્યાનમાં રાખો.)
(18) “ર’ની પછી કોઈ પણ ઘોષ (મૃદુ) વ્યંજન આવે ત્યારે “રમાં કંઈ ફેરફાર થતો નથી; બંને શબ્દો સાથે લખીને એ “રની પછીના અક્ષર ઉપર “ર” રેકરૂપે મુકાય છે.
દા. ત.,
- અન્તર્ + યામી = અન્તર્યામી;
- ચતુર્ + વિધ = ચતુર્વિધ;
- અંતર્ + ભાવ = અંતર્ભાવ;
- પુનર્ + ગમન = પુનર્ગમન
(17) પદને અંતે “, “જુ કે “શું” આવે, તો તેનો “ફ થઈ જાય છે.
દા. ત.,
- વાર્ચ + પતિ = વાફ + પતિ = વાક્ષતિ;
- દિક્ + પાલ = દિફ + પાલ = દિક્ષાલ
- વણિર્ + પુત્ર = વણિક + પુત્ર = વણિપુત્ર
(18) અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શવ્યંજન પછી અઘોષ (કઠોર) વ્યંજન આવે ત્યારે સ્પર્શવ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે.
દા. ત.,
- આપ + કાલ = આપતું + કાલ = આપત્કાલ;
- શર + પ્રકોપ = શસ્ત્રકોપ
(19) અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શવ્યંજન પછી સ્વર કે ઘોષ (મૂદ) વ્યંજન આવે તો સ્પર્શવ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે.
દા. ત.,
- વાસ્ + દાન = વાક + દાન = વાગુ + દાન = વાગ્દાન
- અ + જ = અન્ + જ = અજ
(20) કોઈ પણ સ્પર્શવ્યંજન પછી અનુનાસિક આવે તો તે સ્પર્શવ્યંજનને બદલે તેના વર્ગનો અનુનાસિક થાય છે.
દા. ત.,
- દિફ + મૂઢ = દિક્યૂઢ;
- વાક્ + ય = વાડ્મય
(21) “તું” વર્ગના વ્યંજન પછી ‘ વર્ગનો વ્યંજન કે “શું આવે તો “તું” વર્ગના વ્યંજનને બદલે તેને મળતો “” વર્ગનો વ્યંજન થાય છે.
દા. ત.,
- ઉ+ જ્વલ = ઉજૂ + ક્વલ = ઉજ્વલ
- જગત્ + જનની = જગદ્ + જનની = જગજ + જનની = જગજ્જનની
- (‘તુ’ વર્ગનો વ્યંજન + “ચું’ વર્ગનો વ્યંજન = પહેલો પાછળના જેવો).
(22) “” વર્ગના વ્યંજન પછી હું આવે, તો ‘ત વર્ગના વ્યંજનનો “’ થાય છે.
દા. ત.,
- તત્ + લીન = તલ્ + લીન = તલ્લીન
(23) અનુનાસિક સિવાયના સ્પર્શવ્યંજન પછી “શું” આવે, તો “શુનો “છૂ’ થાય છે.
દા. ત.,
- ચિદ્ર + શક્તિ = ચિતુ + શક્તિ = ચિચ + છક્તિ = ચિચ્છક્તિ
- શ્રીમત્ + શંકરાચાર્ય = શ્રીમછંકરાચાર્ય
(24) “, “ર” કે “” અને “નની વચ્ચે “ક વર્ગનો વ્યંજન, “ વર્ગનો વ્યંજન, ”, “૨’, “’, “હું” કે સ્વર આવે અથવા કંઈ ન આવે તો “’નો “ણું” થાય છે. (પરંતુ ‘ પદને અંતે આવે તો “નનો “ણું” થતો નથી.)
દા. ત.,
- પ્ર + નામ = પ્ર + ણામ = પ્રણામ
- પરિ + નીત = પરિ + ણીત = પરિણીત
- રમ્ + અનીય = રમણીય
સમાનાર્થી, વિરૂદ્ધાર્થી, જોડણી સ્વાધ્યાય
1. સંધિ છોડો:
- લોકેષણા
- સદેવ
- જીર્ણોદ્ધાર
- સ્વેચ્છાચાર
- સ્વાધ્યાય
- મનોહર
- નિર્દોષ
- ઉપનિષદ
- પરોપકાર
- નિર્બળ
- પરિણતિ
- વિષમ
- ચંદ્રાતિ
- સ્વચ્છંદ
- તદાકાર
- સંસાર
- પ્રત્યુત્તર
- મવંતર
ઉત્તરઃ
- લોકેષણા = લોક + એષણા
- સદેવ = સદા + એવ
- જીર્ણોદ્ધાર = જીર્ણ + ઉદ્ધાર (ઉ + હાર)
- સ્વેચ્છાચાર = સ્વેચ્છા(સ્વ + ઇચ્છા) + આચાર
- સ્વાધ્યાય = સ્વ + અધ્યાય
- મનોહર.= મન (મન) + હર
- નિર્દોષ = નિ (નિ) + દોષ
- ઉપનિષદ = ઉપનિ (નિ) + સદ
- પરોપકાર = પર + ઉપકાર
- નિર્બળ = નિ (નિ) + બળ
- પરિણતિ = પરિ + નતિ
- વિષમ = વિ + સમ્
- ચંદ્રાતિ = ચંદ્ર + આકૃતિ
- સ્વચ્છંદ = સ્વ + છંદ
- તદાકાર = તત્ + આકાર
- સંસાર = સન્ + સાર
- પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર
- મવંતર = મનુ + અંતર
2. સંધિ જોડોઃ
- અનુ + સંગ
- દુર્ + બુદ્ધિ
- ધનુર્ + ધર
- અંતર્ + અંગ
- પુનર્ + લગ્ન
- પુન + પ્રતિષ્ઠા
- ઉ + ચાર
- પદ્ધ + રિપુ
- પરિ + નીતા
- વિચાર + અનીય
- પ્રતિ + અંગ
- અભિ + અંતર
- અધ(અધ:) + ગતિ
- સર્વ + ઉત્તમ
- વાફ + બાણ
- અતિ + ઉક્તિ
- પ્ર + ઇક્ષક
- સુ + સુપ્ત
ઉત્તરઃ
- અનુ + સંગ = અનુષંગ
- દુર્ + બુદ્ધિ = દુર્બુદ્ધિ
- ધનુર્ + ધ = ધનુર્ધર
- અંતર્ + અંગ = અંતરંગ
- પુનઃ લગ્ન = પુનર્લગ્ન
- પુન + પ્રતિષ્ઠા = પુનઃપ્રતિષ્ઠા
- ઉદ્ + ચાર = ઉચ્ચાર
- પદ્ધ + રિપુ = પરિપુ
- પરિ+ નીતા = પરિણીતા
- વિચાર + અનીય = વિચારણીય
- પ્રતિ + અંગ = પ્રત્યંગ
- અભિ + અંતર = અત્યંતર
- અધ(અધ:) + ગતિ = અધોગતિ
- સર્વ + ઉત્તમ = સર્વોત્તમ
- વાક + બાણ = વાગ્માણ
- અતિ + ઉક્તિ = અત્યુક્તિ
- પ્ર + ઇક્ષક = પ્રેક્ષક
- સુ + સુપ્ત = સુષુપ્ત
સમાસ અને તેના પ્રકાર
રચના :
વિગ્રહઃ સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ ને એ પછીનો શબ્દ તે ઉત્તરપદ. પૂર્વપદ અને ઉત્તરપદને છૂટાં પાડી અર્થ બતાવવાની ક્રિયા તે સમાસનો વિગ્રહ. જેના પર અર્થનો આધાર હોય એવાં બે કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને સામાસિક કે સમસ્ત પદ કહે છે.
કાર્ય સમાસ સ્વતંત્ર પદ છે અને એના વપરાશથી ભાષામાં સરળતા, સચોટતા તથા સંક્ષેપ આવે છે. શબ્દોના કરકસરભર્યા ઉપયોગથી બોલવામાં સરળતા રહે છે અને અર્થની વિવિધ છાયાઓ ભાષામાં પ્રગટે છે.
પ્રકારઃ બે કે વધુ પદો જોડાતાં સમાસ બને છે, પણ એ જોડાયેલાં પદો વચ્ચે વિવિધ સંબંધ હોય છે, એને આધારે સમાસના જુદા જુદા પ્રકારો પડે છે.
(1) ફાગણ-ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે.
- ફાગણની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે.
- ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે.
બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો સંબંધ ધરાવે છે. બંને પદ મુખ્ય છે. આવા સમાસને સર્વપદપ્રધાન સમાસ કહે છે.
(2) બધા મહાપુરુષો ટાઇમટેબલ રાખતા.
- બધા મહા ટાઇમટેબલ રાખતા.
- બધા પુરુષો ટાઇમટેબલ રાખતા.
અહીં એક પદ (પુરુષો) વાક્ય સાથે સ્વતંત્ર, સીધો સંબંધ ધરાવે છે, જ્યારે બીજું પદ (મહા) અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ . આવા સમાસને એકપદપ્રધાન સમાસ કહે છે.
(3) નર્મદાને કાંઠે મુશળધાર વરસાદ પડ્યો.
- નર્મદાને કાંઠે મુશળ વરસાદ પડ્યો.
- નર્મદાને કાંઠે ધાર વરસાદ પડ્યો.
અહીં સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી, પણ સમસ્ત પદ (મુશળધાર) વાક્યના અન્ય પદ(વરસાદ)ને આધારે રહેલું ગૌણ પદ આવા સમાસને અન્યપદપ્રધાન સમાસ કહે છે.
સમાસમાં જોડાતાં પદો વચ્ચેના સંબંધને આધારે સમાસોના પ્રકારો આ પ્રમાણે પડે છે :
- દ્વન્દ્ર,
- તત્પરુષ,
- મધ્યમપદલોપી,
- કર્મધારય,
- ઉપપદ અને
- બહુવ્રીહિ.
(1) દ્વન્દ્ર જે બે કે બેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવાં પદોના બનેલા સમાસને દ્વન્દ સમાસ કહે છે. આ પદોનો અને’, કે’, ‘અથવા’ જેવાં ઉભયાન્વયી સંયોજકોથી વિગ્રહ થાય છે.
આ સમાસ સર્વપદપ્રધાન છે.
- દાળચોખા- દાળ અને ચોખા
- સ્ત્રીપુરુષ-સ્ત્રી અને પુરુષ
- સુખદુઃખ-સુખ અને દુઃખ / સુખ કે દુઃખ
- ઊંચનીચ ઊંચ કે નીચ
- સ્ત્રીપુરુષબાળકો – સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો
(2) તત્પરુષઃ જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવાં પદોના બનેલા સમાસને તપુરુષ સમાસ કહે છે. તપુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.
આ સમાસ એકપદપ્રધાન છે.
- ધર્મનિષ્ઠા- ધર્મમાં નિષ્ઠા; ધર્મ પ્રત્યે નિષ્ઠા
- કીર્તિગાથા – કીર્તિની ગાથા
- ઉત્સવઘેલા – ઉત્સવથી ઘેલા; ઉત્સવમાં ઘેલા
- વિદ્યાભ્યાસ – વિદ્યા માટે અભ્યાસ
- જન્મદાતા- જન્મનો દાતા
(૩) મધ્યમપદલોપી જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પણ સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવાં પડતાં કડીરૂપ પદોનો લોપ થયેલો હોય તેવા સમાસને “મધ્યમપદલોપી’ સમાસ કહે છે.
- કાગળદાબણિયું – કાગળ દાબવા માટેનું દાબણિયું (વજન)
- રેવાશંકર -રવામાં (રવામ) પ્રસ્થાપિત શંકર
- મેઘધનુષ -મેઘને કારણે રચાતું ધનુષ
- રાતવાસો – રાત પડતાં કરેલો વાસો
- સભાગૃહ- સભા માટે નિયત ગૃહ
(4) કર્મધારયઃ જે સમાસમાં પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને કર્મધારય કહે છે.
આ સમાસ એકપદપ્રધાન છે.
- લંબગોળ – લાંબું ગોળ
- એકમાત્ર – માત્ર એક
- વામ્બાણ – વાવાણી)રૂપી બાણ
- નાલાયક – ના લાયક (લાયક નહિ તે)
- મહાસિદ્ધિ – મહા સિદ્ધિ
(ચાર બાબતો ધ્યાન રાખવી વિશેષણ + વિશેષ્ય વિશેષ્ય + વિશેષણ + વિશેષણ + વિશેષણ / કાં તો સરખામણીથી કર્મધારય સમાસ બને છે.)
(5) ઉપપદ જે બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ-સંબંધ હોય અને ઉત્તરપદ ક્રિયાધાતુ (ધાતુ ઉપરથી બનેલું પદ) હોય તેમજ એ બનેલો સમાસ વાક્યમાં બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે તે સમાસને ઉપપદ કહે છે.
આ સમાસ અન્યપદપ્રધાન છે.
- હરામખોર – હરામ(અણહકોનું ખાનાર
- સત્યવાદી – સત્ય વદનાર (બોલનાર)
- મુઠ્ઠીભર – મુઠ્ઠી ભરાય એટલું
- સર્વજ્ઞ – સર્વને જાણનાર
- નર્મદા – નર્મ(આનંદ)ને આપનાર
(6) બહુવહિઃ બંને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ, ઉપમાન-ઉપમેય સંબંધ અથવા પરસ્પર વિભક્તિ-સંબંધ હોય અને – એથી બનેલું સામાસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સમાસ બહુવ્રીહિ કહેવાય છે.
આ સમાસનો વિગ્રહ કરતી વખતે “જેને’, ‘જેનાથી’, ‘જેના – વડે, “જેના માટે , “જેમાંથી’, ‘જેનો’ – “જેની’ – ‘જેનું – “જેનાં કે જેમાં” – એવા “જે સર્વનામના કોઈ એક રૂપનો પ્રયોગ કરવામાં આવે છે.
આ સમાસમાં એકેય પદ પ્રધાન હોતું નથી, પણ વાક્યમાંનું બીજું કોઈ પદ પ્રધાન હોય છે. આ સમાસ અન્યપદપ્રધાન છે.
- પાણીપંથો – પાણીના જેવો છે પંથ જેનો તે (અશ્વ)
- કૃતાર્થ – કૃત છે અર્થ જેનો તે (રાજા)
- ઉદ્ભવ – ઊંચી છે ગ્રીવા જેની તે (દષ્ટિ)
- નિઃશંક – નિર્ગત છે શંકા જેમાંથી તે (વચન)
- દશાનન – દશ છે આનન જેનાં તે (રાવણ)
- નિરાશ – નિર્ગત (નષ્ટ) થઈ ગઈ છે આશા જેની તે (વ્યક્તિ)
- બહુધાન્યા – બહુ છે ધાન્ય જેમાં તે (ધરતી)
સમાસ અને તેના પ્રકાર સ્વાધ્યાય
1. નીચેના સમાસોનો વિગ્રહ કરી ઓળખાવોઃ
- માતા-પિતા
- ગર્ભશ્રીમંત
- ઘોડાગાડી
- ટપાલપેટી
- સિંહાસન
- કાજળકાળી
- ધુરંધર
- મહાબાહુ
- માનવસેવા
- લાલપીળું
- હાથચાલાકી
- દહીંવડાં
- અન્નપાણી
- દેવમંદિર
- સત્યાગ્રહ
- ગજાનન
ઉત્તરઃ
- માતા-પિતા = માતા અને પિતા – દ્વન્દ્ર
- ગર્ભશ્રીમંત = ગર્ભથી શ્રીમંત – તપુરુષ
- ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી – મધ્યમપદલોપી
- ટપાલપેટી = ટપાલની પેટી – તપુરુષ
- સિંહાસન = સિંહની આકૃતિવાળું આસન – મધ્યમપદલોપી
- કાજળકાળી = કાજળ જેવી કાળી – કર્મધારય
- ધુરંધર = ધુરાને ધારણ કરનાર – ઉપપદ
- મહાબાહુ = મહા છે બાહુ જેના તે – બહુવ્રીહિ
- માનવસેવા = માનવોની સેવા – તપુરુષ
- લાલપીળું = લાલ અને પીળું – ૮ન્દ્ર
- હાથચાલાકી = હાથની ચાલાકી – તપુરુષ
- દહીંવડાં = દહીં ભેળવેલાં વડાં – મધ્યમપદલોપી
- અન્નપાણી = અન્ન અને પાણી
- દેવમંદિર = દેવનું મંદિર – તપુરુષ
- સત્યાગ્રહ = સત્ય માટે આગ્રહ- તપુરુષ
- ગજાનન = ગજના આનન જેવું છે તે – બહુવ્રીહિ
2. નીચેના શબ્દોના સમાસના પ્રકાર લખો:
- ખાડાટેકરા
- અત્યાગ્રહ
- આવકવેરો
- હતાશ
- સિદ્ધાંતનિષ્ઠ
- જીવલેણ
- કમલપુષ્પ
- ઓછાબોલી
- જ્ઞાનમાત્ર
- ચીંથરેહાલ
- આબોહવા
- લોકસભા
- સત્યનિષ્ઠા
- આવજા
- ઋણમુક્ત
- નકામી
ઉત્તરઃ
- ખાડાટેકરા – દ્વન્દ
- અત્યાગ્રહ – કર્મધારય
- આવકવેરો – તપુરુષ
- હતાશ – બહુવ્રીહિ
- સિદ્ધાંતનિષ્ઠ – બહુવ્રીહિ
- જીવલેણ – ઉપપદ
- કમલપુષ્પ – કર્મધારય
- ઓછાબોલી – ઉપપદ
- જ્ઞાનમાત્ર – કર્મધારય
- ચીંથરેહાલ – બહુવ્રીહિ
- આબોહવા – દ્વન્દ્ર
- લોકસભા – મધ્યમપદલોપી
- સત્યનિષ્ઠા – તપુરુષ
- આવજા – દ્વન્દ્ર
- ઋણમુક્ત – તપુરુષ
- નકામી – બહુવ્રીહિ
3. તમારા પાઠ્યપુસ્તકમાંથી વધુ સમાસ શોધો, તેનો યોગ્ય અર્થ આપતો વિગ્રહ કરો અને તેનો પ્રકાર નિશ્ચિત કરો.
- ત્રણમુક્ત
- ખાદીભંડાર
- કન્યાકેળવણી
- સપ્તપદી
- કર્ણપ્રિય
ઉત્તરઃ
- ત્રણમુક્ત – ઋણમાંથી મુક્ત – તપુરુષ
- ખાદીભંડાર – ખાદીનું વેચાણ કરતો ભંડાર – મધ્યમપદલોપી
- કન્યાકેળવણી – કન્યાને ધ્યાનમાં લઈને અપાતી કેળવણી – મધ્યમપદલોપી
- સપ્તપદી – સાત પગલાં ચાલવાની લગ્નવિધિ – હિંગુ
- કર્ણપ્રિય – કર્ણને જે વધુ પ્રિય છે તે – બહુવ્રીહિ
પરીક્ષાલક્ષી સ્વાધ્યાય
[નોંધ: વ્યાકરણવિભાગ – 1માં ધ્વનિશ્રેણી, જોડણી, સંધિ તેમજ સમાસ અંગેની સૈદ્ધાંતિક ચર્ચા, તેનાં આનુષંગિક ઉદાહરણો સાથે આપેલી છે. વિદ્યાર્થીએ એનો ઝીણવટપૂર્વક, સઘન અભ્યાસ કરવો. વ્યાકરણનો જે-તે મુદ્દો બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે પુછાય છે, એ પ્રશ્નપ્રકારોને ધ્યાનમાં લઈને અહીં ‘પરીક્ષાલક્ષી સ્વાધ્યાય આપેલો છે.]
1. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડો 1 ગુણ)
- સ્ત્રી
- દઢ
- મુઠ્ઠી
- ફુગ્ગો
- મિથ્યા
- વ્યક્તિ
- નિર્ભય
- વ્રત
- સ્વાથ્ય
- સજ્જન
- આશ્રમ
- મૃત્યુ
- ઉત્સવ
- ધર્માદા
- અધ્યાત્મ
ઉત્તરઃ
- સ્ત્રી = સ્ + ૮ + ૨ + ઈ
- દઢ = ૬ + = + ટુ
- મુઠ્ઠી = સ્ + + ક્ + ક્ + ઈ
- ફુગ્ગો = ફ + + ન્ + > + ઓ
- મિથ્યા = મ્ + ઇ + + યુ + આ
- વ્યક્તિ = ન્ + યુ + અ + ફ + ત્ + ઈ
- નિર્ભય = ન્ + ઇ + ૨ + મ્ + અ + …
- વ્રત = ક્ + ૨ + અ + તું
- સ્વાથ્ય = સ્ + વ્ + આ + સ્ + ક્ + યુ + આ
- સજ્જન = સ્ + અ + જુ + ક્ + અ + નું
- આશ્રમ = આ + શું + ૨ + અ + મેં
- મૃત્યુ = મ્ + 2 + ૮ + યુ + ઉ
- ઉત્સવ = ૩ + + સ્ + અ + →
- ધર્માદા = ધુ + અ + ૨ + મ્ + આ + + આ
- અધ્યાત્મ = અ + ધુ + યુ + આ + ત્ + મ + અ
2. નીચેના શબ્દોની સાચી જોડણી વિકલ્પમાંથી શોધીને લખો 1 ગુણ)
- અનૂકુળ – (અનુકૂળ, અનૂકૂળ, અનુકુળ)
- નિષ્ક્રીય – (નિષ્ક્રિય, નિષ્ક્રિય, નિષ્ક્રીય)
- વિશુધ્ધ – (વિશુદ્ધ, વિશુધ્ધ, વીશૂદ્ધ)
- પરીણિત – (પરિણિત, પરિણીત, પરીણીત)
- અભિરૂચિ – (અભીરુચી, અભિરુચિ, અભિરુચી)
- ઉદ્યોગિક – (ઉદ્યોગીક, ઓદ્યોગિક, ઔદ્યોગીક)
- ઉમલ – (ઉર્મિલ, ઊર્મિલ, ઊર્મીલ)
- માર્ગદર્શિકા – (માર્ગદર્શિકા, માર્ગદશિકા, મગદશિકા)
- વિસ્તિર્ણ – (વિસ્તીર્ણ, વસ્તીર્ણ, વીસ્તિર્ણ)
- નિરાપરાધ – (નિરપરાધ, નિરુપરાધ, નીરાપરાધ)
- પ્રત્યુતર – (પ્રત્યુત્તર, પ્રત્યુત્તર, પ્રવ્રુત્તર).
- પરિસ્થીતિ – (પરિસ્થિતિ, પરીસ્થિતિ, પરીસ્થીતી)
- વિદ્યાર્થીનિ – (વિદ્યાર્થિની, વિદ્યાર્થિની, વિધ્યાર્થિની)
- સમાજીક – (સામાજીક, સામાજિક, સમજીક)
- વિભૂતી – (વિભૂતિ, વિભૂતી, વિભુતિ)
ઉત્તરઃ
- અનુકૂળ
- નિષ્ક્રિય
- વિશુદ્ધ
- પરિણીત
- અભિરુચિ
- ઔદ્યોગિક
- ઊર્મિલ
- માર્ગદર્શિકા
- વિસ્તીર્ણ
- નિરપરાધ
- પ્રત્યુત્તર
- પરિસ્થિતિ
- વિદ્યાર્થિની
- સામાજિક
- વિભૂતિ
3. નીચેના શબ્દોની સાચી સંધિ વિકલ્પોમાંથી શોધીને જોડો 1 ગુણ)
- પુરુષ + ઉત્તમ = (પુરુષોત્તમ, પુરૂષોત્તમ, પુરુષત્તમ)
- પુન(પુન:) + અવલોકન = (પુનરાવલોકન, પુનરવલોકન, પુનરુવલોકન)
- દુર્ + બુદ્ધિ = (દૂબૃદ્ધિ, દુરબુધ્ધિ, દુબુદ્ધિ)
- ગુણ + દોષ = (ગુણદોષ, ગુર્દોષ, સંધિ થતી નથી)
- સુ + આગત = (સ્વગત, સ્વાગત, સાગત)
- નિ(નિ) + વિકાર = (નર્વિકાર, નિર્વિકાર, નિવકાર)
- અનુ + સંગ = (અનુસંગ, અનુષંગ, અનુષંગ)
- અંતર + રંગ = (અંતરંગ, અંતરરંગ, આંતરંગ)
- સકસ્રમ્) + ધરા = (સ્ત્રગ્ધરા, સ્ત્રગ્ધરા, સગધરા)
- નિસ્ + ન = (નિર્ણય, નીર્ણય, નિરણય)
- પુરસ્ + કાર = (પુરસ્કાર, પુરષ્કાર, પુરસ્કાર)
- પો + એક = (પોક, પાવક, પોક)
- પ્રતિ + એક = (પ્રતિએક, પ્રતીક, પ્રત્યેક)
- સુ + અચ્છ = (સ્વચ્છ, સ્વાચ્છ, શ્વાસ)
- ગુરુ + ઉત્તર = (ગુરુત્તર, ગુરૂત્તર, ગૌરવતર)
ઉત્તરઃ
- પુરુષોત્તમ
- પુનરવલોકન
- દુબુદ્ધિ
- સંધિ થતી નથી
- સ્વાગત
- નિર્વિકાર
- અનુષંગ
- અંતરંગ
- સગ્ધરા
- નિર્ણય
- પુરસ્કાર
- પાવક
- પ્રત્યેક
- સ્વચ્છ
- ગુરૂત્તર
4. નીચેના શબ્દોના સમાસ વિકલ્પોમાંથી શોધીને લખો:
- માતૃતુલ્ય – (તપુરુષ, ઉપપદ, કર્મધારય).
- રીતરિવાજ – (ઉપપદ, મધ્યમપદલોપી, દ્વન્દ્ર)
- રાવણવધ – (ઉપપદ, બહુવહિ, તપુરુષ)
- શિલાલેખ – (મધ્યમપદલોપી, ઉપપદ, કર્મધારય)
- પંચાંગ – (૬, દ્વિગુ, તપુરુષ)
- ખાદીભંડાર – (બહુવ્રીહિ, મધ્યમપદલોપી, કર્મધારય)
- કૃતાર્થ – (દ્વન્દ્ર, મધ્યમપદલોપી, બહુવ્રીહિ)
- સર્વજ્ઞ – (તત્પરુષ, બહુવહિ, ઉપપદ)
- ગાયમાતા – (કર્મધારય, કન્દ, ઉપપદ)
- ભાસ્કર – (ઉપપદ, બહુવ્રીહિ, મધ્યમપદલોપી)
- બેભાન – (કર્મધારય, બહુવ્રીહિ)
- સહસ્ત્રલિંગ – (કર્મધારય, કન્દ, દ્વિગુ)
- વ્યક્તિવિશેષ – (મધ્યમપદલોપી, કર્મધારય, ઉપપદ)
- સિંહાસન – (કર્મધારય, બહુવ્રીહિ, મધ્યમપદલોપી)
- અન્નપાણી – (૮ન્દ્ર, હિંગુ, તપુરુષ)
ઉત્તરઃ
- તપુરુષ
- દ્વન્દ્ર
- તત્પરુષ
- મધ્યમપદલોપી
- દ્વિગુ
- મધ્યમપદલોપી
- બહુવ્રીહિ
- ઉપપદ
- કર્મધારય
- ઉપપદ
- બહુવીહિ
- હિંગુ
- કર્મધારય
- મધ્યમપદલોપી
- દ્વન્દ્ર
5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે વિકલ્પને આધારે શોધીને લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
- રાજચંદ્ર
- નિવૃત્તિ
- ઉદાસીન
- ફોજદાર
- સ્વજન
- અસ્તિત્વ
- વ્યર્થ
- અભિમુખ
- મધ્યકાલીન
- સ્વાદિષ્ઠ
- પ્રવાહી
- પ્રત્યુત્તર
- વિખ્યાત
- ગતિભંગ
- જીવલો
ઉત્તરઃ
- એક પણ પ્રત્યય નહિ
- પૂર્વપ્રત્યય
- પરપ્રત્યય
- પરપ્રત્યય
- એક પણ પ્રત્યય નહિ
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પરપ્રત્યય
- પરપ્રત્યય
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- એક પણ પ્રત્યય નહિ
- પરપ્રત્યય
6. નીચેના શબ્દ-જોડકાના જોડણીભેદે થતો અર્થભેદ જણાવો?
- વિદ્યાર્થિની – વિદ્યાર્થીની
- સમ – શમ
- વારવું – વાળવું
- વંદ્ય – વંધ્ય
- વધુ – વધૂ
- લક્ષ્ય લક્ષ
- મૂરત – મુરત
- મારુ – મારું
- ભાલ – ભાલું
- ભવન – ભુવન
- બેવખત – બે વખત
- ફંડ – ફંદ
- પૃષ્ઠ – પૃષ્ઠ
- પુરી – પૂરી
- નિવૃત્તિ – નિવૃતિ
ઉત્તરઃ
- વિદ્યાર્થિની – ભણનારી છોકરી
વિદ્યાર્થીની – “વિદ્યાર્થીની છઠ્ઠી વિભક્તિ - સમ – સરખું; સોગન
શમ – શાંતિ - વારવું – અટકાવવું
વાળવું – વાંકું કરવું - વંદ્ય – વંદન કરવા યોગ્ય
વંધ્ય – વાંઝિયું - વધુ – વધારે
વધૂ-વહુ - લક્ષ્ય – લક્ષ આપવા જેવું
લક્ષ – લાખ; ધ્યાન - મૂરત – મૂર્તિ
મુરત – મુહૂર્ત (શુભવેળા) - મારુ – પ્રીતમ
મારું – “હું’ની છઠ્ઠી વિભક્તિ - ભાલુ- રીંછ
ભાલું – એક હથિયાર - ભવન – મકાન
ભુવન – જગત - બેવખત – અયોગ્ય સમયે
બે વખત – બે વાર - ફંડ- ઉઘરાણું
હિંદ – કાવતરું - પૃષ્ટ – પુછાયેલું
પૃષ્ઠ – પીઠ, પાનું - પુરી – નગરી
પૂરી – એક તળેલી વાનગી - નિવૃત્તિ નિરાંત, ફુરસદ
નિવૃતિ – શાંતિ, સંતોષ