Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 3 સુદામાચરિત્ર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 3 સુદામાચરિત્ર
Class 11 Gujarati Textbook Solutions Chapter 3 સુદામાચરિત્ર Textbook Questions and Answers
સુદામાચરિત્ર સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સુદામા પત્નીને શું માનવા કહે છે?
ઉત્તરઃ
સુદામા પત્નીને પોતાની શિખામણ માનવા કહે છે.
![]()
પ્રશ્ન 2.
સુદામાં કયા બે મિત્રોનો ઉલ્લેખ કરે છે?
ઉત્તરઃ
સુદામા સુફત અને દુકૃત મિત્રોનો ઉલ્લેખ કરે છે.
પ્રશ્ન 3.
સુદામા એની પત્નીને ‘ક્યાંથી જમીએ શાળ?’ – એમ શા માટે કહે છે ?
ઉત્તરઃ
સુદામા એની પત્નીને ક્યાંથી જમીએ શાળ?” એમ કહે છે, કારણ કે ખેતરમાં હલકું અનાજ વાવ્યું હોય તો તેમાં શાળ (ડાંગર) પાકે નહિ.
પ્રશ્ન 4.
સુદામાનાં બાળકો શા કારણે રડે છે?
ઉત્તરઃ
સુદામાનાં બાળકો ભૂખ્યાં છે, પરંતુ ઘરમાં ખાવા માટે : અન્ન નથી તેથી રડે છે.
પ્રશ્ન 5.
આ આખ્યાનખંડમાં સ્ત્રી માટે કયા કયા શબ્દો પ્રયોજાયા છે?
ઉત્તર :
“સુદામાચરિત્ર’ આખ્યાન-ખંડમાં સ્ત્રી માટે “સુંદરી’, “અબળા’ શબ્દો પ્રયોજાયા છે.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પોતાને અન્ન ન મળવા પાછળ સુદામાએ કયાં કારણો રજૂ કર્યો છે?
ઉત્તરઃ
પોતાને અન્ન ન મળવા પાછળનાં કારણો દર્શાવતાં સુદામા કહે છે કે આપણે એકાદશી-વ્રત કર્યા નથી; તીર્થયાત્રા કરી નથી; અગ્નિને આહુતિ આપી નથી; કૂતરાં-કાગડા-ગાય માટે જુદું અન્ન કાઢ્યું નથી તેમજ બ્રહ્મભોજન કરાવ્યાં નથી. આપણે અતિથિને નિરાશ કર્યા છે તેમજ હોમહવન કર્યા નથી.
![]()
પ્રશ્ન 2.
સુદામાપત્ની પુરાણોમાંથી કોનાં કોનાં દૃષ્ટાંતો ટાંકે છે?
ઉત્તર :
સુદામાપત્ની પુરાણોમાંથી દષ્ટાંતો ટાંકતાં કહે છે કે શિવે ઘેર અન્નપૂર્ણા રાખ્યાં હતાં; સૂર્યએ અક્ષયપાત્ર રાખ્યું હતું, ઋષિઓ કામધેનુને સેવતા હતા તેમજ દેવો કલ્પવૃક્ષને સેવતા હતા.
પ્રશ્ન 3.
સુદામાપત્નીને સુદામાની જ્ઞાનની વાતો કેમ ગળે ઊતરતી નથી?
ઉત્તરઃ
સુદામાપત્નીને સુદામાની જ્ઞાનની વાતો ગળે ઊતરતી નથી, કારણ કે જ્ઞાનની વાતોથી પેટ ભરાય નહિ. ઘરમાં બાળકો ભોજન માટે રડી રહ્યાં છે, પણ તેઓને માટે ઘરમાં કશું ખાવાનું નથી.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
આ કાવ્યમાં રજૂ થયેલી સુદામાની દરિદ્રતા તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
‘સુદામાચરિત્ર’ કાવ્યમાં સુદામાનાં પત્નીના મુખથી આંખમાં આંસુ સાથે સુદામાની દરિદ્રતાનું કરેલું વર્ણન સાંભળવા મળે છે. ઘરમાં અન્ન વિના બાળકો ભૂખે ટળવળે છે.
કામ કે મોક્ષની પ્રવૃત્તિ અન્ન વિના શક્ય નથી. અન્ન મળે તો જ જીવી શકાય અને તો જ ધર્મનું આચરણ કરી શકાય. જ્ઞાનબોધથી પેટ ભરાય નહિ.
સુદામાનાં પત્ની સુદામાને કૃષ્ણ બળદેવ પાસે જઈને યાચના કરવા કહે છે. તેમને વિશ્વાસ છે કે ભગવાન વિષ્ણુ તેમના લલાટે લખાયેલા દારિદ્રના અક્ષર તે જ વખતે ધોઈ નાખશે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 3 સુદામાચરિત્ર Additional Important Questions and Answers
સુદામાચરિત્ર પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
પ્રશ્ન 2.
સુદામાજી તેમનાં પત્નીને શી શિખામણ આપે છે?
ઉત્તરઃ
સુદામાજી તેમનાં પત્નીને શિખામણ આપતાં કહે છે કે વિધાતાએ જે લેખ લખ્યા હોય તે પ્રમાણે જ આપણે સુખદુઃખ પામીએ છીએ. પાપ અને પુણ્ય બંને મિત્ર છે.
બંને સાથે જ રહે છે. આપણે દાન આપ્યું હોય તો જ પામી શકીએ છીએ. જેવું વાવીએ તેવું લણીએ. ખેતરમાં હલકું અનાજ વાવીને સારું અનાજ મેળવવાની આશા રાખી શકાય નહિ.
![]()
પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. અગિયારસનું વ્રત કરવું જોઈએ. તીર્થયાત્રા કરવી જોઈએ. ઉપવાસ કરવા જોઈએ. કૂતરાંકાગડા-ગાયને માટે જુદું અન્ન કાઢવું જોઈએ. બ્રહ્મભોજન કરાવવું જોઈએ. હરિપ્રસાદનો અનાદર કરવો જોઈએ નહિ.
આપણે આવા કર્મો કર્યા નથી. માટે જ આપણે દરિદ્ર છીએ.
પ્રશ્ન 2.
સુદામાનાં પત્ની અન્નનો મહિમા સમજાવતાં શું કહે છે?
ઉત્તરઃ
સુદામાનાં પત્ની અન્નનો મહિમા સમજાવતાં કહે છે કે કોઈને અન્ન વિના ચાલે નહિ. ભૂખે ભજન થાય નહિ. આખું જગત અન્નથી જ જીવે છે. શિવજીએ અન્નપૂર્ણા ઘેર રાખ્યાં છે. સૂર્યએ અક્ષયપાત્ર રાખ્યું છે. ઋષિઓ કામધેનુને સેવે છે અને મનવાંછિત આહાર પામે છે.
અન્ન મળે તો જ જીવી શકાય અને જીવી શકાય તો જ કામ કે મોક્ષ માટેની તમામ પ્રવૃત્તિઓ થઈ શકે. સમગ્ર સંસાર અન્નથી જ ઊભો છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સુદામા પત્નીને સંતોષ માનવા કેમ કહે છે?
ઉત્તરઃ
સુદામા પત્નીને સંતોષ માનવા કહે છે, કારણ કે તેઓએ પૂર્વજન્મમાં અનેક પાપો કર્યા હોવા છતાં તેમનો પશુનો અવતાર છૂટી ગયો છે. તેઓ મનુષ્ય અવતાર પામ્યાં છે.
પ્રશ્ન 2.
સુદામા પત્નીને આશ્વાસન આપતાં શું કહે છે?
ઉત્તરઃ
સુદામા પત્નીને પોતાનું મન હરિચરણે સોંપવા કહે છે. પ્રભુભક્તિથી સર્વપ્રકારની સમૃદ્ધિ પામીશું. તેથી તે તેમને ધીરજ રાખવા કહે છે.
3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
 “સુંદરી’ શબ્દ કોના માટે વપરાયો છે?
ઉત્તરઃ
“સુંદરી” શબ્દ સુદામાનાં પત્ની માટે વપરાયો છે.
![]()
પ્રશ્ન 2.
“સુદામાચરિત્ર’ આખ્યાન-ખંડમાં “ઋષિરાયજી’ શબ્દ કોને માટે પ્રયોજાયો છે?
ઉત્તર :
“સુદામાચરિત્ર’ આખ્યાન-ખંડમાં ‘ઋષિરાયજી’ શબ્દ સુદામા માટે પ્રયોજાયો છે.
પ્રશ્ન 3.
“કામધેનુ’ એટલે શું?
ઉત્તરઃ
“કામધેનુ’ એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય.
પ્રશ્ન 4.
કલ્પવૃક્ષ’ એટલે શું?
ઉત્તરઃ
“કલ્પવૃક્ષ’ એટલે સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ, જેની નીચે બેસીને વ્યક્તિ જે સંકલ્પ કરે તે વસ્તુ તેને મળે.
પ્રશ્ન 5.
સુદામાપત્ની સુદામાને કોની પાસે યાચના કરવા કહે છે?
ઉત્તરઃ
સુદામાપત્ની સુદામાને કૃષ્ણ બળદેવ પાસે યાચના કરવા કહે છે.
![]()
પ્રશ્ન 6.
સુદામાપત્નીને ત્રિકમ પર શો ભરોસો છે?
ઉત્તરઃ
સુદામાપત્નીને ભરોસો છે કે ત્રિકમ સુદામાની યાચના સ્વીકારી તેમનાં દરિદ્રતાનાં ઝાડ તરત જ છેદી નાખશે.
4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“સુદામાચરિત્ર’ના કવિનું નામ જણાવો.
(a) અખો
(b) પ્રેમાનંદ
(c) મીરાંબાઈ
(d) દયારામ
ઉત્તરઃ
(b) પ્રેમાનંદ
પ્રશ્ન 2.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ “આખ્યાન કવિ’નું નામ જણાવો.
(a) પ્રેમાનંદ
(b) નરસિંહ મહેતા
(c) ઉમાશંકર જોશી
(d) દલપતરામ
ઉત્તરઃ
(a) પ્રેમાનંદ
![]()
પ્રશ્ન 3.
“સુદામાચરિત્ર’નો કાવ્યપ્રકાર જણાવો.
(a) આખ્યાન-ખંડ
(b) પદ
(c) ઊર્મિકાવ્ય
(d) ગઝલ
ઉત્તરઃ
(a) આખ્યાન-ખંડ
પ્રશ્ન 4.
પ્રેમાનંદના આખ્યાનનું નામ જણાવો.
(a) કુંવરબાઈનું મામેરું
(b) માંગલિક ગીતાવલી
(c) વસંતોત્સવ
(d) ઈલાકાવ્યો
ઉત્તરઃ
(a) કુંવરબાઈનું મામેરું
સુદામાચરિત્ર વ્યાકરણ
1. નીચેનાં વાક્યો ભાષાની દૃષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
પ્રશ્ન 1.
(1) વીધીએ જે લેખ લખ્યું હોય તે પ્રમાણે થાય છે.
(2) પાણી પહેલા પાળ બાંધવો જોઈએ.
(3) આપણાં ઉંદર પાપે ભર્યું છે.
ઉત્તરઃ
(1) વિધિએ જે લેખ લખ્યો હોય તે પ્રમાણે થાય છે.
(2) પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ.
(3) આપણાં ઉદર પાપથી ભરેલાં છે.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
પ્રશ્ન 1.
(1) આત્માની સાથે પ્રાણ જાય છે.
(2) આપણે પશુનો અવતાર પામ્યાં નથી.
(3) અન વિના કોને ચાલે?
ઉત્તરઃ
(1) ની
(2) એ, નો
(3) એ
![]()
૩. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ
(1) પાણી પહેલાં પાળ બાંધવી -અગમચેતી દાખવવી, આપત્તિ આવ્યા પહેલાં જ નિવારણ કરવું
વાક્યઃ જે પાણી પહેલાં પાળ બાંધે છે તે કુદરતી આફત વખતે પોતાનો બચાવ કરી શકે છે.
(2) પાડ માનવો – આભાર માનવો
વાક્યઃ પોતાના બાળકને ટાંકીમાં પડી જતું બચાવ્યું તેથી તે બાળકની માએ જયેશભાઈનો પાડ માન્યો.
4. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખો
પ્રશ્ન 1.
(1) પછે
(2) બોલિયા
(3) રાખિયા
(4) અપવાસ
ઉત્તરઃ
(1) પછી
(2) બોલ્યા
(3) રાખ્યા
(4) ઉપવાસ
5. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
પ્રશ્ન 1.
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) શિખામણ – સૂર્ય, ભાનુ
(2) અતીત – દેવ, દેવતા
(3) રવિ – બોધ, સલાહ વિના, વગર
(5) વિણ – અતિથિ, મહેમાન
(6) તૃપ્ત – ધરાયેલું, સંતુષ્ટ
ઉત્તરઃ
(1) શિખામણ – બોધ, સલાહ
(2) અતીત – અતિથિ, મહેમાન
(3) રવિ – સૂર્ય, ભાનુ
(4) સુર – દેવ, દેવતા
(5) વિણ – વિના, વગર
(6) તૃપ્ત – ધરાયેલું, સંતુષ્ટ
![]()
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- સુકૃત ✗
 - તૃપ્ત ✗
 - જડ ✗
 - મિત્ર ✗
 - અમૃત ✗
 - જ્ઞાન ✗
 - જમણો ✗
 - પ્રથમ ✗
 - પાપ ✗
 - સંતોષ ✗
 
ઉત્તરઃ
- સુકૃત ✗ દુકૃત
 - તૃપ્ત ✗ અતૃપ્ત
 - જડ ✗ ચેતન
 - મિત્ર ✗ દુશ્મન
 - અમૃત ✗ ઝેર
 - જ્ઞાન ✗ અજ્ઞાન
 - જમણો ✗ ડાબો
 - પ્રથમ ✗ અંતિમ
 - પાપ ✗ પુણ્ય
 - સંતોષ ✗ અસંતોષ
 
![]()
7. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
- સીખામણ
 - હરીપ્રશાદ
 - અમૃત
 - ભકતી
 - અનપુર્ણા
 - મનવાંછીત
 - ઋષી
 - દ્રારીકા
 - ઘરણીધર
 - ત્રીકમ
 
ઉત્તરઃ
- શિખામણ
 - હરિપ્રસાદ
 - અમૃત
 - ભક્તિ
 - અન્નપૂર્ણા
 - મનવાંછિત
 - ઋષિ
 - દ્વારિકા
 - ધરણીધર
 - ત્રિકમ
 
![]()
8. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ
પ્રશ્ન 1.
(1) નિર્મુખ
(2) સંતોષ
ઉત્તરઃ
(1) નિર્મુખ = નિઃ + મુખ
(2) સંતોષ = સમ્ + તોષ
9. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- ગોગ્રાસ –
 - બ્રહ્મભોજન –
 - હરિપ્રસાદ –
 - હરિચરણ –
 - નવનિધિ –
 - અન્નપૂર્ણા –
 - કલ્પવૃક્ષ –
 - કામધેનુ –
 - પ્રાણનાથ –
 
ઉત્તરઃ
- ગોગ્રાસ – મધ્યમપદલોપી સમાસ
 - બ્રહ્મભોજન – તપુરુષ સમાસ
 - હરિપ્રસાદ – મધ્યમપદલોપી સમાસ
 - હરિચરણ – તપુરુષ સમાસ
 - નવનિધિ – દ્વિગુ સમાસ
 - અન્નપૂર્ણા – ઉપપદ સમાસ
 - કલ્પવૃક્ષ – મધ્યમપદલોપી સમાસ
 - કામધેનુ – મધ્યમપદલોપી સમાસ
 - પ્રાણનાથ – તપુરુષ સમાસ
 
સુદામાચરિત્ર Summary in Gujarati
સુદામાચરિત્ર પ્રાસ્તાવિક
મધ્યકાલીન કાવ્યસ્વરૂપ આખ્યાનનો આ ખંડ છે, જેને “કડવું કહે છે. તેમાં પૌરાણિક કથાનકનો વિષયવસ્તુ તરીકે કવિએ ઉપયોગ કર્યો છે. આ કડવામાં બે પાત્રો છેઃ સુદામા અને સુદામાનાં પત્ની. સુદામા પ્રારબ્ધવાદી છે. સુદામાનાં પત્ની પુરુષાર્થવાદી છે.
સુદામા એમનાં પત્નીને કહે છે કે, આપણને આપણા પૂર્વજન્મનાં કર્મ પ્રમાણે ફળ મળે છે. પૂર્વજન્મમાં પુણ્યકાર્ય ન કર્યું હોય, દાન ન આપ્યું હોય તો આ જન્મમાં વૈભવી જીવનની આશા રાખી શકાય નહીં. પ્રભુકૃપાથી જે મળે તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ.
![]()
પતિના જ્ઞાનબોધ સામે એમનાં પત્ની સુદામાને નક્કર વાસ્તવિકતા સમજાવી શ્રીકૃષ્ણની સહાય મેળવવા વિનવે છે.
તે કહે છે કે ભૂખે ભક્તિ ના થાય. અન્ન વિના કોઈને ચાલતું નથી. ભૂખે ટળવળતાં બાળકોને તત્ત્વજ્ઞાન વડે આશ્વાસન આપી શકાય નહીં. મોટા દેવ શિવ પોતાની પાસે અન્નપૂર્ણાને રાખે છે.
સૂર્યદેવ પોતાની પાસે અક્ષયપાત્ર રાખીને જગતનું પોષણ કરે છે. સપ્તર્ષિઓ કામધેનુને આરાધે છે. આમ, અન્ન વિના કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી.
પતિ-પત્નીના સંવાદમાં આટલી વિકટ પરિસ્થિતિમાં પણ કડવાશ નથી, તે આ કડવું વાંચતાં સમજાય છે.
આ કડવું રાગ સાથે ગાન કરવાની મજા આવે તેવું છે.
સુદામાચરિત્ર કાવ્યની સમજૂતી
પછી સુદામાજી બોલ્યા, સુંદરી (તું) સાંભળ, (સુંદરી-સુદામાનાં પત્ની) હું શિખામણ આપું તે માન, (તેને) ઘેલી કોણે કરી?
નિર્માણ થયેલું છે તે પામીએ, સુંદરી (૮) સાંભળ, ભાગ્યદેવતાએ નફો-નુકસાન લખ્યું છે, (તેને) ઘેલી કોણે કરી?
પાપ-પુણ્ય બે મિત્ર છે, સુંદરી (૮) સાંભળ, આત્માની સાથે પ્રાણ જાય છે. (તને) ઘેલી કોણે કરી?
આપ્યા વિના પામીએ નહિ, સુંદરી (૮) સાંભળ, (આપણે) જમણે હાથે આપ્યું નથી (દાન કર્યું નથી). (તને) ઘેલી કોણે કરી?
જો (ખેતર) ખેડી હલકું ધાન વાવીએ, સુંદરી (૮) સાંભળ, તો ડાંગર ક્યાંથી જમીએ? (તેને) ઘેલી કોણે કરી?
[કર્મ કર્યા હોય તેવાં ફળ મળે.
પાણી વહી ગયા પછી પસ્તાવાનો શો અર્થ? સુંદરી (૮) સાંભળ, જો પહેલાં પાળ બાંધી નહિ. (તો) ઘેલી કોણે કરી?
[પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ.]
![]()
(આપણે) એકાદશી વ્રત કીધાં નથી, સુંદરી (૮) સાંભળ, (આપણે) તીર્થયાત્રા કે ઉપવાસ કીધાં નથી, (તને) ઘેલી કોણે કરી?
(આપણે) અગ્નિને તૃપ્ત કીધા નથી, સુંદરી (૮) સાંભળ, (આપણે) કૂતરાં-કાગડા-ગાયને માટે જમતાં પહેલાં જુદું ખાવાનું કાઢેલ નથી, (તેને) ઘેલી કોણે કરી?
(આપણે) બ્રહ્મભોજન કીધાં નથી, સુંદરી (૮) સાંભળ, (આપણે) હોમહવન કીધાં નથી. (તને) ઘેલી કોણે કરી?
(આપણે) અતિથિને જમાડ્યા વિના વિદાય કર્યા, સુંદરી (૮) સાંભળ, તો (આપણે) ક્યાંથી અન્ન પામીએ? (તો) ઘેલી કોણે કરી?
(આપણે) હરિપ્રસાદ લીધો નથી, સુંદરી (૮) સાંભળ, (આપણે) હોમેલાનો શેષ ભાગનો આહાર કીધો નથી, (તેને) ઘેલી કોણે કરી?
(આપણાં) આ પેટ પાપથી ભરેલાં છે, સુંદરી (૮) સાંભળ, (આપણે) પશુનો અવતાર છૂટ્યાં, (તને) ઘેલી કોણે કરી?
[આપણાં આટલાં પાપ છતાં આપણે પશુનો અવતાર પામ્યાં નથી.]. (આપણે) સંતોષરૂપી અમૃત ચાખીએ, સુંદરી (૮) સાંભળ, (આપણે) હરિચરણે (આપણે) મન સોંપીએ, (તો) ઘેલી કોણે કરી?
[આપણે પ્રભુસ્મરણમાં મન પરોવીએ, સંતોષ રાખીએ…
(આપણે) ભક્તિથી નવનિધ (સર્વ પ્રકારની સમૃદ્ધિ) પામીશું, સુંદરી (૮) સાંભળ, તમે -સ્ત્રીજન – ધીરજ ધરો. (તને) ઘેલી કોણે કરી?
આંખમાં આંસુ ભરી અબળા (સુદામાનાં પત્ની) કહે, ઋષિરાયજી (સુધમા), મારું મન જડ (લાગણી વગરનું) થઈ ગયું છે. હું તમને) પાય લાગું છું.
એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી (સુદામા), (કારણ કે). બાળક અન્ન (ભોજન) માટે રડે છે, હું તમને) પાય લાગું છું. .
કોઈને અન્ન (ભોજન) વિના ચાલે નહિ, ષિરાયજી (પછી તે ભલે) મોટા જોગેશ્વર (શિવ) કે હરિભક્ત (વિષ્ણુ) (હોય). હું તમને, પાય લાગું છું.
અન્ન (ભોજન) વિના ભજન (ભક્તિ) સૂઝે નહિ, ઋષિરાયજી, આખું (સમગ્ર) જગત અન્ન(ભોજન)થી જ જીવે છે, હું તમને) પાય લાગું છું.
![]()
શિવે (શંકર) અન્નપૂર્ણા ઘેર રાખ્યાં છે, ઋષિરાયજી, રવિએ અક્ષયપાત્ર રાખ્યું છે, હું તમને) પાય લાગું છું.
ઋષિઓ કામધેનુની સેવા કરે છે, ઋષિરાયજી, તો આપણે તે કોણ માત્ર? (હું તમને) પાય લાગું છું.
(આપણે મનોકામના પૂર્ણ કરવા પુરુષાર્થ ન કરવો પડે?) સુર (દવ) કલ્પવૃક્ષની સેવા કરે છે, ઋષિરાયજી, (અને) મનવાંછિત (ઇચ્છિત) ભોજન પામે છે, હું તમને પાય લાગું છું.
અન(ભોજન) વિના ધર્મ, પ્રાણ (ટકે) નહિ, ઋષિરાયજી, સકળ સંસાર અન્ન(ભોજન)થી જ ટક્યો છે. હું તમને) પાય લાગું છું.
ફેરાનું ફળ જશે નહિ (પ્રયત્ન નિષ્ફળ નહિ જાય), ઋષિરાયજી, કૃષ્ણ બળદેવ પાસે જઈને યાચના કરો. (હું તમને) પાય લાગું છું. (વલણ)
દારિદ્રના અક્ષર લખ્યા છે (નસીબમાં ગરીબી લખી છે), ઋષિરાયજી, (તે) ધરણીધર (વિષ્ણુ) તરત જ ધોશે (દૂર કરશે), (હું તમને) પાય લાગું છું.
ત્રિકમ (વિષ્ણુ) તરત જ દારિદ્ર(ગરીબી)નાં ઝાડ કાપી નાખશે. પ્રાણનાથ (સુદામા) (તમે) દ્વારિકા પધારો (જાવ), હું તમારો આભાર માનું છું.
સુદામાચરિત્ર શબ્દાર્થ
- પછે – પછી, પાછળ, પાછળથી.
 - સુદામાજી – સુદામા, શ્રીકૃષ્ણનો એક ગરીબ સહાધ્યાયી મિત્ર.
 - બોલિયા – બોલ્યા. 

 - સુણ – સુણવું તે, શ્રવણ, (અહીં સાંભળો. શિખામણ બોધ શિક્ષા, સલાહ.
 - ઘેલી – ગાંડી, અક્કલ વગરની.
 - નિમ્યું – નિર્મિત, નિર્માયેલું, રચાયેલું, નક્કી થયેલું, નિયત.
 - પામીએ – પ્રાપ્ત કરીએ, મેળવીએ.
 - વિધિએ -બ્રહ્માએ, ભાગ્યદેવતાએ.
 - વૃદ્ધિ – વધારો, આબાદી.
 - હાણ – હાનિ, નુકસાન.
 - સુકૃત – સારું કામ, પુણ્ય.
 - દુકૃત – ખરાબ કામ, પાપ.
 - ખડધાન -ખડની જેમ વગર ખેડે ઊગતું ધાન, ખેડ્યા કે વાવ્યા વિના થતું ધાન (સામો, મણકી વગેરે), હલકી જાતનું અન્ન.
 - ખેડી -ખેડવું, જમીનને હળ વડે ખોદી, ચાસીને પોચી કરવી.
 - શાળ – ડાંગર, એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે.
 - શોચના – શોચ, શોક, ફિકર, પસ્તાવો.
 - પાળ -પ્રવાહીને વહી જતું અટકાવવા કરેલી આડ.
 - એકાદશી વ્રત – અગિયારસનું વ્રત.
 - કીધાં – કર્યા.
 - અપવાસ – ઉપવાસ.
 - તૃપ્ત – ધરાયેલું, સંતુષ્ટ.
 - શ્વાન – કૂતરો.
 - વાયસ – કાગડો. 

 - ગૌગ્રાસ – ગાયને માટે જુદું કાઢેલું અન્ન.
 - બ્રહ્મભોજન-બ્રાહ્મણને જમાડવા તે.
 - હોમહવન-યજ્ઞ.
 - અતીત – અતિથિ, મહેમાન, અભ્યાગત, ભિક્ષુક.
 - નિર્મુખ-ખાધા વગર પાછું ગયેલું,
નિરાશ થઈ પાછું ગયેલું. - વાળિયા – વળાવવું, (અહીં) વિદાય કર્યા.
 - અન – અનાજ, ખોરાક.
 - હરિપ્રસાદ – (અહીં) દેવને ધરેલ નૈવેધ.
 - હુતશેષ – (અહીં)
 - હોમેલું – બલિરૂપ આપેલો શેષ ભાગ, પ્રસાદ.
 - આહાર – ખોરાક, ખાવું તે, ખાનપાન.
 - ઉદર – પેટ.
 - સંતોષઅમૃત – સંતોષરૂપી અમૃત.
 - હરિચરણ – (અહીં) પ્રભુના પગમાં.
 - નવનિધ – કુબેરના નવ ભંડાર, સર્વ પ્રકારની સમૃદ્ધિ.
 - ધીર – ધીરજ.
 - અબળા – સ્ત્રી.
 - ઋષિરાયજી – (અહીં) સુદામા માટે તેમની પત્નીએ વાપરેલું સંબોધન.
 - જડ- જીવ વિનાનું, સ્થળ, લાગણી, બુદ્ધિ કે ફૂર્તિ વિનાનું.
 - લાગું પાયજી – પગે લાગું છું.
 - જોગેશ્વર – યોગેશ્વર – શિવ, મહાદેવ.
 - હરિભક્ત – વિષ્ણુ, શ્રીકૃષ્ણનો ભક્ત, હરિનો ભક્ત.
 - વિણ – વિના, વગર.
 - સૂઝે – સૂઝવું તે, સમજ, ગમ.
 - અન્નપૂર્ણા – અન્ન 

 - પૂરનારી – પૂરું પાડનારી દેવી.
 - રવિ – સૂર્ય.
 - અક્ષયપાત્ર- જેમાંથી વસ્તુ ખૂટે જ નહિ એવું વાસણ.
 - સેવે – સેવવું તે, સેવા કરવી, ઉપયોગમાં લેવું. કામધેનુ મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય.
 - સુર -દેવ.
 - કલ્પવૃક્ષ – સ્વર્ગનું એક કાલ્પનિક ઝાડ કે જેની નીચે બેસીને જે સંકલ્પ કરે તે વસ્તુ મળે એવું ઝાડ.
 - મનવાંછિત -મનથી ઇચ્છેલું.
 - સકળ – સર્વ, તમામ.
 - સંસાર – સૃષ્ટિ, જગત.
 - ફેરાનું ફળ – (અહીં) પૃથ્વી પર જન્મ લીધાનું ફળ.
 - જાચો – જાચવું, યાચવું, યાચના કરવી, માગવું.
 - બળદેવ – શ્રીકૃષ્ણના મોટા ભાઈ.
 - દારિદ્ર – દરિદ્રતા, ગરીબાઈ.
 - ધરણીધર – (અહીં) વિષ્ણુ.
 - તતખેવ – તે જ વખતે, તરત જ.
 - ત્રિકમ – ત્રિવિકમ, વિષ્ણુ.
 - છેદશે – છેદવું, કાપવું.
 - પ્રાણનાથ – પ્રાણનો નાથ, પતિ, (અહીં) કૃષ્ણ.
 - દ્વારિકા – એક 

 - તીર્થ – કૃષ્ણના રાજ્યની