Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં Textbook Questions and Answers

વડલો ને પંખીડાં સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
વડલો પંખીઓને શી વિનંતી કરે છે?
ઉત્તર :
વનરાઈમાં આગ લાગી છે માટે જૂના માળા મૂકી પાંખોવાળાં પંખીઓને ઊડી જવા વિનંતી કરે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 2.
વડલાના હૈયામાં શું સમાયેલું છે?
ઉત્તરઃ
વડલાના હૈયામાં પંખીઓના મીઠાં ટહુકા સમાયેલા છે.

પ્રશ્ન 3.
સંગાથ છોડનારાને માટે કાગ શું કહે છે?
ઉત્તરઃ
જે મુસીબતને સમયે સાથ છોડે એને કલંક જ લાગે એમ કાગ કહે છે.

પ્રશ્ન 4.
કયો પડદો સંગાથના સંબંધોમાં અવરોધક છે?
ઉત્તરઃ
મોતનો પડદો સંગાથના સંબંધમાં અવરોધક છે.

પ્રશ્ન 5.
પંખીઓ શું ઈચ્છે છે?
ઉત્તરઃ
મુસીબતને સમયે સાથ છોડવાને બદલે સાથે જ મોતને ભેટવું એવું પંખીઓ ઈચ્છે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
વનરાઈમાં આગનું દૃશ્ય કેવું છે?
ઉત્તરઃ
જંગલમાં આગ લાગી છે. આગની જ્વાળાઓ છેક આભ સુધી પહોંચી છે. પવનની દિશામાં આગ આગળ વધી રહી છે. અને તે વડલાથી ઘણી નજીક પહોંચી ગઈ છે. એ જ્વાળાઓ થોડી જ ક્ષણોમાં વડલાને સ્પર્શી જશે. આમ, આગનું દશ્ય ખૂબ ભયંકર છે. એ થોડા જ સમયમાં આખા જંગલને બાળીને ખાક કરી દેશે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 2.
પંખીઓ વડને શો જવાબ આપે છે?
ઉત્તરઃ
વડલાને પંખીઓએ કહ્યું, “તારે આશ્રયે ઈંડાં ઉછેર્યા, અમે તારા મીઠાં રસદાર ફળો ખાધાં, હવે મરવાનો વારો આવ્યો ત્યારે અમે તમને છોડીને ચાલ્યા જઈએ તો અમે સ્વાર્થી કહેવાઈએ અને અમને વિશ્વાસઘાત કર્યાનું કલંક લાગે.” આમ કહીને પંખીઓએ પોતાના પાલનહાર વડલાએ કરેલા ઉપકારને વ્યક્ત કરીને અંત સુધી સાથ ન છોડવા જણાવે છે.

પ્રશ્ન 3.
ભાવિ અંગેની શી કલ્પના કવિ કરે છે?
ઉત્તરઃ
જંગલમાં લાગેલી આગમાંથી બચવાનો કોઈ ઉપાય ન દેખાતા વડલો પાંખોવાળા પંખીઓને ઊડી જવા કહે છે. પંખીઓ પર વડલાના અનેક ઉપકાર છે. પંખીઓ આ ઉપકારને કદી ભૂલી શકે એમ નથી.

માટે તેઓ વડલાને પોતાનો આખરી નિર્ણય જણાવે છે; “આ આગમાં આપણે સાથે બળીશું, સાથે મરીશું. સાથે જ જન્મ લઈશું. ફરી તારી ડાળી પર અમે માળા બાંધીશું. પણ, અત્યારે આગની જ્વાળામાં તને બળતા મૂકીને અમે ઊડી નહીં જઈએ. આપણે સાથે જ મોતને ભેટીશું.”

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
વડલો પંખીઓને શું કહે છે? પંખીઓ તેનો શો પ્રત્યુત્તર આપે છે?
ઉત્તર :
ચારણ કવિ દુલા ભાયા કાગ રચિત “વડલો ને પંખીડાં’ પદમાં પરસ્પર થતી આપ-લેમાંથી સ્નેહસંબંધ બંધાય છે. આ સ્નેહબંધનની ગાંઠ લાંબા સમયે એટલી મજબૂત થઈ જાય છે કે એકબીજા વિના જીવન અશક્ય લાગે છે.

જંગલમાં આગ લાગી ત્યારે વડલો પંખીઓને જૂના માળા છોડીને ઊડી જવા વિનંતી કરતાં કહે છે કે, “આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે. થોડા જ સમયમાં આ તરફ આવી જશે. અને અમને ભરખી જશે. રૂડાં અને રસવાળા ફળની જેમ તમારાં મીઠાં ટહુકા અમારાં હૃદયમાં વસ્યા છે.

કોઈ દિન અમારી રાખ પર આવીને ટહુકી જજો એ જ અમારી ઇચ્છા છે. પ્રેમીપંખીડાં હવે આપણે આ જંગલમાં ફરીથી નહીં મળીએ, આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે. હવે બચવાનો કોઈ ઉપાય નથી.”

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પંખીઓ પ્રત્યુત્તર આપતાં કહે છે કે, તારે આશરે અમે માળા બાંધ્યા, ઈંડાં ઉછેર્યા, તારાં મીઠાં ફળ ખાધાં. મરવાના સમયે જો અમે સાથ છોડી દઈએ તો અમને કલંક જ લાગે. હવે તો આપણે સાથે મરશું, સાથે જન્મ લઈશું અને તારી ડાળી પર અમે ફરીથી માળો બાંધીશું. જો મોત આવશે, તો આપણે સાથે જ ઉચાળા ભરીશું.

આમ, પાંખો હોવાં છતાં પંખીઓ વડલાને ત્યજીને જવાને બદલે તેની સાથે જ મરવાનું પસંદ કરે છે એ જ કાવ્યનું ખરું હાર્દ છે.

Std 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં Additional Important Questions and Answers

પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણ)

પ્રશ્ન 1.
વડલો ને પંખીડા’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર:
કવિ કાગે આ કાવ્યમાં વડલા અને પંખીઓના રૂપક દ્વારા માનવસંબંધોનો મહિમા સમજાવ્યો છે. વનમાં આગ લાગી ત્યારે વડલો પોતાની ઉપર માળો બાંધીને રહેતાં પંખીઓને માળો છોડીને દૂર દૂર ચાલ્યા જવા કહે છે. પંખીઓ પાસે પાંખો છે માટે તેઓ ઊડીને દૂર જઈ શકશે, પણ વડલાને તો આગમાં બળીને ખાક થવાનું જ છે.

પંખીઓના મીઠાં ટહુકા તે પોતાના હૈયામાં સાચવી રાખશે, પણ પંખીઓ વડલાની આ વાત માનવા તૈયાર નથી. પંખીઓને લાગે છે કે “જેણે આજ સુધી આશરો આપ્યો તેને આમ કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને ચાલ્યા જવું એ તો માત્ર સ્વાર્થ જ કહેવાય. એનાથી કલંક જ લાગે.”

એથી પંખીઓ સાથે મરવાનું, સાથે ઉચાળા ભરવાનું અને સાથે જ ફરીથી જન્મ લઈને વડલા પર માળો બાંધવાનું કહે છે. કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહબંધન એકબીજાને બાંધી રાખે છે. એ મૂલ્યવાન શીખ અહીં કવિ આપે છે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણા.

પ્રશ્ન 1.
“વડલો ને પંખીડાં’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તરઃ
‘વડલો ને પંખીડાં’ કાવ્યના કવિ દુલા ભાયા કાગ છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 2.
“વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર પદ

પ્રશ્ન 3.
“વડલો ને પંખીડાં’ કાવ્યમાં શો બોધ મળે છે?
ઉત્તરઃ
મુસીબતના સમયે કદી પોતાના સ્નેહીજનોનો સાથ ના છોડવો, એ બોધ આ કાવ્ય દ્વારા મળે છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહસંબંધ એકબીજાને બાંધી રાખે છે.’ આ ભાવ કયા કાવ્યમાં જોવા મળે છે?
A. હંકારી જા
B. વડલો ને પંખીડાં
C. વતનનો તલસાટ
D. બેટા, મને પાછી જવા દે
ઉત્તર :
B. વડલો ને પંખીડા

પ્રશ્ન 2.
‘વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. પદ
C. ખંડકાવ્ય
D પ્રસંગકાવ્ય
ઉત્તર :
B. પદ

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 3.
દુલા ભાયા કાગનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આવકારો
B. ક્રોધી સ્વભાવને
C. શીલવંત સાધુને વારે વારે નમીએ
D. વડલો ને પંખીડાં
ઉત્તર :
D. વડલો ને પંખીડા

પ્રશ્ન 4.
મુસીબતમાં સંગાથ છોડનારા માટે કવિ કાગ શું કહે છે?
A. એ મોઢા મશવાળા
B. ઉપકારી
C. એ મોઢા યશવાળા
D. કતની
ઉત્તર :
A. એ મોઢા મશવાળા

પ્રશ્ન 5.
વડલાના હૈયામાં શું સમાયેલ છે?
A. ફળ-ફૂલ અને પાંદડાં
B. લોકોના આશિષ
C. પંખીઓના મીઠા ટહુકા
D. ઘટાદાર છાંયડો
ઉત્તર :
C. પંખીઓના મીઠા ટહુકા

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 6.
આ ઘડીએ ચડીચોટ અમોને, … (પંક્તિ પૂર્ણ કરો.)
A. ઝડપી લેશે જવાળા
B. મારી રાખ ઉપર રૂપાળાં
C. આ વનમાં વિગતાળાં
D. ઢળિયાં આ દશ ઢાળાં
ઉત્તર :
A. ઝડપી લેશે જવાળા

પ્રશ્ન 7.
પંખીડાં પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતાં … ઉક્તિ પૂર્ણ કરો.)
A. વડલાને સુરક્ષિત રાખવાનું નક્કી કરે છે.
B. વડલાની સાથે મરવાનું પસંદ કરે છે.
C. વડલાને બદલે લીમડા પર માળો બાંધવાનું વિચારે છે.
D. વડલા પર માળા બનાવવાનું નક્કી કરે છે.
ઉત્તર :
B. વડલાની સાથે મરવાનું પસંદ કરે છે.

વ્યાકરણ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો : દાવાનળ
A. જંગલમાં લાગતી આગ
B. ધરતી પર લાગતી આગ
C. સમુદ્રના પેટાળમાં લાગતી આગ
D. આકાશમાં લાગતી આગ
ઉત્તરઃ
A. જંગલમાં લાગતી આગ

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પ્રશ્ન 2.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

a. હૈડું
A. નીચે
B. હલકું
C. ઉર
D. આસાન
ઉત્તરઃ
C. ઉર

b. અગન
A. અંતરિક્ષ
B. અનલ
C. ક્ષિતિજ
D. પરિમલ
ઉત્તરઃ
B. અનલ

પ્રશ્ન 3.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:

a. રૂપાળાં
A. સુંદર
B. સ્વરૂપવાન
C. રૂપવાન
D. કદરૂપા
ઉત્તરઃ
D. કદરૂપા

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

b. રસવાળા
A. સ્વાદિષ્ટ
B. રસાળા
C. રસહીન
D. વ્યંજન
ઉત્તરઃ
C. રસહીન

પ્રશ્ન 4.
નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
A. પરિસ્થિતિ
B. જરૂરિયાત
C. દ્વેષ
D. સિલક
ઉત્તરઃ
C. દ્વેષ

પ્રશ્ન 5.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો:
A. નિમિત્ત
B. ની:શ્વાસ
C. ઊચા
D. ખાત્રિ
ઉત્તરઃ
A. નિમિત્ત

વડલો ને પંખીડાં Summary in Gujarati

વડલો ને પંખીડાં કાવ્ય-પરિચય

કવિ કાગે આ કાવ્યમાં વડલા અને પંખીઓના રૂપક દ્વારા માનવસંબંધોનો મહિમા સમજાવ્યો છે. વનમાં આગ લાગી ત્યારે વડલો, પંખીઓને માળો છોડીને દૂર દૂર ચાલ્યા જવા કહે છે. પંખીઓના મીઠાં ટહુકા તે પોતાના હૈયામાં સાચવી રાખશે, પંખીઓ કહે છે કે, “જેણે આજ સુધી આશરો આપ્યો તેને આમ કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને ચાલ્યા જવું એ તો માત્ર સ્વાર્થ જ કહેવાય.

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

એનાથી કલંક જ લાગે, માટે સાથે મરવાનું, સાથે ઉચાળા ભરવાનું અને સાથે જ ફરીથી જન્મ લઈને વડલા પર માળો બાંધવાનું કહે છે.” કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહબંધન એકબીજાને બાંધી રાખે છે એ મૂલ્યવાન શીખ અહીં કવિ આપે છે.

[The poet Kag has explained the importance of human relations by giving metaphor of a banyan tree and birds. When fire broke out in the forest, the banyan tree tells the birds to fly away leaving the nests and go very far. The banyan tree tells the birds that he would keep their sweet voices in his heart. The birds say,

“It iş mere a blot to leave you alone who has given us shelter till now. It is nothing but selfishness. We shall die together, leave together, take birth together and again build nests on the banyan tree.” The valuable advice of the poet is : Love and feeling for one another keep us together even in difficult condition.]

વડલો ને પંખીડાં કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

વડલો કહે છે કે, વનરાઈમાં આગ લાગી છે. જૂના માળા છોડીને પાંખોવાળા પંખીઓ તમે ઊડી જાવ.

[ટેકા આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે. પવનની | દિશામાં એ આગળ વધી રહી છે. કોઈ પણ ઘડીએ આગની જ્વાળા અમને ચોટ પહોંચાડશે.

[The banyan tree says that there is fire in the forest. He asks the birds to leave the old nests and fly away.] (the burdon) [The flames- of fire have reached to the sky. It spreads ahead in the direction of wind. The flames of fire will harm us any time.)

તમારા મીઠા ટહુકા રૂડા ને રસવાળા ફળની જેમ અમારાં હૈયાંમાં વસ્યા છે. હે રૂપાળાં પંખીઓ ! કોઈક દિન આવીને અમારી રાખ પર ટહુકી જજો.

[The banyan tree says, “we have liked your sweet voices and have kept them in our hearts like juicy fruits ! O beautiful birds, please come here and sing on our ash.”)

પ્રેમી પંખીઓ પાછા નહીં મળીએ આ વનમાં વિગતાળા. આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે, બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી.

[The banyan tree says, “o loving birds, we shall never meet again in this jungle. We have a curtain of death between us, and no way to be saved.”]

Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં

પંખીઓ કહે છે કે, તારે આશરે ઈંડાં ઉછેર્યા તારા રસવાળાં ફળ અમે ખાધાં છે. મુશ્કેલીના સમયે જે સાથ છોડી દે, એને તો કલંક જ લાગે.

[The birds say, “we have grown our eggs here, we have eaten your juicy fruits. It is a blot if anybody leaves company in difficult condition.”)

સાથે મરશું, સાથે જન્મ લઈશું, તારી ડાળીઓ પર માળા બાંધીશું. કાગ કહે છે કે, આપણે સાથે જ બળશું, સાથે જ મૃત્યુ પામીશું.

[The birds say, “we shall die together, we shall take birth together (and) we shall build nests on your branches.” Kag. says, “we shall burn together, we shall die together.”]

વડલો ને પંખીડાં શબ્દાર્થ (Meanings)

  • સેન (સ્ત્રી) – લશ્કર; army.
  • ચોટ (સ્ત્રી.) – પ્રહાર; blow.
  • અગન (સ્ત્રી) – અગ્નિ; fire.
  • આશરે – આશ્રયે; shelter.
  • દશ (સ્ત્રી.) – દિશા; direction.
  • બોલ (૫) – ટહુકા; the pleasant sound of a birds cooing.
  • હેડે – હૃદયે; heart.
  • રૂડા – સુંદર; beautiful.
  • દી (૫) – દિવસ; day. Class 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં
  • ઉચાળા – સામાન; luggage.

Leave a Comment

Your email address will not be published.