Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું Textbook Questions and Answers

થીગડું સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
પ્રભાશંકરનો ભૂતકાળ કેવો હતો?
ઉત્તર :
પ્રભાશંકર બાળપણથી દુ:ખી હતા. પારવતીના અવસાન બાદ પ્રભાશંકરના જીવનમાં રહ્યો રસકસ પણ સુકાઈ ગયો. તેઓ એકાકી અને નિરાધાર બની ગયા હતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 2.
પત્નીના અવસાન બાદ નાયક કેવું જીવન જીવતા હતા?
ઉત્તર :
પારવતીના અવસાન બાદ પ્રભાશંકરના જીવનમાં રહ્યો રસકસ પણ સુકાઈ ગયો. એકાકી અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેઓને પોતાના કામ પોતે જ કરવા પડતા હતા. આમ, જીવનભર દુઃખ ભોગવનાર પ્રભાશંકરને જિંદગીમાં નિરાંતનો શ્વાસ લેવાનો વારોય ન આવ્યો.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કોટને થીંગડું દેતાં પ્રભાશંકરને શી મુશ્કેલીઓ પડી?
ઉત્તરઃ
પારવતીના અવસાન બાદ પ્રભાશંકર એકાકી અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેઓને પોતાના કામ પોતે જ કરવા પડતા હતા. કોટને થીગડું મારવા તેઓને સોયદોરો શોધવામાં ઘણી મુશ્કેલી પડી.

ફાનસ સળગાવવા દીવાસળી શોધતાં એક દાબડામાંથી સોય દોરો મળી આવ્યા. તે લઈને શેરીના દીવાને અજવાળે કોટને થીગડું મારવા બેઠા.

સોયામાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ વૃદ્ધાવસ્થાને કારણે સોયનું 3 નાકું દેખાયું નહીં. આખરે શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે સોયમાં દોરો પરોવાવ્યો.?

પ્રશ્ન 2.
પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી?
ઉત્તરઃ
શેરીના દીવાને અજવાળે પ્રભાશંકર કોટને થીગડું મારવા બેઠા. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો પણ વૃદ્ધાવસ્થાને કારણે સોયનું નાકું દેખાયું નહીં. આખરે શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે સોયમાં દોરો પરોવાવ્યો. પ્રભાશંકરે મનુને રાજારાણી અને ચિરાયુની વાર્તા કહી. એ સમજાવ્યું કે વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારવી અશક્ય છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
પારવતીનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
સુરેશ જોશી લિખિત બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના “એક સાંધીએ ત્યાં તેર તૂટે એવા સંઘર્ષમય જીવનમાં પારવતીએ દરેક પરિસ્થિતિમાં પતિનો સાથ આપ્યો. પાંત્રીસ વર્ષની ઉંમરે પ્રભાશંકરે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પારવતીને પોતાના ઘરની પરિસ્થિતિની જાણ કરી દીધી હતી. ત્યારે ગમે તેટલાં થીગડાં મારવા પડે તો તે મારી આપશે. એ શરતે પ્રભાશંકર સાથે લગ્ન કર્યા. એને જીવનભર એ વચન નિભાવ્યું.

પારવતીએ કરકસર અને સૂઝબૂઝથી પ્રભાશંકરના દુઃખી સંસારને સુખી બનાવ્યો. તે પોતાના પતિની નાનામાં નાની જરૂરિયાતને સંતોષવા હંમેશાં તત્પર રહેતી. પ્રભાશંકરને ઘરની બહાર નીકળતી વખતે પાણી પીને બહાર જવાની ટેવ હતી. પારવતી હંમેશાં પ્રભાશંકરના બહાર જવાના સમયે પાણીનો ગ્લાસ લઈને હાજર રહેતી.

પ્રભાશંકર માતા – પિતાને ભાગવત સંભળાવી મોડી રાતે સૂવાના ઓરડામાં જતાં. પારવતી આખા દિવસનો થાક છતાં તેમની રાહ જોઈને બેસી રહેતી. પુત્ર મણિશંકરના અવસાનને કારણે ઘણી વખત પ્રભાશંકર અન્યમનસ્ક બની જતાં ત્યારે પારવતી તેમનું ધ્યાન વાળવા પ્રેમભરી વાતો કરતી.

પ્રભાશંકર નિયમિતતાના આગ્રહી હતા. તેથી તેણે પોતાના મૃત્યુના દિવસે પણ પતિને બહાર જતાં ન રોક્યા.

ખરેખર, પારવતી એક આદર્શ અને ઘરરખું ગૃહિણી હતી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 2.
આ વાર્તાના શીર્ષકની યોગ્યતા સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સુરેશ જોશી લિખિત બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના સંઘર્ષમય જીવનનું વર્ણન કરતાં માનવજીવનના સનાતન સત્ય “વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારી શકાતી નથી. તેને થીગડું મારવાના પ્રયત્નો વ્યર્થ જ છે. આ રહસ્યને અહીં સ્પષ્ટ કર્યું છે.

આ વાર્તામાં થીગડું મારવાની વાત લેખકે જુદા જુદા ચાર સંદર્ભમાં કહી છે. પ્રથમ સંદર્ભ પ્રભાશંકરના ફાટેલા કોટને થીગડું મારવા જેવી સામાન્ય હકીકતને લેખકે અહીં ખાસ હેતુસર પ્રયોજી છે.

બીજા સંદર્ભમાં પારવતીએ પ્રભાશંકર સાથે લગ્ન કરતી વખતે ‘તમે કહેશો એટલા થીગડાં મારી આપીશ.” અહીં ઓછી આવક ધરાવતા પ્રભાશંકરના જીવનમાં કરકસરનાં થીગડાં મારવાની વાત કરી છે. પારવતીએ પ્રભાશંકરને આપેલું વચન જીવનભર નિભાવ્યું.

ત્રીજા સંદર્ભમાં સિદ્ધપુરુષના કહેવા પ્રમાણે રાજારાણીના મનમાં ચિરાયું વિશે ખરાબ વિચાર આવ્યો કે તરત જ ચિરાયુના ચમત્કારિક વસ્ત્રમાં કાણું પડ્યું. અહીં વસ્ત્રને થીગડું મારવાની વાત થઈ છે.

ચોથા સંદર્ભમાં પત્ની વિનાના પ્રભાશંકરનું શેષ જીવન પણ એક થીગડું છે. વાર્તાનું શીર્ષક થીગડું, જે પ્રભાશંકર અને ચિરાયુની જિંદગીને લાગુ પડે છે.

આમ, ઉપર દર્શાવ્યા મુજબના ચારેય સંદર્ભોમાં “થીગડું શીર્ષક સચોટ પ્રતીક બની રહ્યું છે. એ શીર્ષક વાર્તાકારના વક્તવ્યને યથાર્થપણે વ્યક્ત કરે છે, માટે આ શીર્ષક યોગ્ય જ છે.

Std 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું Additional Important Questions and Answers

Zથીગડું પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો

પ્રશ્ન 1.
પ્રભાશંકરના વિતેલા જીવનનો ખ્યાલ આપો.
ઉત્તર:
“બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના દુખી જીવનનું અસરકારક આલેખન કરવામાં આવ્યું છે. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા. તેના પિતા ગોરપદું કરીને ઘર ચલાવતા હતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રભાશંકરના કુટુંબની હાલત “એક સાંધીએ ત્યાં તેર તૂટે એવી હતી. ત્રણ – ચાર વરસ નબળા ગયા. તેમનું ઘર આગમાં બળીને ખાક થઈ ગયું.

તેમની પાસે જમીન તો તસુભાર ન હતી. પિતાની ઓછી આવક અને ત્રણ બહેનોને પરણાવવાની જવાબદારી પ્રભાશંકર પર હતી, માટે તેમણે પંદર વરસની ઉંમરે એક વેપારીની દુકાનમાં તમાકુનાં પડીકાં વાળવાની નોકરી કરી.

પાંચેક વરસ રાહ જોયા પછી આખરે એક દૂરના ગામમાં પંદર રૂપિયાના પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી.

બહેનોના લગ્ન અને બીજી બધી જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ગઈ.

પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે પારવતી સાથે સંસાર માંડ્યો. સંસારનો ઢસરડો કરતાં એમનો જીવનરસ સુકાઈ ગયો હતો, પણ પારવતીએ કરકસર કરીને હંમેશાં પ્રભાશંકરને સાથ આપ્યો.

તેમના મોટા દીકરા મણિશંકરનું અકાળે અવસાન થયું. આ કારમા ઘામાંથી પ્રભાશંકર બહાર આવ્યા ન હતા ત્યાં તો તેમના પત્ની પારવતીનું અવસાન થયું. તેને કારણે પ્રભાશંકર સાવ એકલા પડી ગયા. નાનો દીકરો હસમુખ પિતાની જરાપણ કાળજી રાખતો ન હતો.

આમ, પ્રભાશંકરનું જીવન બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દુઃખમાં $ જ વીત્યું.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ – ચાર વાક્યોમાં) ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ચિરાયુના રેશમી વસ્ત્રમાં શા માટે કાણું પડ્યું?
ઉત્તર:
એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં ચિરાયુએ તરછોડેલી એક રાણીએ રાજારાણીની સામે જ જીભ કરડી આત્મહત્યા કરી. આ જોઈને રાજારાણીના મનમાં વિચાર આવ્યો કે આના કરતાં તો જુવાની ન હોય તે સારું આ વિચારની સાથે જ સિદ્ધપુરુષના કહેવા અનુસાર ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.

પ્રશ્ન 2.
ચિરાયુનું વસ્ત્ર શા માટે સાંધી ન શકાયું?
ઉત્તરઃ
રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવ્યો તરત ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું. આ કાણાને સાંધવા એક ટાંકો મારવા એક વર્ષ પાપ વિનાનું કોઈ આપવા તૈયાર થાય તો એક 3 ટાંકો મારી શકાય પણ કોઈ પણ વ્યક્તિ પાસે આવું એક પણ વર્ષ રૂ હતું નહીં. તેથી ચિરાયુનું વસ્ત્ર સાંધી શકાયું નહીં.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 3.
“સંસાર ભોગવવા કરતાં થીગડાં મારવાનું જ કામ તારે કરવું પડશે.” આ વાક્ય સમજાવો.
ઉત્તરઃ
ઘરની જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસની થઈ ગઈ. પારવતી સાથેની મુલાકાતમાં પ્રભાશંકરે ઉપર્યુક્ત વાક્ય કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની આર્થિક પરિસ્થિતિની જાણ કરી દીધી કે તેમના ઘરમાં એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે.

નબળી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ કરકસરથી ઘર ચલાવવાનું છે. એ પ્રભાશંકરે પહેલાથી જ કહી દીધું હતું કે, તેઓ લગ્ન કરીને આવતી યુવતીના કોડ એ પૂરાં કરી શકે એમ નથી. પણ એને જ થીગડાં મારીને એટલે કે કરકસર કરીને ઘર ચલાવવું પડશે.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“થીગડું’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
A. નવલિકા
B. નવલકથા
C. ચરિત્રલેખ
D. લઘુકથા
ઉત્તર :
A. નવલિકા

પ્રશ્ન 2.
થીગડું પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
A. આ ઘેર પેલે ઘેર
B. બીજી થોડીક
C. વર, વહુ અને બીજાં નાટકો
D. માનતા
ઉત્તર :
B. બીજી થોડીક

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 3.
કોને થીગડું દઈ શકાતું નથી?
A. યુવાવસ્થા અને સ્વપ્ન
B. કિશોરાવસ્થા અને જીર્ણતા
C. વૃદ્ધાવસ્થા અને જીર્ણતા
D. બાળપણ અને યુવાવસ્થા
ઉત્તર :
C. વૃદ્ધાવસ્થા અને જીર્ણતા

પ્રશ્ન 4.
“અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે.” આ ઉક્તિ કોણ બોલે છે કોને કહે છે?
A. પ્રભાશંકર – મનુ
B. પારવતી – મણિશંકર
C. પારવતી – પ્રભાશંકર
D. પ્રભાશંકર – પારવતી
ઉત્તર :
D. પ્રભાશંકર – પારવતી

પ્રશ્ન 5.
પ્રભાશંકર શું સાંખી ન લેતાં?
A. નિત્યનિયમમાં ફેરફાર
B. પુત્રનું ખોટું બોલવું
C. પોતાનું અપમાન
D. જીવનની વાસ્તવિકતા
ઉત્તર :
A. નિત્યનિયમમાં ફેરફાર

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 6.
સિદ્ધપુરુષે રાજારાણીને શું આપ્યું?
A. ચમત્કારી રેશમી રૂમાલ
B. અઢળક ધનદોલત
C. ચમત્કારી રેશમી વસ્ત્ર
D. અભય વરદાન
ઉત્તર :
C. ચમત્કારી રેશમી વસ્ત્ર

પ્રશ્ન 7.
ચિરાયુનું રેશમી વસ્ત્ર સાંધી ન શકાયું …
A. એટલા પાપ વિનાના વર્ષ સિદ્ધપુરુષ પાસે ન હતા.
B. એટલા પાપ વિનાના વર્ષ કોઈની પાસે ન હતા.
C. ચિરાયુએ વસ્ત્ર ઉતારીને ફેંકી દીધું હતું.
D. વસ્ત્રનું કાણું મોટું થઈ ગયું હતું.
ઉત્તર :
B. એટલા પાપ વિનાના વર્ષ કોઈની પાસે ન હતા.

થીગડું વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. પ્રભાશંકરે ખૂબ મહેનત કરી કુટુંબનો નિર્વાહ કર્યો.
B. પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા.
C. જ્યારે પારવતીનું મૃત્યુ થયું ત્યારે પ્રભાશંકર દુઃખી થયા.
D. રાજારાણીને વિચાર આવ્યો કે “આના કરતા તો જુવાની ન હોય તે સારું.”
ઉત્તરઃ
D. પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 2.
A. સફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
B. હસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
D. સિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.
ઉત્તરઃ
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.

પ્રશ્ન 3.
A. રાજારાણી સિદ્ધપુરુષ પાસે ગયા અને ચિરાયુને યુવાન રાખવા વિનંતી કરી.
B. જો વસ્ત્રને શરીર પર રાખવામાં આવશે તો તે યુવાન રહેશે.
C. જ્યારે પારવતીએ પ્રભાશંકરને થીંગડાં મારી આપવાનું કહ્યું ત્યારે તેમનાં લગ્ન થયા.
D. પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા.
ઉત્તરઃ
B. પારવતીએ પ્રભાશંકરને ખુશીના સમાચાર આપ્યા.

2. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.
B. મનુએ પ્રભાશંકરને વાર્તા કહેવા આગ્રહ કર્યો.
C. ચિરાયુ રાજકુમારી સાથે લગ્ન કરતો જ્યારે તે ઘરડી? થાય ત્યારે છોડી દેતો.
D. પ્રભાશંકરનો ભૂતકાળ ખૂબ જ દુઃખદ હતો.
ઉત્તરઃ
A. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી તેથી ઘરવખરી બળીને ભસ્મ થઈ ગઈ.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

પ્રશ્ન 2.
A. હસમુખ પાન લાવવાનું ભૂલી જતો.
B. મણિશંકર પ્રભાશંકર માટે એક કોટ લાવ્યો હતો.
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં છે વર્ષોની અસર થઈ.
D. મનુ જટાશંકરનો દીકરો હતો.
ઉત્તરઃ
B. પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ કંગાળ થઈ ગયા.

પ્રશ્ન 3.
A. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા.
B પ્રભાશંકરના ઘરમાં આગ લાગી હતી તે કારણે તેઓ છે કંગાળ થઈ ગયા.
C. પારવતીએ બહેનપણીઓએ શીખવેલો ઉત્તર પ્રભાશંકરને આપ્યો.
D. મનુએ ચિરાયુનું વસ્ત્ર ઉતારીને ફેંકી દેવાનું કહ્યું.
ઉત્તરઃ
C. ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું તેથી તેના પર વીતેલાં વર્ષોની અસર થઈ.

3. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખોઃ

પ્રશ્ન 1.
(a) દાદા એક શરત તમારે વાર્તા કહેવી પડશે
ઉત્તરઃ
‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

(b) હા એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય
ઉત્તરઃ
‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?”

(c) પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું
ઉત્તરઃ
‘પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?”

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધોઃ

1. કાને વાત પહોંચવી
A. વાત બરાબર ન સમજાવી
B. વાતમાં માલ ન હતો
C. વાતની જાણ થવી
D. વાતનું વતેસર થવું
ઉત્તરઃ
C. વાતની જાણ થવી

2. વારી જવું
A. વાળી લેવું
B. ફિદા થઈ જવું
C. પાછું લઈ જવું
D. વશમાં કરવું
ઉત્તરઃ
B. ફિદા થઈ જવું

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

3. મોં ફેરવી લેવું
A. અણગમો બતાવવો
B. બીજી તરફ જોવું
C. મનગમતું કરવું
D. દુર્લક્ષ ન સેવવું
ઉત્તરઃ
A. અણગમો બતાવવા

4. આંખ ઠેરવવી
A. મહિમા વ્યક્ત કરવો
B. મનને શાંતિ મળવી
C. સ્થિર નજરે જોવું
D. માન જાળવવું
ઉત્તરઃ
C. સ્થિર નજરે જોવું

પ્રશ્ન 2.
નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

1. હૈયાફાટ
A. મન મજબૂર થાય એવું
B. દિલ તૂટી જાય એવું
C. જીવન પૂરું થાય એવું
D. હૈયું ફાટી જાય એવું
ઉત્તરઃ
D. હૈયું ફાટી જાય એવું

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

2. અન્યમનસ્ક
A. એકબીજા પર ધ્યાન ન આપવું
B. મન એક જગ્યાએ સ્થિર ન હોવું
C. અભ્યાસમાં મન ન હોવું
D. મન એક જગ્યાએ સ્થિર હોવું
ઉત્તરઃ
B. મન એક જગ્યાએ સ્થિર ન હોવું

3. સિદ્ધપુરુષ
A. સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી
B. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા મથતો પુરુષ
C. સિદ્ધિઓની દુર્લભતાને જાણનાર
D. સિદ્ધિઓ વિશેની અજ્ઞાનતા જાણનાર
ઉત્તરઃ
A. સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી

4. ચિરાયુ
A. ચિરકાળથી ચાલતું આવેલું
B. લાંબા સમયનું
C. લાંબી આવરદાવાળું
P. પરંપરા અનુસાર
ઉત્તરઃ
C. લાંબી આવરદાવાળું

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

5. ક્ષિતિજ
A. પ્રકાશ અને પવનનું મિલનસ્થાન
B. આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા
C. સૂરજ અને ચંદ્ર અસ્ત થતાં હોય તેવી રેખા
D. આભ અને અંબર જ્યાં મળતા હોય તેવી રેખા
ઉત્તરઃ
B. આભ અને ધરતી જ્યાં મળતા હોય એવી કાલ્પનિક રેખા

6. પરંપરા
A. રિવાજ પ્રમાણે
B. પેઢીઓ પ્રમાણે
C. લાંબા કાળથી ચાલતો આવતો રિવાજ
D. સમય અને સંજોગો પ્રમાણે બદલાતો રિવાજ
ઉત્તરઃ
C. લાંબા કાળથી ચાલતો આવતો રિવાજ

પ્રશ્ન 3.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

1. લકીર
A. આભાસ
B. સમય
C. નસીબ
D. રેખા
ઉત્તરઃ
D. રેખા

2. મર્યાદા
A. ધર્મ
B. ફરજ
C. આમાન્યા
D. હક
ઉત્તરઃ
C. આમાન્યા

3. કંચન
A. સોનું
B. કિંમત
C. કાચ
D. કથીર
ઉત્તરઃ
A. સોનું

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

4. અલોપ
A. અલ્પ
B. અદશ્ય
C. અધિક
D. નાશ
ઉત્તરઃ
B. અદશ્ય

પ્રશ્ન 4.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

1. સંયુક્ત
A. સાથે
B. વિશાળ
C. વિભક્ત
D. બૃહદ
ઉત્તરઃ
C. વિભક્ત

2. અનુકૂળતા
A. સરળતા
B. સાનુકૂળતા
C. માફક
D. પ્રતિકૂળતા
ઉત્તરઃ
D. પ્રતિકૂળતા

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

3. ચિરાયુ
A. દીર્ધાયુ
B. અલ્પાયુ
C. ચિરકાળ
D. લાંબું આયુ
ઉત્તરઃ
B. અલ્પાયુ

થીગડું Summary in Gujarati

થીગડું પાઠ – પરિચય

બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તા પરંપરાગત વાર્તાઓથી અલગ શૈલીમાં લખાયેલી છે. વાર્તાનાયક પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓને લેખકે આગવી રીતે ગૂંથી છે.

વસ્ત્રને થીગડું મારતી વખતે પ્રભાશંકરને પોતાના વીતેલા જીવન અને લગ્નજીવનની સ્મૃતિઓ તાજી થાય છે. એકલા અને ઓશિયાળા પ્રભાશંકર સોયમાં દોરો પરોવવા મનુને રાજારાણીની વાર્તા કહે છે.

સિદ્ધપુરુષની ચેતવણી છતાં રાજારાણી ચિરાયુને રેશમી વસ્ત્ર પહેરાવે છે. શરત પ્રમાણે રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવતા જ વસ્ત્રમાં કાણું પડ્યું. વસ્ત્રને સાંધવાનું કાર્ય અતિ વિકટ બન્યું. “વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારી શકાતી નથી” એ સત્યને લેખકે અહીં ખૂબીપૂર્વક સમજાવ્યું છે.

[This story has been taken from the collection of the stories ‘Biji Thodik’. This story has been written in a different style than a traditional style. Prabhashankar’s events of his present and past life have been written in his special style. Prabhashankar is refreshing the memories of his past life and marriage life while stitching his torn cloth.

Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું

Lonely and dependent Prabhashankar tells a story of the king and queen to Manu to get his needle threaded. Regardless of the warning of the sage, the king and the queen get their son to put on silk cloth. According to the condition, as soon as the king and the queen have evil thought for Chirayu in their minds, there happens a hole in Chirayu’s cloth.

Then it becomes very difficult for them to stitch the cloth. The truth that no one can avoid old body and worn-out cloth has been explained in this story.]

થીગડું શબ્દાર્થ (Meanings)

  • રતૂમડી આભા – લાલ પ્રકાશ; red colour at the time of sunset.
  • લકીર – પાતળી રેખા; line.
  • ચમચી – પાન રાખવાનો દાબડો; box.
  • લિસોટો (૫) – પટ્ટો; bruise.
  • અન્યમનસ્ક – બેધ્યાન; careless.
  • પૃષ્ઠ 20 નિત્યનિયમ (૫) – રોજિંદુ, constant.
  • ખોરડું (નવું) – માટીની દીવાલોવાળું ઘર; hot,
  • તસુ – ઈંચ inch.
  • ગામોટું (નવું) – ગોરપદું; duties of a priest.
  • વર્નાક્યુલર ફાઇનલ – જૂના સમયમાં સાતમા ધોરણની જાહેર પરીક્ષા; vernacular final.
  • ઢસરડો (૫) – અનિચ્છાએ કરવું પડતું કામ; dashboard.
  • થીગડાં મારવા – કરકસર કરવી; economize.
  • બખિયા – કપડાં પર ટાંકા મારવાં; to sew.
  • વિસ્ફારિત – આશ્ચર્યચકિત; surprise.
  • કરમાઈ જવી – જીર્ણ થઈ જવી; to wither.
  • સિદ્ધપુરુષ – સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવો પુરુષ; emancipated person.
  • ચરણરજ માથે ચડાવવી – આદરપૂર્વક પગે લાગવું; feel respectfully.
  • ગળતા જવું – ક્ષીણ થવું; depleted.
  • સ્વસ્તિક (૫) – સાથિયો; swastik.
  • રાજ પુરોહિત (૫) – રાજાનો ગુરુ; head priest.
  • દૂઝતાં – લોહી ટપકતાં; blood flutter.
  • ઘારાં – છિદ્રો; hole. Class 12 Gujarati Textbook Solutions Chapter 5 થીગડું
  • ચિરાયુ (૫) – લાંબી આયુષ્યવાળું; having a long life.
  • જુવાની (સ્ત્રી.) – યુવસ્થા; youth.
  • ચીંથરેહાલ – ફાટેલાં paali azadlalui; dressed in rags.

Leave a Comment

Your email address will not be published.