Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 4 સિંહ ઘૂઘવે, બકરો ભાગે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 4 સિંહ ઘૂઘવે, બકરો ભાગે
Class 4 Gujarati Textbook Solutions Chapter 4 સિંહ ઘૂઘવે, બકરો ભાગે Textbook Questions and Answers
આવોઍક મજાનું ગીતડું ગાઈએ અને હા, ગાતાં ગાતાં હરણાં બનીને નાચવા-કૂદ્વાની મજા પણ લઈએ :
સુંદર વનમાં વસતાં હરણાં,
ઝરણાંનાં જલ પીતાં હરણાં,
લીલાં તરણાં ચરતાં હરણાં,
અદ્ભુત રમણા કરતાં હરણાં !
હેતભય શાં હીંચે હરણાં !
રંગભર્યા શાં નાચે હરણાં!
દર્શનથી દિલે ખેંચે હરણાં!
અંતરમાં રસ સીંચે હરણાં!
વ્હાલાં ઓ મનહરણાં હરણાં!
છે નાજુક ને નમણાં હરણાં!
રમવા આંગણ આવો, હરણાં !
લહાવો વનનો લાવો, હરણાં!
– અમૃતલાલ પારેખ
હરણાંની જેમ ચાર લાંબા કૂદકા એટલે કે ચાર મોટી છલાંગ મારો. હરણાં જેવી છલાંગને ‘હરણફાળ’ પણ કહેવાય એ તમને ખબર છે? હવે આપણે બીજાં પ્રાણી-પક્ષીઓને પણ યાદ કરીએ. આવું મોટા ભાગે કોણ કરે? ‘બ’માંથી પ્રાણી-પક્ષીનો ક્રમ-અક્ષર ( ) માં લખો :
‘અ’ | ‘બ’ |
1. રંગ બદલી શકે (ખ) | (અ) ઘુવડ |
2. લાંબો સમય પાણી વગર રહી શકે. (ગ) | (બ) ચામાચીડિયું |
3. ઊંધું લટકીને ઊંધે. (બ) | (ક) કૂતરું |
4. માણસની જેમ બોલી શકે. (છ) | (ખ) કાચિંડો |
5. રાત્રે પણ જોઈ શકે. (અ) | (ગ) ઊંટ |
6. પીંછાં ફેલાવી કળા કરે. (ઝ) | (ઘ) અળસિયું |
7. ગંધ પારખી વસ્તુ શોધી કાઢે. ( ક) | (ચ) વાંદરો |
8. પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે. (ડ) | (છ) પોપટ |
9. એક ઘળ પરથી બીજી ડાળ પર કૂદી શકે. (અ) | (ઝ) મોર |
10. બે કટકા થાય તોય જીવતું, રહે. (ઘ) | (ડ) કાચબો |
આપણે હવે વાર્તા સાંભળવી છે ને? આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે? જોઈએ તો ખરા! વાર્તા સાંભળો-વાંચો.
વાતચીત :
પ્રશ્ન 1.
તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત?
ઉત્તર :
હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની-મોટી શિક્ષા કરી હોત.
પ્રશ્ન 2.
અલગ અલગ જાતિનાં પ્રાણીને સાથે રહેતાં-રમતાં તમે જોયાં છે? તમારો અનુભવ કહો.
ઉત્તર :
હા. મેં કૂતરો અને બિલાડીને અમારા ફળિયામાં સાથે રમતાં જોયાં છે. તે કદી ઝઘડતાં નહિ, સાથે રહેતાં અને સાથે જ ફરવા જતાં પણ જોયાં છે.
પ્રશ્ન 3.
તમે કૂતરો, બિલાડી, ગાય, ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો?
ઉત્તર :
હું હેતથી તેમના શરીર પર હાથ ફેરવું છું, તેમને ભાવતો ખોરાક પણ ખવડાવું છું.
પ્રશ્ન 4.
મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ? શા માટે?
ઉત્તર :
મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જ જોઈએ, કારણ કે તે આપણા હિતની હોય છે.
પ્રશ્ન 5.
તમે કોનું કોનું કહ્યું માનો છો? કેમ?
ઉત્તર :
અમે માતાપિતા, શિક્ષકનું કહ્યું માનીએ છીએ, કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે.
[નોંધ: વિદ્યાર્થીઓએ ઉપરના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે આપવા.]
તમે વાર્તા સાંભળવાની મજા માણી. હવે વાર્તાને યાદ કરતાં કરતાં એક શબ્દમાં પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
- બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાનાં ભાઈ હતાં? – ……….. .
- લવારાને કોણે ઊછેર્યું? – ……….. .
- કોનું બચ્ચું શિકારી ન હતું? – ……….. .
- બકરી અને સિંહના બચ્ચાંમાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? – ……….. .
- આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. – ……….. .
ઉત્તર :
- બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાનાં ભાઈ હતાં? – ના
- લવારાને કોણે ઊછેર્યું? – સિંહણે
- કોનું બચ્ચું શિકારી ન હતું? – બકરીનું બચ્ચું
- બકરી અને સિંહના બચ્ચાંમાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? – સિંહનું
- આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. – મોટા ભાઈ લીધું.
વાર્તાના આધારે વાક્ય ખરું કે ખોટું છે તે કહો. ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો અને ( ) માં ‘હા…’ લખો. ખોટું હોય તો બકરીની જેમ બોલો અને ( ) માં ‘બેં…બે લખો :
- શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડવું. (હા…ઉ)
- સિંહને થયું કે આ બચ્ચે સિંહણને ગમશે. (હા…ઉ)
- બકરીના બચ્ચાને જોઈને સિંહણને થયું, પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. (હા..ઉ)
- બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી (હા…ઉ)
- થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું. (હા…ઉ)
- કાવર બકરાને સિંહણ ‘મોટા ભાઈ કહેતી હતી. (બેં…બેં)
- એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો. (બેં…બેં)
- મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતાં રોક્યો, તે સિંહણને ન ગમ્યું. (હા…ઉ)
- હાથીએ નાનિયાનો ભુક્કો બોલાવી દીધો. (બેં…બેં)
- બકરો જંગલમાંથી જતો રહ્યો. (હા…ઉ)
‘બકરીના દુઃખી બચ્ચાએ ગર્જના કરી’ એમ કહું તો તમને સારું લાગે કે ખોટું? તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં એ શબ્દ આવતો હોય ત્યાં તેના ફરતે ( ) કરો:
1. આશા :
(અ) રાજાએ મંત્રીને આજ્ઞા કરી, ‘ચોર શોધી કાઢો.’
(બ) શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે.
2. અનાદર :
(અ) સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી.
(બ) ભાઈ આવતાં જ હેમંત ઊભો થઈ ગયો.
આમ તેણે ભાઈનો અનાદર કર્યો.
[નોંધ: વિદ્યાર્થીઓએ વાર્તામાં જ્યાં જ્યાં એ શબ્દ આવતો હોય ત્યાં તેના પર કરવું.]
આપેલા પ્રસ્તો માટેનો ઉત્તર કૌંસમાંથી શોધો. તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલાં ભરી લો.
(ચોખવટથી, જીવની જેમ, હતાશા, ઝનૂની; ઉશ્કેરાઈને, હૃષ્ટપુષ્ટ, ભુક્કો બોલી જાય, ખુશખુશાલ).
પ્રશ્ન 1.
- મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? – ………………
- જો તમે દરરોજ દૂધ, લીલાં શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવાં થઈ જાઓ? – …………..
- બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? – …………..
- જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? – ……………
- તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? – ………..
- તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? – ……………
- પ્રવાસમાં જવાની મંજૂરી મળતાં ઝુબેર કેવો દેખાતો હતો? – ……………
- વાઘ કેવું પ્રાણી છે? – ……….
ઉત્તર :
- મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? – ભુક્કો બોલી જાય
- જો તમે દરરોજ દૂધ, લીલાં શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવાં થઈ જાઓ? – હૃષ્ટપુષ્ટ
- બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? – ચોખવટથી
- જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? – ઉશ્કેરાઈને
- તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? – હતાશા
- તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? – જીવની જેમ
- પ્રવાસમાં જવાની મંજૂરી મળતાં ઝુબેર કેવો દેખાતો હતો? – ખુશખુશાલ
- વાઘ કેવું પ્રાણી છે? – ઝનૂની
અરે ! જુઓ, જુઓ, તમને ગીતડું ગવડાવવા હરણફાળ ભરતાં હરણાં આવી ગયાં છે. ગીતડું ગાવા તૈયાર થઈ જાઓઃ સુંદર વનમાં વસતાં હરણાં..
‘અ’ વિભાગનાં વાક્યો સાથે ‘બ’ વિભાગનાં કયાં વાકયોનો અર્થ બંધબેસતો થાય છે તેનો ક્રમ ( ) માં લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. મારી મમ્મી મને બહુ હેત કરે છે. (1) | 1. હષ્ટપુષ્ટ ગલૂડિયું જોઈ મને વહાલ ઊભરાયું. |
2. એકાએક ડાઘિયો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી (3) | 2. ઘરમાં સાપ નીવ પણ તેને મારી મન માન્યું નહિ. |
3. ચકલીના માળાને ફેંકી દેતાં મારો જીવ ચાલ્યો નહીં. (2) | 3. ટેબલનું ખાતું ખોલતાં જ વંદો જોઈ મીના ચમકી ગઈ. |
4. દરિયાના મોજાંના સપાટાથી તે તણાઈ ગયો. (5) | 4. ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા. |
5. બિલાડીઓને સામસામાં ઘુરકિયાં કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. (4) | 5. પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. |
પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો?
ઉત્તર :
બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો, કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે ‘જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે.”
પ્રશ્ન 2.
સિંહ-સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની રે જેમ સાચવતાં હતાં? કેવી રીતે ખબર પડી?
ઉત્તર :
હા, સિંહ-સિંહણ બકરીના બચ્ચાને પોતાના / સંતાનની જેમ સાચવતાં હતાં. બંને બચ્ચાં સાથે સાથે દૂધ પીતાં, સાથે રમતાં અને આનંદ કરતાં. તેમને રમતાં જોઈને સિંહ-સિંહણ ખુશ થતાં,
પ્રશ્ન 3.
સિંહણે બકરાનું નામ ‘મોટિયો’ શા માટે પાડ્યું હશે?
ઉત્તર :
બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ “મોટિયો’ પાડ્યું હશે.
પ્રશ્ન 4.
હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા કરવાની સલાહ કેમ આપી હશે?
ઉત્તર :
‘નાનિયો’ એ સિંહનું બચ્યું હતું. ‘મોટિયો’ એ બકરીનું બન્યું હતું. આથી ‘નાનિયો’ ઝનૂની હતું અને મોટિયો’ બીકણ હતું. હાથી આગળ મોટિયાનું ગજુ નહિ. આથી હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે.
પ્રશ્ન 5.
મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ?
ઉત્તર :
મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નનિયો સિંહનું બન્યું હતું. તે સ્વભાવે ઝનૂની હતું. તે હાથી સાથે બાથ ભીડી શકે તેમ હતું.
પ્રશ્ન 6.
બકરો શા માટે જતો રહ્યો?
ઉત્તર :
સિંહણે બકરાને કહ્યું, ‘બેટા ! તું બધી બાબતમાં હોંશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા.’ આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો.
પ્રશ્ન 7.
છેવટે બકરો શું સમજી ગયો?
ઉત્તર :
છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે. હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે.
પ્રશ્ન 8.
સિંહણે બકરાને આવું કહ્યું હતું? ‘હા’ કે ‘ના’ લખો.
ઉત્તર :
- સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. (ના)
- મોટો થયેલો સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે. (ના)
- અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાતભાઈઓ જ કહેવાઈએ. (ના)
- તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતાં મારો જીવ ચાલતો નથી. (ના)
- તું મારી વાત સમજ અને તું તારા જાતભાઈઓ પાસે જતો રહે. (ના)
- કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે. (હા)
પ્રશ્ન 9.
મોટિયાએ નાનિયાને રોક્યો એ વાત નનિયાએ કઈ રીતે કહી હોત? (અધૂરી વાત પૂરી કરો.)
ઉત્તર :
‘મા, અમે રમતાં રમતાં ઘણે દૂર જતાં રહ્યાં. ત્યાં હાથીઓનું ઝુંડ હતું.’ હું તો ઘૂરકતું હાથી સામે જવા લાગ્યું, પણ આ મોટા ભાઈએ મને રોક્યો. મને કહે, ‘અરે મુખ! તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો?’ હું મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહિ, તેથી પાછો ફર્યો.
કોણ બોલી શકે? :
- સિંહ શિકાર નહિ મળે તો હું શું કરીશ?
- બકરીઃ અરેરે ! મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે?
- બકરીનું બચ્ચુંઃ મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
- સિંહણઃ હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચાં છે.
- હાથી: આ તો મને જોઈને ઘૂરકી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહિ કરે ને!
- સિંહનું બચ્ચું: મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત.
વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. ત્યારબાદ થોડી વિગતો ઉમેરી વાર્તા બનાવો :
પ્રશ્ન 1.
…. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઊછરવા લાગ્યું.
….. બકરો પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયો.
…. હાથીઓને જોઈ સિંહનું બન્યું ઉશ્કેરાઈ ગયું.
………. શિકાર ન મળતાં સિંહ હતાશ થઈ ગયો.
….. સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યાં ગયાં.
……………………………………………………………………………………………………..
……………………………………………………………………………………………………..
ઉત્તર :
સાચો બેટો-ખોટો બેટો
– સિંહણે બચ્ચાને જન્મ આપ્યો.
– સિંહ તેના ખોરાક માટે વનમાં શિકાર કરવા જતો.
– એક દિવસ સિંહ શિકાર કરવા વનમાં ગયો.
1 – શિકાર ન મળતાં સિંહ હતાશ થઈ ગયો.
– એટલામાં એની નજર બકરીના બચ્ચા પર પડી.
– સિંહે બકરીના બચ્ચાને પકડયું.
– સિંહને દયા આવી, તેને મારતાં તેનો જીવ ચાલ્યો નહિ.
– સિંહને મનમાં થયું, “જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય.”
– સિંહણે પણ બકરીના બચ્ચાને આવકાર્યું.
2 – બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઊછરવા લાગ્યું.
– બકરીનું બચ્ચું હૃષ્ટપુષ્ટ થયું, બંને સાથે રમતાં.
– એક દિવસની વાત છે.
3 – સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યાં ગયાં.
– તેઓએ હાથીઓનું ટોળું જોયું.
4 – હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું.
– બકરીના બચ્ચાએ તેને શાંત પાડતાં કહ્યું, ‘હાથીઓ સાથે બાથ ભીડવાનું આપણું ગજું નહિ.’
– સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માની આદર આપતું, તેથી કાંઈ બોલ્યું નહિ.
– બંને સિંહણ પાસે આવ્યાં અને બધી વિગતે વાત કરી.
– સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી.
– બકરો સમજી ગયો.
5 – બકરો પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયો.
ચાલો, ફરી હરણાં સાથે આવી ગયું છે ગીતડું સુંદર વનમાં વસતાં હરણાં..
અભિનય સાથે બોલો
- મને કુદરતી રીતે તેના પર હેત ઊપજ્યુ.
- અરે મૂર્ખ! તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો?
- તમે બંને અત્યાર સુધી ક્યાં હતાં?
- એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂઝી, નહિતર મારા ભાઈનો આજે ભુક્કો બોલી જવાનો હતો.
- ડાહ્યો થઈને તારા બકરાંના ટોળામાં ચાલ્યો જા.
[નોંધઃ વિદ્યાર્થીઓએ અભિનય સાથે ઉપરનાં વાક્યો બોલવાં.]
જૂથકાર્ય કરો. ‘સાચો બેટો- ખોટો બેટો’ વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવો :
[નોંધઃ વિઘાર્થીઓએ આ પ્રવૃત્તિ શિક્ષકભાઈ-બહેનની સૂચના પ્રમાણે વર્ગમાં કરવી.].
પ્રશ્નોના ઉત્તર લખો
પ્રશ્ન 1.
તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ?
ઉત્તરઃ
મને સિંહ સારો લાગ્યો, કારણ કે તેને દયા આવી. તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહિ.
પ્રશ્ન 2.
સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ?
ઉત્તરઃ
સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું, કારણ કે તે પણ ધાવતું બાળ હતું, એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું.
પ્રશ્ન 3.
‘સિંહ દયાળુ હતો’ – એવું ક્યા પ્રસંગના આધારે કહી શકાય?
ઉત્તર :
સિંહ શિકારની શોધમાં હતો. એને કોઈ પ્રાણી ન દેખાતાં તે હતાશ થઈને બેઠો હતો. એવામાં એને બકરીનું બચું દેખાયું. સિંહે તેને પકડી લીધું, પરંતુ મારતાં તેનો જીવ ચાલ્યો નહિ. વળી, તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો.
પ્રશ્ન 4.
સિંહણે બકરીના બચ્ચાને બકરાંના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે?
ઉત્તર :
સિંહણનું બચ્ચું ઝનૂની હતું, જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી. આથી, ખરો સિંહ બનેલ સિંહનું બચું બકરીના બચ્ચાને કોઈક દિવસ મારી પણ નાખે – એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાંના ટોળા સાથે જવા કહ્યું હશે.
પ્રશ્ન 5.
બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કોણ કરી શકે?
ઉત્તર :
બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહિ. હાથીનો શિકાર સિંહ, વાઘ, દીપડા જેવાં જંગલી પ્રાણીઓ જ કરી શકે.
પ્રશ્ન 6.
બકરીનું બચ્ચું બકરાંના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે?
ઉત્તર :
બકરીનું બચ્ચું બકરાંના ટોળા ભેગું ગયા પછી બકરી જ બની ગયું હશે.
પ્રશ્ન 7.
સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત?
ઉત્તર :
સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો તે પણ બકરીના જેવું બીડ્ઝ જ બની ગયું હોત.
ફકરો ધ્યાનથી વાંચો. તેની નીચેના આપેલા શબ્દોને સાચી રીતે લખો. અને ફકરામાં એ શો નીચે લીટી કરો :
મારે યુરોપમાં જાતજાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું. એમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો. એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી ને તોય સૌથી અણધાર્યા પ્રશ્નો અને વિક્ટ પ્રસંગો તો એમાં જ ઉત્પન્ન થતા. નજીકનાં અને દૂરનાં સગાંઓનાં નાનાં છોકરાં તથા ભત્રીજા-ભત્રીજીઓનો એ ગણ હતો. તેઓ ભલભલા પત્રકારોને પણ ન સુઝે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે, એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઊઠે. અને એમના ઉત્સુક ચહેરા ઉપર એક-એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો જાય.
મોટા ભાઈના ઘરના બગીચામાં કુટુંબના ઉપયોગ માટે તરવાનો ગરમ પાણીનો મોટો હોજ છે. આસપાસ ફરવા ને રમવા ને તડકો ખાવા લીલા ઘાસવાળું મેદાન છે. એમાં એ નાનાં છોકરાંઓ ભેગાં થાય, દોડે, કૂદ, રમે, પાણીમાં પડે ને બીજાંઓને પાડે. આખા વાતાવરણને આનંદની કિકિયારીઓથી ભરી દે. એમાં પણ અમારી સભા બેસે અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાનગોષ્ઠિ ચાલે. (બાળમિત્રોમાંથી – ફાધર વાલેસ)
- વિશિ – વિશિષ્ટ
- તાશ્રીગણ – શ્રોતાગણ
- ચંઅત – અત્યંત
- અણયધા – અણધાર્યા
- નોમ – પ્રશ્નો
- સુકઉ – ઉત્સુક
- ઉન્નત્ય – ઉત્પન્ન
- ભજીત્રી – ભત્રીજી
- નર્કિંગોજ્ઞા – જ્ઞાનગોષ્ઠિ
- રકાત્રપ – પત્રકાર
- ભાવ પ્રતિ – પ્રતિભાવ
- નોરીપ્રત્ત – પ્રશ્નોત્તરી
‘મારે યુરોપમાં…’ ફકરાનું શ્રુતલેખન કરાવો.
[નોંધ: શિક્ષક ભાઈ-બહેને વિદ્યાર્થીઓને શ્રુતલેખન કરાવવું.]
જોડીમાં કામ કરો. એકબીજાને શ્રુતલેખન કરાવો અને ચકાસો :
નામ ત્રણ જ અક્ષરનું, પણ દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા જેટલી જગ્યા રોકે. ગજબનો ઊંડો, પણ મૂંગો નહિ. ધિંગામસ્તી કરતો ઘેરે રવે ગાજે. આખું ગામ સમાઈ જાય એવડા મોટા જહાજને તે એક મોજામાં તોડી નાખે. સો હાથી જેવડી એક એવી કેટલીય હેલ તેમાં રહે. ભરતી આવે ત્યારે ગાંડો લાગે, પરંતુ ઓટ આવે એટલે ડાહ્યો થઈ જાય. એનાં મોજાં ફૂંફાડા મારે, પણ કરડે નહિ. ઘૂ ઘૂ કરી સૌને ડરાવે, પણ હું તો ડરું જ નહિ, કેમ કે દરિયો તો મારો દોસ્ત છે.
[નોંધઃ વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં શ્રુતલેખન કરવું અને એકબીજા પાસે ચકાસણી કરાવવી.]
દરિયાનો વીડિયો બતાવો (QR code).
(નોંધ: શિક્ષક ભાઈ-બહેને વિદ્યાર્થીઓને વીડિયો બતાવવો.]
તમે દરિયાનો વીડિયો જોયો, પણ ખરેખર આંખ સામે જોયો છે? તે એટલો વિશાળ હોય કે આપણી આખી દુનિયાના ચાર ભાગ કરીએ તો એમાંથી ત્રણ ભાગ એટલે ત્રણ-ચતુર્થાંશ જેટલી જગ્યામાં તો દરિયો જ છે. એટલે જ તો તેને ‘મહા…સાગર’ કહેવામાં આવે છે. આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ.
મહાસાગર:
[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાંનું ગીત સમૂહમાં ગાવું, સમજવું.]
વાતચીત :
પ્રશ્ન 1.
કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી?
ઉત્તર :
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !’
આ પંક્તિ ગાવાની મજા પડી.
પ્રશ્ન 2.
જયાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે?
ઉત્તર :
જ્યાં ઘણું બધું પાણી હોય એવી ઘણી જગ્યાઓ મેં જોઈ છે, તેમાંથી એક કડાણા ડેમ સરોવર જોયું છે.
પ્રશ્ન 3.
દરિયો કોણે જોયો છે? ક્યાં? તે દશ્યનું વર્ણન કરો.
ઉત્તર :
મેં સોમનાથનો દરિયો જોયો છે. દૂર દૂર સુધી પાણી જ પાણી. ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે. મોજાં કિનારે અથડાય, એનો ઘૂઘવાટ પણ જબરો ડરામણો. દૂર કિનારે બેસીને જોવાની મજા આવે.
પ્રશ્ન 4.
‘દરિયા’ સાથે યાદ આવે તેવા શબ્દો બોલો.
ઉત્તર :
‘દરિયા’ સાથે યાદ આવે તેવા શબ્દો : ભરતી, ઓટ, મોજાં, સ્ટીમર, ઘડી, માછીમાર, દીવાદાંડી, માલાં, કરચલાં વગેરે.
પ્રશ્ન 5.
ઊંચાં ઊંચાં ઝાડનાં નામ કહો.
ઉત્તર :
ઊંચાં ઊંચાં ઝાડનાં નામ : તાડ, ખજૂરી, નીલગિરી, સાગ, સાદડ વગેરે.
પ્રશ્ન 6.
પાણીમાં શું શું કરે અને શું શું ડૂબે?
ઉત્તર :
પાણીમાં કાગળ, પ્લાસ્ટિક, લાકડું, રબર તરે અને પથ્થર, લોખંડ, કાચ ડૂબે.
પ્રશ્ન 7.
સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય?
ઉત્તર :
સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવાય.
પ્રશ્ન 8.
તમને કાગળની હોડી બનાવતાં આવડે? તેની રીત કહો. જેને નથી આવડતી તેને શીખવો.
ઉત્તર :
મને કાગળની હોડી બનાવતાં આવડે. ચોરસ કાગળ લેવો. તેને બે વાર વાળી નાનો ચોરસ બનાવવો. પછી એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ છેડા રહે તેમ વાળવો. તેનાથી ત્રિકોણ બનશે. પછી તેને વચ્ચેથી ખુલ્લો કરવાથી હોડી બનશે.
પ્રશ્ન 9.
વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે?
ઉત્તર :
વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને. મોજાં ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ધસી આવે. પવન ડે ફૂંકાય, વરસાદ વરસે. દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયાએ ભયંકર રૂપ ધારણ ક્યું હોય તેવું દશ્ય દેખાય.
ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શાબો શોધો
ઉદાહરણ: આરો – ઓવારો
- અથડાતા – પછડાતા
- ઊંટ – તૂત
- તાડ-ઝાડ
- ધાય – જાય
- પોણી – પાણી
જોડીમાં કામ કરશે. સંવાદ ભજવોઃ
મહાસાગર હાય! પર્વતભાઈ?
- પર્વત : અમે તો મજામાં છીએ પણ તમારા જેવું અમારું રાજ નહિ હોં! તમે તો પોણી દુનિયા પર પથરાયા છો. દુનિયાના લગભગ 75 % ભાગ પર તો જાણે તમારું જ રાજ !
- મહાસાગર : હા, એ ખરું, પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી. એનું શું?
- પર્વતઃ આરો કે ઓવારો એટલે શું?
- મહાસાગર : અરે પર્વત ભાઈ, તમે એટલુંય ન સમજ્યા? આરો એટલે કિનારો અને ઓવારો એટલે નહાવા ધોવાનો ઘાટ. અને
- પર્વતભાઈ અમારે તો પરથારો પણ નહિ બોલો!
- પર્વત : વળી આ પાછું નવું લાવ્યા? પરથારો એટલે શું એય સમજાવી દો ત્યારે. મહાસાગર પરથારો એટલે પહોળું પગથિયું. વળી, ઘેરે રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઊછળી શકીએ પણ થાક ખાવા બેસીએ ક્યાં?
- પર્વતઃ અરે મારા વહાલા દરિયાલાલ! તમારી પાસે સભર ભર્યા એટલે કે છલોછલ, ભરપુર પાણી તો છે. પછી, બીજું શું જોઈએ તમારે?
- મહાસાગર : પર્વતભાઈ, અમારી પાસે ચોક્કસ સીમાડા નથી. તમારે હદ તો ખરી. ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને?
- પર્વત : ઓહ! મારે સીમાડા છે પણ હું તો કંટાળી ગયો છું. ભાઈસા’બ મારાથી તમારી જેમ ક્યાં ઊછળી શકાય છે!
- મહાસાગર : હૈ! એમ?
- પર્વત : તમે નાહક દુઃખી થાઓ છો. તમારા મોજાં ઊછળી ઊછળીને કેવાં ઘૂઘવે છે! ભરતી વખતે તો જોરભેર નજીક સામાં દોડી આવે ને ઓટ વખતે દૂર સરી જાય! કેવાં મજાનાં ! તમે તો રોજ નવા નવા, હું તો એ જ જૂનો જોગી!
- મહાસાગર : ભલા દેખ! તું પણ કેવો રળિયામણો છે! આવ, ઓરો આવ. પાસે બેસી વાત કરીએ.
- પર્વત : ના ભાઈબંધ ના. તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે. હું ડૂબી તો નહીં જાઉં ને!
ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો.
[નોંધ: વિદ્યાર્થીઓએ ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધીને તેની નીચે લીટી કરવી.]
સાચા અર્થવાળું વાક્ય શોધો. તેની સામે ની [✓] નિશાની કરો.
1. પોણુંઃ આખામાં પા ઓછું
(અ) પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. [✓]
(બ) પોણી લોટો છે.
(ક) ભાવિન પોણીમાં છે.
2. સીમાડોઃ ગામની હદ
(અ) આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે.
(બ) મારું ઘર સીમાડે આવેલું છે. [✓]
(ક) ખેતરમાં સીમાડોનું ઝાડ છે.
3. વાયુવેગે પવનની ઝડપે
(અ) બુલેટ્રેન વાયુવેગે દોડે છે. [✓]
(બ) સીમરન વાયુવેગે ઊંધે છે.
(ક) દરિયો વાયુવેગે ઊંડો છે.
4. ગરજવું: ગર્જના કરવી, ગાજવું, મોટેથી બરાડવું
(અ) સિંહ ગરજે ત્યારે બધાં પ્રાણીઓ ડરી જાય છે. [✓]
(બ) ધીરજ ધીમે ધીમે ગરજે છે.
(ક) ચિંટુના જોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા.
5. ફૂંફાડોઃ ફૂકવાટો
(અ) બિલાડી દૂધમાં ફૂફાડો મારે છે.
(બ) વાદળ ગરજતાં મોર ફૂફાડો કરીને કળા કરવા લાગ્યો.
(ક) નોળિયાને જોઈ નાગ ફૂંફાડા મારવા લાગ્યો. [✓]
6. ભરતી : સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે
(અ) ભરતી આજે શાળાએ આવી નથી.
(બ) કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ,
(ક) દરિયામાં ભરતી આવે ત્યારે મોજાં ઊંચે સુધી ઊછળે છે. [✓]
7. ઓટઃ ભરતીનું ઓસરી જવું તે
(અ) ભરતી પછી ઓટ આવે જ. [✓]
(બ) ઓટમાંથી રોટલો બને.
(ક) ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે.
દરિયાને બીજું શું શું કહેવાય તે જાણો:
- ઉદધિઃ પાણીનો જથ્થો
- જલધિ: જળનો જથ્થો
- અંબુધિ: પાણીનો ભંડાર વારિધિ પાણીનો ભંડાર
- જળનિધિઃ જળનો ભંડાર
- પયોનિધિ: પાણીનો ભંડાર
- મહેરામણ / મહાસાગર: મોટો દરિયો
- રત્નાકર: રત્નોની ખાણ
(અર્ણવ, જળાબ્ધિ, સમુદ્ર, સિંધુ, સાગર, અબ્ધિ)
કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શો કવિતામાંથી શોધીને લખો.
પ્રશ્ન 1.ઉત્તર :
જૂથમાં ચર્ચા કરી દરિયાની ક્રિયાઓ જણાવો. આ રીતે કોષ્ટકની વિગતો ચકાસી લો.
[નોંધ: વિધાર્થીઓએ આ પ્રવૃત્તિ જૂથમાં કરવી.].
ઉપર નોંધેલી વિગતો પરથી પ્રશ્નોના ઉત્તર આપો?
- મહાસાગર કેટલો વિશાળ છે? – વિશાળ લાંબો – પહોળો
- મહાસાગરનું પાણી કેવું છે? – ખારું
- મહાસાગર કેટલો ઊંડો છે? – ગજબ ઊંડો – બધું ડૂબી જાય
- મહાસાગરનાં મોજા કેવાં છે? – મોટાં મોટાં
- મહાસાગર કેવો અવાજ કરે છે? – ધૂધૂ
કવિતામાંથી તમને ગમતી પંકિતઓ નીચે લીટી કરો :
[નોંધઃ વિદ્યાર્થીઓએ પોતાને ગમતી પંક્તિઓ નીચે લીટી કરવી.]
નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહો, તેની સામે [✓] ની નિશાની કરો
1. સામો તો કિનારો નહિ.
(અ) દરિયાને બીજો કિનારો ના હોય. [✓]
(બ) દરિયાનો સામો કિનારો.
(ક) ખૂબ દૂર હોય.
2. વાયુવેગે આગળ ધાય,
(અ) વાયુ બની જાય.
(બ) આગળ જઈને હવા બની જાય.
(ક) ખૂબ ઝડપથી આગળ વધે. [✓]
3. ગરજે સાગર ઘેરે રવે !
(અ) સાગરને ઘેરી લે.
(બ) ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે. [✓]
(ક) સાગર ઘરે જઈને રડે.
4. કિનારાના ખડકો રહે !
(અ) સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. [✓]
(બ) કિનારે જઈને ખડકો રડે.
(ક) ખડકનો કિનારો.
5. ફીણથી ફૂંફાડા કરતો,
(અ) નાગની ફેણની જેમ ફૂંફાડા મારતાં રિયાનાં મોજાં. [✓]
(બ) સાબના ફીણ જેવો.
(ક) ફીણ નામનો સાપ ફૂંફાડા મારે.
પહેલાં તમારા શિક્ષક સાથે અને પછી જૂથમાં ઉદાહરણ મુજબ જોડીમાં બોલો
પ્રશ્ન 1.
- ખારાં ખારાં ઊસ જેવાં
- …………….. તરંગ ઊઠે
- હાથી જેવા – …………..
- આછા આછાં – …………..
- અથડાતા જાય – …………..
ઉત્તર :
- ખારાં ખારાં ઊસ જેવાં
- મોટા મોટા તરંગ ઊઠે
- હાથી જેવા સૂતં ડૂબે !
- આછા આછાં તેલ
- અથડાતા જાય પછડાતા જાય!
[નોંધ: વિધાર્થીઓએ ઉપરનાં વાક્યો જૂથમાં બોલવાં.].
ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો બોલો અને લખો :
ઉદાહરણઃ આખી દુનિયામાં જળ ફરી વળતાં – જળબંબોળ
પ્રશ્ન 1.
- આ કવિતા વાંચવાની મને મજા આવી. હવે હું તો – ……………………
- ખનીજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું. બધું તેલ દરિયામાં ઢોળાઈ જતાં દરિયો …………………… થઈ ગયો.
- ઉર્વિલને ઇનામમાં ખૂબ ધન મળતાં ઉર્વિલ …………………… થઈ ગયો.
- કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે. આજે બહુ દિવસે બહેનપણી સાથે વાત કરવા મળી એટલે એ …………………… થઈ ગઈ.
- આશાને ગીત ગાવાનું બહુ ગમે છે. ગીત ગાતી વખતે …………………… થઈ જાય છે.
ઉત્તર :
- આ કવિતા વાંચવાની મને મજા આવી. હવે હું તો – ખુશખુશાલ
- ખનીજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું. બધું તેલ દરિયામાં ઢોળાઈ જતાં દરિયો રેલમછેલ થઈ ગયો.
- ઉર્વિલને ઇનામમાં ખૂબ ધન મળતાં ઉર્વિલ રાજીરાજી થઈ ગયો.
- કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે. આજે બહુ દિવસે બહેનપણી સાથે વાત કરવા મળી એટલે એ ગાંડીઘેલી થઈ ગઈ.
- આશાને ગીત ગાવાનું બહુ ગમે છે. ગીત ગાતી વખતે ધ્યાનમગ્ન ? ઓતપ્રોત થઈ જાય છે.
એના જેવું કોઈ નહિ
ઉદાહરણ : મહાસાગર તો મહાસાગર
પ્રશ્ન 1.
- મમ્મી તો …………….
- ………………
- ……………..
- ………………
- ………………
ઉત્તર :
- મમ્મી તો મમ્મી
- શેઠ તો શેઠ
- દૂધ તો દૂધ
- મામા તો મામા
- રાજા તો રાજા
કવિતાની પંક્તિઓને વાર્તાનાં વાક્યોની જેમ મોટેથી બોલો અને લખો :
ઉદાહરણઃ કવિતાની પંક્તિ – ખારાં ખારાં ઊંસ જેવાં
વાતના વાક્યની જેમ – મહાસાગરનું પાણી ખારું ખારું ઊંસ જેવું છે.
- ‘વાયુવેગે આગળ ધાય’ મોજાં ખૂબ ઝડપથી આગળ વધે છે.
- ‘ઊંડો ઊંડો ગજબ ઊંડો !’ મહાસાગર ખૂબ જ ઊંડો હોય છે.
- ‘ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે !’ મહાસાગર ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે તેવો ઊંડો છે.
- ‘ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !’ મહાસાગરમાં વાવાઝોડું આવે તો આખી દુનિયા પર પાણી ફરી વળે.
- ‘વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર !’ મહાસાગર વિશાળ લાંબો, પહોળો અને ઊંડો છે.
ચાલો હવે રમત રમવાની મજા માણી લઈએ. રમતનું નામ છે ‘નદી કે પર્વત’:
ઓટલો કે સહેજ ઊંચી જગ્યા હોય ત્યાં બાળકોને ભેગાં કરવાં. થોડાં બાળકોને ઊંચી જગ્યા પર ઊભાં રહેવા કહેવું (એટલે કે ધારી લો કે પર્વત પર ઊભાં છે.) અને થોડાં નીચે ઊભાં રહે. (ધારી લો કે નદીમાં ઊભાં છે.) એક બાળક થોડે દૂર રહે. બધાં બાળકો આ બાળકને પૂછે: ‘નદી કે પર્વત ?’ આ બાળક બોલે ‘નદી’ તો જે બાળકો નીચે ઊભાં છે તેઓ ત્યાં જ રહે (એટલે કે નદીમાં જ રહે.) જે બાળકો ઉપર ઊભાં છે તેઓ નીચે આવી જાય (એટલે કે પર્વત પરનાં બાળકો નદીમાં આવી જાય).
જે બાળકો આમ કરવામાં ભૂલ કરે તે આઉટ ગણાય (એટલે કે નીચે નદીમાં ઊભેલાં બાળકો જો ઉપર જતાં રહે તો આઉટ, ઉપર ઊભેલાં બાળકો નીચે ન ઊતરે તો આઉટ), જો આ બાળક બોલે ‘પર્વત’ તો જે બાળકો ઉપર ઊભાં છે તેઓ ત્યાં જ રહે (એટલે કે પર્વત પર જ રહે), જે બાળકો નીચે ઊભાં છે તેઓ ઉપર જતાં રહે (એટલે કે નદીમાંનાં બાળકો પર્વત ઉપર જતાં રહે). જે બાળકો આમ કરવામાં ભૂલ કરે તે આઉટ ગણાય (એટલે કે ઉપર પર્વત પર ઊભેલાં બાળકો જો નીચે જતાં રહે તો આઉટ. નીચે ઊભેલાં બાળકો ઉપર ન જાય તો આઉટ), આમ આ રીતે અવારનવાર આ રમત રમાડવી.
[નોંધઃ વિદ્યાર્થીઓએ આ રમત સમૂહમાં રમવી.].
પ્રશ્નોના ઉત્તર લખો.
પ્રશ્ન 1.
દરિયાકિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે? કેમ?
ઉત્તરઃ
દરિયાકિનારે ધર હોય તો ડર લાગે જ, કારણ કે કોઈ વાર ભયંકર વાવાઝોડાનો ખતરો રહે.
પ્રશ્ન 2.
દરિયો તમને કશું માગવાનું કહે તો તમે એની પાસે શું માગો?
ઉત્તર :
રિયો મને કશું માગવાનું કહે તો હું એની પાસે એવી માગણી કરું કે અમે દરિયાકિનારે રમતાં હોઈએ કે દરિયાના મોજાંની મજા માણતાં હોઈએ ત્યારે અમારું તે રક્ષણ કરે.
પ્રશ્ન 3.
તળાવ, નદી વગેરે ક્યારે છલકાય?
ઉત્તર :
અતિશય ભારે વરસાદ વરસે ત્યારે તળાવ, નદી વગેરે છલકાય.
પ્રશ્ન 4.
દરિયો આપણને શું શું આપે?
ઉત્તર :
રિયો આપણને મીઠું આપે, દરિયો છીપલાં આપે, દરિયો માછલાં પૂરાં પાડે, દરિયામાંથી મોતી પણ મળે. ક્યાંક દરિયામાંથી ખનીજ તેલ પણ મળે.
પ્રશ્ન 5.
દરિયો ગાંડો થાય? થાય તો શું થાય?
ઉત્તર :
વાવાઝોડા અને વરસાદથી દરિયો ક્યારેક ગાંડો થાય પણ ખરો. દરિયો ગાંડો થતાં જાનમાલનું ભારે નુકસાન થાય.
પ્રશ્ન 6.
દરિયાનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું? કેમ?
ઉત્તર :
દરિયાનું પાણી ચોખ્યું હોય, કેમ કે તે વહેતું હું જ રહે છે.
પ્રશ્ન 7.
દરિયો આપણો દોસ્ત કે દુશ્મન? કેમ?
ઉત્તર :
દરિયો આપણો દોસ્ત છે, કેમ કે તે આપણને મજા કરાવે છે.
‘બકરી અને સિંહ’વાળી (સાચો બેટો – ખોટો બેટો) વાર્તામાં ‘પરંતુ’ આવતું હોય એવાં વાક્યો શોધીને લખો :
પ્રશ્ન 1.
‘બકરી અને સિંહ’વાળી (સાચો બેટો – ખોટો બેટો) વાર્તામાં ‘પરંતુ’ આવતું હોય એવાં વાક્યો શોધીને લખો :
………………………………………………………………………………………………………………………
………………………………………………………………………………………………………………………
………………………………………………………………………………………………………………………
ઉત્તર :
‘બકરી અને સિંહ’વાળી વાતમાં ‘પરંતુ’ આવતું હોય એવાં વાક્યો :
- શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતાં તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો.
- સિંહે તેને (બકરીના બચ્ચાને) પકડી લીધું, પરંતુ તેને મારતાં તેનો જીવ ચાલ્યો નહીં.
- આજે મારા બેટાએ ‘મોટા ભાઈ’ તરીકે તારી આશા પાળી છે, પરંતુ હવે તે મોટો થયો છે.
ખોટો વિકલ્પ છેકો. સાચો વિકલ્પ ઘંટોઃ
ઉદાહરણ : નવીન તોફાની છે, પણ છે તેથી હોશિયાર છે.
- રિયાને રમવું છે, પણ કે તેથી તેની સાથે રમવા કોઈ તૈયાર નથી.
- તમારી વાત સાચી છે, પરંતુ ? તેથી મારાથી કશી મદદ થઈ શકે એમ નથી,
- જંગલમાં ઘણાં ઝાડ છે, તેથી જે પર્ણ તે લીલુંછમ દેખાય છે.
- આજે રવિવાર છે, તેથી પણ રજા નથી.
- ચાલવાની મજા આવે છે, પરંતુ તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે.
ઉદાહરણ જુઓ, તેને આધારે વાક્યો નીચે યોગ્ય નિશાની કરો. ખાલી જગ્યામાં યોગ્ય શબ લખો :
ઉદાહરણઃ
5. અમરતકાકીને મંગુ વહાલી છે. ……….. તેઓ તેને બહુ વહાલ કરે છે.
6. કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું બહુ ગમે છે. ……………….. તે રજાઓમાં કેશોદ જશે.
7. એન્થોનીને અભિનય સરસ આવડે છે. …………… જાહેરમાં અભિનય કરતાં ડરે છે.
8. શ્રેય સૌને મદદ કરે છે. ……………. બધાં તેને માન આપે છે.
9. જુમાએ વેણને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા …………….. તે તેને બચાવી શક્યો નહિ.
10. બધાંને હતું કે મેરી કોમ હારી જશે ……………….. તે જીતી ગઈ.
વર્ગમાં ચાર જૂથ બનાવો. પહેલું જૂથ કોઈ વાક્ય બોલે બીજા જૂથે ‘પણ’ સાથે બીજું વાક્ય ઉમેરવાનું. ત્રીજા જૂથે વાક્ય બોલવાનું, ચોથું જૂથ ‘પરંતુ’થી બીજું વાકય ઉમેરવાનું. જૂથનો ક્રમ બદલીને આ રમત રમો :
[નોંધ: વિદ્યાર્થીઓએ આ રમત વર્ગમાં રમવી.]
ઉદાહરણ ધ્યાનથી વાંચો. કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેમજ ‘પણ’, ‘પરંતુ’ કે ‘તેથી’ નો ઉપયોગ કરીને વાકચ ચોગ્ય રીતે પૂરું કરો :
1. વિમળાને વાંચવું છે, પણ પરંતુ તેની પાસે પુસ્તક નથી.
વિમળાને વાંચવું છે, તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે.
2. સરોજને ઘડિયાળ ખરીદવી હતી, પણ પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં.
સરોજને ઘડિયાળ ખરીદવી હતી, તેથી તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા.
3. પરીક્ષા નજીક છે, પણ/પરંતુ જીગર વાંચવા બેસતો નથી.
પરીક્ષા નજીક છે, તેથી માયા તૈયારી કરે છે.
4. દરિયા પાણીથી ભરપૂર હોય, પણ/પરંતુ તે પાણી પીવામાં કામ ના લાગે.
દરિયા પાણીથી ભરપૂર હોય, તેથી તેમાં મોટા જહાજ ચાલી શકે.
5. આકાશમાં ઘનઘોર વાદળ છે, પણ/પરંતુ વરસાદનો છાંટોય પડતો નથી.
આકાશમાં ઘનઘોર વાદળ છે, તેથી સૂરજ દેખાતો નથી.
6. અજિત દોડતો દોડતો આવ્યો, પણ પરંતુ તે થાક્યો નથી.
અજિત દોડતો દોડતો આવ્યો, તેથી તે હાંફે છે.
- તે પાણી પીવામાં કામ ના લાગે. છે સૂરજ દેખાતો નથી.
- તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા.
- જીગર વાંચવા બેસતો નથી.
- તે થાક્યો નથી.
- તેમાં મોટા જહાજ ચાલી શકે.
- તે હાંફે છે.
- માયા તૈયારી કરે છે.
- વરસાદનો છાંટોય પડતો નથી.
- તેણે મમ્મી પાસે જીદ કરી નહીં.
નીચેનાં ચિત્રો જુઓ. તે બંનેમાં શું જુદું છે તે કહો :
બંને ચિત્રોમાં જુદી બાબતો (જુદું) :
પહેલું ચિત્ર | બીજે ચિત્ર |
વાવાઝોડા પહેલાંનું | વાવાઝોડા પછીનું |
ઘર ઉપરનાં છાપરાં સલામત | ઘર ઉપરનાં છાપરાં ઊડી ગયેલાં |
ઝાડ સુરક્ષિત | ઝાડ પડી ગયેલાં |
બારી-બારણાં, કોટ સ્પષ્ટ સલામત | બારી-બારણાં, કોટ પાણીમાં ડૂબી ગયેલાં |
છાપરા પર પક્ષી | ઊડતું પક્ષી |
ઉપરનાં બંને ચિત્રોનું એકસાથે વર્ણન કરો. તે માટે ‘પણ’, ‘પરંતુ’, ‘તેથી’ શબ્દોનો ઉપયોગ કરો :
- પહેલું ચિત્ર વાવાઝોડા પહેલાંનું છે, પણ બીજું ચિત્ર વાવાઝોડા પછીનું છે.
- પહેલા ચિત્રમાં ઘર ઉપરનાં છાપરાં સલામત છે, પરંતુ બીજા ચિત્રમાં છાપરાં ઊડી ગયેલાં છે.
- પહેલા ચિત્રમાં ઝાડ સુરક્ષિત છે, પણ બીજા ચિત્રમાં ઝાડ પડી ગયેલાં છે.
- પહેલા ચિત્રમાં બારી-બારણાં, કોટ સ્પષ્ટ સલામત છે, પરંતુ બીજા ચિત્રમાં પાણીમાં ડૂબી ગયેલાં છે.
- પહેલા ચિત્રમાં છાપરા પર બેઠેલું પક્ષી છે પણ બીજા ચિત્રમાં છાપરું ઊડી ગયું છે, તેથી ઊડતું પક્ષી છે.
જોડકણું :
દોડમદોડી… પકડમ પકડી,
હળીમળી ખિસકોલી રમતી.
આંબલી-પીપળી; આંબલી-પીપળી.
પૂંછ એની મને ગમતી,
જાણે ગોળ ગોળ રેશમ દડી,
દોડમદોડી… પકડમ પકડી.
વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો ?
હંસીએ ધીમેથી કહ્યું, “સાંભળો છો, આ લપલપિયો માથે પડશે.” હસ કહે, “પણ મિત્રને ના કઈ રીતે કહું?” કાચબાએ આ વાત સાંભળી. તેણે કાચબીને કહ્યું, ‘આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતાં ડરે છે.” કાચબીએ થોડો વિચાર કર્યો. પછી કહ્યું, “હંસ પાસેથી માનસરોવરનું સરનામું જ લઈ લો ને! આપણે વિમાનમાં પહોંચી જઈશું. બાળકોને લઈ જવાશે.”
પ્રશ્ન 1.
હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે?
ઉત્તર :
હંસ તેના બાળકને ‘હંસુ’ કહેતો હશે.
પ્રશ્ન 2.
જો કાચબાને ‘લપલપિયો’ કહીએ તો કાચબી અને કાચબુને શું કહીશું?
ઉત્તર :
જો કાચબાને ‘લપલપિયો’ કહીએ તો કાચબીને ‘લપલપી’ અને કાચબુને ‘લપલપિયું” કહીશું.
પ્રશ્ન 3.
ખોટો વિકલ્પ છેકો : પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પ્રર્યો પડી પ્રસ્થ.
હસૉ ….
- મહેન્દ્ર કાલે હું અને સિંહ સામસામે હતા.
- નરેન્દ્ર : પછી …?
- મહેન્દ્ર : પછી … તેણે મારી સામે જોયું. મેં તેની સામે જોયું. તેણે મારી સામે જોઈ ઘુરકિયું કર્યું.
- નરેન્દ્ર : બાપ રે ! પછી … તેં શું કર્યું?
- મહેન્દ્ર : બસ પછી હું બીજા પાંજરા પાસે ગયો.
લગભગ સરખા :
- બળિયું – જોરાવર
- બાથ ભીડવી – મોટું કામ હિંમતભેર ઉપાડવું, ટક્કર ઝીલવી
- ગજું – શક્તિ
- ઊસ – એક ક્ષાર
- આરો-કિનારો
- ઓવારો – કિનારો
- પરથારો – નાનો ઓટલો
- જળભંડાર – પાણીનો સંગ્રહ
- સભર ભર્યા – પૂરેપૂરા ભરેલા
- તરંગ – પાણીની લહેર, મોજું
- ધાય – દોડે
- ઘોર – ઘેરો અવાજ કે રણકો
- ગૂથવવું – ઘૂ ઘૂ’ એવો અવાજ કરવો, ગર્જવું
- રવવું – અવાજ કરવો
- ઓરો – પાસે
- આઘો – દૂર
- તૂત – બનાવટી વાત, જૂઠાણું
- ગંજાવર – ઘણું મોટું
[નોંધ : વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
Std 4 Gujarati Textbook Solutions Chapter 4 સિંહ ઘૂઘવે, બકરો ભાગે Additional Important Questions and Answers
વિશેષ પ્રસ્નોત્તર,
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
સિંહ વનમાં હતાશ થઈ કેમ બેઠો હતો?
ઉત્તર :
સિંહ શિકારની શોધમાં વનમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતાં તે હતાશ થઈને બેઠો હતો.
પ્રશ્ન 2.
બંને બચ્ચાં સાથે સાથે શું કરતાં?
ઉત્તર :
બંને બચ્ચાં સાથે સાથે દૂધ પીતાં, સાથે સાથે રમતાં અને આનંદ કરતાં.
પ્રશ્ન 3.
સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કેમ ર્યો નહિ?
ઉત્તર :
સિંહનું બચ્ચું બકરાનો ‘મોટા ભાઈ’ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે બકરાની આજ્ઞાનો અનાદર કર્યો નહિ.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સિંહણે જેનું નામ “મોટિયો’ અને કોનું નામ ‘નાનિયો’ રાખ્યું? શા માટે?
ઉત્તર :
સિંહણે બકરીના બચ્ચાનું નામ “મોટિયો’ રાખ્યું, કારણ કે તે સિંહણને ધાવીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તેની આગળ સિંહણનું બચ્ચું નાનું લાગતું હતું, તેથી તેનું નામ ‘નાનિયો’ રાખ્યું.
પ્રશ્ન 2.
સિંહનું બચ્ચે કોની સામે ઘૂરવા લાગ્યું? મોટિયાએ તેને શું કહ્યું?
ઉત્તર :
સિંહનું બચ્ચું હાથીઓની સામે પૂરકવા લાગ્યું. મોટિયાએ તેને કહ્યું, “અરે મૂર્ખ ! તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટાં મોટાં વૃક્ષોને ઊખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું ગજું શું? માટે ઓ નાનિયા પાછો ફર.”
નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો:
- વનમાં સિંહણ શિકારની શોધમાં ફરતી હતી. [✗]
- બકરીના બચ્ચાને મારતાં સિંહનો જીવ ચાલ્યો નહીં. [✓]
- સિહણ બકરીના બચ્ચાને ધવડાવતી નહીં. [✗]
- બકરીનું બચ્ચું સિંહના બચ્ચાનો ‘મોટા ભાઈ’ તરીકે આદર રાખતું હતું. [✗]
- સિંહણે બકરીના બચ્ચાને બકરાંના મેળામાં જતા રહેવા જણાવ્યું. [✓]
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો:
- ‘ભલે તે આપણે ત્યાં રહે.’ – સિંહણ
- ‘તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો?’ – મોટિયો
- ‘હવે તું ડાહ્યો થઈને બકરાંના ટોળામાં ચાલ્યો જા.’ – સિંહણ
- ‘આ બકરીના બચ્ચાને જીવતું કેમ લાવ્યા?’ – સિંહણ
- ‘મા, 2મત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા.’ – મોટિયો
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
- બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ………… થઈ ગયું હતું. (દૂબળું, હૃષ્ટપુષ્ટ)
- સિંહણ પોતે ઉછેરેલા બકરાને …………… કહેતી. (નાનિયો, મોટિયો)
- સિંહનું બચ્ચું બકરાની આજ્ઞાનો ………….. કરતું. (આદર, અનાદર)
- …………… મોટાં મોટાં વૃક્ષોને ઊખેડી નાખે તેવા હોય. (હાથીઓ, બકરાંઓ)
ઉત્તરઃ
- હૃષ્ટપુષ્ટ
- મોટિયો
- આદર
- હાથીઓ
નીચેનાં વાક્યોમાં ખોટો શબ્દ છેકી નાખો, સાચા શબ્દ નીચે લીટી દોરો :
- હું મોડો ઊડ્યો, પરંતું / તેથી નિશાળે મોડો પહોંચ્યો.
- દીપા પાતળી દેખાય છે, પણ / તેથી સશક્ત છે.
- રમણભાઈ ગરીબ છે, પણ / દુઃખી નથી.
- કુંજ રમતાં રમતાં પડી ગયો, તેથ / પરંતુ રડ્યો નહિ.
- દેવ દયાળુ છે પરંતું તેથી / દરેકને મદદ કરે છે.
નીચેના શબ્દો, શબ્દસમૂહોનો વાક્યોમાં પ્રયોગ કરોઃ
જીવ ચાલવો નહિ-મન માનવું નહિ
વાક્ય : ઘરમાં સાપ નીકળ્યો, પરંતુ તેને મારી નાખવા અમારો જીવ ચાલ્યો નહિ.
બાથ ભીડવી – સામનો કરવો
વાક્ય : બકાસુર ભીમ સાથે બાથ ભીડવા તૈયાર થયો.
પાણીના રેલાની જેમ-ખૂબ ઝડપથી
વાક્ય: સમય પાણીના રેલાની જેમ વહી જાય છે.
સાચી જોડણીવાળો શબ્દ સામે લખો:
પ્રશ્ન 1.
- હોંશીયાર / હોશિયાર – ………………..
- શિકાર / સ્વીકાર – …………….
- ખુશખુસાલ / ખુશખુશાલ ………….
- આજ્ઞા / આલા – ………………
- મોટા ભાઈ / મોડા ભાઈ – ……………..
- દીવસ / દિવસ – ……………….
ઉત્તર :
- હોશિયાર
- શિકાર
- ખુશખુશાલ
- આજ્ઞા
- મોટા ભાઈ
- દિવસ