Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions ફરી એક લટાર – 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions ફરી એક લટાર – 1
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ખિસ્સે સૂરજદાદાથી કેમ ડરી ગયું?
ઉત્તર :
ખિસ્સે સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું.
પ્રશ્ન 2.
દાઝવા છતાં ખિસ્સે ધોબીકાકા પાસેથી કેમ ભાગી ન ગયું?
ઉત્તરઃ
ખિસ્સાને પોતાની કરચલીઓ દૂર કરવી હતી. તેથી દાઝવા છતાં તે ધોબીકાકા પાસેથી ભાગી ન ગયું.
પ્રશ્ન 3.
કૂકડીને ઊંચે ઊડવાનો પ્રયત્ન કરતાં કોણ કોણ રોકતું હતું?
ઉત્તરઃ
કૂકડીને ઊંચે ઊડવાનો પ્રયત્ન કરતાં કૂકડીની મા, કુકડીની બહેનપણીઓ, કૂકડો અને કાગડો રોક્તાં હતાં.
પ્રશ્ન 4.
દિવ્યેશે રિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને નૈનેશ માટે કઈ કઈ રાખડીઓ બનાવી? કેમ?
ઉત્તર:
દિવ્યેશે રિયાને કારેલાનું શાક ખૂબ ભાવતું હોવાથી તેના માટે કારેલાં રાખડી”, નેહાને લાકડું ગમતું હોવાથી તેના માટે લાકડાના પારાવાળી’, શરીફાને સૂતર ગમતું હોવાથી તેના માટે “સૂતરની’, ભવ્યાને ધૂઘરા પ્રિય હોવાથી તેના માટે ‘ઘૂઘરાવાળી’, વૈર્ય ચિત્રકાર હતો તેથી તેના માટે ‘મેઘધનુષવાળી’, નૈનેશને કાપડ ગમતું હોવાથી તેના માટે કાપડના ફૂલવાળી ‘ફૂલ રાખડી’ જેવી રાખડીઓ બનાવી.
પ્રશ્ન 5.
રક્ષાબંધનના દિવસે દિવ્યશનો હાથ ખાલી કેમ હતો? દિવ્યેશને કોણે રાખડી બાંધી?
ઉત્તર :
રક્ષાબંધનના દિવસે દિવ્યશનો હાથ ખાલી હતો, કેમ કે એની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યશને રિયાએ રાખડી બાંધી.
પ્રશ્ન 6.
બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને કેમ જતું રહ્યું?
ઉત્તર :
સિંહણના કહેવાથી બકરીનું બચ્ચું સમજી ગયું કે પોતે ‘બકરો’ છે. હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે. તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે. આ વિચારથી બકરીનું બચ્ચે સિંહ પરિવાર છોડીને જતું રહ્યું.
પ્રશ્ન 7.
દાંત આવ્યા પછી અક્ષય શું શું ખાઈ શકે છે?
ઉત્તર :
દાંત આવ્યા પછી અક્ષય ભેળ, ભૂસું, ભજિયાં ને ભાત ખાઈ શકે છે.
પ્રશ્ન 8.
મહાસાગરનું પાણી ડહોળું હોય કે ચોખું? કેમ?
ઉત્તર :
મહાસાગરનું પાણી ચોખ્યું હોય, કેમ કે તે વહેતું જ રહે છે.
પ્રશ્ન 9.
નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલાં, ચંપલ વગેરે જેવો ક્યારો કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
નદી, તળાવ તથા દરિયાકિનારે લોકો નાસ્તો કરીને – ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે. ચા, કૉફી, જ્યુસ, પાણી – પીને ખાલી પવાલાં ફેંકે છે, ચાલતાં કે દોડતાં તૂટી ગયેલાં ચંપલ ફેંકી દે છે. પવન આવતાં તે ઊડીને નદી, તળાવ અને દરિયામાં જાય છે. આ રીતે નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલાં, ચંપલ જેવો કચરો થાય છે.
શબ્દોના અર્થ જાણો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો:
ભાડવાત : ભાડૂઆત, ભાડૂત, ભાડું આપી રહેનાર
- કેટલાંક લોકોને પોતાનું ઘર હોય છે. જ્યારે કેટલાક ભાડૂઆત તરીકે રહે છે.
- જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે. તેઓ ત્યાં ભાડવાત તરીકે રહે છે.
- અમારી દુકાનના ભાડૂઆત નિયમિત ભાડું – ચૂકવે છે.
તકલાદી જલદી તૂટી જાય તેવું
- પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય,
- પહેલાંના કાચ તકલાદી આવતા. હવે તો બંદૂકની ગોળીથીય ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે.
- તમે તકલાદી ખુરશી લાવ્યા તે તૂટી જ જાય ને!
અવનવી : નવતર, નવી જાતની
- માયા : મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ!
- નેહા: હું પણ જાતજાતનાં છીપલાં ભેગાં કરું છું. મારો સંગ્રહ જોવો છે?
પરચૂરણઃ ફાલતુ, ખાસ મહત્ત્વનું નહિ
- ધારાબહેન : આ હેરીનો રૂમ તો જુઓ! પ્લાસ્ટિકનાં ઢાંકણ, તૂટેલી બંગડીઓ જેવી બધી છૂટક વસ્તુઓ આમતેમ પડેલી છે.
- મયંકભાઈ : એમાં શું? હું નાનો હતો ત્યારે મને પણ આવી પરચૂરણ વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો.
હતાશ : નિરાશ, નાસીપાસ
શિયાળે ઘણા કૂદકા માર્યા છતાં દ્રાક્ષ સુધી ન પહોંચી શકાતાં તે હતાશ થઈ ગયું.
આપેલાં વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય ઈમોજી પસંદ કરી દોરો. તમારા મિત્રો સાથે સરખાવો કે તમારા કરતાં તેમણે જુદું દોર્યું છે કે કેમ? જો હું દોર્યું હોય – તો શિક્ષકની મદદથી તેનાં કારણોની વર્ગમાં ચર્ચા કરો :
પ્રશ્ન 1.
ઉત્તરઃ
[નોંધ : વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.]
તો તમારાથી શું બોલાઈ જાય?
(હાશ!, બચી ગયા !, કેવી નવાઈ!, કેવી સુંદર !, બાપ રે!, કેવો સમજ ?, કેવી મજા આવે ?, કેવો પ્રેમ !, વાહ!, અરે! પેટ ફાટી જવાનું)
પ્રશ્ન 1.
- તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ. – ……………….
- તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય. – ……………….
- તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી, – ……………….
- તમારાં મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી. – ……………….
- પપ્પા તમારા પર ગુસ્સે થયા છે. – ……………….
- સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું. – ……………….
- દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો. – ……………….
- મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું. – ……………….
- કૃષ્ણને જોઈને કાળીનાગે ફૂંફાડો માર્યો. – ……………….
- ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું. – ……………….
ઉત્તરઃ
- તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ. – કેવી મજા આવે!
- તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય. – બચી ગયા!
- તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી, – કેવી સુંદર!
- તમારાં મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી. – વાહ!
- પપ્પા તમારા પર ગુસ્સે થયા છે. – બાપ રે!
- સિંહને બકરીના બચ્ચા પર વહાલ આવ્યું. – કેવો પ્રેમ!
- દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો. – કેવો સમજુ !
- મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું. – કેવી નવાઈ!
- કૃષ્ણને જોઈને કાળીનાગે ફૂંફાડો માર્યો. – બાપ રે!
- ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું. – અરે ! પેટ ફાટી જવાનું!
કૂકડીને ઊંચે ઊડવાનું મન હતું. બહેનપણીઓ, તેની મમ્મી, કૂકડો એમ બધાં તેની મજાક ઉડાવતાં. એક વખત બિલાડીથી બચવા જતાં એ ઊંચા પથ્થર પર પહોંચી ઊડીને, પોતે થોડું વધારે ઊંચું ઊડી શકી તે જોતાં એના આનંદનો પાર ન રહ્યો. હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી, વધુ ઊંચે પહોંચવા.
ઉત્તર માટે પ્રશ્ન બનાવો:
ઉત્તર :
- બહેનપણીઓ, મા ને કૂકડો
- ઊંચા પથ્થર પર
- બિલાડીથી બચવા જતાં
- પોતે થોડું ઊંચે ઊડી તેથી
- થોડું વધારે ઊંચે પહોંચવા
પ્રશ્ન :
- મૂકડીની મજાક કોણ ઉડાવતાં?
- બિલાડીથી બચવા જતાં કૂકડી ક્યાં પહોંચી?
- કૂકડી પથ્થર પર શા માટે પહોંચી?
- કૂકડીના આનંદનો પાર કેમ ન રહ્યો?
- કૂકડી શા માટે વધુ મહેનત કરવા માંડી?
કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
- ભિખારી તેના વાટકામાં બે હજાર રૂપિયાની નોટ જોઈ ………………થઈ ગયો.
- કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ ……………… હતી.
- શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો ……………… લીધી.
- ઉર્વિલ સુંદર રમકડાં બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને ……………… કરતા.
- જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાઇકલની ……………… લઈને બેઠી.
- ભાઈ-બહેન લીમડાની ડાળીએ હીંચકો બાંધી ……………… હતાં.
- કાગડાભાઈ તો વાતવાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા. તેથી કાબર તેમને ……………… કહેતી.
ઉત્તર :
- ભિખારી તેના વાટકામાં બે હજાર રૂપિયાની નોટ જોઈ ચકિત થઈ ગયો.
- કાનાને નાનપણથી વાંસળી વગાડવાની બહુ હોંશ હતી.
- શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો સંકેલી લીધી.
- ઉર્વિલ સુંદર રમકડાં બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને નીરખ્યા કરતા.
- જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાઇકલની રઢ લઈને બેઠી.
- ભાઈ-બહેન લીમડાની ડાળીએ હીંચકો બાંધી ઝૂલતાં હતાં.
- કાગડાભાઈ તો વાતવાતમાં બધાને સલાહ જ આપ્યા કરતા. તેથી કાબર તેમને દોઢડાહ્યા કહેતી.
ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને તેના અર્થ શોધો અને લખો:
ગૃહકાર્ય તરીકે દરરોજ ત્રણ શબ્દો માટે વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો:
ઉદાહરણ : હિંસક (હિંસા કરે તે) – અહિંસક (હિંસા ન કરે તે)
વાક્ય : વાધ હિંસક પ્રાણી છે, જ્યારે ગાય અહિંસક પ્રાણી છે.
સ્વચ્છ (ચોખ્યું હોય તે) – અસ્વચ્છ (ચોખ્ખું ન હોય તે)
વાક્ય : આ ઓરડો સ્વચ્છ છે, પણ બાજુનો ઓરડો અસ્વચ્છ છે.
વિનય (આદર કે નમ્રતા હોય તે) – અવિનય (આદર કે નમ્રતા ન હોય તે). આ
વાક્ય : વિદ્યા વિનયથી શોભે છે. મોટા અવાજે બોલવું તે અવિનય છે.
છત (વસ્તુ, ધન કે સગવડ હોય તે) – અછત વસ્તુ, ધન કે સગવડ ન હોય તે).
વાક્ય : અહીં અનાજની છત છે, પરંતુ પાણીની અછત છે.
ચલ (હલનચલન કરતું હોય તે) અચલ (હલનચલન ન કરતું હોય તે).
વાક્ય : સજીવ ચલ છે, પરંતુ નિર્જીવ અચલ છે.
ચેતન (ભાનવાળું) – અચેતન (ભાન વગરનું)
વાક્ય : મનુષ્ય ચેતન પ્રાણી છે. લોખંડ અચેતન છે.
પૂર્વ (અગાઉ થયેલું કે બનેલું) – અપૂર્વ (અગાઉન થયેલું કે ન બનેલું)
વાક્ય : આ કાર્ય અપૂર્વ છે. તમે કહો છો તે પૂર્વ થયેલું છે.
પૂર્ણ (પૂરેપૂરું, આખું) – અપૂર્ણ (અધૂર)
વાક્ય : તમારું કાર્ય અપૂર્ણ છે. બોલો, તે ક્યારે પૂર્ણ કરશો?
ભય (ડર) – અભય, નિર્ભય (નીડર).
વાક્ય : મને કોઈનો ભય નથી. હું અભય છું.
મર્યાદા (નિયમવાળું બંધનવાળું) – અમર્યાદા (નિયમ વગરનું, બંધન વગરનું).
વાક્ય : રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાય છે. અમર્યાદા અવિવેક છે.
માપ (કદ, વજન કે નિયમ નક્કી હોય તેવું) – અમાપ (કદ, વજન કે નિયમ નક્કી ન હોય તેવું)
વાક્ય : તમે આ ઓરડાનું માપ લીધું? આ જંગલ અમાપ છે.
નિશ્ચિત (નક્કી હોય તે) – અનિશ્ચિત (નક્કી ન હોય તે).
વાક્ય: પરીક્ષાઓ લેવાશે તે નિશ્ચિત છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત છે.
વ્યય (બગાડ) – અપવ્યય (બગાડ, ખોટું ખરચ).
વાક્ય : અનાજનો સમજીને વ્યય કરીએ. દરેક સારી વસ્તુનો અપવ્યય ન કરીએ.
વિરામ (આરામ, અટકવું) – અવિરામ (આરામ નહિ તે, ન અટવું).
વાક્ય અમારે બપોરે 12 વાગે વિરામ હોય છે, પરંતુ સમય તો અવિરામ છે.
વિધા (જ્ઞાન) – અવિઘા (અજ્ઞાન).
વાક્ય : વિદ્યા આશીર્વાદ છે, જ્યારે અવિદ્યા શાપ છે.
શક્તિ (તાકાત) અશક્તિ (નબળાઈ)
વાક્ય : રમણભાઈમાં ચાલવાની શક્તિ છે, પરંતુ તેમનાં પત્નીમાં અશક્તિ છે.
શક્ય (કરી શકાય તેવું) – અશક્ય ન કરી શકાય તેવું)
વાક્ય : ચાર રોટલી ખાવી શક્ય છે; પરંતુ ચાર લાડુ ખાવા અશક્ય છે.
લભ્ય (મળી શકે તેવું) – અલભ્ય (મળી ન શકે તેવું)
વાક્ય : અત્યારે બજારમાં સહાયક પુસ્તકો લભ્ય છે, પરંતુ પાઠ્યપુસ્તકો અલભ્ય છે.
શુદ્ધ (ચોખ્ખું) – અશુદ્ધ (ચોખ્ખું નહિ, ભેળસેળવાળું)
વાક્ય : ગામડાંની હવા શુદ્ધ હોય છે, જ્યારે શહેરોની હવા અશુદ્ધ હોય છે.
શુભ (પવિત્ર) – અશુભ (અપવિત્ર)
વાક્ય : તે દરેક કાર્ય શુભ મુહૂર્તમાં જ શરૂ કરે છે. અશુભ સમાચાર સાંભળતાં જ રાકેશ રડી પડ્યો.
શોક (દુઃખ) – અશોક (સુખ, દુઃખ નહિ તે).
વાક્ય : સિંહના અકાળે અવસાનથી ગિરના લોકોએ એક દિવસનો શોક પાળ્યો, કપરી પરિસ્થિતિમાં પણ અશોક રહેવું જોઈએ.
સહાય (મદદ, મદદ હોવી કે મદદ કરવી) – અસહાય (લાચાર, મદદ ન હોવી કે મદદ ન કરવી)
વાક્ય : મારા પપ્પાએ એક ગરીબ વિદ્યાર્થીને આર્થિક સહાય કરી, મનોજ અપંગ છે, અસહાય નથી.
સભ્ય (સંસ્કારી) – અસભ્ય (અસંસ્કારી)
વાક્ય : સભ્ય વ્યક્તિ સારું જ બોલે. અસભ્ય વ્યક્તિ પાસે સારા વર્તનની આશા રાખી શકાય નહિ.
સ્થિર (હલનચલન કરતું ન હોય તેવું) – અસ્થિર (હલનચલન કરતું હોય તેવું)
વાક્ય : પવન સ્થિર થઈ ગયો. તે અસ્થિર મગજનો છે.
ગણિત ગણી શકાય તેવું) – અગણિત (ગણી ન શકાય તેવું)
વાક્ય : તેનું વહેલા ઊઠવાનું ગણિત સમજાય છે. રાત્રે આકાશમાં અગણિત તારા દેખાય છે.
વિભાજ્ય (ભાગી શકાય તેવું) – અવિભાજ્ય (ભાગી ન શકાય તેવું)
વાક્ય : 4 વિભાજ્ય સંખ્યા છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા છે.
સાધ્ય (મેળવી શકાય તેવું) – અસાધ્ય (મેળવી ન શકાય તેવું)
વાક્ય : ધણા રોગો સાધ્ય છે, પરંતુ કૅન્સર અસાધ્ય રોગ છે.
ક્ષર (નાશ પામે તેવું) – અક્ષર (નાશ ન પામે તેવું)
વાક્ય : દેહ ક્ષર છે, પરંતુ આત્મા અક્ષર છે.
દશ્ય (જોઈ શકાય તે) – અદશ્ય જોઈ ન શકાય તે)
વાક્ય : તારા દશ્ય છે. હવા અદશ્ય છે.
પરિચિત (ઓળખીતું હોય તે) – અપરિચિત (ઓળખીતું ન હોય તે)
વાક્ય રસ્તે ચાલતાં કોઈ પરિચિત મળે તો આનંદ થાય. અપરિચિતનો જલદી વિશ્વાસ ન કરાય.
સમાન (સરખું હોય તે) – અસમાન (સરખું ન હોય તે).
વાક્ય : સમાન સાથે મૈત્રી થાય, પરંતુ અસમાન સાથે દુશ્મનાવટ ના થાય.
ખૂટ ખૂટે તેવું) – અખૂટ ખૂટે નહિ તેવું)
વાક્ય : સંપત્તિ ખૂટે, પણ ઇચ્છાઓ અખૂટે છે.
વાંચો, સમજો અને ઉદાહરણ પ્રમાણે કોઠો પૂરો કરો:
પ્રશ્ન 1.ઉત્તર :
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(તે, તેને, તેમણે, હું, તું, તેઓ, તમે, તેનો, તેમના)
ગીતાદેવીનો એક પુત્ર હતો. તેમણે તેમના પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. ગીતાદેવીએ વનરાજ રાજા બને તે રીતે તેનો ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. તે બિલકુલ તેના પિતાજી જેવો જ દેખાતો હતો. એક દિવસ ગીતાદેવીએ વનરાજને પૂછ્યું, “બેટા! મોટો થઈને તું શું બનીશ?” વનરાજે કહ્યું, “માતા હું ગુજરાતનો રાજા સેવક થઈશ.” જવાબ સાંભળીને તેઓ ખુશ થયાં. વનરાજ કહે, “માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું છે. તમે આજ્ઞા આપો તો હું જાઉં.” આ સાંભળી ગીતાદેવીએ તેને આશીર્વાદ આપ્યા.
કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. આડી અને ઊભી હરોળમાં લખેલ અર્થ (વિગત) વાંચી. તે માટેના શબ્દો કોષ્ટકમાંથી શોધી () કરો અને લખો:
પ્રશ્ન 1.
ઉત્તર :
આડી હરોળઃ
હું એક રમત છું મારામાં બે વૃક્ષ રહે છે. – આંબલીપીપળી
મને સાત દિવસનો સમૂહ કહે છે. – અક્વાડિયું
હું માટી ખાઉં છું. મને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. – અળસિયું
હું આકાશને રંગોથી ભરી દેતો તહેવાર છું. – ઉત્તરાયણ
મારા વડે તાળું ખૂલે છે. – ચાવી
મને ઘણું બોલવાની ટેવ છે. – લપલપિયો
ઊભી હરોળઃ
- હું એક ફળ છું. – આંબળું.
- મારે રંગબેરંગી પાંખો છે. પતંગિયું
- ઝીણવટથી નિરીક્ષણ કરવું તે. – અવલોકન
- ઝાડે ઊંધું લટકું છું. મારે પાંખો છે પણ હું પક્ષી નથી. – ચામાચીડિયું
- મને પાણીમાં જુઓ તો હું આબેહૂબ દેખાઉં છું. – પ્રતિબિંબ
- હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છું. – અમદાવાદ
આપેલાં વાક્યોમાં કઈ વાત સાચુકલી છે અને કઈ કલ્પના ? લખો :
- ખોળો ભરાય એટલા શંખલાં અને છીપલા વીણવાં છે. (કલ્પના)
- આપણને (પોતાને) સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવવી છે. (લ્પના)
- સોનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે. (કલ્પના)
- સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે. (સાચુકલી)
- ઝાકળની ચુંદડીનો છેડો ઝાલીને આકાશમાં જાવું છે. (કલ્પના)
- શંખલાં અને છીપલાં આકાશમાં વેરવાં છે. (કલ્પના)
સ્વરચિહ્ન મૂકો, શબ્દ ઓળખો:
- કકડ – કૂકડી
- દબેશ – દિ બે શ
- જાનક – જા ન કી
- ખશખશાલ – ખુશ ખુશા લ
કવિતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(ત્રણ, મહાસાગર, નજીક, મીઠા, ઊંડો).
- મહાસાગરના પાણીનો સ્વાદ મીઠા જેવો હોય છે.
- મહાસાગર પૃથ્વીના ત્રણ ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે.
- ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી નજીક હોય.
- મહાસાગર બહુ લાંબો-પહોળો અને ઊંડો હોય.
- કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે સરખાવ્યો છે.