Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
ઉત્તર :
ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે.

પ્રશ્ન 2.
ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
ઉત્તરઃ
ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

પ્રશ્ન 3.
ચબૂતરા પર છત શા માટે છે?
ઉત્તરઃ
ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત છે.

પ્રશ્ન 4.
પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
ઉત્તર :
પંખીને પાણી પીવા માટે, ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે.

પ્રશ્ન 5.
નિસરણીનો શો ઉપયોગ થતો હશે?
ઉત્તર :
નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા (ચણ) નાખવા માટે થતો હશે.

પ્રશ્ન 6.
ચિત્રમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર :
ચિત્રમાં આ પ્રાણીઓ જોવા મળે છે : ગાયો, બકરી, કૂતરું અને માણસ.

2. ‘ચબૂતરા’ વિશે પાંચ વાક્યો લખો.

પ્રશ્ન 1.
‘ચબૂતરા’ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે. તે ખૂબ ઊંચો છે. તેમાં લોકો ચણ નાખે છે. સવાર-સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીએ છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

3. નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો:

પ્રશ્ન 1.
નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો:

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો 1
ચબૂતરો
ગામડાની સવારનું દશ્ય
ઉત્તરઃ
સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઊગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબૂતરો છે. તેમાં પંખીઓને પાણી પીવાનું એક કંડું લટકે છે. એક પંખી ઊડતું ઊડતું ચબૂતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. એની પાસે એક ગ્રાહક છે. આ ગામડાની સવારનું એક સુંદર દશ્ય છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

Std 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના દરેક ચિત્ર વિશે બે-ત્રણ વાક્યો લખો :
ઉત્તરઃ
Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો 2 Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો 3

Class 5 Gujarati Textbook Solutions Chapter 1 ચબૂતરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *