Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તર :
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશના મહૂ ગામમાં 14 એપ્રિલ, 1891માં થયો હતો.

પ્રશ્ન 2.
ડૉ. ભીમરાવનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તર :
ડૉ. ભીમરાવનાં માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું.

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

પ્રશ્ન 3.
ડૉ. ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું?
ઉત્તર :
ડૉ. ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો.

પ્રશ્ન 4.
ડૉ. ભીમરાવની વાંચનપ્રીતિ કેવી હતી?
ઉત્તર :
ડૉ. ભીમરાવની વાંચનપ્રીતિ અનન્ય હતી, તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો:

પ્રશ્ન 1.
આ પાઠમાંથી ડૉ. બાબાસાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા?
ઉત્તર :
આ પાઠમાંથી ડૉ. બાબાસાહેબના આ ગુણો મને વિશેષ ગમ્યા : વિદ્યાપ્રીતિ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીના અધિકારો મેળવવાની શુભનિષ્ઠા વગેરે.

પ્રશ્ન 2.
આ પાઠમાં તમે ડૉ. બાબાસાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું, તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્નો કરશો?
ઉત્તરઃ
ડૉ. બાબાસાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી, એના વિશે ઊંડો અભ્યાસ કરીશું.

પ્રશ્ન 3.
ડૉ. ભીમરાવના ઘડતરમાં કયા ત્રણ મહાપુરુષોનો ફાળો છે?
ઉત્તર :
ડૉ. ભીમરાવના ઘડતરમાં આ ત્રણ મહાપુરુષોનો ફાળો છેઃ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે.

પ્રશ્ન 4.
ડૉ. ભીમરાવના જીવનનાં મહત્ત્વનાં કાર્યો ક્યાં કયાં છે?
ઉત્તર :
ડૉ. ભીમરાવના જીવનનાં મહત્ત્વનાં કાર્યો :

  1. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્ત્વની, કામગીરી
  2. ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો
  3. અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી
  4. સામાજિક ન્યાય તેમજ નારીગૌરવ માટે મથામણ.

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

પ્રશ્ન 5.
‘ભારતરત્ન’ એ ભારત સરકાર દ્વારા મળતું સમ્માન છે. ડૉ. આંબેડકર સિવાય જેમને ‘ભારતરત્ન’ સમ્માન મળ્યું હોય તેવા પાંચ મહાનુભાવોનાં નામ જાણીને લખો:
ઉત્તર :
‘ભારતરત્ન’ ઉપાધિથી સમ્માનિત મહાનુભાવો:

  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું (1954)
  • પંડિત જવાહરલાલ નેહરુ (1955)
  • આચાર્ય વિનોબા ભાવે (1983) મરણોત્તર
  • ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ (1998)
  • સચિન રમેશ તેંદુલકર (2014).

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1.

  1. નવાઈ : ……………….
  2. તંગી : ……………….
  3. મહત્ત્વ : ……………….
  4. ગરીબ : ……………….
  5. હૃદય : ……………….

ઉત્તર :

  1. નવાઈ : અચરજ
  2. તંગી : અછત
  3. મહત્ત્વ : અગત્ય
  4. ગરીબ : નિર્ધન
  5. હૃદય : હૈયું

4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. અંધકાર × ……………
  2. અનુકૂળ × ……………
  3. દુર્ભાગ્ય × ……………
  4. દોષ × ……………

ઉત્તર :

  1. અંધકાર × પ્રકાશ
  2. અનુકૂળ × પ્રતિકૂળ
  3. દુર્ભાગ્ય × સદ્ભાગ્ય
  4. દોષ × નિર્દોષ

5. નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખોઃ
માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક

પ્રશ્ન 1.
નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખોઃ
માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક
ઉત્તર :

  1. માતૃસુખ
  2. શિક્ષક
  3. અસ્પૃશ્ય
  4. શિષ્યવૃત્તિ
  5. આર્થિક

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

6. નીચેના દરેક શબ્દનો વાક્યપ્રયોગ કરો:

પ્રશ્ન 1.

  1. બુદ્ધિમાન – ……………………………………………….
  2. ગ્રંથ – ……………………………………………………….
  3. શિષ્યવૃત્તિ – ……………………………………………….
  4. સમાજોદ્ધાર – ……………………………………………….
  5. ભારતરત્ન – ……………………………………………….

ઉત્તર :

  1. બુદ્ધિમાન – બુદ્ધિમાન વ્યક્તિ આદરપાત્ર હોય છે.
  2. ગ્રંથ – આંબેડકરે ઘણા ગ્રંથ વાંચ્યા હતા.
  3. શિષ્યવૃત્તિ – અમારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
  4. સમાજોદ્ધાર – રાજારામમોહન રાયે સમાજોદ્ધારનું કામ કર્યું.
  5. ભારતરત્ન – આંબેડકરને ભારતરત્નનો ઇલકાબ મળ્યો હતો.

7. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકોઃ

પ્રશ્ન 1.

  1. ………….. ત્તમ (ઉ, ઊ)
  2. ……………. ત્ર (પુ, પૂ).
  3. …………… ષ્ય (શિ, શી)
  4. ……………. ત્કર્ષ (ઉ, ઊ).
  5. ……………. શ્કેલી (મુ, મુ)

ઉત્તર :

  1. ત્તમ (ઉ, ઊ)
  2. પુત્ર (પુ, પૂ).
  3. શિષ્ય (શિ, શી)
  4. ત્કર્ષ (ઉ, ઊ).
  5. મુશ્કેલી (મુ, મુ)

8. નીચે દર્શાવેલા મહાપુરુષોએ આપેલાં સૂત્રો લખો:

પ્રશ્ન 1.

  1. ગાંધીજી – ……………..
  2. વિનોબાજી – ……………..
  3. વિવેકાનંદજી – ……………..
  4. સુભાષચંદ્ર બોઝ – ……………..
  5. લોકમાન્ય ટિળક – ……………..
  6. જવાહરલાલ નેહરુ – ……………..
  7. ડૉ. આંબેડકર – ……………..

ઉત્તર :

  1. ગાંધીજી – ‘મારું જીવન એ જ મારો સંદેશ.’
  2. વિનોબાજી – ‘સબ ભૂમિ ગોપાલ કી.’, ‘જય જગત’
  3. વિવેકાનંદજી – ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહો.’
  4. સુભાષચંદ્ર બોઝ – ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હ આઝાદી દૂગા.’
  5. લોકમાન્ય ટિળક – ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે.’
  6. જવાહરલાલ નેહરુ – ‘આરામ હરામ હૈ’
  7. ડૉ. આંબેડકર – ‘સ્વાવલંબન જ સાચી સહાય છે.’

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

Std 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
ભીમરાવની માતાને સાચી અંજલિ આપવા માટે તેના પિતા શું કરવા માગે છે?
A. ભીમરાવને સારો નાગરિક બનાવવા માગે છે.
B. ભીમરાવને હૃદયસરસો ચાંપવા માગે છે.
C. ભીમરાવને સારું શિક્ષણ આપવા માગે છે.
D. પત્નીની સમાધિ પર ફૂલો ચઢાવવા માગે છે.
ઉત્તર :
A. ભીમરાવને સારો નાગરિક બનાવવા માગે છે.

પ્રશ્ન 2.
લેખકે ‘રત્ન તે કંઈ ઢાંક્યું રહે?’ આ વાક્ય કોના માટે લખ્યું છે?
A. સયાજીરાવ ગાયકવાડ માટે
B. ઑફિસના પટાવાળા માટે
C. પિતા રામજીભાઈ માટે
D. ભીમરાવ આંબેડકર માટે
ઉત્તર :
D. ભીમરાવ આંબેડકર માટે

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

પ્રશ્ન 3.
આંબેડકરે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા કઈ સંસ્થા સ્થાપી ?
A. ‘બહિષ્કૃત હિતકારિણી સભા’
B. ‘બહિષ્કૃત અહિતકારિણી સભા’
C. જ્ઞાતિસંસ્થા ઉત્થાન
D. પ્રબુદ્ધ ભારત
ઉત્તર :
A. ‘બહિષ્કૃત હિતકારિણી સભા’

પ્રશ્ન 4.
‘સ્વાવલંબન જ સાચી સહાય છે.’ – એ સૂત્ર આપણને કોણે આપ્યું?
A. બાબાસાહેબ આંબેડકરે
B બુદ્ધ
C. જ્યોતિબા ફૂલેએ
D. વિનોબા ભાવેએ
ઉત્તર :
A. બાબાસાહેબ આંબેડકરે

પ્રશ્ન 5.
‘ભારતરત્ન : ડૉ. આંબેડકર’ પાઠ કોણે લખ્યો છે?
A. આંબેડકરે પોતે
B. કુમારપાળ દેસાઈએ
C. હાસ્યદા પંડ્યાએ
D. રમણ સોનીએ
ઉત્તર :
C. હાસ્યદા પંડ્યાએ

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
ડૉ. બાબાસાહેબનું મૂળ નામ શું હતું?
ઉત્તર :
ડૉ. બાબાસાહેબનું મૂળ નામ ભીમરાવ હતું.

પ્રશ્ન 2.
આંબેડકરને કઈ વાત કઠતી હતી?
ઉત્તર :
વ્યક્તિમાં આવડત હોય તો તે જોવાતી નહોતી, પણ જ્ઞાતિ જોવાતી – હતી, આ વાત આંબેડકરને કઠતી હતી.

પ્રશ્ન 3.
ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી?
ઉત્તર :
ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપી હતી.

પ્રશ્ન 4.
લંડન જઈને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો?
ઉત્તર :
લંડન જઈને ભીમરાવે કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

પ્રશ્ન 5.
આંબેડકરે કયું પાક્ષિક શરૂ કર્યું હતું?
ઉત્તર :
આંબેડકરે ‘મૂકનાયક’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું.

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
માતૃસુખ ગુમાવનાર પુત્ર માટે પિતાને શી ચિંતા થઈ?
ઉત્તર :
માતૃસુખ ગુમાવનાર પુત્ર માટે પિતાને થયું, ‘મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ?”

પ્રશ્ન 2.
આંબેડકરે સામાજિક ઉત્કર્ષ માટે કયાં કયાં કાર્યો કર્યા?
ઉત્તર :
આંબેડકરે સામાજિક ઉત્કર્ષ માટે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ નામની સંસ્થા સ્થાપી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો ઊભાં ક્ય. પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કૃષિવિદ્યાલયો સ્થાપવામાં આવ્યાં.

પ્રશ્ન 3.
આંબેડકરે સ્ત્રીઓના વિકાસ માટે કયાં કયાં કાર્યો કર્યા?
ઉત્તર :
આંબેડકરે સ્ત્રીઓના વિકાસ માટે અનેક કાર્યો કર્યા. તેમને શિક્ષણ ‘પ્રત્યે અભિમુખ કરી. બાળલગ્નનો વિરોધ કર્યો; વિધવા વિવાહનું સમર્થન કર્યું. ભારતીય સંવિધાનમાંથી ‘લિંગભેદ’ નષ્ટ કરી સ્ત્રીને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. સ્ત્રીને સત્તાસ્થાને પહોંચવાનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો, પુનઃલગ્નનો તેમજ મતદાનનો અધિકાર અપાવ્યો.

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યપ્રયોગ કરોઃ

પગે પાંખો ફૂટવી – ખૂબ જ ઉત્સાહમાં આવી જવું
વાક્ય : પપ્પા સાથે પ્લેનમાં જયપુર જવાનું છે, એ સાંભળી કલ્પેશના પગે પાંખો ફૂટી

પેટે પાટા બાંધવા- ખૂબ જ દુઃખ વેઠવું
વાક્ય : માબાપ પેટે પાટા બાંધીને પોતાનાં છોકરાને ભણાવી ગણાવીને હોશિયાર કરે છે.

લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું
વાક્ય : એક પગે સાઇકલ ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે.

આકાશ-પાતાળ એક કરવાં – ખૂબ જ મહેનત કરવી
વાક્ય: ખૂંખાર ચોરને પકડવા માટે પોલીસે આકાશ-પાતાળ એક કર્યા.

નીચે ખરા વાક્યની સામે જેની અને ખોટા વાક્યની સામે ૪ની નિશાની કરો:

  • ડૉ. આંબેડકરનું નામ ભીમરાવ હતું.
  • ભીમરાવને હોલ્કરે શિષ્યવૃત્તિ આપી હતી.
  • ભીમરાવને પદ્મવિભૂષણનો મરણોત્તર ઇલકાબ મળ્યો હતો.
  • ભીમરાવ ઉપર બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. પિતા રામજીભાઈ ………….. ની શાળામાં શિક્ષક હતા. (લશ્કર, લકશર)
  2. આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે …………….. કરી. (વિમુખ, અભિમુખ)
  3. સ્ત્રીઓને મતદાન ………………નો અધિકાર મળે એ માટે આંબેડકરનો આગ્રહ હતો. (કરવા, આપવા)
  4. આંબેડકરને ……………… દૂષણનો અનુભવ થયો. (સામાજીક, સામાજિક)

ઉત્તરઃ

  1. લશ્કર
  2. અભિમુખ
  3. કરવા
  4. સામાજિક

નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ આપો :

  • દાબી ન શકાય તેવું – અદમ્ય
  • સહેલાઈથી ન મળે તેવું – દુર્લભ
  • દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક – પાક્ષિક
  • માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન – ઇલકાબ

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

પ્રશ્ન 1.
ગ્રંથ, જ્ઞાતિ, ગરીબ, ગૌરવ, ઘઉંવર્ણ
ઉત્તરઃ
ગરીબ, ગૌરવ, ગ્રંથ, ઘઉંવર્ણ, જ્ઞાતિ

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

ભારતરત્ન ડૉ. આંબેડકર Summary in Gujarati

ભારતરત્ન ડૉ. આંબેડકર પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર 1

ભારતરત્ન ડૉ. આંબેડકર શબ્દાર્થ :

  • ઘટના – (અહીં) પ્રસંગ
  • કુમળી – નાજુક (અહીં) નાની
  • માતૃસુખ – માતાનું સુખ
  • પસવારવું – પ્રેમથી (હાથ) ફેરવવા
  • મક્કમ – દઢ
  • નિર્ધાર – નિર્ણય
  • પોરસાયેલા – પ્રસન્ન
  • થયેલા અદમ્ય – દાબી
  • ન શકાય તેવું
  • ફુરસદ – નવરાશ, વધારાનો સમય
  • દુર્લભ – સહેલાઈથી ન મળે તેવું
  • ગેરવર્તાવ – ખરાબ વર્તન
  • પાક્ષિક – દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક
  • આભૂષણ – ઘરેણું
  • નિધિ – ફાળો (ખજાનો)
  • પરિનિર્વાણ – અવસાન
  • ઇલકાબ – માન દર્શાવવા સરકાર તરફથી અપાતું સન્માન, ચંદ્રક
  • મરણોત્તર – મૃત્યુ પછીનું

Class 5 Gujarati Textbook Solutions Chapter 13 ભારતરત્ન ડૉ. આંબેડકર

રૂઢિપ્રયોગો

  • હૈયા સરસો ચાંપી દેવો – વહાલથી ભેટવું
  • પગે પાંખો ફૂટવી – ખૂબ જ ઉત્સાહમાં આવી જવું
  • પેટે પાટા બાંધવા – ખૂબ જ દુ:ખ વેઠવું
  • સુખ છીનવાઈ જવું – પ્રેમથી વંચિત થઈ જવું
  • લોઢાના ચણા ચાવવા – અત્યંત મુશ્કેલ કામ કરવું
  • આકાશ – પાતાળ
  • એક કરવાં – ખૂબ જ મહેનત કરવી

Leave a Comment

Your email address will not be published.