Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે ?
ઉત્તર :
કવિ પ્રકૃતિમાં ઈશ્વરનાં દર્શન કરે છે.

પ્રશ્ન 2.
કવિ કોને ભગવાનની આંખ ગણે છે ?
ઉત્તર :
કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

પ્રશ્ન 3.
ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યો છે ?
ઉત્તર :
ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકૂકડી રમી રહ્યો છે.

પ્રશ્ન 4.
ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે ?
ઉત્તર :
ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે.

પ્રશ્ન 5.
હોડીને કોણ હંકારતું હશે?
ઉત્તર :
હોડીને ઈશ્વર હંકારતા હશે.

2. નીચેની પંક્તિ સમજાવો :

પ્રશ્ન 1.
રાડ, ત્રાડ ને લાડની સાથે મોરપિચ્છનો સૂર,
સંતાકૂકડી રમતો રમતો રહે નજીક ને દૂર.
ઉત્તર :
રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકારૂપે અમારી સાથે સંતાકૂકડી રમતાં રમતાં હે ઈશ્વર ! તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે.

3. નીચે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
તું તરણાંનો ……………………………….
………………………………………………….
………………………… આગિયા ભમરા.
ઉત્તર :
તું તરણાંનો તારણહારો, ઝરણાંનો તું નાદ,
ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ,
સિંહ-વાઘ ને કોયલ, બુલબુલ, પતંગિયાં ને તમરાં,
સૂર્ય-ચંદ્ર ને તારા આભે : અહીં આગિયા, ભમરા.

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. આંખ : ………………
  2. ઈશ્વર : ………………
  3. દરિયો : ………………
  4. વૃક્ષ : ………………
  5. નાદ : ………………
  6. ફૂલ : ………………

ઉત્તર :

  1. આંખ = નેત્ર
  2. ઈશ્વર = ભગવાન
  3. દરિયો = સમુદ્ર
  4. વૃક્ષ = ઝાડ
  5. નાદ = અવાજ
  6. ફૂલ = પુષ્પ

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. પહોળું × ………
  2. વિરાટ × ………
  3. નજીક × ………
  4. અંધારું × ………

ઉત્તર :

  1. પહોળું × સાંકડું
  2. વિરાટ × વામન
  3. નજીક × દૂર
  4. અંધારું × અજવાળું

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

6. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દજોડી બનાવો :
ઉદાહરણ : વાત – રળિયાત

પ્રશ્ન 1.
ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દજોડી બનાવો :
ઉદાહરણ : વાત – રળિયાત

  1. ………
  2. ………
  3. ………
  4. ………

ઉત્તર :

  1. નાદ – સોગાદ
  2. તમરાં – ભમરા
  3. સૂર – દૂર
  4. વહે – કહે

7. ‘સ’ અને ‘શ’થી બનતા ચાર-ચાર શબ્દો લખી, એનો અર્થભેદ દર્શાવો.
ઉદાહરણ : સાપ-સર્પ શાપ-બદદુઆ

પ્રશ્ન 1.
‘સ’ અને ‘શ’થી બનતા ચાર-ચાર શબ્દો લખી, એનો અર્થભેદ દર્શાવો.
ઉદાહરણ : સાપ-સર્પ શાપ-બદદુઆ

  1. ………
  2. ………
  3. ………
  4. ………

ઉત્તર :

  1. શાખ – આબરૂ, સાખ – ઝાડ પર પાકેલું ફળ
  2. શમ – શાંત થવું તે, સમ – સોગંદ
  3. રાશ – દોરડું, રાસ – ગરબો
  4. શરત – હોડ, સરત – ધ્યાન

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

8. ‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ’ – આ પંક્તિને આધારે બીજી ત્રણ પંક્તિ બનાવો.

પ્રશ્ન 1.
‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ’ – આ પંક્તિને આધારે બીજી ત્રણ પંક્તિ બનાવો.
…………………………………………
…………………………………………
…………………………………………
…………………………………………
…………………………………………
ઉત્તર :
ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ; થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું; સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે; તો પ્રભુ કરજે માફ.

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

Std 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા Additional Important Questions and Answers

‘સ’ અને ‘શીવાળા શબ્દોના અર્થભેદ (વાંચો અને સમજો) :

  • સર = સરોવર
  • સાર = લાભ, કસ શર = બાણ
  • શાર = છિદ્ર, કાણું
  • સત = સત્ય
  • સૂર – સૂર્ય, અવાજ શત = સો
  • શૂર = શૂરવીર, શૌર્ય
  • કેસ = મુકદમો
  • પાસ = ઉત્તીર્ણ, પરવાનો કેશ = વાળ
  • પાશ = ફાંસો
  • સાન = સમજણ
  • સંકર = ભેળસેળ
  • શાન = ભપકો
  • શંકર = શિવ

કૌસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો :

પ્રશ્ન 1.

  1. નુક ………. ન (સા, શા)
  2. સમ ………. (શ્યા, સ્યા)
  3. ……….વણ (શી, સી)
  4. ……….કાર (શિ, સિ)
  5. ………. રોવર (શ, સ)
  6. ………. બાશી (સા, શા)
  7. રિ ………. સ (શે, સે)
  8. વિ ………. ષ (ઉં, શે)

ઉત્તર :

  1. નુકસાન
  2. સમસ્યા
  3. સીવણ
  4. શિકાર
  5. સરોવર
  6. શાબાશી
  7. રિસેસ
  8. વિશેષ

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો

પ્રશ્ન 1.
‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે?
A. અનિલ જોશી
B. સુંદરમ્
C. રમેશ પારેખ
D. સુરેશ દલાલ
ઉત્તર :
D. સુરેશ દલાલ

પ્રશ્ન 2.
કવિએ ઈશ્વરના ‘હોળા ખંભા’ કોને કહ્યા છે?
A. વૃક્ષને
B. ખડકને
C. પર્વતને
D. સૂર્યને
ઉત્તર :
C. પર્વતને

પ્રશ્ન 3.
કવિની હોડીને કોણ હંકારશે?
A. નાવિક
B. ઈશ્વર
C. કવિ પોતે
D. પવન
ઉત્તર :
B. ઈશ્વર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે?
ઉત્તર :
કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે.

પ્રશ્ન 2.
કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે?
ઉત્તર:
કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા-સ્વરૂપે જુએ છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

પ્રશ્ન 3.
ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકૂકડી રમે છે?
ઉત્તર :
ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકારૂપે આપણી સાથે સંતાકૂકડી રમે છે.

પ્રશ્ન 4.
કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?
ઉત્તર :
કવિએ જીવન માટે ‘હોડી’ શબ્દ પ્રયોજ્યો છે.

કાવ્યમાં કવિ પ્રકૃતિનાં કયાં કયાં તત્ત્વોમાં ઈશ્વરનાં દર્શન કરે છે?

પ્રશ્ન 1.
કાવ્યમાં કવિ પ્રકૃતિનાં કયાં કયાં તત્ત્વોમાં ઈશ્વરનાં દર્શન કરે છે?
ઉત્તર :
કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરણાં, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયાં, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરનાં દર્શન કરે છે.

કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી, નીચેનાં વાક્યોની ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. હે ઈશ્વર! હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ……… (સર્વત્ર, ક્યાંક)
  2. દરિયો તારું ………… વિશાળું વૃક્ષો તારી વાત (હૃદય, દિલ)
  3. અજવાળાના …………. વચ્ચે અંધારાની નદી વહે, (કિનારા, કાંઠા)

ઉત્તર :

  1. ક્યાંક
  2. દિલ
  3. કાંઠા

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો ?

પ્રશ્ન 1.

  1. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે.
  2. ઈશ્વર તરણાંનો તારણહાર નથી.
  3. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે.
  4. ‘પર્વત તારા’ પ્રાર્થનાકાવ્ય નથી.

ઉત્તરઃ

  1. ખરું
  2. ખોટું
  3. ખરું
  4. ખોટું

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

વિભાગ ‘અ’ (શબ્દ) અને વિભાગ ‘બ'(અર્થ)ની સાચી જોડી બનાવોઃ

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર 1. ઉત્તીર્ણ
2. ઉત્તીર્ણ 2. લાભ
3. સાર 3. મુકદ્દમો
4. કેસ 4. સરોવર
5. પાસ 5. સત્ય

ઉત્તર :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સર 4. સરોવર
2. ઉત્તીર્ણ 5. સત્ય
3. સાર 2. લાભ
4. કેસ 3. મુકદ્દમો
5. પાસ 1. ઉત્તીર્ણ

નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો :

પ્રશ્ન 1.
હે ઈશ્વર! તું તરણાંને તારનારો અને ઝરણાંનો મધુર અવાજ છે. દરેક સ્કૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે.
ઉત્તર :
તું તરણાંનો તારણહારો, ઝરણાંનો તું નાદ,
ફૂલફૂલની રંગસુગંધે તારી છે સોગાદ.

વ્યાકરણ

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  • પર્વત = પહાડ, ગિરિ
  • સૂર્ય = દિનકર, રવિ
  • આભ = આકાશ, ગગન
  • સોગાદ = ભેટ, બક્ષિસ

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

1. લાડ × ધિક્કાર
2. સુગંધ × દુર્ગંધ

નીચેના શબ્દોની જોડણી સુધારોઃ

પ્રશ્ન 1.

  1. રળીયાત
  2. ઇશ્વર
  3. પતંગીયુ
  4. મોરપીચ્છ

ઉત્તરઃ

  1. રળિયાત
  2. ઈશ્વર
  3. પતંગિયું
  4. મોરપિચ્છ

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ

વિશાળ દિલના હોવું – ઉદાર હોવું વાક્ય : સજ્જનો વિશાળ દિલના હોય છે.
તારણહાર હોવું – ઉદ્ધારક હોવું વાક્ય : ઈશ્વર સૌનો તારણહાર છે.

નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવોઃ

પ્રશ્ન 1.
પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ, ત્રાડ
ઉત્તર :
ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ, સોગાદ

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા

પર્વત તારા Summary in Gujarati

પર્વત તારા પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 2 પર્વત તારા 1

કાવ્યની સમજૂતી

  • હે ઈશ્વર! પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવરો તારી આંખ છે. હું તને બધે જ જોઉં છું.
  • આ દરિયો તારું વિશાળ હૃદય છે. વૃક્ષો પણ તારી જ વાત કરે છે. મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે.
  • તું તરણાં(સામાન્ય માણસ)નો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાંનું સંગીત પણ તું જ છે.
  • આ બધાં ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયાં અને તમરાં, આકાશમાં સૂર્ય, ચંદ્ર ને તારા અને અહીં આગિયા અને ભમરા એ બધાં તારાં જ સ્વરૂપો છે.
  • રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકારૂપે અમારી સાથે સંતાકૂકડી રમતાં રમતાં તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે.
  • અજવાળા(સુખ)ના બે કાંઠા વચ્ચે અંધારા(દુઃખ)ની નદી વહી રહી છે. એમાં મારી (જીવનરૂપી) હોડીને કોણ હંકારે છે? (હે ઈશ્વર !) તું જ કહે. (અર્થાત્ તું જ હંકારે છે.).

ભાષાસજ્જતા

ઉચ્ચારણ વિષયક સજ્જતા : ‘સ’ અને ‘શ’
આપણે શબ્દોનાં ઉચ્ચારણ સ્પષ્ટ અને શુદ્ધ કરીએ તે અત્યંત જરૂરી છે. આપણે ઘણી વાર ‘સ’ને બદલે ‘શ’ અને ‘શ’ને બદલે ‘સ’નો ઉચ્ચાર કરીએ છીએ.

પર્વત તારા શબ્દાર્થ :

  • હોળા – (અહીં) વિશાળ
  • ખંભા – ખભા
  • સરવર – સરોવર
  • ક્યાંક ને ક્યાંક – (અહીં) બધે જ
  • વિશાળું – વિશાળ
  • રળિયાત – (અહીં) સુંદર
  • તરણું – તણખલું
  • તારણહાર – તારનાર, પાર ઉતારનાર
  • નાદ – અવાજ
  • સોગાદ – ભેટ
  • આભે – આકાશમાં
  • આગિયા – રાત્રિના અંધકારમાં ટમટમતું એક જીવડું
  • રાડ – જોરનો અવાજ, બૂમ
  • ત્રાડ – ગર્જના
  • મોરપિચ્છનો સૂર – (અહીં) મોરનો ટહુકો
  • હોડી – નાવ
  • હંકારે – ચલાવે

Leave a Comment

Your email address will not be published.