Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો

પ્રશ્ન 1.
વાલો કેસરિયો કોણ હતો?
ઉત્તર :
વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો.

પ્રશ્ન 2.
વાલો કેસરિયો શેનો વેપારી હતો?
ઉત્તર :
વાલો કેસરિયો ઘોડા લેવા-વેચવાનો ધંધો કરનાર વેપારી હતો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 3.
મરાઠા યુવાન સાથે કઈ આફત આવી હતી?
ઉત્તર :
મરાઠા યુવાનને માથે લેણદારની ટાંપ(જપ્તી)ની આફત આવી હતી.

પ્રશ્ન 4.
વાટખરચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું?
ઉત્તર :
વાટખરચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો.

પ્રશ્ન 5.
વાલા કેસરિયાની કદર કોણે કરી?
ઉત્તર :
વાલા કેસરિયાની કદર અમરેલીના સૂબા રાઘોબાએ કરી.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કેસરિયાએ વડોદરાને રામરામ કરવાનું શા માટે વિચાર્યું?
ઉત્તર :
કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને, સૌ રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો નહોતો; તેથી કેસરિયાએ વડોદરાને રામરામ કરવાનું વિચાર્યું.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 2.
વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો?
ઉત્તર :
વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો. ત્યાં એણે એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડાં, ઠામ-વાસણ, ઘરની નાનીમોટી જણસોનાં પોટલાં પડ્યાં હતાં. કાળજાં કંપાવે એવાં, નાનાં છોકરાંના બૂમબરાડા તેણે સાંભળ્યા. એ દશ્ય જોઈને વાલો કેસરિયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો.

પ્રશ્ન 3.
રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી?
ઉત્તર :
અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન-મરતબા સાથે બોલાવ્યો. તાંબાના પતરામાં સૂર્ય-ચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી.

3. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો:

પ્રશ્ન 1.
‘શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો.’
ઉત્તર :
આ વાક્ય કેસરિયો બોલે છે અને શેઠને કહે છે.

પ્રશ્ન 2.
‘ભાઈ, તારો મારગ તારી રાહ જોવે છે, હાલતો થા.’
ઉત્તર :
આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે.

પ્રશ્ન 3.
‘અરે બાપ, કાંક ભૂલ થાતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર.’
ઉત્તરઃ
આ વાક્ય કેસરિયો બોલે છે અને રાજના સિપાઈને કહે છે.

પ્રશ્ન 4.
‘તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે.’
ઉત્તર :
આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 5.
‘જગદંબા તમારી ભેર કરે.’
ઉત્તર :
આ વાક્ય આઈ બોલે છે, કેસરિયાને કહે છે.

4. નીચેનાં વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો :

પ્રશ્ન 1.

  1. વાલો કેસરિયો એક દિ’ વડોદરામાં જઈને ઊભો રહ્યો.
  2. વાટખરચીની વધેલી પાંચ સો રૂપિયાની વાંસણી કેલ્વે બાંધી છે.
  3. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે.
  4. ‘એલા, તાંબાનું પતરું લાવો.’
  5. ‘મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાઉં.’

ઉત્તર :

  1. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે.
  2. વાલો કેસરિયો એક દિ’ વડોદરામાં જઈને ઊભો રહ્યો.
  3. વાટખરચીની વધેલી પાંચ સો રૂપિયાની વાંસણી કેચે બાંધી છે.
  4. ‘મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાઉં.’
  5. ‘એલા, તાંબાનું પતરું લાવો.’

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1.

  1. કાંઠો : ……………….
  2. રૂડપ : ……………….
  3. વેગળું : ……………….
  4. ભેર : ……………….
  5. મહોર : ……………….

ઉત્તર :

  1. કાંઠો : કિનારો
  2. રૂડપ : સુંદરતા
  3. વેગળું : દૂર
  4. ભેર : મદદ, સહાય
  5. મહોર : સિક્કો, છાપ

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1.

  1. સુંવાળું × ……………….
  2. બાંધવું × ……………….
  3. પ્રામાણિકતા × ……………….
  4. ગેરસમજણ × ……………….
  5. શુદ્ધ × ……………….

ઉત્તર :

  1. સુંવાળું × બરછટ
  2. બાંધવું × છોડવું
  3. પ્રામાણિકતા × અપ્રામાણિકતા
  4. ગેરસમજણ × સમજણ
  5. શુદ્ધ × અશુદ્ધ

7. નીચેના શબ્દોની સાચી જોડણી લખો:

પ્રશ્ન 1.

  1. પ્રિત – ……………..
  2. નિરણય – …………..
  3. તીરષ્કાર – …………..
  4. સૂતી – ……………
  5. જીલલો – ……………..

ઉત્તર :

  1. પ્રિત – પ્રીત
  2. નિરણય – નિર્ણય
  3. તીરષ્કાર – તિરસ્કાર
  4. સૂતી – સ્તુતિ
  5. જીલલો – જિલ્લો

8. નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:

પ્રશ્ન 1.

  1. ઝાડ તેમજ વનરાજિથી ઘટાદાર – ………….
  2. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી – ………….
  3. મુસાફરી દરમિયાન ખરચ માટેની રકમ – ………….
  4. પૂરના પાણીની ઝડપે દોડનાર – ………….
  5. ઘોડાને બાંધવાની જગા – ………….
  6. ગાયોનું મોટું ટોળું – ………….
  7. પશુને ખાવાનું અનાજ – ………….

ઉત્તર :

  1. ઝાડ તેમજ વનરાજિથી ઘટાદાર – કુંજાર
  2. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી – વાંસણી
  3. મુસાફરી દરમિયાન ખરચ માટેની રકમ – વાટખરચી
  4. પૂરના પાણીની ઝડપે દોડનાર – પાણીપંથા
  5. ઘોડાને બાંધવાની જગા – ઘોડાર, તબેલો
  6. ગાયોનું મોટું ટોળું – ધણ
  7. પશુને ખાવાનું અનાજ – જોગાણ

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

9. નીચેના કોષ્ટકમાં પાંચ જોડાક્ષરવાળા શબ્દો ફરતે [ ] કરો. આ શબ્દોનો વાક્યપ્રયોગ કરો.

પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર 2
ઉત્તર:
Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર 3

  1. ફિરશ્નો
  2. તિરસ્કાર
  3. બક્ષિસ
  4. સ્તુતિ
  5. ઉચ્ચાર

વાક્યપ્રયોગ :

  • ફિરસ્તો – વાલો કેસરિયો કોઈ ફિરશ્નો લાગતો હતો.
  • તિરસ્કાર – કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહિ.
  • બક્ષિસ – રાજાએ પ્રામાણિકતા માટે સૂબેદારને બક્ષિસ આપી.
  • સ્તુતિ – ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ.
  • ઉચ્ચાર – નિપુણના ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે.

10. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહનો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી , નોટબુકમાં લખો:

પ્રશ્ન 1.
નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહનો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી , નોટબુકમાં લખો:
આવો આવો કેસરિયા બોલતાં બાથ ભરી લીધી વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો આ સૂબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખોપડખ ગાદી માથે બેસાડી સૂબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો
ઉત્તરઃ
‘આવો આવો, કેસરિયા’ બોલતાં બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ સૂબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખોપડખ ગાદી માથે બેસાડી સૂબો બોલ્યો : ‘કેસરિયા, મને ઓળખ્યો’

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

Std 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
વાલો કેસરિયો ઘોડા વેચવા ક્યાં ગયો?
A. મેળામાં
B. ગરણી ગામે
C. વડોદરા
D. શેઠને ત્યાં
ઉત્તર :
C. વડોદરા

પ્રશ્ન 2.
વાટખરચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા?
A. પાંચ સો
B. હજાર
C. સો
D. બે હજાર
ઉત્તર :
B. હજાર

પ્રશ્ન 3.
શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું?
A. પાંચ સો
B. હજાર
C. બસો
D. દસ હજાર
ઉત્તર :
A. પાંચ સો

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 4.
જુવાન મરાઠાને કોનામાં ફરિતાનાં દર્શન થયાં?
A. આઈમાં
B. વાલા કેસરિયામાં
C. શેઠમાં
D. સિપાઈમાં
ઉત્તર :
B. વાલા કેસરિયામાં

પ્રશ્ન 5.
જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો?
A. વડોદરાનો
B. અમરેલીનો
C. ગરણીનો
D. ગાયકવાડનો
ઉત્તર :
B. અમરેલીનો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
કરણુકી નદીનાં પાણી કેવાં હતાં?
ઉત્તર :
કરણુકી નદીનાં પાણી ટોપરા જેવાં મીઠાં હતાં.

પ્રશ્ન 2.
ગરણી ગામ ક્યાં આવેલું છે?
ઉત્તર :
ગરણી ગામ કરણુકી નદીના કાંઠે આવેલું છે.

પ્રશ્ન 3.
કોની રૂ૫ આંખે વળગે એવી હતી?
ઉત્તર :
ગરણી ગામની રૂડપ આંખે વળગે એવી હતી.

પ્રશ્ન 4.
વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા?
ઉત્તર :
વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 5.
વાલો કેસરિયો વડોદરા શા માટે ગયો?
ઉત્તર :
વાલો કેસરિયો વડોદરા ઘોડા વેચવા ગયો.

પ્રશ્ન 6.
ઘોડા જોઈને, ખરીદ્યા વિના સૌ પાછાં કેમ જતાં હતાં?
ઉત્તર :
ઘોડાઓની કિંમત સાંભળીને, ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતાં.

પ્રશ્ન 7.
કેસરિયાએ વડોદરાને શા માટે રામરામ કર્યા?
ઉત્તર :
કેસરિયાના પાણીદાર ઘોડા વડોદરામાં વેચાયા નહિ, તેથી તેણે વડોદરાને રામરામ કર્યા.

પ્રશ્ન 8.
ઘોડાઓનો વાન કેવો હતો?
ઉત્તર :
ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડીવાળો અને જાયદી ખજૂરની પેશી જેવો હતો.

પ્રશ્ન 9.
પાંચ સો રૂપિયામાં શી જોગવાઈ થઈ જવાની કેસરિયાને ધરપત હતી?
ઉત્તર :
પાંચ સો રૂપિયામાં પોતાની ખોરાકી અને ઘોડાની જોગાણની જોગવાઈ થઈ જવાની કેસરિયાને ધરપત હતી.

પ્રશ્ન 10.
કેસરિયાએ ખોરડા પાસે શાનો ઢગલો જોયો?
ઉત્તર :
કેસરિયાએ ખોરડા પાસે ગોદડાં-ઠામ-વાસણ તેમજ ઘરની નાનીમોટી તમામ જણસોનો ઢગલો જોયો.

પ્રશ્ન 11.
જુવાન મરાઠાએ શા માટે પોતાના છોકરાના સમ ખાધા?
ઉત્તર :
ફરિશ્તા જેવો વાલો, પૂછવા છતાં પોતાનું નામ આપતો નહોતો, તેથી જુવાન મરાઠાએ વાલા કેસરિયાનાં નામ-ઠામ જાણવા પોતાના છોકરાના સમ ખાધા.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 12.
સિપાઈને જોઈને આઈ શા માટે વિચારમાં પડી ગયાં?
ઉત્તર :
સાત પેઢીમાંયે રાજના સિપાઈ પોતાના આંગણે આવ્યાનું આઈએ : જાયું નહોતું, તેથી સિપાઈને જોઈને આઈ વિચારમાં પડી ગયાં.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
અમરેલીમાં પ્રવેશેલા દસ ઘોડેસવાર કેવા હતા?
ઉત્તર :
અમરેલીમાં પ્રવેશેલા દસ ઘોડેસવારે રાજનો પોશાક પહેર્યો હતો. એમનાં શરીર કદાવર હતાં. દરેકના ખભે જામનગરી બંદૂકો હતી. દરેકના મોં ઉપર રસ્તાની રજકણ ઊડેલી હતી અને આંખોમાં રતાશ હતી. દરેકે માથા ઉપર સાફો પહેર્યો હતો.

પ્રશ્ન 2.
વાલાને કચેરીનાં પગથિયાં ચડતો જોઈ સૂબાએ શું કર્યું?
ઉત્તર :
સુબો વાલાની કાગડોળે રાહ જોતો હતો. વાલાને કચેરીનાં પગથિયાં ચડતો જોઈ સૂબો દોડ્યો. વાલાને બાથ ભરી ભેટ્યો. વાલાનું બાવડું પકડ્યું. – પોતાની પડખે, ગાદી પર વાલાને બેસાડ્યો ને વાલાને પૂછ્યું, ‘કેસરિયા, મને ઓળખ્યો?’

પ્રશ્ન 3.
ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતાં સૂબાએ શું કહ્યું?
ઉત્તર :
ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતાં સૂબાએ કહ્યું, ‘વાલા કેસરિયા ! તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કમરથી વાંસણી છોડીને પાંચ સો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીના સૂબો ન હોત. હવે મને ઓળખ્યો ! હું રાઘોબા ! બોલ, તારી શી કદર કરું?’

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  • ફરમાન : આદેશ
  • તારીફ : વખાણ
  • તમાશો : ફજેતી
  • બક્ષિસ : ભેટ
  • ધરપત : ધીરજ
  • ફિરશ્નો : દેવદૂત

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યપ્રયોગ કરો:

ઊડીને આંખે વળગવું – તરત ધ્યાન પર આવવું
વાક્ય : રેખાના ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા ઊડીને આંખે વળગે એવી હતી.

મીટ માંડવી – નજર સ્થિર કરી જોઈ રહેવું
વાક્ય : મા રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી.

મન ઊઠી જવું – રસ ન રહેવો
વાક્ય : તાવમાં ઘણીવાર ભોજનમાંથી મન ઊઠી જાય છે.

ફાંટી આખે જોઈ રહેવું – અચંબા કે વિસ્મય સાથે જોવું
વાક્ય : સોનાની કંઠી ચાંચમાં લઈને ઊડી જતી સમડીને સૌ ફાટી આંખે જોઈ રહ્યાં.

આંખ કરડી થવી – ગુસ્સાથી આંખ લાલ થવી
વાક્ય : કારકુનની ગંભીર ભૂલથી ધંધામાં નુકસાન થતાં શેઠની આંખ કરડી થઈ.

પડ્યો બોલ ઝીલવો – આજ્ઞાનું પાલન કરવું
વાક્ય : વિદ્યાર્થીઓએ ગુરુનો પડ્યો બોલ ઝીલી લેવો જોઈએ.

માથે ચારેય હાથ હોવા – રહેમ દષ્ટિ હોવી
વાક્ય : પ્રધાન અને કારભારીઓના માથે રાજાના ચારેય હાથ હતા.

કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.

  1. વડોદરા ઉપર ભગવાન સરજદાદાનાં ……………. પથરાવા માંડ્યાં છે. (તે જ, તેજ)
  2. વાલા કેસરિયાએ વડોદરાને …………. મૂકવા પગ ઉપાડ્યા. (અળગું, વેગળું)
  3. …………. પકડીને જુવાન મરાઠો બોલ્યો. (વાઘ, વાધ)
  4. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ……………… ઊડેલી છે. (જણ, ઝણ)
  5. વાટખરચીની વધેલી પાંચ સો રૂપિયાની ……………………. કેચે બાંધી (વાંસળી, વાંસણી)

ઉત્તર :

  1. તેજ
  2. વેગળું
  3. વાધ
  4. ઝણ
  5. વાંસણી

કૌંસમાં આપેલા પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યયથી ખાલી જગ્યા પૂરોઃ (ની, નું, ના, ના, ને, નો, થી)

પ્રશ્ન 1.

  1. નાનાં છોકરાં ………….. કાળજાં કંપાવે એવાં બોકારો સંભળાણાં.
  2. એવું જુવાન મરાઠા ………….. લાગ્યું.
  3. વાલા કેસરિયા નામ ………….. માણસ ક્યાં રહે છે?
  4. કચેરી …………. કબાટમાં તાંબા …………… પતરું હાજર થયું.
  5. કેસરિયા ……………… ઘોડા …………… લગામ તણાઈ ગઈ.

ઉત્તર :

  1. નાં
  2. ને
  3. નો
  4. ના, થી, નું
  5. થી, ની

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

પ્રશ્ન 2.
નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવોઃ
પંથ, પોશાક, પાઘડી, પતરું, પ્રીત
ઉત્તર :
પતરું, પંથ, પાઘડી, પોશાક, પ્રીત

કદર Summary in Gujarati

કદર પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર 1

ભાષાસજજતા

નીચેનાં વાક્યો વાંચોઃ

  • ગાભા-ગોદડાં, ઠામ-ઠીકરાં ડેબે આવતાં હતાં.
  • આ છોકરાંનાં આહુડાં મારાથી જોવાતાં નથી.
  • બાપુ, આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું.

ઉપરનાં વાક્યોમાંના ‘ગાભા-ગોદડાં’, ‘ઠામ-ઠીકરાં’, ‘આહુડાં’, ‘આથમણા બારનું ખોરડું’ શબ્દો કે શબ્દસમૂહો લોકબોલીના છે. ‘કદર’ પાઠ લોકકથા છે, એમાં લોકબોલીના અનેક શબ્દો વપરાયા છે. આવા શબ્દોને લોકબોલીના, પ્રાદેશિક કે તળપદા’ શબ્દો કહે છે. પાઠમાંથી આવા બીજા શબ્દો શોધો અને તમારા પ્રદેશમાં બોલાતી ભાષામાં એ શબ્દો માટે ક્યા શિષ્ટ (માન્ય) શબ્દો વપરાય છે તેની નોંધ કરો.

બીજા કેટલાક ભાષાપ્રયોગો :

  • ટોપરા જેવાં પાણી પીને પશુઓ ગામમાં પાછાં વળતાં.
  • હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચામડી.
  • પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને… રાઘોબા … જોઈ રહ્યા.
  • જાણે કે ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચર્ચા હતા.

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

કદર શબ્દાર્થ :

  • કિંજાર – ઝાડ તેમજ વનરાજિથી ઘટાદાર
  • ટોપરા જેવાં પાણી – ટોપરાના (નાળિયેરના) પાણી જેવાં મીઠાં
  • રૂપકડી – દેખાવમાં સુંદર
  • ખોબા જેવડું – સાવ નાનું
  • રૂડપ – સુંદરતા
  • ઓલદોલ – (અહીં) દિલાવર સવાયો ચડિયાતો
  • તબેલામાં – થોડા બાંધવાની જગ્યા(મકાન)માં
  • વાંસણી – સિક્કા સાચવી રાખવાની લાંબી કોથળી
  • વાટખરચી – મુસાફરી દરમિયાન ખરચવાની રકમ
  • ખપતો – વેચાતો
  • જાતવંત – ઊંચા ખાનદાનનાં
  • વેગળું – જુદું, અલગ
  • પાણીપંથા – પૂરના પાણીની ઝડપે દોડનાર (થોડા)
  • રાંગ વાળી – સવારી કરી જાયદીખજૂરની એક જાત
  • વાન – ચામડીનો રંગ
  • ખોરાકી – જીવનજરૂરિયાતની વસ્તુ
  • અજંપો – જેપનો અભાવ, અશાંતિ
  • ગરણી કાંય ઘોડાને ઘરે થોડું છે? – ગરણી કાંઈ નજીક થોડું છે?
  • ફિરતો – દેવદૂત, પેગંબર
  • જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ, ખાણ
  • ભલી ભાત્ય – સારી રીતે
  • ધરપત – ધીરજ
  • ખોરડું – માટીની ભત અને ગારનું બનાવેલું છાપરું
  • બોકાસાં – રાડ, બૂમ
  • સંપ – (અહીં) ફોજ મશ-લાચારી
  • લેણું – આપેલું પાછું લેવું તે
  • ખેસ – ખભે નાખવાનું વસ્ત્ર
  • વાધ – ચામડાની દોરી લગામ
  • દોઢ દાયકો ગડથોલિયાં ખાઈ ગયો – દોઢ દાયકો પસાર થઈ ગયો
  • ધણ – (ગાયોનું)
  • ટોળું ઝંઝાળ્યું – (અહીં) બંદૂકો
  • ઝણ – ઝીણી રજકણ
  • સાફો – ફેંટો
  • બાર – દિશા
  • કળાવું – દેખાવું
  • આરુઢ થયેલા – બેઠેલા
  • વાસીદું – ઢોરના છાણ વગેરેનો કચરો
  • ફરમાન – આદેશ, હુકમ
  • ગનો – ગુનો, વાંક
  • ભેર – મદદ, સહાય
  • કસવાળું કેડિયું – (બટનને બદલે વપરાતી) દોરીવાળું અંગરખું
  • ઉપાધિ – (અહીં) ચિતા
  • તારીફ – વખાણ, પ્રશંસા
  • સૂબો – ઇલાકા કે પ્રાંતના સૂબેદાર (ઉપરી)
  • લેખ – કરાર, દસ્તાવેજ
  • પાવચંદ્રદિવાકરૌ – સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી
  • બક્ષિસ – ભેટ
  • માનમરતબો – માનમોભો

Class 5 Gujarati Textbook Solutions Chapter 9 કદર

રૂઢિપ્રયોગ

  • ઊડીને આંખે વળગવું – તરત ધ્યાન પર આવવું
  • મીટ માંડવી – નજર સ્થિર કરી જોઈ રહેવું
  • મન ઠરવું – સંતોષ થવો, ગમી જવું
  • રામરામ કરવા – (અહીં) વિદાય લેવી
  • કાન સોરીને દાઢ્ય ચડાવવું – (અહીં) સતર્ક થઈ જવું
  • ઘોડાને ઘેર હોવું – ખૂબ નજીક હોવું
  • મન ઊઠી જવું – અભાવ આવવો, (અહીં) રસ ન રહેવો
  • અજંપો જાગવો – અધીરાઈ થવી
  • નજર ધ્રોબવી – નજરથી નજર મેળવવી
  • મિજાજ તરડાવો – અભિમાન થવું
  • ફાટી આંખે જોઈ રહેવું – અચંબા કે વિસ્મય સાથે જોવું
  • આંખ કરડી થવી – ગુસ્સાથી આંખ લાલ થવી
  • પડ્યો બોલ ઝીલવો – આજ્ઞાનું પાલન કરવું
  • કાગને ડોળ – ખૂબ જ ઉત્સુકતાથી
  • કોતરાઈ જવું – યાદ રહી જવું
  • માથે ચારેય હાથ હોવા – રહેમ દષ્ટિ હોવી

Leave a Comment

Your email address will not be published.