Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
વૉલ્ટરે એના પગને શું કહ્યું?
ઉત્તર :
વૉલ્ટરે એના પગને કહ્યું, “મારા મિત્રો! તમે હિંમત હારશો નહિ, હું પણ હિંમત નહિ હારું.”

પ્રશ્ન 2.
ભારતના બંધારણના ઘડવૈયાનું નામ લખો.
ઉત્તર :
ભારતના બંધારણના ઘડવૈયાનું નામ : ડૉ. બાબાસાહેબ આંબેડકર.

પ્રશ્ન 3.
ડૉ. ભીમરાવનાં માતાપિતાનાં નામ લખો.
ઉત્તર :
ડૉ. ભીમરાવના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમાબાઈ છે.

પ્રશ્ન 4.
નખરાં છોડીને કવિ શું કરવાનું કહે છે?
ઉત્તર :
નખરાં છોડીને કવિ આનંદ માણવાનું કહે છે.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

પ્રશ્ન 5.
આપણે કેવા ઘેર ન જવું જોઈએ?
ઉત્તર :
જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતાં હોય તે ઘેર આપણે ન જવું જોઈએ.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
અપંગ વૉલ્ટરની શારીરિક સ્થિતિનું વર્ણન કરો.
ઉત્તર :
વૉલ્ટરને બાળલકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગને કારણે એના હાથપગ એ જાતે હલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબૂ ચાલ્યો ગયો હતો. તેના હાથપગ કામ કરતા બંધ થઈ ગયા હતા.

પ્રશ્ન 2.
ભીમરાવ આંબેડકર વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્ય પ્રદેશના મહું ગામે થયો હતો. અછૂત હોવાને કારણે તેમને ખૂબ સહન કરવું પડ્યું હતું તેથી તેમણે વધુ અભ્યાસ કરીને દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

બંધારણના ઘડવૈયા બાબાસાહેબે આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સમાનતા અને સમરસતા માટે અનેક સમાચારપત્રો ચલાવ્યાં, ભારત સરકારે એમને, એમનાં કાર્યોની કદરરૂપે ભારતરત્નનો ઇલકાબ આપ્યો.

પ્રશ્ન 3.
ધુળેટીના તહેવાર વિશે ચાર વાક્યો લખો.
ઉત્તર :
હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી, ધુળેટીને દિવસે ઘેરૈયા પૈસા અને એકબીજા પર રંગ કે ગુલાલ છાંટે છે. શહેરમાં રહેતા લોકો ગામડે જઈને ધુળેટીનો ઉત્સવ મનાવે છે. ધુળેટી આનંદનો ઉત્સવ છે.

પ્રશ્ન 4.
તમને ગમતું કોઈ એક સુભાષિત લખો.
ઉત્તર :
અમને ગમતું સુભાષિતઃ
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય,
વિપતે ઉદ્યમ કીજીએ; ઉદ્યમ વિપતને ખાય.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

3. કૌસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે [ ] કરો:
(તરંગ, ઘોડો, ગોતવું, અત્યાચાર, વંદન, ત્રાડ, બચરવાળ, હાડકાં, ફાયદો, સીર)

પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 3
ઉત્તરઃ
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 4

4. અહીં એક શબ્દ આપ્યો છે “સફરજન’. આ શબ્દમાંથી બે કે તેથી વધુ અક્ષરો લઈને બનતા શબ્દો બનાવોઃ

પ્રશ્ન 1.

  1. …………
  2. ………….
  3. ………….
  4. ………….
  5. ………….
  6. ………….
  7. ………….
  8. ………….
  9. ………….

ઉત્તર :

  1. સફર
  2. ફરજ
  3. સજન
  4. જન
  5. રજ
  6. સર
  7. સજા
  8. રન
  9. ફર

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

સફરજનની જેમ ‘અમદાવાદ’ અને ‘કરમસદ’ શબ્દ પરથી બનતા શબ્દો બનાવી તમારી નોટબુકમાં લખો.

પ્રશ્ન 1.
સફરજનની જેમ ‘અમદાવાદ’ અને ‘કરમસદ’ શબ્દ પરથી બનતા શબ્દો બનાવી તમારી નોટબુકમાં લખો.
ઉત્તર :
અમદાવાદ :

  1. અદા
  2. મદ
  3. દાવા
  4. દાદ
  5. વાદ

કરમસદ :

  1. કર
  2. કરમ
  3. કદ
  4. રમ
  5. મદ

5. નીચે આપેલાં વાક્યો સર્વનામ વાપરીને ફરીથી લખો:

પ્રશ્ન 1.

  1. સાગર મારો ભાઈ છે. સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે.
  2. કૃતિ પાસે સુંદર સાડી છે. કૃતિની સાડી લાલ છે.
  3. દીપક વિદ્યાર્થી છે. દીપકે ગીત ગાયું.
  4. ભાવના હોશિયાર છે. ભાવના નિયમિત છે.
  5. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે, વિદ્યાર્થીઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે.

ઉત્તર :

  1. સાગર મારો ભાઈ છે, તે અમદાવાદમાં અભ્યાસ કરે છે.
  2. કૃતિ પાસે સુંદર સાડી છે, તેની સાડી લાલ છે.
  3. દીપક વિદ્યાર્થી છે, તેણે ગીત ગાયું.
  4. ભાવના હોશિયાર છે, તે નિયમિત છે.
  5. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે.

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

6. સૂચના પ્રમાણે કરો:

પ્રશ્ન 1.
બગીચામાં જોવા મળતી વ્યક્તિઓ, વસ્તુઓ, વૃક્ષો, છોડ વગેરેની યાદી બનાવોઃ
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 1
ઉત્તર :

ચીજવસ્તુ વૃક્ષો છોડ
પુરુષો લીમડો ગુલાબ
બાંકડો વડ મધુમાલતી
લપસણી પીપળી તુલસી
હીંચકો આસોપાલવ બારમાસી
સ્ત્રીઓ બાવળ મહેંદી
બાળકો

પ્રશ્ન 2.
બનાવેલાં નામોની યાદી સ્ત્રીલિંગ, પુંલ્લિંગ કે નપુંસકલિંગમાં વિભાજિત કરોઃ
Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 2
ઉત્તર :

સ્ત્રીલિંગ પુંલ્લિંગ નપુંસકલિંગ
મહેંદી લીમડો ગુલાબ
તુલસી વડ બાળકો
બારમાસી આસોપાલવ
લપસણી પુરુષો
મધુમાલતી બાવળ
પીંપળી હીંચકો
સ્ત્રીઓ બાંકડો

Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *