Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ
Class 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ’ કહી છે ? [ ]
(ક) લણવાની
(ખ) વસંતઋતુની
(ગ) ચોમાસાની
(ધ) શિયાળાની
ઉત્તર :
(ક) લણવાની
પ્રશ્ન 2.
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે ? [ ]
(ક) કંકુવરણી
(ખ) સોનાવરણી
(ગ) ઘઉંવરણી
(ઘ) રક્તવરણી
ઉત્તર :
(ખ) સોનાવરણી
પ્રશ્ન 3.
કિલ્લોલ કોણ કરે છે ? [ ]
(ક) ચકલીઓ
(ખ) પંખીઓ
(ગ) મોર
(ઘ) કુંજડિયો
ઉત્તર :
(ઘ) કુંજડિયો
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
‘મહેનતની મોસમ’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર :
‘મહેનતની મોસમ’ કાવ્યના કવિનું નામ નાથાલાલ
પ્રશ્ન 2.
લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે ?
ઉત્તર :
સારા વરસાદથી સારો પાક થતાં લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે.
પ્રશ્ન 3.
સીમ કોને સાદ કરે છે ?
ઉત્તર :
સીમ પાકની લણણી માટે ખેડૂતોને સાદ કરે છે.
પ્રશ્ન 4.
સીમમાં શું શું લઈ જવા કહ્યું છે ?
ઉત્તર :
સીમમાં પછેડી અને દાતરડાં લઈ જવા કહ્યું છે.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
‘સીમ સાદ કરે’ એટલે કરે ? શા માટે સાદ કરે ?
ઉત્તર :
‘સીમ સાદ કરે’ એટલે સીમ બોલાવે. ખેતરમાં બાજરી, જુવાર વગેરે ધાન્યો થયાં છે. હવે લણણીનો સમય આવ્યો છે, તેથી સીમ પછેડી અને દાતરડાં લઈને લણણી માટે ખેડૂતોને સાદ કરે છે.
પ્રશ્ન 2.
લીંપી-ગૂંપીને ખળાં શા માટે કરવાં પડે ?
ઉત્તર :
પાકની લણણી થઈ ગયા પછી કણસલાં ગૂંદીને કે ઝૂડીને તેમાંથી અનાજ કાઢવા માટે, ટૂંડાંમાંથી દાણા અલગ પાડવા માટે, અનાજને ઉપણીને સાફ કરવા વગેરે કામ માટે ખળાં કરવાં પડે.
પ્રશ્ન 3.
મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?
ઉત્તર :
આપણે સંપીને, એકબીજાની મદદ કરીએ તો ખળામાં અનાજના દંગલેઢગલા થાય. તેથી કવિ મલ કને આબાદ કરવા સાથે મળીને કામ કરવાનું સૂચન કરે છે.
2. ઊજળું દૂધ જેવું, લીલું કંચન જેવું – આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દપ્રયોગો આપો.
પ્રશ્ન 1.
ઊજળું દૂધ જેવું, લીલું કંચન જેવું – આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દપ્રયોગો આપો.
- સફેદ ……… જેવું
- કાળું ……… જેવું
- રાતું ……… જેવું
- મીઠું ……… જેવું
- કડવું ……… જેવું
- કૂણું ……… જેવું
ઉત્તર :
- સફેદ દૂધ જેવું
- મીઠું મધ જેવું
- કાળું મેંશા જેવું
- કડવું ઝેર જેવું
- રાતું ચણોઠી જેવું
- કૃણું કાકડી જેવું
3. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો :
પ્રશ્ન 1.
નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો
- સીમ
- નદી
- આભ
- મોલ
- મલક
- રળનારો
ઉત્તર :
- સીમ – રામજીકાકાનું ખેતર ગામની સીમમાં છે.
- નદી – નદી પવિત્ર ગણાય છે.
- મોભ – આભમાંથી વરસાદ વરસે છે.
- મોલ – ખેતરમાં જુવારનો મોલ ઊભો છે.
- મલક – આપણો મલક સમૃદ્ધ છે.
- રળનારો – રળનારો મનુષ્ય છે અને આપનારો ભગવાન છે.
4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :
પ્રશ્ન 1.
સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મહેર રે ….
ઉત્તર :
વરસાદ વરસ્યો છે, કુદરતે કૃપા કરી છે. તેથી સીમમાં પાકેલાં બાજરી-જુવારનાં ડાંઓને કારણે કવિ સીમને સોનાવરણી (સોનાના જેવા રંગવાળી) કહે છે.
પ્રશ્ન 2.
રંગેચંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….
ઉત્તર :
ખેતીકામ વગેરેમાં એકથી વધારે માણસોની જરૂર પડે છે. બધાં મળીને સંપથી કામ કરીએ તો આપણો દેશ આબાદ થાય. સમૃદ્ધિથી ખુશીઓ આવે ને સૌ દેશવાસીઓ સુખી થાય.
5. ખેતીનું મહત્ત્વ’ વિશે પાંચ-સાત વાક્યો લખો.
પ્રશ્ન 1.
ખેતીનું મહત્ત્વ’ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
આપણો દેશ કૃષિપ્રધાન છે. ખેતી અહીંનો પ્રમુખ વ્યવસાય છે. દેશની 70 ટકા વસ્તી ખેતી ઉપર નભે છે, ખેડૂતો બારેમાસ ખેતી કરે છે. ખેડૂત ખેતી ન કરે તો અનાજ ન પાકે. એટલે. જ ખેડૂતને “જગતનો તાત” કહેવામાં આવે છે. અત્યારે આધુનિક પદ્ધતિથી થતી ખેતીને પરિણામે વધુ અનાજ પેદા કરી શકાય છે.
Std 6 Gujarati Textbook Solutions Chapter 5 મહેનતની મોસમ Additional Important Questions and Answers
ભાષાસતા
સમાનાર્થી શબ્દો આપો :
- મેહુલિયો – વરસાદ, મેહ
- મહેર – કૃપા, દયા,
- મોસમ – તું
- મહેનત – પરિશ્રમ
- નદી – સરિતા
- જલ – પાણી, નીર
- કેચન – સૌનું
- ઊજળું – ચોખ્ખું
- હુલ્લાસ – ઉલ્લાસ, આનંદ
- આભ – આકાશ, નભ, ગગન
- કિલ્લોલ – આનંદ
- વાયરો – પવન, સમીર
- મોલ – પાક
- સાદ – નાદ, એવાજ
- મલક – દેશ, પ્રદેશ
- માબાદ – સમૃદ્ધ, ભરપૂર, ફળદ્રુપ
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- લીલું × સૂકું
- ઉપર × નીચે
- આબાદ × બરબાદ
- મીઠું × કડવું
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
- સોના જેવા રંગવાળી – સોનાવરણી
- કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા – ખળું
- પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું – પછેડી
- પાક કાપવા માટે કે લણવા માટેનું ઓજાર – દાતરડું
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
પ્રશ્ન 1.
તમારા વિસ્તારમાં કઈ ઋતુ પ્રમાણે કયા કયા પાક થાય છે?
ઉત્તર :
અમારા વિસ્તારમાં શિયાળામાં મોટેભાગે ઘઉં અને – શેરડીનો પાક થાય છે, ઉનાળામાં બાજરી અને એરંડા થાય છે, ચોમાસામાં મગફળી, મગ, ડાંગર અને તલનો પાક થાય છે.
પ્રશ્ન 2.
તમારા વિસ્તારમાં સિંચાઈની કઈ કઈ સગવડ છે?
ઉત્તર :
મારો વિસ્તાર ભાલ પંથકમાં આવ્યો છે. અમારે ત્યાં કેનાલ દ્વારા સિંચાઈ થાય છે. વળી, ક્યાંક તળાવો અને નદીઓમાંથી પંપ દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવે છે, વીજળીથી ચાલતા બોર પણ અમારા વિસ્તારમાં છે. થોડાક ખેતરોમાં કૂવામાંથી પાણી ખેંચીને પણ સિંચાઈ કરવામાં આવે છે,
પ્રશ્ન 3.
સારો પાક મેળવવા તમારા વિસ્તારના ખેડૂતો કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ?
ઉત્તર :
અમારા વિસ્તારના ખેડૂતો ભણેલા અને ખેતીનું જ્ઞાન ધરાવનારા છે. ખેડૂતો મોટેભાગે ખેતીની ‘ટપક સિંચાઈ પદ્ધતિ’નો ઉપયોગ કરે છે. જમીનની વિશેષતાને આધારે ખેડૂતો પાકને અનુકુળ આવે તેવી પદ્ધતિ અજમાવે છે. લીલાં આવરણોથી સૂર્યનાં સીધાં કિરણો પાકને નુકસાન ન કરે તેવી પદ્ધતિ પણ અજમાવે છે.
પ્રશ્ન 4.
તમારા વિસ્તારમાં ખેતીકામમાં કયાં કયાં સાધનોનો ઉપયોગ થાય છે ?
ઉત્તર :
અમારા વિસ્તારમાં બારેમાસ વીજળીની સુવિધા છે. તેથી લણણી અને વાવણી માટેનાં સાધનોનો ઉપયોગ થાય છે. ટૂંડાંમાંથી દાણા અલગ પાડવાનું સાધન થ્રેસર, છોડ પરથી ટૂંડાંઓ કાપવાનું કેટર, ટ્રેક્ટર વગેરે સાધનોનો ખેડૂતો ઉપયોગ કરે છે. વીજળીથી ચાલતો પંખો અનાજને ઉપણવાનું કામ કરે છે. આમ, ખેતીકામમાં વૈજ્ઞાનિક ઓજારો અને સાધનોનો ઉપયોગ થાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ’ કહી છે ?
ઉત્તર :
કવિએ અનાજ લણવાની મોસમને ‘મહેનતની મૌસમ’ કહી છે.
પ્રશ્ન 2.
વરસાદની કૃપાથી સીમ કેવી બની છે ?
ઉત્તર :
વરસાદની કૃપાથી સીમ સોનાવરણી બની છે.
પ્રશ્ન 3.
સીમ સોનાવરણી ક્યારે બને છે?
ઉત્તર :
જયારે ખેતીને માટે જરૂરી વરસાદ પડે ત્યારે સીમ સોનાવરણી બને છે.
પ્રશ્ન 4.
નદીઓનાં પાણી કેવા બન્યાં છે ?
ઉત્તર :
નદીનાં પાણી ચોખ્ખાં બન્યાં છે.
પ્રશ્ન 5.
કવિને બાજરો કેવો લાગે છે?
ઉત્તર :
કવિને બાજરો લીલો કંચન જેવો લાગે છે.
પ્રશ્ન 6.
કવિને કપાસ કેવો લાગે છે?
ઉત્તર :
કવિને કપાસ ઊજળો દૂધ જેવો લાગે છે.
પ્રશ્ન 7.
પવનથી શું લૂમેઝૂમે છે?
ઉત્તર :
પવનથી જુવારનાં કણસલાં લૂમેઝૂમે છે.
પ્રશ્ન 8.
ઊજળા આભમાં કોણ કિલ્લોલ કરી રહ્યું છે?
ઉત્તર :
ઊજળા આભમાં કુંજડી કિલ્લોલ કરી રહી છે.
પ્રશ્ન 9.
મોલ કોની સંગે ઝૂલી રહ્યો છે ?
ઉત્તર :
મોલ પવનની સંગે ઝૂલી રહ્યો છે.
પ્રશ્ન 10.
ખેડૂતોને કોણ સાદ કરી રહ્યું છે ?
ઉત્તર :
ખેડૂતોને સીમ સાદ કરી રહી છે.
પ્રશ્ન 11.
કવિ મલકને કેવી રીતે આબાદ કરવાનું સૂચવે છે ?
ખથવા
કવિના મતે શું કરવાથી મલક આબાદ થશે ?
ઉત્તર :
કવિના મતે સૌએ હળીમળીને કામ કરવાથી મલકે આબાદ થશે.
પ્રશ્ન 12.
કવિ લીંપીગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે ?
ઉત્તર :
કવિ લીંપીગૂંપીને ખળું તૈયાર કરવાનું કહે છે.
પ્રશ્ન 13.
કવિના મતે રળવાનું અને આપવાનું કામ કોનું છે ?
ઉત્તર :
કવિના મતે રળવાનું કામ માનવીનું અને આપવાનું કામ ભગવાનનું છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1.
‘મહેનતની મોસમ’ કાવ્યના કવિ કોણ છે?
A. નાનાલાલ
B. નાથાલાલ દવે
C. કાન્ત
D. કલાપી
ઉત્તર :
B. નાથાલાલ દવે
પ્રશ્ન 2.
સોના જેવા રંગવાળું શું બન્યું છે ?
A. સવારે
B. સાંજ
C. સમુદ્ર
D. સીમ
ઉત્તર :
D. સીમ
પ્રશ્ન 3.
કોની કૃપાથી સીમ સોનાવરણી બની છે?
A. મેહુલિયાની
B. તળાવની
C. નદીની
D. સાગરની
ઉત્તર :
A. મેહુલિયાની
પ્રશ્ન 4.
નદીનું પાણી કેવું બન્યું છે ?
A. દૂધિયું
B. રાતું
C. ચોખું
D. મેલું
ઉત્તર :
C. ચોખું
પ્રશ્ન 5.
‘લીલો કંચન બાજરો’ એ પંક્તિનો કયો અર્થ બંધબેસતો નથી ?
A. સંપૂર્ણ લીલો
B. તા.
C. સોના જેવો મૂલ્યવાન
D. લાલ
ઉત્તર :
D. લાલ
પ્રશ્ન 6.
કવિને ઊજળું દૂધ જેવું શું લાગે છે ?
A. જુવાર
B. કપાસ
C. બાજરી
D. ઘઉં
ઉત્તર :
B. કપાસ
પ્રશ્ન 7.
કવિતામાં વપરાયેલ ‘લોથો’ શબ્દનો અર્થ શું થાય ?
A. જુવારનું કણસલું
B. બાજરીનું કણસલું
C. કપાસનું કાલું
D. મગફળીની શીંગ
ઉત્તર :
A. જુવારનું કણસલું
પ્રશ્ન 8.
કાવ્યમાં ‘પવન’ માટે કયો શબ્દ વપરાયો છે ?
A. સમીર
B. વાયર
C. હવા
D. વાયુ
ઉત્તર :
B. વાયર
પ્રશ્ન 9.
સીમ સાદ કરે ત્યારે કવિ શું લઈને સીમમાં જવાનું કહે છે?
A. પાવડો, કોદાળી
B. ખૂરપી, તગારું
C. સાંકળ, સૂપડી
D. પછેડી, દાતરડાં
ઉત્તર :
D. પછેડી, દાતરડાં
પ્રશ્ન 10.
કવિના મતે શું કરવાથી મલક આબાદ થશે ?
A. રંગેચંગે રહેવાથી
B. રંગેચંગે ગીત ગાવાથી
C. રંગેચંગે કામ કરવાથી
D. રંગેચંગે નાચવાથી
ઉત્તર :
C. રંગેચંગે કામ કરવાથી
પ્રશ્ન 11.
કવિ લીંપી-ગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે?
A. ખળું
B. આંગણું
C. પાદર
D. મેદાન
ઉત્તર :
A. ખળું
પ્રશ્ન 12.
કવિ ખળામાં શાના ઢગલેઢગલા કરવાનું કહે છે ?
A. ધન
B. ધાન
C. ધૂળ
D. ઘરેણાં
ઉત્તર :
B. ધાન
પ્રશ્ન 13.
‘કણસલાં’ ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા’ને શું કહેવામાં આવે છે ?
A. મેદાન
B. પાદર
C. ચોતરો
D. ખળું
ઉત્તર :
D. ખળું
મહેનતની મોસમ Summary in Gujarati
મહેનતની મોસમ પાઠ-પરિચય :
આ કાવ્યમાં કવિ નાથાલાલ દવેએ ખેતરમાં અનાજ લણવાની ઋતુને ‘મહેનતની મોસમ’ કહી છે. સારો વરસાદ થયા. પછી. પાક પણ સારો થાય તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે અને કુદરત પણ કેવી સોળે કળાએ ખીલી ઊઠે છે, તેનું સુંદર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. દેશને સમૃદ્ધ કરવા માટે સહુએ સાથે મળીને કામ કરવાનું સૂચન પણ કવિએ આ કાવ્યમાં કર્યું છે.
કાવ્યની સરળ સમજૂતી
- વરસાદે કૃપા કરી છે તેથી (અનાજનાં કૂંડાંઓને કારણે) સીમ સોનાવરણી બની છે. ભાઈ ! આ તો મહેનત કરવાની મોસમ આવી છે, (લણણીનો સમય છે.) [1 – 3]
- નદીઓનાં પાણી નીતર્યા (ચોખ્ખાં થયાં છે. (પાણી જોઈ) લોકોમાં લીલાલહેર (ખુશી) થઈ છે…[4-5]
- ખેતરમાં લીલો કંચન (સોના જેવો મૂલ્યવાન) બાજરો અને ઊજળો દૂધ જેવો કપાસ દેખાય છે. [6 – 7]
- જુવારનું કણસલું (પવનથી) ડોલી રહ્યું છે ને હૈયામાં આનંદ [8 – 9]
- ઉપર ઊજળા આકાશમાં કુંજડી (પક્ષી) કિલ્લોલ કરી રહી છે. [10 – 11]
- મીઠા વાયરા વાઈ રહ્યા છે ને મોલ (પાક) હિલોળા લઈ રહ્યો છે. [12 – 13]
- ખેડૂતો ! તમે પછેડી (અનાજ ભરવા માટેનું કાપડ) અને દાતરડાં લઈ લો, (કેમ કે) આજે સીમ આપણને લણણી કરવા માટે) સાદ કરી રહી છે. [14 – 15]
- આપણે રંગેચંગે (હસી-ખુશીથી સૌ સાથે મળીને કામ કરીએ તો આપણો દેશ સમૃદ્ધ બને. [16 – 17]
- લીંપી-ગૂંપીને ખળું તૈયાર કરો અને તેમાં અનાજના ઢગલેઢગલા કરો. [18 – 19]
- રળનારી (કમાનારો માનવી છે અને દેનારો (ખાપનારો) ભગવાન છે, એટલે ભગવાન પર શ્રદ્ધા રાખીને આપણે બસ મહેનત કરવી જોઈએ.) [20 – 21]
મહેનતની મોસમ શબ્દાર્થ :
- સોનાવરણી – સોના જેવા રંગવાળી
- સીમ – વન કે ગામની હદ
- મેહુલિયો – વરસાદ
- કીધી – કરી
- મહેર – કૃપા, દયા
- મોસમ – ઋતુ
- નદીયું – નદીઓ
- જલ – પાણી.
- નીતર્યા – ચોખ્ખાં થયાં
- લીલાલહેર – આનંદ, સુખ લીલો
- કંચન – સંપૂર્ણ લીલો,
- ના જેવો મલ્યવાન
- લોથો – જુવારનું કણસલું
- હૈયું – દિલ, હૃદય
- હુલ્લાસ – ઉલ્લાસ
- ઊજળું – ચોખ્યું
- આભ – આકાશે.
- કુંજડિયું – કુંજડી (એક પશ્રીનું નામ)
- કિલ્લોલ – આનંદ, (અહીં) કલરવ
- વાયરો – પવન
- મોલ – પાક
- હિલોળવું – ફૂલવું
- પછેડી – ઓઢવા, પાથરવા કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું
- દાતરડું-પાક કાપવા, લણવા માટેનું ઓજાર
- સાદે – એવાજ, પોકાર
- મલક – દેશ, પ્રદેશ
- આબાદ – સમૃદ્ધ
- ખળું – કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા
- ધાન – અનાજ
- રળનારો – કમાનારો.
- દેનારો – આપનાર