Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 6 ભીખું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 6 ભીખું
Class 7 Gujarati Textbook Solutions Chapter 6 ભીખું Textbook Questions and Answers
ભીખું અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.
(1) અહીં “માણસોનો ઠઠારો’ એટલે
(ક) ધક્કામુક્કી
(ખ) ભીડ
(ગ) મેળો
(ઘ) ઝગમગાટ
ઉત્તર :
(ખ) ભીડ
(2) હું એક જ જાતના સ્વરો વચ્ચે થઈને ‘પગથી પર ચડી ગયો’ એટલે
(ક) પગેથી ચાલીને ગયો
(ખ) ફૂટપાથ પર ગયો
(ગ) રોડ પર ગયો
(ઘ) એક પ્રકારના વાહનમાં ગયો
ઉત્તર :
(ખ) ફૂટપાથ પર ગયો.
(3) “ભીખુ” પાઠમાં, ‘આ છોકરો સ્તંભ હશે’ – શબ્દોનો અર્થ શો છે ?
(ક) નોકરી કરતો
(ખ) કુટુંબમાં જવાબદાર
(ગ) કમાતો
(ઘ) અડગ
ઉત્તર :
(ખ) કુટુંબમાં જવાબદાર
(4) “ભીખુ” પાઠની ઘટના કયા શહેરની છે ?
(ક) દિલ્હી
(ખ) અમદાવાદ
(ગ) ગોંડલ
(ઘ) વીરપુર
ઉત્તર :
(ખ) અમદાવાદની
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો.
(1) લેખક અકસ્માતથી બચવા કયાં ચાલતા હતા ?
ઉત્તરઃ
લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા.
(2) છોકરાની મા તરફ શૉફરે શા માટે ઠપકાભરી નજર નાખી ?
ઉત્તર :
છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શૉફરે ઠપકાભરી નજર નાખી.
(3) લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા ?
ઉત્તરઃ
લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપતાં, પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા.
(4) છોકરાં એના (ભિખારી) ભાઈને શા માટે વળગી પડ્યાં ?
ઉત્તરઃ
છોકરાં ભૂખ્યાં હતાં તેથી (ભિખારી) ભાઈ કંઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યાં.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા ? શા માટે ?
ઉત્તર :
લેખક એક દસ – બાર વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને જલેબીનાં ચકચકિત ગૂંચળાં તરફ જોઈ રહ્યો હતો.
(2) ભીખુ દાળિયા ખાતાં શા માટે અટકી ગયો ?
ઉત્તરઃ
ભીખુએ છ પૈસાના દાળિયા જોખાવ્યા. પછી તે નીચે ધૂળમાં ચીંથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મૂઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેનાં ભૂખ્યાં ભાંડુઓ યાદ આવ્યાં, તેથી તે દાળિયા ખાતાં અટકી ગયો.
(3) લેખકે હૉટલ અને સિનેમાને શા માટે યાદ કર્યા ?
ઉત્તર :
લેખકે બે કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી નવ આના સિનેમામાં અને સવા છે આના હૉટલમાં ખરચાઈ ગયા હતા. હવે લેખક પાસે માત્ર ત્રણ પૈસા જ બાકી રહ્યા હતા. તે તેમણે ભિખારણ બાઈને આપી દીધા.
ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાનાં ભૂખ્યાં ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હૉટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હૉટલ અને સિનેમાને યાદ કર્યા.
(4) ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં માં કેમ મલકાવ્યું ?
ઉત્તરઃ
ભીખુએ પોતાનાં ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા. લેખકે આ હકીકત જોઈ. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કળી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું.
(5) ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો ?
ઉત્તરઃ
ભીખુ ખરીદેલા દાળિયા ચીંથરામાં બાંધી રહ્યો હતો, ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મૂઠી ભરી; પણ દાળિયા ખાધા નહિ. તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનો ભાંડરડાં માટેનો પ્રેમ ગમ્યો.
ભીખું સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) લેખક ચાલતાં ચાલતાં ક્યાં અટકી ગયા ? ત્યાં તેમણે શું જોયું ?
ઉત્તરઃ
લેખક ફૂટપાથ પર ચાલતા હતા. તે સમયે તેમણે ત્રણ દરવાજા પાસે દર્દથી બોલાયેલા આ શબ્દો સાંભળ્યા, “એક કંગાલ પર ઇતની રકમ કરો !” આથી લેખક ચાલતાં ચાલતાં અટકી ગયા. ત્યાં તેમણે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને ત્રણ – ચાર બાળકો સાથે જોઈ.
(2) ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહિ ?
ઉત્તરઃ
જલેબીની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું, છતાં તેણે જલેબી ખરીદી નહિ. ભીખુને તેનાં ભૂખ્યાં ભાંડુઓ યાદ આવ્યાં. તેણે જલેબીને બદલે છે પૈસાના દાળિયા ખરીદ્યા, જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે.
(3) ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો ?
ઉત્તરઃ
ભીખુની મા અને એનાં ભાંડુ ભૂખ્યાં હતાં. એની પાસે એટલા દાળિયા નહોતા, કે જેથી ઘરનાં બધાંની ભૂખ સંતોષી શકાય. બધાંને દાળિયા મળી રહે એ – માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહિ. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની મા આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે.
(4) ‘કુટુંબનો સ્તંભ’ કોને કહેવાય ?
ઉત્તરઃ
ઘરનો સ્તંભ ઘર માટે ટેકા કે આધારનું કામ કરે છે. એમ જે વ્યક્તિ પર સમગ્ર કુટુંબનો આધાર હોય તેને કુટુંબનો સ્તંભ’ કહેવાય.
(5) ‘ભીખુ ભૂખનું દુ:ખ ગળી ગયો.” એવું લેખકે કેમ કહ્યું ?
ઉત્તર :
ભીખુ પોતે પણ ખૂબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એણે છ પૈસાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં નાખવા જતાં એને પોતાનાં ભૂખ્યાં ભાંડુ યાદ આવ્યાં. તે દાળિયા ખાઈ ન શક્યો. લેખક તેથી કહે છે: “ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો.”
(6) આ વાર્તાનું શીર્ષક તમે શું આપો ? શા માટે ?
ઉત્તરઃ
આ વાર્તાનું શીર્ષક હું ‘અંતરના અમી આપું, કારણ કે આ વાર્તાનું મુખ્ય પાત્ર ભીખુ પોતે દુઃખ વેઠે છે, પણ મા અને ભાઈભાંડુનો વિશેષ ખ્યાલ રાખે છે. પોતે ભીખ માગીને લાવે અને પોતે ન ખાય પણ ભાઈભાંડુને ખવડાવે છે. જે ભીખુના અંતરમાં રહેલું અમૃત તત્ત્વ છે.
2. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો.
(1) ‘ખાવાનું તો ભાઈ લાવે ત્યારે….’
ઉત્તરઃ
આ વાક્ય છોકરાની મા બોલે છે.
(2) ‘એક શેઠિયે મને જલેબી ખવડાવી.’
ઉત્તરઃ
આ વાક્ય ભીખુ બોલે છે.
(3) ‘મા ! કાંઈ ખાવાનું છે ?’
ઉત્તર :
આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભીખારણનું છોકરું બોલે છે.
(4) ‘એઈ – આંખ પણ નથી કે શું ?’
ઉત્તરઃ
આ વાક્ય પારસી બાનુનો પટાવાળો બોલે છે.
3. નીચેના દરેક રૂઢિપ્રયોગનો વાક્યપ્રયોગ કરો.
(1) ઉગારી લેવું
(2) વાત કળાઈ જવી
(3) રાડ ફાટી જવી
(4) વદન કરમાઈ જવું
ઉત્તરઃ
(1) ઉગારી લેવું – બચાવી લેવું
વાક્યઃ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને, મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધાં.
(2) વાત કળાઈ જવી – વાત સમજાઈ જવી
વાક્ય: પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શરમિંદો થઈ ગયો.
(૩) રાડ ફાટી જવી – ભયથી ચીસ પડી જવી
વાક્ય : રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેઈલ થઈ જતાં, સીની રાડ ફાટી ગઈ.
(4) વદન કરમાઈ જવું – નિરાશ થઈ જવું
વાક્ય: પરીક્ષામાં નાપાસ થતાં ચંપકનું વદન કરમાઈ ગયું.
4. સૂચવ્યા મુજબ કરો.
(1) આ પાઠમાં ‘વદન નામનો શબ્દ છે. આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવી શકાય.
જેમ કે – વદ, વન
(2) આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો બનાવો.
ઉત્તર :
દન, દવ, નદ, નવ
(3) આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવો.
ઉત્તરઃ
- દન = દિવસ
- દવ = દાવાનળ
- નદ = મોટી નદી
- નવ = “9′ (સંખ્યા)
- વદ = કૃષ્ણ પક્ષ, અંધારિયું
- વન = જંગલ
(4) આ શબ્દોના ઉપયોગથી વાક્યો બનાવો.
ઉત્તરઃ
- મંદિરના મહારાજે છેલ્લા છ દનથી અનાજ – પાણી છોડ્યાં છે.
- જંગલમાં દવ લાગ્યો છે.
- નદનાં ઊંડા પાણીમાં હોડીઓ તરે છે.
- શંકર પ્રસાદને નવ ભાઈ – બહેન છે.
- મારા ભાઈનો જન્મ શ્રાવણ વદ ત્રીજનો છે.
- પહેલાના જેવાં ગાઢ વન હવે રહ્યાં નથી.
5. શબ્દ શતરંજ.
આપેલ કોષ્ટકના આડા, ઊભા અને ત્રાંસા ખાનામાંથી નવ તેજસ્વી અને પ્રેરક બાળકોનાં નામ શોધો. દરેકનો ત્રણ – ચાર વાક્યોમાં પરિચય આપો.
ઉત્તરઃ
- અજ
- અભિમન્યુ
- આરુણી
- કુશ
- ધ્રુવ
- નરેન્દ્ર
- નચિકેતા
- લવ
- ઉપમન્યુ
(1) અજ – અજ સૂર્યવંશી રાજા રઘુનો પુત્ર હતો. ઇન્દુમતી નામની રાજકન્યાને તે પરણ્યો હતો. આકાશમાર્ગે જતા નારદની વીણા પરથી પુષ્પહાર ઇન્દુમતી ઉપર પડતાં તેનું અવસાન થયું હતું. ત્યારે અજ રાજાએ વિલાપ કર્યો હતો.
(2) અભિમન્યુ – તે અર્જુનનો પુત્ર હતો. માતા સુભદ્રાની કુખે જન્મ્યો હતો. કૃષ્ણનો તે ભાણેજ હતો. મહાભારતના યુદ્ધમાં તેર દિવસ સુધી તે બરાબર ઝઝૂમ્યો હતો. કૌરવોએ ગોઠવેલા ચક્રવ્યુહમાં તે ફસાઈ ગયો. કૌરવોએ એનો અન્યાયથી વધ કર્યો.
(3) આરુણી – ગુરુએ તેને ખેતરમાં પાણીમાં પાળો બાંધવાનું કામ સોંપ્યું હતું. પાણી જોરમાં આવતું હતું અને પાળો તૂટી જતો હતો. આથી પોતે જ ત્યાં સૂઈ ગયો. પાણી અટક્યું. ગુરુએ એને ઉઠાવ્યો અને શાબાશી આપી. પાછળથી તે જ “ઉદ્દાલક તરીકે પ્રસિદ્ધ થયો.
(4) કુશ – ભગવાન શ્રીરામનો મોટો પુત્ર હતો. તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. શ્રીરામે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે કુશ અને તેના ભાઈ લવે યજ્ઞના ઘોડાને પકડી શ્રીરામની સેનાને પડકારી હતી. તેણે કુશાવતી નગરીની સ્થાપના કરી હોવાનું મનાય છે.
(5) ધ્રુવ – તે રાજા ઉત્તાનપાદ અને એની અણમાનીતિ રાણી સુનીતિનો પુત્ર હતો. પાંચ વર્ષની વયે પિતાના ખોળામાં બેસવાની બાબતમાં રાજાની માનીતી રાણી સુરુચિએ તેનું અપમાન કર્યું. તેથી તે જંગલમાં ગયો અને તેણે ઘોર તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા.
(6) નરેન્દ્ર – સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. નાનપણથી જ તેઓ તેજસ્વી, બુદ્ધિમાન તેમજ શક્તિશાળી હતા. તેમણે એક શક્તિશાળી આખલાને બે શિંગડાં પકડી પછાડ્યો હતો. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા પછી પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. દરિદ્રનારાયણની સેવા તેમનો જીવનમંત્ર હતો.
(7) નચિકેતા – તે ગૌતમ ગોત્રમાં થયેલા આરુણિ (ઉદ્દાલક) ઋષિનો પુત્ર હતો. ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યો. તેમણે ઘરડી ગાયો દાનમાં આપવા માંડી. “આપ મને કોને આપો છો?” – તેણે પિતાને પૂછ્યું. પિતા મૂંઝાયા. ગુસ્સે થયા. યમને” તેમણે જવાબ આપ્યો. નચિકેતા યમ પાસે ગયો. યમ નચિકેતા ઉપર પ્રસન્ન થયા. તેમણે નચિકેતાને ત્રણ વરદાન આપ્યાં.
(8) લવ – તે ભગવાન શ્રીરામનો નાનો પુત્ર હતો. સીતાની કુખે તેનો જન્મ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થયો હતો. લવ અને તેના ભાઈ કુશે શ્રીરામના અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકીને શ્રીરામની સેનાને પડકારી હતી.
(9) ઉપમન્યુ – ઉપમન્યુ ધૌમ્ય ઋષિનો શિષ્ય હતો. તેને આશ્રમની ગાયો ચારવાનું કામ સોંપ્યું હતું. આકડાનું દૂધ આંખમાં પડવાથી તે આંધળો થતાં કૂવામાં પડ્યો. ગુરુએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. અશ્વિનીકુમારોની કૃપાથી તે ફરીથી દેખતો થયો હતો.
ભીખું પ્રવૃત્તિઓ
શિક્ષકની મદદથી શાળાના મેદાનમાં યોગ્ય જગ્યાએ ચબુતરો બનાવો અને પક્ષીઓને દરરોજ ચણ નાખો.
આ વાર્તા જેવી બીજી એક વાર્તા તમારા વડીલો પાસેથી સાંભળીને પ્રાર્થનાસભામાં રજૂ કરો.
Std 7 Gujarati Textbook Solutions Chapter 6 ભીખું Additional Important Questions and Answers
ભીખું વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી?
A. ધુમાડાથી
B. મિલથી
C. ચમકારાથી
D. સાંજથી
ઉત્તરઃ
A. ધુમાડાથી
પ્રશ્ન 2.
દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું?
A. ધનવાન સ્ત્રી
B. કંગાળ સ્ત્રી
C. ભિખારી
D. ભીખુ
ઉત્તરઃ
B. કંગાળ સ્ત્રી
પ્રશ્ન 3.
એક કંગાલ પર ઇતની રહમ કરો !! – આ વાક્ય કોણ બોલે છે?
A. ભીખું
B. કંગાળ સ્ત્રી
C. લોકો
D. દરદી
ઉત્તરઃ
B. કંગાળ સ્ત્રી
પ્રશ્ન 4.
મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો?
A. લેખકે
B. કંગાળ સ્ત્રીએ
C. શૉફરે
D. મોટરે
ઉત્તરઃ
C. શૉફરે
પ્રશ્ન 5.
શૉફરે ઠપકાભરી નજર કોના તરફ નાખી?
A. છોકરા તરફ
B. છોકરાની મા તરફ
C. લેખક તરફ
D. લોકો તરફ
ઉત્તરઃ
B. છોકરાની મા તરફ
પ્રશ્ન 6.
મીઠાઈની દુકાનમાં દુકાનદારે શા માટે રોશની કરી હતી?
A. તહેવારને કારણે
B. મીઠાઈ જોઈ શકાય તેથી
C. લોકોને આકર્ષવા
D. લોકોની ઠઠને કારણે
ઉત્તરઃ
A. તહેવારને કારણે
પ્રશ્ન 7.
ભિખારી છે પૈસાનું શું જોખાવતો હતો?
A. દાળિયા
B. મીઠાઈ
C. જલેબી
D. બરફી
ઉત્તરઃ
A. દાળિયા
પ્રશ્ન 8.
“ભીખુ પાઠના લેખકનું નામ જણાવો.
A. રઘુવીર ચૌધરી
B. બકુલ ત્રિપાઠી
C. ધૂમકેતુ
D. પન્નાલાલ પટેલ
ઉત્તરઃ
C. ધૂમકેતુ
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?
પ્રશ્ન 1.
બજાર શાનાથી ભરચક હતું?
ઉત્તરઃ
બજાર મોટર, ગાડી, સાઇકલ તેમજ માણસોની ભીડથી ભરચક હતું.
પ્રશ્ન 2.
લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું?
ઉત્તર :
“એક કંગાલ પર ઇતની રકમ કરો !’ – એ શબ્દો બીજી વાર સંભળાતાં લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું.
પ્રશ્ન 3.
કયા વિચાર સાથે લેખકનો હાથ ખીસામાંથી બહાર આવ્યો?
ઉત્તરઃ
‘સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણી વ્યક્તિઓને પોષી શકાય તેમ છે.’ – એ વિચાર સાથે લેખકનો હાથ ખીસામાંથી બહાર આવ્યો.
પ્રશ્ન 4.
લેખકની દષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી?
ઉત્તરઃ
લેખકની દષ્ટિ ફૂલોની છાબડીઓ, નાળિયેર, સાબુ તથા ગોળ જેવા અનેક પદાર્થો પર ફરી વળી.
પ્રશ્ન 5.
પારસી બાનુના પટાવાળાએ છોકરાને શું કહીને ધમકાવ્યો?
ઉત્તરઃ
“એઈ – આંખ પણ નથી કે શું?” – એમ કહીને પારસી બાનુના પટાવાળાએ છોકરાને ધમકાવ્યો.
પ્રશ્ન 6.
ધૂળમાં ચીંથરું પાથરી ભિખારી છોકરો શું કરતો હતો?
ઉત્તરઃ
ધૂળમાં ચીંથરું પાથરી ભિખારી છોકરો એમાં દાળિયા બાંધી રહ્યો હતો.
પ્રશ્ન 7.
લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો?
ઉત્તરઃ
લેખકે રૂપિયામાંથી નવ આના સિનેમા જોવામાં અને સવા છ આના હૉટલમાં ખર્ચ કર્યા.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો?
પ્રશ્ન 1.
લેખકથી શા માટે રાડ ફાટી ગઈ?
ઉત્તરઃ
લેખકે સરિયામ રસ્તે એક છોકરાને રસ્તો ઓળંગતો જોયો. એ વખતે એક ધસમસતી મોટર એ છોકરા તરફ આવી. છોકરાને મોટરના મોંમાં – મૃત્યુના મુખમાં જતો જોઈ લેખકથી રાડ ફાટી ગઈ.
પ્રશ્ન 2.
લેખકે અંધારા ખૂણામાં કોને કોને જોયાં?
ઉત્તરઃ
લેખકે અંધારા ખૂણામાં એક ભિખારણને બેઠેલી જોઈ. એના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરાં સૂતાં હતાં. તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં કરીને, જતાં – આવતાં લોકોને જોતું હતું.
પ્રશ્ન 3.
અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી કેવી લાગતી હતી?
ઉત્તરઃ
અંધારા ખૂણામાં બેઠેલી સ્ત્રી અત્યંત ગરીબ અને અશક્ત લાગતી હતી. તેની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું.
પ્રશ્ન 4.
લેખકનો હાથ શાથી ભોંઠો પડ્યો?
ઉત્તરઃ
લેખકે સ્ત્રીને કંઈક આપવા માટે પોતાના કોટના ખીસામાં હાથ નાખ્યો. બે કલાક પહેલાં જ એ ખીસામાં રાણીછાપ રૂપિયાનો સિક્કો હતો. તેમાંથી મોટા ભાગની રકમ લેખકે સિનેમામાં અને હૉટલમાં વાપરી નાખી હતી. માત્ર ત્રણ પૈસા જ બચ્યા હતા. તેથી લેખકનો હાથ ભોંઠો પડ્યો.
પ્રશ્ન 5.
છોકરાએ ભોંઠો પડેલો પોતાનો હાથ પોતાના કંગાળ પહેરણમાં શા માટે છુપાવી દીધો?
ઉત્તરઃ
એક જુવાને મીઠાઈની દુકાનમાંથી પાશેર જલેબી ખરીદી. જુવાન તેમાંથી જલેબી ખાતો ખાતો છોકરા પાસેથી પસાર થયો. છોકરાએ જલેબીની આશાએ પોતાની હથેળી લંબાવી. જલેબી જોઈને તે છોકરાના મોંમાં પાણી આવ્યું હતું, પણ જુવાન તેને કંઈ આપ્યા વિના ચાલ્યો ગયો તેથી તેનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના કંગાળ પહેરણમાં છુપાવી દીધો.
પ્રશ્ન 6.
એક દુકાને દાળિયા જોખાવતા છોકરાને જોઈને લેખકને સ્ત્રીના કયા શબ્દો યાદ આવ્યા? તેણે શું અનુમાન કર્યું?
ઉત્તરઃ
એક દુકાને દાળિયા જોખાવતા છોકરાને જોઈને લેખકને પેલી સ્ત્રીના આ શબ્દો યાદ આવ્યા : “ખાવાનું તો ભાઈ લાવે ત્યારે.” લેખકે અનુમાન કર્યું કે કદાચ આ છોકરો એ કંગાલ કુટુંબનો સ્તંભ હશે.
પ્રશ્ન 7.
લેખકને કોને ટેકો આપવાનું મન થયું? શા માટે?
ઉત્તરઃ
લેખકને પેલા ભિખારી છોકરાને ટેકો આપવાનું મન થયું. આમ તો બધાને ભિખારી ગણીને આપણે તેમને મહેનત કરવાનો ઉપદેશ આપતા હોઈએ છીએ, પણ આ છોકરાએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, તેથી તેને મદદ કરવાનું લેખકને મન થયું.
ભીખું વ્યાકરણ
1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
- વિજળી
- સાયકલ
- દ્રષ્ટિ
- અદ્ધર
- ઉધ્યોગ
- મૂસાફરિ
- તુષ્ણા
- આર્કષક
- મૃત્યું
- મિઠાઈ
ઉત્તરઃ
- વીજળી
- સાઇકલ
- દષ્ટિ
- અધ્ધર
- ઉદ્યોગ
- મુસાફરી
- તૃષ્ણા
- આકર્ષક
- મૃત્યુ
- મીઠાઈ
2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખોઃ
- સ્તંભ = થાંભલો, આધાર
- ઘેલછા = ગાંડપણ, ધૂન
- ઠઠ = ભીડ, ગિરદી
- તૃષ્ણા = ઇચ્છા, કામના
- રહેમ = દયા, કૃપા
- જુલમ = અત્યાચાર, અન્યાય
- સાજું = તંદુરસ્ત, નીરોગી
- વદન = ચહેરો, મોંઢું
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- જન્મ ✗ મૃત્યુ
- અશક્ત ✗ સશક્ત
- સાંકડી ✗ પહોળી
- સુગંધ ✗ દુર્ગધ
- સ્પષ્ટ ✗ અસ્પષ્ટ
- કંગાળ ✗ તવંગર
- હાસ્ય ✗ રુદન
- આશા ✗ નિરાશા
4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો:
(1) ભોંઠા પડવું – ઝંખવાણા પડવું
વાક્યઃ પરેશ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો તેથી ભોંઠો પડી ગયો.
(2) હાથે ચડવું – પ્રાપ્ત થવું, મળવું
વાક્ય : કચરો વાળતાં નિમિષાને ખોવાઈ ગયેલી વીંટી હાથે ચડી.
(3) દષ્ટિ ખેંચાવી – ધ્યાનમાં આવવું
વાક્યઃ રાધેશ્યામ સભામાં એવી રીતે બેઠો હતો કે બધાંની દષ્ટિ ખેંચાય.
(4) દષ્ટિ ચોંટી રહેવી – એક તરફ જ સતત જોયા કરવું
વાક્ય: વીજળીના થાંભલા પર ચઢેલા માણસ તરફ સૌની દષ્ટિ ચોંટી રહી હતી.
(5) મોં પાણી પાણી થવું – ખાવાની તીવ્ર ઇચ્છા થવી
વાક્ય : જલેબી જોઈને મોહનનું મોં પાણી પાણી થઈ ગયું.
5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો:
- રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો રસ્તો – ફૂટપાથ
- મટકું પણ માર્યા વિના – અનિમેષ
- પ્રયત્ન કર્યા વિના – અનાયાસ
6. નીચે આપેલા સંયોજકોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરોઃ (અને, ને, પણ, તો)
(1) પાછા ફરીને જોયું ……………………………. હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.
(2) કાંઈક તહેવાર હતો ……………………………. બંને દુકાનદારોએ રોશની કરી હતી.
(3) એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું ……………………………. મારા તરફથી કશો જવાબ ન મળતાં તે દુકાન તરફ વળ્યો.
(4) મોટર, ગાડી, સાઈક્લ ……………………………. માણસોના ઠરાથી બજાર ભરચક હતું.
ઉત્તરઃ
(1) તો
(2) ને
(3) પણ
(4) અને
7. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર લખોઃ
(1) મેં ડોકું જરાક ખેંચ્યું.
(2) ત્યાં એક સ્ત્રી બેઠી હતી.
(3) એની દષ્ટિ ત્યાં ચોંટી રહી હતી.
(4) તે શાંતિથી બોલ્યો.
(5) મારું નામ ભીખુ !
ઉત્તરઃ
(1) ડોકું – જાતિવાચક સંજ્ઞા
(2) સ્ત્રી – જાતિવાચક સંજ્ઞા
(3) દષ્ટિ – ભાવવાચક સંજ્ઞા
(4) શાંતિ – ભાવવાચક સંજ્ઞા
(5) નામ – જાતિવાચક સંજ્ઞા, ભીખુ – વ્યક્તિવાચક સંજ્ઞા
8. નીચેનાં વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો
(1) એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને જોયા કરતું હતું.
(2) એક અત્યંત કંગાળ સ્ત્રી ત્યાં બેઠી હતી.
ઉત્તરઃ
(1) એક, નાનું, દયામણું
(2) એક, અત્યંત, કંગાળ
9. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણો શોધીને લખો:
(1) બજાર ભરચક હતું.
(2) મા હાંફતી હાંફતી દોડતી હતી.
(3) હું પાછો હઠ્યો.
(4) મોટર આગળ ચાલતી હતી.
ઉત્તરઃ
(1) ભરચક
(2) હાંફતી હાંફતી
(3) પાછો
(4) આગળ
10. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો
જરાક, જુલમ, જીવાદોરી, જલેબી, જાત, જોખાવવું
ઉત્તરઃ
જરાક, જલેબી, જાત, જીવાદોરી, જુલમ, જોખાવવું
ભીખું Summary in Gujarati
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ [જન્મ ઈ. સ. 1892, મૃત્યુ ઈ. સ. 1965]
અઘરા શબ્દોના અર્થ
- રોશની – પ્રકાશ, અજવાળું
- રોશની ઝાંખી થવી – (અહીં) અજવાળું ઓછું, આછું થવું
- ઠઠારો – આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ
- ભપકો – (અહીં) ભીડ
- ભરચક – ખીચોખીચ, ભીડવાળું
- ફૂટપાથ – શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી
- કંગાલ – ગરીબમાં ગરીબ
- ઇતની – આટલી
- રહમ – દયા
- કમાન – ધનુષ્ય જેવા વળાંકવાળી રચના
- સરિયામ – મુખ્ય
- શૉફર – મોટર ચલાવનાર, ડ્રાઇવર
- હાંફળું-ફાંફળું – ગભરાયેલું, બેબાકળું
- હોર્ન – મોટરની ચેતવણી આપતો અવાજ
- દયામણું – દયા ઊપજે એવું, ગરીબડું
- જુલમ – (અહીં) ત્રાસ
- જીવનદોરી – આયુષ્ય, આવરદા
- કલદાર – (અહીં) ચાંદીનો રણકારવાળો સિક્કો
- રાણીછાપ – ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો
- ભદ્ર – અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર
- હૉટલે પૈસા ઉપાડી લેવા – હૉટલમાં, ખાવામાં પૈસા ખરચાઈ જવા
- વિલાસ – (અહીં) મોજમજા
- અનાયાસે – સહજ રીતે
- સ્વર – અવાજ
- ઠઠ – ભીડ, ગિરદી
- તૃષ્ણા – ઇચ્છા
- અનિમેષ – મટકું માર્યા વિના
- લીન – એક ધ્યાન
- નીરખવું – જોવું
- સમાધિ – ઊંડું ધ્યાન
- ઘેલછા – ધૂન
- લઘરવઘર – ચીંથરેહાલ
- બાબુ – સન્નારી, મૅડમ
- દઢ-મક્કમ આર્તસ્વર – દુઃખભર્યો અવાજ
- દાળિયા – શેકેલા ચણા
- જોખાવતો – વજન કરાવતો
- નેળ – (અહીં) સાંકડો રસ્તો
- સ્તંભ – થાંભલો, (અહીં) આધાર
- ચીંથરું – ફાટેલા કપડાનો નાનો ટુકડો
- વદન – ચહેરો, મોટું
- ભાંડરડાં – નાનાં
- ભાઈ – બહેન
- શરમિંદું – ઝંખવાણું
- સારવું – એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું
- ઉદ્યોગ – (અહીં)
- ધંધો – રોજગાર
- સંભારવું – યાદ કરવું કળાઈ
- જવું – સમજાઈ જવું
રૂઢિપ્રયોગ
- ડોકું ખેંચવું – નજર કરી લેવી
- મૃત્યુના મુખમાં જતો જોવો – મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી
- રાડ ફાટી જવી – ભયથી ચીસ પડી જવી
- ઉગારી લેવું – બચાવી લેવું
- નજર નાખવી – જોવા માટે આંખ તે તરફ કરવી, જોવું
- નજર ફેરવવી – ધ્યાનથી, ચારે બાજુ જોવું
- તેજ પરવારી રહેવું – (અહીં) ભૂખ ને દુઃખની અસરથી નિસ્તેજ થવું
- વાત કળાઈ જવી – વાત સમજાઈ
- જવી ભોંઠા પડવું – ઝંખવાણા પડવું
- હાથે ચડવું – મળવું, પ્રાપ્ત થવું
- દષ્ટિ ખેંચાવી – ધ્યાનમાં આવવું
- દષ્ટિ ચોંટી રહેવી – એક તરફ જ સતત જોયા કરવું
- નજર ઠેરવવી – ધ્યાનથી જોવું
- મોં પાણી પાણી થવું – ખાવાની તીવ્ર ઇચ્છા થવી
- નજર ખેંચી લેવી – જોયું ન જોયું કરવું
- વદન કરમાઈ જવું – નિરાશ થઈ જવું
- ભૂખનું દુઃખ ગળી જવું – ભૂખની પીડાને ભૂલી જવી
- ટેકો આપવો – સમર્થન આપવું