Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

Gujarat Board GSEB Std 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 વિરલ ત્યાગ

વિરલ ત્યાગ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે કઈ મંત્રણા થવાની હતી? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે દેશી રજવાડાંઓ અંગે મંત્રણા થવાની હતી. એ વખતે દેશી રજવાડાંઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યાં હતાં.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

સરદાર વલ્લભભાઈ પટેલ પણ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથી રહ્યા હતા, પરંતુ મોટા ભાગના રાજવીઓ સત્તા, પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહ્યબી, દેશવિદેશના પ્રવાસો જેવી જાહોજલાલી છોડવા તૈયાર નહોતા.

એવા સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા સાચા દેશભક્ત ગાંધીજીને રૂબરૂ મળીને પોતાની રાજસત્તા અને મિલકત ભારત સરકારને સોંપી દેવા અંગે મંત્રણા કરવાના હતા.

ગાંધીજી સાથે મંત્રણા કર્યા પછી 1948ના જાન્યુઆરીની 15મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં એની ઘોષણા કરી. પરિણામે પછીના થોડા મહિનાઓમાં સરદાર પટેલે દેશનાં તમામ રજવાડાંઓને એક કરવાનો પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શક્યા.

દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું સરદાર પટેલ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું.

પ્રશ્ન 2.
ભાવનગરના મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીને સોંપતાં શું કહ્યું?
ઉત્તરઃ
ભાવનગરના મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીને સોંપતાં કહ્યું કે આ નિમિત્તે જે કોઈ પગલાં લેવાનાં થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજ્યતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો પોતે રાખશે.

ગાંધીજી જે સાલિયાણું નક્કી કરી આપશે તે જ તેઓ લેશે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

પ્રશ્ન 3.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ શું કહ્યું?
ઉત્તર :
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ કહ્યું કે જો મને આવા થોડાક રાજાઓ મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતાં હું જરાય ખચકાઉં નહિ.

આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે, તે અત્યારના લોકોને નથી. આ બાબતમાં આ લોકો ખૂબ કામના છે.

પ્રશ્ન 4.
મહારાણી વિજયાબા વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:
મહારાણી વિજયાબા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પત્ની છે. મહારાજાએ સાત સૈકા જૂની પોતાની રાજસત્તા દેશની એક્તા ખાતર છોડી દેવાનો નિર્ણય વિજયાબાની પ્રેરણાથી જ કર્યો હતો. મહારાણીએ કહ્યું, ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું. એમાં શો ઉપકાર કર્યો? વળી પૂ.

બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્ભાગ્ય મળ્યું.’ આ ઉમદા વિચારો તેમની વિરલ ત્યાગભાવના દર્શાવે છે. લેખકે આથી જ મહારાણી વિજયાબાને દેવાંશી સન્નારી કહી છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

પ્રશ્ન 5.
મહારાણી વિજયાબાના કયા શબ્દોને ઈતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે?
ઉત્તરઃ
મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે: “પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું. એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્ભાગ્ય સાંપડ્યું.”

વિરલ ત્યાગ Summary in Gujarati

વિરલ ત્યાગ પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ 1
ડૉ. ગંભીરસિંહ ગોહિલ [જન્મ: 08 / 06 / 1934]

ભારતને સ્વતંત્રતા મળી એ પહેલાં ભારતનાં જુદાં જુદાં રજવાડાં અંગ્રેજ એજન્સીઓ અને રાજામહારાજાઓના શાસન નીચે હતાં; પરંતુ ભારત સ્વતંત્ર થયા પછી અખંડ ભારત માટે આ રજવાડાંઓનું વિલીનીકરણ થાય એવી ગાંધીજીની ઇચ્છા હતી.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ 2

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

જોકે, એ વખતે રજવાડાંઓ પોતાના લાભમાં અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા ત્યારે એ સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ ગાંધીજીની ભાવનાને સહર્ષ સ્વીકારી અને પોતાના રાજ્યને સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ અર્પણ કરવાનો વિચાર ગાંધીજી સમક્ષ મૂક્યો.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ 3

એમનાં પત્ની મહારાણી વિજયાબાએ પણ એ વાતને સમર્થન આપ્યું. પૂ. ગાંધીજીના ચરણે પોતાનું રાજ્ય અર્પણ કરવું અને તેમણે પોતાનું સદ્ભાગ્ય ગણ્યું. મહારાણી વિજયાબાની આ ત્યાગભાવના પ્રશંસનીય છે. લેખકે આ પાઠમાં ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને રજૂ કર્યો છે.

વિરલ ત્યાગ શબ્દાર્થ

 • સ્વાતંત્ર્ય – આઝાદી, સ્વતંત્રતા.
 • સંવેદના – લાગણી. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ
 • સૂમસામ – તદ્દન નીરવ સ્થિતિ.
 • પરવારવું – કામમાંથી નવરા થવું, ફુરસદ મળવી.
 • અંતેવાસી – પાસે રહેનારું.
 • વાઇસરૉય – અંગ્રેજ સરકારનો પ્રતિનિધિ, દેશની સર્વોચ્ચ હાકેમ.
 • આશ્ચર્ય – નવાઈ, અચરજ.
 • મહાનુભાવ – વિશિષ્ટ મહાપુરુષ.
 • ચાખડી – પાવડી, પગમાં પહેરવાની પાદુકા.
 • સત્કાર – સ્વાગત,
 • આદર – માન.
 • દરકાર – પરવા, કાળજી.
 • સુરવાળ – પાયજામો, ચોરણો.
 • ફરની ટોપી – રુંવાટીવાળા ચામડામાંથી બનાવેલી ટોપી.
 • દીવાન – વજીર, પ્રધાન.
 • મંત્રણા – ખાનગી મસલત.
 • રજવાડું – અંગ્રેજોના સમયનું દેશી રાજ્ય.
 • વાટાઘાટ – મતભેદ દૂર કરવા માટેની
 • ચર્ચા – વિચારણા.
 • સળગતા પ્રશ્નો – પેચીદા પ્રશ્નો.
 • રિયાસત રાજ્ય – જાગીર, દેશી રાજ્ય.
 • ઉકેલ – નિરાકરણ, નિવેડો.
 • મથામણ – ગડમથલ.
 • હકૂમત – અમલ, સત્તા.
 • પછવાડે – પાછળ. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ
 • કુટિલ – કપટી, છળવાળું.
 • રાજનીતિ – રાજ્યનો વહીવટ કરવાની નીતિ.
 • કરાર – કબૂલાત, ઠરાવ.
 • સલ્તનત – રાજ્ય.
 • સર્વોપરી – સૌથી ઉપર, સર્વોચ્ચ.
 • ઉપખંડ – મોટા ખંડનો નાનો ભાગ, પ્રદેશ.
 • તાજેતરમાં – હમણાં, અત્યારે.
 • છૂપી – ગુપ્ત, છાની.
 • જામજૂથ – જામનગરના આજુબાજુના રાજવીઓનું જૂથ.
 • નામના – પ્રતિષ્ઠા.
 • સાહ્યબી – સાહેબના જેવી જાહોજલાલી.
 • સંકળાયેલું – જોડાયેલું.
 • એકઝાટકે – એકસાથે.
 • જાહોજલાલી – વૈભવ – વિલાસ.
 • પરિવર્તન – ફેરફાર, (અહીં સુધારા.
 • સદ્ભાવ – સારો ભાવ, સારી લાગણી.
 • ખાતર – માટે. સૈકો – સો વર્ષ.
 • વિદેહી – મોહ – માયાથી મુક્ત, જીવનમુક્ત.
 • નિર્લેપ – અનાસક્ત. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ
 • નિષ્કપટ – કપટ વિનાનું.
 • દઢતા – મક્કમતા.
 • મુદ્રાલેખ – ધ્યેય, આદર્શસૂચક વાક્ય, અગ્રલેખ.
 • અનોખા – જુદા જ પ્રકારના, વિશિષ્ટ.
 • રૂબરૂ – સમક્ષ.
 • સમાવેશ થઈ જવો – સામેલ ગણાવું.
 • પ્રેરણા – પ્રેરિત કરનારી લાગણી.
 • સંમતિ – અનુમતિ, અનુમોદન.
 • સાલિયાણું – વર્ષાસન, વાર્ષિક વેતન.
 • માન્યતા – મત, અભિપ્રાય.
 • જીવંત રીતે – (અહીં) સક્રિય રીતે.
 • નિર્દોષ – દોષ વગરનું.
 • વૃત્તિ – દાનત, વલણ.
 • અભુત – આશ્ચર્યકારક, (અહીં) અલૌકિક.
 • સાવચેત – સાવધાન, જાગૃત.
 • વખોડવું – નિંદા કરવી, ટીકા કરવી.
 • મક્કમ – દઢ, અડગ. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ
 • ખચકાવું – સંકોચ કરવો.
 • બહોળો – પુષ્કળ, વિશાળ,
 • હર્ષભેર – આનંદથી.
 • અનુસંધાનમાં – (અહીં) સંદર્ભમાં.
 • વળાવવું – વિદાય આપવી.
 • વિધિ – (અહીં) કાર્યવાહી.
 • ઘટે – જોઈએ.
 • દેવાંશી – દેવના અંશવાળી.
 • સન્નારી – સદ્ગણી સ્ત્રી, માનવંતી સ્ત્રી.
 • ઉમદા – ઉત્તમ.
 • સાચવી રાખવું – જાળવી રાખવું.
 • ઘોષણા – જાહેરાત.
 • સમારંભ – કાર્યક્રમ.
 • ઉપસ્થિત – હાજર. બિરદાવવુંપ્રશંસા કરવી.
 • પગલું – કદમ. વિરાટ – મહાન, વિશાળ.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 વિરલ ત્યાગ

વિરલ ત્યાગ રૂઢિપ્રયોગ

 • બારીક સમય આવવો – અણીનો કે કટોકટીનો સમય આવવો.
 • મથામણ કરવી – પ્રયાસ કરવા.
 • મન માનવું – તૈયાર થવું, સંમત થવું.
 • જુદી માટીના ઘડાયેલા – જુદા સ્વભાવના.
 • જતું કરવું – છોડી દેવું.
 • ચરણે ધરી દેવું – અર્પણ કરવું.
 • પગલાં લેવાં – કાર્યવાહી કરવી.
 • મક્કમ રહેવું – અડગ રહેવું.
 • ગળે ઊતરવું – સમજાવું.
 • સિદ્ધ થવું – સફળ થવું.
 • સદ્ભાગ્ય સાંપડવું – પુણ્યકાર્ય મળવું, સારું નસીબ મળવું.

Leave a Comment

Your email address will not be published.