Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Questions and Answers

1. નીચેના શબ્દોની સાચી જોડણી લખો :

પ્રશ્ન 1.
ચીનગારિ
ઉત્તરઃ
ચિનગારી

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 2.
કામીની
ઉત્તરઃ
કામિની

પ્રશ્ન 3.
વીશવાનલ
ઉત્તરઃ
વિશ્વાનલ

પ્રશ્ન 4.
સીસોટિ
ઉત્તરઃ
સિસોટી

પ્રશ્ન 5.
સાહીત્યરસીક
ઉત્તરઃ
સાહિત્યરસિક

2. નીચેનાં વાક્યો વાંચીને વિશેષણની નીચે લીટી દોરો એ વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો :

પ્રશ્ન 1.
તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો.
ઉત્તરઃ
તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 2.
ધૂળિયે મારગ ચાલ.
ઉત્તરઃ
આજે પણ ગામડાંમાં ધૂળિયા રસ્તા જોવા મળે છે.

પ્રશ્ન 3.
આછું અંધારું ને આછો ઉજાસ હતો.
ઉત્તરઃ
સાડીમાં આછું જરીકામ કરાવજો અને આછો બાદલો છંટાવજો.

3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પ્રાર્થના, વિશ્વાનલ, ઠંડી, શ્વાસભેર, શ્રીમંત.
ઉત્તરઃ
ઠંડી, પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમંત, શ્વાસભેર

4. ગદ્ય-એકમોમાંથી વિવિધ વિરામચિહ્નોવાળાં વાક્યો તારવી યાદી તૈયાર કરો.
ઉત્તર :

  • ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. (પૂર્ણવિરામ)
  • ચાલ ત્યારે, ઘરે જઈને ખાજે. (અલ્પવિરામ)
  • એકમાં વેણુ બંધાતો; વચ્ચે બારણું હતું. (અર્ધવિરામ)
  • વાહ ! કેવું ભવ્ય ભવન ! (આશ્ચર્યચિહન)
  • હવે પાછો વાળું કે? (પ્રશ્નાર્થચિન)
  • “દોડો ! દોડો ! … મારું જનાવર કપાય છે !” (અવતરણચિહ્ન)
  • જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો: ‘ગાડી આવશે તો!’ (વિસર્ગચિહ્ન)

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

5. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે?
ઉત્તરઃ
જુઓ કાવ્ય 2 પ્રશ્ન 3 (1),

પ્રશ્ન 2.
વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે?
ઉત્તર :
જુઓ પાઠ 3 પ્રશ્ન 1 (4).

પ્રશ્ન 3.
‘જીવન ખરચી નાખવું એટલે શું કરવું?

પ્રશ્ન 4.
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો વિશે લખો.
ઉત્તર :
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો :
(1) વિધાનસભા ભવન સેક્ટર 10, “ચ” – 3 જુઓ પૃષ્ઠ 35નો પ્રશ્ન 1. પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.

(2) અક્ષરધામ (સ્વામિનારાયણ મંદિર) સેક્ટર 20
શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અધ્યક્ષ પ્રમુખસ્વામીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં મોટું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. એ “અક્ષરધામ’ના નામે ઓળખાય છે.

અહીં ઑડિયો એનીમેટ્રિોનિક શૉ, સચ્ચિદાનંદ વૉટર શૉ, નીલકંઠદર્શન, નૌકાવિહાર, સંસ્કૃતિવિહાર, સંગીતમય ફુવારો જેવા વિવિધ વિભાગો દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવે છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

(3) ઇન્દ્રોડા પાર્ક (પ્રકૃતિ ઉદ્યાન) :
ગાંધીનગરના નદીકિનારે આવેલો આ પ્રકૃતિ ઉદ્યાન પશુપક્ષીઓનો સંગ્રહાલય છે. અહીં હરિયાળી ભૂમિમાં પ્રવેશતાં જ જાણે વનમાં વિહરતા હોઈએ તેવો અનુભવ થાય છે.

(4) મહાત્મા મંદિર : સેક્ટર 12 અને 16
મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે. આથી એમની 50મી પુણ્યતિથિએ ગાંધીનગર સેક્ટર 12 અને 16માં 60,000 સ્કે. મિ. જેટલા વિસ્તારમાં મહાત્મા મંદિર બાંધવામાં આવ્યું છે. અહીં વિવિધ વ્યાપારનાં પ્રદર્શનો તથા અધિવેશન યોજવા માટેની સરસ વ્યવસ્થા છે.

(5) સરિતા ઉદ્યાન સેક્ટર 9
નદીકિનારે આવેલો આ ઉદ્યાન ટુરિસ્ટો માટે સુંદર પિકનિક સ્થળ છે. અહીં પ્રકૃતિનાં નયનરમ્ય દશ્યો, જાજરમાન તથા ખૂબસૂરત વાઘની જોડી, રમતગમત, આનંદપ્રમોદ અને સુંદર દશ્યો જોવાનો લહાવો મળે છે.

(6) બાલ ઉદ્યાન સેક્ટર 28
અહીં બાળકો માટે લપસણિયું, હીંચકા અને અન્ય રમતગમતનાં સાધનો છે.

6. ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવી તેનો અહેવાલ તૈયાર કરો.
ઉત્તરઃ
ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કેટલીક કૃતિઓની યાદી તૈયાર કરી અમે શાળામાં એનું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં કૃતિઓને ગદ્ય અને પદ્ય તેમજ વિષયવસ્તુ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ગોઠવી હતી.

એ કૃતિઓની બાજુમાં કાવ્ય કૃતિઓમાંથી કેટલીક કાવ્યપંક્તિઓ, ગદ્યકૃતિઓમાંથી કેટલાક ગદાશો અને કૃતિઓ વિશેના સાહિત્યકારોના અભિપ્રાયો વગેરે સુંદર અક્ષરોમાં લખેલાં પોસ્ટર્સને કલાત્મક રીતે સજાવીને મૂક્યાં હતાં.

આ પ્રદર્શનનું વિમોચન અમારી શાળાના આચાર્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સૂઝબુઝ તથા પસંદગીને બિરદાવી. અંતમાં ગુજરાતી વિષયના શિક્ષકે સૌનો આભાર માન્યો.

અમારા શહેરની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

7. નીચેના શબ્દજૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો :

પ્રશ્ન 1.
શ્રીમંત, ભિખારી, સંગીત.
ઉત્તરઃ
શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે.

પ્રશ્ન 2.
સવાર, અંધારું, અવાજ.
ઉત્તરઃ
સવારે પંખીઓના મધુર અવાજ સંભળાય છે, રાત્રે અંધારું થતાં તમારાં બોલે છે.

પ્રશ્ન 3.
ઝડપ, વહાલ, ભંડાર.
ઉત્તરઃ
દાતાએ અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા અને ગરીબોને વહાલપૂર્વક ઝડપથી અનાજ આપવાનું શરૂ કર્યું.

પ્રશ્ન 4.
અનાજ, નિશ્ચિત, પ્રજા.
ઉત્તરઃ
પ્રજાને લાગે છે કે આ વર્ષે અનાજનો પાક નિશ્ચિત થશે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 5.
માલિક, આનંદ, અમર.
ઉત્તરઃ
પરમાત્મા સૌનો માલિક છે, એ અમર છે અને એનાં દર્શનનો આનંદ અલૌકિક છે.

8. એકથી પાંચ એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી? શા માટે? લખો.
ઉત્તરઃ
એકથી પાંચ એકમ પૈકી મને “જુમો ભિસ્તી’ કૃતિ ગમી છે, કેમ કે આ કૃતિમાં મનુષ્ય અને પશુ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ અને વફાદારી હૃદયને સ્પર્શે છે.

Leave a Comment

Your email address will not be published.