Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કંઠસ્થ કરેલ એક સ્થાનિક લોકગીત વર્ગખંડમાં રજૂ કરો.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 2.
એકમમાં આવતા રૂઢિપ્રયોગો અને કહેવતોની યાદી તૈયાર કરો.

પ્રશ્ન 3.
કોઈ પણ બે કહેવત અને રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.

પ્રશ્ન 4.
લોકસાહિત્યની વાર્તાઓનો સંગ્રહ તૈયાર કરો.

પ્રશ્ન 5.
“સત્યના પ્રયોગો” જેવી અન્ય આત્મકથાઓ મેળવી તેની યાદી બનાવો અને તેમાંથી મનપસંદ આત્મકથાંશ ટૂંકમાં લખો.

પ્રશ્ન 6.
કાવ્યમાં આવતા પ્રાસવાળા શબ્દો સાથે એવા જ બીજા શબ્દોની યાદી તૈયાર કરો.

પ્રશ્ન 7.
અઘરા લાગતા કોઈ પણ પાંચ શબ્દો શોધી શબ્દકોશનો ઉપયોગ કરી તેના અર્થો શોધો, પછી જૂથમાં ચર્ચા કરો.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા?
ઉત્તરઃ
દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઊઠ્યું. એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા.

પ્રશ્ન 2.
વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય?

પ્રશ્ન 3.
મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું?

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 4.
લેખકને અઢી આનાની જરૂર શા માટે પડી?
ઉત્તર :
લેખકને લઘુકૌમુદી પુસ્તક ખરીદવા માટે અઢી આના ખૂટતા હતા. આથી એમને અઢી આનાની જરૂર પડી.

3. નીચેના શબ્દોની સંધિ કરો :

 1. કવિ + ઈન્દ્ર,
 2. મહા + અનલ,
 3. સમ + ઉલ્લાસ

ઉત્તર :

 1. કવિ + ઈન્દ્ર = કવીન્દ્ર
 2. મહા + અનલ = મહાનલ
 3. સમ + ઉલ્લાસ = સમુલ્લાસ

4. નીચેના શબ્દોની સંધિ છોડો :

 1. દેવાલય,
 2. સ્વચ્છ,
 3. પરીક્ષા

ઉત્તર :

 1. દેવાલય = દેવ + આલય
 2. સ્વચ્છ = સુ + અચ્છ
 3. પરીક્ષા = પરિ + ઈક્ષા

5. નીચેનાં વાક્યોના પ્રકાર જણાવો :

(1) વેણુ રસ્તા પર દોડ્યો.
(2) અમે ભૂખે મરી જઈએ છીએ.
(3) રાધાથી રડી પડાયું.
(4) ‘અરે, મે’માનને કાંઈ રોળ્યા વગર રહેવાય?
મે’માન ક્યાંથી હાથ આવે?
(5) રાજાએ જગડુશાને આવકાર્યા?
ઉત્તર :
(1) વેણુ રસ્તા પર દોડ્યો. – કર્તરિવાક્ય
(2) અમે ભૂખે મરી જઈએ છીએ. – કર્તરિવાક્ય
(3) રાધાથી રડી પડાયું. – ભાવેવાક્ય
(4) “અરે, મેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય? – ભાવેવાક્ય
(5) મે’માન ક્યાંથી હાથ આવે? – કર્તરિવાક્ય
(6) રાજાએ જગડુશાને આવકાર્યા. – કર્તરિવાક્ય

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

6. નીચની વાક્યરચનાઓ ઓળખો :

(1) રાજા પંડિતને કાગળ આપે છે.
(2) જગડુશાએ ધનના ભંડાર ગરીબો માટે ખૂલ્લા મૂકી દીધા છે.
(3) જગડુશાથી દાન અપાયું.
(4) રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે.
ઉત્તર :
(1) રાજા પંડિતને કાગળ આપે છે. – કર્તરિવાક્ય
(2) જગડુશાએ ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. – કર્તરિવાક્ય
(3) જગડુશાથી દાન અપાયું. – કર્મણિવાક્ય
(4) રાજા પંડિતના હાથમાં કાગળ અપાવે છે. – પ્રેરકવાક્ય

7. નીચેના શબ્દોની જોડણી ધ્યાનમાં રાખો :
પ્રતીતિ, અસ્તિત્વ, ગ્રીનસિટી, નિશ્ચિત, વિભાજિત.

Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Additional Important Questions and Answers

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે?
A. ગુજરાતનું
B. હિંદુસ્તાનનું
C. પ્રધાનનું
D. વિશળદેવનું
ઉત્તરઃ
D. વિશળદેવનું

પ્રશ્ન 2.
કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યો છે?
A. કુમળી કળી સાથે
B. બગીચાના ફૂલ સાથે
C. વનવગડાના ફૂલ સાથે
D. બાવળના કાંટા સાથે
ઉત્તરઃ
D. બાવળના કાંટા સાથે

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 3.
દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદ્યા પછી લેખકને શું લાગ્યું?
A. સ્વર્ગનો ખજાનો મળી ગયો.
B. ભગવાન મળી ગયા.
C. કુબેરની કૃપા વરસી.
D. બેડો પાર થઈ ગયો.
ઉત્તરઃ
A. સ્વર્ગનો ખજાનો મળી ગયો.

પ્રશ્ન 4.
‘આજ આનંદ કાવ્યમાં “ધરતીએ ઓલ્યાં લીલાં ચીર જો’ એટલે ..
A. ધરતીને લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે.
B. ધરતી લીલીછમ બની છે.
C. ધરતી પર લીલો રંગ છાંટ્યો છે.
D. ધરતી પર લીલી ચાદર પાથરી છે.
ઉત્તરઃ
B. ધરતી લીલીછમ બની છે.

પ્રશ્ન 5.
કવિ કઈ ગલીને સાંકડી કહે છે?
A. સોનાની
B. શહેરની
C. ગામડાની
D. પિત્તળની
ઉત્તરઃ
A. સોનાની

2. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરોઃ

પ્રશ્ન 1.
પાન ખરે તેમ ખરવાં
ઉત્તરઃ
પાન ખરે તેમ ખરવાં – (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવા
વાક્ય : પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો ખરવા લાગ્યા.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 2.
રઝળી પડવાં
ઉત્તરઃ
રઝળી પડવાં – અનાથ થઈ જવાં, નિરાધાર થઈ જવાં
વાક્ય : આ કાળઝાળ મોંઘવારીમાં કેટલાય ગરીબોનાં છોકરાં ભૂખે રઝળી પડ્યાં છે.

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દેવળિયાવાસીઓ મેમાનને મારવા કેમ દોડ્યા?
ઉત્તરઃ
ચારણે દેવળિયા ગામના દરબાર મંદોદરખાનના આઠ વરસના રાજકુંવરને મારી નાખ્યો હતો. આથી દેવળિયાવાસીઓ ચારણને મારવા દોડ્યા.

પ્રશ્ન 2.
વીરે એના વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે?
ઉત્તરઃ
વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે.

4. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
વરસાદ આવતાં ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું?
ઉત્તર :
વરસાદ આવતાં ધરતી હરિયાળી બની ગઈ. જાણે ધરતીએ લીલાં ચીર ઓલ્યાં હોય તેવું લાગતું હતું. નદીના પાણીનો પ્રવાહ વેગથી ધસમસતો હતો અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી. ખેડૂતોના હૈયામાં આનંદ સમાતો નહોતો.

પ્રશ્ન 2.
ગામના લોકોને મંદોદરખાનની વાત ગળે કેમ ન ઊતરી?
ઉત્તરઃ
ગામના લોકોને મંદોદરખાનની વાત ગળે ન ઊતરી; કારણ કે તેઓ મંદોદરખાનનો પ્રભાવ જાણતા હતા. ફણિધરને માથેથી મણિ લઈ જવો એ જેટલું મુશ્કેલ કામ છે એટલું જ મુશ્કેલ છે મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લઈ જવી.

એમની વાત સાચી માની લે એટલા તેઓ મૂરખ નહોતા. સાત ખોટના દીકરાને મારનારને મંદોદરખાને જ ભગાવ્યો છે એમ ગામના લોકો માનતા હતા.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 3.
પરમહંસ આશ્રમ વિશે જણાવો.
ઉત્તરઃ
પરમહંસ આશ્રમમાં માત્ર ઊતરવા માટેની જગ્યા મળતી હતી. ત્યાં પાણી પીવા માટે કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહોતી. આવનારે પોતાનું પાથરણું પાથરીને સૂવાનું અને કૂવાનું પાણી પીવાનું. આશ્રમમાં રસોડું ન હતું.

આથી આવનારે ભોજન માટે અન્નક્ષેત્રમાં જવાનું અથવા ભૂખ્યા રહેવાનું. એક લંગોટીધારી સ્વામી બીરગિરિજી આ આશ્રમનું સંચાલન કરતા હતા. તેઓ બહુ સારા, ભલા અને સમજુ વ્યક્તિ હતા.

5. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો?

પ્રશ્ન 1.
“આજ આનંદ કાવ્ય દ્વારા વર્ષાઋતુનું આનંદદાયક દશ્ય વર્ણવો.
ઉત્તરઃ
ઉત્તર-દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યાં છે અને ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આ જોઈને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે. એમણે માથે લીલાં મોળિયાં બાંધ્યાં છે. તેઓ કોટે બાંધેલા ઘૂઘરમાળવાળા બળદોને લઈને ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે.

ખેડૂતોએ વાવણિયા પર હીરલા જડ્યા છે અને એના પર મોતીની સેર ટંકાવી છે. બળદોની ડોકે રાખડી બાંધી છે. વીરના લલાટમાં કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે. વીરે ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યાં છે. વરસાદ પડવાથી વાતાવરણ આનંદ-ઉલ્લાસમય બની ગયું છે.

ધરતી લીલીછમ બની ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો લીલું ઘાસ ચરી રહી છે. આમ, ધરતી પર વર્ષાઋતુનું આનંદદાયક વાતાવરણ સર્જાયું છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 2.
મંદોદરખાને ગામલોકોને શું કહીને શાંત પાડ્યા?
ઉત્તરઃ
ક્રોધે ભરાયેલા ગામલોકોને મંદોદરખાને આમ કહીને શાંત પાડ્યા: “આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણીજોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી.

આપણા નસીબમાં નહિ હોય એટલે મરી ગયો, પણ એને ખાતર આ ઊજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો, બેટાની મૈયત કાઢીએ.”

Leave a Comment

Your email address will not be published.