Class 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ

Class 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ Textbook Questions and Answers

પ્રાણીઓનું ગોકુળ સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો શું કરતો?
(A) ચાલ્યો જતો.
(B) એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો.
(C) ફરી તેને પીઠ પર બેસવા ન દેતો.
(D) દોડવા માંડતો.
ઉત્તરઃ
(B) એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો.

પ્રશ્ન 2.
પંદર દેડકા પાણીમાં ઉતાર્યા તો
(A) સવારે પંદરે -પંદર જીવતા હતા.
(B) એક પણ દેડકાને મગરે ખાધો ન હતો.
(C) પણ મગરે તે ખાધા નહિ.
(D) તેમાંથી પાંચને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું.
ઉત્તરઃ
(D) તેમાંથી પાંચને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું.

પ્રશ્ન 3.
મુન્ના નામના ટપકાવાળા ચિત્તા માટે કઈ બાબત લાગુ પડતી નથી?
(A) તે આરતી સાથે શાળાએ પણ જતો.
(B) આરતી વર્ગમાં બેસતી ત્યારે તે બહાર બેસતો.
(C) નાનાં બાળકો તેને જોઈને ડઘાઈ જવાં લાગ્યાં.
(D) નાનાં બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યાં.
ઉત્તરઃ
(D) નાનાં બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યાં.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
હેમલકસામાં સાપની હત્યાનું પ્રમાણ કેવી રીતે ઘડ્યું?
ઉત્તર :
લેખક સાપ પકડવાનો અને એની જાતિ-પેટાજાતિ નક્કી કરવાનો કસબ શીખ્યા. એમણે પોતાનું નાનકડું સર્પોઘાન શરૂ કર્યું. ઘરમાં, આસપાસ, અધરાતે-મધરાતે નીકળેલા સાપ પકડવાના અને એમની દેખરેખ રાખવાની, એવું કાર્ય શરૂ કર્યું. વળી કાર્યકર્તાઓને, શાળાનાં બાળકોને સાપ પકડતાં શીખવ્યું. એને લીધે હેમલક્સામાં સાપની હત્યાનું પ્રમાણ ઘટ્યું.

પ્રશ્ન 2.
અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને “આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ કેમ આપ્યું?
ઉત્તર :
બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાઝ આર્ક નામના એક વહાણ પર બધાં પશુ-પંખી ખુશીથી ભેગાં રહેતાં હતાં. આમટેના હેમલક્સામાં પણ 60-65 પ્રાણીઓ સુખ-શાંતિથી સહવાસ કરતાં હતાં. તેથી અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ આપ્યું.

પ્રશ્ન 3.
અનાથાલયનો પ્રથમ સભ્ય કોણ અને કેવી રીતે રાખતા?
ઉત્તર :
અનાથાલયનો પ્રથમ સભ્ય વાંદરાનું બચ્યું હતું. શરૂઆતમાં ‘ તેને મિલ્ક પાઉડરનું દૂધ ડ્રૉપરવાળી શીશીથી પિવડાવ્યું. એ વખતે એણે | એ દૂધ પીધું ને ફાવી ગયું. એ લેખકની ઝૂંપડીમાં તેમની સાથે રહેતું. છે એનું નામ બબલી’ રાખ્યું. એ કાળુ નામના કૂતરાની પીઠ પર બેસીને | ફરતી. ક્યારેક તે લેખકના ખભા પર બેસતી.

પ્રશ્ન 4.
લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યાં હતાં?
ઉત્તરઃ
વાંદરાનું બચ્ચું માદા હતું, એટલે લેખકે એનું નામ બબલી’ રાખ્યું હતું. દેશી કૂતરાનું નામ “કાળુ’ હતું. રીંછના બચ્ચાનું 3 નામ “રાણી” રાખ્યું હતું. ટપકાંવાળા ચિત્તાનું નામ “મુન્નો’ હતું.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા પાઠના આધારે વર્ણવો.
ઉત્તરઃ
આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, મમ્રાર, ઘોણસ, ફુરસ, ચટાપટાવાળો અથવા આગ્યા મયાર એ ખરેખર ઝેરી સાપ છે. કોબ્રા એટલે ફેણ ચઢાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે.

પ્રશ્ન 2.
હેમલકસા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું.’ – આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર :
હેમલક્સાનો પ્રકલ્પ શરૂ થયે પાંચ-છ મહિના થયા હશે ને સ્થાનિક લોકો પાસેથી વાંદરાના બચ્ચાને અનાજ આપી લઈ લીધું. એને ઉછેરવાનું શી રીતે એની એમને ખબર ન હતી. પરંતુ પ્રેમને કારણે તે જરૂર પડી તેમ તેમ તેઓ નવું શીખતા ગયા. વનવાસી બાળકો પણ પ્રાણીપ્રેમી બન્યાં. વાંદરાનું બચ્ચું માદા હતું એટલે તેનું નામ ‘બબલી’ રાખ્યું. ત્યાં “કાળુ’ નામનો દેશી કૂતરો હતો. બબલી કાળુની પીઠ પર બેસીને ફરતી. પછી હરણનું બચ્ચું, ખિસકોલી, રીંછ, નીલગાય, શિયાળ, જરખ, મોર, સાપ, નાગ, ઘો જેવાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. મગરનું બચ્ચું પણ ઉછેર્યું. તેને દેડકાં જ ખાવાં પસંદ છે તે તેમણે શોધી કાઢ્યું. મુન્ના નામનો ચિત્તો આરતી સાથે નિશાળે જતો. એમણે ઘરમાં, આસપાસ, અધરાતે મધરાતે નીકળેલા સાપ મારવાને બદલે પકડવા અને એમની દેખભાળ કરવા સર્પોઘાન શરૂ કર્યું.

ગોકુળ’માં 60-65 પ્રાણીઓ સુખ-શાંતિથી સહવાસ કરતાં રહ્યાં છે. વાંદરા, કૂતરાં, ચિત્તા, નોળિયો જેવાં આમ એકબીજાનાં દુશ્મન હોય તેવાં પ્રાણીઓ અહીં મિત્રની જેમ રહે છે. આ બધાંનો એક પરિવાર જ બન્યો છે.

આમ, હેમલક્સા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું.

Std 9 Gujarati Textbook Solutions Chapter 21 પ્રાણીઓનું ગોકુળ Additional Important Questions and Answers

પ્રાણીઓનું ગોકુળ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
મગર દેડકાં ખાય છે એવી શોધ લેખકે કેવી રીતે કરી?
ઉત્તર :
મગરના બચ્ચાને અડધે સુધી પાણી ભરેલા બેરલમાં રાખ્યું. રાત્રે પંદર દેડકાં ઍરલના પાણીમાં ઉતાર્યા. સવારે જોયું તો દસ જ બાકી હતાં. નાની માછલીઓ નાખો તોપણ તે દેડકાં જ પસંદ કરતો. એના પરથી મગર દેડકાં જ ખાય છે એવી શોધ લેખકે કરી.

પ્રશ્ન 2.
આરતી સાથે કર્યું પ્રાણી શાળાએ જતું? ત્યાં તે શું કરવું?
ઉત્તર :
આરતી સાથે મુન્ના નામનો ચિત્તો શાળાએ જતો. આરતી 3 વર્ગમાં બેસતી અને ચિત્તો ત્યાં જ બહાર બેસી રહેતો. એની નિશાળ છટે એટલે એની સાથે ઘરે પાછો આવતો. કોઈ પણ છોકરાને એણે ક્યારેય તકલીફ આપી નહિ.

પ્રશ્ન 3.
હેમલક્યા પ્રકલ્પમાં કયાં કયાં પ્રાણીઓ હતાં?
ઉત્તરઃ
હેમલક્યા પ્રકલ્પમાં વાંદરાં ને કૂતરાં હતાં જ. તદુપરાંત 5 નીલગાય, હરણ, રીંછ, શિયાળ, જરખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘો, મગર, ચિત્તો જેવાં જુદાં જુદાં પ્રાણીઓ પણ હતાં. સપઘાન પણ = શરૂ કર્યું હતું.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
વાંદરાના બચ્ચાને મિલ્ક પાઉડરનું દૂધ કેવી રીતે પિવડાવવામાં આવ્યું?
ઉત્તરઃ
વાંદરાના બચ્ચાને મિલ્ક પાઉડરનું દૂધ ડ્રૉપરવાળી શીશીથી – પિવડાવવામાં આવ્યું.

પ્રશ્ન 2.
વાંદરાના બચ્ચાનું નામ શું હતું?
ઉત્તરઃ
વાંદરાના બચ્ચાનું નામ બબલી હતું.

પ્રશ્ન 3.
રીંછના બચ્ચાનું નામ શું હતું?
ઉત્તર :
રીંછના બચ્ચાનું નામ રાણી હતું.

પ્રશ્ન 4.
લેખકનો ચિત્તો કેટલાં વર્ષ જીવ્યો?
ઉત્તર :
લેખકનો ચિત્તો ચોવીસ વર્ષ જીવ્યો.

પ્રશ્ન 5.
ટપકાંવાળો ચિત્તો કયા નામે જાણીતો હતો?
ઉત્તર :
ટપકાંવાળો ચિત્તો નેગલ નામે જાણીતો હતો.

પ્રશ્ન 6.
ફેણ ચઢાવનાર એકમાત્ર સાપ કયો છે?
ઉત્તર :
ફેણ ચઢાવનાર એકમાત્ર સાપ કોબ્રા છે.

પ્રશ્ન 7.
“પ્રાણીઓનું ગોકુળ” પાઠ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
“પ્રાણીઓનું ગોકુળ” પાઠ લેખકના પ્રકાશની પગદંડી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.

પ્રશ્ન 8.
“હેમલક્યા પ્રકલ્પ” શું છે?
ઉત્તરઃ
હેમલક્યા પ્રકલ્પ’ પ્રાણીઓનું અનાથાલય છે.

પ્રશ્ન 9.
લેખકે બેરલમાં અડધે સુધી પાણી ભરી ઉપર વચ્ચોવચ આડું લાકડું કેમ નાખ્યું?
ઉત્તર :
લેખકે બેરલમાં અડધે સુધી પાણી ભરી ઉપર વચ્ચોવચ આડું લાકડું નાખ્યું, જેથી મગરને પાણીમાં કંટાળો આવે ત્યારે તે ચઢીને લાકડા પર બેસી શકે.

પ્રાણીઓનું ગોકુળ વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
આદત
(અ) મજબૂરી
(બ) ટેવ
(ક) વ્યસન
ઉત્તર :
(બ) ટેવ

પ્રશ્ન 2.
કુમાશ
(અ) કઠણ
(બ) રૂદ્ર
(ક) કોમળતા
ઉત્તર :
(ક) કોમળતા

પ્રશ્ન 3.
બરદાસ
(અ) બદમાસ
(બ) સહનશક્તિ
(ક) ચાકરી
ઉત્તર :
(ક) ચાકરી

પ્રશ્ન 4.
કસબ
(અ) હોશિયારી
(બ) હુન્નર
(ક) ચાલાકી
ઉત્તર :
(બ) હુન્નર

પ્રશ્ન 5.
તુક્કો
(અ) કપટ
(બ) ઉપાય
(ક) તરંગ
ઉત્તર :
(ક) તરંગ

પ્રશ્ન 6.
શિરસ્તો
(અ) પ્રથા
(બ) પગદંડી
(ક) શિસ્ત
ઉત્તર :
(અ) પ્રથા

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો

પ્રશ્ન 1.
સાપેક્ષ
(અ) નિરર્થક
(બ) નિરપેક્ષ
(ક) અપેક્ષા
ઉત્તર :
(બ) નિરપેક્ષ

પ્રશ્ન 2.
પ્રેમ
(અ) નફરત
(બ) માયા
(ક) ઉદાસીનતા
ઉત્તર :
(અ) નફરત

પ્રશ્ન 3.
દેશી
(અ) સાદગી
(બ) વિદેશી
(ક) આધુનિક
ઉત્તર :
(બ) વિદેશી

પ્રશ્ન 4.
પરિચિત
(અ) અપરિચિત
(બ) ઉચિત
(ક) અનુચિત
ઉત્તર :
(અ) અપરિચિત

પ્રશ્ન 5.
તંદુરસ્ત
(અ) સ્વસ્થ
(બ) નાદુરસ્ત
(ક) અતંદુરસ્ત
ઉત્તર :
(બ) નાદુરસ્ત

પ્રશ્ન 6.
સલામતી
(અ) પ્રગતિ
(બ) અધોગતિ
(ક) અસલામતી
ઉત્તર :
(ક) અસલામતી

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) સપધાન
(બ) સપઘાન
(ક) સપોર્ધન
ઉત્તરઃ
(બ) સપઘાન

પ્રશ્ન 2.
(અ) સ્વરક્ષણ
(બ) જીંદગી
(ક) ઉતમ
ઉત્તરઃ
(અ) સ્વરક્ષણ

પ્રશ્ન 3.
(અ) વીચીત્ર
(બ) વિચીત્ર
(ક) વિચિત્ર
ઉત્તરઃ
(ક) વિચિત્ર

પ્રશ્ન 4.
(અ) સ્વભાવિક
(બ) સ્વાભાવિક
(ક) સ્વભાવીક
ઉત્તરઃ
(બ) સ્વાભાવિક

પ્રશ્ન 5.
(અ) દુશ્મન
(બ) યુકતિ
(ક) ચીત્તો
ઉત્તર :
(અ) દુશ્મન

4. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) શાંતિ
(બ) ચિત્તો
(ક) જિંદગી
ઉત્તરઃ
(બ) ચિત્તો

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) માછલી
(બ) સાપ
(ક) અનાથાલય
ઉત્તરઃ
(અ) માછલી

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) બચ્ચે
(બ) રાજા
(ક) રાણી
ઉત્તરઃ
(અ) બચ્ચે

5. વચન બદલો:

પ્રશ્ન 1.
પ્રાણી
(અ) પ્રાણીયો
(બ) પ્રાણીઓ
(ક) પ્રાણીયું
ઉત્તરઃ
(બ) પ્રાણીઓ

પ્રશ્ન 2.
મહિલા
(અ) મહિલાઓ
(બ) મહિલી
(ક) મહિલાઓ
ઉત્તરઃ
(ક) મહિલાઓ

6. વિશેષણ શોધોઃ

પ્રશ્ન 1.
નાની માછલીઓ પાણીમાં નાખો તોપણ તે દેડકાં જ પસંદ કરે છે.
ઉત્તરઃ
નાની

પ્રશ્ન 2.
બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી.
ઉત્તરઃ
કોઈક

7. ક્રિયાવિશેષણ શોધોઃ

પ્રશ્ન 1.
પ્રાણીઓ સુખ-શાંતિથી સહવાસ કરતાં રહ્યાં છે.
ઉત્તરઃ
સુખ-શાંતિથી

પ્રશ્ન 2.
બધા ચિત્તા ઉત્તમ જીવ્યા.
ઉત્તરઃ
ઉત્તમ

8. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડો :

પ્રશ્ન 1.
એ વર્ગમાં બેસતી. આ ત્યાં જ બહાર બેસી રહેતો.
ઉત્તરઃ
એ વર્ગમાં બેસતી અને આ ત્યાં જ બહાર બેસી રહેતો.

પ્રશ્ન 2.
ચિત્તાની જિંદગી સામાન્ય રીતે પંદર વર્ષની હોય છે. રાજા ચોવીસ વર્ષ જીવ્યો.
ઉત્તર :
ચિત્તાની જિંદગી સામાન્ય રીતે પંદર વર્ષની હોય છે, પણ રાજા ચોવીસ વર્ષ જીવ્યો.

9. યોગ્ય વિરામચિહ્ન મૂકો
એ બચ્ચે માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું.
ઉત્તર:
એ બે માદા હતું એટલે એનું નામ “બબલી’ રાખ્યું.

10. સમાસ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
સ્વરક્ષણ
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તરઃ
(અ) તત્પરુષ

પ્રશ્ન 2.
અધમૂઓ
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) ઉપપદ
ઉત્તરઃ
(બ) કર્મધારય

પ્રશ્ન 3.
અનાથાલય
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) મધ્યમપદલોપી
ઉત્તરઃ
(ક) મધ્યમપદલોપી

પ્રશ્ન 4.
સપદ્યાન
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) મધ્યમપદલોપી
ઉત્તરઃ
(ક) મધ્યમપદલોપી

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

પ્રશ્ન 1.
જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ
(અ) વગડો
(બ) અભયારણ્ય
(ક) સુરક્ષા કવચ
ઉત્તરઃ
(બ) અભયારણ્ય

પ્રશ્ન 2.
જેનાં માતા-પિતા મરી ગયાં હોય તેવા બાળકોને રહેવાની જગ્યા
(અ) સંરક્ષણગૃહ
(બ) નારીગૃહ
(ક) અનાથાલય
ઉત્તરઃ
(ક) અનાથાલય

પ્રાણીઓનું ગોકુળ Summary in Gujarati

પ્રાણીઓનું ગોકુળ પાઠ-પરિચય
પ્રકાશ બાબા આમટે (જન્મઃ 29-12-1948]

પ્રેમ શું કરી શકે? જો તમારામાં સાચો અને નિઃસ્વાર્થ પ્રેમ હોય, તો હિંસક પ્રાણીઓ પણ તમારી સાથે મિત્રની જેમ રહી શકે છે. એટલું જ નહીં, તમારી સાથે રહેનાર પણ પ્રાણીપ્રેમી બની શકે છે. પ્રસ્તુત પાઠ મૂળ મરાઠીમાં લખાયેલી અનુભવ કથાના ગુજરાતી અનુવાદ “પ્રકાશની પગદંડી’માંથી લેવામાં આવ્યો છે. હેમલક્સા પ્રકલ્પના વિવિધ અનાથ અને બીમાર પ્રાણીઓની સારવાર કરતાં તેમાંથી પ્રાણીઓનું સુંદર “ગોકુળ’ ઊભું થયું છે, જેમાં ચિત્તો અને સાપ જેવાં પ્રાણીઓ પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. લેખકને પ્રાણીઓની સંભાળ કેમ રાખવી તેનું જ્ઞાન ન હતું, પરંતુ પ્રાણીપ્રેમને કારણે તે બધું શીખી શક્યા. પ્રાણીઓનું સહજ અને આકર્ષક વર્ણન વાચકમાં પ્રાણીપ્રેમ જગાડે છે.

[What can love do? If you have true and selfless love, even the wild animals live with you as your friends. Not only that but the persons living with you can be animal lovers. This is the lesson from Gujarati translation ‘Prakasha Ni Pagdandi’ originally written in Marathi. From Hemlaksha Prakalp while serving various orphan and sick animals a beautiful ‘Gokul’ of animals has been set up in which the animals like cheetah and snake lovingly live together. In the beginning, the writer did not have the knowledge of taking care of animals. But because of love, he could learn everything. Natural and attractive descriptions of animals in the lesson create a love for animals in the reader.)

પ્રાણીઓનું ગોકુળ શબ્દાર્થ (Meanings)

  • અનાથ – નિરાધાર, જેનાં માતા-પિતા મરી ગયાં હોય તેવું બાળક; orphan.
  • અનાથાલય – જેનાં માતા-પિતા મરી ગયાં હોય તેવા બાળકની રહેવાની જગ્યા; orphanage.
  • આદત – ટેવ; habit.
  • તુક્કો – તરંગ, તરકીબ; trick, stunt.
  • બાવરું -વ્યાકુળ; upset.
  • કુમાશ – કોમળતા, નરમાઈ; softness.
  • અભયારણ્ય – જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ; sanctuary.
  • ઍરલ-પીપડું; barrel. વાત ગળે ઊતરવી -સમજ પડવી: to understand.
  • બરદાસ – સંભાળ, ચાકરી; care, service.
  • શિરસ્તો – પ્રથા, રિવાજ; tradition, system.
  • ગેરમાન્યતા – ખોટી માન્યતા; wrong belief.
  • ખુન્નસ – વેરઝેર, વેર લેવાની લાગણી; enmity.
  • કસબ – કળા, હુન્નર, art, skill.

Leave a Comment

Your email address will not be published.