Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો Textbook Questions and Answers

લઘુકાવ્યો સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
હાઇકુના આધારે સાચો વિકલ્પ શોધો.
(A) ચકલીના ગીતની ટૂંડા ઉપર અસર થઈ.
(B) ડું ગીત ગાઈ રહ્યું છે.
(C) ચકલી ગીત સાંભળી રહી છે.
(D) વૂડા ઉપરથી ચકલી ઊડી ગઈ છે.
ઉત્તર :
(A) ચકલીના ગીતની ટૂંડા ઉપર અસર થઈ.

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

પ્રશ્ન 2.
‘રાજઘાટ પર’ કાવ્યના કવિનું નામ …………………..
(A) રાવજી પટેલ
(B) હસમુખ પાઠક
(C) ગાંધીજી
(D) કલાપી
ઉત્તર :
B. હસમુખ પાઠક

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ વીર કહીં કોને બિરદાવે છે?
ઉત્તર :
પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવનજંગમાં એકલા હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. કવિ તેને વીર કહી બિરદાવે છે.

પ્રશ્ન 2.
‘રાજઘાટ પર’માં ગાંધીજીનો જીવનસંદેશ કયાં પ્રતીકોથી વર્ણવ્યો છે?
ઉત્તર :
“રાજઘાટ પર’ મુક્તકમાં ગાંધીજીનો જીવનસંદેશ ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવડાવ્યા છે, તે પ્રતીકોથી લંગરૂપે વર્ણવ્યો છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

પ્રશ્ન 3.
મુક્તકમાં ગીત ગાતી ચકલીનું શબ્દચિત્ર કેવી રીતે આલેખાયું છે?
ઉત્તર :
ગીત સાંભળી ડૂડું ડોલ્યું અને તેના ઉપર ચકલી બેઠી. સમગ્ર વાતાવરણ મધુર બની ગયું.

Std 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો Additional Important Questions and Answers

લઘુકાવ્યો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો?

પ્રશ્ન 1.
ગાંધીજીની સમાધિને શું કહે છે?
ઉત્તર :
ગાંધીજીની સમાધિને “રાજઘાટ’ કહે છે.

પ્રશ્ન 2.
કોનું ગીત સાંભળી ડૂડું ડોલ્યું?
ઉત્તરઃ
ચકલીનું ગીત સાંભળી કૂંડું ડોલ્યું.

પ્રશ્ન 3.
“રાજઘાટ પર’ લઘુકાવ્ય શાનો મહિમા પ્રગટ કરે છે?
ઉત્તર :
“રાજઘાટ પર’ લઘુકાવ્ય કર્મમય જીવનનો મહિમા પ્રગટ કરે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

પ્રશ્ન 4.
“હાઈકુ ક્યાંનો સાહિત્યપ્રકાર છે?
ઉત્તર:
હાઈકુ જાપાનનો સાહિત્યપ્રકાર છે.

પ્રશ્ન 5.
હાઈકુમાં કુલ કેટલા અક્ષર હોય છે?
ઉત્તરઃ
‘હાઈકુમાં કુલ સત્તર અક્ષર હોય છે.

લઘુકાવ્યો વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
જંગ
(અ) ખેલ
(બ) યુદ્ધ
(ક) જંગલ
ઉત્તરઃ
(બ) યુદ્ધ

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

પ્રશ્ન 2.
વીર
(અ) બહાદુર
(બ) શાંત
(ક) મહાન
ઉત્તરઃ
(અ) બહાદુર

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
વીર
(અ) માંદો
(બ) કાયર
(ક) શુરવીર
ઉત્તરઃ
(બ) કાયર

પ્રશ્ન 2.
નિંદા
(અ) પ્રશંસા
(બ) કૂથલી
(ક) નીંદણ
ઉત્તરઃ
(અ) પ્રશંસા

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો :

પ્રશ્ન 1.
(અ) નીંદા
(બ) નિંદા
(ક) નીદા
ઉત્તર :
નિંદા

લઘુકાવ્યો Summary in Gujarati

લઘુકાવ્યો મુક્તક-હાઈકુ-દુહા પરિચય
હસમુખ રતિલાલ પાઠક [જન્મ: 12 – 02 – 1930]
રાવજી છોટાલાલ પટેલ (જન્મ: 15 – 11 – 1939, મૃત્યુઃ 10 – 08 – 1988).

1. મુક્તક

મુક્તક-પરિચય મુક્તક એટલે મોતી. મુક્તક મોતીની જેમ નાનું હોવા છતાં તેમાં રહેલા વિચારને લીધે ચોટદાર બને છે.

[The meaning of the word Muktak is pearl. Muktak is short (small like pearl). Yet, it strikes effectively because of the thought it contains.]

પ્રસ્તુત મુક્તકમાં ગાંધીજીનો સંદેશો પ્રતીકાત્મક રીતે વર્ણવ્યો છે. ગાંધીજીએ તેમના જીવનમાં કદી આરામ કર્યો ન હતો. તમે પણ તમારી ફરજો સારી રીતે અદા કરો.

[In the present Muktak the message of Gandhi is described as symbol. Gandhiji had never rested in his life. You also perform your duties well.)

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

2. હાઈકુ

હાઈકુ-પરિચયઃ હાઈકુ જાપાની સાહિત્યનો કાવ્યપ્રકાર છે. તેમાં પાંચ, સાત, પાંચ એમ સત્તર અક્ષર હોય છે. તેની ત્રણ પંક્તિઓમાં રમણીય શબ્દચિત્ર-ભાવચિત્ર હોય છે.

(Haiku is a form of poetry in Japanese literature. It contains three lines having seventeen letters. The first line has five letters, the second has seven and the third has five letters. All the three lines present a beautiful word picture.]

પ્રસ્તુત હાઈકુમાં ચકલીનું શબ્દચિત્ર રજૂ થયું છે. ચકલી ડુંડા પર બેસતાં જ ડૂડું નૃત્ય કરવા લાગ્યું અને માત્ર ચકલી જ નહિ ઠંડું પણ ગાવા લાગ્યું. આખા ખેતરનું વાતાવરણ મધુર બની ગયું.

[In the present Haiku a word picture of a sparrow has been presented. After sitting on a dunda’ (spike), the ‘dundu (spike) danced and not only the sparrow but also the ‘dundu’ (spike) began to sing. The atmosphere of the whole farm became pleasant.]

3. દુહા

દુહા-પરિચય: “દુહા’ એ લોકસાહિત્યનો લઘુ કાવ્યપ્રકાર છે. બે લીટીના દુહામાં વિચારો, લાગણીઓ, ભાવો એવી રીતે રજૂ થાય છે કે તે લોકહૈયે વસી જાય છે.

[Duha is a type of short folk-poem. It is a couplet in which thoughts, feelings, emotions are expressed in such a way as would appeal to the heart of the people.]

આ દુહામાં વીરપુરુષની પ્રશંસા કરવામાં આવી છે, જે જગતની નિંદાને ગણકાર્યા વિના એકલા હાથે સત્કાર્યો કરે છે.

[In this Duha the brave person is praised who does not consider backbiting of the world in mind and performs his duties (good deeds) well, alone.]

Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો

કાવ્યની સમજૂતી આટલાં ફૂલો નીચે અને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. (ગાંધી આખું જીવન સતત કાર્ય કરતા રહ્યા હતા.)

(On the Rajghat Gandhi never sleeps under so many flowers and so much long time. (Gandhi used to work constantly in his life.)]

ગીત સાંભળીને કૂંડું ડોલ્યું અને ઉપર ચકલી બેઠી. (ખેતરનાં લહેરાતાં હૂંડાંમાંથી એક ડૂડા પર ગીત ગાતી ચલી બેઠી.)

(After listening a song a ‘dundu’ (spike) danced and a sparrow sat on it. (On one of the dancing dundas’ (spikes) in the farm a sparrow sat singing.)]

જે એકલા હાથે દાન કરે છે, જે એકલા હાથે યુદ્ધ ઝઝૂમે છે, જે એકલા જગનિંદા સહે છે, તે વીરોને ધન્યવાદ છે.

[The person who alone gives alms, the person who alone fights battle, the person who alone bears backbiting of the world is really brave. Congratulations to such persons.)

લઘુકાવ્યો શબ્દાર્થ (Meanings)

  • રાજઘાટ – ગાંધીજીની સમાધિનું સ્થળ; the monument of Gandhiji.
  • ડૂડું – કણસલું; spike.
  • ડોલ્ય-નૃત્ય કર્યું; danced.
  • એકલ – એકલા; alone.
  • ઝૂઝત – ઝઝૂમવું; to struggle, to fight.
  • જંગ-યુદ્ધ; battle. Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો
  • જગનિંદા – જગતના લોકોની નિંદા; backbiting of the people.

Leave a Comment

Your email address will not be published.