Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
‘ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી નાટકોમાં યોગદાન’ વિશે લખો.
ઉત્તર :
ઉપેન્દ્ર ત્રિવેદીને મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિદ્વાન વિષ્ણુકુમાર વ્યાસની પ્રેરણાથી નાટકનો રંગ ચડ્યો. અભ્યાસ દરમિયાન ‘ભીતરનાં વહેણ’ અને ‘શાહજહાં’ નાટકમાં પ્રથમ ઈનામ મેળવ્યાં. અભ્યાસ છોડી ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રામેટિક આર્ટ્સમાં પ્રવેશ મેળવી અભિનયનાં વિવિધ પાસાંઓની ઊંડી તાલીમ મેળવી. ધગશ, ધીરજ, નિષ્ઠા અને સચ્ચાઈના ગુણોથી જીવનનાં વહેણોમાં સફળ થયા.

એમની કારકિર્દીનો મોટો વળાંક એમણે દર્શકની નવલકથા “ઝેર પીધાં છે જાણી જાણી’નું નાટ્યરૂપાંતર કર્યું અને પોતે હેમંતનું પાત્ર ભજવ્યું તેમાંથી આવ્યો. આ નાટકે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ બદલી નાખ્યો. એમણે નાટ્યસંસ્થા સ્થાપી અને અનેક નાટકોમાં અભિનય કરી ગુજરાતી રંગભૂમિને પોતાનું જીવન સમર્પિત કર્યું.

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

પ્રશ્ન 2.
“ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોમાં પ્રદાન’ વિશે લખો.
ઉત્તર :
ઉપેન્દ્ર ત્રિવેદીએ ફિલ્મોમાં નાનાં પાત્રો ભજવ્યાં હતાં, પરંતુ મુખ્ય અભિનેતા તરીકે પહેલી ફિલ્મ “જેસલ તોરલ’ આવી અને ગુજરાતી ફિલ્મમાં તેઓ પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા. પછીથી એમણે કૃતિ આધારિત અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો અને ગુજરાતી પ્રેક્ષકોનાં હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું. ગુજરાતી ફિલ્મને નવી ઓળખ મળી. એમની ફિલ્મો આખો પરિવાર સાથે બેસી માણી શકે તેવી સુરુચિપૂર્ણ અને સંસ્કારી હતી.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉપેન્દ્ર ત્રિવેદીની રાજકીય કારકિર્દી વિશે જણાવો.
ઉત્તરઃ
ઉપેન્દ્ર ત્રિવેદી સાબરકાંઠાના ભિલોડા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયા. સરકારે તેમને ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ નિમ્યા. પછીથી “યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શહેરી મકાન અને પંચાયત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પણ બન્યા. એમના પારદર્શક સ્વભાવને કારણે એમને વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ બનાવાયા.

પ્રશ્ન 2.
ઉપેન્દ્ર ત્રિવેદીને કયા કયા ઍવોર્ડ મળ્યા?
ઉત્તર :
ઉપેન્દ્ર ત્રિવેદીની રંગભૂમિ અને ફિલ્મ કામગીરી એવી શ્રેષ્ઠ હતી કે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને 1989માં ‘પદ્મશ્રી એવોર્ડ મળ્યો. તેમને ગૌરવ પુરસ્કાર, લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવોર્ડ અને “દાદાસાહેબ ફાળકે’ ઍવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના ફિલ્મ ઉદ્યોગમાં બે દાયકા સુધી અભિનય, લેખન, નિર્માતા, દિગ્દર્શક તરીકે પ્રદાન કરવા બદલ તેર જેટલા ફિલ્મ ઍવોર્ડ પણ મળ્યા.

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઉપેન્દ્ર ત્રિવેદી કૉલેજમાં ત્રણ વાર નાપાસ થયા, કારણ કે …
A. એમને નાટકનો રંગ ચડ્યો હતો.
B. એમની પાસે પૂરતાં પુસ્તકો ન હતાં.
C. એ બેદરકાર હતા.
D. ઉપર અઘરાં નીકળતાં હતાં.
ઉત્તરઃ
A. એમને નાટકનો રંગ ચડ્યો હતો.

પ્રશ્ન 2.
ઉપેન્દ્ર ત્રિવેદી કયા ગુણોથી જીવનનાં વહેણોમાં સફળ થયા?
A. ધગશથી
B. ધીરજથી
C. નિષ્ઠા અને સચ્ચાઈથી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

પ્રશ્ન 3.
ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘ઝેર પીધાં છે જાણી જાણી’માં કયું પાત્ર ભજવ્યું?
A. ગોપાળકાકાનું
B. સત્યકામનું
C. હેમંતનું
D. ખેડૂતનું
ઉત્તરઃ
C. હેમંતનું

પ્રશ્ન 4.
ઉપેન્દ્ર ત્રિવેદી મુખ્ય અભિનેતા તરીકે કઈ ગુજરાતી ફિલ્મમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા?
A. “જેસલ તોરલ’
B. “રાજા ભરથરી’
C. ‘ભાદર તારાં વહેતાં પાણી
D. “માનવીની ભવાઈ’
ઉત્તરઃ
A. “જેસલ તોરલ’

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

પ્રશ્ન 5.
ઉપેન્દ્ર ત્રિવેદીની ગુજરાતી ફિલ્મોનાં વિધાનોમાં કયું વિધાન બંધબેસતું નથી?
A. ગુજરાતી ફિલ્મને નવી ઓળખ મળી.
B. એમની ફિલ્મો આખો પરિવાર સાથે બેસી માણી શકે તેવી સુરુચિપૂર્ણ અને સંસ્કારી હતી.
C. એમણે ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ઓળખ અપાવી.
D. એમની ફિલ્મોમાં મારામારીનું પ્રમાણ વધુ રહેતું.
ઉત્તરઃ
D. એમની ફિલ્મોમાં મારામારીનું પ્રમાણ વધુ રહેતું.

અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી Summary in Gujarati

અંભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પાઠ-પરિચય
કનૈયાલાલ ભટ્ટ (જન્મઃ 16-01-1959]

પાઠ-પરિચય આ નિબંધમાં ગુજરાતના રંગભૂમિ સમ્રાટ અને ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનું જીવનચરિત્ર છે. તેમણે નામના અને ખ્યાતિ મેળવ્યાં છે. તેમનું ગુજરાતના નાટ્ય અને ફિલ્મના ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન છે.

[In this essay there is a biography of Upendra Trivedi, the emperor of the stage of Gujarat and film actor. He has earned name and fame. He has a great contribution in the history of drama and film in Gujarat.]

અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી શબ્દાર્થ (Meanings)

  • પ્રતિભા – બુદ્ધિશક્તિ; talent.
  • તખ્તો – રંગમંચ, સ્ટેજ; stage.
  • અવિસ્મરણીય – સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવું; unforgetful.
  • નટ-અભિનેતા; actor.
  • વિદ્વાન-પંડિત; learned.
  • આજીવિકા – જીવનનિર્વાહની કામગીરી; livelihood.
  • રિહર્સલ – નાટક ભજવવા અગાઉ કરેલો અભ્યાસ; rehearsal.
  • કારકિર્દી – કામને કારણે ઊભી થયેલી પ્રતિષ્ઠા; prestige, career.
  • ઓઝલ – પડદો; curtain. Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી
  • વેવિશાળ – સગપણ, સગાઈ; betrothal.
  • વ્યથા – શોક, પીડા; grief, pain.
  • જીવન સમર્પિત કરવું-જીવન અર્પણ કરવું; to dedicate life.
  • પ્રેક્ષક-જોનારો; spectator.
  • પરિવાર-કુટુંબ family.
  • અધ્યક્ષ – પ્રમુખ; president.
  • મંત્રી – પ્રધાન; minister.
  • ઉપાધ્યક્ષ – ઉપપ્રમુખ; ice-president.
  • નિસ્બત – સંબંધ, નાતો; relation.
  • પારદર્શક – જેની આરપાર દેખાય એવું, અહીં (સ્વચ્છ); transparent.
  • પુરસ્કાર – ઈનામ; award.
  • વિશિષ્ટ – વિશેષતાવાળું, અસાધારણ; extraordinary.
  • પ્રદાન – યોગદાન; contribution.
  • દાયકો – દસકો; decade.
  • અંતરંગ – નિકટનો; close.
  • પોતીકા-પોતાના; own.
  • પ્રેરક-પ્રેરણાદાયક; inspiring.
  • દીર્ધાયુ – લાંબું આયુષ્ય; long life.
  • ચિરવિદાય – મૃત્યુ, અવસાન; death.
  • ચિત્રપટ -ચલચિત્ર, ફિલ્મ; film.

Leave a Comment

Your email address will not be published.