GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો :
(1) વનસ્પતિમાં પ્રતિચાર અને પ્રાણીમાં પ્રતિચાર
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 12

(2) ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 13

(3) બૃહદ્મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 14

(4) વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 15

પ્રશ્ન 2.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો :
(1) ઉત્તેજનાની પ્રતિક્રિયા એ દરેક સજીવની લાક્ષણિકતા છે.
ઉત્તર:
બધા સજીવો તેમની ફરતે આવેલા વાતાવરણના ફેરફારોની અસરો અનુભવે છે અને તેની સામે વિવિધ પ્રતિક્રિયા દર્શાવે છે.

સજીવો ગરમી, ઠંડી, અવાજ, દુખાવા વગેરેની ઉત્તેજનાઓ સામે ઝડપી કે ધીમી પ્રતિક્રિયાઓ આપે છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો વડે અને પ્રાણીઓમાં ચેતાતંત્ર તેમજ અંતઃસ્ત્રાવી તંત્ર વડે આવી ઉત્તેજના સામે પ્રતિક્રિયાઓ અપાય છે. દા. ત., વનસ્પતિનું પ્રકાશ તરફ વળવું. મનુષ્યમાં ઠંડીમાં શરીરમાં ધ્રુજારી, ગરમીમાં પરસેવો થવો.

આમ, ઉત્તેજનાની પ્રતિક્રિયા એ દરેક સજીવની લાક્ષણિકતા છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(2) વનસ્પતિઓ પ્રાણીઓની જેમ તાત્કાલિક પ્રતિચાર આપતી નથી.
ઉત્તરઃ
ઉત્તેજનાની સામે બધા સજીવો પ્રતિચાર આપે છે. પરંતુ વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ ચેતાતંત્ર હોતું નથી. પ્રાણીની જેમ સંવેદન અંગો પણ હોતાં નથી. પ્રાણીઓમાં તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો બંનેનો ઉપયોગ થાય છે. જ્યારે વનસ્પતિઓ ફક્ત અંતઃસ્ત્રાવોના ઉપયોગથી સંવેદના અનુભવે છે. વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોનું પ્રસરણ ધીમેથી થાય છે. આથી વનસ્પતિઓમાં પ્રતિક્રિયા માટે વધારે સમય લાગે છે. તેથી તે પ્રાણીઓની જેમ તાત્કાલિક પ્રતિચાર આપતી નથી.

(3) વનસ્પતિનાં મૂળ પ્રકાશથી વિરુદ્ધ વૃદ્ધિ પામે છે.
ઉત્તર:
વનસ્પતિનાં મૂળ પાણી અને ગુરુત્વા ખેંચાણની દિશામાં હલનચલનનો પ્રતિચાર આપે છે. મૂળની ગુરુત્વા ખેંચાણની ઉત્તેજના | સામેનો પ્રતિચાર ધન ભૂ-આવર્તન છે, જ્યારે પાણીની ઉત્તેજના સામેનો પ્રતિચાર ધન જલાવર્તન છે.

આથી મૂળ પાણી અને ગુરુત્વા ખેંચાણની દિશામાં અર્થાત્ | પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે.

(4) મધ્યસ્થ ચેતાતંત્ર ખૂબ જ સુરક્ષિત હોય છે.
ઉત્તર:
મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુથી બનેલું છે.

મગજ પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર હોય છે. તે યાંત્રિક આંચકાઓ શોષી મગજને ગંભીર ઈજાઓથી બચાવે છે. આ ઉપરાંત, મગજ ખોપરી તરીકે ઓળખાતી મજબૂત અસ્થિઓની બનેલી પેટીમાં સુરક્ષિત હોય છે. કરોડરજુ કરોડસ્તંભ તરીકે ઓળખાતી લાંબી મજબૂત અસ્થિમય રચનામાં રક્ષાયેલું છે.

આથી મધ્યસ્થ ચેતાતંત્ર ખૂબ જ સુરક્ષિત હોય છે.

(5) અંગારા પર પગ પડતાં પગ એકાએક ઊંચકાઈ જાય છે.
ઉત્તર:
આ એક પરાવર્તી ક્રિયા છે. આ ઘટનામાં સંવેદી અંગ (પગની ચામડી) તરફથી સંવેદના સંવેદી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાં પ્રવેશે છે. કરોડરજ્જુમાં જ તેનું પૃથક્કરણ થાય છે અને ચાલક ચેતાતંતુ
વડે કાર્યકારી અંગના સ્નાયુને (પગના સ્નાયુને) સંદેશો પહોંચે છે અને ડે પગ એકાએક ઊંચકાઈ જાય છે.

(6) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો શરીરમાં બધાં સ્થાનોએ હોય છે.
ઉત્તર:
અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સાવ પામે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નલિકાવિહીન ગ્રંથિઓ છે. તેઓ રુધિર-પુરવઠાથી સમૃદ્ધ હોય છે. તેમાંથી સ્રાવ પામતા અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે. રુધિર શરીરમાં બધાં સ્થાનોએ પરિવહન પામતું હોવાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સવતા અંતઃસ્ત્રાવો શરીરમાં બધાં સ્થાનોએ હોય છે.

પ્રશ્ન 3.
આપેલી આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરી, તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો :
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 16
પ્રશ્નો :
(1) ‘a’ નિર્દેશિત રચના ઓળખો. તેનું કાર્ય જણાવો. (March 20)
(2) ‘b’ નિર્દેશિત રચના ઓળખો. તેનું કાર્ય જણાવો. (March 20)
(3) ‘c’ ઓળખો અને તે ક્યાંથી ઉદ્ભવે છે, તે જણાવો.
ઉત્તર:
(1) a–શિખાતંતુ
કાર્ય: તેના ટોચના છેડે માહિતી મેળવવામાં આવે છે.
(2) b– ચેતાંત
કાર્ય: ચેતાંત ભાગેથી રસાયણો મુક્ત થાય છે.
(3) c-અક્ષતંતુ, તે કોષકાયમાંથી ઉદ્ભવે છે.

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 17
પ્રશ્નો:
(1) ‘a’ નિર્દેશન ઓળખો અને તેનું કાર્ય જણાવો.
(2) મગજમાં કયા આલ્ફાબેટથી નિર્દેશિત ભાગમાં માહિતીનો સંગ્રહ થાય છે?
(3) ‘d’ નિર્દેશિત ભાગનાં બે કાર્ય જણાવો.
(4) ‘c’ ઓળખો. તેના દ્વારા ઝડપી પ્રતિચાર માટે નિર્માણ પામતી રચનાનું નામ આપો.
ઉત્તર:
(1) a–મસ્તક (મગજપેટી)
કાર્યઃ મગજનું રક્ષણ કરે છે.
(2) b– બૃહદ્મસ્તિષ્ક
(3) d– અનુમસ્તિષ્ક. તે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે.
(4) c-કરોડરજ્જુ. તેના દ્વારા ઝડપી પ્રતિચાર માટે પરાવર્તી 2 કમાન નિર્માણ પામે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 18
પ્રશ્નો:
(1) ‘a’ અને ‘b’નાં નામ અને સ્થાન જણાવો.
(2) ‘b’ નિર્દેશિત રચનાનાં બે કાર્ય જણાવો.
(3) કઈ સ્થિતિમાં ‘a’ ઉત્તેજિત થાય છે? તેમાંથી સવિત પદાર્થનું નામ આપો.
ઉત્તર:
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 19
(2) ‘b’ (સ્વાદુપિંડ)નાં કાર્યઃ (1) ઇસ્યુલિનનો સ્ત્રાવ કરી, = રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન, (2) સ્વાદુરસનો સાવ કરી, – પાચનમાં મદદરૂપ છે.
(3) ડર કે તણાવની સ્થિતિમાં ‘a’ (એડ્રીનલ ગ્રંથિ) ઉત્તેજિત = થાય છે અને એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે ? હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપો.
ઉત્તર:
સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે :

  1.  કેટલાંક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે. દા. ત., બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવે છે.
  2. હલનચલનનાં ઉદાહરણ દોડવું, રમવું, ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે.
  3. કેટલાંક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચારરૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે, ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગ(કૂટપાદ)નો ફેલાવો કરે છે. ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે.
  4. કેટલાંક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે.

પ્રશ્ન 2.
જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે?
ઉત્તર:
હલનચલન જીવંત સજીવોનું એક લક્ષણ છે.

  • ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાય છે.
  • પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચારરૂપે સજીવમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે.
  • હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે.
  • પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે.

પ્રશ્ન 3.
આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ?
ઉત્તર:
ત્વચા(ચામડી)માં સ્પર્શસંવેદના ગ્રાહીઓ આવેલા હોય છે.

  • ત્વચા સંવેદનાગ્રાહી અંગ છે.
  • ગરમ વસ્તુને અડકવાથી ઈજા / હાનિ થઈ શકે છે, પરંતુ ત્વચામાં સ્પર્શસંવેદના ગ્રાહીઓ હોય છે. તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે. તેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય છે.
  • તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવરૂપે હાથ પાછો ખેંચી લઈએ છીએ.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 4.
સંવેદનાગ્રાહીઓ (Receptors) શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓનાં ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર:
મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે.
આ સંવેદનાગ્રાહીઓ આપણાં સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે.
સંવેદનાગ્રાહીઓના પ્રકારઃ
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 1

પ્રશ્ન 5.
ઊર્મિવેગ (વિદ્યુત-આવેગો -Nervous impulses) કેવી રીતે શરીરમાં વહન પામે છે? સમજાવો.
ઉત્તર:
શરીરમાં ઊર્મિવેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 2

  1. ઊર્મિવેગનું સર્જનઃ સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ $ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે.
    • શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં 8 આવે છે.
    • આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિવેગ (વિદ્યુત-આવેગ) ઉત્પન્ન થાય છે.
  2. ઊર્મિવેગનું વહન: શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઊર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે.
    • આ ઊર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે.
  3. ચેતોપાગમ (Synapse): પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.
    • જ્યારે ઊર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતારસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઊર્મિવેગ ઉત્પન્ન કરે છે.
    • શરીરમાં ઊર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે.
    • અંતે, આ ઊર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે.

પ્રશ્ન 6.
આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો.
(1) સંવેદનાઓ કે સુચનાઓ ક્યાં ગ્રહણ થાય છે?
(2) સંવેદના સૂચના શામાંથી વિદ્યુત-આવેગ સ્વરૂપે વહન પામે છે?
(૩) આ ઊર્મિવેગ આગળ પ્રસરણ માટે ક્યા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે?
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 4
ઉત્તર:
ચેતાકોષની રચનાના ભાગો: – કોષકેન્દ્ર, b– કોષકાય, c– શિખાતંતુ, d-અક્ષતંતુ, e-ચેતાંત

  1. સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય છે.
  2. સંવેદના સૂચના શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી વિદ્યુત-આવેગ સ્વરૂપે વહન પામે છે.
  3. આ ઊર્મિવેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 7.
પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
પરાવર્તી ક્રિયાનો અર્થ : મગજનાં ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે.
અથવા
અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચારરૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા, જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. તેને પરાવર્તી ક્રિયા કહે છે.

પરાવર્તી ક્રિયાનાં ઉદાહરણ

  1. અજાણતા પિન ભોંકાતાં હાથ ઝડપથી પાછો ખેંચવો.
  2. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતાં દૂર લેવો.
  3. ઉધરસ, બગાસું, છીંક ખાવી.
  4. ઉરોદરપટલનું હલનચલન.
  5. ઘૂંટણને આંચકો લાગવો.
  6. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી.
  7. આંખના પલકારા.
  8. પસંદગીનાસ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોંમાં પાણી વળવું વગેરે.

પ્રશ્ન 8.
આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? સમજાવો.
ઉત્તર:
વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોના ઊર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે.

  • વિચાર કરવા માટેનાં કેન્દ્રો અગ્રમગજમાં આવેલાં છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા (સંવેદી) દ્વારા માહિતી મેળવે છે. વિચારકેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે. મગજમાંથી આ સૂચના ચેતા (પ્રેરક) દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે.
  • આમ, પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે.
  • પરાવર્તી ક્રિયામાં, સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઊર્મિવેગ-વહનનો સમય બચે છે. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ.

પ્રશ્ન 9.
પરાવર્તી કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો.
અથવા
ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે, તે સમજાવો.
ઉત્તર:
પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતહી (સંવેદી) ચેતા અને બહિર્વાહી (પ્રેરક કે ચાલક) ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે.
અથવા
પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે; તેને પરાવર્તી કમાન કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 5
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 6
આમ, સંવેદી અને ચાલક સંદેશાની કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે.

પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે: ધારો કે, ભૂલથી કે અજાણતાં કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે, તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે.

આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઊર્મિવેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતાં હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ, સંવેદી અંગ(ગ્રાહી અંગ)થી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે. આ ક્રિયા પરાવર્તી ક્રિયા છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 10.
પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે? સમજાવો.
ઉત્તર:
પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્રિકાસ પામી છે, કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી નથી.

  • મોટા ભાગનાં પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે.
  • આથી વાસ્તવિક વિચારક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન વિકાસ પામી છે.
  • આ ઉપરાંત, જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય, તોપણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન હોય છે.

પ્રશ્ન 11.
જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે, ત્યારે શરીર-સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું છે?
ઉત્તર:
જ્યારે શરીરને ત્વરિત / એકાએક પ્રતિચારની જરૂર પડે, ત્યારે શરીર-સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યા ઉકેલે છે.

  1. પરાવર્તી કમાન પૂર્વસંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે.
  2. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાતી નથી.
  3. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે.
  4. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઊર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી.

પરાવર્તી કમાન જોડાણ: ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી કમાન જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું છે. જુઓ આકૃતિ 7.3.

પ્રશ્ન 12.
મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેનાં સામાન્ય કાર્ય જણાવો.
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 7
સામાન્ય કાર્યો

  1. CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા | માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે.
  2. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે.
  3. મગજ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે.
  4. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને : વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે.
  5. પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS અને શરીરનાં અંગો વચ્ચે જોડાણ રચે છે.

માહિતી માટે
અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર અનૈચ્છિક (સ્વયંવર્તી) ચેતાતંત્રની રચના કરે છે. તે શરીરની અંદરનાં અનૈચ્છિક અંગો સાથે જોડાયેલું હોય છે.

પ્રશ્ન 13.
(1) મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. અથવા સમજાવો : માનવમગજ
ઉત્તર:
મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો કે વિસ્તારો છે:
(1) અગ્રમગજ,
(2) મધ્યમગજ અને
(3) પશ્ચમગજ.
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 8

  1. અગ્રમગજ તે મુખ્યત્વે બૃહદ્મસ્તિષ્ક ધરાવતો અને તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે.
    • અગ્રમગજમાં શ્રવણ, ઘાણ, દષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે.
    • તેમાં સહનિયમન માટેનાં સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે.
    • માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતાં પ્રેરક ચાલક) કેન્દ્રો આવેલાં છે.
    • તેમાં અલગ ભાગ તરીકે ભૂખ-સંબંધિત કેન્દ્ર હોય છે.
  2. મધ્યમગજ તે ચતુષ્કાય મગજનો મધ્યભાગ છે. તેમાં દષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાનાં કેન્દ્રો આવેલાં છે.
  3. પશ્ચમગજ: પોન્સ (સેતુ), લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્ચમગજના ભાગ છે.
    અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્રાવ, ઊલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે.
    અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(2) નીચે આપેલ ક્રિયાઓને તેનાં નિયંત્રણ-કેન્દ્રો મુજબ : અગ્રમગજ અને પશ્ચમગજમાં વર્ગીકૃત કરો:
(i) શ્રવણ
(ii) લાળરસનું ઝરવું
(iii) રુધિરનું દબાણ
(iv) દષ્ટિ
(v) ઘાણ
(vi) ઊલટી થવી
ઉત્તર:
અગ્રમગજ: (i) શ્રવણ (iv) દષ્ટિ (v) ઘાણ
પશ્ચમગજ : (ii) લાળરસનું ઝરવું (iii) રુધિરનું દબાણ (vi) ઊલટી થવી

પ્રશ્ન 14.
મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે?
ઉત્તર:
મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે.
મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ – છે. તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે.

મગજ મસ્તક (Cranium) તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે. મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો હોય છે. મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી (મસ્તિષ્ક મેરુજળ) આવેલું હોય છે. તે આંચકા સામે રક્ષણ આપે છે.

કરોડરજુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે.

પ્રશ્ન 15.
ચેતાપેશીનું કાર્ય શું છે? સ્નાયુપેશી ચેતા-ઊર્મિવેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે?
ઉત્તર:
ચેતાપેશીનું કાર્ય તે સંવેદી અંગોના પ્રાણીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે. મગજમાં માહિતીનું પૃથક્કરણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો નિર્ણય તૈયાર થાય છે. તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે.

સ્નાયુપેશીનો ચેતા-ઊર્મિવેગ પ્રત્યે પ્રતિચાર જ્યારે ઊર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે, ત્યારે સ્નાયુતંતુનું હલનચલન થાય છે. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે. સ્નાયુકોષો તેમનો આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. સ્નાયુકોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે. તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ-આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આ રીતે સ્નાયુપેશી ચેતા-ઊર્મિવેગના પ્રતિચારરૂપે હલનચલન પામે છે.

પ્રશ્ન 16.
વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો.
ઉત્તર:
વનસ્પતિઓમાં બે વિવિધ પ્રકારનાં હલનચલન જોવા મળે છે:
(1) વૃદ્ધિ આધારિત હલનચલનઃ જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે.
અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે, તો આ ગતિ પ્રદર્શિત થતી નથી.

(2) વૃદ્ધિથી મુક્ત હલનચલન : જ્યારે લજામણી(મિમોસા – Mimosa કુળની વનસ્પતિ)નાં પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી બિડાઈ જાય છે. આ વનસ્પતિનાં પણ સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી પ્રતિચાર આપે છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી.

પ્રશ્ન 17.
સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે?
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 9
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 10
સંવેદનશીલ છોડ લજામણી સ્પર્શનો પ્રતિચાર દશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ હોય છે.

સંવેદનશીલ વનસ્પતિ લજામણીનાં પર્ણોને સ્પર્શ કરવામાં આવે, તો તેનાં પણ ઝડપથી બિડાઈ જાય છે.

તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુકોષો ન હોવા છતાં, વનસ્પતિકોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે કે સંકોચાય છે. પરિણામે હું પણ વિસ્તૃત થાય કે બિડાઈ જાય છે.

આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી, પ્રતિચારરૂપે પણનું હલનચલન દર્શાવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 18.
વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી છે રીતે અલગ પડે છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી નીચેની – રીતે અલગ પડે છે:

  1. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના ડે નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું નથી.
  2. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આમ છતાં, વનસ્પતિકોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે.
  3. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી. આમ છતાં, વનસ્પતિકોષો વીજ-આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે.

પ્રશ્ન 19.
વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો.
ઉત્તર:
વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર છે સૂત્રો(Tendrils)ની મદદથી ઉપર ચઢે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે.

જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે, ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી. પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રે રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે છે.

વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય સદિશ હોય છે અને ઉત્તેજના છે સામે ધીમો પ્રતિચાર આપે છે.

પ્રશ્ન 20.
આવર્તન(Tropism)નો અર્થ શું છે? ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય, તેને આવર્તન કહે છે.

ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય, તો તેને ધન આવર્તન અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય, તો તેને ઋણ આવર્તન કહે છે.

ઉત્તેજના પ્રેરતાં પરિબળઃ પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ ઉત્તેજના પ્રેરતાં સામાન્ય પરિબળ છે.

વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકારોઃ

  1. પ્રકાશાવર્તન (ફોટોટ્રોપિઝમ) : પ્રકાશની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે.
    ઉદાહરણ મૂળતંત્ર ત્રણ પ્રકાશવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે.
  2. ભૂ-આવર્તન (જીઓટ્રોપિઝમ) : ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ-આવર્તન કહે છે.
    ઉદાહરણઃ મૂળતંત્ર ધન ભૂ-આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ-આવર્તન દર્શાવે છે.
  3. જલાવર્તન (હાઈડ્રોટ્રોપિઝમ): પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે.
    ઉદાહરણ મૂળતંત્ર ધન જલાવર્તન અને પ્રકાંડ ઋણ જલાવર્તન દર્શાવે છે.
  4. રસાયણાવર્તન (કેમોટ્રોપિઝમ) ચોક્કસ રસાયણની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહે છે.
    ઉદાહરણ: ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણાવર્તન કહે છે.
  5. સ્પર્શાવર્તન (થિગ્યોટ્રોપિઝમ): આધારના સ્પર્શની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહે છે.
    ઉદાહરણઃ વનસ્પતિનાં સૂત્રોગો આધારની ફરતે કુંતલાકાર વીંટળાય છે. તેને ધન સ્પર્શાવર્તન કહે છે.

પ્રશ્ન 21.
વિધાન સમજાવોઃ વીજ-આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે.
ઉત્તર:
ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ-આવેગ ઉપયોગી છે. તે સંકલન માટે ઉત્તમ સાધન છે.
ચેતાતંતુમાં વીજ-આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે અને તે છે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે.
પરંતુ વીજ-આવેગોની મર્યાદાઓ નીચે મુજબ છે :

  1. વીજ-આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની ) સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે.
  2. પ્રાણીશરીરના દરેક કોષનું સંકલન વીજ-આવેગ વડે થઈ શકતું નથી.
  3. ચેતાકોષો વીજ-આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજઆવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય લે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 22.
ટૂંકમાં સમજાવો: રાસાયણિક સંદેશાવ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન
ઉત્તર:
પ્રાણીશરીરના દરેક કોષ સુધી ઊર્મિવેગ પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંદેશાવહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે.

  1. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો (રાસાયણિક સંયોજકો) કહે છે.
  2. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય, તેમાં પ્રસરણ પામે છે.
  3. અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે.
  4. અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે.
  5. વીજ-આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે.
  6. અંતસ્રાવના સંશ્લેષણ-સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે.

પ્રશ્ન 23.
વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણવો. અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવોનાં નામ અને તેની અસરો જણાવો.
ઉત્તર:
વનસ્પતિ અંતઃસ્ત્રાવોઃ તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે.
તેમનું સંશ્લેષણ-સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે.
(i) વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવોઃ

  • ઑક્ઝિનઃ તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય, ત્યારે ઑક્ઝિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઑક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ, ઑક્ઝિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે.
  • જીબરેલિનઃ તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.
  • સાયટોકાઇનિન ઝડપી કોષવિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે.
    તે કોષવિભાજનને પ્રેરે છે.

(ii) વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ:
ઍબ્લિસિક ઍસિડ તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે. તેની અસરથી પણ કરમાઈ જાય છે.

પ્રશ્ન 24.
‘લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? શરીરમાં તેની અસરો લખો.
ઉત્તર:
શરીર જ્યારે ‘લડવાની કે દોડવાની ક્રિયા’ની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સવે છે.

એડ્રીનાલિનની અસરોઃ

  1. હૃદયના ધબકારા વધે છે. પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઑક્સિજનનો પુરવઠો મળે છે.
  2. પાચનતંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતાં ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. આ રૂધિરની દિશા આપણા કંકાલસ્નાયુ તરફ પ્રવાહિત થાય છે.
  3. ઉરોદરપટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસનદર વધે છે.

આ બધા પ્રતિચાર પ્રાણીશરીરને ‘લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે.

પ્રશ્ન 25.
પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :

  1. તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સાવ પામતાં ચોક્કસ રાસાયણિક સંયોજનો છે.
  2. તે રાસાયણિક સંદેશાવાહકો છે.
  3. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે.
  4. તે રુધિર દ્વારા વહન પામે છે.
  5. તે ખૂબ અલ્પ માત્રામાં સૂવે છે. તેનો વધારે સ્ત્રાવ કે ઊણપ ચોક્કસ અનિયમિતતા / ખામી સર્જે છે.

પ્રશ્ન 26.
મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો.
ઉત્તર:
મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ (1) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH) અને (2) થાઇરૉક્સિન છે.

  • વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (GH-Growth Hormone) તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સવે છે. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે.
  • થાઇરૉક્સિન તે થાઇરૉઇડ ગ્રંથિમાંથી સૂવે છે. તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. તે કાબૉદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 27.
મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા / ખામીઓ સમજાવો.
ઉત્તર:
અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સૂવે છે. તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે (વધારે સાવ કે ઊણપના કારણે) ખામીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે :

  1. વધારે ઊંચાઈઃ વૃદ્ધિ અંતઃસાવ(GH)ના વધારે સાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે.
  2. વામનતા બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃ સ્ત્રાવ(GH)ની ઊણપથી વામનતા(નાના કદ કે ઠીંગણા)ની સ્થિતિ સર્જાય છે.
  3. ગૉઇટરઃ આપણા આહારમાં આયોડિનની ઊણપ થાઇરૉક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગૉઇટર થાય છે. થાઇરૉઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફુલેલી ગરદન જોવા મળે છે.
  4. મધુપ્રમેહ (ડાયાબિટીસ): જો ઇસ્યુલિનનો સાવ પૂરતા પ્રમાણમાં ન થાય, તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. તેના કારણે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થાય છે.

પ્રશ્ન 28.
અંતઃસ્ત્રાવના સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ (Feedback mechanism) સમજાવો.
ઉત્તર:
શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સાવ થવો જરૂરી છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે, તો તેના કાર્ય પર અસર થાય છે.

આથી અંતઃસ્ત્રાવની સાવક્રિયાનું નિયમન કરવા એક ક્રિયાવિધિ જરૂરી છે. શરીરમાં સવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી થાય છે.

ઉદાહરણ : જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે અને પ્રતિચારરૂપે ઇસ્યુલિનનો વધારે સાવ કરે છે. ઇસ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇસ્યુલિનનો સાવ ઓછો થઈ જાય છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
(1) ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં નિયંત્રણ અને સહનિયમન કરતાં બે તંત્રોનાં નામ આપો.
ઉત્તર:
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં નિયંત્રણ અને સહનિયમન કરતાં બે તંત્રો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે.

(2) ચેતાકોષના ત્રણ ભાગનાં નામ લખો.
ઉત્તર:
ચેતાકોષના ભાગઃ કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુ.

(3) માનવમગજના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ ભાગનું નામ લખો.
ઉત્તર:
માનવમગજનો સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ ભાગ બૃહસ્તિષ્ક છે.

(4) અનુમસ્તિષ્કનું કોઈ પણ એક કાર્ય લખો.
ઉત્તર:
અનુમસ્તિષ્ક શારીરિક હલનચલન ક્રિયાનું સંકલન કરી શરીરનું સમતોલપણું જાળવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(5) લંબમજ્જાનું કાર્ય જણાવો.
ઉત્તર:
લંબમજ્જાનું કાર્યઃ વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ શ્વાસોચ્છવાસ, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ તથા અન્નમાર્ગની લયમય ગતિ જાળવે છે.

ઉધરસ, છીંક, હેડકી, ઊલટી વગેરે પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે.

(6) ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ આપો.
ઉત્તર:
ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ છે.

(7) પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્ત્રાવનું નામ આપો.
ઉત્તર:
પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ GH (ગ્રોથ હોર્મોન – વૃદ્ધિ અંતઃસ્ત્રાવ) છે.

(8) પાણીના વ્યયને કારણે વનસ્પતિના ભાગનું હલનચલન થતું હોય તેવું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
લજામણી

(9) મૂળ ગુરુત્વાકર્ષણનો શું પ્રતિચાર આપે છે? આ ઘટના કઈ છે?
ઉત્તરઃ
મૂળ ગુરુત્વાકર્ષણનો ધન પ્રતિચાર આપે છે. આ ઘટના ધન ભૂ-આવર્તન છે.

(10) પ્રકાંડ પ્રકાશનો શું પ્રતિચાર આપે છે? આ ઘટના કઈ છે?
ઉત્તર:
પ્રકાંડ પ્રકાશનો ધન પ્રતિચાર આપે છે. આ ઘટના ધન પ્રકાશાવર્તન છે.

(11) ઊર્મિવેગ એટલે શું?
ઉત્તરઃ
ચેતાતંતુઓમાં માહિતીનું વહન વીજ-રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે, તેને ઊર્મિવેગ કહે છે.

(12) રસસંવેદી ગ્રાહીઓ એટલે શું? તે ક્યાં આવેલા છે?
ઉત્તર:
સ્વાદની ઓળખ કરતા ગ્રાહીઓને રસસંવેદી ગ્રાહીઓ કહે છે. તે જીભની સપાટી પર આવેલા છે.

(13) ચેતાપેશી શાની બનેલી છે? તેની વિશિષ્ટ ક્ષમતા કઈ છે?
ઉત્તર:
ચેતાપેશી ચેતાકોષોની આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે. તેની વિશિષ્ટ ક્ષમતા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વીજ-આવેગ દ્વારા સૂચનાનું વહન કરવાની છે.

(14) રક્ષણ માટે થતાં હલનચલનનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
રક્ષણ માટે થતાં હલનચલનઃ (1) આંખ પર તીવ્ર પ્રકાશ છે આપાત થતાં કીકીનું સંકોચન થવું. (2) ગરમ વસ્તુનો સ્પર્શ થતાં હાથ તરત પાછો ખેંચી લેવો.

(15) પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે?
ઉત્તર:
પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ છે.

(16) અગ્રમગજ(બૃહદ્મસ્તિષ્ક)માં કયા અલગ અલગ વિસ્તારો આવેલા છે?
ઉત્તર:
અગ્રમગજ(બૃહમસ્તિષ્ક)માં શ્રવણ, વાસ, દશ્ય વગેરે રે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા છે.

(17) વિચાર કરવો જટિલ ક્રિયા શા માટે કહેવાય છે?
ઉત્તર:
વિચાર કરવો જટિલ ક્રિયા છે, કારણ કે તેમાં ઘણા બધા ચેતાકોષોના ઘણા ઊર્મિવેગની જટિલ આંતરક્રિયાઓ સંકળાયેલી છે.

(18) આપણને કેવી રીતે ખબર પડે કે આપણે પૂરતા પ્રમાણમાં ભોજન આરોગ્યું છે?
ઉત્તરઃ
આપણા અગ્રમગજમાં એક ભાગરૂપે ભૂખ-સંબંધિત કેન્દ્ર છે. તેને ભોજનથી ભરેલા પેટની સંવેદના મળતાં, પૂરતું ભોજન આરોગ્યું છે તેની આપણને ખબર પડે છે.

(19) પશ્ચમગજના લંબમજ્જા વડે કઈ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે?
ઉત્તર:
પશ્ચમગજના લંબમજ્જા વડે રુધિરનું દબાણ, લાળરસનો સાવ, ઊલટી થવી વગેરે અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય છે.

(20) પ્રાણીઓના સ્નાયુતંતુ કેવી રીતે હલનચલન કરે છે?
ઉત્તર:
જ્યારે ચેતા-ઊર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે અને સ્નાયુ { ઉત્તેજના મેળવે ત્યારે સ્નાયુતંતુ હલનચલન કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(21) સ્નાયુકોષ કેવી રીતે હલનચલન પામે છે?
ઉત્તર:
સ્નાયુકોષ તેમના આકારમાં ફેરફાર કરી, એટલે કે ટૂંકા અથવા લાંબા થઈ હલનચલન પામે છે.

(22) સ્નાયુકોષો શાથી તેમનો આકાર બદલે છે?
ઉત્તરઃ
સ્નાયુકોષોમાં આવેલા વિશિષ્ટ પ્રોટીનના આકાર અને – ગોઠવણીમાં ફેરફાર થવાથી સ્નાયુકોષો તેમનો આકાર બદલે છે.

(23) લજામણીનાં પર્ણો સ્પર્શની ઉત્તેજનાનો કેવો પ્રતિચાર દર્શાવે છે?
ઉત્તર:
લજામણીનાં પણ સ્પર્શની ઉત્તેજનાથી નીચેની તરફ ઝડપથી બિડાઈ જવાનો પ્રતિચાર દર્શાવે છે.

(24) અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશકો શા માટે કહેવાય છે?
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશકો કહેવાય છે, કારણ કે તે શરીરની જૈવિક ક્રિયાઓનું નિયમન કરતા સંદેશા રસાયણો સ્વરૂપે ‘ લઈ જાય છે.

(25) કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અવરોધે છે? તેની અસર જણાવો.
ઉત્તર:
ઍબ્લિસિક ઍસિડ વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે. તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે.

(26) ઉચ્ચ પ્રાણીઓમાં વીજ-આવેગો સાથે રાસાયણિક સંદેશા શા માટે જરૂરી છે?
ઉત્તર:
ઉચ્ચ પ્રાણીઓમાં ફક્ત જે કોષો સાથે ચેતાપેશી જોડાયેલી હોય, તેમાં જ વીજ-આવેગો ઝડપી પ્રતિચાર પ્રેરે છે. જ્યારે રાસાયણિક સંદેશા શરીરના દરેક કોષ સુધી પ્રસરી શકે છે.

(27) આપણા શરીરમાં કોના વડે નિયંત્રણ અને સંકલન માટે બીજો પથ (માર્ચ) રચાયેલો છે?
ઉત્તરઃ
આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સાવ પામતા અંતઃસ્ત્રાવો વડે નિયંત્રણ અને સંકલન માટે બીજો પથ (માર્ગ) રચાયેલો છે.

(28) ઑક્ઝિનનું સંશ્લેષણ ક્યાં થાય છે અને તે ક્યાં પ્રસરણ પામે છે?
ઉત્તર:
ઑક્ઝિનનું સંશ્લેષણ વનસ્પતિના પ્રરોહના અગ્રભાગે થાય છે અને તે પ્રરોહના પ્રકાશથી દૂર રહેલા ભાગ તરફ પ્રસરણ પામે છે.

(29) છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઊગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? (August 20)
ઉત્તરઃ
છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઊગવા માટે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જવાબદાર છે.

(30) ચેતાતંત્રના પ્રતિચારને કઈ કઈ ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે?
ઉત્તર:
ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવો :
(1) ઉત્તેજના
ઉત્તર:
જીવંત સજીવો(વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો વગેરે)ની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો, જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે, તેને ઉત્તેજના કહે છે.

(2) પ્રતિચાર
ઉત્તર:
બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે છે, તેને પ્રતિચાર (પ્રતિક્રિયા) કહે છે.

(૩) સંકલન
ઉત્તર:
ઉત્તેજનાની સામે શરીરનાં વિવિધ અંગો ભેગા મળી પદ્ધતિસર કાર્યો કરે છે અને બાહ્ય ઉત્તેજના સામે યોગ્ય પ્રતિચાર દર્શાવે છે, તેને સંકલન કહે છે.

(4) આવર્તન
ઉત્તર:
વનસ્પતિનાં અંગોમાં પ્રેરાતું વૃદ્ધિ આધારિત હલનચલન જો બાહ્ય પરિબળ પ્રત્યેના સદિશ (ચોક્કસ દિશામાં) પ્રતિચાર તરીકે હોય, તો તેને આવર્તન કહે છે.

(5) અંતઃસ્ત્રાવ
ઉત્તર:
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી અલ્પ માત્રામાં સ્ત્રાવ પામતા રાસાયણિક સંદેશકો, જે સીધા રુધિરમાં ભળી કાર્યસ્થાને વહન પામે છે, તેને અંતઃસ્ત્રાવ કહે છે.

(6) અંતઃસ્ત્રાવી ગ્રંથિ
ઉત્તર:
અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી નલિકાવિહીન ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે.

(7) ગ્રાહીઓ (Receptors)
ઉત્તર:
બાહ્ય પર્યાવરણમાંથી ઉત્તેજના મેળવતી વિશિષ્ટ રચનાઓને ગ્રાહીઓ કહે છે.

(8) મધ્યસ્થ ચેતાતંત્ર
ઉત્તરઃ
મગજ અને કરોડરજ્જુ વડે બનેલા અને નિયંત્રણ તેમજ : સંકલનનું કાર્ય કરતા તંત્રને મધ્યસ્થ ચેતાતંત્ર કહે છે.

(9) પરાવર્તી કમાન
ઉત્તરઃ
જુઓ “પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 9નો ઉત્તર.

(10) ચેતોપાગમ
ઉત્તર:
પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરો :
(1) …………………….. ના ઉપયોગથી વનસ્પતિ પર્યાવરણીય ફેરફારો સામે તેમના પ્રતિચારનું સંકલન કરે છે.
ઉત્તર:
અંતઃસ્ત્રાવો

(2) …………………….. ના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી.
ઉત્તર:
ચેતાતંત્ર

(3) વનસ્પતિનો વૃદ્ધિ-અવરોધક અંતઃસ્ત્રાવ ………………….. છે.
ઉત્તર:
ઍબ્લિસિક ઍસિડ

(4) પ્રકાંડ …………………….. ભૂ-આવર્તન અને ………………………. પ્રકાશાવર્તન દર્શાવે છે.
ઉત્તર:
ઋણ, ધન

(5) વટાણાનાં સૂત્રોગો ………………….. નું ઉદાહરણ છે.
ઉત્તર:
સ્પર્શાવર્તન

(6) વ્રાણગ્રાહી એકમો ……………………….. ની સંવેદના ઓળખી શકે છે.
ઉત્તર:
ગંધ (વાસ)

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(7) રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન …………………. અંતઃસ્ત્રાવ કરે છે. (August 20)
ઉત્તર:
ઇસ્યુલિન

(8) મગજનો ……………………. ભાગ શીખવાની ક્રિયા અને ……………….. ભાગ યાદ રાખવાની ક્રિયા માટે જવાબદાર છે.
ઉત્તર:
અનુમસ્તિષ્ક, બૃહદ્મસ્તિષ્ક

(9) લજામણીના પર્ણના કોષો તેમના ……………………… માં ફેરફાર કરી, ફૂલીને કે સંકોચન પામીને તેમનો આકાર બદલે છે.
ઉત્તર:
પાણીના પ્રમાણ

(10) સાયટોકાઇનિન વનસ્પતિમાં ………………………..ને ઉત્તેજે છે.
ઉત્તર:
કોષવિભાજન

(11) ………………………….. અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે.
ઉત્તર:
એડીનાલિન

(12) સાવ પામતા અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ ……………………. દ્વારા થઈ શકે છે.
ઉત્તર:
પુનઃનિર્માણ ક્રિયાવિધિ

(13) આપણા આહારમાં …………………….. ની ઊણપથી ગૉઇટર રોગ થાય છે. (March 20)
ઉત્તર:
આયોડિન

પ્રશ્ન 4.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો ?
(1) ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્ચમગજ વડે નિયંત્રિત હોય છે.
ઉત્તર:
ખરું

(2) પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. (March 20)
ઉત્તર:
ખોટું

(3) પરિઘવર્તી ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગો વચ્ચેનું જોડાણ મધ્યસ્થ ચેતાતંત્ર વડે સરળતાથી થાય છે.
ઉત્તર:
ખોટું

(4) ચેતાસ્નાયુસંધાન એ ચેતાંતો અને સ્નાયુતંતુ વચ્ચે ચેતોપાગમ જેવો અવકાશ છે.
ઉત્તર:
ખરું

(5) જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે ઘાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે.
ઉત્તર:
ખરું

(6) ઊર્મિવેગના વહન માટે ચેતાકોષોમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે.
ઉત્તર:
ખોટું

(7) લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે.
ઉત્તર:
ખરું

(8) સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી છે.
ઉત્તર:
ખોટું

(9) લજામણીના છોડમાં ચેતાતંત્ર અને કોઈ સ્નાયુપેશી ન હોવા છતાં તે સ્પર્શની સંવેદના ઓળખી શકે છે.
ઉત્તર:
ખરું

(10) જીબરેલિન વનસ્પતિને વૃદ્ધિ અવરોધવાના સંકેત આપે છે.
ઉત્તર:
ખોટું

(11) GHના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે.
ઉત્તર:
ખરું

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(12) વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે.
ઉત્તર:
ખરું

(13) લાળરસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. (August 20)
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
જોડકાં જોડો :
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 20
ઉત્તર:
(1 → c), (2 → d), (3 → a), (4 → b).

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 21
ઉત્તર:
(1 → b), (2 → a), (3 → d), (4 → c).

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 22
ઉત્તર:
(1 → d), (2 → c), (3 → b), (4 → a).

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 23
ઉત્તર:
(1 → b), (2 → d), (3 → a), (4 → c).

પ્રશ્ન 6.
ગ્રાફ – આકૃતિ આધારિત પ્રશ્નો:
1. નીચેના પૈકી કઈ આકૃતિ સાચી છે? શા માટે?
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 24
ઉત્તર:
આકૃતિ (a) સાચી છે, કારણ કે મૂળ ધન ભૂ-આવર્તન દર્શાવે છે અને પ્રરોહ ઋણ ભૂ-આવર્તન દર્શાવે છે.

2. ઉષ્મા સંવેદનાના ઊર્મિવેગનો પથ દર્શાવતી આકૃતિમાં (a), (b), (c) અને (d)નાં નામનિર્દેશન આપો:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 25
ઉત્તર :
(a) સંવેદી ચેતાકોષ
(b) પૃથક્કરણીય ચેતાકોષ
(c) ચાલક ચેતાકોષ
(d) હાથના સ્નાયુ (પ્રતિચારક)

3. નીચેની આકૃતિમાં (a), (b), (C) અને (d)નાં નામનિર્દેશન કરો અને તે પૈકી કોઈ બેમાંથી સવતા અંતઃસ્ત્રાવનાં એક-એક નામ આપો:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 26
ઉત્તર:
(a) પિનીયલ ગ્રંથિ – મેલાટોનિન અંતઃસ્ત્રાવ
(b) પિટ્યુટરી ગ્રંથિ – વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
(c) થાઇરૉઇડ ગ્રંથિ – થાઇરૉક્સિન
(d) થાયમસ ગ્રંથિ – થાયમોસિન

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

4. તંદુરસ્ત વ્યક્તિ કે જેનો આહાર મીઠાઈથી સમૃદ્ધ છે. તેનો જમ્યા પછી ફેરફાર દર્શાવતો એક ગ્રાફ દર્શાવ્યો છે.
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 27
આ ગ્રાફ પરથી તમે શું સમજાવશો?
ઉત્તર:
જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે, ત્યારે સ્વાદુપિંડ વધારે ઇસ્યુલિન મુક્ત કરીને રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે ત્યારે પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ દ્વારા ઇસ્યુલિનનો સ્ત્રાવ ઘટે છે.

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
1. છોડના મૂળ શું દર્શાવે છે?
A. ધન પ્રકાશાવર્તન, પરંતુ ઋણ ભૂ-આવર્તન
B. ઋણ ભૂ-આવર્તન, પરંતુ ત્રણ પ્રકાશાવર્તન
C. ત્રણ પ્રકાશાવર્તન, પરંતુ ધન જલાવર્તન
D. ત્રણ જલાવર્તન, પરંતુ ધન પ્રકાશાવર્તન
ઉત્તર:
C. ત્રણ પ્રકાશાવર્તન, પરંતુ ધન જલાવર્તન

2. નીચે આકૃતિમાં એક છોડ દર્શાવેલ છે, જેને એક જ બાજુએથી પ્રકાશ મળે છે. અહીં છોડ કઈ લાક્ષણિકતા દર્શાવે છે?
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 28
A. ઉત્સર્જન અને વૃદ્ધિ
B. પ્રતિચાર અને પ્રજનન
C. વૃદ્ધિ અને પ્રતિચાર
D. પ્રજનન અને પોષણ
ઉત્તર:
C. વૃદ્ધિ અને પ્રતિચાર

3. પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ તેનું ……………. છે.
A. પ્રકાશાવર્તન
B. જલાવર્તન
C. ભૂ-આવર્તન
D. રસાયણાવર્તન
ઉત્તર:
D. રસાયણાવર્તન

4. કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે?
A. એડ્રીનાલિન
B. ઑક્ઝિન
C. થાઇરૉક્સિન
D. ઇસ્યુલિન
ઉત્તર:
C. થાઇરૉક્સિન

5. નીચેનામાંથી કયો અંતઃસાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે?
A. ટેસ્ટોસ્ટેરોન
B. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
C. એડ્રીનાલિન
D. ઇસ્યુલિન
ઉત્તર:
C. એડ્રીનાલિન

6. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે?
A. ઇસ્ટ્રોજન
B. એડ્રીનાલિન
C. ટેસ્ટોસ્ટેરોન
D. પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
C. ટેસ્ટોસ્ટેરોન

7. માનવશરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી?
A. એડ્રીનલ
B. પિટ્યુટરી
C. શુક્રપિંડ
D. અંડપિંડ
ઉત્તર:
B. પિટ્યુટરી

8. નીચેનામાંથી કયું માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે?
A. બૃહસ્તિષ્ક
B. અનુમસ્તિષ્ક
C. લંબમજ્જા
D. સેતુ
ઉત્તર:
B. અનુમસ્તિષ્ક

9. નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેનાં પણ દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે?
A. સૂર્યમુખી
B. વટાણા
C. લજામણી
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. લજામણી

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

10. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?
અથવા
રુધિરદાબનાં નિયામકી કેન્દ્રો ક્યાં આવેલાં છે?
A. બૃહસ્તિષ્ક
B. લઘુમસ્તિષ્ક
C. મધ્યમગજ
D. લંબમજા
ઉત્તર:
D. લંબમજા

11. નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ છે?
A. ઑક્ઝિન
B. જીબરેલિન
C. સાયટોકાઇનિન
D. ઍબ્લિસિક ઍસિડ
ઉત્તર:
A. ઑક્ઝિન, B. જીબરેલિન

12. ઊર્મિવેગ (વિદ્યુત-આવેગ) કોના દ્વારા કોષકાયમાં પ્રવેશે છે?
A. શિખાતંતુ
B. અક્ષતંતુ
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. શિખાતંતુ

13. માનવમગજનો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ કયો છે?
A. લંબમજ્જા
B. અનુમસ્તિષ્ક
C. હાઇપોથેલેમસ
D. બૃહદ્મસ્તિષ્ક
ઉત્તર:
D. બૃહદ્મસ્તિષ્ક

14. રુધિરદબાણ, ઊલટી, લાળરસના સાવની ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે?
A. લંબમજ્જા
B. અનુમસ્તિષ્ક
C. હાઇપોથેલેમસ
D. બૃહદ્મસ્તિષ્ક
ઉત્તર:
A. લંબમજ્જા

15. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે?
A. એડીનાલિન
B. ઇસ્ટ્રોજન
C. ઇસ્યુલિન
D. થાઇરૉક્સિન
ઉત્તર:
C. ઇસ્યુલિન

16. શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે?
A. લંબમજ્જામાં
B. કરોડરજ્જુમાં
C. સેતુમાં
D. હૃદયમાં
ઉત્તર:
B. કરોડરજ્જુમાં

17. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્રનું મુખ્ય કાર્ય કર્યું છે?
A. સંકલન
B. સંયોજન
C. નિયામકી
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. સંકલન

18. સ્ત્રીમાં કયો અંતઃસાવ રજોસાવનું નિયમન કરે છે?
A. ટેસ્ટોસ્ટેરોન
B. ઇસ્ટ્રોજન
C. થાઇરૉક્સિન
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ઇસ્ટ્રોજન

19. ખિસકોલીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ ગ્રંથિ સાવ માટે ઉત્તેજિત થાય છે?
A. એડ્રીનલ
B. પિયૂટરી
C. થાઇરૉઇડ
D. હાઈપોથેલેમસ
ઉત્તર:
A. એડ્રીનલ

20. “અજાણતાં ગુલાબનો કાંટો વાગતાં હાથ પાછો ખેંચાવો’ કઈ ક્રિયા છે?
A. સ્વયંવર્તી ક્રિયા
B પરાવર્તી ક્રિયા
C. સ્પર્ધાનુવર્તી ક્રિયા
D. ઐચ્છિક ક્રિયા
ઉત્તર:
B પરાવર્તી ક્રિયા

21. હાઇપોથેલેમસ કોનો ભાગ છે?
A. અગ્રમગજ
B. કરોડરજ્જુ
C. સ્નાયુપેશી
D. અનુમસ્તિષ્ક
ઉત્તર:
A. અગ્રમગજ

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

22. રિલીઝિંગ હોર્મોનનો સાવ કોણ કરે છે?
A. પિટ્યુટરી ગ્રંથિ
B. હાઇપોથેલેમસ
C. સ્વયંવર્તી ચેતાતંત્ર
D. થાઇરૉઇડ ગ્રંથિ
ઉત્તર:
B. હાઇપોથેલેમસ

23. શરીરનો ગોરીલા જેવો દેખાવ કોના વધુ પડતા સાવથી થાય છે?
A. થાઇરૉક્સિન
B. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
C. એડ્રીનાલિન
D. આપેલ તમામ
ઉત્તર:
B. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ

24. ગૉઇટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે?
A. પિટ્યુટરી
B. પૅરાથાઇરૉઇડ
C. થાઇરૉઇડ
D. સ્વાદુપિંડ
ઉત્તર:
C. થાઇરૉઇડ

25. વિધાન A: એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ખિસકોલીના કંકાલસ્નાયુઓ તરફ રુધિરપ્રવાહ પ્રેરે છે. કારણ
R: ખિસકોલીનું શરીર માત્ર વીજ-આવેગો પર આધારિત ન રહેતાં રાસાયણિક સંકેતોનો પણ ઉપયોગ કરે છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
D. વિધાન A ખોટું છે અને કારણ R સાચું છે.
ઉત્તર:
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.

26. વિધાન A અગ્રમગજ વિચાર આધારિત ક્રિયાઓ માટેનો મુખ્ય ભાગ છે. કારણ
R: વિચાર કરવો એ જટિલ ક્રિયા છે. તેમાં ઘણા ઊર્મિવેગોની જટિલ આંતરક્રિયાઓ સંકળાયેલી હોય છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન અને કારણ R બંને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
D. વિધાન A ખોટું છે અને કારણ R સાચું છે.
ઉત્તર: +B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.

27. વિધાન A ઑક્ઝિન કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે અને છોડ પ્રકાશ તરફ વળે છે. કારણ
R : ઑક્ઝિન પ્રરોહના છાયાવાળા ભાગ તરફ પ્રસરણ પામે છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
D. વિધાન A ખોટું છે અને કારણ R સાચું છે.
ઉત્તર:
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ Aની સાચી સમજૂતી છે.

28. નીચેના પૈકી કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોડમાં નથી? સ્વાદુપિંડ, એડ્રીનલ, થાઈરોઈડ, શુક્રપિંડ, પિટ્યુટરી
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
B. 3

29. અગ્રમગજ / બ્રહ્મસ્તિષ્ક માટે કયું વિધાન ખોટું છે?
A. તે વિવિધ ગ્રાહી એકમો પાસેથી સંવેદી ઊર્મિવેગ મેળવે છે.
B. તે માહિતીનો સંગ્રહ કરતો વિસ્તાર ધરાવે છે.
C. તેમાં ઐચ્છિક સ્નાયુઓની હલનચલન ક્રિયાને નિયંત્રિત કરતા – પ્રેરક કે ચાલક વિસ્તાર હોય છે.
D. તે શરીરની સમસ્થિતિ અને સમતુલન માટે જવાબદાર છે.
ઉત્તર:
D. તે શરીરની સમસ્થિતિ અને સમતુલન માટે જવાબદાર છે.

30. નીચેના પૈકી કઈ સ્પર્શ માટે સંવેદી રચના છે?
A. મનુષ્યની ચામડી
B. વટાણાનાં સૂત્રરંગો
C. લજામણીનાં પર્ણો
D. સૂર્યમુખીનું પુષ્પ
ઉત્તર:
A. મનુષ્યની ચામડી, B. વટાણાનાં સૂત્રરંગો, C. લજામણીનાં પર્ણો

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર લખો:
(1) CNSનું પૂર્ણ નામ જણાવો.
ઉત્તર:
CNS – સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (મધ્યસ્થ ચેતાતંત્ર)

(2) ઊર્મિવેગ-વહનની ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
ઉત્તર:
ઊર્મિવેગ-વહનનો સાચો ક્રમ : શિખાતંતુ → કોષકાય → અક્ષતંતુ → ચેતાંત → ચેતોપાગમ → શિખાતંતુ

(3) જ્યારે તમારી આંખો પર તીવ્ર પ્રકાશ પડે ત્યારે થતી ઘટનાઓનો સાચો ક્રમ કઈ રીતે નક્કી કરશો?
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 29

(4) ખોટી જોડ શોધો :
(i) આયોડિન – થાઇરૉઇડ ગ્રંથિ કાર્યરત
(ii) ઇસ્યુલિન – રુધિરમાં શર્કરાનું નિયમન
(iii) પિટ્યુટરી – સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સાવ
(iv) અંડપિંડ – રજોદર્શન અવરોધે
ઉત્તરઃ
(iv) અંડપિંડ- રજોદર્શન અવરોધ

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(5) મને ઓળખો હું કટોકટીની સ્થિતિમાં સાવ પામી, શ્વાસોચ્છવાસનો દર વધારું છું, પરંતુ પાચનતંત્ર અને ચામડી તરફ રુધિરનો પ્રવાહ ઘટાડું છું.
ઉત્તર:
એડીનાલિન

(6) કરોડરજ્જુની પરાવર્તી ક્રિયામાં ઊર્મિવેગના વહનનો સાચો ક્રમ રજૂ કરો.
ઉત્તર:
ચામડીના ગ્રાહીઓ → સંવેદી ચેતાકોષ → કરોડરજ્જુ છે → ચાલક ચેતાકોષ → પ્રતિચારક (સ્નાયુઓ)

(7) હું કોણ છું? હું વનસ્પતિના ઝડપી કોષવિભાજન પામતા વિસ્તારોમાં તથા ફળ અને બીજમાં વધારે પ્રમાણમાં છું.
ઉત્તર:
સાઇટોકાઇનિન

(8) વૃદ્ધિ આધારિત હલનચલનઃ વટાણાનાં સૂત્રાંગો : વૃદ્ધિ અનાધારિત હલનચલન : ……………………..
ઉત્તર:
લજામણીનાં પણનું બિડાઈ જવું.

(9) નીચેની આકૃતિ કઈ ઘટના સૂચવે છે? તે માટે કયો અંતઃસાવ જવાબદાર છે?
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 30
ઉત્તર:
આકૃતિ પ્રરોહનું ધન પ્રકાશવર્તન સૂચવે છે. તે માટે ઑક્ઝિન જવાબદાર છે.

(10) વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ખામી : ……… :: ………ની ખામી : ડાયાબિટીસ
ઉત્તર:
વામનતા, ઇસ્યુલિન

(11) મને ઓળખો હું તમારી રોજિંદી ક્રિયાઓ જેવી કે ચાલવું, સાઇકલ ચલાવવી, વસ્તુ ઉપાડવી વગેરેનું નિયમન કરું છું.
ઉત્તર:
અનુમસ્તિષ્ક

(12) અસંગત જોડ શોધોઃ
(i) વૃદ્ધિ આધારિત હલનચલન – ધીમું
(ii) સૂર્યમુખીમાં દિવસ અથવા રાતના પ્રતિચારરૂપી
હલનચલન – ખૂબ ધીમું
(iii) આપણા પગનું હલનચલન – ખૂબ ધીમું
ઉત્તર:
(iii) આપણા પગનું હલનચલન – ખૂબ ધીમું

(13) નીચેની સ્થિતિ માટે વૈજ્ઞાનિક શબ્દ આપો :
(i) પ્રરોહનું પ્રકાશ તરફ વળવું
ઉત્તર:
પ્રકાશાવર્તન (ફોટોટ્રોપિઝમ)

(ii) મૂળનું જમીન તરફ વૃદ્ધિ પામવું
ઉત્તર:
હકારાત્મક ભૂ-આવર્તન

(iii) પરાગનલિકાનું અંડક તરફ વૃદ્ધિ પામવું
ઉત્તર:
રસાયણાવર્તન (કેમોટ્રોપિઝમ)

(iv) મૂળનું પાણીના સ્ત્રોત તરફ વળવું
ઉત્તર:
જલાવર્તન (હાઇડ્રોટ્રોપિઝમ)

(v) સૂત્રારોહીનું આધાર સાથે વીંટળાઈ જવું
ઉત્તર:
સ્પર્શાવર્તન (થિગ્યોટ્રોપિઝમ)

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(14) મસ્તક : મગજ : : ……………..: કરોડરજ્જુ
ઉત્તર:
કરોડસ્તંભ

(15) હાઇપોથેલેમસ
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 31
શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ
a અને b સ્થાને યોગ્ય શબ્દ મૂકો.
ઉત્તર:
a-વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્રાવ પ્રેરતા ઘટક
b – પિટ્યુટરી ગ્રંથિ

મૂલ્યો આધારિત પ્રષ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
તમે એક ગંભીર રોડ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ જોયાં. હું અકસ્માતનું કારણ બાઇકસવાર વધારે ઝડપથી ખોટી સાઈડેથી ટ્રકને ઓવરટેક કરવા ગયો હતો. તેણે હેભેટ પહેરેલું ન હોવાથી માથામાં ગંભીર ઈજા થયેલી હતી.
તમે આ ઘટનાથી ગભરાયેલા હતા, કારણ કે તમને પણ હભેટ પહેર્યા વગર વધુ ઝડપથી ઍક્ટિવા ચલાવવાની આદત છે. તમારા પિતાએ તમને ઘણી વખત ચેતવ્યા છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગુનો છે.

પ્રશ્નો:
(1) વાહન ચલાવતાં શીખવામાં મગજનો કયો ભાગ સંકળાય છે?
ઉત્તર:
બૃહદ્મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક

(2) મગજના કયા ભાગમાં થતી ઈજા વ્યક્તિના ત્વરિત મૃત્યુ માટે કારણભૂત છે? શા માટે?
ઉત્તર:
લંબમજ્જામાં થતી ઈજા વ્યક્તિના ત્વરિત મૃત્યુ માટે કારણભૂત છે, કારણ કે બધી અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા વડે થાય છે. આથી તેને ઈજા થતાં બધાં અનૈચ્છિક કાર્યો અનિયમિત બને છે.

(3) જ્યારે તમે અકસ્માત જોયો ત્યારે કઈ ગ્રંથિ વધારે સક્રિય બની? રુધિરમાં કયો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ભળ્યો? તમે તમારા શરીરમાં કયા ફેરફારો અનુભવ્યા?
ઉત્તર:
એડ્રીનલ ગ્રંથિ વધારે સક્રિય બની. રુધિરમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ભળ્યો.

મેં મારા શરીરમાં હૃદયના ધબકારા વધવા, શ્વાસોચ્છવાસનો દર વધવો, પરસેવો થવો વગેરે ફેરફારો અનુભવ્યા.

પ્રશ્ન 2.
તમારાં માતા-પિતા 40 વર્ષથી વધારે વયજૂથનાં છે. તેમનાં નિયમિત રુધિર-પરીક્ષણના રિપૉર્ટમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી. તમારા ફેમિલી ડૉક્ટરે તમારા પિતાને નિયમિત 40 મિનિટ ચાલવાની તેમજ ઓછી શર્કરાયુક્ત આહાર લેવાની સલાહ આપી. ડૉક્ટરે તમારી માતાને દરરોજ 25 mg અલ્યૉક્સિન (Elthroxine) ગોળી લેવાની સલાહ આપી.

પ્રશ્નોઃ

(1) તમારા અભ્યાસના આધારે, તમારા પિતાના રુધિર-પરીક્ષણના રિપૉર્ટ વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
પિતાના રુધિરમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે હોઈ શકે છે.

(2) તમારા પિતાના શરીરમાં કઈ ગ્રંથિનું કાર્ય યોગ્ય રીતે થતું નથી અને કયો અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં સાવ પામતો નથી?
ઉત્તર:
સ્વાદુપિંડ, ઇસ્યુલિન

(3) તમારી માતાના શરીરમાં કઈ ગ્રંથિના કાર્યમાં ખલેલ પડી છે?
ઉત્તર:
થાઇરૉઇડ ગ્રંથિ

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(4) ડૉક્ટરે અઘૉક્સિન ગોળી શા માટે સૂચવી છે?
ઉત્તર:
અલ્યૉક્સિન સંશ્લેષિત થાઇરૉક્સિન છે. તે થાઇરૉક્સિનની ઊણપની પૂર્તિ કરે છે.

પ્રશ્ન 3.
તમે તમારા મિત્રના ઘરે ગયા. ત્યાં દીવાનખંડમાં તમે કેટલાક ઇન્ડોર છોડ (Indoor plants) જોયા. તમે ખાસ અવલોકન કર્યું કે, બધા છોડના પ્રરોહ ખુલ્લી બારી તરફ થોડા વળેલા હતા. આન્ટીએ જણાવ્યું કે, તેમણે બધા છોડની સ્થિતિની ગોઠવણીમાં ઘણી વખત ફેરફાર કર્યા. પરંતુ દરેક સ્થિતિમાં વનસ્પતિ પ્રરોહનું એકસરખું વર્તન જોવા મળે છે.

પ્રશ્નો:

(1) વનસ્પતિઓ દ્વારા કર્યું હલનચલન જોવા મળે છે?
ઉત્તર:
પ્રકાશવર્તન

(2) વનસ્પતિમાં આ હલનચલન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
ઉત્તર:
ઑક્ઝિન

(3) વનસ્પતિ-શરીરમાં આ અંતઃસ્ત્રાવ કઈ રીતે કાર્ય કરે છે?
ઉત્તર:
ઑક્ઝિન પ્રરોહની ટોચના ભાગે સંશ્લેષણ પામી, પ્રરોહની પ્રકાશથી દૂર રહેલી બાજુએ પ્રસરણ પામી કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે.

(4) વનસ્પતિ છોડના પ્રરોહની સીધી વૃદ્ધિ માટે તમે કઈ ગોઠવણી સૂચવો છો?
ઉત્તર: સામાન્ય રીતે વનસ્પતિ છોડને સીધો સૂર્યપ્રકાશ મળે એ રીતે ખુલ્લી જગ્યામાં ગોઠવવામાં આવે, તો પ્રરોહ સીધી વૃદ્ધિ દર્શાવે.

પ્રશ્ન 4.
તમે અનુભવેલી કોઈ પાંચ પરિસ્થિતિ નોંધો કે જેમાં અધિવૃકકીય ગ્રંથિ) એડ્રીનલ ગ્રંથિ વધારે સક્રિય થઈ તમારા શરીરમાં ‘લડવાની કે દોડવાની’ની પ્રતિક્રિયા આપી હોય?
ઉત્તર:
એડ્રીનલ ગ્રંથિની સક્રિયતાથી શરીરમાં લડવાની કે દોડવાની’ની પ્રતિક્રિયા અપાઈ હોય તેવી પરિસ્થિતિઓઃ

  1. લાઇસન્સ વગર વાહન ચલાવતાં, ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયત્ન કરતાં વાહનની ગતિ વધારી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો.
  2. ગૃહકાર્ય ન કર્યું હોવા છતાં જૂઠું બોલીને છટકવા જતાં વિષયશિક્ષક દ્વારા પકડાયા.
  3. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર અઘરું નીકળ્યું ત્યારે પરીક્ષાખંડમાં ગભરાઈ જતાં વિદ્યાર્થીને ખૂબ પરસેવો થયો.
  4. શાળામાં ગેરહાજર રહી મિત્રો સાથે સિનેમા હૉલમાં ગયો. શાળામાંથી ગેરહાજરીની જાણ વાલીને કરવામાં આવી અને ઘરે જૂઠું બોલ્યો ત્યારે પકડાઈ ગયો.
  5. વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મૅચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓછા સ્કોરે આઉટ થયા ત્યારે મૅચ હારી જવાની બીક લાગી.
    (નોધઃ તણાવ કે ભયની સ્થિતિમાં એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન વધારે પ્રમાણમાં મુક્ત થાય છે.)

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
તમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ સૂક્ષ્મદર્શક યંત્રમાં ચેતાકોષોની રે ગોઠવણીનું અવલોકન કર્યું. તેમણે ચેતોપાગમની આકૃતિ દોરી. તમારા જ્ઞાનને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્નોઃ

(1) નીચેના પૈકી ઊર્મિવેગના વહનમાર્ગની સાચી આકૃતિ કઈ છે?
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 32
ઉત્તર:
આકૃતિ (c) ઊર્મિવેગના વહનમાર્ગની સાચી આકૃતિ છે.

(2) ચેતોપાગમ એટલે શું?
ઉત્તર:
પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.

(3) તમે ચેતોપાગમ જેવું અન્ય કયું જોડાણ જાણો છો?
ઉત્તર:
ચેતાસ્નાયુસંધાન

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 2.
તમારા વિષયશિક્ષકે કૂંડામાં ઉગાડેલા છોડને આકૃતિ (a)માં દર્શાવ્યા મુજબ ગોઠવ્યો. બીજા દિવસે તેમણે આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ગોઠવણી કરી. થોડા દિવસ પછી તમે આકૃતિ (c)માં દર્શાવ્યા મુજબ છોડનું અવલોકન કર્યું.
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 33
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 34
પ્રશ્નો:

(1) છોડમાં મૂળ અને પ્રકાંડની વૃદ્ધિની દિશા જણાવો.
ઉત્તર:
મૂળની વૃદ્ધિ ત્રણ પ્રકાશાનુવર્તી અને ધન ગુરુત્વાનુવર્તી તથા પ્રકાંડની વૃદ્ધિ ધન પ્રકાશાનુવર્તી અને ત્રણ ગુરુત્વાનુવર્તી હોય છે.

(2) છોડ સહિત કંડાને આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે ત્યારે શું થાય છે?
ઉત્તર:
જ્યારે છોડ સહિત કુંડાને આકૃતિ (b)માં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે ત્યારે શરૂઆતમાં મૂળ અને પ્રકાંડ સમક્ષિતિજ ગોઠવાયેલા જોવા મળે છે.

(3) સમગ્ર છોડની વૃદ્ધિ આકૃતિ (b)માં દર્શાવ્યા પ્રમાણે ભૂમિની સપાટીને સમાંતર શા માટે થતી નથી?
ઉત્તર:
સમગ્ર છોડની વૃદ્ધિ સમક્ષિતિજ થતી નથી, કારણ કે પ્રકાંડ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે છે. મૂળ ગુરુત્વાકર્ષણ અને પાણી તરફ વૃદ્ધિ પામે છે.

(4) આ પ્રયોગ કયા પ્રકારનું હલનચલન સમજાવે છે?
ઉત્તર:
આ પ્રયોગ અનુવર્તન(આવર્તન)ને કારણે વનસ્પતિનું વૃદ્ધિ આધારિત હલનચલન દર્શાવે છે.

પ્રશ્ન 3.
નીચેની આકૃતિ (a), (b), (c) અને (d)નું અવલોકન કરો:
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 35
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 36
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 37
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 38
પ્રશ્નો :

(1) તમારાં અવલોકનના આધારે નક્કી કરો કે, વનસ્પતિમાં દર્શાવેલાં હલનચલન વૃદ્ધિ આધારિત છે કે નથી?
ઉત્તર:
આકૃતિ (a), (b) અને (c)માં હલનચલન વૃદ્ધિ આધારિત છે. આકૃતિ (d)માં હલનચલન વૃદ્ધિ આધારિત નથી.

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન

(2) આકૃતિ (a)માં પ્રકાંડ અને આકૃતિ (c)માં પરાગનલિકા શું દર્શાવે છે તે જણાવો.
ઉત્તર:
આકૃતિ (a)માં પ્રકાંડ ધન પ્રકાશાવર્તન અને આકૃતિ (c)માં પરાગનલિકા ધન રસાયણાવર્તન દર્શાવે છે.

Memory Map

GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 39
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 40
GSEB Class 10 Science Important Questions Chapter 7 નિયંત્રણ અને સંકલન 41

Leave a Comment

Your email address will not be published.