GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

વિશેષ પ્રગ્નોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો :
(1) અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન
અથવા
અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચે પાયાના તફાવતો કયા છે?
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 20

(2) દ્વિભાજન અને બહુભાજન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 21

(3) કલિકાસર્જન અને બીજાણુનિર્માણ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 22

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(4) છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થા
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 23

(5) પુરુષનું પ્રજનનતંત્ર અને સ્ત્રીનું પ્રજનનતંત્ર
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 24

(6) ગર્ભઅવરોધનની યાંત્રિક પદ્ધતિ અને ગર્ભઅવરોધનની રાસાયણિક પદ્ધતિ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 25

પ્રશ્ન 2.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
(1) અલિંગી પ્રજનનથી સર્જાતા બાળકોષો જનીનિક રીતે પિતૃકોષ જેવા જ હોય છે.
ઉત્તર:
અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. પિતૃના DNA પ્રતિકૃતિના સર્જન સાથે નવા કોષના નિર્માણની ક્રિયા શરૂ થાય છે.

 • DNA પ્રતિકૃતિના સર્જન વડે પિતૃની એકસરખી વારસાગત માહિતી ધરાવતા બે DNA તૈયાર થાય છે.
 • એક જ પિતૃકોષમાંથી ઉત્પન્ન થતા બે બાળકોષમાં એક-એક DNA વહેંચાય છે.
  આથી અલિંગી પ્રજનનથી સર્જાતા બાળકોષો જનીનિક રીતે પિતૃકોષ જેવા જ હોય છે.

(2) જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે.
ઉત્તર:
ચોક્કસ જાતિ કે તેની વસતિ ચોક્કસ પર્યાવરણમાં કે વસવાટમાં વસે છે.

 • પૃથ્વીના પર્યાવરણમાં વિવિધ ફેરફાર જેવા કે તાપમાનમાં વધઘટ, પાણીના સ્તરમાં વધઘટ વગેરે થતા રહે છે.
 • બદલાતા પર્યાવરણમાં ભિન્નતા ધરાવતા સજીવોને જીવવા માટેની થોડી તકો મળે છે.
 • ભિન્નતાને કારણે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી અસ્તિત્વ જાળવી શકાય છે.
 • ભિન્નતાથી સજીવોનું ભૌગોલિક વિતરણ વધે છે. આથી જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે.

(3) શુક્રપિંડ ઉદરગુહાની બહાર ગોઠવાયેલા હોય છે.
ઉત્તરઃ
શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે.

 • શુક્રકોષોના નિર્માણ માટે મનુષ્ય શરીરના સામાન્ય તાપમાન કરતાં કે થોડું નીચું (લગભગ 2થી 3°C નીચુ) તાપમાન જરૂરી છે.
 • આથી જો શુક્રપિંડ ઉદરગુહામાં આવેલા હોય, તો ઊંચા તાપમાનની સ્થિતિમાં શુક્રકોષોનું નિર્માણ થઈ શકે નહીં. આથી મનુષ્યમાં શુક્રપિંડ ઉદરગુહાની બહાર ગોઠવાયેલા હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(4) ઉદ્યાનમાં પાનફૂટી(બ્રાયોફાયલમ)ના છોડની સંખ્યા ઝડપથી વધે છે.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ કે પર્ણના ભાગોમાં કલિકાઓ પ્રજનન અંગ તરીકે વિકાસ પામે છે.

 • આ કલિકાઓ અનુકૂળ સ્થિતિ જેવી કે તાપમાન, યોગ્ય ભેજ વગેરે પ્રાપ્ત થતાં અંકુરિત થઈ નવા છોડ તરીકે વિકાસ પામે છે.
 • પાનફૂટી(બ્રાયોફાયલમ)ના પર્ણની કિનારીની ખાંચોમાં ઘણી કલિકાઓ ઉત્પન્ન થાય છે.
 • ઉદ્યાનમાં આ કલિકાઓના અંકુરણ માટે ભેજ, પોષક દ્રવ્યો, તાપમાનની અનુકૂળતા મળી રહે છે.
  આથી ઉદ્યાનમાં પાનફૂટીના છોડની સંખ્યા ઝડપથી વધે છે.

(5) લિંગી પ્રજનન કરતા સજીવો તેમની જાતિને લુપ્ત (નાશ) થતી અટકાવી શકે છે.
ઉત્તર:
લિંગી પ્રજનનમાં બે વિજાતીય જનનકોષોના સંમિલનથી ફલિતાંડ બને છે.

 • નર જનનકોષ પિતૃશરીરમાં અને માદા જનનકોષ માતૃશરીરમાં ઉત્પન્ન થાય છે.
 • આથી સંતતિમાં બે અલગ પિતૃનું જનીનદ્રવ્ય (DNA) પ્રાપ્ત થાય ડે છે. તેથી સંતતિમાં ભિન્નતા સર્જાય છે.
 • આ ભિન્નતાઓ સજીવને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલિત થવામાં મદદરૂપ બને છે. તેથી સજીવ વધારે સારી રીતે જીવી શકે છે.
 • ભિન્નતા અને અનુકૂલન એ બંને જાતિનો નાશ થતો અટકાવી ; જીવસાતત્ય જાળવવામાં ઉપયોગી બને છે.
  આથી લિંગી પ્રજનન કરતા સજીવો તેમની જાતિને લુપ્ત (નાશ) થતી અટકાવી શકે છે.

(6) ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભાધાન અટકાવવામાં મદદરૂપ છે.
ઉત્તર:
ગર્ભાવસ્થા અટકાવવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ થાય છે.

 • સ્ત્રી દ્વારા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ થાય છે.
 • આ ગોળીઓમાં પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું મિશ્રણ હોય છે. તેની અસરથી અંડકોષનું પરિપક્વન અટકાવાય છે. તેથી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતો નથી.
 • આથી ફલન થતું નથી.
  આથી ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભાધાન અટકાવવામાં મદદરૂપ છે.

(7) ભૂણના લિંગ-પરિક્ષણ માટે અસ્ટ્રાસાઉન્ડ પદ્ધતિનો ઉપયોગ 3 પર પ્રતિબંધ જરૂરી છે.
ઉત્તર:
અસ્ટ્રાસાઉન્ડ પદ્ધતિ મૂળભૂત રીતે ભૂણની તપાસ માટે વિકસાવેલી છે.

 • પરંતુ કેટલાક લોકો અસ્ટ્રાસાઉન્ડ પદ્ધતિનો દુરુપયોગ કરી જન્મતા પહેલાં ભૂણના લિંગ-પરિક્ષણ કરે છે.
 • પુત્રપ્રાપ્તિની ઝંખનાને કારણે માદા ભૂણને ગર્ભપાત દ્વારા દૂર કરવામાં આવે છે.
 • આમ, જન્મતા પહેલાં માદાની ભૂણહત્યા કરવામાં આવે છે.
 • માદા-ભૃણહત્યાને કારણે માનવસમાજમાં બાળકની જાતિ-પ્રમાણમાં ભયસૂચક ઘટાડો થયો છે.
  આથી ભૂણના લિંગ-પરિક્ષણ માટે અસ્ટ્રાસાઉન્ડ પદ્ધતિનો ઉપયોગ 5 પર પ્રતિબંધ જરૂરી છે.

(8) લિંગી પ્રજનનમાં પેઢી-દર-પેઢી રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા તેમના પિતૃ કરતાં બમણી થવાને બદલે સરખી જળવાઈ રહે છે.
ઉત્તર:
લિંગી પ્રજનન પદ્ધતિમાં, દરેક નવી પેઢીમાં બંને પિતૃના DNA નકલોનું સંયોજન થાય છે. આથી પિતૃપેઢી કરતાં બાળપેઢીમાં DNAની માત્રા બમણી થવાની શક્યતા છે.

પરંતુ જનનકોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન પ્રકારનું ૬ કોષવિભાજન થાય છે. પરિણામે દૈહિક કોષો (બિનપ્રજનનકોષો) કરતાં જનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી થાય છે.

આથી જ્યારે લિંગી પ્રજનનમાં બંને પિતૃના જનનકોષો સંમિલન પામે છે, ત્યારે યુગ્મનજ અને તેમાંથી વિકસતી સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા પિતૃપેઢી જેટલી જ પુનઃપ્રસ્થાપિત થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 3.
આપેલી આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરી, તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપોઃ
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 26
પ્રશ્નો :
(1) આપેલી આકૃતિમાં a, b, c, dતે અને eનાં નામનિર્દેશન આપો.
ઉત્તર:
a-અંડવાહિની,
b-અંડપિંડ,
c-ગર્ભાશય,
d-ગ્રીવા,
e-યોનિમાર્ગ.

(2) નીચેની ક્રિયા ક્યાં થાય છે?
(i) અંડકોષનું નિર્માણ અને તેને મુક્ત કરવો
(ii) ફલન
(iii) ફલિત અંડકોષનું સ્થાપન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 27

(3) ગર્ભાશયની અંદરની દીવાલ …
(i) અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તે પહેલાં કેવી હોય છે?
(ii) જો અંડકોષનું ફલન ન થાય, તો શું થાય છે?
ઉત્તરઃ
(i) અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તે પહેલાં, ગર્ભાશયની ? અંદરની દીવાલ જાડી, છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર-પુરવઠાસભર હોય છે.
(ii) જો અંડકોષનું ફલન ન થાય, તો જાડી અંત:ત્વચા (અંદરની 3 દીવાલ) તૂટવા લાગે છે અને રુધિર, શ્લેષ્મ, અફલિત અંડકોષ વગેરે યોનિમાર્ગમાંથી શરીરની બહાર માસિક સ્રાવ સ્વરૂપે દૂર થાય છે.

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 28
પ્રશ્નોઃ

(1) આપેલી આકૃતિમાં a, b, c, d અને eનાં સાચાં નામનિર્દેશન કરો.
ઉત્તરઃ
a-શુક્રાશય,
b–પ્રોસ્ટેટ ગ્રંથિ,
c-શુક્રવાહિની,
d-મૂત્રજનન માર્ગ,
e-શુક્રપિંડ.

(2) નીચેની ક્રિયા-સંબંધિત ચોક્કસ ભાગનું નામ લખો :
(i) શુક્રકોષો અને મૂત્ર બંનેનું વહન
(ii) શુક્રપિંડમાંથી શુક્રકોષોનું સ્થળાંતર
(iii) શુક્રકોષો સાથે તેમના સાવ ઉમેરાય
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 29

(3) આકૃતિમાં નિર્દેશિત ‘d’ ભાગ કયા અંગમાંથી પસાર થાય છે? યૌવનારંભે તે અંગમાં કયા ફેરફારો જોવા મળે છે?
ઉત્તરઃ
d’ ભાગ મૂત્રજનન માર્ગ છે. તે શિશ્નમાંથી પસાર થાય છે. યોવનારંભે પ્રસંગોપાત્ત શિશ્ન મોટું, સખત અને ઊર્ધ્વસ્થ બને છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(4) ‘e’ ભાગ દ્વારા ઉત્પન્ન થતા કોષોની લાક્ષણિકતા જણાવો.
ઉત્તરઃ
‘e’ ભાગ શુક્રપિંડ છે. શુક્રપિંડ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન { થાય છે. શુક્રકોષો મુખ્યત્વે જનીનદ્રવ્ય અને લાંબી પૂંછડી ધરાવે છે. તે સૂક્ષ્મ રચનાવાળા ચલિત કોષો છે.

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 30
પ્રશ્નોઃ

(1) ‘a’ ઓળખો અને તે શાનું વહન કરે છે, તે જણાવો.
ઉત્તરઃ
a– પરાગનલિકા, તે નર જન્યુ(પુજન્ય)નું વહન કરે છે.

(2) ‘b’ ઓળખો અને ફલન પછી તેની રચનામાં શું ફેરફાર થાય છે, તે જણાવો.
ઉત્તરઃ
b – અંડાશય. ફલન પછી તે પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે.

(3) ‘c’ ઓળખો અને તે ક્યાં ઉત્પન્ન થાય છે તથા કઈ પ્રક્રિયા દ્વારા તે ક્યાં પહોંચે છે, તે જણાવો.
ઉત્તરઃ
c – પરાગરજ, તે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થઈ પરાગનયન ક્રિયા દ્વારા પરાગાસન સુધી પહોંચે છે.

(4) ‘d’ ઓળખો અને બીજનિર્માણ કઈ રીતે થાય છે, તે જણાવો.
ઉત્તરઃ
d – માદા જન્યુકોષ (અંડકોષ), નર જેન્યુકોષ તેની સાથે જોડાઈને યુગ્મનજ બનાવે છે. અંડકમાં યુગ્મનજ વિભાજન પામી ભૃણની રચના કરે છે. અંડક મજબૂત આવરણ વિકસાવે છે અને તેમાં ક્રમશઃ બીજનું નિર્માણ થાય છે.

પ્રગ્નોત્તર

પ્રશ્ન 1.
સજીવો શા માટે પ્રજનન કરે છે?
અથવા
પ્રજનન આવશ્યક ક્રિયા છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં.” સમજાવો.
ઉત્તર:
સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળસજીવ(સંતતિ)નું નિર્માણ કરે છે.

જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનનક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે.

પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળસભ્યો ઉમેરાતા રહે છે અને જીવસાતત્ય જળવાઈ રહે છે.

પ્રશ્ન 2.
એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે?
અથવા
સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે?
ઉત્તર:
એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે, કારણ કે તેમના શરીરની સંરચના, કદ તેમજ દેખાવ સમાન હોય છે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની લૂપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે.

કોષના કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોના DNA (ડિઑક્સિ; રિબોન્યુક્લિઇક ઍસિડ) અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે. કોષકેન્દ્રમાં રહેલા DNA કોષમાં પ્રોટીનસંશ્લેષણની સૂચનાનો સ્રોત છે. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે.

એક જાતિના સજીવોમાં વિશિષ્ટ DNA હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસારૂપે પ્રાપ્ત થાય છે. DNA પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 3.
કોષવિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે?
અથવા
સમજાવો કોષીય પ્રજનન
ઉત્તર:
કોષીય પ્રજનન એટલે કોષવિભાજન.

 1. પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે.
 2. પ્રજનનક્રિયામાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે.
 3. કોષો તેમની DNA પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે.
 4. આ પ્રક્રિયાના પરિણામે બે સમાન DNA પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે.
 5. આ બે DNA પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ (અંગિકાઓ)નું પણ સર્જન થાય છે.
 6. અંતે આ બે DNA પ્રતિકૃતિઓ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે.
 7. આ રીતે, કોષવિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે.
 8. તેથી કોષવિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી.

પ્રશ્ન 4.
કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો.
ઉત્તર:
કોષીય પ્રજનન એટલે કોષવિભાજન.

 1. પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે.
 2. પ્રજનનક્રિયામાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે.
 3. કોષો તેમની DNA પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે.
 4. આ પ્રક્રિયાના પરિણામે બે સમાન DNA પ્રતિકૃતિઓનું નિર્માણ થાય છે.
 5. આ બે DNA પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ (અંગિકાઓ)નું પણ સર્જન થાય છે.
 6. અંતે આ બે DNA પ્રતિકૃતિઓ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે.
 7. આ રીતે, કોષવિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે.
 8. તેથી કોષવિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી.

કોષવિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન છે, આમ છતાં તેઓ સંપૂર્ણ સમરૂપ નથી. તેનું કારણ DNA પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે. પરિણામે DNA પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ DNAને સમરૂપ હોતી નથી. મૂળ DNA કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય છે. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આથી DNAમાં આવી – ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. DNA પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે, જે કોષને જીવંત રહેવામાં મદદરૂપ બને છે. આથી જીવિત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે. આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્દભવ પામી એકત્ર થતી જાય છે.

પ્રશ્ન 5.
“જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે.” સમજાવો.
અથવા
“જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે.” સમજાવો.
ઉત્તર:
સજીવોની વસતિ તેમની પ્રજનનક્ષમતાનો ઉપયોગ કરી, નિવસનતંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. સજીવની શરીરરચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્ત્વનું છે. આ બાબત સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ, ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસતિનું સ્થાયીત્વ પ્રજનનક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે.

વસવાટમાં થતા પરિવર્તન / ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી. જેમ કે, પૃથ્વીના તાપમાનમાં ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે નિવસનતંત્રમાં અસંતુલન વગેરે.

ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસતિના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે છે. આ સ્થિતિમાં અસર પામેલી વસતિનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. આમ છતાં, વસતિના થોડા સજીવો કે જે DNAમાં ભિન્નતાઓ ધરાવે છે, તેમની જીવતા રહેવાની સંભાવના વધારે છે.

ઉદાહરણ: જીવાણુ(બૅક્ટરિયા)ની વસતિ શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે છે. જો વૈશ્વિક ઉષ્મીકરણ(Global warming)ને કારણે પાણીનું તાપમાન વધી જાય, તો મોટા ભાગના જીવાણુઓ મૃત્યુ પામશે. પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા પરિવર્તક જીવાણુઓ જીવિત રહી, વૃદ્ધિ પામશે.
આથી જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 6.
ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો.
અથવા
એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ : સમજાવો.
ઉત્તર:
એકકોષી સજીવો કોષવિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષવિભાજનની આ પ્રજનનક્રિયાને ભાજન કહે છે.

જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે.
ભાજનના પ્રકારઃ
(1) દ્વિભાજન અને
(2) બહુભાજન.

(1) દ્વિભાજન (Binary fission) (March 20) ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષવિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે.
અમીબામાં કોષવિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 1
કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ઉદા., કાલા-અઝાર રોગના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 2
(2) બહુભાજન (Multiple fission) : મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝમોડિયમ એકસાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે, તેને બહુભાજન કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 3

પ્રશ્ન 7.
ટૂંક નોંધ લખો અવખંડન
ઉત્તર:
કેટલાક બહુકોષી સજીવો ઉદા., સ્પાયરોગાયરા, તંતુમય લીલ પરિપક્વતાએ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. આ દરેક ટુકડાને ખંડ કહે છે. આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે.
આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 4
પદ્ધતિઃ

 • તળાવ કે સરોવર જેનું પાણી ઘેરું લીલું હોય અને જેમાં તંતુઓ દેખાતા હોય, તેનું પાણી એકત્ર કરો.
 • કાચની સ્લાઇડ પર એક અથવા બે તંતુઓ મૂકો.
 • આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો. તેના પર કવરસ્લિપ મૂકો. વધારાનું પાણી અને ગ્લિસરીન બ્લૉટિંગ પેપર મૂકી શોષી લો.
 • સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.

પ્રશ્ન 8.
પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો ? માટે કાર્ય કરે છે, પરંતુ બધા બહુકોષીય સજીવો માટે નહીં? સમજાવો.
અથવા
મોટા ભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે.” સમજાવો.
ઉત્તર:
સ્પાયરોગાયરા, કવકજાલ સ્વરૂપી ફૂગ વગેરે બહુકોષી સજીવોની સંરચના સરળ છે. તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે છે.

મોટા ભાગના બહુકોષી સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર-આયોજન ધરાવે છે. આથી આ સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર છે. મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે અને પેશી સંગઠિત થઈ અંગનું નિર્માણ કરે છે. આ પેશીઓ અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલાં હોય છે. સજીવોમાં જુદા જુદા કોષપ્રકાર જુદાં જુદાં વિશિષ્ટ કાર્ય કરે છે. આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષવિભાજન અવ્યાવહારિક છે. આથી મોટા ભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે.

પ્રશ્ન 9.
પુનર્જનન શું પ્રજનનનો પ્રકાર છે? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
પૂર્ણ વિભૂદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન (પુનઃસર્જન) કહે છે.

જો પિતૃશરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય, તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે.

ઉદા., હાઇડ્રા, પ્લેનેરિયા, તારામાછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતાં પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આમ, આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે.

પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષવિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષસમૂહનું વિભેદન (કાર્ય મુજબ કોષોની રચનામાં ફેરફારો થતાં ચોક્કસ કોષપ્રકાર અને પેશી નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 5
આમ છતાં, પુનર્જનન પ્રજનન સમાન નથી, કારણ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી.

પ્રશ્ન 10.
ટૂંક નોંધ લખો : કલિકાસર્જન
અથવા
કલિકાસર્જન ટૂંકમાં સમજાવો. (August 20)
ઉત્તર:
યીસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષસપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતાં શૃંખલામય વસાહત રચાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 6
કેટલાક નીચલી કક્ષાનાં પ્રાણીઓ ઉદા., હાઈડ્રા કલિકાસર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આ ઉપસેલો ભાગ કલિકા છે. તે વૃદ્ધિ પામી બાળસજીવમાં ફેરવાય છે. બાળસજીવ પૂર્ણ વિકાસ પામી, પિતૃશરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્ર બને છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 7

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 11.
વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ બે ફાયદા જણાવો. (August 20)
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પણ અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ / સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન (વધ પ્રજનન) કહે છે.

વાનસ્પતિક પ્રજનનના ફાયદા:

 1. વાનસ્પતિક પ્રજનનની તકનિકો જેવી કે કલમ, દાબકલમ 3 અને આરોપણનો ઉપયોગ ખેતીવાડી(કૃષિ)માં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી 5 ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે.
 2. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ, બીજ હું દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ કરે છે.
 3. જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદા., કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે.
 4. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃછોડ સાથે સમાન હોય છે.

પ્રશ્ન 12.
પાનફૂટી(પર્ણકૂટી)ના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે? સમજાવો.
ઉત્તર:
પાનફૂટી(પર્ણફૂટી)નાં પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે, ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 8

માહિતી માટે
પ્રશ્ન 13.
ટૂંક નોંધ લખો : પેશીસંવર્ધન (Tissue culture)
અથવા
કેલસ (Calus) કેવી રીતે વિકસે છે અને તેનો શો ઉપયોગ છે? સમજાવો.
ઉત્તર:
પેશીસંવર્ધન એ નવા છોડ વિકસાવવા માટેની આધુનિક પદ્ધતિ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગ મૂલાગ્ર કે પ્રરોહાગ્ર ભાગેથી પેશી કે કોષો અલગ કરવામાં આવે છે. આ ભાગો વર્ધમાન પેશી ધરાવતા હોય છે. વનસ્પતિના વર્ધમાન ભાગના કોષોને વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ પોષક માધ્યમમાં મૂકવામાં આવે છે. આ કોષો ઝડપથી વિભાજિત થઈ, અનેક નાના કોષસમૂહ બનાવે છે. તેને કેલસ કહે છે.

કેલસને વૃદ્ધિ અને વિભેદન માટે અંતઃસ્ત્રાવ ધરાવતા અન્ય માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. તેમાં વિકાસ પામતા તરુણ રોપાને ભૂમિમાં સ્થાપિત કરતાં પરિપક્વ છોડ વૃદ્ધિ પામે છે.
ઉપયોગઃ (1) એક પિતૃમાંથી રોગમુક્ત પરિસ્થિતિમાં અનેક છોડનું નિર્માણ કરવા માટે. (2) સુશોભન માટેની વનસ્પતિઓના ઉછેરમાં.

પ્રશ્ન 14.
બીજાણુ એટલે શું? બીજાણુનિર્માણ દ્વારા અલિંગી પ્રજનન સમજાવો.
અથવા
રાઇઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવો.
ઉત્તર:
વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દીવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે.
બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન બ્રેડ મોલ ઉદા., રાઇઝોપસ સરળ બહુકોષી સજીવ છે.

 • તેની તંતુ જેવી રચનાને કવકતંતુ કહે છે. આ કવકતંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી.
 • કવકતંતુના ઊર્ધ્વસ્થ ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી સંરચના વિકાસ પામે છે, તેને બીજાણુધાની (Sporangium) કહે છે.
 • બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ બને છે.
 • બીજાણુ ફરતે રહેલી જાડી દીવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે.
 • ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્યો વગેરે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં બીજાણુ અંકુરણ પામે છે અને અંતે રાઇઝોપસનો વિકાસ થાય છે.

પ્રશ્ન 15.
લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો.
ઉત્તર:
જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનનકોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે, તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય, તેને લિંગી પ્રજનન કહે છે.
અલિંગી પ્રજનનની મર્યાદાઓઃ

 1. વારસામાં એક જ પિતૃનાં લક્ષણો પ્રાપ્ત થાય છે.
 2. તેમાં વિવિધતા સર્જાતી નથી.
 3. તેમાં બાળસજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. તેનાથી સ્પર્ધા વધે છે.
 4. વસતિનું નિયંત્રણ થતું નથી.
 5. વસવાટસ્થાન ઝડપથી ભરાઈ જાય છે.
 6. સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 16.
લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે? સમજાવો.
ઉત્તર:
એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં DNA પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે. DNA પ્રતિકૃતિની તકનિક હંમેશાં સંપૂર્ણ ચોક્કસ નથી. લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનનકોષનું સંમિલન થાય છે. પ્રજનનકોષોના નિર્માણ દરમિયાન DNA પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામે છે.

પ્રત્યેક DNA પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત્ પેઢીઓની ભિન્નતાઓ પણ સંગૃહીત હોય છે. આમ, વસતિના બે સજીવોમાં સંગૃહીત ભિન્નતાઓની ભાત (Pattern) ભિન્ન હોય છે. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતાં સંતતિમાં નવા સંયોજન સર્જાય છે.

લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવો(નર અને માદા)ના ભિન્નતા ધરાવતા DNA સંતતિમાં પ્રાપ્ત થાય છે. આથી સંતતિઓમાં ભિન્નતા સર્જનની ક્રિયા ઝડપી બને છે.

પ્રશ્ન 17.
લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી-દરપેઢી રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા ચોક્કસ (અચળ) જાળવી રાખવામાં આવે છે?
ઉત્તર:
લિંગી પ્રજનન કરતા સજીવોમાં, દરેક નવી પેઢીમાં બંને પિતૃના DNAની નકલો સંગૃહીત થાય છે. તેથી દરેક નવી પેઢીમાં DNAની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ.

પરંતુ આવું થતું નથી, કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનનકોષોનું નિર્માણ કરતા કોષો (જન્યુજનક કોષો) અર્ધસૂત્રીભાજન પામે છે. તેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આમ, સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં DNAની માત્રા પણ અડધી થાય છે. તેમાં અર્ધસૂત્રીભાજન પ્રકારનું કોષવિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આથી બે પિતૃ- નર અને માદાના જનનકોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી છે, તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે ત્યારે ફલિતાંડ (યુમ્નજ) બને છે અને બાળપેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય છે.
માહિતી માટે
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 9

પ્રશ્ન 18.
પ્રજનનકોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
પ્રજનનકોષોના પ્રકારઃ નર જન્યુકોષો અને માદા જન્યુકોષો.

લાક્ષણિકતાઓ: અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનનકોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે.

ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજનનકોષો વિશિષ્ટ પ્રકારના હોય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 10

પ્રશ્ન 19.
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો.
અથવા
પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ સમજાવો.
ઉત્તર:
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનઃ પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અંડાશયના અંડકમાં માદા જન્ય (અંડકોષ) ઉત્પન્ન થાય છે.

(1) પરાગનયન પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
(2)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 11
(3) ફલન (Fertilisation): પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે.
પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નર જન્યુ કે પુંજન્યુ પરાગનલિકામાં પસાર થઈ, અંડકમાં હાજર રહેલ માદા જન્ય (અંડકોષ) સાથે જોડાય છે. જન્યુકોષોના આ જોડાણને ફલન કહે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 12
ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ(યુમ્નજ)નું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે.

(4) ફલન પછીની ઘટનાઓઃ ફલન પછી, અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તિત થાય છે.
બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભૂણ હોય છે. તે અનુકૂળ ૨ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાને બીજઅંકુરણ કહે છે.
અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે.

માહિતી માટે
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 13

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 20.
યૌવનારંભ (Puberty) એટલે શું? યૌવનારંભ દરમિયાન જોવા મળતાં સામાન્ય શારીરિક અને લૈગિક પરિવર્તનો ફેરફારો જણાવો..
અથવા
ટૂંક નોંધ લખો : કિશોરાવસ્થા (મુગ્ધાવસ્થા)
ઉત્તર:
જે ઉંમરે પ્રજનનાંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે, તેને યૌવનારંભ કહે છે. સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે. પ્રજનન પેશીઓ
પરિપક્વ થાય છે. કિશોરાવસ્થા(મુગ્ધાવસ્થા)ના આ સમયગાળાને યોવનારંભ કહે છે.

માહિતી માટે
તરુણાવસ્થા બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રાંતિકાળ છે. તે પુખ્તાવસ્થામાં પ્રવેશ માટેની પૂર્વતૈયારીરૂપ અવસ્થા છે. તે શારીરિક અને માનસિક વિકાસનો નિર્ણયાત્મક તબક્કો છે.
સામાન્ય રીતે છોકરીઓ 10થી 12 વર્ષની વયે અને છોકરાઓ 13થી 14 વર્ષની વયે તરુણાવસ્થાએ પહોંચે છે.

કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે.

બગલ અને જાંઘોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઊગે છે. તેનો રંગ પણ ઘેરો હોય છેહાથ, પગ તેમજ ચહેરાના ભાગે નાના રોમ ઊગે છે. ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે. ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે. ક્યારેક ચહેરા પર ખીલ પણ ઉદ્ભવે છે.

જાતીય ગૌણ લક્ષણો : છોકરીમાં, અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.

 • અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે.
 • પ્રજનન અંગોનો વિકાસ થાય છે. સ્તનગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે. સ્તનાગ્ર(Nipple)ની ત્વચાનો રંગ ઘેરો બને છે.
 • રજોસાવ થવાને કારણે માસિક ચક્ર (ઋતુચક્ર – Menstrual cycle) શરૂ થાય છે.

છોકરામાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ કરે છે.

 • શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે.
 • ચહેરા પર દાઢી-મૂછનો વિકાસ શરૂ થાય છે.
 • શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે.
 • અવાજ કર્કશ અને જાડો બને છે.
 • ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે.
 • શિશ્ન પ્રસંગોપાત્ મોટું અને સખત થઈ ઊર્ધ્વસ્થ બને છે.

પ્રશ્ન 21.
લિંગી પ્રજનન માટે બે સજીવો (વ્યક્તિઓ) વચ્ચે જનનકોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે?
ઉત્તર:
લિંગી પ્રજનનમાં બે સજીવના જનનકોષોનું સંમિલન નીચેના પૈકી કોઈ એક રીતે થાય છે
(1) સપુષ્પી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ ૬ શરીરની બહાર મુક્ત થાય છે અને નરમાંથી જનનકોષો મુક્ત થાય છે અથવા દેડકા જેવા પ્રાણીમાં નર અને માદા જનનકોષોનું શરીરની બહાર ફલન થાય છે, તેને બાહ્ય ફલન કહે છે.

(2) બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમનાં શરીર જોડાય ત્યારે ફલન માટે નર જનનકોષો માદાના શરીરમાં આંતરિક સ્થળાંતર પામે છે, તેને અંતઃફલન કહે છે. ઘણાં પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે.
અંતઃફલન માટે નર જનનકોષોને માદાના શરીરમાં સ્થળાંતરિત કરવા સસ્તન પ્રાણીમાં જાતીય સમાગમ માટે વિશિષ્ટ મૈથુન અંગ શિશ્ન હોય છે.

પ્રશ્ન 22.
પુરુષનું પ્રજનનતંત્ર આકૃતિ સહિત સમજાવો.
અથવા
વિસ્તૃત રીતે સમજાવો : નર મનુષ્યનું પ્રજનનતંત્ર
ઉત્તર:
પુરુષનું પ્રજનનતંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છેઃ
(1) શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને
(2) શુક્રકોષોને ફલનસ્થાન સુધી પહોંચાડનારાં અંગો.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 14
(1) શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગઃ
શુક્રપિંડ (Testes): ઉદરગુહાની બહાર, વૃષણકોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન (37 °C) કરતાં 2-3°C નીચું તાપમાન જરૂરી છે.
શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાનાં લક્ષણો(જાતીય ગૌણ લક્ષણો)નું પણ નિયંત્રણ કરે છે.

(2) શુક્રકોષોને ફલનસ્થાન સુધી પહોંચાડનારાં અંગોઃ
શુક્રવાહિનીઃ શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે.
મૂત્રજનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે.
સહાયક ગ્રંથિઓઃ શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ થાય છે અને આ સાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.

પ્રશ્ન 23.
ટૂંક નોંધ લખોઃ માદા મનુષ્યનું પ્રજનનતંત્ર
અથવા
સમજાવોઃ સ્ત્રીનું પ્રજનનતંત્ર
ઉત્તર:
સ્ત્રીનું પ્રજનનતંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર ધરાવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 15
અંડપિંડ (Ovary): સ્ત્રીની ઉદરગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે. માદા જનનકોષો (અંડકોષો) અંડપિંડમાં નિર્માણ પામે છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે. બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે.

અંડવાહિની (ફેલોપિયન નલિકા) : એક જોડ અંડવાહિની હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલી નથી.
પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે.
અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે.

ગર્ભાશય (Uterus): બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે. તેને ગર્ભાશય કહે છે.
ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા (Cervix) કહે છે.

યોનિમાર્ગ (Vagina) : ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખૂલે છે. યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વારરૂપે ખૂલે છે.
‘જાતીય સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન. 24.
સ્ત્રીમાં ભૂણનું નિર્માણ કેવી રીતે થાય છે અને બાળકનો જન્મ કેવી રીતે થાય છે, તે સમજાવો.
અથવા
ગર્ભસ્થાપનથી બાળજન્મ સુધીની પ્રક્રિયા સમજાવો.
ઉત્તર:
અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે.
ફલન (Fertilisation) :

 • જાતીય સમાગમ (મૈથુન ક્રિયા) દરમિયાન શુક્રકોષો યોનિમાર્ગમાં દાખલ થાય છે.
 • શુક્રકોષો યોનિમાર્ગમાં ઉપરની તરફ વહન પામી અંડવાહિનીમાં પહોંચે છે. અહીં અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય છે.

ગર્ભસ્થાપન અને વિકાસ :

 • ફલિત અંડકોષ(યુમ્નજ)નું વિભાજન શરૂ થાય છે અને કોષોના જથ્થા જેવી રચના ગર્ભ(Embryo)નું નિર્માણ થાય છે.
 • ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરે છે.
 • ગર્ભાશયના અંત:આવરણ(Endometrium)માં ગર્ભનું સ્થાપન થાય છે. અહીં, ગર્ભ સતત વૃદ્ધિ પામીને ભૂણવિકાસ પૂરો કરે છે. ગર્ભાશયનું અંતઃઆવરણ જાડું બને છે. તે ગર્ભધારણ દરમિયાન ભૂણના પોષણ માટે રુધિર-પુરવઠાસભર બને છે.

જરાયુ Placenta) : માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી (Dish) જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે. તેને જરાયુ કહે છે. આ રચના ગર્ભાશયની દીવાલમાં સમાયેલી રહે છે. તે ભૂણ તરફની પેશીમાં પ્રવર્ધા ધરાવે છે. માતા તરફની પેશીઓમાં પ્રવને આચ્છાદિત કરતા રુધિરકોટરો હોય છે. જરાય માતાના શરીરમાંથી ગ્લોઝ, ઑક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભૂણમાં સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. વિકસતા ભૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાય માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે.

બાળજન્મ :

 • માતાના શરીરમાં ભૂણને વિકસિત થવા માટે લગભગ 9 મહિના થાય છે.
 • ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશ બાળજન્મ થાય છે.

પ્રશ્ન 25.
સમજાવો : માસિક ચક્ર (ઋતુસ્ત્રાવ)
અથવા
સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે?
ઉત્તર:
માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 – 30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્રાવ દરમિયાન યોનિદ્વારમાંથી રક્તસ્રાવ બહાર નીકળે છે. આ સ્રાવ દરમિયાન કોષભંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ થાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 16
સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃદીવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર-પુરવઠાસભર બને છે. પરંતુ જો ફલન ન થાય, તો ગર્ભાશયના અંતઃઆવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેખના રૂપે યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે.

આ સાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે. તેને માસિક સ્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે. તેની અવધિ 2થી 8 દિવસની હોય છે.

માહિતી માટે
સ્ત્રીમાં ઋતુચક્રનો આરંભ (રજોદર્શન) તરુણાવસ્થાથી થાય છે.

 • સૌપ્રથમ વખત થતા તુસ્ત્રાવને રજોદર્શન (Menarche) કહે છે.
 • જ્યારે સ્ત્રી 45 – 50 વર્ષની વયે પહોંચે, ત્યાં સુધીમાં માસિક ચક્ર અનિયમિત બની છેવટે બંધ થઈ જાય છે. તેને રજોનિવૃત્તિ (Menopause) કહે છે.

પ્રશ્ન 26.
લૈગિક પરિપક્વતા સંદર્ભે તરુણો (વ્યક્તિઓ) પર કયાં દબાણ હોય છે? શા માટે?
ઉત્તર:
લૈંગિક કે જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો વિવિધ પ્રકારનાં દબાણ હેઠળ હોય છે.

 1. વ્યક્તિ ઇચ્છતી હોય કે ન ઇચ્છતી હોય, પરંતુ મિત્રો દ્વારા ચોક્કસ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું દબાણ હોય છે.
 2. વિવાહ તેમજ સંતાનોત્પત્તિ માટે પારિવારિક દબાણ હોઈ શકે છે. હું
 3. બાળજન્મ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા દબાણ હોઈ શકે છે. હું
 4.  જાતીય સમાગમ (મૈથુન ક્રિયા) દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું દબાણ હોઈ શકે છે.
 5. લેંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. તેથી આંશિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનનક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું છે એવો કરી શકાય નહીં.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 27.
જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો (STD) કયા છે?
ઉત્તર:
જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઠ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે.
જીવાણુ(બૅક્ટરિયા)જન્ય રોગો સિફિલિસ, ગોનોરિયા
વાઇરસજન્ય રોગો : મસા (Wart – ચામડી પર ઉપસી આવતા મોટા તલ), HIV – AIDS
જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે.

પ્રશ્ન 28.
માનવવસતિ-નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો. અથવા કૉન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓ સમજાવો.
અથવા
ગર્ભધારણ અટકાવવા માટેની ત્રણ પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરો. (August 20)
ઉત્તર:
જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશાં રહે છે. ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાઈ છે. તેના ઉપયોગથી વસતિ-નિયંત્રણ થઈ શકે છે.
(1) યાંત્રિક અવરોધ : નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી.
અન્ય ગર્ભઅવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભઅવરોધક સાધન (IUCD) – કૉપર-1 કે આંકડી (Loop) સ્થાપિત કરવામાં આવે છે. તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે, પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે છે.

(2) રાસાયણિક અવરોધઃ આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભઅવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ગર્ભઅવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી-શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે. તેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફ્લન થતું નથી. » ગર્ભઅવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે. તેના કારણે કેટલીક વિપરીત અસરો થઈ શકે છે.

(૩) શસ્ત્રક્રિયા: પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. સ્ત્રીની અંડવાહિની(ફેલોપિયન નલિકા)ને અવરોધી, અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં ફલન થતું નથી.
શસ્ત્રક્રિયા તનિક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ મેળવી શકાય છે. શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ (ચેપ) અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 17
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 18
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 19

પ્રશ્ન 29.
ટૂંકમાં સમજાવોઃ વસતિ
ઉત્તર:
એક જાતિની વ્યક્તિઓના સમૂહને વસતિ (Population) કહે છે.

પ્રજનનક્રિયા દ્વારા સજીવો પોતાની વસતિની વૃદ્ધિ કરે છે. વસતિનું કદ તેના જન્મદર અને મૃત્યુદર વડે નક્કી થાય છે. માનવવસતિના કદમાં વધારો ચિંતાનો વિષય છે. વસતિના કદમાં વધારો ખોરાકની અછત, નિમ્ન જીવનસ્તર, નૈસર્ગિક સોતનો ઘટાડો અને સામાજિક અસમાનતાના પ્રશ્નો સર્જે છે. આમ, વસતિનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
(1) અલિંગી પ્રજનન પદ્ધતિઓનાં નામ આપો. (March 20)
ઉત્તર:
અલિંગી પ્રજનન પદ્ધતિઓ : (1) ભાજન (દ્વિભાજન અને બહુભાજન), (2) અવખંડન, (3) પુનઃજનન / પુનર્જનન, (4) કલિકાસર્જન, (5) બીજાણુનિર્માણ અને (6) વાનસ્પતિક પ્રજનન.

(2) અલિંગી પ્રજનન કરતાં હોય એવાં બે પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તર:
અલિંગી પ્રજનન કરતાં પ્રાણીઓ અમીબા, પ્લાઝમોડિયમ.

(3) હાઈડ્રા અને પ્લાઝમોડિયમમાં અલિંગી પ્રજનન પદ્ધતિનાં નામ આપો.
ઉત્તર:
હાઇડ્રામાં અલિંગી પ્રજનન પદ્ધતિ : પુનર્જનન અને કલિકાસર્જન.
પ્લાઝમોડિયમમાં અલિંગી પ્રજનન પદ્ધતિ બહુભાજન.

(4) તમે પુનર્જનનનો શું અર્થ કરો છો? બે પ્રાણીઓનાં નામ આપો કે જેમના શરીરના કપાયેલા ભાગો સંપૂર્ણ પ્રાણીમાં પુનઃજનન પામે છે.
ઉત્તર:
પુનર્જનનનો અર્થ શરીરના કપાયેલા નાના ભાગમાંથી નવા પૂર્ણ પ્રાણીશરીરનું સર્જન.
હાઈડ્રા અને પ્લેનેરિયામાં શરીરના કપાયેલા ભાગો સંપૂર્ણ પ્રાણીમાં પુનર્જનન પામે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(5) વાનસ્પતિક પ્રજનનનો શું અર્થ થાય છે?
ઉત્તર:
વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિના કોઈ પ્રજનન અંગની મદદ સિવાય મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવાં વાનસ્પતિક અંગોની કલિકાઓ વડે નવી સંતતિનું સર્જન થવું.

(6) આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે બે સજીવ એક જ જાતિના સભ્ય છે?
ઉત્તર:
બે સજીવની શરીર-સંરચના એકસમાન હોવાના આધારે આપણે નક્કી કરી શકીએ કે, તે બે સજીવ એક જ જાતિના સભ્ય છે.

(7) કઈ બાબત શરીર-સંરચનામાં ફેરફાર તરફ દોરી જાય છે?
ઉત્તર:
કોષકેન્દ્રમાં આવેલું DNA પ્રોટીન-નિર્માણ માટેની માહિતીનો સ્ત્રોત છે. જો DNAની માહિતી બદલાય તો ભિન્ન પ્રકારના પ્રોટીન નિર્માણ પામે છે. આ બાબત શરીર-સંરચનામાં ફેરફાર તરફ દોરી જાય છે.

(8) પ્રજનનમાં કઈ સૌથી આધારભૂત બાબત સંકળાયેલી છે?
ઉત્તર:
પ્રજનનમાં શરીર-સંરચનાની લૂપ્રિન્ટ માટે DNA પ્રતિકૃતિના નિર્માણની સૌથી આધારભૂત બાબત સંકળાયેલી છે.

(9) નવી સર્જન પામેલી DNAની નકલો ક્યારે અલગ થાય છે?
ઉત્તરઃ
નવી સર્જન પામેલી DNAની નકલો જ્યારે બીજી કોષીય – સંરચનાઓનું સર્જન થાય તે પછી અલગ થાય છે.

(10) કોષવિભાજનથી ઉત્પન્ન થતા બે બાળકોષ શું સમરૂપ હોય છે?
ઉત્તર:
ના, DNA પ્રતિકૃતિના સર્જનમાં દરેક વખતે કેટલીક ભિન્નતાઓ સર્જાય છે. પરિણામે DNA પ્રતિકૃતિ સમાન હોય છે, પરંતુ સમરૂપ હોતી નથી. તેથી બે બાળકોષ સમરૂપ હોતા નથી.

(11) જો સજીવ અનેક પ્રકારના કોષો ધરાવતો હોય, તો પ્રજનન કોઈ એક પ્રકારના કોષો વડે કઈ રીતે થઈ શકે છે?
ઉત્તરઃ
સજીવ અનેક પ્રકારના કોષો ધરાવતો હોય છે, પરંતુ તેના શરીરમાં ચોક્કસ વિશિષ્ટ પ્રકારના કોષો વડે પ્રજનન થઈ શકે છે.

(12) પુનર્જનન શા માટે પ્રજનન જેવું નથી?
ઉત્તર:
પુનર્જનન એ પ્રજનન જેવું નથી, કારણ કે પ્રજનન એ વિશિષ્ટ કોષો કે અંગો વડે થતી જટિલ પ્રક્રિયા છે, જ્યારે પુનર્જનન એ મૂળભૂત રીતે નાશ પામેલા કોષોના સ્થાને થતી સમારકામની ક્રિયા છે.

(13) ફલન પછી પુષ્પના કયા ભાગો ખરી પડે છે?
ઉત્તર:
ફલન પછી પુષ્પના વજપત્રો, દલપત્રો, પુંકેસર, પરાગવાહિની અને પરાગાસન કરમાઈને ખરી પડે છે.

(14) વજપત્રો અને દલપત્રોનાં કાર્ય જણાવો.
ઉત્તર:
વજપત્રોનું કાર્ય દલપત્રો, પુંકેસરો અને સ્ત્રીકેસરનું રક્ષણ. દલપત્રોનું કાર્ય કીટકોને પરાગનયન માટે આકર્ષિત કરવાનું.

(15) કઈ વનસ્પતિના ફળમાં પુષ્પના કયા ભાગ સ્થાયીરૂપે જોડાયેલા હોય છે?
ઉત્તર:
રીંગણ, સફરજન, જામફળ વગેરેમાં શુષ્ક વજપત્રો સ્થાયીરૂપે જોડાયેલા હોય છે.
સ્ટ્રોબેરીમાં કેટલાંક વજપત્રો સ્થાયી સ્વરૂપે જોડાયેલા રહે છે. હું

(16) મનુષ્યમાં સામાન્ય વૃદ્ધિ પ્રક્રિયા સાથે સંકળાયેલા બે ફેરફાર જણાવો.
ઉત્તર:
ઊંચાઈ અને વજનમાં વધારો, દૂધિયા દાંત પડી જતાં ? તેના સ્થાને કાયમી દાંત આવવા.

(17) પેઢી-દર-પેઢી લક્ષણોનાં નવાં સંયોજન કેવી રીતે ઉત્પન્ન – થાય છે?
ઉત્તર:
પ્રત્યેક DNA પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે પૂર્વ પેઢીઓની ભિન્નતાઓ પણ સંગૃહીત થાય છે. લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃઓની ભિન્નતાઓ દ્વારા લક્ષણોનાં નવાં સંયોજન ઉત્પન્ન થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(18) વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ તકનિકનાં નામ આપો. તેનો ? ઉપયોગ કઈ વનસ્પતિઓના ઉછેરમાં થાય છે?
ઉત્તર:
વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ તકનિક કલમ, દાબકલમ, આરોપણ.
તેનો ઉપયોગ શેરડી, ગુલાબ, દ્રાક્ષ વગેરેના ઉછેરમાં થાય છે.

(19) પરપરાગનયનના વાહકો જણાવો.
ઉત્તર:
પરપરાગનયનના વાહકો પવન, પાણી અને પ્રાણીઓ.

(20) તરુણાવસ્થામાં બંને જાતિમાં જોવા મળતા બે સામાન્ય ફેરફાર જણાવો.
ઉત્તર: બ
ગલ તેમજ જાંઘોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઊગે છે. ચામડી સામાન્ય રીતે તૈલી બને છે અને ક્યારેક ખીલ ઉદ્ભવે છે.

(21) શુક્રકોષના વહન અને પોષણમાં કઈ ગ્રંથિના સ્ત્રાવ : મદદરૂપ છે?
ઉત્તર:
શુક્રકોષના વહન અને પોષણમાં શુકાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સાવ મદદરૂપ છે.

(22) યુગ્મનજ, ગર્ભ અને ભૃણના અર્થ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 31

(23) જરાયુ કોને કહે છે?
ઉત્તર:
ગર્ભસ્થાપન પછી ગર્ભાશયની દીવાલમાં રકાબી જેવી | વિશિષ્ટ રચના બને છે. તેના દ્વારા માતાના રુધિરમાંથી ગર્ભ ભૂણ પોષણ મેળવે છે, તેને જરાય કહે છે.

(24) સ્ત્રીની શરીર-સંરચના ગર્ભધારણ અને ગર્ભના વિકાસ માટે કેવી રીતે અનુકૂલિત થાય છે?
ઉત્તર:
સ્ત્રીનું ગર્ભાશય દરેક મહિને ગર્ભ ધારણ કરવા તેમજ તેના વિકાસ માટે પોષણ પૂરું પાડવા તૈયારી કરી અનુકૂલિત થાય છે.

(25) જાતીય સમાગમ દરમિયાન કેવી રીતે જાતીય સંક્રમિત રોગોનું વહન અટકાવી શકાય છે?
ઉત્તર:
જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવામાં આવે, તો જાતીય સંક્રમિત રોગોનું વહન અટકાવી શકાય છે.

(26) બેક્ટરિયા અને વાઈરસ વડે થતા STDsનાં નામ આપો.
ઉત્તરઃ
બૅક્ટરિયલ STDs: ગોનોરિયા, સિફિલિસ
વાઇરલ STDs: મસા, HIV – AIDS

(27) ભૂણ-લિંગનિશ્ચયનનો દુરુપયોગ કયો છે?
ઉત્તરઃ
ભૂણ-લિંગનિશ્ચયનથી બાળકની જાતિ જાણી, માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત દ્વારા દૂર કરવામાં આવે છે. આવી અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેનો દુરુપયોગ છે.

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવોઃ
(1) પ્રજનન
ઉત્તર:
જે ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાના જીવન દરમિયાન પુખ્તાવસ્થાએ પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરે છે. તેને પ્રજનન કહે છે.

(2) ભિન્નતા
ઉત્તર:
એક જાતિના કે તેની વસતિના સજીવોનાં લક્ષણોમાં રહેલા ફેરફારને ભિન્નતા કહે છે.

(3) અલિંગી પ્રજનન
ઉત્તર:
જનનકોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે.

(4) લિંગી પ્રજનન
ઉત્તર:
જે પ્રજનનમાં બે પિતૃ (નર અને માદા) નવી સંતતિના નિર્માણમાં સંકળાયેલા હોય, તેને લિંગી પ્રજનન કહે છે.

(5) બહુભાજન
ઉત્તર:
એક પિતૃ સજીવમાંથી એક જ સમયે વિભાજનથી એકસાથે મોટી સંખ્યામાં બાળસંતતિનું નિર્માણ કરે છે, તેને બહુભાજન કહે છે.

(6) અવખંડન
ઉત્તરઃ
બહુકોષી સજીવોના શરીર બે અથવા વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે અને આ દરેક ટુકડો પરિપક્વ બની સંપૂર્ણ સજીવ તરીકે વૃદ્ધિ પામે છે, તેને અવખંડન કહે છે.

(7) કલિકા
ઉત્તર:
કેટલાક બહુકોષી સજીવોના શરીરના કોઈ ભાગમાં કોષો વારંવાર વિભાજન પામી, ઉપસેલા કોષસમૂહ તરીકે બહારની તરફ વૃદ્ધિ પામી, નવા સજીવનું નિર્માણ કરે છે. તેને કલિકા કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(8) વાનસ્પતિક પ્રજનન
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી બાળછોડ / સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે.

(9) બીજાણુધાની
ઉત્તરઃ
કેટલીક ફૂગ ઉદા., રાઇઝોપસમાં ઊર્ધ્વસ્થ તંતુઓ પર પ્રજનન માટે બીજાણુઓ ઉત્પન્ન કરતી ગોળાકાર ગુચ્છ જેવી રચના હોય છે. તેને બીજાણુધાની કહે છે.

(10) બીજાણુ
ઉત્તર:
બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જાડા રક્ષણાત્મક આવરણથી આવરિત હોય છે, તેને બીજાણુ કહે છે.

(11) અર્ધસૂત્રીભાજન
ઉત્તરઃ
જનનકોષોના નિર્માણ દરમિયાન થતું કોષવિભાજન કે જેના ? દ્વારા રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે, તેને અર્ધસૂત્રીભાજન કહે છે.

(12) પુષ્પ
ઉત્તર:
સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્ય કહે છે.

(13) બીજાંકુરણ
ઉત્તર:
અનુકૂળ પરિસ્થિતિમાં બીજમાં રહેલા ભૂણનો વિકાસ થઈ નવા છોડનું નિર્માણ થવાની ક્રિયાને બીજાંકુરણ કહે છે.

(14) પરાગનયન
ઉત્તરઃ
પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પ કે અન્ય પુષ્પના સીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે.

(15) તરુણાવસ્થા
ઉત્તરઃ
મનુષ્યમાં જે વયે પ્રજનન અંગો કાર્યરત થાય છે તેમજ છોકરા અને છોકરી પ્રજનન માટે પરિપક્વ થાય છે, તેને તરુણાવસ્થા કહે છે.

(16) માદા-લૂણહત્યા
ઉત્તર:
ગેરકાયદેસર અસ્ટ્રાસાઉન્ડ પદ્ધતિનો ઉપયોગ કરી બાળકના જન્મ પહેલાં તેનું લિંગ જાણી લઈ, જો માદા ભૂણ હોય, તો ગર્ભપાત કરાવી ભૂણનો નાશ કરાય છે. તેને માદા-ભૂણહત્યા કહે છે.

(17) ફલન
ઉત્તરઃ
નર જનનકોષ અને માઘ જનનકોષના સંમિલનથી યુગ્મનજ (ફલિતાંડ) નિર્માણ થવાની ક્રિયાને ફલન કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
(1) ………………………. સતત કોષવિભાજનમાંથી પસાર થઈ બહુકોષી ગર્ભનું નિર્માણ કરે છે.
ઉત્તરઃ
યુગ્મનજ

(2) ગોનોરિયા અને સિફિલિસ જેવા જાતીય રોગો માટે જવાબદાર રોગકારક …………………. છે.
ઉત્તરઃ
બૅક્ટરિયા

(3) જનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા બિનપ્રજનનકોષો કરતાં ……………………. હોય છે.
ઉત્તરઃ
અડધી

(4) પ્લાઝમોડિયમમાં ………………………… દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
ઉત્તરઃ
બહુભાજન

(5) બટાટાના કંદની સપાટી પર અલિંગી પ્રજનન માટે ઘણી ………………………… આવેલી હોય છે.
ઉત્તરઃ
કલિકાઓ

(6) શરીરના કોઈ કપાયેલા નાના ભાગમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ કરવાની ક્ષમતાને ………………………… કહે છે.
ઉત્તરઃ
પુનર્જનન

(7) સપુષ્પ વનસ્પતિમાં અંડકોષના ફલનની ક્રિયા …………………………… માં થાય છે.
ઉત્તરઃ
અંડક

(8) લિંગી પ્રજનનમાં સર્જાતી લક્ષણોની ભિન્નતા ……………………….. દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ઉત્તરઃ
જનીનિક વિવિધતા

(9) સ્ત્રીમાં દર ……………. દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે.
ઉત્તરઃ
28

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(10) ગર્ભાવસ્થા અટકાવવા ……………………..માં કોપર-1 મૂકવામાં આવે છે.
ઉત્તરઃ
ગર્ભાશય

(11) વૃષણકોથળીનું તાપમાન પુરુષના શરીરના સામાન્ય તાપમાન કરતાં ……………… નીચું હોય છે.
ઉત્તરઃ
2-3°C

(12) પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ …………………… તરફ દોરી જાય છે.
ઉત્તરઃ
ઉદ્વિકાસ

(13) સપુષ્પ વનસ્પતિમાં જીવસાતત્ય માટે સૌથી અગત્યનો ભાગ ……………………. છે.
ઉત્તરઃ
અંડક

(14) લિંગી પ્રજનનમાં ………………… કોષો ભાગ લે છે.
ઉત્તરઃ
જનન

(15) શુક્રકોષો શુક્રપિંડમાંથી મૂત્રજનન માર્ગ સુધી પહોંચે તે દરમિયાન તેમાં ……………………… અને …………………….ના સાવ ભળે છે.
ઉત્તરઃ
શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ

(16) સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો ……………………… થાય છે.
ઉત્તરઃ
માસિક સ્ત્રાવ

(17) જન્મદર અને મૃત્યુદર વડે ……………………… નું કદ નક્કી કરવામાં આવે છે.
ઉત્તરઃ
વસતિ

(18) ગર્ભાશય ………………….. દ્વારા યોનિમાર્ગમાં ખૂલે છે.
ઉત્તરઃ
ગ્રીવા

(19) બીજની રચનામાં ……………………… ભાવિ પ્રરોહ અને ………………….. ભાવિ મૂળ તરીકે હોય છે.
ઉત્તરઃ
ભૂણાગ્ર, ભૃણમૂળ

(20) કોષકેન્દ્રમાં રહેલું DNA ……………………..ના નિર્માણ માટે માહિતીનો સ્ત્રોત છે.
ઉત્તરઃ
પ્રોટીન

પ્રશ્ન 4.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
(1) પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અલિંગી પ્રજનન દ્વારા સજીવની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે.
ઉત્તરઃ
ખોટું

(2) અમીબા અને પેરામીશિયમ જેવા એકકોષી પ્રાણીઓમાં અવખંડન પ્રજનન પદ્ધતિ સામાન્ય છે.
ઉત્તરઃ
ખોટું

(3) કોષકેન્દ્રના રંગસૂત્રોમાં રહેલું DNA પ્રોટીનસંશ્લેષણની માહિતી ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(4) ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે.
ઉત્તરઃ
ખરું

(5) કલિકાસર્જન માત્ર પ્રાણીઓમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ છે.
ઉત્તરઃ
ખોટું

(6) નિરોધ એ યાંત્રિક ગર્ભઅવરોધન પદ્ધતિ છે.
ઉત્તરઃ
ખરું

(7) લિંગી પ્રજનનમાં ફલિતાંડમાં DNAનું પ્રમાણ તે સજીવ જાતિના પિતૃઓના DNA પ્રમાણ કરતાં બમણું થાય છે.
ઉત્તરઃ
ખોટું

(8) પુંકેસરમાં સર્જાતી પરાગરજ વનસ્પતિના નર જનનકોષો છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(9) જાતીય અંતઃસ્ત્રાવોના સ્રાવની શરૂઆત તરુણાવસ્થાથી થાય છે. હું
ઉત્તરઃ
ખરું

(10) શુક્રવાહિની શુક્રાશયમાંથી બહાર આવે છે.
ઉત્તરઃ
ખોટું

(11) મનુષ્યમાં ફલનક્રિયા સ્ત્રીના યોનિમાર્ગમાં થઈ, ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થાય છે.
ઉત્તરઃ
ખોટું

(12) છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટીકાઓ હોય છે.
ઉત્તરઃ
ખરું

(13) માસિક સ્રાવની અવધિ સામાન્ય રીતે 2થી 8 દિવસની હોય છે.
ઉત્તરઃ
ખરું

(14) જન્મ પહેલાં બાળકનું લિંગ જાણવું આપણા દેશમાં કાયદેસર છે.
ઉત્તરઃ
ખોટું

(15) સજીવ વસતિના જન્મદર અને મૃત્યુદર વડે વસતિના કદનું નિશ્ચયન થાય છે.
ઉત્તરઃ
ખરું

(16) સિફિલિસ STD છે.
ઉત્તરઃ
ખરું

(17) DNA પ્રતિકૃતિનું સર્જન એ કોષીય પ્રજનનનો ભાગ છે.
ઉત્તરઃ
ખરું

(18) કેળાં, નારંગી, ગુલાબ અને મોગરા જેવી વનસ્પતિઓ જેમણે બીજનિર્માણની ક્ષમતા ગુમાવી છે, તેઓનું ઉત્પાદન વાનસ્પતિક પ્રજનન વડે થઈ શકે છે.
ઉત્તરઃ
ખરું

(19) ભિન્નતા સંદર્ભે પરપરાગનયન કરતાં સ્વપરાગનયન વધારે યોગ્ય ગણાય છે.
ઉત્તરઃ
ખોટું

(20) યીસ્ટ, હાઈડ્રા, પાનફૂટીમાં પ્રજનન માટે કલિકાનું નિર્માણ થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
જોડકાં જોડો :
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 32
ઉત્તરઃ
(1 – r), (2 – s), (3 – q), (4 – p).

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 33
ઉત્તર:
(1 – q), (2 – t), (3 – u), (4 – p), (5 – r), (6 – s).

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 34
ઉત્તરઃ
(1 – q), (2 – s), (3 – p), (4 – r).

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 35
ઉત્તર:
(1 – r), (2 – p), (3 – s), (4 – q).

(5)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 36
ઉત્તર:
(1 – q), (2 – s), (3 – p), (4 – r).

(6)
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 37
ઉત્તર:
(1 – q), (2 – p), (3 – s), (4 – r).

પ્રશ્ન 6.
આકૃતિ આધારિત પ્રશ્નો:

1. આકૃતિમાંના સજીવ ઓળખી, તેમાં કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે, તે જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 38
ઉત્તર:
(a) લેશમાનિયા – દ્વિભાજન
(b) પ્લાઝમોડિયમ – બહુભાજન
(c) સ્પાયરોગાયરા – અવખંડન
(d) પ્લેનેરિયા – પુનર્જનન

2. હાઇડ્રાની કલિકાસર્જન પદ્ધતિમાં નિર્દેશિત (b) અને (C) ક્રમની આકૃતિ દોરો.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 39
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 40

૩. અમીબામાં દ્વિભાજનની કેટલીક આકૃતિઓ આપી છે. તેનો સાચો ક્રમ જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 41
ઉત્તર:
(3) → (2) → (1) → (4)

4. આપેલી આકૃતિઓનું અવલોકન કરી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 42
(1) (a), (b), (c) અને (d)માં દર્શાવેલા સજીવનાં નામ આપો.
ઉત્તર:
(a) હાઇડ્રા
(b) રાઈઝોપસ
(c) પાનફૂટી
(d) પ્લેનેરિયા

(2) આપેલી ચારેય આકૃતિમાં જૈવિક ક્રિયાનું નામ અને તેના પ્રકાર જણાવો.
ઉત્તર:
અલિંગી પ્રજનન;
પ્રકારઃ
(a) કલિકાસર્જન
(b) બીજાણુનિર્માણ
(c) વાનસ્પતિક પ્રજનન
(d) પુનર્જનન

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(3) આ જૈવિક ક્રિયા સજીવો માટે કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
જીવસાતત્ય જાળવવા અને સજીવની સંખ્યા વધારવા.

5. આપેલી આકૃતિ ઓળખી, તેમાં a, b અને C ભાગનું નામનિર્દેશન લખો.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 43
ઉત્તર:
રાઇઝોપસમાં બીજાણુનિર્માણ;
a – બીજાણુધાની
b – બીજાણુ અને
c – કવકતંતુ

6. આકૃતિનું અવલોકન કરી, પ્રશ્નોના ઉત્તર લખો :
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 44
(1) આકૃતિમાં દર્શાવેલું બીજ એકદળી છે કે દ્વિદળી?
(2) બીજ અંકુરણ પામે ત્યારે કયો ભાગ પ્રરોહનું સર્જન કરે છે?
(3) a ભાગનું સાચું નામ જણાવો.
ઉત્તર:
(1) દ્વિદળી
(2) ભૂણાગ્ર
(3) ભૃણમૂળ

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

1. સરળ બહુકોષીય પ્રાણી જેમાં સૂત્રોગો છે અને જે મીઠા પાણીમાં રહે છે, તે કઈ પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે?
A. દ્વિભાજન
B. બીજાણુનિર્માણ
C. કલિકાસર્જન
D. અવખંડન
ઉત્તર:
C. કલિકાસર્જન

2. નીચે આપેલામાંથી કયો એક સજીવ બીજાણુનિર્માણ દ્વારા પ્રજનન કરે છે?
A. રાઈઝોપસ
B. પ્લેનેરિયા
C. સ્પાયરોગાયરા
D. બટાટા
ઉત્તર:
A. રાઈઝોપસ

૩. સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન પદ્ધતિમાં શું થાય છે?
A. કોષવિભાજન બે કોષમાં થતાં
B. તંતુનું ખંડન નાના ટુકડાઓમાં થતાં
C. કોષનું વિભાજન ઘણા કોષમાં થતાં
D. મોટી સંખ્યામાં કલિકાનું નિર્માણ થતાં
ઉત્તર:
B. તંતુનું ખંડન નાના ટુકડાઓમાં થતાં

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

4. કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે, તે ક્રિયાને શું કહે છે?
A. બહુભાજન
B. દ્વિભાજન
C. કલિકાસર્જન
D. અવખંડન
ઉત્તર:
D. અવખંડન

5. ભાજન, કલિકાસર્જન, બીજાણુનિર્માણ વગેરે ક્યા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે?
A. વાનસ્પતિક પ્રજનન
B. અલિંગી પ્રજનન
C. લિંગી પ્રજનન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. અલિંગી પ્રજનન

6. વનસ્પતિના કયા ભાગો વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કરે છે?
A. મૂળ, પ્રકાંડ અને પુષ્પ
B. પ્રકાંડ, પુષ્પ અને ફળ
C. પ્રકાંડ, પર્ણ અને પુષ્પ
D. મૂળ, પ્રકાંડ અને પર્ણ
ઉત્તર:
D. મૂળ, પ્રકાંડ અને પર્ણ

7. સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસ માટે હોય છે?
A. 2થી 8 દિવસ
B. 10થી 12 દિવસ
C. 13થી 14 દિવસ
D. 28થી 32 દિવસ
ઉત્તર:
A. 2થી 8 દિવસ

8. કલિકાસર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઈ છે?
A. મ્યુકર
B. યીસ્ટ
C. અમીબા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. યીસ્ટ

9. નીચેનામાંથી કયો સજીવ પુનઃજનન દર્શાવે છે?
A. હાઇડ્રા અથવા પ્લેનેરિયા
B. અમીબા
C. પેરામીશિયમ
D. રાઈઝોપસ
ઉત્તર:
A. હાઇડ્રા અથવા પ્લેનેરિયા

10. પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં છે?
A. ઉદરગુહામાં
B. શુક્રવાહિનીમાં
C. વૃષણકોથળીમાં
D. શિશ્નમાં
ઉત્તર:
C. વૃષણકોથળીમાં

11. શરીરનું સામાન્ય તાપમાન 37 °C હોય, ત્યારે વૃષણકોથળીનું આદર્શ તાપમાન કેટલું ગણાય?
A. 37 °C
B. 36 °C
C. 39 °C
D. 34 °C
ઉત્તર:
D. 34 °C

12. શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે?
A. ગર્ભાશયમાં
B. ગ્રીવામાં
C. યોનિમાર્ગમાં
D. અંડવાહિનીમાં
ઉત્તર:
D. અંડવાહિનીમાં

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

13. સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે?
A. ગર્ભાશયમાં
B. યોનિમાર્ગમાં
C. અંડપિંડમાં
D. અંડવાહિનીમાં
ઉત્તર:
A. ગર્ભાશયમાં

14. સ્ત્રીમાં ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે?
A. 100
B. 180
C. 210
D. 280
ઉત્તર:
D. 280

15. માતાના ગર્ભાશયની દીવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે?
A. જરાયુ
B. ગર્ભનાળ
C. ઉલ્વકોથળી
D. ઉલ્વપ્રવાહી
ઉત્તર:
A. જરાયુ

16. અલિંગી પ્રજનનમાં સર્જાતી સંતતિઓમાં સામ્ય હોય છે, કે કારણ કે…
A. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે.
B. અલિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે છે.
C. અલિંગી પ્રજનનમાં પ્રજનનકોષો ભાગ લે છે.
D. અલિંગી પ્રજનનમાં પ્રજનનકોષો ભાગ લેતા નથી.
ઉત્તર:
A. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે., D. અલિંગી પ્રજનનમાં પ્રજનનકોષો ભાગ લેતા નથી.

17. નીચેના પૈકી કઈ ફૂગ બીજાણુનિર્માણથી અલિંગી પ્રજનન કરતી નથી?
A. રાઇઝોપસ
B. પેનિસિલીયમ
C. યીસ્ટ
D. યુકર
ઉત્તર:
C. યીસ્ટ

18. અમીબા અને બૅક્ટરિયાના પ્રજનનમાં કઈ લાક્ષણિકતા સમાન છે?
(1) તેઓ બહુકોષી છે.
(2) તેઓ એકકોષી છે.
(3) તેઓ ફક્ત લિંગી પ્રજનન કરે છે.
(4) તેઓ ફક્ત અલિંગી પ્રજનન કરે છે.
(5) તેઓ મુખ્યત્વે દ્વિભાજન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે. ?

A. (1), (3) અને (4)
B. (2) અને (5)
C. (2) અને (4)
D. (2), (4) અને (5)
ઉત્તર:
B. (2) અને (5)

19. કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે?
A. જીવન-પદ્ધતિમાં ફેરફાર
B. જીવસાતત્ય
C. DNA પ્રતિકૃતિનું સર્જન
D. વારસાગત લક્ષણોનું વહન
ઉત્તર:
C. DNA પ્રતિકૃતિનું સર્જન

20. પુષ્ય માટે શું સાચું છે?
(1) પુષ્પો હંમેશાં દ્વિલિંગી હોય છે.
(2) તે લિંગી પ્રજનન અંગો ધરાવે છે.
(3) તે બધા વનસ્પતિ સમૂહમાં ઉત્પન્ન થાય છે.
(4) તેના બીજાંડ ફલન પછી બીજનું નિર્માણ કરે છે.

A. (1) અને (3)
B. (2) અને (3)
C. (1) અને (4)
D. (2) અને (4)
ઉત્તર:
D. (2) અને (4)

21. લિંગી પ્રજનનથી સર્જાતી સંતતિઓમાં ભિન્નતા વધારે હોય છે, કારણ કે ………..
A. લિંગી પ્રજનન વધારે લાંબી અને જટિલ ક્રિયા છે.
B. ભિન્ન જાતિના બે પિતૃઓનું જનીનદ્રવ્ય વારસામાં આવે છે.
C. એક જાતિના બે પિતૃઓનું જનીન દ્રવ્ય વારસામાં આવે છે.
D. પિતૃઓ કરતાં સંતતિમાં જનીનદ્રવ્યનો જથ્થો બમણો થાય છે.
ઉત્તર:
C. એક જાતિના બે પિતૃઓનું જનીન દ્રવ્ય વારસામાં આવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

22. પુષ્પમાં નર જનનકોષો અને માદા જનનકોષો કયા ભાગમાં ઉત્પન્ન થાય છે?
A. પરાગાશય, અંડક
B. પરાગાશય, પરાગાસન
C. પરાગાસન, પરાગવાહિની
D. બીજાશય, અંડક
ઉત્તર:
A. પરાગાશય, અંડક

23 પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પન્ન કરે છે?
A. ભૂણ
B. બીજાણુ
C. ફળ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ભૂણ

24. વનસ્પતિમાં બીજનું નિર્માણ કર્યું પ્રજનન સૂચવે છે?
A. વાનસ્પતિક પ્રજનન
B. અલિંગી પ્રજનન
C. લિંગી પ્રજનન
D. કલિકાસર્જન
ઉત્તર:
C. લિંગી પ્રજનન

25. મનુષ્યમાં તરુણાવસ્થામાં થતા ફેરફારો પૈકી કયો ફેરફાર ફક્ત છોકરામાં જાતીય પરિપક્વતા સાથે સંકળાયેલો છે?
A. ઊંચાઈ અને વજનમાં વધારો
B. બગલમાં વાળ ઊગવા
C. જનનવિસ્તારમાં વાળ ઊગવા
D. મોટું અને સખત શિશ્ન
ઉત્તર:
D. મોટું અને સખત શિશ્ન

26. શુક્રપિંડમાં શુક્રકોષોના નિર્માણ માટે તાપમાન…
A. શરીરના તાપમાન કરતાં થોડું નીચું હોવું જરૂરી છે.
B. શરીરના તાપમાન કરતાં થોડું વધારે હોવું જરૂરી છે.
C. શરીરના તાપમાન જેટલું જ હોવું જરૂરી છે.
D. તાપમાન અસરકારક પરિબળ નથી.
ઉત્તર:
A. શરીરના તાપમાન કરતાં થોડું નીચું હોવું જરૂરી છે.

27. તરુણાવસ્થાથી શુક્રપિંડનાં કાર્યો નીચેના પૈકી કયાં નથી?
(1) જનનકોષોનું નિર્માણ
(2) જરાયુનો વિકાસ
(3) ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ
(4) પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ

A. (1) અને (4)
B. (2) અને (4)
C. (3) અને (4)
D. (2) અને (3)
ઉત્તર:
B. (2) અને (4)

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

28. બૅક્ટરિયા દ્વારા થતા જાતીય રોગોનું જૂથ કયું છે?
A. એઇસ-મસા
B સિફિલિસ–ગોનોરિયા
C. સિફિલિસ-એઇડ્યું
D. ગોનોરિયા-એઇટ્સ
ઉત્તર:
B સિફિલિસ–ગોનોરિયા

29. અલિંગી પ્રજનન કરતા સજીવોની સંતતિઓમાં વધારે ને સામ્યતા હોય છે, કારણ કે…
(1) અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો છે.
(2) અલિંગી પ્રજનનમાં પ્રજનનકોષો સંકળાતા નથી.
(3) અલિંગી પ્રજનન લિંગી પ્રજનન કરતાં ઝડપી છે.
(4) અલિંગી પ્રજનનમાં વધારે સંતતિ સર્જાય છે.

A. (1) અને (2)
B. (1) અને (3)
C. (2) અને (4)
D. (૩) અને (4)
ઉત્તર:
B. (1) અને (3)

30. પુષ્પમાં પુંકેસર…
A. નવા બીજ બનાવવાનું કાર્ય કરે છે.
B. નવા ફળ બનાવવાનું કાર્ય કરે છે.
C. પરાગરજ ઉત્પન્ન કરે છે.
D. ફલિત અંડકોષનો વિકાસ કરે છે.
ઉત્તર:
C. પરાગરજ ઉત્પન્ન કરે છે.

31. બ્રેડના ટુકડા પર રાઇઝોપસના ઝડપી ફેલાવા માટે જવાબદાર પરિબળો…………
(1) મોટી સંખ્યામાં બીજાણુ
(2) બ્રેડમાં ભેજ અને પોષક દ્રવ્યોની પ્રાપ્તિ
(3) શાખિત નલિકામય કવકતંતુની હાજરી
(4) ગોળ બીજાણુ ધરાવતી બીજાણુધાની

A. (1) અને (3)
B. (2) અને (4)
C. (1) અને (2)
D. (3) અને (4)
ઉત્તર:
C. (1) અને (2)

32. નીચેની આકૃતિ શું સૂચવે છે?
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 45
A. યીસ્ટમાં કલિકાસર્જન
B. અમીબામાં ખોટા પગનું નિર્માણ
C. અમીબામાં દ્વિભાજન
D. અમીબામાં કોષ્ઠ-નિર્માણ
ઉત્તર:
C. અમીબામાં દ્વિભાજન

33. છોકરીમાં પ્રજનનીય પુખ્તતાની શરૂઆત કઈ નિશાનીથી સૂચવાય છે?
A. પ્રથમ માસિક સ્રાવથી
B. ગર્ભધારણથી
C. છેલ્લા માસિક સ્રાવથી
D. અંડકોષ મુક્ત થાય તે પહેલાં
ઉત્તર:
A. પ્રથમ માસિક સ્રાવથી

34. પુષ્યનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે?
A. બીજાંડ
B. સ્ત્રીકેસર
C. બીજાશય
D. માદા જનનકોષ
ઉત્તર:
C. બીજાશય

35. જે વનસ્પતિએ બીજનિર્માણની ક્ષમતા ગુમાવી હોય તેમાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે?
A. બીજાણુનિર્માણ
B. વાનસ્પતિક પ્રજનન
C. ભાજન
D. પુનઃજનન એ
ઉત્તર:
B. વાનસ્પતિક પ્રજનન

36. કૉન્ડમનો કઈ ગર્ભઅવરોધન પદ્ધતિમાં સમાવેશ થાય છે?
A. શસ્ત્રક્રિયા પદ્ધતિ
B. અંતઃસ્ત્રાવ પદ્ધતિ
C. રાસાયણિક પદ્ધતિ
D. યાંત્રિક પદ્ધતિ
ઉત્તર:
D. યાંત્રિક પદ્ધતિ

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

37. વિધાન A: ધૂણનું જાતિ-પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે.
કારણ R: ગેરકાયદેસર રીતે માદા-ભૃણહત્યાનું પ્રમાણ વધ્યું છે.
વિધાન A અને R માટે કયો વિકલ્પ સાચો છે?
A. A અને B બંને સાચાં છે તથા R એ Aની સમજૂતી છે.
B. A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
C. A સાચું છે અને R ખોટું છે.
D. A ખોટું છે અને R સાચું છે.
ઉત્તરઃ
A. A અને B બંને સાચાં છે તથા R એ Aની સમજૂતી છે.

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપો:
(1) પૂર્ણ નામ આપો : HIV – AIDS
ઉત્તરઃ
HIV : હ્યુમન ઇમ્યુનોડેફિસિઅન્સી વાઇરસ
AIDS: ઍક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિઅન્સી સિન્ડ્રોમ

(2) સપુષ્પી વનસ્પતિઓના સંદર્ભમાં નીચે આપેલી ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો :
(a) પરાગવાહિનીમાં પરાગનલિકાનો વિકાસ થાય.
(b) ભૂણાગ્ર પ્રરોહતંત્ર તરીકે વિકાસ પામે.
(c) અંડક બીજમાં રૂપાંતરિત થાય.
(d) પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને પરાગાસન તે ગ્રહણ કરે.
ઉત્તર:
(d) → (a) → (c) → (b)

(3) મને ઓળખો : હું લિંગી પ્રજનન દરમિયાન અગત્યનું કોષવિભાજન છું અને ચોક્કસ જાતિમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જાળવી રાખવામાં મદદરૂપ છું.
ઉત્તર:
અર્ધસૂત્રીભાજન

(4) પુંકેસર : પરાગરજ : : શુક્રપિંડ : ………………
ઉત્તર:
શુક્રકોષો

(5) અસંગત જોડ શોધો :
A. હાઇડ્રા → કલિકાસર્જન, પુનર્જનન
B. દ્વિભાજન → અમીબા, લેશમાનિયા
C. સ્ત્રીકેસર → પરાગાશય, તંતુ
D. શુક્રકોષ → જનીનદ્રવ્ય, લાંબી પૂંછડી
ઉત્તરઃ
C. સ્ત્રીકેસર – પરાગાશય, તંતુ

(6) મને ઓળખો : હું ગર્ભસ્થાપન પછી ગર્ભાશયની દીવાલમાં વિકાસ પામતી રકાબી જેવી પેશી સંરચના છું.
ઉત્તર:
જરાયુ

(7) નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવોઃ
(a) માસિક સ્રાવ સામાન્ય રીતે 2થી 8 દિવસ રહે છે.
(b) દર મહિને અંડપિંડ એક અંડકોષ મુક્ત કરે છે.
(c) ગર્ભાશયની અંતઃદીવાલ જાડી અને રુધિર-પુરવઠાસભર છે બને છે.
(d) અંડકોષનું ફલન થતું નથી.
ઉત્તરઃ
(b) → (c) → (d) → (a)

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

(8) શબ્દ-ભેદ આપો યોનિમાર્ગ અને મૂત્રજનન માર્ગ
ઉત્તર:
યોનિમાર્ગ સી-શરીરમાં આવેલો છે. તે શુક્રકોષના અંડવાહિની તરફના સ્થળાંતર માટેનો અને માસિક સ્રાવનો શરીરમાંથી નિકાલ માટેનો નલિકા માર્ગ છે.
મૂત્રજનન માર્ગ એ પુરુષ-શરીરમાં શુક્રકોષો અને મૂત્ર બંનેના વહન માટેનો શિશ્નમાંથી પસાર થતો સામાન્ય માર્ગ છે.

(9) પ્લાઝમોડિયમ મેલેરિયા …………..::
લેશમાનિયા…………. : દ્વિભાજન
ઉત્તર:
બહુભાજન, કાલા-અઝાર

(10) નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ
(a) યુગ્મનજનું વિભાજન થઈ ગર્ભ નિર્માણ પામે.
(b) ગર્ભાશયની દીવાલની પેશીઓનું લયબદ્ધ સંકોચન થાય.
(c) ગર્ભાશયનું અંતઃઆવરણ જાડું અને પુષ્કળ રુધિર-પુરવઠા સભર બને.
(d) ગર્ભમાં અંગો વિકાસ પામી ભૃણમાં ફેરવાય.
(e) જરાયુની મદદથી ગર્ભ પોષણ મેળવે.
ઉત્તર:
(c) → (a) → (e) → (d) → (b)

(11) અસંગત જોડ શોધો :
(I) વાઇરસજન્ય રોગ – જનન માર્ગમાં મસા
(II) બૅક્ટરિયાજન્ય રોગ – સિફિલિસ
(III) ફૂગજન્ય રોગ – કાલા-અઝાર
(IV) પ્રજીવજન્ય રોગ – મેલેરિયા
ઉત્તરઃ
(I) ફૂગજન્ય રોગ – કાલા-અઝાર

(12) મને ઓળખો નર પ્રજનનતંત્રમાં જાતીય સમાગમ – માટે અગત્યનું બાહ્ય અંગ છું. પરંતુ મને યાંત્રિક અવરોધન વડે ઢાંકતાં – અનૈચ્છિક ગર્ભધારણ તેમજ ઘણા ચેપનો ફેલાવો અટકાવી શકાય છે.
ઉત્તર:
શિશ્ન

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
ઉચ્ચ કક્ષાના બહુકોષી પ્રાણીઓમાં પુનર્જનન જોવા મળે છે કે નહીં? હું મનુષ્ય શરીરના ઉદાહરણ વડે તમારા ઉત્તરનું સમર્થન આપો. તેને પ્રજનનના પ્રકાર તરીકે ગણી શકાય?
ઉત્તર:
હા, મનુષ્યમાં વાળ અને નખ કાપ્યા પછી વધે છે. ઈજા થયેલા સ્થાને નવા કોષોનું નિર્માણ થઈ, તે સ્થાન રૂઝાય છે.
પરંતુ તેને પ્રજનનના પ્રકાર તરીકે ગણી શકાય નહીં. મનુષ્યમાં માત્ર કોષીય સ્તરે પુનર્જનન થાય છે.

પ્રશ્ન 2.
સ્ત્રી-શરીરમાં શસ્ત્રક્રિયા દ્વારા અંડવાહિનીઓ બંધ કરી ગર્ભઅવરોધનનો કાયમી ઉપાય કરવામાં આવ્યો છે. સ્ત્રી શું તેનું નિયમિત માસિક ચક્ર દર્શાવશે કે નહીં? તમારા ઉત્તરનું સમર્થન આપો.
ઉત્તર:
શસ્ત્રક્રિયા દ્વારા અંડવાહિનીઓ બંધ કરવામાં આવી હોય, તોપણ સ્ત્રી 45 – 48 વર્ષ સુધી નિયમિત રીતે માસિક ચક્ર દર્શાવે છે, કારણ કે માસિક સ્ત્રાવ ગર્ભાશયની અંતઃદીવાલ તૂટવાને કારણે થાય છે અને તે અંડપિંડમાંથી અવતા અંતઃસ્ત્રાવોની અસર હેઠળ દર્શાવાય છે.

પ્રશ્ન 3.
એક પુરુષ પર ગર્ભઅવરોધનની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. તે શું જાતીય સમાગમ કરી શકશે? શરીરના ક્યા ભાગ પર આ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે? શસ્ત્રક્રિયા બાદ તે શું જાતીય સંક્રમિત રોગો સામે સુરક્ષિત રહેશે?
ઉત્તર:
હા, ગર્ભ-અવરોધનની શસ્ત્રક્રિયા બાદ પુરુષ જાતીય સમાગમ કરી શકે છે.
પુરુષની શુક્રવાહિની પર આ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.
જો તે જાતીય સમાગમમાં નિરોધનો ઉપયોગ ન કરે, તો શસ્ત્રક્રિયા બાદ પણ જાતીય સંક્રમિત રોગો સામે સુરક્ષિત રહી શકે નહીં.

પ્રશ્ન 4.
લિંગી પ્રજનનમાં DNAની માત્રા અને રંગસૂત્રોની સંખ્યા બાળપેઢીમાં બેવડાતી નથી. છતાં બાળપેઢીમાં ભિન્નતાઓ શા માટે જોવા મળે છે?
ઉત્તર:
લિંગી પ્રજનન દ્વારા સર્જાતી બાળપેઢીમાં ભિન્નતાઓ જોવા મળે છે, કારણ કે સંતતિ બે પિતૃમાંથી DNA અને રંગસૂત્રો મેળવે છે.
પિતૃપેઢીમાં અને જનનકોષોના નિર્માણ દરમિયાન DNA પ્રતિકૃતિઓમાં નવી ભિન્નતાઓ સર્જાય છે. અર્ધસૂત્રીભાજન પણ નવાં સંયોજનો માટે જવાબદાર છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 5.
વાનસ્પતિક પ્રજનન સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે કે અપુષ્પી વનસ્પતિઓમાં?
કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કઈ વનસ્પતિઓમાં થાય છે? બીજધારી કે બીજવિહીન?
ઉત્તરઃ
વાનસ્પતિક પ્રજનન મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે છે. પરંતુ મોસ (શેવાળ), હંસરાજ વગેરે અપુષ્પી વનસ્પતિઓમાં પણ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે.
કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ બીજધારી વનસ્પતિઓ શેરડી, ગુલાબ, દ્રાક્ષ, મોગરો, નારંગી વગેરેના ઉછેરમાં કરવામાં આવે છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
મકાઈ, સૂર્યમુખી, પપૈયાં, જાસૂદ, ધતૂરો, ગુલાબ, નાગદમની વગેરેનાં પુષ્પો જો શક્ય હોય તો એકત્ર કરો. આ પૈકી કયાં કિલિંગી છે તે નક્કી કરો. કોઈ પણ કિલિંગી પુષ્પની આકૃતિ દોરી, તેના ભાગોનાં નામ કાર્ય સાથે નિર્દિષ્ટ કરો.
ઉત્તર:
દ્વિલિંગી પુષ્પ : સૂર્યમુખી, જાસૂદ, ધતૂરો, ગુલાબ, નાગદમની
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 46
(નોંધઃ આકૃતિમાં ઘાટા અક્ષરો પુષ્પના ભાગ દર્શાવે છે, બાકીનાં કાર્યો છે.)

[દ્વિલિંગી ધતુરાનું પુષ્પ]

પ્રશ્ન 2.
નીચે આપેલાં બીજને એકદળી અને દ્વિદળીમાં વર્ગીકૃત કરો મકાઈ, વાલ, ઘઉં, મગ, ચોખા, મગફળી
કોઈ એક દ્વિદળી બીજ પસંદ કરી, તેને લગભગ 4થી 5 કલાક પાણીમાં ડુબાડો. ત્યારબાદ બીજને દબાવો અને ભૂણના ભાગોનું અવલોકન કરો.

પ્રશ્નો :
(1) બધાં દ્વિદળી બીજમાં સામાન્ય રચનાના ભાગો શું સમાન હોય છે?
(2) બીજપત્રોનું કાર્ય જણાવો.
(3) બીજઅંકુરણ આગળ વધે તેમ બીજપત્રોના કદમાં શું કોઈ ફેરફાર થાય છે?
ઉત્તર:
એકદળી બીજ : મકાઈ, ઘઉં, ચોખા દ્વિદળી બીજ : વાલ, મગ, મગફળી
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 47
(1) હા
(2) દ્વિદળીનાં બીજપત્રો ખોરાકસંગ્રહી હોય છે. તે અંકુરિત બીજને પોષક દ્રવ્યો પૂરાં પાડે છે.
(3) બીજઅંકુરણ આગળ વધે તેમ બીજપત્રોનું કદ ઘટે છે, કારણ કે તેમાં સંગૃહીત પોષક દ્રવ્યો વિકાસ માટે વપરાતાં જાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

પ્રશ્ન 3.
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 48
તમારા વિષયશિક્ષકની મદદથી આકૃતિ ઓળખી (a), (b), (c) અને (d)નાં નામ લખો. આ પૈકી અનૈચ્છિક ગર્ભધારણ રોકવા તેમજ જાતીય સંક્રમિત રોગો સામે રક્ષણ આપવા સૌથી વધારે અસરકારક કોણ છે?
ઉત્તર:
(a) કૉન્ડમ (નિરોધ) (b) કૉપરની (c) પુરુષ માટે ગર્ભ અવરોધન શસ્ત્રક્રિયા (વાસેક્ટોમી) (d) સ્ત્રી માટે ગર્ભઅવરોધન શસ્ત્રક્રિયા (ટ્યૂબેક્ટોમી)
ફક્ત કૉન્ડમ (નિરોધ) અનૈચ્છિક ગર્ભધારણ રોકવા તેમજ જાતીય સંક્રમિત રોગો સામે રક્ષણ આપવા અસરકારક છે.

Memory Map

GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 49
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 50
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 51
GSEB Class 10 Science Important Questions Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 52

Leave a Comment

Your email address will not be published.