Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 15 આર્થિક વિકાસ Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 15 આર્થિક વિકાસ
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
દેશની કુલ આવકને ‘…………………’ કહેવામાં આવે છે.
A. આર્થિક આવક
B. માથાદીઠ આવક
C. રાષ્ટ્રીય આવક
ઉત્તરઃ
C. રાષ્ટ્રીય આવક
પ્રશ્ન 2.
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ‘……………….’ પ્રાપ્ત થાય છે.
A. માથાદીઠ આવક
B. આર્થિક આવક
C. આર્થિક વિકાસ
ઉત્તરઃ
A. માથાદીઠ આવક
પ્રશ્ન 3.
આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ……………………… છે.
A. વિકાસાત્મક
B. પરિમાણાત્મક
C. સંશોધનાત્મક
ઉત્તરઃ
B. પરિમાણાત્મક
પ્રશ્ન 4.
આર્થિક વૃદ્ધિ એ ……………………. બે વિકાસ પછીની અવસ્થા છે.
A. ઔદ્યોગિક
B. રાષ્ટ્રીય
C. આર્થિક
ઉત્તરઃ
C. આર્થિક
પ્રશ્ન 5.
…………………….. દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
A. વિકાસશીલ
B. વિકસિત
C. અવિકસિત
ઉત્તરઃ
B. વિકસિત
પ્રશ્ન 6.
………………………….. દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.
A. વિકાસશીલ
B. અવિકસિત
C. વિકસિત
ઉત્તરઃ
(6) વિકાસશીલ
પ્રશ્ન 7.
વિકાસશીલ રાષ્ટ્રોમાં ……………….. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
A. સેવાઓ
B. વ્યાપાર
C. ખેતી
ઉત્તરઃ
C. ખેતી
પ્રશ્ન 8.
………………………… દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
A. અવિકસિત
B. વિકાસશીલ
C. વિકસિત
ઉત્તરઃ
B. વિકાસશીલ
પ્રશ્ન 9.
ભારત ……………………….. રાષ્ટ્ર છે.
A. અવિકસિત
B. વિકાસશીલ
C. વિકસિત
ઉત્તરઃ
B. વિકાસશીલ
પ્રશ્ન 10.
વિશ્વ બૅન્ક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક ………………………… ડૉલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય.
A. 980
B. 735
C. 845
ઉત્તરઃ
B. 735
પ્રશ્ન 11.
આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી …………………………..પ્રવૃત્તિને આ પ્રવૃત્તિ કહે છે.
A. બિનઆર્થિક
B. સેવાકીય
C. આર્થિક
ઉત્તરઃ
C. આર્થિક
પ્રશ્ન 12.
જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને ……………………. પ્રવૃત્તિ કહે છે.
A. આર્થિક
B. બિનઆર્થિક
C. ઉત્પાદકીય
ઉત્તરઃ
B. બિનઆર્થિક
પ્રશ્ન 13.
ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના …………………………….. વિભાગમાં કરવામાં આવે છે.
A. સેવાક્ષેત્ર
B માધ્યમિક
C. પ્રાથમિક
ઉત્તરઃ
C. પ્રાથમિક
પ્રશ્ન 14.
નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના …………………………… વિભાગમાં કરવામાં આવે છે. –
A. માધ્યમિક
B. પ્રાથમિક
C. સેવાક્ષેત્ર
ઉત્તરઃ
A. માધ્યમિક
પ્રશ્ન 15.
વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તેમજ વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……………………. વિભાગમાં કરવામાં આવે છે.
A. સેવાક્ષેત્ર
B. પ્રાથમિક
C. માધ્યમિક
ઉત્તરઃ
A. સેવાક્ષેત્ર
પ્રશ્ન 16.
ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને …………………………… પ્રવૃત્તિ કહે છે.
A. આર્થિક
B. સેવાકીય
C. બિનઆર્થિક
ઉત્તરઃ
A. આર્થિક
પ્રશ્ન 17.
માતા પોતાના બાળકને ઉછેરે અને વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ પ્રવૃત્તિને ……………………….. પ્રવૃત્તિ કહે છે.
A. બિનઆર્થિક
B. આર્થિક
C. સેવાકીય
ઉત્તરઃ
A. બિનઆર્થિક
પ્રશ્ન 18.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં ………………………. ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
A. માધ્યમિક
B. સેવા
C. પ્રાથમિક
ઉત્તરઃ
C. પ્રાથમિક
પ્રશ્ન 19.
ઉત્પાદનનાં સાધનોને …………………………. ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
A. ત્રણ
B. ચાર
C. પાંચ
ઉત્તરઃ
B. ચાર
પ્રશ્ન 20.
…………………………. એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
A. મૂડી
B. જમીન
C. શ્રમ
ઉત્તરઃ
C. શ્રમ
પ્રશ્ન 21.
માનવીની જરૂરિયાતો …………………… છે.
A. અખૂટ
B. અમર્યાદિત
C. મર્યાદિત
ઉત્તરઃ
B. અમર્યાદિત
પ્રશ્ન 22.
…………………….. પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
A. બજાર
B. સામ્યવાદી
C. સમાજવાદી
ઉત્તરઃ
A. બજાર
પ્રશ્ન 23.
………………………….. માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
A. ભારત
B. જાપાન
C. રશિયા
ઉત્તરઃ
B. જાપાન
પ્રશ્ન 24.
………………………….. માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
A. યુ.એસ.એ.
B. ભારત
C. ચીન
ઉત્તરઃ
A. યુ.એસ.એ.
પ્રશ્ન 25.
………………………. પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે.
A. સામ્યવાદી
B. બજાર
C. સમાજવાદી
ઉત્તરઃ
B. બજાર
પ્રશ્ન 26.
બજાર પદ્ધતિને ‘……………….’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
A. મુક્ત અર્થતંત્ર
B. મિશ્ર અર્થતંત્ર
C. નિયંત્રિત આર્થિક પદ્ધતિ
ઉત્તરઃ
A. મુક્ત અર્થતંત્ર
પ્રશ્ન 27.
………………….. માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
A. રશિયા
B. જાપાન
C. ભારત
ઉત્તરઃ
A. રશિયા
પ્રશ્ન 28.
……………………. માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
A. યુ.એસ.એ.
B. ભારત
C. ચીન
ઉત્તરઃ
C. ચીન
પ્રશ્ન 29.
…………………….. એ બજાર પદ્ધતિથી વિરોધી છે.
A. મિશ્ર આર્થિક પદ્ધતિ
B. સમાજવાદી આર્થિક પદ્ધતિ
C. નિયંત્રિત આર્થિક પદ્ધતિ
ઉત્તરઃ
B. સમાજવાદી આર્થિક પદ્ધતિ
પ્રશ્ન 30.
સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી …………………….. ની હોય છે.
A. રાજ્ય
B. સમાજ
C. વ્યક્તિ
ઉત્તરઃ
A. રાજ્ય
પ્રશ્ન 31.
……………………… માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
A. યુ.એસ.એ.
B. રશિયા
C. ભારત
ઉત્તરઃ
C. ભારત
પ્રશ્ન 32.
……………………. માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
A. જાપાન
B. ફ્રાન્સ
C. ચીન
ઉત્તરઃ
B. ફ્રાન્સ
પ્રશ્ન 33.
સમાજવાદી પદ્ધતિમાં આવક અને……………………. ની અસમાનતા દૂર થાય છે.
A. શ્રમ
B. સંપત્તિ
C. શિક્ષણ
ઉત્તરઃ
B. સંપત્તિ
પ્રશ્ન 34.
……………………….. ને નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ પણ કહે છે.
A. મિશ્ર અર્થતંત્ર
B. બજાર પદ્ધતિ
C. સમાજવાદી પદ્ધતિ
ઉત્તરઃ
A. મિશ્ર અર્થતંત્ર
પ્રશ્ન 35.
વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા ……………………. કરતી જોવા મળે છે.
A. બચત
B. પરિશ્રમ
C. સંઘર્ષ
ઉત્તરઃ
C. સંઘર્ષ
પ્રશ્ન 36.
……………………….. એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે.
A. આર્થિક વિકાસ
B. આર્થિક વૃદ્ધિ
C. આયાત-નિકાસ
ઉત્તરઃ
A. આર્થિક વિકાસ
પ્રશ્ન 37.
…………………….. રાષ્ટ્રોમાં વસ્તીવધારો વધુ જોવા મળે છે.
A. વિકાસશીલ
B. વિકસિત
C. સમૃદ્ધ
ઉત્તરઃ
A. વિકાસશીલ
પ્રશ્ન 38.
વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ………………………… લોકોમાં થયેલું જોવા મળે છે.
A. ગરીબ
B. પરિશ્રમી
C. ધનિક
ઉત્તરઃ
C. ધનિક
પ્રશ્ન 39.
………………….. એ ઉત્પાદનનું કુદરતી સાધન છે.
A. શ્રમ
B. જમીન
C. મૂડી
ઉત્તરઃ
B. જમીન
પ્રશ્ન 40.
ઉત્પાદનનાં સાધનો …………………. છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અખૂટ
ઉત્તરઃ
B. મર્યાદિત
પ્રશ્ન 41.
ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તરઃ
A. બે
પ્રશ્ન 42.
…………………………. માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.
A. સમાજવાદી પદ્ધતિ
B. મિશ્ર અર્થતંત્ર
C. બજાર પદ્ધતિ
ઉત્તરઃ
C. બજાર પદ્ધતિ
પ્રશ્ન 43.
………………………… માં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
A. બજાર પદ્ધતિ
B. સમાજવાદી પદ્ધતિ
C. મિશ્ર અર્થતંત્ર
ઉત્તરઃ
A. બજાર પદ્ધતિ
પ્રશ્ન 44.
સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન …………………….. દ્વારા થાય છે.
A. શ્રમિકો
B. રાજ્ય
C. સમાજ
ઉત્તરઃ
B. રાજ્ય
પ્રશ્ન 45.
………………….. ના અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે.
A. બજાર પદ્ધતિ
B. મિશ્ર અર્થતંત્ર
C. સમાજવાદી પદ્ધતિ
ઉત્તરઃ
C. સમાજવાદી પદ્ધતિ
પ્રશ્ન 46.
…………………… માં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
A. સમાજવાદી પદ્ધતિ
B. બજાર પદ્ધતિ
C. મિશ્ર અર્થતંત્ર
ઉત્તરઃ
A. સમાજવાદી પદ્ધતિ
પ્રશ્ન 47.
…………………… માં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી.
A. બજાર પદ્ધતિ
B. મિશ્ર અર્થતંત્ર
C. સમાજવાદી પદ્ધતિ
ઉત્તરઃ
B. મિશ્ર અર્થતંત્ર
પ્રશ્ન 48.
……………………. માં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.
A. મિશ્ર અથતંત્ર
B. બજાર પદ્ધતિ
C. સમાજવાદી પદ્ધતિ
ઉત્તરઃ
A. મિશ્ર અથતંત્ર
પ્રશ્ન 49.
યંત્રો, ઓજારો અને મકાનો ઉત્પાદનનાં આ સાધનોનો ……………………… સાધનમાં સમાવેશ થાય છે. (March 20)
A. મૂડી
B. શ્રમ
C. જમીન
ઉત્તરઃ
A. મૂડી
પ્રશ્ન 50.
નીચે દર્શાવેલ વિભાગોમાંથી …………………… વિભાગનો સેવાક્ષેત્રમાં સમાવેશ થતો નથી. (August 20)
A. શિક્ષણ
B. બૅન્કિંગ
C. મત્સ્યઉદ્યોગ
ઉત્તરઃ
B. બૅન્કિંગ
પ્રશ્ન 51.
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે…
A. સરેરાશ આવક
B. માથાદીઠ આવક
C. આર્થિક વૃદ્ધિ આવક
D. નિરપેક્ષ આવક
ઉત્તરઃ
B. માથાદીઠ આવક
પ્રશ્ન 52.
આર્થિક વિકાસ કોને કહે છે?
A. લોકોના જીવનધોરણમાં સુધારાને
B. આવકમાં થતી વૃદ્ધિને
C. મોંઘવારીના વધારાને
D. નિકાસવૃદ્ધિને
ઉત્તરઃ
A. લોકોના જીવનધોરણમાં સુધારાને
પ્રશ્ન 53.
ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને …
A. ઔદ્યોગિક વૃદ્ધિ કહેવાય.
B. આર્થિક વૃદ્ધિ કહેવાય.
C. આર્થિક વિકાસ કહેવાય.
D. રાષ્ટ્રીય વિકાસ કહેવાય.
ઉત્તરઃ
B. આર્થિક વૃદ્ધિ કહેવાય.
પ્રશ્ન 54.
ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે?
A. વિનિમય પ્રવૃત્તિ
B. વ્યાપાર પ્રવૃત્તિ
C. આર્થિક પ્રવૃત્તિ
D. બિનઆર્થિક પ્રવૃત્તિ
ઉત્તરઃ
C. આર્થિક પ્રવૃત્તિ
પ્રશ્ન 55.
વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?
A. વાહનવ્યવહાર
B. ઉદ્યોગો
C. ખેતી
D. વહાણવટાની સેવાઓ
ઉત્તરઃ
C. ખેતી
પ્રશ્ન 56.
વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?
A. વિકાસ માટે પ્રોત્સાહક
B. પ્રગતિશીલ
C. રૂઢિચુસ્ત
D. વૈભવી
ઉત્તરઃ
C. રૂઢિચુસ્ત
પ્રશ્ન 57.
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?
A. વિકાસ વિરોધી
B વિકાસશીલ
C. રૂઢિચુસ્ત
D. દ્વિમુખી
ઉત્તરઃ
D. દ્વિમુખી
પ્રશ્ન 58.
વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?
A. વ્યાપાર ક્ષેત્રનું
B. પ્રાથમિક ક્ષેત્રનું
C. સેવાક્ષેત્રનું
D. માધ્યમિક ક્ષેત્રનું
ઉત્તરઃ
B. પ્રાથમિક ક્ષેત્રનું
પ્રશ્ન 59.
નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?
A. માર્ગ-પરિવહન
B. ખેતી
C. યંત્રોદ્યોગો
D. આરોગ્ય
ઉત્તરઃ
B. ખેતી
પ્રશ્ન 60.
નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? ?
A. અણુશસ્ત્રોનું ઉત્પાદન
B. બૅન્કિંગ કામગીરી
C. મત્સ્યોદ્યોગ
D. પશુપાલન
ઉત્તરઃ
A. અણુશસ્ત્રોનું ઉત્પાદન
પ્રશ્ન 61.
નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવાક્ષેત્રની પ્રવૃત્તિ છે?
A. શિક્ષણ
B. કારખાનાં
C. વનસંવર્ધન
D. વીજળી
ઉત્તરઃ
A. શિક્ષણ
પ્રશ્ન 62.
ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?
A. શ્રમ
B. જમીન
C. ટ્રેકટર
D. મૂડી
ઉત્તરઃ
A. શ્રમ
પ્રશ્ન 63.
જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાનાં મહત્ત્વનાં સાધનો છે?
A. વિકાસનાં
B. ઉત્પાદનનાં
C. ઔદ્યોગિક વિકાસનાં
D. રાષ્ટ્રીય સંપત્તિનાં
ઉત્તરઃ
B. ઉત્પાદનનાં
પ્રશ્ન 64.
ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?
A. નિયોજક
B. ઉદ્યોગપતિ
C. જમીનદાર
D. શ્રમિક
ઉત્તરઃ
A. નિયોજક
પ્રશ્ન 65.
બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે?
A. સામ્યવાદી પદ્ધતિ
B. મૂડીવાદી પદ્ધતિ
C. મિશ્ર પદ્ધતિ
D. સમાજવાદી પદ્ધતિ
ઉત્તરઃ
B. મૂડીવાદી પદ્ધતિ
પ્રશ્ન 66.
કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?
A. બજાર પદ્ધતિમાં
B. સામ્યવાદી અર્થતંત્રમાં
C. મિશ્ર અર્થતંત્રમાં
D. સમાજવાદી પદ્ધતિમાં
ઉત્તરઃ
A. બજાર પદ્ધતિમાં
પ્રશ્ન 67.
ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?
A. મિશ્ર
B. મૂડીવાદી
C. પારંપરિક
D. સમાજવાદી
ઉત્તરઃ
A. મિશ્ર
પ્રશ્ન 68.
નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?
A. ચીન
B. યૂ.એસ.એ.
C. ભારત
D. યુગોસ્લાવિયા
ઉત્તરઃ
C. ભારત
પ્રશ્ન 69.
કઈ આર્થિક પદ્ધતિને ‘મૂડીવાદી પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
A. મિશ્ર અર્થતંત્રને
B. સામ્રાજ્યવાદી પદ્ધતિને
C. બજાર પદ્ધતિને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. બજાર પદ્ધતિને
પ્રશ્ન 70.
માનવીની જરૂરિયાતો કેવી છે?
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અખંડિત
D. અંકુશિત
ઉત્તરઃ
A. અમર્યાદિત
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
દેશની કુલ આવકને માથાદીઠ આવક’ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ગુણાત્મક છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
વિકાસશીલ રાષ્ટ્રોમાં વ્યાપાર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
બેરોજગારી અને ગરીબી એ વિકાસશીલ દેશોનાં લક્ષણો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
વિકસિત દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
ભારત વિકસિત દેશ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તે પ્રવૃત્તિને “બિનઆર્થિક પ્રવૃત્તિ’ કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 13.
ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 14.
માતા પોતાના બાળકને ઉછેરે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 16.
નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 17.
વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ સેવાક્ષેત્રમાં થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 18.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં માધ્યમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 19.
શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 20.
માનવીની જરૂરિયાતો અસંખ્ય અને મર્યાદિત હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 21.
બજાર પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 22.
બજાર પદ્ધતિમાં ઉત્પાદનોનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 23.
બજારતંત્રમાં “સ્પર્ધા’નું તત્ત્વ અનોખી કામગીરી બજાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 24.
બજાર પદ્ધતિને “મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 25.
બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 26.
ચીન અને ભારત જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 27.
સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 28.
સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી રાજ્યની હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 29.
સમાજવાદી પદ્ધતિને લીધે આવક અને સંપત્તિની સમાનતા દૂર થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 30.
મિશ્ર અર્થતંત્રમાં અંકુશો હોવાથી તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 31.
ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે?
ઉત્તર :
રાષ્ટ્રીય આવક
પ્રશ્ન 2.
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર :
માથાદીઠ આવક
પ્રશ્ન 3.
શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે?
ઉત્તર :
આર્થિક વિકાસને
પ્રશ્ન 4.
વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય?
ઉત્તર :
આર્થિક વૃદ્ધિ
પ્રશ્ન 5.
વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય?
ઉત્તર :
આર્થિક વિકાસ
પ્રશ્ન 6.
વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે?
ઉત્તર :
ખેતી
પ્રશ્ન 7.
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?
ઉત્તર :
દ્વિમુખી
પ્રશ્ન 8.
વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?
ઉત્તર :
રૂઢિચુસ્ત
પ્રશ્ન 9.
આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
ઉત્તર :
વિકાસશીલ
પ્રશ્ન 10.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?
ઉત્તર :
પ્રાથમિક ક્ષેત્રનું
પ્રશ્ન 11.
વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુઓની નિકાસ કરતા હોય છે?
ઉત્તર :
કૃષિ-પેદાશોની
પ્રશ્ન 12.
પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે?
ઉત્તર :
પ્રાથમિક ક્ષેત્રમાં
પ્રશ્ન 13.
ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે?
ઉત્તર :
જમીન
પ્રશ્ન 14.
ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?
ઉત્તર :
શ્રમ
પ્રશ્ન 15.
ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?
ઉત્તર :
નિયોજક
પ્રશ્ન 16.
બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર :
મૂડીવાદી પદ્ધતિ
પ્રશ્ન 17.
બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે?
ઉત્તર :
નફાના આધારે
પ્રશ્ન 18.
કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?
ઉત્તર :
બજાર પદ્ધતિમાં
પ્રશ્ન 19.
કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર :
બજાર પદ્ધતિને
પ્રશ્ન 20.
કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે?
ઉત્તર :
બજાર પદ્ધતિમાં
પ્રશ્ન 21.
કઈ પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી રાજ્યની હોય છે?
ઉત્તર :
સમાજવાદી પદ્ધતિમાં
પ્રશ્ન 22.
કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી?
ઉત્તર :
સમાજવાદી પદ્ધતિમાં
પ્રશ્ન 23.
કઈ પદ્ધતિમાં શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે?
ઉત્તર :
સમાજવાદી પદ્ધતિમાં
પ્રશ્ન 24.
ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે?
ઉત્તર :
મિશ્ર અર્થતંત્ર
પ્રશ્ન 25.
મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય?
ઉત્તર :
નિયંત્રિત
પ્રશ્ન 26.
કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી?
ઉત્તર :
મિશ્ર અર્થતંત્રમાં
પ્રશ્ન 27.
સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી?
ઉત્તર :
વ્યક્તિગત માલિકીને
પ્રશ્ન 28.
બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો?
ઉત્તર :
સમાજવાદી
પ્રશ્ન 29.
કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નીતિઓમાં અસાતત્યતા હોય છે?
ઉત્તર :
મિશ્ર અર્થતંત્રમાં
પ્રશ્ન 30.
અમેરિકા, જાપાન, ઈંગ્લેન્ડ વગેરે દેશોએ પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કર્યો હતો?
ઉત્તર :
બજાર પદ્ધતિથી
પ્રશ્ન 31.
રશિયા અને ચીન જેવા દેશોએ કઈ આર્થિક પદ્ધતિ અપનાવીને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો?
ઉત્તર :
સમાજવાદી પદ્ધતિ
પ્રશ્ન 32.
કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે?
ઉત્તર :
સમાજવાદી પદ્ધતિ
પ્રશ્ન 33.
ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં કઈ આર્થિક પદ્ધતિ જોવા મળે છે?
ઉત્તર :
મિશ્ર અર્થતંત્ર
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
ભારતીય અર્થકારણનાં માળખાનો પરિચય આપો.
ઉત્તર:
ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ
- પ્રાથમિક ક્ષેત્ર,
- માધ્યમિક ક્ષેત્ર અને
- સેવાક્ષેત્ર.
આર્થિક પ્રવૃત્તિના આ વિભાગોને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે.
1.પ્રાથમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુસંવર્ધન તેમજ મરઘા-બતકાં, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ માધ્યમિક અને સેવાક્ષેત્રોની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવાક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.
2. માધ્યમિક ક્ષેત્રઃ ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાનાંમોટાં યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
- તેમાં ટાંકણીથી લઈને મોટાં યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે.
- મોટા ઉદ્યોગો રોજગારીની દષ્ટિએ ઓછા મહત્ત્વના છે, કારણ કે તે મૂડીપ્રધાન હોવાથી તેમાં યંત્રોનો ઉપયોગ થાય છે. તેથી તે ઓછા લોકોને રોજગારી આપે છે.
૩. સેવાક્ષેત્ર ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં વ્યાપાર, વાહનવ્યવહાર અને સંદેશવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવાક્ષેત્રનો ફાળો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે.
પ્રશ્ન 2.
ઉત્પાદનનાં સાધનો કયાં છે તે જણાવી, દરેક સાધનની સમજૂતી આપો.
ઉત્તરઃ
ઉત્પાદનનાં સાધનો કુલ ચાર છે:
- જમીન,
- મૂડી,
- શ્રમ અને
- નિયોજક.
1. જમીનઃ અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્ય પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને “જમીન’ કહેવામાં આવે છે. આ દષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનીજસંપત્તિ વગેરે “જમીન’ કહેવાય છે.
[વિશેષઃ જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી તે “જમીનકહેવાતી નથી. દા. ત., સૂર્યપ્રકાશ, હવા વગેરે , કુદરતી સંપત્તિ છે, પણ “જમીન નથી.]
2. મૂડી ઉત્પાદનકાર્યમાં ઉપયોગમાં લેવાતાં હોય તેવાં માનવસર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની પરિભાષામાં “મૂડી” ગણવામાં આવે છે. દા. ત., કાચો માલ, યંત્રો, ઓજારો, મકાનો વગેરે.
3. શ્રમ અર્થશાસ્ત્રની પરિભાષામાં “શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી. દા. ત., ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બૅન્ક કર્મચારીઓ, વકીલો, ડૉક્ટરો, નસો વગેરેની કામગીરી “શ્રમ’ કહેવાય છે.
4. નિયોજકઃ જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદન-સાધનોને છે યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને “નિયોજક’ કહેવામાં આવે છે. નિયોજક એટલે ઉત્પાદન-એકમનો માલિક, સ્થાપક અને સંચાલક. જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનનાં સાધનોને ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષમાં રે રાખીને કરવી જોઈએ? ચર્ચો.
ઉત્તર:
ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કરતી વખતે નીચેની બાબતો લક્ષમાં રાખવી જરૂરી છે:
1. અમર્યાદિત જરૂરિયાતો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને ૨ અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે.
- એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.
- કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.
2. જરૂરિયાતોનો અગત્યનુક્રમ અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની ડે છે તે નક્કી કરી, જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારપછી અન્ય જરૂરિયાતો. આમ, ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે.
૩. મર્યાદિત સાધનો કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનનાં મુખ્ય સાધનો છે.
આ સાધનો મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કરવી પડે.
4. સાધનોનો વૈકલ્પિક ઉપયોગઃ ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય, તો તે અનેક ઉપયોગો ધરાવે છે.
- તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય.
- જેમ કે, ખેતીલાયક જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી કે અન્ય પાકો લઈ શકાતા નથી. એ જમીનના અન્ય ઉપયોગો જતા કરવા પડે છે.
- આમ, ઉત્પાદનનાં સાધનોના અનેક ઉપયોગો છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે.
પ્રશ્ન 4.
મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણો જણાવો.
અથવા
એક આર્થિક પદ્ધતિ તરીકે મિશ્ર અર્થતંત્ર કયાં કયાં લક્ષણો ધરાવે છે?
ઉત્તર:
મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય: ‘મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય.’
મિશ્ર અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે:
- મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીનાં કારખાનાં, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાનાં ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકારની હોય છે.
- કૃષિ, વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી વ્યક્તિગત હોય છે.
- એક એવું સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દા. ત., માર્ગ-પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓનાં ક્ષેત્રો.
મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતાં નથી. દા. ત.,
1. સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખે છે.
2. પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવાં પ્રોત્સાહન આપે છે.
3. ખેત-પેદાશોનાં ખરીદ-વેચાણની ખામીઓ દૂર કરીને રાજ્ય તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળે એ માટે નિયંત્રિત બજારો રચે છે.
4. રાજ્ય ખેત-પેદાશો માટે લઘુતમ અને ભાવ ટેકાની નીતિનો અમલ કરે છે.
- મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.
- તેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે.
- તેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના વિકાસનાં લક્ષ્યાંકો નક્કી કરી,તે પૂર્ણ કરવા માટેની યોજનાઓ ઘડાય છે.
- આ પદ્ધતિની ઉત્પાદન-પ્રક્રિયા પર અંકુશો કે નિયંત્રણો હોવાથી તે “નિયંત્રિત આર્થિક પદ્ધતિતરીકે પણ ઓળખાય છે.
પ્રશ્ન 5.
તફાવત સમજાવો બજાર પદ્ધતિ (મૂડીવાદી પદ્ધતિ) અને સમાજવાદી પદ્ધતિ
ઉત્તર:
બજાર પદ્ધતિ (મૂડીવાદી પદ્ધતિ) | સમાજવાદી પદ્ધતિ |
1. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનો ખાનગી માલિકીનાં હોય છે. | 1. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનો રાજ્યની માલિકીનાં હોય છે. |
2. આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી સહિત લગભગ બધા જ આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવાય છે. | 2. આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્ય લે છે. |
3. આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના માલિક જેવાં છે. | 3. આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના નોકર જેવાં છે. |
4. આ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવે છે. | 4. આ પદ્ધતિમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. |
5. આ પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાના ઉદ્દેશથી ઉત્પાદન- ‘પ્રવૃત્તિ હાથ ધરે છે. | 5. આ પદ્ધતિમાં નફાવૃત્તિને સ્થાન હોતું નથી. બધા ઉત્પાદક – એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખીને કામ કરે છે. |
6. આ પદ્ધતિમાં હરીફાઈનું તત્ત્વ હોય છે. | 6. આ પદ્ધતિમાં હરીફાઈના તત્ત્વનો અભાવ હોય છે. |
7. આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનો ખાનગી માલિકીનાં હોવાથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા સર્જાય છે. | 7. આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકીના અભાવે સમાજમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ મર્યાદિત રહે છે. |
8. આ પદ્ધતિમાં સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે અને તેમની વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. | 8. આ પદ્ધતિ સમાજમાંથી વર્ગભેદને નાબૂદ કરે છે. તેમાં વર્ગવિહીન સમાજરચનાનો ઉદ્દેશ હોય છે. |
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
આર્થિક વિકાસની સમજૂતી આપો.
અથવા
આર્થિક વિકાસ એટલે શું? સમજાવો.
ઉત્તર:
આર્થિક વિકાસ એટલે
– દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો.
– દેશની માથાદીઠ આવકમાં વધારો થવો.
– લોકોના જીવનધોરણમાં સુધારો થવો.
- આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
- માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય : આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે.
- લોકોના જીવનધોરણમાં દરેક વ્યક્તિને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતા અનાજ, કાપડ, ઊર્જા, પરિવહન સેવા, શિક્ષણ અને આરોગ્યની સેવા, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે.
- ઉદાહરણ તરીકે, ભારતમાં આઝાદી પછીનાં વર્ષોમાં લોકોની માથાદિઠ આવક ક્રમશઃ વધતી ગઈ છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે.
શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચારસેવાઓનો વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
ભારતની રાષ્ટ્રીય આવક
ભારતની રાષ્ટ્રીય આવક (GDP) 2011- 12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ હતી, જે વધીને 2015 – 16માં 1,35,67,192 કરોડ થઈ હતી.
પ્રશ્ન 2.
બજાર પદ્ધતિનો પરિચય આપો. અથવા ટૂંક નોંધ લખો : બજાર પદ્ધતિ
ઉત્તર:
બજાર પદ્ધતિ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની એક : પદ્ધતિ છે. તેને મૂડીવાદી પદ્ધતિતરીકે પણ ઓળખવામાં આવે છે.
- તેમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે.
- તેમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે.
- સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે.
- આ પદ્ધતિમાં બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે.
- તેમાં બજારતંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિઓની ભૂમિકા હોતી નથી.
- તેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને “મુક્ત અર્થતંત્ર’ તરીકે પર્ણ ઓળખવામાં આવે છે.
- બજાર પદ્ધતિના હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા ‘ કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડે છે. આ પ્રક્રિયાને કારણે નવાં છે નવાં સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે. પરિણામે મહત્તમ ઉત્પાદન થાય છે, જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે.
- આમ, આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્ત્વ “અદશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે.
- યુ.એસ.એ., જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો.
પ્રશ્ન 3.
બજાર પદ્ધતિનાં લક્ષણો જણાવો. (August 20)
અથવા
અથવા
બજારતંત્રનાં લક્ષણો જણાવો. મૂડીવાદી પદ્ધતિનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
બજાર પદ્ધતિનાં – બજારતંત્રનાં – મૂડીવાદનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
- તેમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે.
- તેમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે.
- તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.
- તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે.
- તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે.
- બજાર પદ્ધતિના બજારતંત્રમાં સરકારની ભૂમિકા (હસ્તક્ષેપ) નહિવત્ હોય છે. અથવા હોતી નથી. તેથી આ પદ્ધતિને “મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 4.
બજાર પદ્ધતિના લાભ જણાવો.
અથવા
સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી, તે પદ્ધતિના લાભો અને ગેરલાભો જણાવો.
(March 20)
અથવા
મૂડીવાદના લાભ જણાવો.
ઉત્તર:
સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદના લાભો અને ગેરલાભો નીચે પ્રમાણે છે :
- બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એક ગ્રાહક તરીકે વ્યક્તિના ચીજવસ્તુઓના વપરાશ અંગેના નિર્ણયોમાં વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે.
- તેમાં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
- નિયોજકોની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
- તેમાં અર્થતંત્રમાં સતત નવાં નવાં સંશોધનો થતાં રહે છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે.
- તેમાં હરીફાઈનું તત્ત્વ હોવાથી ચીજવસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે.
- લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય છે, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે.
- બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
પ્રશ્ન 5.
સમાજવાદી પદ્ધતિનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
સમાજવાદી પદ્ધતિનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે:
- સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.
- તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે.
- આ પદ્ધતિની આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં નફો નહિ, પરંતુ સમાજકલ્યાણ હોય છે.
- તેમાં શ્રમિકોને કામના બદલામાં વેતન આપવામાં આવે છે.
- તેમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી.
- તેમાં રાજ્ય-સંચાલિત કારખાનાંને ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્રસામગ્રી વગેરે પૂરાં પાડવામાં આવે છે.
- આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે.
- આ પદ્ધતિમાં આવકની વહેંચણી વાજબી અને સમાન ધોરણે થાય છે. પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો દૂર થાય છે અને શોષણ નાબૂદ થાય છે.
પ્રશ્ન 6.
તફાવત સમજાવોઃ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર
ઉત્તર:
જાહેર ક્ષેત્ર | ખાનગી ક્ષેત્ર |
1. જાહેર ક્ષેત્ર એટલે રાજ્યની માલિકીનો ઉત્પાદન-એકમ. | 1. ખાનગી ક્ષેત્ર એટલે એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓની માલિકીનો ઉત્પાદન-એકમ. |
2. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન રાજ્ય નિયુક્ત પગારદાર નિયામકો કરે છે. | 2. ખાનગી ક્ષેત્રના એકમની માલિકી કે તેનું સંચાલન એક વ્યક્તિ કે ભાગીદારોના હસ્તક હોય છે. |
3. ભારે ચાવીરૂપ ઉદ્યોગો, સંરક્ષણ-સામગ્રીના ઉત્પાદન માટેનાં કારખાનાં, રેલવે, વીજળી, બૅન્કો, વીમો, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે ક્ષેત્રોની માલિકી સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની હોય છે. | 3.ખેતી, છૂટક અને જથ્થાબંધ વેપાર, નાના ઉદ્યોગો, ગૃહઉદ્યોગો વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય છે. |
4. વિપુલ મૂડીરોકાણની જરૂર હોય, સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વનાં હોય તેવાં ઉત્પાદન ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે. | 4. વપરાશી વસ્તુઓના ઉદ્યોગો, ઓછાં જોખમી તેમજ ઓછું મૂડીરોકાણ ધરાવતાં ક્ષેત્રોનો સમાવેશ ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવે છે. |
5. જાહેર ક્ષેત્રની અમુક સેવાઓ કે વસ્તુઓના ઉત્પાદનમાં રાજ્ય ઇજારો ધરાવતું હોવાથી કેટલીક વાર વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા જળવાતી નથી. | 5. ખાનગી ક્ષેત્રના એકમો વ્યક્તિગત દેખરેખ નીચે ચાલતા હોવાથી વસ્તુઓના ઉત્પાદનની ગુણવત્તા જાળવવામાં ચોકસાઈ રાખવામાં આવે છે. |
પ્રશ્ન 7.
દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. ભવ્યાના પિતાજી ખેતીકામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે? તેની સમજ આપો.
(March 20)
ઉત્તર:
દિવ્યાના પિતાજી સેવાક્ષેત્રમાં કામ કરે છે. ભવ્યાના પિતાજી પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરે છે; જ્યારે પ્રેક્ષાના પિતાજી માધ્યમિક ક્ષેત્રમાં કામ કરે છે.
ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ
1. પ્રાથમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુસંવર્ધન તેમજ મરઘા-બતકાં, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
2. માધ્યમિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાનાંમોટાં યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. – તેમાં ટાંકણીથી લઈને મોટાં યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે.
૩. સેવાક્ષેત્ર ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં વ્યાપાર, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો.
ઉત્તર:
સમાજવાદી પદ્ધતિના મુખ્ય લાભ નીચે પ્રમાણે છે:
- આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી.
- તેમાં ઉત્પાદનોના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે, તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી.
- આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
- ગ્રાહકોનું શોષણ થતું નથી.
પ્રશ્ન 2.
મિશ્ર અર્થતંત્ર એટલે શું? તેની ખામીઓ જણાવો.
ઉત્તર:
મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો ને એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર ‘ અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક વિકાસનો ધીમો દર વગેરે ખામીઓ (મર્યાદાઓ) જોવા મળે છે.
નીચેના વિધાનો કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
અથવા
ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય?
ઉત્તર:
ભારતમાં આઝાદી પછીનાં વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે.
- દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે.
- શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે.
- જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે.
- અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે.
- આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
પ્રશ્ન 2.
વિકાસશીલ દેશોમાં દેશ પર વિદેશી દેવું વધે છે.
ઉત્તરઃ
વિકાસશીલ દેશો મુખ્યત્વે ખેત-પેદાશો, બગીચા-પેદાશો અને કાચી ધાતુઓની નિકાસ કરે છે.
- આ નિકાસી વસ્તુઓની માંગ ઓછી હોય છે તેમજ તેના ભાવો નીચા હોય છે. પરિણામે નિકાસોની કમાણી ઓછી હોય છે.
- આ દેશો મુખ્યત્વે ઔદ્યોગિક પેદાશો અને યંત્રસામગ્રીની આયાત કરે છે.
- આ વસ્તુઓની કિંમતો વધારે હોય છે. પરિણામે તેમની ખરીદીનું ખર્ચ વધે છે.
- આમ, વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધે છે.
પ્રશ્ન 3.
જરૂરિયાતોનો અગત્યાનુક્રમ (અગ્રતાક્રમ) નક્કી કરવો પડે છે.
ઉત્તરઃ
માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અસંખ્ય હોય છે, જ્યારે જરૂરિયાતો પૂરી કરવાનાં ઉત્પાદનનાં સાધનો મર્યાદિત છે.
- આથી કઈ જરૂરિયાતો અગત્યની છે તે નક્કી કરી, જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
- જે જરૂરિયાત વધારે અગત્યની હોય તેને સૌપ્રથમ સંતોષવી પડે અને ત્યારપછી અન્ય જરૂરિયાતો.
- આમ, ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે.
પ્રશ્ન 4.
ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.
ઉત્તર:
ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય, તો તે અનેક ઉપયોગો ધરાવે છે.
- તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય.
- જેમ કે, જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો 3 નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું, મંદિર કે બગીચો વગેરે જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે અન્ય પાકો લઈ શકાતા નથી.
- આમ, ઉત્પાદનનાં સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવો.
ઉત્તર:
આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે; તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને એ વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. તે મુખ્યત્વે પરિમાણાત્મક પરિવર્તન છે.
પ્રશ્ન 2.
માથાદીઠ આવક એટલે શું?
ઉત્તર:
વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય?
ઉત્તર:
વિશ્વ બેન્કના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડૉલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર – 5 કહેવાય.
પ્રશ્ન 4.
ગરીબ કોને કહેવાય?
ઉત્તર:
ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય.
પ્રશ્ન 5.
વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે?
ઉત્તર:
વિકાસશીલ દેશોમાં દ્વિમુખી સ્વરૂપનું અર્થતંત્ર પ્રવર્તે છે. આ દેશોમાં ગ્રામવિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, ગરીબી, બેરોજગારી વગેરે પ્રવર્તે છે; જ્યારે શહેરી વિસ્તારોમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન-પદ્ધતિ, આધુનિક યંત્રો, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે – જોવા મળે છે.
પ્રશ્ન 6.
બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહે છે?
ઉત્તર :
જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો 3 મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., માતા પોતાના બાળકને ઉછેરે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
પ્રશ્ન 7.
પ્રાથમિક ક્ષેત્રમાં કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, મરઘાંબતકાં ઉછેર, વનસંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 8.
માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
માધ્યમિક ક્ષેત્રમાં નાના-મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણી-પુરવઠો, યંત્રસામગ્રી વગેરેની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
પ્રશ્ન 8.
સેવાક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન અને સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તથા વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 9.
શ્રમ કોને કહે છે?
ઉત્તર : ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને “શ્રમ’ કહે છે. ખેતમજૂરો, કામદારો, કારીગરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.
પ્રશ્ન 10.
નિયોજક કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદન-સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 11.
વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે? કઈ કઈ?
ઉત્તરઃ
વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની ત્રણ પદ્ધતિઓ છેઃ
- બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ,
- સમાજવાદી પદ્ધતિ અને
- મિશ્ર અર્થતંત્રવાળી પદ્ધતિ.
પ્રશ્ન 12.
મિશ્ર અર્થતંત્ર એટલે શું?
ઉત્તર:
મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
પ્રશ્ન 13.
મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી, એમ ? શા માટે કહી શકાય?
ઉત્તર:
મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજાર પર જુદી જુદી રીતે ૨ અંકુશો મૂકે છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા અને આકરા કરવેરા નાખે છે. આ ઉપરાંત, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર (મુક્ત) હોતાં નથી.
પ્રશ્ન 14.
કયા દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે?
ઉત્તર:
ભારત, ફ્રાન્સ વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે.
પ્રશ્ન 15.
મિશ્ર અર્થતંત્રમાં કોનું સહઅસ્તિત્વ હોય છે?
ઉત્તર:
મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે.
પ્રશ્ન 16.
મિશ્ર અર્થતંત્રમાં કઈ કઈ મર્યાદાઓ જોવા મળી છે?
ઉત્તરઃ
મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ જોવા મળી છે.
કારણો આપી વિધાનો પૂરાં કરો:
પ્રશ્ન 1.
ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કારણ કે…
ઉત્તર:
અગાઉની સરખામણીમાં જીવનધોરણમાં લોકોને પ્રાપ્ત ‘ થતી જરૂરિયાતો તેમજ સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રશ્ન 2.
વિકાસશીલ દેશોમાં લોકોનું જીવનધોરણ નીચું રહે છે, કારણ કે…
ઉત્તર:
એ દેશોમાં લોકોની માથાદીઠ આવક નીચી હોય છે.
પ્રશ્ન 3.
વિકાસશીલ દેશ ઉપર વિદેશી દેવું વધે છે, કારણ કે…
ઉત્તર:
એ દેશમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે હોય છે. અર્થાત્ એ દેશ માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોય છે.
પ્રશ્ન 4.
જરૂરિયાતોનો અગત્યાનુક્રમ-અગ્રતાક્રમ નક્કી કરવો પડે છે, કારણ કે…
ઉત્તરઃ
માનવીની અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે, તે નક્કી કરી તેમને અગત્યનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
પ્રશ્ન 5.
જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે, કારણ કે
ઉત્તરઃ
માનવીની બધી જ જરૂરિયાતો એકસરખી અગત્ય ધરાવતી નથી. વળી, બધી જરૂરિયાતો તાત્કાલિક એકસાથે સંતોષવાનું જરૂરી પણ હોતું નથી.
પ્રશ્ન 6.
બજાર પદ્ધતિને “મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે…
ઉત્તરઃ
બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં રાજ્યની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે કે આ પદ્ધતિમાં રાજ્યનો
પ્રશ્ન 7.
સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી, કારણ કે…
ઉત્તરઃ
આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનો રાજ્યની માલિકીનાં $ હોય છે.
પ્રશ્ન 8.
મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ તરીકે પણ કે ઓળખવામાં આવે છે, કારણ કે…
ઉત્તરઃ
આ અર્થતંત્રમાં બજારો પર રાજ્યનાં અંકુશો કે નિયંત્રણો હોય છે.
યોગ્ય જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
‘અ’ | ‘બ’ |
1. નીચી માથાદીઠ આવક | a. દ્વિમુખી |
2. વિકાસશીલ રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિ | b. નીચું જીવનધોરણ |
3. વિકાસશીલ રાષ્ટ્રના અર્થતંત્રનું | c. પ્રાથમિક ક્ષેત્ર સ્વરૂપ |
4. કાચી ધાતુઓનું ખોદકામ | d. માધ્યમિક ક્ષેત્ર |
e. ખેતી |
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. નીચી માથાદીઠ આવક | b. નીચું જીવનધોરણ |
2. વિકાસશીલ રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિ | e. ખેતી |
3. વિકાસશીલ રાષ્ટ્રના અર્થતંત્રનું | a. દ્વિમુખી |
4. કાચી ધાતુઓનું ખોદકામ | c. પ્રાથમિક ક્ષેત્ર સ્વરૂપ |
પ્રશ્ન 2.
‘અ’ | ‘બ’ |
1. પશુસંવર્ધન, મત્સ્યઉદ્યોગની | a. વિકાસશીલ દેશ પ્રવૃત્તિ |
2. મોટા પાયાના ઉદ્યોગો | b. વિકસિત દેશ |
3. શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ | c. માધ્યમિક દેશ |
4. પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ | d. સેવાક્ષેત્ર |
e. પ્રાથમિક ક્ષેત્ર |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. પશુસંવર્ધન, મત્સ્યઉદ્યોગની | e. પ્રાથમિક ક્ષેત્ર |
2. મોટા પાયાના ઉદ્યોગો | c. માધ્યમિક દેશ |
3. શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ | d. સેવાક્ષેત્ર |
4. પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ | a. વિકાસશીલ દેશ પ્રવૃત્તિ |
પ્રશ્ન 3.
‘અ’ | ‘બ’ |
1. ઉત્પાદનનું સજીવ સાધન | a. મૂડીવાદી પદ્ધતિ |
2. બજાર પદ્ધતિ | b. નિયંત્રિત આર્થિક પદ્ધતિ |
૩. બજાર પદ્ધતિથી વિરોધી | c. શ્રમ |
4. મિશ્ર અર્થતંત્ર | d. મૂડી |
e. સમાજવાદી પદ્ધતિ |
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. ઉત્પાદનનું સજીવ સાધન | c. શ્રમ |
2. બજાર પદ્ધતિ | a. મૂડીવાદી પદ્ધતિ |
૩. બજાર પદ્ધતિથી વિરોધી | e. સમાજવાદી પદ્ધતિ |
4. મિશ્ર અર્થતંત્ર | b. નિયંત્રિત આર્થિક પદ્ધતિ |