Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
સ્થિરતા સાથેનો ભાવવધારો એ ………………….. વિકાસની પૂર્વશરત છે.
A. ઔદ્યોગિક
B. દેશના
C. આર્થિક
ઉત્તરઃ
C. આર્થિક
પ્રશ્ન 2.
હંમેશાં ભાવવધારો …………………… હોતો નથી.
A. સમસ્યારૂપ
B. ફુગાવાજન્ય
C. યોજનાબદ્ધ
ઉત્તરઃ
B. ફુગાવાજન્ય
પ્રશ્ન 3.
ભારતમાં સરેરાશ …….. %ના દરે વસ્તી વધે છે.
A. 1.9
B. 2.4
C. 2.8
ઉત્તરઃ
A. 1.9
પ્રશ્ન 4.
ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી ……… કરોડ જેટલી નોંધાઈ હતી.
A. 121
B. 132
C. 110
ઉત્તરઃ
A. 121
![]()
પ્રશ્ન 5.
કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને ………………….. કહે છે.
A. નફાખોરી
B. સંગ્રહખોરી
C. દાણચોરી
ઉત્તરઃ
C. દાણચોરી
પ્રશ્ન 6.
સરકારે ………………… ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
A. ચીજવસ્તુઓ
B. નાણાં
C. અનાજ
ઉત્તરઃ
B. નાણાં
પ્રશ્ન 7.
ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો ……………………. કરે છે.
A. કાળાબજાર
B. સંગ્રહખોરી
C. નફાખોરી
ઉત્તરઃ
B. સંગ્રહખોરી
પ્રશ્ન 8.
……………………. એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.
A. રાજકોષીય પગલાં
B. ભાવનિયમન
C. નફાખોરી
ઉત્તરઃ
C. નફાખોરી
પ્રશ્ન 9.
…………………………. નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
A. ભાવનિયમન
B. નાણાકીય
C. રાજકોષીય
ઉત્તરઃ
C. રાજકોષીય
પ્રશ્ન 10.
ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ. ……..માં અમલમાં આવી છે.
A. 1977
B. 1980
C. 1992
ઉત્તરઃ
A. 1977
પ્રશ્ન 11.
આજે દેશમાં અંદાજે …….. લાખ વાજબી ભાવની દુકાનો (FPSS) છે.
A. 3.7
B. 5.8
C. 4.92
ઉત્તરઃ
C. 4.92
![]()
પ્રશ્ન 12.
સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો -……… અમલમાં મૂકયો છે.
A. 1955
B. 1950
C. 1960
ઉત્તરઃ
A. 1955
પ્રશ્ન 13.
સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે ‘………’ હેઠળ જરૂર પડશે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
A. FPSS
B. PASA
C. PDS
ઉત્તરઃ
B. PASA
પ્રશ્ન 14.
‘………………….’ એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
A. જાગો ગ્રાહક જાગો
B. દોડો ગ્રાહક દોડો
C. ઊઠો ગ્રાહક ઊઠો
ઉત્તરઃ
A. જાગો ગ્રાહક જાગો
પ્રશ્ન 15.
…………………………… ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
A. જ્યૉર્જ મૂરે
B. બોર્ડ ઓરે
C. રાલ્ફ નાડર
ઉત્તરઃ
C. રાલ્ફ નાડર
પ્રશ્ન 16.
વિશ્વમાં દર વર્ષે ……… ના દિવસને “વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 15 માર્ચ
B. 1 જાન્યુઆરી
C. 10 ડિસેમ્બર
ઉત્તરઃ
A. 15 માર્ચ
પ્રશ્ન 17.
15 માર્ચનો દિવસ ભારતમાં ‘………………….’ તરીકે ઊજવાય છે.
A. વિશ્વ ગ્રાહકદિન
B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
C. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
ઉત્તરઃ
B. વિશ્વ ગ્રાહક અધિકારદિન
પ્રશ્ન 18.
ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ‘…………………….’ તરીકે ઊજવવામાં આવે છે.
A. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
B. વિશ્વ ગ્રાહકદિન
C. વિશ્વ ગ્રાહક અધિકારદિન
ઉત્તરઃ
A. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
પ્રશ્ન 19.
ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ‘…………………………’ એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
A. રાષ્ટ્રીય ગ્રાહક અધિનિયમ – 1988
B. ગ્રાહક તકરાર અધિનિયમ – 1982
C. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
ઉત્તરઃ
C. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
પ્રશ્ન 20.
કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે – નામની સંસ્થા સ્થાપી છે.
A. ગ્રાહક સુરક્ષા આયોગ
B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
C. રાષ્ટ્રીય ગ્રાહક કમિશન
ઉત્તરઃ
B. રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ
![]()
પ્રશ્ન 21.
જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)માં ……. લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
A. 20
B. 50
C. 75
ઉત્તરઃ
A. 20
પ્રશ્ન 22.
રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં ……. રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
A. 50 લાખથી 1 કરોડ
B. 75 લાખથી 2 કરોડ
C. 20 લાખથી 1 કરોડ
ઉત્તરઃ
C. 20 લાખથી 1 કરોડ
પ્રશ્ન 23.
રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં ………થી વધારે રૂપિયાના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
A. 50 લાખ
B. 75 લાખ
C. 1 કરોડ
ઉત્તરઃ
C. 1 કરોડ
પ્રશ્ન 24.
ગ્રાહકમંડળો કે સંગઠનો ગ્રાહક જાગૃતિ-શિક્ષણ માટે ……………………… સામયિક બહાર પાડે છે.
A. ઇનસાઇટ
B. ગ્રાહક શિક્ષણ
C. ગ્રાહક જાગૃતિ
ઉત્તરઃ
A. ઇનસાઇટ
પ્રશ્ન 25.
બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS) યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને “………… માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.
A. ISO
B. ISI
C. BIS
ઉત્તરઃ
B. ISI
પ્રશ્ન 26.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા (DMI) દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર ” વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
A. એગમાર્ક
B. હોલમાર્ક
C. વુલમાર્ક
ઉત્તરઃ
A. એગમાર્ક
પ્રશ્ન 27.
ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર ……………………………. નો માર્કો લગાડવામાં આવે છે.
A. MPO
B. ISI
C. FPO
ઉત્તરઃ
C. FPO
પ્રશ્ન 28.
ટેસ્ટાઇલ, કેમિકલ, સિમેન્ટ, રબર-પ્લાસ્ટિકની બનાવટો, ઈલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે પર ………નો માર્કો લગાડવામાં આવે છે.
A. ISI
B. FPO
C. HACCP
ઉત્તરઃ
A. ISI
પ્રશ્ન 29.
માંસ અને તેમાંથી બનેલ બનાવટોને ………… નો માર્કો આપવામાં આવે છે.
A. HACCP
B. MPO
C. FPO
ઉત્તરઃ
B. MPO
પ્રશ્ન 30.
………………………….નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકના ઉત્પાદનો પર BIS દ્વારા લગાડવામાં આવે છે.
A. HACCP
B. ISO
C. FPO
ઉત્તરઃ
A. HACCP
![]()
પ્રશ્ન 31.
સાબુ, કાગળ, પેકેજિંગ મટીરિયલ, બેટરી, સૌંદર્ય-પ્રસાધનો વગેરે પર ISI દ્વારા ………નો માર્કો લગાડવામાં આવે છે.
A. FPO
B. ECO
C. MPO
ઉત્તરઃ
B. ECO
પ્રશ્ન 32.
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઈઝેશન – ISOનું મુખ્ય ……………………………… મથક માં છે.
A. જિનીવા
B. રોમ
C. પેરિસ
ઉત્તરઃ
A. જિનીવા
પ્રશ્ન 33.
આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય …………………… કરે છે.
A. MPO
B. ISO
C. CAC
ઉત્તરઃ
C. CAC
પ્રશ્ન 34.
કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન(CAC)નું મુખ્ય મથક ઇટલીની રાજધાની ……………………… માં છે.
A. રોમ
B. પૅરિસ
C. જિનીવા
ઉત્તરઃ
A. રોમ
પ્રશ્ન 35.
ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા ……………………. કરે છે.
A. DMI
B. BIS
C. CAC
ઉત્તરઃ
B. BIS
પ્રશ્ન 36.
હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?
A. 1.5 %
B. 2.2 %
C. 1.9 %
D. 0.2.8%
ઉત્તર:
C. 1.9 %
પ્રશ્ન 37.
પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?
A. દાણચોરી
B. સંગ્રહખોરી
C. નફાખોરી
D. કાળાબજા
ઉત્તર:
B. સંગ્રહખોરી
પ્રશ્ન 38.
નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે ……………….
A. ભાવો સ્થિર થાય છે.
B. ભાવો વધી જાય છે.
C. ભાવો ઘટી જાય છે.
D. ઉત્પાદન સ્થિર બને છે.
ઉત્તર:
B. ભાવો વધી જાય છે.
પ્રશ્ન 39.
ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
A. કેન્દ્રીય નાણામંત્રી
B. મધ્યસ્થ બૅન્ક
C. ગ્રાહકો
D. દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કો .
ઉત્તર:
B. મધ્યસ્થ બૅન્ક
પ્રશ્ન 40.
ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?
A. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
B. બૅન્ક ઑફ ઈન્ડિયા
C. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
D. ઓરિએન્ટ બૅન્ક ઑફ કૉમર્સ
ઉત્તર:
C. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
![]()
પ્રશ્ન 41.
ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?
A. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
B. ભારત સરકાર
C. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા
D. મધ્યસ્થ બૅન્ક
ઉત્તર:
D. મધ્યસ્થ બૅન્ક
પ્રશ્ન 42.
હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?
A. રોકાણ
B. કાળું નાણું
C. બચત
D. નફો
ઉત્તર:
B. કાળું નાણું
પ્રશ્ન 43.
ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું એક પગલું ? તે …………………….
A. ઉદારીકરણ
B. પોલીસ પગલું
C. જાહેર વિતરણ પ્રણાલી
D. વેપારીઓની મદદ
ઉત્તર:
C. જાહેર વિતરણ પ્રણાલી
પ્રશ્ન 44.
વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે, તેને …………………….. કહે છે.
A. વેરારાહત
B. આર્થિક સહાય
C. સબસિડી
D. છૂટ
ઉત્તર:
C. સબસિડી
પ્રશ્ન 45.
સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે ક્યો ધારો અમલમાં મૂક્યો છે.
A. ગ્રાહક સુરક્ષા ધારો
B. આવશ્યક ચીજવસ્તુ ધારો
C. આવશ્યક સેવા ધારો
D. ભાવઅંકુશ ધારો
ઉત્તર:
B. આવશ્યક ચીજવસ્તુ ધારો
પ્રશ્ન 46.
સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
A. પાસા
B. ભાડા-નિયમન કાયદો
C. અટકાયતી ધારો
D. ભ્રષ્ટાચાર વિરોધી કાયદો
ઉત્તર:
A. પાસા
પ્રશ્ન 47.
ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
A. કેન્દ્ર સરકારનો
B. રાજ્ય સરકારનો
C. પોલીસતંત્રનો
D. ગ્રાહક જાગૃતિનો
ઉત્તર:
D. ગ્રાહક જાગૃતિનો
પ્રશ્ન 48.
દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
A. વિશ્વ ગ્રાહક અધિકારદિન
B. વન્ય પ્રાણી દિન
C. વિશ્વ પર્યાવરણદિન
D. જૈવ વિવિધતાદિન
ઉત્તર:
A. વિશ્વ ગ્રાહક અધિકારદિન
પ્રશ્ન 49.
ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો ? કાયદો સીમાચિહનરૂપે છે?
A. ગ્રાહક જાગૃતિ અધિનિયમ – 1980
B. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
C. વેપાર વાણિજ્ય કાનૂન – 1975
D. ગ્રાહક સહકાર સંગઠન – 1991
ઉત્તર:
B. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986
પ્રશ્ન 50.
ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે?
A. ગ્રાહક જાગૃતિદિન
B. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
C. ગ્રાહક અધિકારદિન
D. વિશ્વ ગ્રાહક અધિકારદિન
ઉત્તર:
B. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન
![]()
પ્રશ્ન 51.
ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?
A. 15 માર્ચના દિવસે
B. 6 એપ્રિલના દિવસે
C. 24 ડિસેમ્બરના દિવસે
D. 24 જૂનના દિવસે
ઉત્તર:
C. 24 ડિસેમ્બરના દિવસે
પ્રશ્ન 52.
ગ્રાહકે હંમેશાં કેવા માર્કવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ?
A. ISD
B. PSI
C. STD
D. ISI
ઉત્તર:
D. ISI
પ્રશ્ન 53.
ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?
A. ગુણવત્તાની
B. ઉત્પાદકની
C. ઉપયોગિતાની
D. દેખાવની
ઉત્તર:
A. ગુણવત્તાની
પ્રશ્ન 54.
ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા ………………………. માર્ક વપરાય છે.
A. એફ.એ.ઓ.
B. આઈ.એસ.આઈ.
C. આઈ.એસ.ઓ.
D. એગમાર્ક
ઉત્તર:
B. આઈ.એસ.આઈ.
પ્રશ્ન 55.
ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા ક્યા દેશમાં કરવામાં આવી હતી?
A. ઇંગ્લેન્ડમાં
B. ભારતમાં
C. જાપાનમાં
D. યુ.એસ.એ.માં
ઉત્તર:
D. યુ.એસ.એ.માં
પ્રશ્ન 56.
ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
A. જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
B. ન્યૂ યૉર્ક(યુ.એસ.એ.)માં
C. પૅરિસ(ફ્રાન્સ)માં
D. દિલ્લી(ભારત)માં
ઉત્તર:
A. જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં
પ્રશ્ન 57.
સરિતાબહેને અથાણા બનાવવાની ફેક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?
A. આઈ.એસ.આઈ.
B. એગમાર્ક
C. ડી.એમ.આઈ.
D. આઈ.એસ.ઓ.
ઉત્તર:
B. એગમાર્ક
પ્રશ્ન 58.
નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે?

A. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ
B. ટેસ્ટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર
C. માંસ, મટનની પેદાશ
D. ઊનની બનાવટ અને પોશાક પર
ઉત્તર:
A. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ
પ્રશ્ન 59.
બાજુમાં આપેલ લોગો (નિશાની) કઈ સંસ્થાનો છે?

A. ISIનો છે.
B. BISનો છે.
C. FPOનો છે.
D. ISOનો છે.
ઉત્તર:
B. BISનો છે.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 2.
હંમેશાં ભાવવધારો ફુગાવાજન્ય હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 3.
ભારતમાં સરેરાશ 1.9 %ના દરે વસ્તી વધે છે.
ઉત્તર:
ખરું
![]()
પ્રશ્ન 4.
ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી 125 કરોડ નોંધાઈ હતી.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો દાણચોરી કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 6.
રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
ભાવવધારાને અંકુશમાં રાખવા માટે ભારતમાં ઈ. સ. 1985થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 8.
આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે (FPSS)
ઉત્તર:
ખરું
પ્રશ્ન 9.
સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો – 1965 અમલમાં મૂક્યો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
‘જાગો ગ્રાહક જાગો’ એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 11.
અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 12.
વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને “વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
ગ્રાહકોના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે ભારતની સંસદે છે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ઘડી કાઢ્યો.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને “રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 15.
ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1998ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1998′ અમલમાં મૂક્યા.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 16.
‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986’ એક સિમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 17.
‘રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે દ્વિસ્તરી અદાલતોનું માળખું ઊભું કર્યું છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 18.
જિલ્લા ફોરમ (જિલ્લા પંચ) કોર્ટમાં 50 લાખ સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં 20 લાખથી 1 કરોડ રૂપિયા – સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 20.
રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં ર 1 કરોડથી વધુ વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ કરી શકાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 21.
ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈ. સ. 1947માં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી.
ઉત્તરઃ
ખરું
![]()
પ્રશ્ન 22.
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા હવે ‘બૂરો ઑફ નેશનલ સ્ટાન્ડર્ડ્ઝ’ નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 23.
ખેતી પર આધારિત ચીજો, વનપેદાશો અને પશુપેદાશોની ગુણવત્તાનો માનક “એગમાર્ક છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 24.
ભારત સરકારના “ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા (DMI) દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 25.
એફ.પી.ઓ.(FPO-Food Product Optimiser)નો માર્કો જામ, ફૂટ, યૂસ, ટિનમાં પેક કરેલાં ફળો અને શાકભાજીની વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 26.
વુલમાર્ક માર્કો સોનાના દાગીના પર લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 27.
એમ.પી.ઓ.નો માર્યો માંસ અને તેમાંથી બનેલી વસ્તુઓ પર લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 28.
એચ.એ.પી.પી.નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકમાં ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 29.
ઈ.સી.ઓ.નો માર્કો સાબુ, કાગળ, રંગરસાયણો તેમજ ચામડાં અને પ્લાસ્ટિકની બનાવટો પર લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 30.
આઈ.એસ.ઓ.ISO – ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઈઝેશન ઑર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ડેન્માર્કના જિનીવા શહેરમાં છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 31.
આઈ.એસ.ઓ. (ISO) આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમો અને સંસ્થાઓને આપવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 32.
કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC) ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 33.
કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC)નું મુખ્ય મથક ઈટલીની રાજધાની રોમમાં આવેલું છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 34.
કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન (CAC) દૂધ, દૂધની બનાવટો તેમજ ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ-નિયમો ઘડવાનું કાર્ય કરે છે.
ઉત્તર:
ખરું
![]()
પ્રશ્ન 35.
ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા CAC કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 36.
ભારતમાં CAC સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઑફ માર્કેટિંગ સર્વિસીસ’ કરે છે.
ઉત્તર:
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
શાનો વધારો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે?
ઉત્તર:
વસ્તીવધારો
પ્રશ્ન 2.
ભારતીય આયોજનનો હેતુ શાની સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે?
ઉત્તર:
ભાવસ્થિરતા
પ્રશ્ન 3.
પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહે છે?
ઉત્તર:
સંગ્રહખોરી
પ્રશ્ન 4.
સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
ઉત્તર:
નાણાંના
પ્રશ્ન 5.
ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
ઉત્તર:
સંગ્રહખોરી
પ્રશ્ન 6.
સ્થિરતા સાથે ભાવવૃદ્ધિ શાના વિકાસ માટે આવશ્યક છે?
ઉત્તર:
આર્થિક
પ્રશ્ન 7.
ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
ઉત્તર:
મધ્યસ્થ બૅન્ક
પ્રશ્ન 8.
સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે?
ઉત્તર:
પેટ્રોલ-ડીઝલના
પ્રશ્ન 9.
ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?
ઉત્તર:
મધ્યસ્થ બૅન્ક
પ્રશ્ન 10.
મધ્યસ્થ બૅન્ક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો કોના પર અસર પડે છે?
ઉત્તર:
ભાવવધારા પર
![]()
પ્રશ્ન 11.
હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે છે?
ઉત્તર:
કાળું નાણું
પ્રશ્ન 12.
ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યુહરચનાનું પગલું જણાવો.
ઉત્તર:
જાહેર વિતરણ પ્રણાલી
પ્રશ્ન 13.
વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે, તેને શું કહે છે?
ઉત્તર:
સબસિડી
પ્રશ્ન 14.
સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
ઉત્તર:
પાસા(PASA)નો
પ્રશ્ન 15.
પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથની રચના કોણે કરી ? હતી?
ઉત્તર:
કૌટિલ્ય
પ્રશ્ન 16.
ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
ઉત્તર:
ગ્રાહક જાગૃતિનો
પ્રશ્ન 17.
ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે?
ઉત્તર:
એગમાર્કનો
પ્રશ્ન 18.
ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?
ઉત્તર:
યુ.એસ.એ.માં
પ્રશ્ન 19.
ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
ઉત્તર:
જિનીવા(સ્વિઝરલૅન્ડ)માં
પ્રશ્ન 20.
કયા અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી પ્રવર્તે છે?
ઉત્તર:
મૂડીવાદી
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વર્તમાન સમયમાં ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે? જણાવો. (August 20)
અથવા
ગ્રાહકનું શોષણ બજારમાં કઈ કઈ રીતે થાય છે?
અથવા
“ગ્રાહકોને વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
વર્તમાન સમયમાં ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું શોષણ નીચે દર્શાવેલી રીતે થઈ શકે છે:
1, ઓછું તોલમાપઃ ચીજવસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં, ત્રાજવાં કે યંત્ર સાથે ચેડાં કરીને ગ્રાહકને ઓછા વજનમાં કે પૅકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે.
2. હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે તેમજ અંતિમતિથિ (એક્સપાઈરી ડેઇટ) વીતી ગઈ હોય એવી દવાઓ, સૌંદર્ય-પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે.
૩. વધુ કિંમતઃ ચીજવસ્તુ પર છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. હું
4. આરોગ્યને હાનિકારક વસ્તુઓઃ વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુક્સાન પહોંચાડે છે.
આ ઉપરાંત, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરીને તેના વિક્રેતાઓ ગ્રાહકોને આર્થિક શોષણ કરે છે.
5. વેચાણ પછીની અસંતોષકારક સેવા મોટરકાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એ.સી. મશીન, ટીવી, ફ્રિજ, ટ્રેક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી.
6. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહિઃ કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજવસ્તુઓ
કે સેવાઓ પૂરી નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. છે દા. ત., મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઑફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા પૂરાં નહિ પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
7. સેવાક્ષેત્રે ઊણપ કોર્પોરેશન, પંચાયતો, એસ. ટી., ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, બૅન્ક, વીમાકંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે.
8. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય.
9. પસંદગીમાં છેતરામણીઃ કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમમાં લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા લલચાવે છે. એ જાહેરખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદી કરે છે ને પાછળથી પસ્તાય છે.
10. જાનનું જોખમભરેલાં ઉપકરણો કેટલાંક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. દા. ત., ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના તથા કૂકર કે ગિઝર ફાટવાના બનાવો ગ્રાહકના જાનને ખતરામાં મૂકે છે.
11. કૃત્રિમ અછત: કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરી તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ ઊંચા ભાવે એ વસ્તુઓ વેચીને ગ્રાહકોનું શોષણ કરે છે.
12. અધૂરી કે અપૂરતી માહિતી કોઈ વસ્તુની કિંમત, ગુણવત્તા, વિશ્વસનીયતા, વસ્તુનું આયુષ્ય, અંતિમતિથિ, વસ્તુ લાંબા સમય સુધી ચાલવાનું આશ્વાસન, આરોગ્ય અને પર્યાવરણ પર તેની અસર, સાવચેતી, સારસંભાળ અને ઉપયોગની રીત, વેચાણની શરતો વગેરે બાબતોમાં અધૂરી કે અપૂરતી માહિતી આપીને કે માહિતી બિલકુલ ન આપીને વિક્રેતા સરળતાથી ગ્રાહકોને છેતરી શકે છે.
પ્રશ્ન 2.
ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર:
ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા માટે થયેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે :
- ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કોટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે. તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી-રીતરસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓ ૮ પણ દર્શાવી છે.
- 15 માર્ચ, 1962ના રોજ અમેરિકન પ્રમુખ જ્હૉન ફ્રેન્કલીન કેનડીએ યુ.એસ.એ.ની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી હતી.
15 માર્ચ, 1983ના રોજ “કન્ઝયુમર્સ ઇન્ટરનૅશનલ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

- એ પછી સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ 16 એપ્રિલ, 1985ની સામાન્ય સભામાં “યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝક્યુમર્સ પ્રૉટેક્શન’ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત
કર્યા. - એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો (હકો) અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
- સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986′ ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો.
- ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને “રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
- ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો – 1988′ અમલમાં મૂક્યા હતા. આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
![]()
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
અથવા
ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા જણાવો.
ઉત્તર:
ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 હેઠળ માલ અને સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :
1. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ –
- જે અવેજ (માલ) માટે ચુકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ પેટે અથવા વિલંબિત ચુકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
- માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
2. સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ –
- જે અવેજ (સેવા) માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચુકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય અથવા તેની આંશિક ચુકવણી કરવામાં આવી હોય અને બાકીની ચુકવણી માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે.
- અવેજ (નાણાં) પેટે સેવાઓ ખરેખર ભાડાથી ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ કે જેને એ સેવાઓમાં પોતાનું હિત છે તેને પણ ગ્રાહક કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
નીચે દર્શાવેલા ચિત્રોનાં પૂરાં નામ લખો.

ઉત્તર:
1. આ ચિત્ર-લોગો ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ – ISI સંસ્થાનો છે.
2. આ ચિત્ર-લોગો ‘બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ -BIS સંસ્થાનો છે.
3. આ ચિત્ર-લોગો “ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન 3 ઑર્ગેનાઇઝેશન – ISO સંસ્થાનો છે.
નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો:
પ્રશ્ન 1.
નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર અસર કરે છે.
ઉત્તરઃ
ચીજવસ્તુઓના પુરવઠા કરતાં નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે ભાવવૃદ્ધિ થાય છે.
- વેતન, ભથ્થાં અને બોનસના વધારાની માગણીઓ સંતોષાતાં લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓની માંગ વધે છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે.
- સરકાર મધ્યસ્થ બૅન્ક – રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી તેમજ રાષ્ટ્રીય બૅન્કો પાસેથી નાણાં મેળવે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંના પ્રમાણમાં વધારો થાય છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે.
- માંગ વધતાં ભાવવૃદ્ધિ થાય છે.
આમ, નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર સીધી અસર કરે છે.
પ્રશ્ન 2.
સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
ઉત્તરઃ
સંગ્રહખોરીને લીધે બજારમાં ચીજવસ્તુઓનો પુરવઠો ઓછો થઈ જાય છે.
- અપૂરતા પુરવઠાને લીધે ચીજવસ્તુઓની કિંમતો ઊંચી જાય છે એટલે કે ભાવવૃદ્ધિ થાય છે.
- સંગ્રહખોરીને લીધે ચીજવસ્તુઓની કૃત્રિમ અછત સર્જાય છે. વેપારીઓ કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ પડાવે છે. આમ, સંગ્રહખોરી ભાવવૃદ્ધિનું કારણ અને અસર પણ છે.
પ્રશ્ન 3.
ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
ઉત્તર:
ફુગાવાજન્ય ભાવવધારાને લીધે લોકો જીવનનિર્વાહની ચીજવસ્તુઓ પૂરતી માત્રામાં ખરીદી શકતા નથી. તેથી તેમનું આર્થિક જીવનધોરણ નીચું જાય છે.
- ફુગાવાજન્ય ભાવવધારાને લીધે નાણાંની ખરીદશક્તિ ઘટે છે.
- તેથી નીચી અને સ્થિર આવકવાળા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વાસ્તવિક આવક ઘટતાં તેમને ઘણું સહન કરવું પડે છે. જીવનનિર્વાહનો ખર્ચ વધી જવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે. ગરીબો વધુ ગરીબ બને છે.
- ફુગાવાજનક ભાવવધારો સમાજમાં લોકોની નીતિમત્તા પર માઠી અસર કરે છે.
- કમરતોડ મોંઘવારીને લીધે ઓછી અને બાંધી આવક મેળવતા લોકોને આવક અને ખર્ચના છેડા મેળવવા માટે નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ગમે તે પ્રકારે વધુ આવક મેળવવા પ્રયત્નો કરવા પડે છે. સમાજમાં અનીતિ, ભ્રષ્ટાચાર, દાણચોરી, ચોરી-લૂંટફાટ, કાળાબજાર વગેરે અનિષ્ટો વ્યાપક બને છે. આમ, ફુગાવાજન્ય ભાવવધારો આર્થિક અને સામાજિક દૂષણ છે.
પ્રશ્ન 4.
સ્થિર ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.
ઉત્તર :
જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (5)નો ઉત્તર.
પ્રશ્ન 5.
વાજબી ભાવની દુકાનો (Pss) ભાવવૃદ્ધિનું નિયમન 5 કરે છે.
ઉત્તરઃ
વાજબી ભાવની દુકાનો (FPSS) ગરીબીરેખાની નીચેના 5 લોકોને તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનાજ, કઠોળ,
ખાંડ, ચોખા, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે અને પૂરતી માત્રામાં પૂરી પાડે છે.
- આ દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓના ભાવો ખુલ્લા બજારમાં વેચાતી એ જ વસ્તુઓના ભાવોની સરખામણીમાં ઓછા હોય છે.
- આથી સંગ્રહખોરી અને કાળાબજાર દ્વારા કત્રિમ અછત ઊભી કરીને 3 મનફાવે તેવા ઊંચા ભાવો લેવાની પરિસ્થિતિ પર અંકુશ આવે છે. 3 આમ, વાજબી ભાવની દુકાનો (FPSs) ભાવવૃદ્ધિનું નિયમન કરે છે.
પ્રશ્ન 6.
ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ એ પ્રાચીન છે.
ઉત્તરઃ
ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(ઈ. સ. 320–325)ના મહાઅમાત્ય કૌટિલ્ય (ચાણક્ય) તેમના ‘અર્થશાસ્ત્ર’ નામના ગ્રંથમાં ઉદ્યોગ અને વ્યાપાર સંબંધી અત્યાચારોથી ગ્રાહકનાં હિતોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
એ ગ્રંથમાં તેણે ઓછું તોલમાપ અને ભેળસેળ જેવા ગુનાઓ માટે ઉત્પાદકો અને વેપારીઓને દંડ કરવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ‘
આમ, ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ નવો નથી, પરંતુ પ્રાચીન છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શું છે?
ઉત્તર:
‘આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1955’ એ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું નિર્ધારણ કરી ભાવવૃદ્ધિને સ્થિર કે અંકુશમાં રાખવા માટે બનાવેલો કાયદો છે.
- સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અને એ ચીજવસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી મળી રહે તે માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નક્કી કરે છે. સરકાર વેપારીઓને બજારમાં તે જ નિર્ધારિત ભાવોએ ચીજવસ્તુઓ વેચવા જણાવે છે.
- સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ જે વેપારી પોતાનો માલ વેચતો. નથી તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ . . કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો કયાં કયાં છે?
ઉત્તર:
ગ્રાહકના શોષણ માટેનાં જવાબદાર પરિબળો આ પ્રમાણે છેઃ
- ગ્રાહક પોતે જવાબદાર,
- મર્યાદિત માહિતી,
- મર્યાદિત પુરવઠો અને
- મર્યાદિત હરીફાઈ.
પ્રશ્ન 3.
ગ્રાહક જાગૃતિ ઝુંબેશ શાથી જરૂરી છે?
ઉત્તરઃ
ગ્રાહકને છેતરવાની ભ્રષ્ટાચારી રીતરસમો અને તરકીબો સામે લડત આપવા માટે ગ્રાહકને જાણકારી અને સમજ આપવાની તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવાની આજના વૈશ્વિકીકરણના સમયમાં ખૂબ જ આવશ્યકતા છે. આથી ગ્રાહક જાગૃતિ ઝુંબેશ જરૂરી છે.
પ્રશ્ન 4.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 શા માટે બનાવવામાં આવ્યો છે?
ઉત્તર:
જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ગ્રાહકોનાં હિતોના રક્ષણ અને અધિકારોના જતન માટે તેમજ ગ્રાહકોને તેમની ફરિયાદોનો સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986 બનાવવામાં આવ્યો છે.
![]()
પ્રશ્ન 5.
ગ્રાહક સુરક્ષા અર્થે કાર્યરત વિવિધ અદાલતોનાં નામ જણાવો.
ઉત્તર:
ગ્રાહક સુરક્ષા અર્થે રાષ્ટ્રીય સ્તરે “રાષ્ટ્રીય કમિશન’ (રાષ્ટ્રીય ફોરમ), રાજ્ય કક્ષાએ “રાજ્ય કમિશન’ (રાજ્ય ફોરમ) અને જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ’ (જિલ્લા પંચ) નામની અદાલતો કાર્યરત છે.
પ્રશ્ન 6.
ગ્રાહક જાગૃતિ અર્થે કયાં મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે?
ઉત્તર:
ગ્રાહક જાગૃતિ અર્થે “ગ્રાહક સુરક્ષા’, “ઇનસાઇડ’, “ધી કન્ઝયુમર’, ‘ગ્રાહક મંચ’ વગેરે મૅગેઝિનો અને સામયિકો બહાર પડે છે.
પ્રશ્ન 7.
ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ જણાવો.
ઉત્તર:
ભારતમાં ગુણવત્તા પ્રમાણપત્ર આપતી સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છે:
- ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ (ISI) જે હવે બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)ના નામે ઓળખાય છે.
- ‘માર્કેટિંગ ઍન્ડ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (DMI).
પ્રશ્ન 8.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ કઈ છે?
ઉત્તર:
સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જિનીવા ખાતે આવેલી ‘ISO’ અને ઇટલીના પાટનગર રોમ ખાતે આવેલી ‘કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન’ (CAC) નામની સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ છે.
પ્રશ્ન 9.
ભાવવધારાને રોકવા સરકારી ઉપાયો કયા કયા છે?
ઉત્તરઃ
ભાવવધારાને રોકવા માટેના સરકારી ઉપાયો નીચે પ્રમાણે છે :
- નાણાંના પુરવઠામાં ઘટાડો, બૅન્ક ધિરાણનીતિનું નિયંત્રણ જેવા નાણાકીય ઉપાયો,
- સબસિડીમાં ઘટાડો, જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં ઘટાડો, પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણ અને વ્યાપમાં વધારો જેવા રાજકોષીય ઉપાયો,
- વાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓના જાહેર વિતરણની વ્યવસ્થા,
- આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું નિર્ધારણ,
- વસ્તીવૃદ્ધિના નિયંત્રણના ઉપાયો અને
- કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો.
પ્રશ્ન 10.
ગ્રાહકના અધિકારો કયા કયા છે?
ઉત્તર:
ગ્રાહકના અધિકારો આ પ્રમાણે છેઃ
- સલામતીનો અધિકાર,
- માહિતી મેળવવાનો અધિકાર,
- પસંદગી કરવાનો અધિકાર,
- રજૂઆત કરવાનો અધિકાર,
- ફરિયાદ નિવારણનો અધિકાર,
- ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર,
- વળતર મેળવવાનો અધિકાર,
- ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર અને
- જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર.
પ્રશ્ન 11.
જાહેર વિતરણ પ્રણાલી એટલે શું? જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર કઈ બાબતો પર રહેલો છે?
ઉત્તર:
સમાજના નિમ્ન આવક ધરાવતા જૂથને તેમજ ગરીબીરેખાની નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને આવશ્યક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા જાહેર વિતરણ પ્રણાલી’ કહેવાય છે. જાહેર વિતરણ પ્રણાલીની સફળતાનો આધાર મુખ્યત્વે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર તેમજ પ્રામાણિક અને પારદર્શક દુકાનદારો પર રહેલો છે.
પ્રશ્ન 12.
સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું નિર્ધારણ શા માટે કરે છે?
ઉત્તરઃ
સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક ચીજવસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા તેમજ એ ચીજવસ્તુઓ ગ્રાહકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવવા સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું નિર્ધારણ કરે છે.
પ્રશ્ન 13.
‘પાસાનું પૂરું નામ લખો. ‘પાસા’નો કાયદો શા માટે બનાવ્યો છે?
ઉત્તર:
પાસા’નું પૂરું નામ પ્રિવેન્શન ઑફ ઍન્ટી સોશિયલ ઍક્ટિવિટિઝ’ (ઍક્ટ) છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી અને કાળાબજાર જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટેની સઘન ઝુંબેશના એક ભાગ તરીકે “પાસા’નો કાયદો બનાવ્યો છે.
પ્રશ્ન 14.
મર્યાદિત પુરવઠાનું અને મર્યાદિત હરીફાઈનું શું પરિણામ આવે છે?
ઉત્તર:
જો વસ્તુ કે સેવાની માંગ સામે તેનો પુરવઠો મર્યાદિત હોય તો અછતની સ્થિતિ સર્જાય છે. પરિણામે ઉત્પાદકો અને વેપારીઓ વસ્તુ કે સેવાના ઊંચા ભાવો લઈને ગ્રાહકોનું શોષણ કરે છે.
જો કોઈ વસ્તુ કે સેવાનો કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ હોય તો તેની હરીફાઈ મર્યાદિત બનતાં ગ્રાહકોને ઊંચી કિંમતે હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે ખામીયુક્ત સેવા મળે તેવું બની શકે છે.
પ્રશ્ન 15.
ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તરઃ
ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકને છેતરવાની 3 વિવિધ તરકીબો અને ખોટી રીતરસમો સામે લડત આપવા માટે ગ્રાહકને વિવિધ ઉપાયોની જાણકારી આપવી તેમજ તેના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે.
પ્રશ્ન 16.
ગ્રાહકે હંમેશાં કેવી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? શા માટે?
ઉત્તર:
ગ્રાહકે હંમેશાં “આઈ. એસ. આઈ.” (ISI) કે ‘એગમાર્ક(Agmark)ના માર્કવાળી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે તે ચીજવસ્તુઓ ગુણવત્તાની દષ્ટિએ ભરોસાપાત્ર હોય છે.
![]()
પ્રશ્ન 17.
સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) ક્યારે અમલમાં મૂક્યો? આ અધિનિયમનો મુખ્ય હેતુ શો છે?
ઉત્તર:
24 ડિસેમ્બર, 1986માં સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ (કાયદો) અમલમાં મૂક્યો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986નો મુખ્ય હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વસ્તુઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે.
પ્રશ્ન 18.
ભારત સરકારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’(ISI)ની સ્થાપના ક્યારે અને શા માટે કરી છે? તે હવે કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
ચીજવસ્તુઓની ગુણવત્તાનું ધોરણ જાળવવા માટે ઈ. સ. 1947માં ભારત સરકારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ (IS)ની સ્થાપના કરી છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ હવે બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS)ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 19.
‘CAC’ નામની સંસ્થાની સ્થાપના ક્યારે, કોણે કરી હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
ઉત્તર:
‘CAC’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો યુ.એન.)ના “ખાદ્ય અને ખેતી સંગઠને (FAO) અને “વિશ્વ-સ્વાથ્ય સંગઠન (WHO) કરી હતી. તેનું મુખ્ય મથક ઈટલીના પાટનગર રોમમાં આવેલું છે.
‘CAC નામની સંસ્થા દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો ઘડવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 20.
“ISO’ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે?
ઉત્તર:
‘ISO’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 21.
મિ. લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું Tv ખરીદે છે. પરંતુ ગેરંટી સમય પહેલાં તે TV બગડી ગયેલ, તો કંપનીને ફરિયાદ કરતાં કંપની સંતોષજનક જવાબ આપતી નથી. આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિ. લોબોને તમે શું સૂચન કરશો? (March 20)
ઉત્તર :
‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986’ ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલો એક કાયદો છે.
- મિ. લોબોને ગેરંટી સમય પહેલાં બગડી ગયેલ TV અંગે કરેલી ફરિયાદનો જો વિક્રેતા સંતોષકારક જવાબ આપતી ન હોય, તો મિ. લોબોએ “ગ્રાહક સુરક્ષા અધિનિયમ– 1986′ મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
- આ માટે મિ. લાંબો સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનમાં વિક્રેતા વિરુદ્ધ કેસ કરીને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળ કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરી શકાય?
- ફરિયાદની અરજી સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કરી શકાય. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. અરજીમાં ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેનાં કારણો લખવાં.
- બિલની રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય, તો તેનું અડધિયું કે ચેકની વિગત લખવી. એ સાથે ગેરંટી કે વૉરંટી કાર્ડ મૂકવું.
- બે વર્ષની અંદર ફરિયાદ કરવી, વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ અને પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી. ફરિયાદ અંગે ફરિયાદી મિ. લોબો રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે.
નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો :
પ્રશ્ન 1.
સંગ્રહખોરી
ઉત્તર:
ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવવધારાના લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગેરે એ વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંઘરે છે, જેને “સંગ્રહખોરી’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
કાળાબજાર
ઉત્તરઃ
કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ છૂપી રીતે ગેરકાયદે નફાખોરી કરી એ વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરે રે છે, જેને કાળાબજાર’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
દાણચોરી
ઉત્તરઃ
દાણચોરી એટલે આયાતો પરની જકાતચોરી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણોને કારણે ચોરીછૂપીથી કરવેરો નહિ ચૂકવીને વિદેશી માલસામાન દેશમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની સમાજવિરોધી પ્રવૃત્તિ દાણચોરી કહેવાય છે.
પ્રશ્ન 4.
નફાખોરી
ઉત્તર:
કેટલીક વાર ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓનો સંગ્રહ કરીને બજારમાં એ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજાર દ્વારા ગ્રાહકો પાસેથી ખૂબ ઊંચા ભાવો પડાવે છે, જેને “નફાખોરી’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 5.
ગ્રાહક સુરક્ષા
ઉત્તર:
ગ્રાહક જે માલ કે સેવા નાણાં આપીને કે અવેજના બદલામાં ખરીદી કરે તે નક્કી કરેલ ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને “ગ્રાહક સુરક્ષા’ કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.
પ્રશ્ન 6.
IST
ઉત્તરઃ
ISIનું પૂરું નામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ છે, જે હવે ‘બૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝBIS)’ના નામે ઓળખાય છે. ભારત સરકારે વસ્તુની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ISIની સ્થાપના ઈ. સ. 1947માં કરી હતી. ખેત-ઉત્પાદન સિવાયની યોગ્ય ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા ઉત્પાદકોને ISI માર્કો વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
પ્રશ્ન 7.
ISO 14000
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો ‘ISO 14000 માર્કો અંકિત કરવામાં આવે છે.
પ્રશ્ન 8.
જાહેર વિતરણ પ્રણાલી
ઉત્તર:
સમાજના નિમ્ન આવક ધરાવતા જૂથને તેમજ ગરીબીરેખાની નીચે જીવતાં કુટુંબોને અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગને આવશ્યક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વાજબી ભાવે વિતરણ કરવા માટે રચવામાં આવેલી વ્યવસ્થા “જાહેર વિતરણ પ્રણાલી કહેવાય છે.
યોગ્ય જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
| ‘અ’ | ‘બ’ |
| 1. આર્થિક વિકાસની પૂર્વશરત | a. સંગ્રહખોરી |
| 2. નાણાંના પુરવઠામાં વધારો | b. સ્થિરતા સાથેના |
| 3. બજારમાં ચીજવસ્તુઓની ભાવવધારો અછત | c. ફરજિયાત બચત યોજના |
| 4. જાહેરઋણની નીતિ | d. ખાધપુરવણી |
| e. ભાવનિયમન અને માપબંધી |
ઉત્તર :
| ‘અ’ | ‘બ’ |
| 1. આર્થિક વિકાસની પૂર્વશરત | b. સ્થિરતા સાથેના |
| 2. નાણાંના પુરવઠામાં વધારો | d. ખાધપુરવણી |
| 3. બજારમાં ચીજવસ્તુઓની ભાવવધારો અછત | a. સંગ્રહખોરી |
| 4. જાહેરઋણની નીતિ | c. ફરજિયાત બચત યોજના |
પ્રશ્ન 2.
| ‘અ’ | ‘બ’ |
| 1. PDS | a. વાજબી ભાવની દુકાનો |
| 2. FPSS | b. જિનીવા |
| 3. ગ્રાહક આંદોલનના જન્મદાતા | c. જાહેર વિતરણ પ્રણાલી |
| 4. આઈ.એસ.ઓ.નું મુખ્ય મથક | d. બોર્ડ ઓરે |
| e. રાલ્ફ નાડરે |
ઉત્તરઃ
| ‘અ’ | ‘બ’ |
| 1. PDS | c. જાહેર વિતરણ પ્રણાલી |
| 2. FPSS | a. વાજબી ભાવની દુકાનો |
| 3. ગ્રાહક આંદોલનના જન્મદાતા | e. રાલ્ફ નાડરે |
| 4. આઈ.એસ.ઓ.નું મુખ્ય મથક | b. જિનીવા |
પ્રશ્ન 3.
| ‘અ’ | ‘બ’ |
| 1. વિશ્વ ગ્રાહક અધિકારદિન | a. ત્રિસ્તરીય અદાલતો |
| 2. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન | b. ઇટલી |
| ૩. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનનું | c. જાગો ગ્રાહક જાગો મુખ્ય મથક |
| 4. ગ્રાહક સુરક્ષાનો ઉપાય | d. 15 માર્ચ |
| e. 24 ડિસેમ્બર |
ઉત્તરઃ
| ‘અ’ | ‘બ’ |
| 1. વિશ્વ ગ્રાહક અધિકારદિન | d. 15 માર્ચ |
| 2. રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન | e. 24 ડિસેમ્બર |
| ૩. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનનું | b. ઇટલી |
| 4. ગ્રાહક સુરક્ષાનો ઉપાય | a. ત્રિસ્તરીય અદાલતો |