GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?
A. જે. કૃષ્ણમૂર્તિએ
B. અમર્ત્ય સેને
C. બચેન્દ્ર પાલે
D. અમર્ય શર્માએ
ઉત્તર:
B. અમર્ત્ય સેને

પ્રશ્ન 2.
માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?
A. ત્રણ
B. છ
C. પાંચ
D. ચાર
ઉત્તર:
A. ત્રણ

પ્રશ્ન 3.
માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
A. 178
B. 188
C. 181
D. 140.
ઉત્તર:
B. 188

પ્રશ્ન 4.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક ક્યો છે?
A. 0.944
B. 0.609
C. 0.935
D. 0.930
ઉત્તર:
B. 0.609

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 5.
માનવવિકાસ અહેવાલ -2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?
A. 120મું
B. 140મું
C. 150મું
D. 130મું
ઉત્તર:
D. 130મું

પ્રશ્ન 6.
માનવવિકાસ અહેવાલ–2015માં માનવવિકાસ આંના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?
A. ઉચ્ચ માનવવિકાસવાળા
B. ઉચ્ચતમ માનવવિકાસવાળા
C. નિમ્ન માનવવિકાસવાળા
D. મધ્યમ માનવવિકાસવાળા
ઉત્તર:
D. મધ્યમ માનવવિકાસવાળા

પ્રશ્ન 7.
બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષયવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
A. ઓ.પી.વી.
B. એમ.એમ.આર.
C. ડી.પી.ટી.
D. બી.સી.જી.
ઉત્તર:
D. બી.સી.જી.

પ્રશ્ન 8.
બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
A. ડી.પી.ટી.
B. ઓ.પી.વી.
C. બી.સી.જી.
D. એમ.એમ.આર.
ઉત્તર:
B. ઓ.પી.વી.

પ્રશ્ન 9.
(ભારતમાં) ………ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું.
A. 2001
B. 1975
C. 1990
D. 2002
અથવા
ક્યા વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું?
A. 2001
B. 1975
C. 1990
D. 2002
ઉત્તર:
B. 1975

પ્રશ્ન 10.
સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કયા વર્ષને “મહિલા વર્ષ જાહેર કર્યું હતું?
A. 1980
B. 1975
C. 1985
D. 1992
ઉત્તર:
B. 1975

પ્રશ્ન 11.
સંયુક્ત રાષ્ટ્રોયુ.એન.)એ ઈ. સ. 1975- 1985ના દસકાને ……………………. તરીકે જાહેર કર્યો હતો.
A. સ્ત્રી-જાગૃતિ દસકા
B. મહિલા દસકા
C. સ્ત્રી-શિક્ષા દસકા
D. મહિલા જાગૃતિ દસકા
ઉત્તર:
B. મહિલા દસકા

પ્રશ્ન 12.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે?
A. 33
B 28
C. 30
D. 50
ઉત્તર:
D. 50

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 13.
ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે?
A. 30
B. 33
C. 35
D. 40
ઉત્તર:
B. 33

પ્રશ્ન 14.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?
A. સ્વાશ્રય મંગલમ્
B. મિશન મંગલમ્
C. ઈ-મમતા મંગલમ્
D. સબલા મંગલમ્
ઉત્તર:
B. મિશન મંગલમ્

પ્રશ્ન 15.
જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કર્યું ? અભિયાન ચલાવવામાં આવે છે?
A. બેટી બચાવો
B. માતા બચાવો
C. બેટા બચાવો
D. બેટી પઢાઓ
ઉત્તર:
C. બેટા બચાવો

પ્રશ્ન 16.
UNDP’નું પૂરું નામ શું છે?
A. માનવવિકાસ આયોગ
B. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ
C. માનવવિકાસ આંક
D. માનવવિકાસ અહેવાલ
ઉત્તર:
B. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ

પ્રશ્ન  17.
નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.
A. સમાનતા
B. સ્વતંત્રતા
C. સ્થિરતા
D. ઉત્પાદક્તા
ઉત્તર:
B. સ્વતંત્રતા

પ્રશ્ન 18.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલાં વર્ષનો છે?
A. 68
B. 70
C. 72
D. 75
ઉત્તર:
A. 68

પ્રશ્ન  19.
માનવવિકાસ અહેવાલ–2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?
A. બીજું
B. ત્રીજું
C. ચોથું
D. પાંચમું
ઉત્તર:
A. બીજું

પ્રશ્ન 20.
માનવવિકાસ અહેવાલ -2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડનું સ્થાન કેટલામું છે?
A. પ્રથમ
B. બીજું
C. ત્રીજું
D. ચોથું
ઉત્તર:
C. ત્રીજું

પ્રશ્ન 21.
માનવવિકાસ અહેવાલ-2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સિંગાપુરનું સ્થાન કેટલામું છે?
A. આઠમું
B. નવમું
C. દસમું
D. અગિયારમું
ઉત્તર:
D. અગિયારમું

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 22.
મહિલા સશક્તીકરણ માટે કઈ સ્વતંત્રતા અનિવાર્ય છે?
A. સામાજિક
B. ધાર્મિક
C. આર્થિક
D. માનસિક
ઉત્તર:
C. આર્થિક

પ્રશ્ન 23.
નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે?
A. અકસ્માત મદદ માટે
B. ગ્રાહક સુરક્ષા માટે
C. મહિલા સંરક્ષણ માટે
D. આપઘાત નિવારણ
ઉત્તર:
C. મહિલા સંરક્ષણ માટે

પ્રશ્ન 24.
એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામા ધરાવતા યુવકો તેની છેડતીના ઇરાદે તેને રંજાડી રહ્યા તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવા માનશે?
A. 108
B. 118
C. 181
D. 101
ઉત્તર:
C. 181

પ્રશ્ન 25.
માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા, સ્થિરતા, ઉત્પાદક્તા અને …………………………… .
A. સ્વાથ્ય
B. શિક્ષણ
C. સશક્તીકરણ
ઉત્તર:
C. સશક્તીકરણ

પ્રશ્ન 26.
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ………………………… ને નોબેલ પારિતોષિક મળેલ છે.
A. અમર્ત્ય સેન
B. રવીન્દ્રનાથ ટાગોર
C. સી. વી. રામન
ઉત્તર:
A. અમર્ત્ય સેન

પ્રશ્ન 27.
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ……………………….. માનવવિકાસ આંક (HD)ની વિભાવના કરી હતી.
A. મહબૂબ ઉલ હક
B. સી. વી. રામને
C. અમર્ત્ય સેને
ઉત્તર:
C. અમર્ત્ય સેને

પ્રશ્ન 28.
……………………… દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
A. HDR
B. UNDP
C. HDI
ઉત્તર:
B. UNDP

પ્રશ્ન 29.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ માનવવિકાસ અહેવાલમાં ……………………. (HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો. A. માનવવિકાસ આંક
B. અપેક્ષિત આયુષ્ય આંક
C. જીવનધોરણ આંક
ઉત્તર:
A. માનવવિકાસ આંક

પ્રશ્ન 30.
માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક (Life Expectancy Index- LEI) ……………… વર્ષ છે.
A. 58
B. 68
C. 78
ઉત્તર:
B. 68

પ્રશ્ન 31.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શ๚હીય વर्षा સાડા (Expected Years of Schooling – EYS) ……… વર્ષ છે.
A. 11.7
B. 5.4
C. 13.3
ઉત્તર:
A. 11.7

પ્રશ્ન 32.
માનવવિકાસ અહેવાલ –2015 મુજબ ભારતની માથાદીઠ હૂસ રાષ્ટ્રીય શાવહ (Gross National Income per Capita-GNI) ……….. ડૉલર છે.
A. 5458
B. 5520
C. 5497
ઉત્તર:
C. 5497

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 33.
UNDP દ્વારા વર્ષ ………થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (HDR) બહાર પાડવામાં આવે છે.
A. 1995
B. 1990
C. 1985.
ઉત્તર:
B. 1990

પ્રશ્ન 34.
………………………… સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે. –
A. ભારત
B. નૉર્વે
C. બ્રાઝિલ
ઉત્તર:
B. નૉર્વે

પ્રશ્ન 35.
માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ……………………… સંસ્થા કામ કરે છે.
A. UNDP
B. UNICEF
C. UNESCO
ઉત્તરઃ
A. UNDP

પ્રશ્ન 36.
ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ……………………….મું સ્થાન ધરાવે છે.
A. 128
B. 130
C. 147
ઉત્તરઃ
B. 130

પ્રશ્ન 37.
ભારત …………………………. માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.
A. ઉચ્ચતમ
B. ઉચ્ચ
C. મધ્યમ
ઉત્તરઃ
C. મધ્યમ

પ્રશ્ન 38.
માનવવિકાસ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે …………………. દેશ છે.
A. બ્રાઝિલ
B. નાઈઝર
C. ઇરાક
ઉત્તરઃ
B. નાઈઝર

પ્રશ્ન 39.
ભારતના પડોશી દેશોમાં ……………………….. માનવવિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે.
A. શ્રીલંકા
B. પાકિસ્તાન
C. બાંગ્લાદેશ
ઉત્તરઃ
A. શ્રીલંકા

પ્રશ્ન 40.
ભારતના પડોશી દેશોમાં ……………………. માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
A. માલદીવ
B. શ્રીલંકા
C. મ્યાનમાર
ઉત્તરઃ
C. મ્યાનમાર

પ્રશ્ન 41.
ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ ,વસ્તીના ……………………… % સ્ત્રીઓ છે.
A. 48.46
B. 51.54
C. 47.45
ઉત્તરઃ
A. 48.46

પ્રશ્ન 42.
ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના ……… % પુરુષો છે.
A. 47.46
B. 48.46
C. 51.54
ઉત્તરઃ
C. 51.54

પ્રશ્ન 43.
ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર ……… % જેટલું જ છે.
A. 10.2
B. 12.2
C. 8.9.
ઉત્તરઃ
B. 12.2

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 44.
મહિલા સશક્તીકરણ માટે …………………… સ્વતંત્રતા અનિવાર્ય છે.
A. ધાર્મિક
B. આર્થિક
C. સામાજિક
ઉત્તરઃ
B. આર્થિક

પ્રશ્ન 45.
ભારતમાં ઈ. સ. ………માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.
A. 1985
B. 1990
C. 1992
ઉત્તરઃ
C. 1992

પ્રશ્ન 46.
યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975ના વર્ષને ‘………………………..’ તરીકે જાહેર કર્યું હતું.
A. મહિલા વર્ષ
B. મહિલા દસકા
C. મહિલા સશક્તીકરણ વર્ષ
ઉત્તરઃ
A. મહિલા વર્ષ

પ્રશ્ન 47.
યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975- 1985ના દસકાને ‘…………………’ તરીકે જાહેર કરેલ છે.
A. મહિલાવિકાસ
B. મહિલાશક્તિ
C. મહિલા દસકા
ઉત્તરઃ
C. મહિલા દસકા

પ્રશ્ન 48.
ભારતમાં ઈ. સ. ………ના વર્ષને મહિલા સશક્તીકરણ’ વર્ષ તરીકે ઊજવ્યું હતું.
A. 2000
B. 2002
C. 2004
ઉત્તરઃ
B. 2002

પ્રશ્ન 49.
મહિલા સુરક્ષા અંતર્ગત હિંસાથી પીડિત મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારે ……… અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.
A. 109
B. 181
C. 108
ઉત્તરઃ
B. 181

પ્રશ્ન 50.
‘……………………..’ અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલો આપવામાં આવે છે.
A. સરસ્વતી સાધના યોજના
B. મિશન મંગલમ્ યોજના
C. બેટી બચાવો અભિયાન
ઉત્તરઃ
A. સરસ્વતી સાધના યોજના

પ્રશ્ન 51.
ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં ………………………… % અનામતની જોગવાઈ કરી છે.
A. 45
B. 50
C. 33
ઉત્તરઃ
C. 33

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 52.
ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33 %થી વધારીને …….. % કરી છે.
A. 50
B. 60
C. 52
ઉત્તરઃ
A. 50

પ્રશ્ન 53.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર…………………….. હેઠળ આર્થિક મદદ કરે છે.
A. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના
B. મિશન મંગલમ્ યોજના
C. સરસ્વતી સાધના યોજના
ઉત્તરઃ
B. મિશન મંગલમ્ યોજના

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
માનવવિકાસ એ શિક્ષણની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
UNDP માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
ભારતીય મૂળના સી. વી. રામન નામના અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 78 વર્ષ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 18 વર્ષ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ભારત સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 9.
ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
ભારત ઉચ્ચ માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 51.54 % સ્ત્રીઓ અને 48.46 % પુરુષો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
પુરુષો સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 15.
ભારતમાં ઈ. સ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
મહિલા સશક્તીકરણ માટે ધાર્મિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975ના વર્ષને “મહિલા વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 18.
યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975- 1985ના દસકાને “મહિલા દસકા’ તરીકે જાહેર કર્યું હતું.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 19.
ભારતમાં ઈ. સ. 2010 વર્ષને “મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 20.
ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષા માટે 191 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 21.
ગુજરાત સરકારે ઈ. સ. 2001માં મહિલા અને બાળવિકાસ વિભાગની રચના કરી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 22.
ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે બે લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઇકલો આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 23.
ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 24.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50 % કરી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 25.
ગુજરાત સરકારે શ્રમજીવીઓ અને નિરાધાર સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 26.
ગુજરાત સરકાર મહિલાઓને પગભર બનાવવા માટે મિશન શુભમ્ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 27.
બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબુદી માટે અભિયાન ચલાવી “બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ દ્વારા ગુજરાત સરકારે સ્ત્રી સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપેલ છે.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?
ઉત્તરઃ
અમર્ત્ય સેને

પ્રશ્ન 2.
ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?
ઉત્તરઃ
અમર્ત્ય સેને

પ્રશ્ન 3.
માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
ત્રણ

પ્રશ્ન 4.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે?
ઉત્તરઃ
નૉર્વે

પ્રશ્ન 5.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી ક્યો દેશ દ્વિતીય ક્રમે છે?
ઉત્તરઃ
ઑસ્ટ્રેલિયા

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 6.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ તૃતીય ક્રમે છે?
ઉત્તરઃ
સ્વિટ્ઝરલૅન્ડ

પ્રશ્ન 7.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી સિંગાપુર કયા ક્રમે છે?
ઉત્તરઃ
અગિયારમા

પ્રશ્ન 8.
માનવવિકાસ અહેવાલ–2015 મુજબ સૌથી નીચેના 188મા ક્રમે કયો દેશ છે?
ઉત્તરઃ
નાઈઝર

પ્રશ્ન 9.
માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?
ઉત્તરઃ
મધ્યમ માનવવિકાસવાળા

પ્રશ્ન 10.
બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષયવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તરઃ
બી.સી.જી.

પ્રશ્ન 11.
બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તરઃ
ઓ.પી.વી.

પ્રશ્ન 12.
બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ડિફઘેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તરઃ
ડી.પી.ટી.

પ્રશ્ન 13.
વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી શી છે?
ઉત્તરઃ
આરોગ્ય

પ્રશ્ન 14.
ભારતના બધા નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી કોણ આપે છે?
ઉત્તરઃ
ભારતનું બંધારણ

પ્રશ્ન 15.
સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ કોણ છે?
ઉત્તરઃ
સ્ત્રીઓ

પ્રશ્ન 16.
મહિલા સશક્તીકરણનું મહત્ત્વનું પાસું કયું છે?
ઉત્તરઃ
આર્થિક સશક્તીકરણ

પ્રશ્ન 17.
મહિલા સશક્તીકરણ માટે શું અનિવાર્ય છે?
ઉત્તરઃ
આર્થિક સ્વતંત્રતા

પ્રશ્ન 18.
સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. 1975- 1985ના દસકાને કયા દસકા તરીકે જાહેર કર્યો હતો?
ઉત્તરઃ
મહિલા દસકા

પ્રશ્ન 19.
સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. 1975ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું હતું?
ઉત્તરઃ
મહિલા વર્ષ

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 20.
ભારતમાં ઈ. સ. 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
મહિલા સશક્તીકરણ

પ્રશ્ન 21.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?
ઉત્તરઃ
મિશન મંગલમ્

પ્રશ્ન 22.
જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કર્યું અભિયાન ચલાવવામાં આવે છે?
ઉત્તરઃ
બેટી બચાવો

પ્રશ્ન 23.
કઈ યોજના હેઠળ દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઇકલો આપવામાં આવે છે?
ઉત્તરઃ
સરસ્વતી સાધના

પ્રશ્ન 24.
કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે?
ઉત્તરઃ
સબલા યોજના

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
માનવવિકાસ આંક સાથે સવિસ્તર સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખો: માનવવિકાસ આંક .
ઉત્તરઃ
માનવવિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને “માનવવિકાસ આંક’ કહે છે.

  • માનવવિકાસ આંકની સૌપ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી.
  • તેમની મદદથી ઈ. સ. 1990માં પ્રથમ માનવવિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
  • એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) GIRL HL-19 asiat અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
  • તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક (Human Development Index – HDI) સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતોઃ

  1. સરેરાશ આયુષ્ય (આરોગ્ય),
  2. શિક્ષણ-સંપાદન (જ્ઞાન) અને
  3. જીવનધોરણ (માથાદીઠ આવક).

આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવવિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ ઈ. સ. 2009 સુધી અમલમાં રહી.

ઈ. સ. 2010થી માનવવિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના ત્રણ નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે:
1. અપેક્ષિત આયુષ્ય આંક (Life expectancy Index-LE]]: આરોગ્ય અને દીર્ધાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલાં વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહત્તમ 83.6

2. વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવવિકાસ : અહેવાલ-2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.

2. શિક્ષણ આંક (Education Index-BI) (શિક્ષણસંપાદન): આ આંકના બે પેટાનિર્દેશકો આ મુજબ છેઃ

  • શાળાકીય RaidLaul (Mean Years of Schooling – MYS): 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો. તેમાં ઉચ્ચતમ 13.૩ વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
  • અપેક્ષિત શાળાકીય વર્ષો (Expected Years of schooling-SYS) 5 વર્ષનું બાળક પોતાના જીવનનાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય – વર્ષ નક્કી કરેલ છે. માનવવિકાસ અહેવાલ -2015 મુજબ ભારતનો રે અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે.

૩. આવક આંક (Income index-II) (જીવનધોરણ): જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ(Gross Domestic Product per capita- GDP)ને માથાદીઠ કુલ 210814 2419$ (Gross National Income per capita – GNI) સાથે જોડવામાં આવે છે. માનવવિકાસ અહેવાલ -2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497s અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238s છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને યૂ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
માનવવિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો.
અથવા
ટૂંક નોંધ લખોઃ માનવવિકાસ અહેવાલ
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા ઈ. સ. 1990થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (Human Development Report-HDR) પ્રસિદ્ધ કરવામાં આવે છે.

  • ઈ. સ. 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવવિકાસ અહેવાલમાં 198 દેશોને સમાવવામાં આવ્યા હતા.
  • આ દેશોને તેમના માનવવિકાસ આંક(HDI)ના આધારે નીચેના કોષ્ટક મુજબ ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છેઃ
માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ
ક્રમ માનવવિકાસ

ધરાવતા દેશો

વિભાજનનો ક્રમ માનવવિકાસ આંક (HDI) મુખ્ય દેશો
1. ઉચ્ચતમ માનવવિકાસ 1થી 49  0.802થી વધુ નૉર્વે, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલૅન્ડ, ડેન્માર્ક, નેધરલૅન્ડ, યુ.એસ.એ., સિંગાપુર, બ્રિટન,
જાપાન, ફ્રાન્સ
2. ઉચ્ચ માનવવિકાસ 50થી 105 0.700થી 0.798 રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા
3. મધ્યમ માનવવિકાસ 106થી 143 0.555થી 0.698 ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ, દક્ષિણ આફ્રિકા, ઇરાક, ભારત
4. નિમ્ન માનવવિકાસ 144થી 188 0.550થી નીચે કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્લે,નાઇઝર

ઉપર આપેલા કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ –
1. ઉચ્ચતમ માનવવિકાસ ધરાવતા 49 દેશો પૈકી મુખ્ય દેશોઃ નૉર્વે, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલૅન્ડ, ડેન્માર્ક, નેધરલેન્ડ, યુ.એસ.એ., | સિંગાપુર, ગ્રેટબ્રિટન, જાપાન અને ફ્રાન્સ.
2. ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 56 દેશો પૈકી મુખ્ય દેશો રશિયા, * મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા.
3. મધ્યમ માનવવિકાસ ધરાવતા 38 દેશો પૈકી મુખ્ય દેશોઃ ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ, દક્ષિણ આફ્રિકા, ઇરાક અને ભારત.
4 નિમ્ન માનવવિકાસ ધરાવતા 45 દેશો પૈકી મુખ્ય દેશોઃ કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્લે અને નાઈઝર.

  • માનવવિકાસ આંકમાં 188 દેશો પૈકી નૉર્વે (o.944) પ્રથમ સ્થાને છે.
  • બીજા સ્થાને ઑસ્ટ્રેલિયા (0.935) અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલૅન્ડ છે. સિંગાપુર (0.912) અગિયારમા સ્થાને છે.
  • ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. તેથી તેનું સ્થાન મધ્યમ માનવવિકાસ ધરાવતા દેશોમાં આવે છે.
  • માનવવિકાસ આંકમાં નાઈઝર (0.848) 188મા – સૌથી છેલ્લા ક્રમે – સ્થાને છે.
  • ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 થયો હતો. આમ, ભારતના માનવવિકાસમાં ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે.
  • માનવવિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે; જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 3.
મહિલા સશક્તીકરણ એટલે શું? તેનાં અવરોધક પરિબળો જણાવો.
અથવા
મહિલા સશક્તીકરણ એટલે શું? તેનું સ્વરૂપ અને તેની આડેનાં અવરોધક પરિબળો જણાવો.
ઉત્તર:
મહિલા સશક્તીકરણઃ મહિલા સશક્તીકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાગી વિકાસની પ્રક્રિયા.
મહિલા સશક્તીકરણનું સ્વરૂપઃ ભારતના બંધારણે સ્ત્રી-પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે.

  • પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવો સમાજસર્જિત છે. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે.
  • સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. આમ છતાં, મહિલા સશક્તીકરણમાં આર્થિક, વહીવટી, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે.
  • આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે.
  • ભારતમાં આ અસમાનતા આપણને રાજ્ય વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં; ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મૅનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે.

મહિલા સશક્તીકરણની આડેનાં અવરોધક પરિબળોઃ
ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે.

  • ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
  • ઉદ્યોગો, સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે.
  • સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે.
  • ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.
  • કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી.
  • અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે.
  • સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી-કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતાં, ઓછી જવાબદારીવાળાં અને તેઓ નિપુણ ન બને એવાં કામો ફાળવવામાં આવે છે.
  • સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતી આવી છે.
  • સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.

પ્રશ્ન 4.
માનવવિકાસ આંકમાં ભારત મધ્યમ માનવવિકાસની હરોળમાં છે, તો તેને ઉચ્ચતમ માનવવિકાસની શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ?
ઉત્તરઃ
માનવવિકાસ આંકમાં ભારતને મધ્યમ માનવવિકાસની હરોળમાંથી ઉચ્ચતમ માનવવિકાસની શ્રેણીમાં લઈ જવા માટે નીચે પ્રમાણેના પ્રયત્નો કરવા જોઈએ:

  • માનવીના અપેક્ષિત આયુષ્ય આંકમાં વધારો કરવો.
  • બાળકોના અભ્યાસનું પ્રમાણ વધારવું. » વસ્તીવૃદ્ધિના દરમાં ઘટાડો કરવો.
  • માથાદીઠ આવકમાં વધારો કરવો.
  • લૈંગિક સમાનતા – સ્ત્રી-પુરુષ સમાનતા લાવવી.
  • પ્રજાનું આરોગ્ય સુધરે તેવા પ્રયત્નો કરવા.
  • મહિલા સશક્તીકરણ માટે સઘન પ્રયાસો કરવા.
  • મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂક્વી.
  • મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઈઓ કરવી.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
માનવવિકાસ થયો ક્યારે ગણાય?
ઉત્તરઃ
દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે, પરંતુ એ પૂરતું નથી. જીવનધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવવિકાસ થયેલો ગણાય. માત્ર આવક જ નહિ પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધાર રાખે છે.
માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે :

  1. સમાનતા,
  2. સ્થિરતા,
  3. ઉત્પાદકતા અને
  4. સશક્તીકરણ.
  • પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતાં લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાથ્યસંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેનાં મીઠાં ફળ પ્રાપ્ત થાય તો જ માનવવિકાસ થયેલો કહેવાય.
  • લોકોની આવકમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવવિકાસ થયેલો ગણાય.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
UNDPએ આપેલી માનવવિકાસની વ્યાખ્યા આપો. માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો કયા કયા છે?
ઉત્તર:
UNDPએ આપેલી માનવવિકાસની વ્યાખ્યા : “માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.”
માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો :

  1. સમાનતા,
  2. સ્થિરતા,
  3. ઉત્પાદકતા અને
  4. સશક્તીકરણ.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 2.
કયાં પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી?
ઉત્તર:

  • નવા સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂગ,
  • નિમ્ન સ્તરની આકાંક્ષાઓ,
  • નિરક્ષરતા,
  • સાહસવૃત્તિનો અભાવ,
  • વહેમ અને અંધશ્રદ્ધા,
  • જુનવાણી માનસ,
  • જૂનીપુરાણી રૂઢિઓ, રિવાજો
  • ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ વગેરે પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી.

પ્રશ્ન 3.
માનવવિકાસ આંકની વિભાવના સૌપ્રથમ કોણે કરી હતી? પ્રથમ માનવવિકાસ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો?
ઉત્તર:
માનવવિકાસ આંકની વિભાવના સૌપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. પ્રથમ માનવવિકાસ અહેવાલ ઈ. સ. 1990માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન 4.
માનવવિકાસ આંક શું છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) દ્વારા ઈ. સ.. 1990માં પ્રકાશિત થયેલા અહેવાલમાં માનવવિકાસ આંક(Human Development Index – HDI) નિર્દેશકો દર્શાવ્યાં છેઃ

  1. સરેરાશ આયુષ્ય (આરોગ્ય),
  2. શિક્ષણસંપાદન (જ્ઞાન) અને
  3. જીવનધોરણ (માથાદીઠ આવક).
  • આ ત્રણેય નિર્દેશકોનો સંયુક્તપણે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને ‘માનવવિકાસ આંક’ કહે છે.
  • આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકને આધારે કોઈ પણ દેશના માનવવિકાસનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે.
  • કોઈ પણ દેશના વિકાસની વ્યુહરચના ઘડવામાં માનવવિકાસ આંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 5.
સમખરીદશક્તિ (Purchasing Power Parity) શું છે?
ઉત્તરઃ
સમખરીદશક્તિ એટલે કોઈ પણ બે દેશોના ચલણના એકમોની સરખી ખરીદશક્તિ. દા. ત., અમેરિકામાં 1 ડૉલર વડે 5 કિલો ઘઉં ખરીદી શકાતા હોય અને ભારતમાં 5 કિલો ઘઉં ખરીદવા માટે 45 રૂપિયા આપવા પડતા હોય તો તે 1 ડૉલર અને 45 રૂપિયાની સમખરીદશક્તિ’ (Purchasing Power Parity) ગણાય.

પ્રશ્ન 6.
માનવવિકાસ અહેવાલ -2015માં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ અહેવાલમાં કયા દેશો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે છે?
ઉત્તરઃ
માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ અહેવાલમાં નૉર્વે (0.944) પ્રથમ, ઑસ્ટ્રેલિયા (0.935) દ્વિતીય અને સ્વિટ્ઝરલૅન્ડ (0.930) તૃતીય ક્રમે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 7.
ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં, વર્ષ 2000માં, વર્ષ 2010માં, વર્ષ 2014માં અને વર્ષ 2015માં કેટલો હતો?
ઉત્તર:
ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 હતો.

પ્રશ્ન 8.
ભારતના કયા પાડોશી દેશો માનવવિકાસ આંકમાં ભારતથી પાછળ છે?
ઉત્તર:
ભારતના પાડોશી દેશો ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માનવવિકાસ આંકમાં ભારતથી પાછળ છે.

પ્રશ્ન 9.
માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિ સમક્ષ કયા ક્યા પડકારો છે?
ઉત્તર:
માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિ સમક્ષ મુખ્ય ત્રણ પડકારો છેઃ

  • સ્વાથ્ય (આરોગ્ય),
  • લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને
  • મહિલા સશક્તીકરણ.

પ્રશ્ન 10.
આપણે દેશમાંથી કયા કયા રોગોને નિર્મૂળ કરી શક્યા છીએ તેમજ નિયંત્રણ સાધી શક્યા છીએ?
ઉત્તરઃ
આપણે દેશમાંથી પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો જેવા રોગોને નિર્મૂળ કરી શક્યા છીએ તેમજ ઓરી, અછબડા, મલેરિયા, ડેગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), કૅન્સર, હૃદયરોગ જેવા રોગો પર નિયંત્રણ સાધી શક્યા છીએ.

પ્રશ્ન 11.
લૈંગિક સમાનતા એટલે શું? ભારતમાં લૈંગિક સમાનતા. કેવી છે?
ઉત્તર:
લેંગિક સમાનતા એટલે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાની સમાનતા. ઈ. સ. 2011ની વસ્તીગણતરીના અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46 % સ્ત્રીઓ અને 51.54 % પુરુષો છે.

પ્રશ્ન 12.
સ્ત્રી-પુરુષની સંખ્યાની અસમાનતા માટેનાં કારણો જણાવો.
ઉત્તર:
સ્ત્રી-પુરુષની સંખ્યા – જાતીય અસમાનતા માટેનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:

  • ભારતીય સમાજની રૂઢિચુસ્તતા, સામાજિક રિવાજો, બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી.
  • નાનપણથી છોકરીઓના આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી.
  • કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે છે.
  • આચાર, વિચાર અને વ્યવહારમાં દિકરીઓને દીકરાઓ કરતાં જુદી શિખામણ આપવામાં આવે છે.
  • દીકરા-દીકરીનાં કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક અને હરવા-ફરવામાં ભેદભાવ રાખવામાં આવે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 13.
ભારતમાં સ્ત્રીઓને કયા કયા કુરિવાજોના ભોગ બનવું પડે છે? શા માટે?
ઉત્તર:
સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.

પ્રશ્ન 14.
મહિલા સશક્તીકરણ એટલે શું?
ઉત્તર:
સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાગી વિકાસની પ્રક્રિયા એટલે મહિલા સશક્તીકરણ.

પ્રશ્ન 15.
સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવા જરૂરી ઉપાયો સુચવો.
ઉત્તર:
સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવાના જરૂરી ઉપાયો નીચે મુજબ છે :

  • રક્ષણ, પોષણ અને શિક્ષણ પૂરાં પાડીને સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો લાવી સ્ત્રી-મૃત્યુદર ઘટાડવો.
  • છોકરીને છોકરા જેટલી જ શિક્ષણની તકો પૂરી પાડવી. કુટુંબ અને સમાજનાં અન્ય ક્ષેત્રોમાં છોકરીને છોકરા જેટલા જ સમકક્ષ અધિકારો અને સન્માન આપવાં.
  • સ્ત્રીઓના ઘરકામનું આર્થિક મૂલ્ય આંકવું. કુટુંબના વિકાસમાં સ્ત્રીઓના આ ફાળાને મહત્ત્વ આપવું.
  • નાનપણથી જ છોકરા-છોકરીના ઉછેરમાં, સારસંભાળમાં અને આરોગ્યવિષયક બાબતોમાં ભેદભાવ રાખવો નહિ.
  • પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને અન્યાયકર્તા તમામ સામાજિક રિવાજો અને દૂષણો નાબૂદ કરવાં.
  • સ્ત્રીઓને સહન કરવું પડતું શારીરિક શોષણ અને દમન નિવારવું.
  • સ્ત્રી-પુરુષોને દરજ્જો, તકો, સંસાધનો વગેરે સમાન ધોરણે પૂરાં પાડવાં.

પ્રશ્ન 16.
મહિલા સશક્તીકરણનાં કેન્દ્રબિંદુ કયાં છે?
ઉત્તર:
સ્ત્રીઓ મહિલા સશક્તીકરણનું કેન્દ્રબિંદુ છે.

  • એક સ્ત્રી શિક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને.
  • આ માટે સમાજમાં સ્ત્રી-પુરુષનો દરજ્જો સમાન બનાવવો જોઈએ.
  • સમાજમાં જાતીય સમાનતાની સમજણ વિકસાવવી અનિવાર્ય છે.
  • આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં સ્ત્રીઓને ભાગીદાર બનાવવી જોઈએ.
  • સ્ત્રીઓના સ્વાથ્ય અને શિક્ષણ માટે વિપુલ તકો તથા સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
  • સ્ત્રી-પુરુષ વચ્ચે અસમાનતા સમાજે જ સર્જેલી છે, તો હવે સમાજ જ મહિલાઓનું સશક્તીકરણ કરવા કટિબદ્ધ બને એ આધુનિક સમયની માગ છે.

પ્રશ્ન 17.
ગુજરાત સરકારે ઈ. સ. 2001માં કયા વિભાગની રચના કરી છે? શા માટે?
ઉત્તર:
રાજ્યની મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે ઈ. સ. 2001માં “મહિલા અને બાળવિકાસ’ વિભાગની રચના કરી છે.

પ્રશ્ન  18.
ગુજરાત સરકારે મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ શા માટે અમલમાં મૂકી છે?
ઉત્તર:
ગુજરાત સરકારે મહિલા સશક્તીકરણ માટે ગરીબ અને સામાન્ય કુટુંબોની તેમજ ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષના ત્રણ પાસાંઓ – મહિલા શૈક્ષણિક સશક્તીકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષા માટે મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

પ્રશ્ન 19.
કયા અભિયાન મહિલા સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે?
ઉત્તર:
“બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે અભિયાન ચલાવી “બેટી બચાવો, બેટી વધાઓ અને બેટી પઢાઓ અભિયાન મહિલા સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

નીચેના વિધાનો કારણો આપી સમજાવો :

પ્રશ્ન 1.
માથાદીઠ આવક વધે એટલે માનવવિકાસ વધ્યો એમ કહેવાય નહિ.
ઉત્તર:
દેશના લોકોની માથાદીઠ આવક વધે તો તે આર્થિક વિકાસ થયો ગણાય.

  • આર્થિક વિકાસને લીધે લોકોના જીવનધોરણમાં વધારો થાય છે, પરંતુ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થતો નથી.
  • જીવનધોરણની સાથે જીવનની ગુણવત્તામાં સુધારો થાય તો જ માનવવિકાસ થયો ગણાય.
  • આથી માત્ર માથાદીઠ આવક વધે એટલે માનવવિકાસ વધ્યો (થયો) કહેવાય નહિ.

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 2.
કોઈ પણ દેશના વિકાસની વ્યુહરચના ઘડવામાં માનવવિકાસ આંક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
દેશના માનવવિકાસનો આંક જાણવાથી પોતાનો દેશ વિકસિત દેશોની તુલનામાં કેટલો પાછળ છે તે જાણી શકાય છે.

  • દેશના વિકાસની દિશા સાચી છે કે કેમ તેનો ખ્યાલ આવે છે.
  • દેશના હાલના માનવવિકાસ આંકને ઊંચે લઈ જવા માટે નવી યોજનાઓ બનાવી શકાય છે.
  • વિકાસની ચાલ યોજનાઓનું મૂલ્યાંકન કરી તેમને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવા રચનાત્મક ઉપાયો હાથ ધરી શકાય છે.
  • આમ, કોઈ પણ દેશના વિકાસની વ્યુહરચના ઘડવામાં માનવવિકાસ આંક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

પ્રશ્ન 3.
મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
ઉત્તર:
ભારતની કુલ વસ્તીમાં મહિલાઓની સંખ્યા લગભગ 50 ટકા જેટલી છે.

  • આટલી મોટી સંખ્યા ધરાવતી મહિલાઓની ઉપેક્ષા કરીને કોઈ પણ દેશ આર્થિક વિકાસ સાધી શકે નહિ.
  • સ્ત્રી એક શક્તિ છે. તેમની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવા તેમને આર્થિક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તો જ સ્ત્રીઓ સ્વાવલંબી મજબૂત સમાજનું નિર્માણ કરી શકશે.
  • વિકાસશીલ રાષ્ટ્રમાં સ્ત્રીઓનું આર્થિક સ્વાતંત્ર્ય મહિલા સશક્તીકરણનું મહત્ત્વનું પાસું છે.
  • સ્ત્રી શિક્ષિત બને અને સારી નોકરી કે મનપસંદ વ્યવસાય કરે તો એક ઘર, એક સમાજ અને અંતે રાષ્ટ્ર સશક્ત બને છે.
    આમ, મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.

યોગ્ય જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

‘અ’ ‘બ’
1. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી a. માનવવિકાસ અહેવાલ
2. UNDP b. અમર્ત્ય સેન
3. HDR c. મહિલા સશક્તીકરણ
4. માનવવિકાસ સામેનો d. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પડકાર કાર્યક્રમ
e. અરવિંદ ઘોષ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી b. અમર્ત્ય સેન
2. UNDP d. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પડકાર કાર્યક્રમ
3. HDR a. માનવવિકાસ અહેવાલ
4. માનવવિકાસ સામેનો c. મહિલા સશક્તીકરણ

GSEB Class 10 Social Science Important Questions Chapter 19 માનવ વિકાસ

પ્રશ્ન 2.

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1992 a. મહિલા સશક્તીકરણ વર્ષ
2. ઈ. સ. 1975 b. મહિલા સશક્તીકરણની રાષ્ટ્રીય નીતિ
3. ઈ. સ. 2001 c. મહિલા સુરક્ષાની રાષ્ટ્રીય નીતિ
4. ઈ. સ. 2002 d. મહિલા વર્ષ
e. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના

ઉત્તર:

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1992 e. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના
2. ઈ. સ. 1975 d. મહિલા વર્ષ
3. ઈ. સ. 2001 b. મહિલા સશક્તીકરણની રાષ્ટ્રીય નીતિ
4. ઈ. સ. 2002 a. મહિલા સશક્તીકરણ વર્ષ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *