This GSEB Class 10 Social Science Notes Chapter 9 વન અને વન્યજીવ સંસાધન covers all the important topics and concepts as mentioned in the chapter.
વન અને વન્યજીવ સંસાધન Class 10 GSEB Notes
→ જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયો હોય તેને “કુદરતી’ (અક્ષત -virgin) વનસ્પતિ કહે છે.
→ વહીવર્ય હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ
- અનામત (આરક્ષિત) જંગલો
- સંરક્ષિત જંગલો અને
- અવર્ગીકૃત જંગલો.
→ ભારતનાં જંગલો માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દષ્ટિએ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ
- રાજ્યની માલિકીનું જંગલ
- સામુદાયિક જંગલ અને
- ખાનગી જંગલ.
→ નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. નિર્વનીકરણ એ આપણા દેશની જ નહિ પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે.
→ માનવી દ્વારા થતા જંગલોના વિનાશ માટેનાં કારણોમાં દેશનો વસ્તીવધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગીકરણ, નવી વસાહતોનું પ્રસ્થાપન, ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ, જંગલવાસીઓની ગરીબી, ઝૂમ પદ્ધતિની ખેતી; રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ, બહુહેતુક યોજનાઓ, નહેરોનું નિર્માણ અને દાવાનળ વગેરે મુખ્ય છે.
→ નિર્વનીકરણની અસરોઃ જંગલોના વિનાશથી પ્રદૂષશ્વમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, જમીનનું ધોવાણ થવું, વન્ય પશુઓ નિરાશ્રિત થવાં, કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થવાં, વૈશ્વિક તાપવૃદ્ધિ થવી, હરિતગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી, પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો, નદીઓમાં પૂર આવવાં વગેરે માઠાં પરિણામો ભોગવવા પડે છે.
→ વન સંરક્ષણના ઉપાયોઃ ઊર્જા મેળવવા માટે લાકડાને બદલે સૌરઊર્જા, પવનઊર્જા, બાયોઊર્જા, કુદરતી વાયુ વગેરેનો ઉપયોગ કરવો, કપાતાં વૃક્ષોની જગ્યાએ એ જ પ્રજાતિનાં નવાં વૃક્ષો વાવવાં, અપરિપક્વ વૃક્ષોના છેદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને વનીકરણ માટે ફરજ પાડવી, ઇકો-ટુરિઝમથી જંગલની સ્થિતિ ન જોખમાય તેનું કડક નિયમન, વન-સંરક્ષણ માટેના જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન, શાળાકોલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી, ઘાસચારા અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં, વનસંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ, દાવાનળ અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્રની જોગવાઈ, જંગલના વિસ્તારોમાં ભરાતા મેળા, યોજાતા ભંડારો કે પરિક્રમા સમયે એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ વગેરે વન-સંરક્ષણના મુખ્ય ઉપાયો છે.
→ વૈવિધ્યસભર વન્ય જીવઃ ભારતમાં ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ અને વનસ્પતિમાં ઘણી વિવિધતા છે. વિશ્વમાં પશુ-પક્ષીઓની આશરે પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 61,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વૈવિધ્યની દષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બારમું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોનાં વન્ય જીવો જોવા મળે છે. ભારતમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ-પૂર્વ એશિયાના હાથી, ગીબન વાંદરા વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રીંછ, એકલિંગી ભારતીય ગેંડા, હરણ, સાપ, અજગર, રાજનાગ, સમુદ્રી કાચબા, હિમાલયમાં જોવા મળતો હિમદીપડે, શીત વનોમાં જોવા મળતું લાલ પાંડ વગેરે વિશિષ્ટ પ્રાણીઓ છે. ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને ગુજરાતમાં નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે.
→ લુપ્ત થતું વન્ય જીવનઃ આજે ઘણા વન્ય જીવોના અસ્તિત્વ સામે જોખમ તોળાઈ રહ્યું છે. તે લુપ્ત થઈ રહ્યા છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. ભારતમાં સિંહ, વાઘ, હિમદીપડો, ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, ચિલોત્રો, કસ્તૂરીમૃગ, હંગુલ, ઘડિયાલ (મગરની પ્રજાતિ), ગંગેય ડૉનિ, સમુદ્રી કાચબા અને ગેંડાનું અસ્તિત્વ જોખમમાં છે. ગુજરાતમાં સિંહ, વાઘ, દીપડો, રીંછ અને જળબિલાડીનું અસ્તિત્વ જોખમમાં છે.
→ વન્ય જીવોના વિનાશનાં કારણો : માનવની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે અને દાવાનળના કારણે જંગલોનો વિનાશ થવાથી વન્ય પ્રાણીઓ નિરાશ્રિત થયાં છે અને કેટલાંક લુપ્ત થયાં છે. આ ઉપરાંત, વિવિધ ઉદેશોથી કરવામાં આવતા શિકાર, પ્રદૂષણ, શહેરી વિસ્તારનો વધારો, બહુહેતુક યોજનાઓનું નિમણિ, ખનીજ ખનન, ધાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર વધતું દબાણ, વન્ય જીવોનાં કુદરતી નિવાસો નષ્ટ થવાં વગેરે કારણોસર વન્ય જીવોનો વિનાશ થઈ રહ્યો છે.
→ વન્ય જીવ સંરક્ષણના ઉપાયોઃ જંગલો માટે આપણી માનસિકતા અને દષ્ટિકોષ બદલવાની જરૂરિયાત, જંગલોમાં તુલભલી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન, પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ, શિકાર પ્રમવા કડક કાયદા અને તેનો સખતાઈથી અમલ, ગેરકાયદેસર ખનનકાર્યના પ્રતિબંધના ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ, વન્ય જીવોના પ્રજનનકાળમાં ખલેલ ન પડે તેવી વ્યવસ્થાની ગોદ્મણી, માછીમારી, વન્ય પૈઇશ એકઠી કરવી, પ્રવાસન પ્રવૃત્તિ વગેરેની વન્ય જીવો પર પડનારી અસરો પર યોગ્ય પગલાં, જનજાગૃતિ કાર્યક્રમો, સામાજિક સંસ્થાઓએ વન્ય જીવ સંરક્ષણકાર્ય માટે સરકારી તંત્રને સક્રિય બનાવવું વગેરે ઉપાયો દ્વારા વન્ય જીવ સંરક્ષ કરવું જોઈએ.
→ ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલી ખાસ યોજનાઓ :
- વાઘ પરિયોજનાઃ વાઘને બચાવવાના હેતુથી આ યોજના ઈ. સ. 1971માં શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં કુલ 44 ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે.
- હાથી પરિયોજના : ઈ. સ. 1992માં આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલ દેશમાં હાથીઓ માટે કુલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજના મુજબ પાલતુ હાથીઓના પાલનપષણ માટે પન્ન કામગીરી કરવામાં આવે છે.
- ગેંડા પરિયોજના : આ યોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનના એકશિગી ભારતીય ગેંઘના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે.
- ઘડિયાલ પરિયોજના: મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
- ગીધ પરિયોજના ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે, ગીધોની સંખ્યામાં થઈ રહેલા પવને અટકાવવા માટે આ યોજના ઈ. સ. 2004માં શરૂ કરવામાં આવી.
- હિમદીપ પરિયોજનાઃ હિમાલયના આશરે 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદિપડા વિશે જાણકારી વધે તેમજ તેના સંરક્ષણ માટે લોકો જાગૃતિ કેળવે એ હેતુથી આ યોજના ઈ. સ. 2000માં શરૂ કરવામાં આવી. આ ઉપરાંત, દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડૉલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં છે.
→ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં માનવીને હરવા-ફરવાની અને પાળેલાં પશુઓને ચારવાની છૂટ મળે છે.
→ પેરિયાર, ચંદ્રપ્રભા, અતુરનાગર, સરિસ્કા વગેરે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.
→ અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અહીં વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોને જાળવી રાખવામાં આવે છે. અહીં શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે અને લોકોના હરવા-ફરવા પર નિયંત્રણ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે,
→ કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે દેશનાં મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
→ સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટા વિસ્તારમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવે છે. તેનો હેતુ જે-તે પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. આ ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે. અહીં વન્ય જીવોના સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સગવડો હોય છે. આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
→ નીલગિરિ, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢ, કચ્છનું રણ વગેરે દેશનાં મહત્ત્વનાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.