GSEB Class 11 Gujarati Lekhan Kaushalya સંક્ષેપીકરણ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Lekhan Kaushalya Sankshepikaran સંક્ષેપીકરણ Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Lekhan Kaushalya Sankshepikaran

Std 11 Gujarati Lekhan Kaushalya Sankshepikaran Questions and Answers

સંક્ષેપીકરણ” એટલે આપેલા ગદ્યખંડનો તેના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવો.

સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 1. આપવામાં આવેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો.
 2. વાંચતાં-વાંચતાં તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત ગદ્યખંડ કોઈ ભાવ-વિચારનો વિસ્તાર છે. એ ભાવ-વિચારને વ્યક્ત કરવા માટે –
  • ક્યાંક ઉદાહરણો કે કાવ્યપંક્તિઓ આપીને વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હોય છે.
  • ક્યાંક શબ્દસમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના પોતને, એના બળને હાનિ પહોંચાડતા હોય છે.
  • વાતને દઢ કરવા માટે ક્યાંક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે. કેટલીક વાર અલંકારનો ઉપયોગ ભાષાભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે. GSEB Class 11 Gujarati Lekhan Kaushalya સંક્ષેપીકરણ
 3. ગદ્યખંડનો સંક્ષેપ કરતી વખતે (અ), (બ), (ક) અને (ડ)માં દર્શાવેલી તમામ બાબતો દૂર કરો. આમ કરતી વખતે શબ્દોના ભાવ-વિચાર કે અર્થ દૂર ન થઈ જાય તેનું ધ્યાન રાખો.
 4. ગદ્યખંડના શબ્દોનો સંક્ષેપ કરવાનો છે, તેમાંના ભાવ-વિચાર કે અર્થનો નહિ.
 5. સંક્ષેપ કરતી વખતે ગદ્યખંડમાં 120 અક્ષરો હોય, તો તેના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરતાં 40 અક્ષર (લગભગ) થાય એટલો ગદ્યખંડ તૈયાર કરવો.
 6. સૌથી પહેલાં કાચો મુસદ્દો તૈયાર કરો. તેને વાંચી જાઓ. મૂળ ગદ્યખંડમાં જે ભાવ-વિચાર કે અર્થ છે તેના શબ્દો ઓછા કરવા જતાં તેને નુકસાન ન થાય તેની કાળજી રાખો.
 7. ગદ્યખંડના ભાવ-વિચાર કે અર્થને અનુરૂપ શીર્ષક આપો.

નીચેના પ્રત્યેક ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપોઃ

પ્રશ્ન 1.
‘ઝાડ ઉપર સરસ ફળ ઊગેલાં જોઈ લોભી માણસ એ ફળ તોડે છે. ઉપર ચડવાનું શક્ય ન હોય અથવા એટલી મહેનત પણ કરવી ન હોય, તો ફળ તરફ તાકીને લોભી માણસ પથ્થર ફેકે છે. વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એને પોતાનું ફળ આપી છૂટે છે.

ખરેખર, આ વૃક્ષો જ પૂરાં પરોપકારી છે. એમને ધન્ય છે. હે મારા મન! તને માણસનો દેહ મળ્યો એ વ્યર્થ છે. વૃક્ષ જેટલી ભલાઈ તું બતાવતો નથી.’
– કાકા કાલેલકર
ઉત્તરઃ
પરોપકાર
વૃક્ષ પોતાને પથ્થર મારનારને પણ હસીને પોતાનું ફળ આપી દે છે, પણ મનુષ્ય પોતાના જીવનમાં વૃક્ષ જેટલો પરોપકારી થઈ શકતો નથી.’

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya સંક્ષેપીકરણ

પ્રશ્ન 2.
ગામનાં બાળકો, ગામનાં આંગણાં, ગામની શેરીઓ, ગામના કૂવા-તળાવ કે જાજરૂને હું જ્યારે ગંદાં જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હજુ આપણે સ્વચ્છતાના પ્રાથમિક સંસ્કારો પણ દઢ નથી ક્ય. એને લીધે જ આપણું આરોગ્ય ખોરવાઈ ગયું છે, અનેક ચેપી રોગોનો ફેલાવો થાય છે, આપણી પ્રગતિમાં પણ અનેક અંતરાયો આવે છે.

અલબત્ત, આમાં આપણી ગરીબી બહુ મોટો ભાગ ભજવે છે, પણ મારું તો એવું દઢ માનવું છે કે સતત સ્વચ્છતાના સંસ્કારોની કેળવણી કર્યા કરવી એ જ એનો સાચો ઉકેલ છે. જો સ્વચ્છતાના સંસ્કારો દઢ થઈ જશે તો માણસ જે સ્થિતિમાં હશે એમાં પણ સ્વચ્છતા સાચવવાનો પ્રયત્ન કરશે.
– બબલભાઈ મહેતા
ઉત્તરઃ
સ્વચ્છતા ગામડામાં લોકો પોતાની સ્વતંત્ર કે જાહેર વસ્તુઓ કે સ્થળોને ચોખ રાખતાં નથી, એને કારણે જ ગામડામાં રોગોનું પ્રમાણ વધે છે. માણસો ભલે ગરીબ હોય પણ પોતાની સ્વચ્છતા સાચવશે તો આપણી પ્રગતિ ચોક્કસ થશે.

પ્રશ્ન 3.
એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે.

જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ’, જે એમ વિચારે છે કે “બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ’ તે મનુષ્ય સ્વાર્થી છે.

નિઃસ્વાર્થી મનુષ્ય કહે છે, “હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી, જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરક જવા પણ તૈયાર છું.’ આ નિઃસ્વાર્થવૃત્તિ ધર્મની કસોટી છે.
– સ્વામી વિવેકાનંદ
ઉત્તર:
હૃદયનો અરીસો
એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી, તેમ આપણા હૃદયના અરીસા ઉપર અજ્ઞાન અને દુષ્ટતાનો કચરો અને ધૂળ જામી ગયાં છે. આથી આપણે સ્વાર્થી બની ગયા છીએ; પરંતુ સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે અને નિઃસ્વાર્થવૃત્તિ એ ધર્મની કસોટી છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya સંક્ષેપીકરણ

પ્રશ્ન 4.
શિસ્તના બે પ્રકાર છે સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ’ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી.

સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે.

શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલમિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તનો સવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
ઉત્તર :
શિસ્ત : સ્વૈચ્છિક અને ફરજિયાત
શિસ્તના બે પ્રકાર છે સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સર્વ્યવહાર સાથે ગાઢ સંબંધ છે.

પ્રશ્ન 5.
“સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે; તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી ન શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે.

એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યેક દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો.’
– મહાત્મા ગાંધી
ઉત્તરઃ
સત્યનારાયણનાં દર્શન
અહિંસા એ સત્યને અર્થાત્ પરમેશ્વરને પામવાનો એકમાત્ર માર્ગ છે, એ બાબત અસ્પષ્ટ રહી હોય તો મારી અહિંસા તેટલી કાચી છે. જેની હું માત્ર ઝાંખી કરી શક્યો છું, તે સત્યરૂપી સૂર્યનાં સંપૂર્ણ દર્શન કરવા માટે સંપૂર્ણ અહિંસા જોઈએ. સત્યનારાયણનાં દર્શન કરવા ઇચ્છતો મનુષ્ય જીવમાત્ર પ્રત્યે આત્મવત્ પ્રેમ રાખે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya સંક્ષેપીકરણ

પ્રશ્ન 6.
ભારતની ખરી દુર્બળતા તેની ગરીબાઈમાં નથી. ગરીબાઈને તો આપણે જીરવી શકીશું, પણ ભારતની સૌથી કમજોર કડી ધર્મઝનૂન છે. ઘાત-પ્રતિઘાતના રૂપમાં તેનો પડઘો વધતો જઈ રહ્યો છે, કારણ કે ધર્મઝનૂનનો મોટો ઢગલો અંતે તો પૂરા વળતર સાથે મતપેટીઓ છલકાવી દેવાની પ્રચંડ શક્તિ ધરાવતો થયો છે.

આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છીએ કે પૂરી ધર્મનિરપેક્ષતા, પૂરી કોમનિરપેક્ષતા કે પૂરી નોકરીનિરપેક્ષતાથી ઉચ્ચ અને મહાન આદર્શો સાથે ચૂંટણી લડી શકીએ તેમ નથી. જેમ યુદ્ધમાં બધું જ કર્તવ્ય બની જતું હોય છે તેમ ચૂંટણીમાં બધું જ આચરી શકાતું હોય છે.

ચૂંટણીનો દોર મોટા ભાગે એવા લોકોના હાથમાં ચાલ્યો જતો હોય છે, જે ચોખ્ખા હાથના ના કહેવાય. ધર્મઝનૂન, કોમવાદ, ભ્રષ્ટાચાર, નોકરીવાદ અને અસામાજિક્તા વગેરે મળીને નિશ્ચિત પરિણામ લાવતાં હોય છે. અનિષ્ટોનો પ્રભાવ તથા શક્તિ એટલાં વધી ગયાં છે કે ઈષ્ટ તત્ત્વો બિચારાં બની ગયાં છે.
– સ્વામી સચ્ચિદાનંદ
ઉત્તરઃ
ખરી દુર્બળતા
ભારતની ખરી દુર્બળતા ધર્મઝનૂન છે. એમાં મતપેટીઓ છલકાવી દેવાની પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેનો પ્રભાવ વધી રહ્યો છે. યુદ્ધની જેમ ચૂંટણી લડનારા આપણે ધર્મ, કોમ કે નોકરીથી પર રહી આદર્શોને સાથે રાખી શકતા નથી. ચૂંટણીનો દોર અનિષ્ટ તત્ત્વોના હાથમાં હોવાથી તેના પ્રભાવમાં ઈષ્ટ તત્ત્વો લાચાર બની ગયાં છે.

Leave a Comment

Your email address will not be published.