Class 11 Gujarati Textbook Solutions Chapter 4 મારા રાહબર : અહેમદ જલાલુદીન

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 4 મારા રાહબર : અહેમદ જલાલુદીન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 4 મારા રાહબર : અહેમદ જલાલુદીન

Class 11 Gujarati Textbook Solutions Chapter 4 મારા રાહબર : અહેમદ જલાલુદીન Textbook Questions and Answers

મારા રાહબર : અહેમદ જલાલુદીન સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અબ્દુલ કલામ એમના પહેલા રાહબર કોણ ગણે છે?
ઉત્તરઃ
અબ્દુલ કલામ એમના પહેલા રાહબર તેમના પિતરાઈ અહેમદ જલાલુદ્દીનને ગણે છે.

પ્રશ્ન 2.
જલાલુદીનની દોસ્તી સગપણમાં ક્યારે બદલાઈ ગઈ?
ઉત્તર :
જલાલુદ્દીનની સાથે કલામની મોટી બહેન ઝોહરાના નિકાહ થયા ત્યારે જલાલુદ્દીનની દોસ્તી સગપણમાં બદલાઈ ગઈ.

પ્રશ્ન 3.
લોકોમાં જલાલુદીનનું માન શા કારણે હતું?
ઉત્તરઃ
જલાલુદ્દીન સારી રીતે અંગ્રેજી લખી – વાંચી શક્તો તે 3 કારણે લોકોમાં તેનું માન હતું.

પ્રશ્ન 4.
કલામને માતાપિતા પાસેથી શા પાઠ મળ્યા?
ઉત્તર :
પ્રામાણિકતા, શિસ્ત, વિશ્વસનીયતા અને ધ્યાનના પાઠ કલામને માતાપિતા પાસેથી મળ્યા.

પ્રશ્ન 5.
કલામને રામેશ્વરમ્ છોડીને ભણવાની પ્રેરણા કોણે આપી?
ઉત્તરઃ
કલામને રામેશ્વરમ્ છોડીને ભણવાની પ્રેરણા જલાલુદ્દીને આપી.

પ્રશ્ન 6.
કલામને તેના પિતા ક્યારે અચાનક ઘણા વૃદ્ધ લાગ્યા?
ઉત્તરઃ
જમાઈ જલાલુદ્દીનના અચાનક અવસાનથી કલામની બહેન ઝોહરા હૈયાફાટ રુદન કરી રહી હતી ત્યારે ક્લામને તેમના પિતા ઘણા 3 વૃદ્ધ લાગ્યા.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જલાલુદીન કરતાં કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી?
ઉત્તરઃ
કલામના પિતા ઇસ્લામના રીતિરિવાજોનું પાલન કરવામાં માનતા. પાંચ વખતની નમાજ રિવાજ ખાતર કરવાના બદલે સાચા દિલથી અદા કરતા. તેમનો ખુદા તેમના માટે સર્વોપરી હતો અને તેની બંદગી તેઓ ગંભીરતાપૂર્વક કરતા. તેમની બંદગી તેમના દૈનિક ક્રમમાં સહજતાથી સામેલ થઈ ગઈ હતી.

જલાલુદ્દીનની આસ્તિકતા જરા જુદી હતી. તેના માટે ખુદા એક દોસ્ત જેવો હતો. એક એવો ભરોસાપાત્ર દોસ્ત, જેની સાથે નિખાલસતાથી વાતો કરી શકાય. તેના માટે જાણે તેનો ખુદા હાજરાહજૂર હતો. પોતે કોઈ તકલીફ ખુદાને જણાવે, તો ખુદા તેને હલ કરશે જ, તેવો તેને અડગ ભરોસો રહેતો.

પ્રશ્ન 2.
કઈ બાબતોએ કલામની ખુદા અંગેની માન્યતાઓ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો?
ઉત્તરઃ
એક જ સમયે દરરોજ આસ્થાનાં અલગ અલગ રૂપો કલામને જોવા મળ્યાં. મુસલમાનો નમાજ પઢતા હોય, ત્યારે હિંદુ – ભક્તો ઈશ્વરની આરતી કે સંધ્યાપૂજા કરતા હોય અને દેવળમાં તેમની પ્રાર્થનાનો ઘંટારવ થતો હોય.

જો ભાવ બધાનો સરખો હોય, તો આ પ્રાર્થના સાંભળનારો ઉપરવાળો અંતે તો એક જ હશે. કલામની ખુદા અંગેની આ માન્યતા ઘડવામાં ઉપરોક્ત બાબતોએ મહત્ત્વનો ફાળો આપ્યો.

પ્રશ્ન 3.
પરદેશ જતાં કલામની ફડક શી રીતે દૂર થઈ?
ઉત્તર :
કલામ જીવનમાં પહેલી વાર પરદેશ જતા હતા, તેથી તેમના મનમાં એક ફડક હતી. ઍરપૉર્ટના ગેટ પર તેમના બંને મિત્રો – જલાલુદ્દીન અને શમસુદીન – મળ્યા અને સ્વસ્થતા જાળવી રાખી. આથી તેમને જોતાંવેંત કલામની ફડક દૂર થઈ.

પ્રશ્ન 4.
કલામને પોતાની અંદર રહેલા બાળકને મૃત્યુ પામતો ક્યારે જોયો? કેવી રીતે?
ઉત્તરઃ
કલામ જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) ખાતે SLv3 રૉકેટ પ્રોજેક્ટ પર કામ કરતા હતા ત્યારે અચાનક જલાલુદ્દીનના અવસાનના સમાચાર મળ્યા. જલાલુદ્દીનના અચાનક ચાલ્યા જવાથી કલામને પોતાની અંદર રહેતા બાળકને મૃત્યુ પામતો જોયો. તેમને એકલવાયાપણું લાગતું હતું.

પ્રશ્ન 5.
દફનવિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું?
ઉત્તરઃ
દફનવિધિ પછી આઘાતથી સ્તબ્ધ થઈ ગયેલા કલામને તેમના પિતાએ કલામનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “અબ્દુલ, સૂર્યના આધારે પડછાયો શરૂમાં ખૂબ લાંબો થાય છે અને પછી ટૂંકો થઈ જાય છે. રાત પડે, ત્યારે આ પડછાયો દેખાતો બંધ થઈ જાય છે.

ખુદાની ઇચ્છા વગર કંઈ થતું નથી. આપણે તેનામાં ભરોસો રાખીને ‘ તેની આ ઇચ્છા પણ કબૂલ કરવી જ રહી.”

3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જલાલુદીનના અબ્દુલ કલામ પ્રત્યેના નિર્ભેળ પ્રેમ વિશે સાત વાક્યો લખો.
ઉત્તરઃ
અબ્દુલ કલામ આઠેક વર્ષના હતા ત્યારે એમના પિતાએ હોડીના બાંધકામનો ધંધો શરૂ કર્યો. અબ્દુલ કલામને તેમાં રસ પડવા લાગ્યો. જલાલુદ્દીન અબ્દુલ કલામના પિતાને હોડી બાંધવામાં મદદ કરતો.

ઝીણવટપૂર્વક બાંધકામનું અવલોકન કરતા અબ્દુલ કલામ જલાલુદ્દીનની નજરમાં આવી ગયા. તેણે દરરોજ અબ્દુલ કલામ સાથે થોડો વખત વાતો કરવાનું રાખ્યું. બંને વચ્ચે ઉંમરમાં પંદરેક વર્ષનો તફાવત હોવા છતાં દોસ્તી કાયમ રહી.

બાળસહજ જિજ્ઞાસાથી અબ્દુલ કલામ તેને હજારો સવાલો પૂછતા અને જલાલુદીન તેને આવડતા હોય, તે જવાબ આપતો. તેણે અબ્દુલ કલામને એ વાતનો અહેસાસ કરાવ્યો કે દરેક વ્યક્તિમાં કંઈક તો ખાસ વાત છુપાયેલી હોય છે.

જલાલુદ્દીનને જ વિચાર આવ્યો હતો કે અબ્દુલ કલામે આગળ ભણવા માટે રામનાથપુરમૂની મોટી સ્કૂલમાં જવું જોઈએ. ત્યાં પહોંચાડવાની અને ત્યાં રહેવા – જમવાની ગોઠવણીની જવાબદારી જલાલુદ્દીને પોતાને માથે લીધી.

તેણે અબ્દુલ કલામને હિંમત આપી અને પ્રેમપૂર્વક સમજાવ્યું કે જિંદગીમાં આગળ વધવા માટે કંઈક તો છોડવું પડે. લાગણીઓ ઉપર કાબૂ રાખવો જોઈએ. જિંદગીની રાહ પર ક્યારેક અબ્દુલ કલામે ઠોકર ખાધી હશે ત્યારે જલાલુદ્દીન તેમની સાથે રહ્યો અને તેમને સતત પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો.

અબ્દુલ કલામ નાસાની તાલીમ – કાર્યક્રમમાં ભાગ લેવા માટે યુ.એસ. જઈ રહ્યા હતા ત્યારે જલાલુદ્દીન તેમને મુંબઈ ઍરપૉર્ટ પર મૂકવા આવ્યો હતો.

આમ, નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી જલાલુદ્દીન ડૉ. કલામના જીવનને સુંદર ઘાટ આપી શક્યા, તેમના જીવનમાં પરિવર્તન લાવી શક્યા.

Std 11 Gujarati Textbook Solutions Chapter 4 મારા રાહબર : અહેમદ જલાલુદીન Additional Important Questions and Answers

મારા રાહબર : અહેમદ જલાલુદીન પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
અબ્દુલ કલામ જલાલુદ્દીનના ગાઢ પરિચયમાં કેવી રીતે આવ્યા?
ઉત્તરઃ
અબ્દુલ કલામના પિતાએ હોડીના બાંધકામનો વ્યવસાય શરૂ કર્યો. અબ્દુલ કલામને તેમાં ખૂબ રસ પડવા લાગ્યો. જલાલુદ્દીન તેમના પિતાને હોડીના બાંધકામમાં મદદ કરતો હોવાથી અબ્દુલ કલામ જલાલુદ્દીનના ગાઢ પરિચયમાં આવ્યા.

પ્રશ્ન 2.
જલાલુદ્દીનનું શા કારણે લોકોમાં ઘણું માન હતું?
ઉત્તરઃ
જલાલુદ્દીનનો આઠમા ધોરણ સુધીનો અભ્યાસ હતો, પણ અંગ્રેજી પર તેની પકડ સારી હતી. તેથી શહેરના કોઈને પણ અંગ્રેજીમાં અરજી લખાવવી હોય તો લોકો તરત તેને યાદ કરતા. આ કારણે જલાલુદ્દીનનું લોકોમાં ઘણું માન હતું.

2. નીચેના પ્રશ્નોના એક વાક્ય :માં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
અબ્દુલ કલામ અને જલાલુદ્દીનની ઉંમરમાં કેટલા વર્ષનો તફાવત હતો?
ઉત્તરઃ
અબ્દુલ કલામ અને જલાલુદ્દીનની ઉંમરમાં પંદર વર્ષનો તફાવત હતો.

પ્રશ્ન 2.
જલાલુદ્દીન માટે ખુદા કોના જેવો હતો? કેમ?
ઉત્તર :
જલાલુદ્દીન માટે ખુદા એક દોસ્ત જેવો હતો કે જેના 3 પર ભરોસો રાખી શકાય, જેની સાથે દિલ ખોલીને નિખાલસતાથી વાતો કરી શકાય.

પ્રશ્ન 3.
જલાલુદ્દીને આઠમા ધોરણ પછી આગળ ભણવાનું ? શા માટે છોડી દીધું?
ઉત્તર :
જલાલુદ્દીન પર ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ, તેથી તેણે આઠમા ધોરણ પછી આગળ ભણવાનું છોડી દીધું.

પ્રશ્ન 4.
કલામને કયા વિષયો સાથે પહેલો પરિચય જલાલુદ્દીને કરાવ્યો?
ઉત્તર:
કલામને કુદરત, અવકાશ કે ખગોળ, વૈજ્ઞાનિક શોધખોળ અને નામી – અનામી વ્યક્તિઓની વાતો જેવા વિષયો સાથે પહેલો પરિચય જલાલુદ્દીને કરાવ્યો.

પ્રશ્ન 5.
કલામ કઈ બાબતને પોતાની ખુશનસીબી ગણે છે?
ઉત્તરઃ
જલાલુદ્દીન કલામના જીવનમાં આવ્યો અને તેના થકી 3 પોતે ઘડાયા, તે બાબતને કલામ પોતાની ખુશનસીબી ગણે છે.

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“મારા રાહબર : અહેમદ જલાલુદ્દીન પાઠના લેખકનું નામ જણાવો.
(a) મોહમ્મદ માંકડ
(b) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(c) ચં.ચી. મહેતા
(d) રાઘવજી માધડ
ઉત્તરઃ
(b) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

પ્રશ્ન 2.
‘મારા રાહબર : અહેમદ જલાલુદ્દીન’ પાઠનો પ્રકાર જણાવો.
(a) આત્મકથા – ખંડ
(b) નવલિકા
(c) ચિંતન
(d) લઘુકથા
ઉત્તરઃ
(a) આત્મકથા – ખંડ

પ્રશ્ન 3.
મારા રાહબર : અહેમદ જલાલુદ્દીન’ કઈ આત્મકથાનો ખંડ છે?
(a) સત્યના પ્રયોગો
(b) અગનપંખ
(c) માય જન
(d) મનના મરોડ
ઉત્તરઃ
(c) માય જન

પ્રશ્ન 4.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા વિંઝ ઑફ ફાયર”નો ગુજરાતીમાં અનુવાદ કયા નામે છે?
(a) અગનપંખ
(b) પવનપંખ
(c) આગપંખ
(d) આગની પાંખ
ઉત્તરઃ
(a) અગનપંખ

પ્રશ્ન 5.
મિસાઇલમૅન’ તરીકે કોણ જાણીતું છે?

(a) ડૉ. વિક્રમ સારાભાઈ
(b) ડૉ. હોમી ભાભા
(c) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(d) ડૉ. સી. વી. રામન
ઉત્તરઃ
(c) ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

મારા રાહબર : અહેમદ જલાલુદીન વ્યાકરણ

1. નીચેનાં વાક્ય ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો :

પ્રશ્ન 1.
(1) સૂરજની જેમ તેમણે મારી જીવનને રોસન કર્યું છે.
(2) આ પવીત્ર વાતાવરણ સૌ કોઈ દિલથી પૂજા કરતી.
(3) બાળના ઘટતરમા તેના આસપાસની વાતાવરણનું યોગદાન હોય છે.
(4) તેમની જોતાંવેંત મારો ફડક દૂર થઈ ગઈ.
ઉત્તરઃ
(1) સૂરજની જેમ તેમણે મારા જીવનને રોશન કર્યું છે.
(2) આ પવિત્ર વાતાવરણમાં સૌ કોઈ દિલથી પૂજા કરતા.
(3) બાળકના ઘડતરમાં તેના આસપાસના વાતાવરણનું યોગદાન હોય છે.
(4) તેમને જોતાંવેંત મારી ફડક દૂર થઈ ગઈ.

2. નીચેનાં વાક્ય :ોમાંથી પ્રત્યય શોધીને લખોઃ

પ્રશ્ન 1.
(1) રામેશ્વરના રસ્તે બસ દોડતી હતી.
(2) એ હકીકતનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.
(3) જીવનમાં પહેલી વાર હું પરદેશ જતો હતો.
(4) મારી નિશાળનું ભણતર પૂરું થવા આવ્યું.
ઉત્તરઃ
(1) ના, એ
(2) નો, એ
(3) માં
(4) નું

3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્ય :માં પ્રયોગ કરો

(1) રોશન કરવું – નામના મેળવવી
વાક્ય : રતને એસ.એસ.સી.માં પ્રથમ ક્રમાંક મેળવી પોતાનું અને પોતાનાં માતાપિતાનું નામ રોશન કર્યું.

(2) આડે આવવું – બાધારૂપ બનવું
વાક્ય : શુભ કાર્યમાં આપણે આડે આવવું જોઈએ નહિ.

(3) ચાવી ચડાવવી – ઉશ્કેરવું, ચડાવવું
વાક્ય : પ્રકાશે અન્ય કર્મચારીઓને માલિક વિરુદ્ધ હડતાલ પાડવાની ચાવી ચડાવી.

(4) આંગળીના વેઢે ગણવું – બહુ ઓછું હોવું
વાક્ય : આજકાલ સમાજમાં પ્રામાણિક વ્યક્તિઓ આંગળીના વેઢે ગણી શકાય તેમ છે.

(5) વાત ગળે ન ઊતરવી – વિશ્વાસ ન આવવો
વાક્ય : રખડેલ નિસર્ગનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો તે વાત કોઈને ગળે ન ઊતરે તેવી છે.

(6) કળ વળવી – નિરાંત કે શાંતિ થવી
વાક્ય : મોંઘવારીના મારની સામાન્ય લોકોને ક્યારે કળ વળશે?

(7) પીઠ થાબડવી – શાબાશી આપવી
વાક્ય : દોડની સ્પર્ધામાં પ્રથમ આવનાર નયનની આચાર્યએ પીઠ થાબડી.

(8) હૈયાફાટ રુદન કરવું – છાતી ફાટી જાય તેમ રડવું
વાક્ય : અકસ્માતમાં દીકરાનું અવસાન થયાના સમાચાર સાંભળી માતા હૈયાફાટ રુદન કરવા લાગી.

(9) દિલ ખોલીને – નિખાલસતાથી
વાક્ય : મિત્રને જ દિલ ખોલીને વાત થઈ શકે.

(10) હાથ ઝાલવો – મદદ કરવી
વાક્ય : દુ:ખીનો હાથ ઝાલવો એ પુણ્યનું કાર્ય છે.

(11) ખોટ સાલવી – ભીડ પડવી
વાક્ય : ઑફિસમાં નિષ્કવાન કર્મચારી ભરતભાઈની ખોટ સાલે છે.

(12) મન મક્કમ કરવું – દઢ સંકલ્પ કરવો
વાક્ય : મેં પરદેશ જવા મન મક્કમ કર્યું છે.

(13) છબી બતાવવી – ઓળખ કરાવવી
વાક્ય : પથિકે પોતાની છબી બતાવી.

(14) નિમિત્ત બનવું – (અહીં) કારણરૂપ બનવું
વાક્ય : આપણે સારા કામના નિમિત્ત બનવું જોઈએ.

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  1. સંધ્યાકાળ ✗
  2. પવિત્ર ✗
  3. આસ્તિક ✗
  4. પ્રામાણિક ✗
  5. વ્યવસ્થા ✗
  6. શિસ્ત ✗
  7. સર્જન ✗
  8. ખુશનસીબી ✗
  9. નામી ✗
  10. સકારાત્મક ✗
  11. સ્વસ્થતા ✗
  12. સામાન્ય ✗

ઉત્તરઃ

  1. સંધ્યાકાળ ✗ ઉષાકાળ
  2. પવિત્ર ✗ અપવિત્ર
  3. આસ્તિક ✗ નાસ્તિક
  4. પ્રામાણિક ✗ અપ્રામાણિક
  5. વ્યવસ્થા ✗ અવ્યવસ્થા
  6. શિસ્ત ✗ અશિસ્ત
  7. સર્જન ✗ સંહાર
  8. ખુશનસીબી ✗ બદનસીબી
  9. નામી ✗ અનામી
  10. સકારાત્મકતા ✗ નકારાત્મકતા
  11. સ્વસ્થતા ✗ અસ્વસ્થતા
  12. સામાન્ય ✗ અસામાન્ય

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

  1. કારર્કિદી
  2. સીલસીલો
  3. જીંદગી
  4. આદ્યાત્મિક
  5. આસ્તીક
  6. જીજ્ઞાશા
  7. પ્રમાણીતા
  8. સ્વસ્તતા
  9. નીમિત
  10. નર્ભેળ

ઉત્તરઃ

  1. કારકિર્દી
  2. સિલસિલો
  3. જિંદગી
  4. આધ્યાત્મિક
  5. આસ્તિક
  6. જિજ્ઞાશા
  7. પ્રામાણિકતા
  8. સ્વસ્થતા
  9. નિમિત્ત
  10. નિર્ભેળ

7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ

(1) સર્વોપરી
(2) વ્યવસ્થા
(3) નિર્ભેળ
ઉત્તરઃ
(1) સર્વોપરી = સર્વ + ઉપરી
(2) વ્યવસ્થા = વિ + અવસ્થા
(3) નિર્ભેળ = નિઃ + ભેળ

8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) નામી – અનામી – દ્વન્દ સમાસ
(2) સર્જનશક્તિ – તપુરુષ સમાસ
(3) દફનક્રિયા – તપુરુષ સમાસ

મારા રાહબર : અહેમદ જલાલુદીન Summary in Gujarati

મારા રાહબર : અહેમદ જલાલુદીન પ્રાસનાવિક
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (જન્મ: 15 – 10 – 1931; મૃત્યુઃ 27 – 7 – 2015)

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની “માય જન આત્મકથાનો આ અનુવાદિત ખંડ છે. અબ્દુલ કલામે પોતાના જીવન પર જેમનો પ્રભાવ પડ્યો છે, તેમાંથી કિશોરવયમાં યુવાન જલાલુદ્દીનની મૈત્રીનો વિશેષ ફાળો હતો તેનું આલેખન આ ખંડમાં છે. બંને વચ્ચે ઉંમરનો ભેદ હોવા છતાં કેવી ગાઢ મૈત્રી હતી, તે આ ખંડમાં જાણવા મળે છે.

જીવનના વિવિધ તબક્કે ઊભા થતા પ્રશ્નો વખતે મૈત્રીનું માર્ગદર્શન કેવું અસરકારક બની રહે છે તે આ આત્મકથા – ખંડમાંથી અનુભવાય છે. પ્રત્યેક બાળકને બચપણમાં જલાલુદ્દીન જેવા માર્ગદર્શક મળી શકે તો તે વિશેષ વ્યક્તિ અચૂક બની શકે, તેનું ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે બખૂબી આલેખન રજૂ કર્યું છે.

મારા રાહબર : અહેમદ જલાલુદીન શબ્દાર્થ

  • મોડમરોડ, વળાંક. રાહબર – ભોમિયો, માર્ગદર્શક.
  • કારકિર્દી – (અહીં) ભવિષ્યને ઘડવું.
  • કીમતી – મૂલ્યવાન. અહેસાન – ઉપકાર, આભાર.
  • વ્યસ્તતા – વહેંચી નંખાયેલ.
  • ગાઢ – અત્યંત, ઘણું.
  • વ્યવસાય – ધંધો.
  • અવલોકન – નિરીક્ષણ, તપાસ.
  • સિલસિલો – સાંકળ, ક્રમ.
  • નિકાહ – લગ્ન.
  • આત્મીયતા – આત્મીયપણું, પોતાપણું.
  • ચહલપહલ – આવજા. ભીડ – ગિરદી,
  • પ્રદક્ષિણા – કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને ચોતરફ ફરવું તે.
  • રજ – ધૂળનો કણ.
  • સંધ્યાકાળ – સાંજ.
  • માહોલ – વાતાવરણ.
  • આસ્તિક – ઈશ્વર અને પરલોકના અસ્તિત્વમાં માનનારું, શ્રદ્ધાળુ.
  • ઈસ્લામ – મુસલમાની ધર્મ (એક ધર્મ).
  • સર્વોપરી – સૌથી ચડિયાતું, સૌનું ઉપરી.
  • બંદગી – પ્રાર્થના, ઇબાદત.
  • આસ્થા – શ્રદ્ધા.
  • દૈનિક – રોજ.
  • નિખાલસતા – ખુલ્લા – શુદ્ધ દિલથી.
  • હાજરાહજૂર – સાક્ષાત્, પ્રત્યક્ષ.
  • હલ – નિર્ણય, ઉકેલ. અડગ – દઢ.
  • સૈકા – સો વર્ષનો સમય.
  • અર્ચના – પૂજા. અજાન – અઝાન, બાંગનો પોકાર.
  • દેવળ – દેરું, ચર્ચ.
  • દીદાર – ચહેરો, (અહીં) સ્વરૂપ દેખાવું.
  • ગુજરાન – નિર્વાહ, ગુજારો.
  • આડકતરું – પરોક્ષ, અપ્રત્યક્ષ.
  • પ્રોત્સાહન – ખૂબ
  • ઉત્સાહ – ઉત્તેજન આપવું તે.
  • ધગશ – લગન, ઉત્કટતા, ઉત્સાહ.
  • જિજ્ઞાસા – જાણવાની ઇચ્છા.
  • યોગદાન – મદદ, ફાળો.
  • પ્રતિભા – માનસિક શક્તિની ઝળક – છટા.
  • વેઢ – આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો.
  • ક્ષમતા – સમર્થતા.
  • કાબૂ – અંકુશ.
  • જતન – સંભાળ, સાચવણી.
  • ફડક – બીક.
  • નિખાર – ઓટ, સ્થિરતા.
  • પરિવાર – કુટુંબ.
  • હૈયાધપત – સંતોષ, સમાધાન.
  • જન્નત – સ્વર્ગ.
  • હકડેઠઠ – ખીચોખીચ, ચિકાર.
  • વસમું – મુશ્કેલ, કપરું.
  • અકાળે – કવખતનું, અયોગ્ય સમયે.
  • અફસોસ – દુઃખ, શોક.
  • જૈફ વય – મોટી ઉંમર,
  • નિર્ભેળ – ભેળ વગરનું, ચોખ્ખું.

Leave a Comment

Your email address will not be published.