GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Arth Grahan Padhyarth Grahan પદ્યાર્થગ્રહણ Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Arth Grahan Padhyarth Grahan

Std 12 Gujarati Arth Grahan Padhyarth Grahan Questions and Answers

નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ક લખો:

1. આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાઉં
આ મેળે જન લાખ, ભલા મેં ભળતો જાઉં
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં બે ઘડીનો આનંદ;
જરા મેં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો ને વાયુ વહે અનુકૂલ!
આ ઉરની પાંખડીઓ ઊઘડે ગંધ વહે બની ફૂલ;
ફૂલ બની ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું, આ કોલાહલ માણું,
પાવાના ઊડેરા સૂરની
પ્રીતવ્યથા પરમાણું, ગહનમાં ગળતો જાઉં!

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) કવિ શેની પાંખડીઓ ઊઘડવાની વાત કરે છે?
(2) કવિ મનનું ગાણું ભૂલીને શું માણવાનું કહે છે?
(3) મનખાનો મેળો એટલે શું?
(4) કવિ શું બનીને ફળતા જવાનું કહે છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિ ઉરની પાંખડીઓ ઉઘાડવાની વાત કરે છે.
(2) મનનું ગાણું ભૂલીને કવિ જગતનો કોલાહલ માણવાનું કહે છે.
(3) મનખાનો મેળો એટલે મનુષ્ય તરીકેની જિંદગી.
(4) કવિ ફૂલ બનીને ફળતા જવાનું કહે છે.
(5) શીર્ષક: ‘આવ્યો છું તો

2. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે:
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
ટળવળે તરસ્યા ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે!
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરતાં ઠેર ઠેર;
ને ગગનચુંબી મહેલો જનસૂનાં રહી જાય છે!
દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના;
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!
કામધેનુને મળે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) પ્રથમ પંક્તિમાં સમાજની વિષમતા કેવી રીતે બતાવી છે?
(2) વરસાદના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે?
(3) શ્રીમંતો અને ગરીબોના રહેઠાણમાં કઈ ભિન્નતા દર્શાવાઈ છે?
(4) ગરીબાઈ અને શ્રીમંતાઈ વચ્ચેનો ભેદ કઈ પંક્તિમાં બતાવાયો છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) પ્રથમ પંક્તિમાં કવિએ ફૂલ અને પથ્થરનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ફૂલ જેવા નિર્દોષ લોકો ડૂબી જાય છે જ્યારે સમાજને હાનિ કરનારા પથ્થર જેવા લોકો તરી જાય છે.
(2) પાણી માટે ટળવળતા લોકોને પાણી નસીબ થતું નથી અને રણપ્રદેશમાં જ્યાં કોઈ વસતિ નથી, ત્યાં મુશળધાર વરસાદ વરસે છે. આ દ્વારા કવિ કહે છે કે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વસ્તુનો 2 અતિરેક થાય છે.
(3) શ્રીમંતો પાસે એટલું બધું ધન છે કે તેમની પાસે બીજા ઘણાં મકાનો ખાલી પડ્યાં છે, જ્યારે ગરીબોને રહેવા માટે એક નાનકડી ઝૂંપડી પણ નથી. હજારો ગરીબો ઘર વિનાના આમતેમ અથડાય છે.
(4) ન્યાયમંદિરમાં નાની નાની ચોરી કરનારાને સજા થાય છે, જ્યારે મોટી દાણચોરી કરનારા દાણચોરોને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મળે છે.
(5) શીર્ષકઃ ‘મને એ જ સમજાતું નથી”

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

3. પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત, પુલકિત, મુખરિત થાય?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમલ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?
અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સથે ઝાકળ-મોતી-માળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ?
કોન કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
આ સારસની જોડ વિશે ઊડી છે કોની ઝંખનઝાળ?
અહો, ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ?
કાળ તણી ધરતીમાં કોણ ખોદી રહ્યું જીવનના કૂપ?

પ્રશ્નો (1) કવિ સંધ્યાકાશને કેવું કહે છે?
(2) સરોવર માટે કવિએ શી કલ્પના કરી છે?
(3) નદીના વહેતા જળમાં કવિને શું સંભળાય છે?
(4) અંતરની એરણ પર કઈ હથોડી પડે છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) સંધ્યા સમયે આકાશની શોભા મનોહર હોય છે. દરેક ઋતુના દરેક દિવસે સંધ્યાના સમયે આકાશ પળ પળ નવલા ચીર ધારણ કરતું અવનવી રંગછટા ધારણ કરે છે.
(2) સરોવરની લહેરોને કવિ અંતરની ઊર્મિ સાથે સરખાવે છે. માણસના અંતરમાં જાગતી મહેચ્છાઓ જાણે કે સરોવરની લહેરો દ્વારા વ્યક્ત થતી દેખાય છે.
(3) નદીના સૂના ઘાટ પર વહેતા જળમાં કવિને પાણી ભરવા ગયેલી પનિહારીઓના કંકણનો અવાજ પાણીના વહેણમાં સંભળાય છે.
(4) અંતરની એરણ પર ચેતનરૂપ હથોડી પડે છે. એટલે કે પરમાત્મા આપણને સતત જાગ્રત રાખવા ચેતનાનો પ્રહાર કર્યા કરે છે.
(5) શીર્ષકઃ “કોણ?

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

4. એક જ દે ચિનગારી,
મહાનલ એક જ દે ચિનગારી,
ચકમક લોઢું ઘસતાં-ઘસતાં,
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો,
ના ફળી મહેનત મારી !
મહાનલ, એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી,
મહાનલ, એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ, હું અધિક ન માગું,
માગું એક જ ચિનગારી,
મહાનલ, એક જ દે ચિનગારી.

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) કવિ ઈશ્વર પાસે શું માગે છે?
(2) કવિની ધીરજ ક્યારે ખૂટી ગઈ?
(3) ચાંદા અને સૂરજના દષ્ટાંત દ્વારા કવિ શું કહે છે?
(4) કવિએ આખી જિંદગી કેવી રીતે ખરચી નાખી?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિ ઈશ્વરને તેની કુપારૂપી ચિનગારી આપવા વિનંતી કરે છે. પરમાત્મા તો જ્ઞાનપ્રકાશનો મહાનલ છે. એના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી. પણ એ માટે જીવાત્માની ઉત્કટ અરઝૂ અને તીવ્ર ઈશ્વરઝંખના હોવી જોઈએ.
(2) કવિએ આખી જિંદગી ચકમક અને લોઢું ઘસ્યું પણ તેની જીવનરૂપી જામગરીમાં એક તણખો ન પડ્યો. હવે વૃદ્ધાવસ્થાને કારણે કવિનું શરીર કંપી રહ્યું છે, માટે તેમની ધીરજ ખૂટી છે.
(3) ચંદ્ર અને સૂરજ પ્રકાશિત થયા, આ પ્રકાશને કારણે આખા જગતમાં પ્રકાશ ફેલાયો પણ કવિના જીવનમાં એક ચિનગારી જેટલો પ્રકાશ ન પડ્યો. એટલે કે કવિની જીવનરૂપી સગડી સળગી નહીં.
(4) કવિએ આખી જિંદગી ચકમક અને લોઢું ઘસ્યું એટલે કે અજ્ઞાનના અંધકારમાં અટવાયા. પણ કવિના જીવનમાં સાચા જ્ઞાનનો એક ચિનગારી જેટલો પ્રકાશ ન પડ્યો.
(5) શીર્ષક: “એક જ દે ચિનગારી

5. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કે નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા છે ફાંટા વસંતના
મહેકી રહી છે મંજરી એકેક આંસુમાં
હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના
ઊડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના

– મનોજ ખંડેરિયા

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) કવિએ વસંતના રસ્તા અને પગલાં માટે કઈ કલ્પના કરી છે?
(2) વસંતના નકશા કેવી રીતે દોય છે?
(3) કવિને આંખ અને આંસુમાં શું શું જણાય છે?
(4) કવિને ક્યાં અબીલ ગુલાલ ઊડતા જણાય છે?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં પરિવર્તન આવ્યું છે. વૃક્ષની ડાળીઓને કવિ વસંતના રસ્તા તરીકેની કલ્પના કરે છે. પ્રકૃતિના શણગાર જેવા ખીલેલા ફૂલને વસંતના પગલાની કલ્પના કવિનો અલૌકિક દષ્ટિકોણ બતાવે છે.
(2) કવિની કલ્પના ખરેખર અદ્વિતીય છે. તેમણે મલયાનિલની પીંછી અને ફૂલોના રંગો લઈને વસંતના રસ્તા દોર્યા છે.
(3) કવિની આંખમાં એક એક મંજરી આંસુઓરૂપે મહેકી રહી છે. આંખમાં આંબાનાં વૃક્ષો ડોલી રહ્યાં છે.
(4) કવિને વસંતના સાંભરણમાં અબીલ ગુલાલ ઊડતા દેખાય છે અને વસંતના છાંટણાંરૂપી સુગંધ લહેરાતી દેખાય છે.
(5) શીર્ષકઃ “રસ્તા વસંતના’

6. કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા, મન રે ભોળા, આપણા જુદા આંક,
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ,
ખુલ્લાં ખેતર અડખેપડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંક આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!

– મકરંદ દવે

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) કવિ પાસે શું શું નથી?
(2) કવિ ઉપરવાળી બૅન્ક કોને કહે છે?
(3) કવિ શામાં સુખ અનુભવે છે?
(4) સોનાની સાંકડી ગલી એટલે શું?
(5) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિ પાસે નોટ અને સિક્કા નથી.
(2) કવિ ઉપરવાળી બૅન્ક ભગવાનને કહે છે.
(3) કવિ ગ્રામ્ય જીવનની સાદગી અને માનવતામાં સુખ 3 અનુભવે છે.
(4) સોનાની સાંકડી ગલી એટલે સમૃદ્ધ લોકોના સ્વાર્થી અને સંકુચિત મન.
(5) શીર્ષકઃ “ધૂળિયે મારગ

(7) મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઠું વટહુકમ કે આ જ ક્ષણથી,
પ્રજા મારી પંખી, મનુજ, પશુ ને કીટગણો
બધાંને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.
દુમોની ડાળી ને નીડ, નગર-આવાસ ભીડમાં
વનોની ઝાડી કે ગિરિકુહરમાં, ભૂમિ ભીતરે
જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો
પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.
હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહશું વિગ્રહ નહિ,
કરારો મૈત્રીના કરું અગર હો આક્રમણ તો, પ્રીતિનું,
જેમાં ન જીતવું પણ જિતાઈ જ જવું.
સ્વતંત્ર વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.
પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે
પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે !

– ઉમાશંકર જોશી

GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ

પ્રશ્નો (1) કવિ પ્રથમ કેવો વટહુકમ કાઢવા માંગે છે?
(2) કવિના વટહુકમની કેવી અસર થશે?
(3) કવિ કેવા કરારો અને આક્રમણ કરવા માગે છે?
(4) કવિ પ્રજાને શામાં બાંધી લેવાનું કહે છે?
(5) કવિના મતે સ્વનિયમનનું શું પરિણામ આવશે?
ઉત્તરઃ
(1) કવિને જો પૃથ્વીની હકૂમત મળે તો પશુ, પંખી ને મનુષ્ય સર્વને જીવવાનો હક પણ કોઈ કોઈને હણી શકે નહીં એવો સૌપ્રથમ વટહુકમ કાઢવા માગે છે.
(2) કવિના વટહુકમને કારણે લોકોને જ્યાં અને કેવી રીતે રહેવું હોય એવી રીતે કોઈ પણ ભય વિના રહે. કોઈ રાજા નહિ, 3 કોઈ શાસન નહિ અને કોઈને કશી ફરિયાદ નહિ હોય.
(3) કવિ મૈત્રીના કરારો અને પ્રીતિનું આક્રમણ કરવા માગે છે. જેમાં જીતવું નહિ પણ જિતાઈ જ જવું એ એક ભાવના હૃદયમાં હોય. –
(4) કવિ પ્રજાને સ્વનિયમનમાં બાંધી લેવા માગે છે. પછી એને રાજા કે કોઈ શાસનની જરૂરત ન રહે.
(5) કવિના સ્વનિયમનને કારણે પ્રજાને રાજા કે કોઈ શાસનની ડે જરૂરિયાત રહેશે નહિ.

‘પદ્યાર્થગ્રહણ’ એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ બરાબર સમજીને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા.

પદ્યાર્થગ્રહણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

  • પદ્યને ધ્યાનપૂર્વક વાંચો. જો એક વાર વાંચવાથી તેનો અર્થ ન સમજાય, તો તેને ફરીથી વાંચો અને તેનો પૂરેપૂરો ભાવ સમજી લો.
  • દરેક પ્રશ્નોને સમજીને તેનો કાવ્યમાંથી ઉત્તર શોધો.
  • દરેક પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં, બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ.
  • પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો. GSEB Class 12 Gujarati Arth Grahan પદ્યાર્થગ્રહણ
  • તમે લખેલા ઉત્તર એક વાર ફરીથી વાંચી જાઓ. એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો.

Leave a Comment

Your email address will not be published.