GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?
A. પેન્સિલ
B. પ્લાસ્ટિક
C. ખીલી
D. ખડક
ઉત્તરઃ
C. ખીલી

પ્રશ્ન 2.
નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી?
A. સોય
B. કાચ
C. ટાંકણી
D. ખીલી
ઉત્તરઃ
B. કાચ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે?
A. ઍલ્યુમિનિયમ
B. તાંબું
C. મૅગ્નેશિયમ
D. લોખંડ
ઉત્તરઃ
D. લોખંડ

પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?
A. નિકલ
B. કોબાલ્ટ
C. લોખંડ
D. ચાંદી
ઉત્તરઃ
D. ચાંદી

પ્રશ્ન 5.
ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે?
A. લંબઘન પટ્ટી જેવો
B. નળાકાર
C. ઘોડાની નાળ જેવો
D. કંકણાકાર
ઉત્તરઃ
A. લંબઘન પટ્ટી જેવો

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તરઃ
B. દક્ષિણ

પ્રશ્ન 7.
હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે?
A. લંબઘન પટ્ટી જેવું
B. સોયાકાર
C. નળાકાર
D. ઘોડાની નાળ આકારનું
ઉત્તરઃ
B. સોયાકાર

પ્રશ્ન 8.
ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે?
A. ગરમ કરવાથી
B. વારંવાર પછાડવાથી
C. ટીપવાથી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ચુંબકની શોધ …………………………. દેશમાં થઈ હતી.
ઉત્તરઃ
ગ્રીસ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 2.
મૅગ્નેટાઇટ ……………………. ધાતુની ખનીજ ધરાવે છે.
ઉત્તરઃ
લોખંડ

પ્રશ્ન 3.
લોખંડના ટુકડામાંથી બનાવેલા ચુંબકને …………………… ચુંબક કહે છે.
ઉત્તરઃ
કૃત્રિમ

પ્રશ્ન 4.
ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષર ……………………. લખેલ હોય છે.
ઉત્તરઃ
S

પ્રશ્ન 5.
બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતાં ……………………… થાય છે.
ઉત્તરઃ
અપાકર્ષણ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
લંબઘન પટ્ટી જેવા આકારના ચુંબકને …………………….. ચુંબક કહે છે.
ઉત્તરઃ
ગજિયો

પ્રશ્ન 7.
ગ્રીસ દેશના મૅગ્નેશિયા પ્રદેશ (પ્રાંત) માંથી …………………….. સ્વરૂપે સૌપ્રથમ કુદરતી ચુંબક મળી આવ્યું હતું.
ઉત્તરઃ
મૅગ્નેટાઈટ

પ્રશ્ન 8.
રેતી અને લોખંડના ભૂકાના મિશ્રણમાંથી લોખંડનો ભૂકો અલગ કરવા …………………… નો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ચુંબક

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પ્રાચીન ગ્રીસ દેશની કઈ વ્યક્તિને પર્વત પર ઘેટાં-બકરાં ચરાવતી વખતે લોખંડને આકર્ષવાર પદાર્થની જાણ થઈ હતી?
ઉત્તર:
મૅગ્નિસ નામના ભરવાડને

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 2.
મૅગ્નેટાઇટની સૌપ્રથમ શોધ ગ્રીસ દેશના કયા પ્રદેશ(પ્રાંત)માં થઈ હોવાનું માનવામાં આવે છે?
ઉત્તર:
મૅગ્નેશિયા

પ્રશ્ન 3.
દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?
ઉત્તર:
બે

પ્રશ્ન 4.
ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે?
ઉત્તર:
N

પ્રશ્ન 5.
ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે?
ઉત્તર:
લોખંડ, કોબાલ્ટ, નિકલ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતાં શું થાય છે?
ઉત્તર:
આકર્ષણ

પ્રશ્ન 7.
ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તે સ્થિર થાય ત્યારે તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં હોય છે?
ઉત્તર:
ઉત્તર દિશામાં

પ્રશ્ન 8.
બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં શું થાય છે?
ઉત્તર:
આકર્ષણ

પ્રશ્ન 9.
ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે?
ઉત્તર:
ધ્રુવો આગળ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 10.
અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે?
ઉત્તરઃ
હોકાયંત્ર

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
ચુંબક ટાંકણીની નજીક લાવતાં ચુંબક ટાંકણીને ન સ્પર્શે તોપણ ટાંકણી બકથી આકર્ષાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
ગજિયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોટે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 5.
ચુંબક સ્ટેઈનલેસ સ્ટીલને આકર્ષતું નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
ચુંબકનું ચુંબકત્વ જળવાઈ રહે તે માટે તેના સમાન ધ્રુવો એક જ બાજુએ રાખવા જોઈએ.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહિ.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 10.
ગજિયા ચુંબકને વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતાં દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કયા પ્રદેશમાંથી “મૅગ્નેટ’ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો?
ઉત્તરઃ
ગ્રીસ દેશના મૅગ્નેશિયા પ્રદેશ(પ્રાંત – પરગણા)માંથી ‘મૅગ્નેટ’ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો.

પ્રશ્ન 2.
ચુંબક એટલે શું?
ઉત્તરઃ
જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે, તે પદાર્થને ચુંબક કહે છે.

પ્રશ્ન 3.
ચુંબકત્વ એટલે શું?
ઉત્તર:
ચુંબકના લોખંડની વસ્તુઓને આકર્ષવાના ગુણને ચુંબકત્વ કહે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 4.
શું સ્ટેઈનલેસ સ્ટીલ ચુંબક વડે આકર્ષાય છે?
ઉત્તરઃ
સ્ટેઈનલેસ સ્ટીલ ચુંબક વડે આકર્ષાતું નથી.

પ્રશ્ન 5.
સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક. કઈ દિશામાં સ્થિર થાય છે?
ઉત્તરઃ
સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

પ્રશ્ન 6.
ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે? –
ઉત્તરઃ
સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક સ્થિર થતાં જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય તે છેડાને ઉત્તર ધ્રુવ (N) ગણવામાં આવે છે.

પ્રશ્ન 7.
ગજિયા ચુંબકનો કયો છેડો દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે?
ઉત્તરઃ
સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક સ્થિર થતાં જે છેડો દક્ષિણ દિશા તરફ ગોઠવાય તે છેડાને દક્ષિણ ધ્રુવ (S) ગણવામાં આવે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 8.
ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય?
ઉત્તરઃ
બે ચુંબકના એક જ પ્રકારના (N અને N તથા S અને S) બે ધ્રુવોને સમાન ધ્રુવો કહેવાય.

પ્રશ્ન 9.
ચુંબકના અસમાન ધ્રુવો કોને કહેવાય?
ઉત્તરઃ
બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના (N અને S) બે ધ્રુવોને અસમાન ધ્રુવો કહેવાય.

પ્રશ્ન 10.
બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે?
ઉત્તરઃ
બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતાં આકર્ષણ થાય છે.

પ્રશ્ન 11.
બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે?
ઉત્તરઃ
બે ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતાં અપાકર્ષણ થાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 12.
ચુંબકીય ધ્રુવોની વ્યાખ્યા આપો.
ઉત્તર:
ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો:

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ચુંબકની શોધ કેવી રીતે થઈ હતી તે ટૂંકમાં જણાવો.
ઉત્તરઃ
ઘણાં વર્ષો પહેલાં (ઈ. સ. પૂર્વે) ગ્રીસ દેશના (તે વખતના પ્રાચીન એશિયા માઇનોરના) મૅગ્નેશિયા પ્રદેશમાં ચુંબકની શોધ થઈ હતી. ત્યાંનો ઍન્સિસ નામનો ભરવાડ એક દિવસ કાળા પથ્થરની ટેકરી પર ઘેટાં-બકરાં ચરાવતો હતો ત્યારે ટેકરી પરના એક પથ્થર પરથી પસાર થતાં તેના બૂટના ખીલા તેમજ તેની લાકડી પરની લોખંડની ખોળી ત્યાં ચોંટી જતી હોવાનું માલુમ પડ્યું. તેણે આ ઘટનાની જાણ બીજાઓને કરી. આ ઘટના પરથી સમજાયું કે આ ટેકરી પરના પથ્થરમાં લોખંડની વસ્તુઓને આકર્ષવાનો ગુણ છે. મૅગ્નેશિયા પ્રદેશમાંથી મળી આવતો આ ચુંબકીય પદાર્થ “મૅગ્નેટ’ (ગુજરાતી નામ “ચુંબકી) તરીકે ઓળખાયો. આ રીતે ચુંબકની શોધ થઈ હતી.

પ્રશ્ન 2.
‘મૅગ્નેટ’ નામ શા પરથી પાડવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
ઘણાં વર્ષો પહેલાં (ઈ. સ. પૂર્વે) ગ્રીસ દેશના (તે વખતના પ્રાચીન એશિયા માઈનોરના) મૅગ્નેશિયા પ્રદેશની એક ટેકરી પર વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળી આવ્યો. આ પથ્થર લોખંડની વસ્તુઓને આકર્ષતો હતો. આવા પથ્થરની જાણ સૌપ્રથમ મૅગ્નેશિયા પ્રદેશના મૅગ્નિસ’ નામના ભરવાડને ઘેટાં-બકરાં ચરાવતી વખતે થઈ હતી. તેથી મૅગ્નેશિયા પ્રદેશના નામ પરથી આ પથ્થર ‘મૅગ્નેટ’ નામથી ઓળખાયો.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 3.
ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો.
ઉત્તર:
ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર નીચે મુજબ છે:

  1. લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક
  2. ઘોડાની નાળ આકારનું ચુંબક
  3. સોયાકાર ચુંબક
  4. નળાકાર ચુંબક
  5. બૉલ-એન્ડેડ (બંને છેડે ગોળાકાર) ચુંબક
  6. કંકણાકાર ચુંબક.
    GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 1

પ્રશ્ન 4.
ચુંબકના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો એટલે શું? બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ ક્યારે થાય?
ઉત્તર:
બે ચુંબકના એક જ પ્રકારના (N અને N તથા S અને S) બે ધ્રુવોને સમાન ધ્રુવો કહેવાય.
બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના (N અને S) બે ધ્રુવોને અસમાન ધ્રુવો કહેવાય.
બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતાં આકર્ષણ થાય છે.
બે ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતાં અપાકર્ષણ થાય છે.

પ્રશ્ન 5.
જો તમને ગજિયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે, તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો?
ઉત્તરઃ
આપેલ બંને ટુકડાની મધ્યમાં દોરી બાંધી તેમને અલગ અલગ લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. બંને ટુકડા સ્થિર થાય ત્યારે જુઓ કે કયો ટુકડો ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે. આ ક્રિયા ફરી વાર કરી ખાતરી કરી જુઓ. જે ટુકડો દરેક વખતે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે ગજિયો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડ છે તે નક્કી કરી શકાશે.

વધુ ખાતરી માટે એક જ્ઞાત ગજિયો ચુંબક લઈ તેના ઉત્તર ધ્રુવને લટકાવેલા બંને ટુકડાના બંને છેડાની નજીક વારફરતી લઈ જાઓ. જે ટુકડાનો કોઈ એક છેડો જ્ઞાત ગજિયા ચુંબક સાથે અપાકર્ષણ દર્શાવે છે તે ટુકડો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડનો છે એમ નક્કી કરી શકાય.
[નોંધઃ ચુંબકત્વની સાચી કસોટી અપાકર્ષણ છે. આથી અપાકર્ષણ થવાથી ચુંબકની ખાતરી થાય છે.]

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
તમારા હાથમાંથી નાની ખીલીઓ નીચે પડી જાય તો તેને ઝડપથી કઈ રીતે એકઠી કરશો?
ઉત્તર:
નીચે પડી ગયેલી ખીલીઓ પર ગજિયો ચુંબક ફેરવીશું. ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાઈ તેને ચોંટી જશે. આ રીતે નીચે પડી ગયેલી ખીલીઓ ઝડપથી એકઠી કરી શકાશે.

પ્રશ્ન 7.
રોજિંદા જીવનમાં વપરાતાં જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવાં સાધનોની યાદી કરો.
ઉત્તર:
રોજિંદા જીવનમાં વપરાતાં નીચે જણાવેલાં સાધનોમાં ચુંબકનો ઉપયોગ થાય છે :
રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, ડિશ વૉશર (વાસણ ધોવાનાં મશીન), કૅસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાઈનેમો વગેરે.

પ્રશ્ન 8.
ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે?
ઉત્તરઃ
નીચેનાં કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે :

  1. ચુંબકને ગરમ કરવાથી.
  2. ચુંબકને વારંવાર પછાડવાથી.
  3. ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી.
  4. બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 9.
ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી શી કાળજી લેશો?
ઉત્તર:
ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચે મુજબની કાળજી રાખવી જોઈએ :
GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 2

  1. તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું.
  2. તેને ગરમ કરવું નહિ.
  3. તેના પર ભારે વજન પડે નહિ તેની કાળજી રાખવી જોઈએ.
  4. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના

અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. વળી, અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી (સંરક્ષક) રાખવી જોઈએ. નાળ ચુંબકના બે ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ.

પ્રશ્ન 10.
હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો.
ઉત્તર:
હોકાયંત્રનો સિદ્ધાંત: ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતાં તેનો ઉત્તર :ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે.
હોકાયંત્રનો ઉપયોગ: તેનો ઉપયોગ વિમાનમાં, દરિયાઈ જહાજમાં અને રણપ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે:

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. અથવા ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહિ, પરંતુ અપાકર્ષણ છે.
ઉત્તરઃ

  1. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કર્યું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી.
  2. અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું :નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે તે બંને પદાર્થો ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 2.
દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.
ઉત્તરઃ
ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી પર ગોઠવતાં તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 3.
તફાવત આપો કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક
ઉત્તરઃ

કુદરતી ચુંબક કૃત્રિમ ચુંબક
1. જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે. 1. લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે.
2. તે અનિયમિત આકારનું હોય છે. 2. તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 4.
નીચેની વસ્તુઓનું ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓમાં વર્ગીકરણ કરો:
બૉલપેન, ચાવી, દીવાસળી, તાંબાનું પાત્ર, નિકલનું પાત્ર, કાચ, રેતી, લોખંડ, ઍલ્યુમિનિયમ, ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલી, પથ્થર, સોય.
ઉત્તરઃ
ચુંબકીય વસ્તુઓ: ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલી, સોય.
બિનચુંબકીય વસ્તુઓ : બૉલપેન, દીવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી, ઍલ્યુમિનિયમ, પથ્થર.

(C) વિસ્તૃત પ્રશ્નો:

નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
હોકાયંત્ર(કંપાસ)ની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
ઉત્તરઃ
રચના : કાચના ઢાંકણવાળી ઍલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબી હોય છે. તેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોયની ધરી ડબી અને ચંદાના કેન્દ્ર પર ગોઠવેલી હોય છે. વર્તુળાકાર ડબીની ઉપર કાચ ગોઠવી ડબી બંધ કરવામાં આવે છે.
GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 3
કાર્યપદ્ધતિઃ હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા (N) ગોઠવવામાં આવે છે. આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે.

પ્રશ્ન 2.
બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
ઉત્તરઃ
હેતુઃ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ બે ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ, દોરી.
આકૃતિ:
GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 4
(આકૃતિ 13.5: બે ચુંબકના અસમાન ધ્રુવો અને સમાન ધ્રુવો વચ્ચેની અસર)

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પદ્ધતિઃ

  1. એક ગજિયો ચુંબક લો.
  2. તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો.
  3. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો.
  4. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ (N)ની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ (S) લાવો.
  5. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ (S)ની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ (N) લાવો. બંને વખતે થતી અસર તપાસો.
  6. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ(N)ની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ (N) લાવો.
  7. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ (S)ની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ (S) લાવો. શી અસર થાય છે તે તપાસો. અવલોકન કોષ્ટકમાં નોંધો.

અવલોકન કોષ્ટક
GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 5
નિર્ણય:
ચુંબકના અસમાન ધ્રુવો CN – S અને S – N) વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો CN – N અને S – S) વચ્ચે અપાકર્ષણ થાય છે.

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત 6 માં લખો:

પ્રશ્ન 1.
લંબઘન પટ્ટી જેવા ચુંબકને ક્યો ચુંબક કહે છે?
A. નળાકાર ચુંબક
B. સોયાકાર ચુંબક
C. નાળ ચુંબક
D. ગજિયો ચુંબક
ઉત્તરઃ
D. ગજિયો ચુંબક

પ્રશ્ન 2.
ચુંબકની ચુંબકશક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે?
A. ચુંબકની મધ્યમાં
B. ચુંબકીય ધ્રુવો આગળ
C. ચુંબકની ઉપરની સપાટી પર
D. ફક્ત ચુંબકના ઉત્તર ધ્રુવ આગળ
ઉત્તરઃ
B. ચુંબકીય ધ્રુવો આગળ

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 3.
વિમાનનો પાઇલોટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે?
A. પેરિસ્કોપ
B. બૅરોમિટર
C. હોકાયંત્ર
D. કેલિડોસ્કોપ
ઉત્તરઃ
C. હોકાયંત્ર

પ્રશ્ન 4.
ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકશક્તિમાં શો ફેરફાર થાય?
A. વધારો થાય
B. ઘટાડો થાય
C. નાશ પામે
D. કાયમી બને
ઉત્તરઃ
C. નાશ પામે

પ્રશ્ન 5.
ચુંબકનો ઉપયોગ શામાં થતો નથી?
A. હોકાયંત્રમાં
B. રેફ્રિજરેટરમાં
C. ડાઈનેમોમાં
D. પેરિસ્કોપમાં
ઉત્તરઃ
D. પેરિસ્કોપમાં

GSEB Class 6 Science Important Questions Chapter 13 ચુંબક સાથે ગમ્મત

પ્રશ્ન 6.
ચુંબકને શાનાથી દૂર રાખવું જોઈએ?
A. ટેલિવિઝનથી
B. પેરિસ્કોપથી
C. બૅરોમિટરથી
D. થરમૉમિટરથી
ઉત્તરઃ
A. ટેલિવિઝનથી

Leave a Comment

Your email address will not be published.