GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Important Questions and Answers.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?
A. વેદમાંથી
B. મહાકાવ્યોમાંથી
C. ભગવદ્ગીતામાંથી
D. બૌદ્ધગ્રંથોમાંથી
ઉત્તર:
C. ભગવદ્ગીતામાંથી

પ્રશ્ન 2.
વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?
A. પ્રમુખશાહી શાસનવ્યવસ્થાનું
B. કબિલાઈ શાસનવ્યવસ્થાનું
C. લોકશાહી શાસનવ્યવસ્થાનું
D. ગણરાજ્ય શાસનવ્યવસ્થાનું
ઉત્તર:
B. કબિલાઈ શાસનવ્યવસ્થાનું

પ્રશ્ન ૩.
‘જનપદ’ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો?
A. રાજ્યના
B. જિલ્લાના
C. પ્રદેશના
D. હોદ્દાના
ઉત્તર:
A. રાજ્યના

પ્રશ્ન 4.
ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?
A. 12
B. 16
C. 18
D. 20
ઉત્તર:
B. 16

પ્રશ્ન 5.
પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવેદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?
A. ‘સૂત્તપિટક’
B. ‘વિનયપિટ્ટક’
C. ‘અભિધમ્મપિટ્ટક’
D. ‘અંગુત્તરનિકાય’
ઉત્તર:
D. ‘અંગુત્તરનિકાય’

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 6.
‘મલ’ મહાજનપદની રાજધાની કઈ હતી?
A. ચંપા
B. વૈશાલી
C. કુશીનારા
D. વારાણસી
ઉત્તર:
C. કુશીનારા

પ્રશ્ન 7.
‘શ્રાવસ્તી’ કયા મહાજનપદની રાજધાની હતી?
A. કાશી
B. વત્સ
C. કોસલ
D. પાંચાલ
ઉત્તર:
C. કોસલ

પ્રશ્ન 8.
દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?
A. ચેદિનો
B. કાશીનો
C. અંગનો
D. કુરુનો
ઉત્તર:
D. કુરુનો

પ્રશ્ન 9.
ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?
A. ચેદિનો
B. મત્સ્યનો
C. અશ્મકનો
D. અવંતિનો
ઉત્તર:
C. અશ્મકનો

પ્રશ્ન 10.
‘વિરાટનગર’ ક્યા મહાજનપદની રાજધાની હતી?
A. કમ્બોજની
B. મલ્યની
C. અવંતિની
D. ગાંધારની
ઉત્તર:
B. મલ્યની

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 11.
રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?
A. નાગરિકને
B. પ્રધાનને
C. સેનાપતિને
D. રાજાને
ઉત્તર:
D. રાજાને

પ્રશ્ન 12.
નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?
A. મગધ
B. કુશીનારા
C. મિથિલા
D. વૈશાલી
ઉત્તર:
A. મગધ

પ્રશ્ન 13.
નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
A. કોસલ
B. વત્સ
C. વૈશાલી
D. અવંતિ
ઉત્તર:
C. વૈશાલી

પ્રશ્ન 14.
16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?
A. અવંતિ
B. મગધ
C. કોસલ
D. કાશી
ઉત્તર:
B. મગધ

પ્રશ્ન 15.
હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?
A. બિંદુસારે
B. અજાતશત્રુએ
C. શિશુનાગે
D. બિંબિસારે
ઉત્તર:
D. બિંબિસારે

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 16.
કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?
A. અશોકના
B. અજાતશત્રુના
C. બિંદુસારના
D. બિંબિસારના
ઉત્તર:
B. અજાતશત્રુના

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?
A. મહાપદ્મનંદ
B. ધનનંદ
C. શિશુનાગ
D. પ્રસેનજિત
ઉત્તર:
C. શિશુનાગ

પ્રશ્ન 18.
ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
A. બિંબિસારે
B. મહાપદ્મનંદે
C. અજાતશત્રુએ
D. ચંદ્રગુપ્ત મૌર્યે
ઉત્તર:
B. મહાપદ્મનંદે

પ્રશ્ન 19.
સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો?
A. અશોક
B. પોરસ
C. બિંદુસાર
D. ધનનંદ
ઉત્તર:
D. ધનનંદ

પ્રશ્ન 20.
ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?
A. રાજા પર
B. પ્રમુખ પર
C. લોકો પર
D. લશ્કર પર
ઉત્તર:
C. લોકો પર

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 21.
ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?
A. ‘રાજા’નો
B. ‘સામંત’નો
C. ‘અમાત્ય’નો
D. ‘સેનાપતિ’નો
ઉત્તર:
A. ‘રાજા’નો

પ્રશ્ન 22.
વર્જાિસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કર્યું હતું?
A. વારાણસી
B. કૌશામ્બી
C. મિથિલા
D. વૈશાલી
ઉત્તર:
D. વૈશાલી

પ્રશ્ન 23.
વૈશાલીના વર્જાિસંઘમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી?
A. મિથિલા
B. વૈશાલી
C. કોસલ
D. કુશીનારા
ઉત્તર:
C. કોસલ

પ્રશ્ન 24.
ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?
A. પ્રમુખ પાસે
B. રાજા પાસે
C. સભ્યો પાસે
D. મહાઅમાત્ય પાસે
ઉત્તર:
C. સભ્યો પાસે

પ્રશ્ન 25.
ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું?
A. સંથાગાર
B. સચિવાલય
C. રાજગૃહ
D. રાજસભા
ઉત્તર:
A. સંથાગાર

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 26.
ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?
A. રાજાશાહી
B. સામંતશાહી
C. લોકશાહી
D. પ્રમુખશાહી
ઉત્તર:
C. લોકશાહી

પ્રશ્ન 27.
ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?
A. સલાહકાર સમિતિ
B. સલામતી સમિતિ
C. સંધિવિગ્રહ સમિતિ
D. કાર્યવાહક સમિતિ
ઉત્તર:
D. કાર્યવાહક સમિતિ

પ્રશ્ન 28.
મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?
A. ચોથો
B. છઠ્ઠો
C. આઠમો
D. ત્રીજો
ઉત્તર:
B. છઠ્ઠો

પ્રશ્ન 29.
ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?
A. દૂધ
B. ચામડાં
C. ઘી
D. પશુઓ
ઉત્તર:
D. પશુઓ

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

1. કબિલાઈ શાસનવ્યવસ્થામાં તેના વડાને …………………… કહેવામાં આવતો.
ઉત્તર:
રાજન્ય

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

2. જનપદ શબ્દ ……………………. ના અર્થમાં વપરાતો.
ઉત્તર:
રાજ્ય

3. ગોરખપુર આસપાસનો પ્રદેશ ………………………. મહાજનપદનો સીમાવિસ્તાર હતો.
ઉત્તર:
મલ્લ

4. વર્જાિ મહાજનપદની રાજધાની ………………………. હતી.
ઉત્તર:
વૈશાલી

5. ‘અંગુત્તરનિકાય’ ગ્રંથ ……………………….. ભાષામાં લખાયેલ છે.
ઉત્તર:
પાલિ

6. મગધની રાજધાની ………………………. હતી.
ઉત્તર:
રાજગૃહ (ગિરિવ્રજ)

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

7. રાજગૃહ ………………….. અને …………………….. નદીઓના કિનારે આવેલું હતું.
ઉત્તર:
ગંગા, શોણ

8. અજાતશત્રુએ …………………………. ને રાજધાની બનાવી હતી.
ઉત્તર:
પાટલિપુત્ર (પટના)

9. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ……………………….. સૌથી શક્તિશાળી વંશ હતો.
ઉત્તર:
નંદવંશ

10. ‘ગણ’નો સામાન્ય અર્થ ……………………….. થાય છે.
ઉત્તર:
સમૂહ

11. લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ………………………… કહેવામાં આવતું.
ઉત્તર:
ગણરાજ્ય

12. વર્જાિસંઘ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર ……………………….. હતું.
ઉત્તર:
વૈશાલી

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

13. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા ………………………. પાસે હતી.
ઉત્તર:
સભ્યો

14. ગણરાજ્ય સંઘનું સભાસ્થળ ‘…………………..’ તરીકે ઓળખાતું.
ઉત્તર:
સંથાગાર

15. ગણરાજ્ય સમયમાં લોકો ……………………… માંથી બનાવેલાં વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા.
ઉત્તર:
માટી

16. ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ‘………………………………’ કહેવામાં આવતું.
ઉત્તર:
ચિત્રિત ઘૂસરપાત્ર

17. ઉત્તર પ્રદેશના …………………………. શહેરમાંથી આશરે 2500 વર્ષ પહેલાંની ઈંટોની દીવાલ મળી આવી છે.
ઉત્તર:
પ્રયાગરાજ

18. ગણરાજ્ય સમયમાં ……………………….. ની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા.
ઉત્તર:
રાજધાની

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

19. ગણરાજ્ય સમયમાં ……………………. વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો.
ઉત્તર:
કારીગર

20. મહાજનપદોના સમયગાળામાં ………………………….. નાં ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો.
ઉત્તર:
લોખંડ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. પંજાબ અને ગંગાનદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી.
ઉત્તર:
ખરું

2. ‘જનપદ’નો અર્થ ‘માણસને આપવામાં આવતું પદ’ એવો થાય છે
ઉત્તર:
ખોટું

3. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં વીસ જેટલાં મહાજનપદો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

4. ચંપા ‘અંગ’ મહાજનપદની રાજધાનીનું સ્થળ હતું.
ઉત્તર:
ખરું

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

5. ગાંધાર મહાજનપદની રાજધાની લાજપુર હતી.
ઉત્તર:
ખોટું

6. બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું.
ઉત્તર:
ખરું

7. બિંબિસાર અને અજાતશત્રુ અવંતિના મહાન રાજાઓ હતા.
ઉત્તર:
ખોટું

8. શિશુનાગ જૈનધર્મ સાથે સંકળાયેલ હતો.
ઉત્તર:
ખોટું

9. મગધમાં હર્યકવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો હતો.
ઉત્તર:
ખરું

10. બિંબિસારના પુત્રનું નામ અજાતશત્રુ હતું.
ઉત્તર:
ખરું

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

11. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય.
ઉત્તર:
ખરું

12. એક કરતાં વધારે સભ્યોની સંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ્ય કહી શકાય.
ઉત્તર:
ખરું

13. ગણરાજ્યોએ ઊભો કરેલ સંઘ મહાસંઘ તરીકે ઓળખાયો હતો.
ઉત્તર:
ખોટું

14. ગણરાજ્યમાં રાજાને રાજ્યવહીવટમાં પ્રધાનમંડળ મદદ કરતું.
ઉત્તર:
ખોટું

15. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે માત્ર વૃદ્ધોની જ પસંદગી થતી.
ઉત્તર:
ખોટું

16. ગણરાજ્યના સમયમાં લોકો સાદાં ઘરોમાં રહેતા હતા.
ઉત્તર:
ખરું

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

17. ગણસભામાં બધાં જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતાં.
ઉત્તર:
ખરું

18. ગણરાજ્ય સમયમાં પશુપાલકો કરના ભાગરૂપે અનાજ આપતા હતા.
ઉત્તર:
ખોટું

19. ગણરાજ્યો પોતાના રાજ્યના સંરક્ષણ માટે લાપરવાહ હતા.
ઉત્તર:
ખોટું

20. રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં કોસલ શક્તિશાળી રાજ્ય બન્યું હતું.
ઉત્તર:
ખોટું

બંધબેસતાં જોડકાં રચોઃ

1.

વિભાગ ‘અ’ (પ્રજા) વિભાગ ‘બ’ (ગણરાજ્યો)
(1) લિચ્છવી (1) મિથિલા
(2) શાક્ય (2) ઇન્દ્રપ્રસ્થ
(3) વિદેહ (3) કુશીનારા
(4) મલ્લ (4) કપિલવસ્તુ
(5) વૈશાલી

ઉત્તર:

વિભાગ ‘અ’ (પ્રજા) વિભાગ ‘બ’ (ગણરાજ્યો)
(1) લિચ્છવી (5) વૈશાલી
(2) શાક્ય (4) કપિલવસ્તુ
(3) વિદેહ (1) મિથિલા
(4) મલ્લ (3) કુશીનારા

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

2.

વિભાગ ‘અ’ (મહાજનપદ) વિભાગ ‘બ’ (રાજધાની)
(1) અંગ (1) અહિછત્ર, કામ્પિત્ય
(2) પાંચાલ (2) લાજપુર
(3) સૂરસેન (3) ચંપા
(4) કમ્બોજ (4) સુક્તિમતી
(5) મથુરા

ઉત્તર:

વિભાગ ‘અ’ (મહાજનપદ) વિભાગ ‘બ’ (રાજધાની)
(1) અંગ (3) ચંપા
(2) પાંચાલ (1) અહિછત્ર, કામ્પિત્ય
(3) સૂરસેન (5) મથુરા
(4) કમ્બોજ (2) લાજપુર

3.

વિભાગ ‘અ’ (મહાજનપદ) વિભાગ ‘બ’ (વર્તમાન સ્થાન)
(1) વત્સ (1) માળવાનો પ્રદેશ
(2) અવંતિ (2) ઉત્તર બિહાર
(3) મત્સ્ય (3) નૈઋત્ય કશ્મીર આસપાસનો પ્રદેશ
(4) કમ્બોજ (4) અલાહાબાદ આસપાસનો પ્રદેશ (ઉત્તર પ્રદેશ)
(5) જયપુર (રાજસ્થાન) પાસેનો પ્રદેશ

ઉત્તર:

વિભાગ ‘અ’ (મહાજનપદ) વિભાગ ‘બ’ (વર્તમાન સ્થાન)
(1) વત્સ (4) અલાહાબાદ આસપાસનો પ્રદેશ (ઉત્તર પ્રદેશ)
(2) અવંતિ (1) માળવાનો પ્રદેશ
(3) મત્સ્ય (5) જયપુર (રાજસ્થાન) પાસેનો પ્રદેશ
(4) કમ્બોજ (3) નૈઋત્ય કશ્મીર આસપાસનો પ્રદેશ

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી કયા કયા ગ્રંથોમાંથી મળે છે?
ઉત્તર:
ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી વેદો, મહાકાવ્યો અને બૌદ્ધગ્રંથોમાંથી મળે છે.

પ્રશ્ન 2.
વૈદિકકાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી?
ઉત્તર:
વૈદિકકાળમાં સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી.

પ્રશ્ન 3.
પ્રારંભિક રાજ્યવ્યવસ્થામાં સમુદાય બીજા કયા નામે ઓળખવામાં આવતો?
ઉત્તર:
પ્રારંભિક રાજ્યવ્યવસ્થામાં સમુદાય ‘વિશ’ નામથી ઓળખવામાં આવતો.

પ્રશ્ન 4.
ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી?
ઉત્તર:
ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના ઈ. સ. પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં થઈ હતી.

પ્રશ્ન 5.
‘જનપદ’ એ કેવા પ્રકારની રાજ્યવ્યવસ્થા હતી?
ઉત્તર:
જનપદ એ સર્વેદકાલીન કબિલાઈ સમાજથી બહુ વિશિષ્ટ રીતે વિકાસ પામેલી રાજ્યવ્યવસ્થા હતી.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 6.
મહાજનપદોમાં કયા બે પ્રકારની શાસનવ્યવસ્થા હતી?
ઉત્તર:
મહાજનપદોમાં આ બે પ્રકારની શાસનવ્યવસ્થા હતી:

  1. રાજાશાહી અને
  2. લોકશાહી.

પ્રશ્ન 7.
વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર કોને ગણવામાં આવે છે?
ઉત્તરઃ
વર્તમાન સમયમાં દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર ગણવામાં આવે છે.

પ્રશ્ન 8.
ભારતમાં મહાજનપદોનો સમયકાળ કયો ગણવામાં આવે છે?
ઉત્તર:
ભારતમાં અનુવૈદિકકાળને મહાજનપદોનો સમયકાળ ગણવામાં આવે છે.

પ્રશ્ન 9.
સત્તા માટે કયાં કયાં રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી?
ઉત્તર:
સત્તા માટે મગધ, કોસલ, વત્સ અને અવંતિ રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી.

પ્રશ્ન 10.
હર્યકવંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા?
ઉત્તર:
હર્યકવંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના બે મહાન રાજાઓ થઈ ગયા.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 11.
મગધની રાજધાની કોણે, ક્યાં બદલી હતી?
ઉત્તરઃ
મગધની રાજધાની રાજગૃહ (ગિરિધ્વજ) હતી. પરંતુ અજાતશત્રુએ રાજગૃહને બદલીને પાટલિપુત્ર(પટના)ને મગધની રાજધાની બનાવી હતી.

પ્રશ્ન 12.
અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો?
ઉત્તર:
અજાતશત્રુએ વર્જાિસંઘ સાથે યુદ્ધ કરી, લિચ્છવીઓને હરાવી મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.

પ્રશ્ન 13.
ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કયો હતો?
ઉત્તર:
ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા નંદવંશનો રાજા મહાપદ્મનંદ હતો.

પ્રશ્ન 14.
અનુવૈદિકકાળમાં મગધ પર કયા ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું?
ઉત્તર:
અનુવૈદિકકાળમાં મગધ પર આ ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું:

  1. હર્યકવંશ,
  2. નાગવંશ અને
  3. નંદવંશ.

પ્રશ્ન 15.
ગણરાજ્ય કોને કહેવામાં આવે છે? અથવા ગણરાજ્ય એટલે શું?
ઉત્તર:
લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 16.
ગણરાજ્યોમાં કઈ કઈ પ્રજાનાં રાજ્યોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ગણરાજ્યોમાં વૈશાલીના લિચ્છવી, કપિલવસ્તુના શાક્ય, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લ વગેરે પ્રજાનાં રાજ્યોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 17.
વર્જાિસંઘ ગણરાજ્યની સ્થાપના શા માટે કરવામાં , આવી?
ઉત્તર:
રાજતંત્રી મહારાજ્યો પોતાની સત્તા વધારીને સામ્રાજ્ય સ્થાપવા મહત્ત્વાકાંક્ષી બન્યાં હતાં. આ સંજોગોમાં લિચ્છવી, વર્જિ, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાના રક્ષણ માટે વર્જાિસંઘ ગણરાજ્યની સ્થાપના કરી.

પ્રશ્ન 18.
ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું?
ઉત્તર:
ગણરાજ્યના રાજ્યવહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હતું. તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું.

પ્રશ્ન 19.
‘સંથાગાર’ એટલે?
ઉત્તર:
ગણરાજ્યોએ રચેલા ગણરાજ્યસંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર (નગરભવન) કહેવામાં આવતું.

પ્રશ્ન 20.
ગણરાજ્યોની સભામાં કયા કયા પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી?
ઉત્તર:
ગણરાજ્યોની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 21.
ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા?
ઉત્તર:
ગણરાજ્યના લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા.

પ્રશ્ન 22.
ગણરાજ્યમાં કોણ કોણ રાજ્યને કર આપતું હતું?
ઉત્તર:
ગણરાજ્યમાં ખેડૂત, કારીગરવર્ગ, પશુપાલકો અને વેપારીઓ રાજ્યને કર આપતા હતા.

પ્રશ્ન 23.
ગણરાજ્ય સમયનાં મળી આવેલાં કેટલાંક વાસણો કેવાં હતાં?
ઉત્તર:
ગણરાજ્ય સમયનાં મળી આવેલાં કેટલાંક વાસણો ભૂખરા રંગથી ચિત્રકામ કરેલાં ઘૂસરપાત્રો) હતાં.
GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા 1

નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો:

પ્રશ્ન 1.
જનપદ
ઉત્તર:
‘જનપદ’ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન.

પ્રશ્ન 2.
રાજ્યતંત્ર
ઉત્તર:
જે શાસનમાં રાજા મુખ્ય ગણવામાં આવે તેને રાજ્યતંત્ર કહેવાય.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 3.
ગણરાજ્ય
ઉત્તર:
લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે.

પ્રશ્ન 4.
ગણતંત્ર
ઉત્તર:
ગણરાજ્યના રાજ્યવહીવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું હતું. તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું.

પ્રશ્ન 5.
સંથાગાર
ઉત્તર
ગણરાજ્યોએ રચેલા ગણરાજ્યસંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર (નગરભવન) કહેવામાં આવતું.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
મગધ પર શાસન કરનાર વંશ તરીકે હર્યકવંશનો પરિચય આપો.
ઉત્તર:
મગધ પર શાસન કરનાર વંશોમાં હર્યકવંશ ખૂબ બળવાન હતો. બિંબિસારે હર્યકવંશની સ્થાપના કરી હતી. તેના સમયમાં રાજગૃહ (ગિરિજ) મગધની રાજધાની હતી. રાજગૃહ ગંગા અને શોણ નદીઓના કિનારે હતી. બિંબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ મગધની ગાદીએ આવ્યો. તેણે રાજગૃહને બદલે પાટલિપુત્ર(પટના)ને રાજધાની બનાવી હતી. અજાતશત્રુએ વર્જાિસંઘ સાથે યુદ્ધ કરી, લિચ્છવીઓને હરાવી મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.

પ્રશ્ન 2.
મહાજનપદના શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા?
ઉત્તર:
ગણરાજ્ય સમયના રાજતંત્રી મહારાજ્યો પોતાની આસપાસના પ્રદેશો પર સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતાં હતાં. આ સંજોગોમાં મહાજનપદોના શાસકો પોતાના રાજ્યના સંરક્ષણ અને વિશાળ સેના માટે રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત તથા ઊંચા કિલ્લાઓ બંધાવતા. આ ઉપરાંત, કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દીવાલો બંધાવતા.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ટૂંક નોંધ લખો:

ગણરાજ્ય
ઉત્તર:
ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા અને શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ‘ગણ’નો સામાન્ય અર્થ ‘સમૂહ’ થાય છે. એટલે કે એક કરતાં વધારે સભ્યોના સમૂહથી ચાલતા શાસનને ગણરાજ્ય કહી શકાય. અનુવૈદિકકાળમાં એવાં કેટલાંક રાજ્યો હતાં કે જેમાં રાજ્યના વડાને (પ્રમુખ કે રાજા) પ્રજા દ્વારા ચૂંટવામાં આવતો. આવાં રાજ્યોને ‘ગણરાજ્યો’ કહેવામાં આવતાં. તેમાં વૈશાલીના લિચ્છવી, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાનાં ગણરાજ્યોનો સમાવેશ થતો હતો. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને ‘રાજા’ જેવો દરજ્જો આપવામાં આવતો. રાજાની બધી સત્તા સભ્યો પાસે રહેતી. ગણસભામાં કોઈ પણ બાબતની ચર્ચા કરીને બહુમતથી પસાર થાય પછી જ નિર્ણય લેવામાં આવતો. ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે યુવાનો તેમજ વૃદ્ધોની પસંદગી કરવામાં આવતી. રાજ્યવહીવટ માટે પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી. રાજ્યતંત્રોની સામે ટકી રહેવા કેટલીક જાતિઓએ ભેગા થઈને એક સંઘરાજ્ય બનાવ્યું હતું, જે વર્જાિસંઘ ગણરાજ્ય તરીકે ઓળખાયું હતું.

વિચારો પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
વર્તમાન સમયમાં ‘નેતા’ શબ્દ રાજકારણ સાથે જોડાયેલ છે. કોઈ પણ જૂથ, સમૂહ કે પક્ષમાં નેતાની પસંદગી સભ્યોની બહુમતિથી કે ચૂંટણીથી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં રાજકારણમાં નેતાની પસંદગી ચૂંટણીથી કરવામાં આવે છે. જે ઉમેદવારને વધુ મત મળે તે વિજેતા જાહેર થાય છે.

પ્રશ્ન 2.
પ્રાચીન ભારતનાં ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય?
ઉત્તર:
હા, પ્રાચીન ભારતનાં ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પ્રજાસત્તાકતંત્રની જેમ પ્રજા આધારિત હોવાથી તેને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય. ગણરાજ્યોમાં લોકશાહીની જેમ પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો એટલે કે પ્રજા સર્વોપરી હતી. ગણસભા માટે વર્તમાન સમયનાં સંસદભવન કે વિધાનસભા ભવન જેવાં ‘સંથાગાર’ હતાં.

પ્રશ્ન 3.
પ્રાચીન ભારતનાં ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે?
ઉત્તર:
પ્રાચીન ભારતનાં ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે રહેલું સામ્ય :

પ્રાચીન ભારતનાં ગણરાજ્યો આજની લોકશાહી
(1) ગણરાજ્યના સભ્યો સંથાગારમાં સભા યોજતા. તેઓ સભાનું કામકાજ લોકશાહી ઢબે બહુમતી કે સર્વાનુમતીથી કરતા. (1) દેશની પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સંસદમાં બેસે છે. તેઓ સંસદનું કામકાજ બહુમતી કે સર્વાનુમતીથી કરે છે.
(2) દરેક દરખાસ્ત સભામાં ત્રણ વખત રજૂ કરવામાં આવતી. જો કોઈ સભ્ય દરખાસ્તનો વિરોધ ન કરે તો તે પસાર થયેલી જાહેર કરવામાં આવતી. (2) કાયદો બનતાં પહેલાં ખરડાનું ત્રણ વખત વાચન થાય છે. ખરડો બહુમતી કે સર્વાનુમતીથી પસાર થાય તો જ તે કાયદો બને છે.
(3) સંથાગારમાં સભ્યો માટે ગુપ્ત મતદાનની પદ્ધતિની વ્યવસ્થા હતી. (3) સંસદમાં મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવામાં આવે છે.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રવૃત્તિઓ
1. તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ‘ભારત એક ખોજ’ ધારાવાહિક અને ‘આમ્રપાલી’ ફિલ્મને જોઈ ગણરાજ્યો વિશે માહિતી મેળવો.
2. શાળાપંચાયતની રચના કરો:
– શાળામાં વર્ગશિક્ષકની મદદથી શાળા પંચાયતની ચૂંટણી કરવી.
– ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવું, ફૉર્મ ભરવું, પ્રચાર કરવો, ચૂંટણી યોજવી, પરિણામ જાહેર કરવું વગેરે પ્રક્રિયા ચૂંટણીની જેમ કરવી.
– ચૂંટાયેલા સભ્યોમાંથી શાળાપંચાયતની વિવિધ સમિતિઓ બનાવવી.
3. શાળામાં શાળાપંચાયતના સભ્યોની સભા ગણસભાની જેમ ગોઠવીને શાળા વિકાસ પ્લાન (SDP) બનાવવા ચર્ચા કરો.

પ્રોજેક્ટઃ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા(તમને જે લાગું પડતું હોય તે)ની મુલાકાત ગોઠવી નીચેની માહિતી મેળવો:
(1) તે પંચાયતી સંસ્થામાં કેટલા સભ્યો છે?
(2) તે પંચાયતની આવકનાં સાધનો કયાં કયાં છે?
(3) તે પંચાયતી સંસ્થામાં વિકાસનાં કયાં કયાં કામ કરવામાં આવે છે?
(4) તે પંચાયતી સંસ્થાની સામાન્ય સભા ક્યારે અને કેવી રીતે યોજવામાં આવે છે?
4. ગ્રામપંચાયતની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી મેળવી વર્ગમાં ચર્ચા કરો.

HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો છું વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:

પ્રશ્ન 1.
યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ કયા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?
A. કોસલનો
B. સૂરસેનનો
C. પાંચાલનો
D. ચેદિનો
ઉત્તર:
D. ચેદિનો

પ્રશ્ન 2.
પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?
A. ગાંધાર
B. કમ્બોજ
C. અવંતિ
D. કાશી
ઉત્તર:
A. ગાંધાર

પ્રશ્ન ૩.
પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 પરના ‘મહાજનપદ અને નગર’ નકશાના આધારે જણાવો કે કોયલ મહાજનપદ કયા ગણરાજ્યની પાસે આવેલ છે?
A. અગ્મક
B. સૂરસેન
C. મલ્લ
D. મત્સ્ય
ઉત્તર:
C. મલ્લ

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 4.
માળવાનો પ્રદેશ ક્યા મહાજનપદમાં આવેલો હતો?
A. મત્સ્ય
B. અવંતિ
C. કાશી
D. ચેદિ
ઉત્તર:
B. અવંતિ

પ્રશ્ન 5.
દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.
A. ભૃગુકચ્છ
B. અંગ
C. કુરુ
D. અશ્મક
ઉત્તર:
D. અશ્મક

પ્રશ્ન 6.
ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?
A. ખેડૂત
B. સેનિક
C. પશુપાલક
D. વેપારી
ઉત્તર:
B. સેનિક

પ્રશ્ન 7.
મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કર્યું કારણ બંધબેસતું નથી?
A. રાજ્યનું રક્ષણ કરવા માટે
B. પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે
C. પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે
D. લોકોને રોજગારી આપવા માટે
ઉત્તર:
B. પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે

પ્રશ્ન 8.
નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?
A. લોકો સાદાં ઘરોમાં રહેતા હતા.
B. લોકો માટીનાં વાસણોનો ઉપયોગ વિશેષ કરતા હતા.
C. માટીનાં વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા.
D. લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા.
ઉત્તર:
C. માટીનાં વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા.

GSEB Class 6 Social Science Important Questions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

પ્રશ્ન 9.
જનપદ એટલે…
A. સભા અને સમિતિ
B. ભારતની પ્રારંભિક રાજકીય સંસ્થાઓ
C. માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન

પ્રશ્ન 10.
ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
A. વૈશાલીના વર્જાિસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું.
B. ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળને સંથાગાર કહે છે.
C. રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી.
D. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો.
ઉત્તર:
D. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો.

પ્રશ્ન 11.
આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?
A. વંશપરંપરાગતથી
B. ધ્વનિમતથી
C. મતદાનથી
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. મતદાનથી

પ્રશ્ન 12.
નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?
A. અંગુત્તરનિકાય
B. ત્રિપિટ્ટક
C. મહાભારત
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. અંગુત્તરનિકાય

Leave a Comment

Your email address will not be published.