GSEB Class 6 Social Science Notes Chapter 14 વિવિધતામાં એકતા

This GSEB Class 6 Social Science Notes Chapter 14 વિવિધતામાં એકતા Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

વિવિધતામાં એકતા Class 6 GSEB Notes

→ ભારતના લોકોમાં ધર્મ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણીકરણી, રીતરિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતાઓ વગેરેમાં ભિન્નતાઓ છે.

→ આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે.

→ આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી (પારસી), યહૂદી વગેરે ધર્મો પાળે છે.

→ આપણા દેશના લોકો દિવાળી, મકરસંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધજયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો ઊજવે છે.

GSEB Class 6 Social Science Notes Chapter 14 વિવિધતામાં એકતા

→ આપણા દેશમાં આ નૃત્યો જાણીતાં છેઃ રાસ-ગરબા (ગુજરાત), ભાંગડા (પંજાબ), કથક (ઉત્તર પ્રદેશ), કૂચીપૂડી (આંધ્ર પ્રદેશ), કથકલી (કેરલ), ભરતનાટ્યમ્ (તમિલનાડુ), બિહુ (અસમ), ઓડિસી (ઓડિશા), ઘુમ્મર (રાજસ્થાન), લાવણી (મહારાષ્ટ્ર) વગેરે નૃત્યો જાણીતાં છે.

→ વિવિધતામાં એક્તા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.

→ ડૉ. રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે: “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સોએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.”

→ આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

→ ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે.

→ ભારતે “વસુધૈવ કુટુમ્બમ (સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.)ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

→ ભારતે ધર્મની બાબતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે.

→ ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.

→ આપણા દેશમાં અમીર-ગરીબ, છોકરા-છોકરી, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત ભેદભાવ વગેરે ભેદભાવો જોવા મળે છે.

→ પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી. તેમાં કેટલાક સમુદાયો સામાજિક અને આર્થિક રીતે પછાત રહી ગયા હતા. આથી ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા.

→ સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર (હક) આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે.

→ સરકારે 6થી 14 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર (હક) આપતો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે.

→ સરકાર લોકોના સામુદાયિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ વગેરે પાયાની સુવિધાઓ પૂરી પાડે છે.

→ સ્ત્રીઓને સમાજમાં માન-સમ્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે.

GSEB Class 6 Social Science Notes Chapter 14 વિવિધતામાં એકતા

→ ભારતીય સમાજમાં છોકરીઓ સાથે આરોગ્ય, આર્થિક અધિકારો, રમતગમત, અભ્યાસ, હરવું-ફરવું, વિચાર અને વ્યવહાર વગેરે બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.

→ ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.

→ ભારતીય સમાજમાં પુત્ર-જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી સ્ત્રીઓ સ્ત્રી-ભૃણ હત્યાનો ભોગ બને છે.

→ જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાથી ભેદભાવો ભૂસાતા જાય છે.

Leave a Comment

Your email address will not be published.