GSEB Class 6 Social Science Notes Chapter 15 સરકાર

This GSEB Class 6 Social Science Notes Chapter 15 સરકાર Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

સરકાર Class 6 GSEB Notes

→ દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે.

→ સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે :

  • લોકશાહી સરકાર
  • સામ્યવાદી સરકાર અને
  • રાજાશાહી સરકાર.

GSEB Class 6 Social Science Notes Chapter 15 સરકાર

→ દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છેઃ

  • લોકશાહી સરકાર
  • સામ્યવાદી સરકાર
  • સરમુખત્યારશાહી સરકાર અને
  • રાજાશાહી સરકાર.

→ આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.

→ લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે.

→ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર, લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને “લોકશાહી શાસનવ્યવસ્થા’ કહેવામાં આવે છે.

→ આપણો દેશ વિશાળ છે તેમજ અનેક પ્રકારની ભિન્નતાઓ ધરાવે છે. તેથી એક જ સ્થળેથી દેશના સંચાલનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય. એ સમસ્યાઓની સામે દેશનો સારો વહીવટ કરવા માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે.

→ લોકશાહી સરકાર સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર એમ ત્રણ સ્તરે કાર્યો કરે છે.

→ સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે.

→ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે.

→ રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે.

→ લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે.

→ દરેક દેશને વહીવટ માટે જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે.

→લોકશાહી સરકારનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે તે કાયદા બનાવે છે, કાયદાનો અમલ કરે છે, કાયદામાં સુધારા-વધારા કરે છે તેમજ ન્યાય આપે છે.

→સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે.

→ સમગ્ર દેશનો વહીવટ રાષ્ટ્ર કક્ષાની સરકાર (રાષ્ટ્રીય સરકાર) કરે છે.

→ આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે.

→ સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસનવ્યવસ્થાનું સંચાલન કરે છે.

→ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા’ તરીકે ઓળખવામાં આવે છે.

GSEB Class 6 Social Science Notes Chapter 15 સરકાર

→ રાજાશાહીમાં શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે.

→ લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને પ્રાધાન્ય આપી, બંધારણને આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે. તે માટે સરકાર આયોજનો અને યોજનાઓનો અમલ કરે છે.

→સરકારે બનાવેલા કાયદાનું સૌએ પાલન કરવું ફરજિયાત છે. સરકાર પોતાના બનાવેલા કાયદામાં સુધારા-વધારા કરી શકે છે. અધિકારો અને ન્યાયનો ભંગ કરતા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે. અદાલત સરકારને એવા કાયદાઓમાં ફેરફાર કરવાનું સૂચન કે આદેશ કરે છે.

Leave a Comment

Your email address will not be published.