GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રોઃ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે?
A. ફરતા પંખાની ગતિ
B. લોલકની ગતિ
C. હીંચકાની ગતિ
D. હવામાં મચ્છરની ગતિ
ઉત્તર:
A. ફરતા પંખાની ગતિ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી?
A. એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય
B. એક અમાસ પછી બીજી અમાસ
C. સૂર્યની ફરતે પૃથ્વીનું દરેક પરિક્રમણ
D. એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ
ઉત્તર:
D. એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી?
A. km/h
B. m/s
C. km/s
D. m/s2
ઉત્તર:
D. m/s2

પ્રશ્ન 4.
એક વાહન Aની ઝડપ 36 km/h છે, જ્યારે બીજા વાહન Bની ઝડપ 36 m/s છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
A. વાહન Aની ઝડપ વધુ છે.
B. વાહન Bની ઝડપ વધુ છે.
C. બંને વાહનની ઝડપ સરખી છે.
D. ચોક્કસ કહી શકાય નહિ.
ઉત્તર:
B. વાહન Bની ઝડપ વધુ છે.

પ્રશ્ન 5.
બાજુની આકૃતિ જુઓ. લોલકે 1 દોલન પૂર્ણ કર્યું ક્યારે કહેવાય?
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 1
A. A સ્થાનેથી B સ્થાને જાય ત્યારે
B. A સ્થાનેથી B સ્થાને જઈ B સ્થાનેથી A સ્થાને આવે ત્યારે
C. B સ્થાનેથી A સ્થાને જઈ O સ્થાને આવે ત્યારે
D. O સ્થાનેથી A સ્થાને જઈ પછી B સ્થાને આવી ફરી સ્થાને આવે ત્યારે
ઉત્તર:
B. A સ્થાનેથી B સ્થાને જઈ B સ્થાનેથી A સ્થાને આવે ત્યારે

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 6.
1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે?
A. દસ હજારમો ભાગ
B. દસ લાખમો ભાગ
C. એક કરોડમો ભાગ
D. એક અબજમો ભાગ
ઉત્તર:
D. એક અબજમો ભાગ

પ્રશ્ન 7.
લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતાં સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?
A. છાયાયંત્રો
B. જળઘડી
C. અટક ઘડી
D. રેતઘડી
ઉત્તર:
C. અટક ઘડી

પ્રશ્ન 8.
54 km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ?
A. 10 m/s
B. 15 m/s
C. 18 m/s
D. 20 m7s
ઉત્તર:
B. 15 m/s

પ્રશ્ન 9.
રૉકેટની ઝડપ 8 km/s છે અને કાચબાની ઝડપ 8 cm 7s છે, તો રૉકેટની ઝડપ, કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી છે?
A. 100 ગણી
B. 1000 ગણી
C. 10,000 ગણી
D. 1,00,000 ગણી
ઉત્તર:
D. 1,00,000 ગણી

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 10.
નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે?
A. ઝડપ = અંતર × સમય
B. અંતર = ઝડપ × સમય
C. ઝડપ = GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 2
D. અંતર = GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 3
ઉત્તર:
B. અંતર = ઝડપ × સમય

પ્રશ્ન 11.
અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થનો અંતર-સમયનો આલેખ કેવો હોય?
A. સમક્ષિતિજ સુરેખા
B. શિરોલંબ સુરેખા
C. વક્રરેખા
D. ત્રાંસી સુરેખા
ઉત્તર:
D. ત્રાંસી સુરેખા

પ્રશ્ન 12.
પદાર્થના અંતર-સમયના ચાર આલેખ આપેલા છે તે જુઓ :
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 4
ઉપરના પૈકી કયો આલેખ અનિયમિત ગતિ દર્શાવતો આલેખ છે?
A. (i)
B. (ii)
C. (iii)
D. (iv)
ઉત્તર:
C. (iii)

પ્રશ્ન 13.
આપેલ અંતર-સમયના આલેખ વિશેનું નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 5
A. પદાર્થની ઝડપ 40 km/h છે.
B. પદાર્થ પ્રથમ 30 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે.
C. પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે.
D. પદાર્થ 60 કિમી અંતર કાપવા 40 મિનિટનો સમય લે છે.
ઉત્તર:
D. પદાર્થ 60 કિમી અંતર કાપવા 40 મિનિટનો સમય લે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 14.
એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી છે?
A. 60 km/h
B. 45 km/h
C. 75 km/h
D. 80 km/h
ઉત્તર:
D. 80 km/h

પ્રશ્ન 15.
એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી હશે?
A. 120 km/h
B. 105 km/h
C. 100 km/h
D. 90 km/h
ઉત્તર:
D. 90 km/h

પ્રશ્ન 16.
એક કારચાલક 8: 30 વાગે ઘરેથી નીકળી પોતાના ગામ જવા નીકળે છે. તે ઘરેથી નીકળે છે ત્યારે ડોમિટરનું વાચન 12345 km હતું. તે તેના ગામ અચળ ઝડપે ગતિ કરી 9 : 15 વાગે પહોંચે છે, ત્યારે ડોમિટરનું વાચન 12393 km જુએ છે. તો તેની કારની ઝડપ કેટલી હશે?
A. 48 km/h
B. 60 km/h
C. 64 km/h
D. 72 km/h
ઉત્તર:
C. 64 km/h

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 17.
એક સુપરફાસ્ટ ટ્રેન સવારે 8 વાગે અમદાવાદથી ઊપડી સુરત સ્ટેશને 11 વાગે પહોંચાડે છે. જો ટ્રેનની સરાસરી ઝડપ 75 km/h હોય, તો અમદાવાદથી સુરતનું અંતર કેટલું હશે?
A. 150 km
B. 225 km
C. 250 km
D. 300 km
ઉત્તરઃ
B. 225 km

2. ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ …………………….. ગતિ છે.
ઉત્તરઃ
સુરેખ

પ્રશ્ન 2.
100 મીટરની દોડમાં ભાગ લેતા દોડવીર A, B, C, અને D એ દોડ પૂરી કરવા અનુક્રમે 10.5 સેકન્ડ, 11 સેકન્ડ, 10.3 સેકન્ડ અને 11.4 સેકન્ડનો સમય લે છે. તો સૌથી ઝડપી દોડવીર ………… છે.
ઉત્તરઃ
C

પ્રશ્ન 3.
પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને ……………………….. કહેવાય.
ઉત્તરઃ
ઝડપ

પ્રશ્ન 4.
એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને …………………………….. કહે છે.
ઉત્તરઃ
1 માસ

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 5.
લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને …………………. કહે છે.
ઉત્તરઃ
આવર્તકાળ

પ્રશ્ન 6.
લોલકનાં 20 દોલનો માટેનો સમયગાળો 36 સેકન્ડ હોય, તો તેનો આવર્તકાળ ………………… સેકન્ડ છે.
ઉત્તરઃ
1.8

પ્રશ્ન 7.
ઝડપનો મૂળભૂત એકમ …………………. છે.
ઉત્તરઃ
મીટર / સેકન્ડ (કે m/s)

પ્રશ્ન 8.
તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ ……………………… ધબકારા કરે છે.
ઉત્તરઃ
72

પ્રશ્ન 9.
વાહનોમાં કાપેલું અંતર માપવા માટે વપરાતું સાધન ………………………. છે.
ઉત્તરઃ
ઓડોમિટર

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 10.
અંતર-સમયના આલેખમાં X-અક્ષ પર ………………………… ને દર્શાવવામાં આવે છે.
ઉત્તરઃ
સમય

પ્રશ્ન 11.
અચળ ઝડપે ગતિ કરતી એક કાર 8: 30 વાગે 60 km અંતર કાપે છે અને 9:00 વાગે 90 km અંતર કાપે છે, તો તે કારે 8: 45 વાગે ………………………. km અંતર કાપ્યું હશે.
ઉત્તરઃ
75

પ્રશ્ન 12.
એક ટ્રેનની અચળ ઝડપ 100 km/h છે, તો તે ટ્રેન 12 મિનિટમાં …………………… km અંતર કાપે.
ઉત્તરઃ
20

પ્રશ્ન 13.
એક સ્કૂટર સવાર 8 00 વાગે ઓડોમિટરનું વાચન 16340 km વાંચી ઘરેથી અચળ ઝડપે સ્કૂટર પર મુસાફરી શરૂ કરે છે. તે 9:30 વાગે તેના મુલાકાતના સ્થળે પહોંચે છે. આ વખતે ઓડોમિટરનું વાચન 16400 જુએ છે, તો 9 00 વાગે તેણે ………………… km અંતર કાપ્યું હશે.
ઉત્તરઃ
40

પ્રશ્ન 14.
અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર-સમયનો આલેખ ……………… મળે છે.
ઉત્તરઃ
સુરેખા

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 15.
18 km/hની અચળ ઝડપે જતો સાઈકલ સવાર 1 સેકન્ડમાં ………… મીટર અંતર કાપે.
ઉત્તરઃ
5

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
હીંચકાની ગતિ ક્યા પ્રકારની છે?
ઉત્તરઃ
આવર્તગતિ (દોલનગતિ)

પ્રશ્ન 2.
ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ કયા પ્રકારની છે?
ઉત્તરઃ
વર્તુળાકાર ગતિ

પ્રશ્ન 3.
ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે?
ઉત્તરઃ
સુરેખ ગતિ

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 4.
કારની અચળ ઝડપ 70 km/h છે, તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપે?
ઉત્તરઃ
35 km

પ્રશ્ન 5.
એક ટ્રેન અચળ ઝડપે 40 મિનિટમાં 36 km અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી ગણાય?
ઉત્તરઃ
54 km/h

પ્રશ્ન 6.
ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે?
ઉત્તરઃ
km/h

પ્રશ્ન 7.
વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો.
ઉત્તરઃ
સ્પીડોમિટર

પ્રશ્ન 8.
ઝડપ શોધવાનું સૂત્ર જણાવો.
ઉત્તરઃ
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 6

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 9.
સરાસરી ઝડપ શોધવા કાપેલા અંતરને શાના વડે ભાગવામાં આવે છે?
ઉત્તરઃ
સમય વડે

પ્રશ્ન 10.
દોડની સ્પર્ધામાં ટૂંકા સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે?
ઉત્તરઃ
સ્ટૉપવૉચ

પ્રશ્ન 11.
km/h એકમમાં ઝડપ દર્શાવવા અંકને કેટલા વડે ગુણવાથી મળતો અંક m/s એકમમાં ઝડપ દર્શાવે છે?
ઉત્તરઃ
\(\frac{1000}{3600}\) વડે (અથવા \(\frac{5}{18}\) વડે)

પ્રશ્ન 12.
90 km/h ઝડપને \(\frac{m}{s}\) એકમમાં ફેરવી ઝડપ લખો.
ઉત્તરઃ
25 m /s

પ્રશ્ન 13.
એક વાહનની ઝડપ 15 ms છે અને બીજા વાહનની ઝડપ 15 km/h છે, તો કયા વાહનની ઝડપ વધુ કહેવાય?
ઉત્તરઃ
પહેલા વાહનની

પ્રશ્ન 14.
આલેખમાં X-અક્ષ અને Y-અક્ષના છેદબિંદુને શું કહે છે?
ઉત્તરઃ
ઊગમબિંદુ

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 15.
નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ શાના પર આધાર રાખે છે?
ઉત્તરઃ
લોલકની લંબાઈ

પ્રશ્ન 16.
1 મીટર લંબાઈના લોલકનો આવર્તકાળ કેટલો હોય છે?
ઉત્તરઃ
આશરે 2 સેકન્ડ

પ્રશ્ન 17.
સમયનો પ્રમાણભૂત એકમ કયો છે?
ઉત્તરઃ
સેકન્ડ

પ્રશ્ન 18.
પદાર્થ 1 મિનિટમાં 1 km અંતર કાપે તો તે પદાર્થની km/hમાં ઝડપ કેટલી થાય?
ઉત્તરઃ
60 km/h

પ્રશ્ન 19.
અંતર-સમયના આલેખમાં Y-અક્ષ પર કઈ ભૌતિક રાશિને દર્શાવવામાં આવે છે?
ઉત્તરઃ
અંતર

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 20
કોઈ પદાર્થ સરખા સમયગાળામાં એકસરખું અંતર કાપતો હોય, તો તે પદાર્થની ઝડપ વિશે શું કહી શકાય?
ઉત્તરઃ
અચળ ઝડપ

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
સાદા લોલકના ગોળાને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેના આવર્તકાળમાં ફેર પડતો નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
સમયનો મૂળભૂત એકમ કલાક છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 5.
વાહને કાપેલું અંતર 50 કિલોમીટર છે, તો તેને 50 kms લખાય.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
સાદા લોલકના નિયમો ગૅલિલિયો ગૅલીલીએ શોધ્યા.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
સાદા લોલકને 20 દોલન કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
આપેલ લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશાં સમાન સમય લાગે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
અંતર-સમયનો આલેખ સ્તંભ-આલેખ હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 10.
અંતર-સમયનો આલેખ સુરેખ હોય, તો પદાર્થની ઝડપ શોધી શકાય છે.
ઉત્તરઃ
ખરું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય?
ઉત્તરઃ
કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય, તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય.

પ્રશ્ન 2.
હાલમાં કયા પ્રકારની ઘડિયાળ વપરાય છે?
ઉત્તરઃ
હાલમાં દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ, ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળ વપરાય છે.

પ્રશ્ન ૩.
લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે સમયના માપન માટે શાનો ઉપયોગ થતો હતો?
ઉત્તર:
લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે છાયાયંત્રો, જળઘડી અને રેતઘડી જેવાં સાધનો સમયના માપન માટે વપરાતાં હતાં.

પ્રશ્ન 4.
લોલકની લંબાઈ વધારવામાં આવે, તો તેના આવર્તકાળમાં શો ફેરફાર થાય?
ઉત્તરઃ
લોલકની લંબાઈ વધારવામાં આવે, તો તેનો આવર્તકાળ વધે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 5.
લોલકનું 1 દોલન પૂર્ણ થયું જ્યારે કહેવાય?
ઉત્તર:
લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર ‘A’થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર ‘B’ સુધીની ગતિ બાદ, તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના ‘A’ બિંદુએ પાછો ફરે તેને લોલકનું 1 દોલન પૂર્ણ થયું કહેવાય.

પ્રશ્ન 6.
‘ક્વાર્ટ્ઝ ક્લોક’ કોને કહે છે?
ઉત્તરઃ
ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ(વિદ્યુત કોષ)વાળા વિદ્યુત (ઇલેક્ટ્રૉનિક) પરિબળો ધરાવે છે. આ ઘડિયાળોને “ક્વાર્ટ્સ ક્લોક’ કહે છે.

પ્રશ્ન 7.
1 દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે?
ઉત્તરઃ
એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે.

પ્રશ્ન 8.
કઈ ભૌતિક રાશિ પદાર્થ ઝડપી ગતિ કરે છે કે ધીમી તે જાણવા વપરાય છે?
ઉત્તરઃ
પદાર્થ ઝડપી ગતિ કરે છે કે ધીમી તે જાણવા માટે ઝડપ નામની ભૌતિક રાશિ વપરાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 9.
આલેખના મુખ્ય પ્રકારો જણાવો.
ઉત્તરઃ
આલેખના મુખ્ય પ્રકારો :

  1. સ્તંભ-આલેખ
  2. વર્તુળ-આલેખ
  3. રેખા આલેખ છે.

પ્રશ્ન 10.
આલેખમાં x-અક્ષ અને Y-અક્ષ કોને કહે છે?
ઉત્તરઃ
આલેખમાં પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરવામાં આવે છે, જેમાં – સમક્ષિતિજ રેખા(આડી રેખા)ને X-અક્ષ અને શિરોલંબ(ઊભી રેખા)ને Y-અક્ષ કહે છે.

પ્રશ્ન 11.
આલેખમાં ઊગમબિંદુ કોને કહે છે?
ઉત્તરઃ
આલેખમાં X-અક્ષ અને Y-અક્ષના છેદબિંદુને ઊગમબિંદુ કહે છે.

પ્રશ્ન 12.
અંતર-સમયના આલેખમાં X-અક્ષ પર અને 1-અક્ષ પર કઈ રાશિઓ દર્શાવવામાં આવે છે?
ઉત્તરઃ
અંતર-સમયના આલેખમાં X-અક્ષ પર સમય અને Y-અક્ષ પર અંતરને દર્શાવવામાં આવે છે.

પ્રશ્ન 13.
કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? અને કેટલી હોય છે?
ઉત્તરઃ
બધાં પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય છે અને તે 112 km/h જેટલી હોય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 14.
જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે?
ઉત્તરઃ
જાણીતું છાયાયંત્ર દિલ્લીના જંતરમંતરમાં આવેલું છે.

પ્રશ્ન 15.
પદાર્થની ઝડપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશિઓની જરૂર પડે?
ઉત્તરઃ
પદાર્થની ઝડપ શોધવા માટે જરૂરી બે ભૌતિક રાશિઓ (1) કાપેલું અંતર અને (2) તે માટે લાગતો સમય છે.

પ્રશ્ન 16.
જો પદાર્થે કાપેલું અંતર કિલોમીટર(km)માં દર્શાવેલ હોય અને સમય કલાક(h)માં દર્શાવેલ હોય, તો ઝડપ કયા એકમમાં મળે?
ઉત્તરઃ
ઝડપ km/h કે કિમી / કલાકમાં મળે.

પ્રશ્ન 17.
1 દિવસની કેટલી સેકન્ડ થાય?
ઉત્તર:
1 દિવસ = 24 કલાક = (24 × 36000 સેકન્ડ = 86400 સેકન્ડ

પ્રશ્ન 18.
1 વર્ષના કેટલા કલાક થાય?
ઉત્તર:
1 વર્ષ = 365 \(\frac{1}{4}\) દિવસ = (\(\frac{1461}{4}\) × 24) કલાક = 8766 કલાક

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 19.
ઓડોમિટર સાધનનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
ડોમિટર સાધન વાહને કાપેલું અંતર માપવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 20.
વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર-સમયનો આલેખ કેવો મળે?
ઉત્તરઃ
વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર-સમયનો આલેખ સુરેખ (ત્રાંસી રેખા) મળે.

પ્રશ્ન 21.
રેશમા સ્કૂટી પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સ્કૂટીની ઝડપ 5m/s હોય, તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું હોય?
ઉત્તર:
4.5 km
ગણતરી કાપેલું અંતર = ઝડપ ૪ સમય
= (5 m/s) × (15 × 60) s
= 4500 m = 4.5 km

પ્રશ્ન 22.
એક ટ્રેન પ્રથમ 10 મિનિટ સુધી 40 km/hની ઝડપે અને ત્યારબાદ 10 મિનિટ સુધી 60 km/hની ઝડપે ગતિ કરે છે. તો ટ્રેનની સરાસરી ઝડપ કેટલી થાય?
ઉત્તર:
50 km/h
ગણતરીઃ બંને ઝડપના સમયગાળા સરખા (10 મિનિટ) છે.
∴ સરાસરી ઝડપ = બે ઝડપોની સરાસરી = \(\frac{40+60}{2}\) = 50 km/h

પ્રશ્ન 23.
એક સ્કૂટર સવાર 20 મિનિટ સુધી 30 km/hની ઝડપે ગતિ કરે છે. તો તેણે કેટલું અંતર કાપ્યું હશે?
ઉત્તરઃ
10 km
ગણતરી કાપેલું અંતર = (\(\frac{20}{60}\) કલાક × 30 કિમી / કલાક)
= 10 કિમી = 10 km

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 24.
15m/sની ઝડપ એટલે km/h એકમમાં કેટલી ઝડપ ગણાય?
ઉત્તરઃ
15 m/s = 54 km/h
ગણતરી : 15 m/s = \(\frac{15 / 1000 \mathrm{~km}}{1 / 3600 \mathrm{~h}}\)
= \(\frac{15 \times 3600}{1 \times 1000} \stackrel{\mathrm{km}}{\mathrm{h}}\) \(\frac{\mathrm{km}}{\mathrm{h}}\)
= 54 km/h

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. સાદું લોલક
  2. લોલકનો આવર્તકાળ
  3. ઝડપ
  4. અચળ ઝડપ

ઉત્તરઃ

  1. સાદું લોલક : દઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહે છે.
  2. લોલકનો આવર્તકાળઃ લોલકને 1 દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.
  3. ઝડપઃ પદાર્થો એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે.
  4. અચળ ઝડપ : પદાર્થ એકસરખા સમયગાળામાં એક્સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા?
ઉત્તરઃ
પહેલાંના સમયમાં લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે (1) રોજ સવારે સૂર્ય ઊગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. તે જ રીતે (2) એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને 1 માસ કહે છે. (3) સૂર્યની ફરતે પૃથ્વીને 1 પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. આ રીતે પહેલાના લોકો સમયનું માપન કરતા.

પ્રશ્ન 2.
અંતર-સમયના આલેખમાં X-અક્ષ પર સમય અને અક્ષ પર અંતર કેમ દર્શાવવામાં આવે છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે X-અક્ષ પર સ્વતંત્ર રાશિ અને Y-અક્ષ પર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે.

અંતર-સમયના આલેખ માટે બે ભૌતિક રાશિઓ સમય અને અંતર છે. સમય સ્વતંત્ર રાશિ છે, કારણ કે સમય પર અંતરનો આધાર છે. સમય પરથી અંતર મળે. આમ, સમય સ્વતંત્ર રાશિ છે અને અંતર પરતંત્ર રાશિ છે. તેથી અંતરસમયના આલેખમાં X-અક્ષ પર સ્વતંત્ર રાશિ તરીકે સમય દર્શાવીએ છીએ અને Y-અક્ષ પર અંતર દર્શાવીએ છીએ.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 3.
આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા જણાવો. ને
ઉત્તરઃ
આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા નીચે મુજબ છે:

  • પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત.
  • પ્રમાણમાપની પસંદગી એવી કરો કે દરેક રાશિનાં વચગાળાનાં મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને.
  • આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય.

પ્રશ્ન 4.
અંતર-સમયના આલેખના ઉપયોગો લખો.
ઉત્તર:
અંતર-સમયના આલેખના ઉપયોગો નીચે પ્રમાણે છે :

  1. આપેલ સમયગાળાના કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય.
  2. આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે.
  3. નિયમિત ઝડપ(અચળ ઝડપ)થી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે.
  4. એકમ સમયગાળા દરમિયાન કપાયેલ અંતર મેળવી ઝડપની ગણતરી થઈ શકે છે.

પ્રશ્ન 5.
દ્રવિડે પોતાની મોટરકારમાંના ઓડોમિટરમાંથી મુસાફરી પ્રારંભ કરતી વખતે તેમજ 40 મિનિટની મુસાફરી પછીનાં અવલોકનો લેતાં તે અનુક્રમે 1048 km અને 1096 km માલૂમ પડે છે. મોટરકારની સરાસરી ઝડપ કેટલી હશે?
ઉત્તરઃ
સમય = 40 મિનિટ, કાપેલ અંતર = 1096 km – 1048 km = 48 km
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 7
∴ મોટરકારની સરાસરી ઝડપ = 72 km/h

પ્રશ્ન 6.
એક વાહન સુરેખ માર્ગ પર શરૂઆતની 15 મિનિટમાં 48 km/hની અચળ ઝડપે અને પછીની 15 મિનિટમાં 56 km/hની અચળ ઝડપે બાકીનું અંતર કાપે છે, તો વાહનની સરાસરી ઝડપ શોધો.
ઉત્તરઃ
15 મિનિટમાં 48 km/h ઝડપે
પછીની 15 મિનિટમાં 56 km/h ઝડપે
અહીં સમયગાળા સમાન છે. જો સમયગાળા સમાન હોય, તો સરાસરી ઝડપ અંતર શોધ્યા વગર મળે. સરાસરી ઝડપ = બે ઝડપોની સરાસરી જેટલી ઝડપ
∴ સરાસરી ઝડપ = \(\frac{48 \mathrm{~km} / \mathrm{h}+56 \mathrm{~km} / \mathrm{h}}{2}\) = \(\frac{104}{2}\) km/h
= 52 km/h

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 7.
એક દોડવીર દોડની સ્પર્ધામાં 100 mનું અંતર 10 sમાં કાપે છે. દોડવીરની સરેરાશ ઝડપ m/s તેમજ km/hના એકમમાં શોધો.
ઉત્તરઃ
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 8
∴ સરેરાશ ઝડપ (m/sમાં) = 10 m/s અને (km/hમાં) = 36 km/h

પ્રશ્ન 2.
તફાવત આપોઃ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ
ઉત્તર:

નિયમિત ગતિ અનિયમિત ગતિ
1. આ પ્રકારની ગતિમાં પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપે છે. 1. આ પ્રકારની ગતિમાં પદાર્થ એકસરખા સમયગાળામાં એકસરખું અંતર કાપત નથી.
2. આ પ્રકારની ગતિ માટે અંતર-સમયનો આલેખ સુરેખ હોય છે. 2. આ પ્રકારની ગતિ માટે અંતર-સમયનો આલેખ સુરેખ હોતો નથી.

પ્રશ્ન ૩.
જોડકાં જોડોઃ

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) કિલોમીટર / કલાક (a) અંતર માપવાનું સાધન
(2) કિલોમીટર (b) ઝડપ માપવાનું સાધન
(3) સ્પીડોમિટર (c) સમયનો પ્રમાણભૂત એકમ
(4) ઓડોમિટર (d) ઝડપનો એકમ
(5) લોલક (e ) અંતરનો એકમ
(f) આવર્તગતિ

ઉત્તરઃ
(1) → (d), (2) → (e), (3) → (b), (4) → (a), (5) → (f).

(C) વિસ્તૃત પ્રશ્નોઃ

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ છે

પ્રશ્ન 1.
કોઈ એક બસ સુરેખ પથ પર ગતિ કરે છે. તેનું દર 10 મિનિટે કાપેલું અંતર નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે:
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 9
(i) ઉપરની માહિતી પરથી અંતર-સમયનો આલેખ દોરો.
(ii) આલેખ પરથી બસની ગતિ કેવા પ્રકારની છે તે કહો.
(iii) 25 મિનિટના અંતે બસે કાપેલું અંતર શોધો.
(iv) 44km અંતર કાપતા બસને કેટલો સમય લાગે છે?
ઉત્તરઃ
(i) બસ માટે અંતર સમયનો → આલેખ નીચે મુજબ છેઃ
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 10
(ii) આલેખ સુરેખા છે, તેથી બસ અચળ ઝડપથી ગતિ કરે છે.
(iii) 25 મિનિટને અંતે બસે કાપેલું અંતર = 20 કિમી (જુઓ આલેખ)
(iv) 44 km અંતર કાપતા બસને લાગતો સમય = 55 મિનિટ (જુઓ આલેખ)

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 2.
બે કાર એક જ સમયે ઊપડે છે. દરેકે 10 મિનિટમાં કાપેલા અંતર દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે. આ વિગતો પરથી બંનેના અંતર-સમયના આલેખ દોરોઃ
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 11
ઉત્તર:
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 12

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 13 માં લખો

પ્રશ્ન 1.
એક ટ્રેનની ઝડપ 72 km/h છે. તો તેની ઝડપ m/s એકમમાં કેટલી?
A. 25 m/s
B. 20 m/s
C. 10 m7s
D. 30 m/s
ઉત્તર:
B. 20 m/s

પ્રશ્ન 2.
એક મોટરગાડીએ 8:00 વાગ્યેથી 9:00 વાગ્યા સુધીમાં કાપેલા અંતર દર્શાવતો અંતર-સમયનો આલેખ આપેલ છે.
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 14
આ આલેખ વિશે આપેલ વિગત પૈકી કઈ વિગત ખોટી છે?
A. 8 : 30 વાગે 20 કિમી અંતર કાપેલ છે.
B. મોટરગાડી અચળ ઝડપે ગતિ કરે છે.
C. મોટરગાડીની ઝડપ 40 km/h છે.
D. મોટરગાડી 9 : 00 વાગે 45 km અંતર કાપે છે.
ઉત્તર:
D. મોટરગાડી 9 : 00 વાગે 45 km અંતર કાપે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 3.
એક મોટરગાડી પ્રથમ 30 મિનિટમાં 25 કિમી અંતર કાપે છે. અને પછીની 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે. તો તેની સરાસરી ઝડપ કેટલી?
A. 45 km/h
B. 50 km/h
C. 60 km/h
D. 65 km/h
ઉત્તર:
C. 60 km/h

પ્રશ્ન 4.
એક ટ્રેન પ્રથમ 40 મિનિટ સુધી 60 km/hની ઝડપે અને પછીની 20 મિનિટ માટે 90 km/hની ઝડપે ગતિ કરે છે. તો ટ્રેનની સરાસરી ઝડપ કેટલી?
A. 150 km
B. 75 km
C. 70 km
D. 50 km
ઉત્તર:
C. 70 km

પ્રશ્ન 5.
એક સાઇકલ સવારનો અંતર-સમયનો આલેખ આપ્યો છે. તો તે વિશેનું કયું વિધાન ખોટું છે?
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 15
A. તેણે 9: 00થી 9:30 વાગ્યા સુધીમાં 10 કિમી અંતર કાપ્યું છે.
B. તેણે 9:30થી 10:00 વાગ્યા સુધીમાં 5 કિમી અંતર કાપ્યું છે.
C. તે 10 km/hની ઝડપે ગતિ કરે છે.
D. તેણે 9: 00 વાગ્યાથી 10: 00 વાગ્યા સુધીમાં 10 કિમી અંતર કાપ્યું છે.
ઉત્તર:
A. તેણે 9: 00થી 9:30 વાગ્યા સુધીમાં 10 કિમી અંતર કાપ્યું છે.

GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય

પ્રશ્ન 6.
બે ટ્રેનો 9:00 વાગે સાથે ઊપડે છે. તેમનો અંતર-સમયનો આલેખ આપ્યો છે.
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 16
આ વિશે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?
A. ટ્રેન Bની ઝડપ ટ્રેન Aની સરેરાશ ઝડપ કરતાં ઓછી છે.
B. ટ્રેન A 9:30 વાગ્યેથી 9:45 સુધી ઊભી રહી છે. ગતિ કરતી નથી.
C. ટ્રેન B અચળ ઝડપે 9:00 વાગ્યેથી 10:00 વાગ્યા સુધી ગતિ કરે છે.
D. ટ્રેન A 9:00થી 10:00 વાગ્યા સુધી ટ્રેન B કરતાં આગળ જ ચાલે છે.
ઉત્તર:
D. ટ્રેન A 9:00થી 10:00 વાગ્યા સુધી ટ્રેન B કરતાં આગળ જ ચાલે છે.

પ્રશ્ન 7.
નીચેનાં ચિત્રો (a), (b) અને (C) અનુક્રમે શાનાં છે?
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 17
GSEB Class 7 Science Important Questions Chapter 13 ગતિ અને સમય 18
A. જંતરમંતરનું છાયાયંત્ર, રેતઘડી, જળઘડી
B. રેતઘડી, છાયાયંત્ર, જળઘડી
C. જળઘડી, છાયાયંત્ર, રેતઘડી
D. જંતરમંતરનું છાયાયંત્ર, જળઘડી, રેતઘડી
ઉત્તર:
A. જંતરમંતરનું છાયાયંત્ર, રેતઘડી, જળઘડી

Leave a Comment

Your email address will not be published.