Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 17 જંગલો : આપણી જીવાદોરી Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 17 જંગલો : આપણી જીવાદોરી
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રોઃ
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
ક્યા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે?
A. સીસમ
B. સેમલ
C. સાગ
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ
પ્રશ્ન 2.
કર્યું જંગલી પ્રાણી છે?
A. બિલાડી
B. રીંછ
C. સાપ
D. કબૂતર
ઉત્તરઃ
રીંછ
![]()
પ્રશ્ન 3.
નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી?
A. જડીબુટ્ટીઓ
B. ગુંદર
C. રેઝીન
D. પ્લાસ્ટિક
ઉત્તરઃ
પ્લાસ્ટિક
પ્રશ્ન 4.
જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે?
A. પરોપજીવીઓ
B. વિઘટકો
C. કુદરતના સફાઈ કામદારો
D. તૃણાહારીઓ
ઉત્તરઃ
વિઘટકો
પ્રશ્ન 5.
ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે?
A. 75 %
B. 50 %
C. 21 %
D. 10 %
ઉત્તરઃ
21 %
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું જંગલી પ્રાણી નથી?
A. જંગલી બળદ
B. વાઘ
C. રીંછ
D. બકરી.
ઉત્તરઃ
બકરી
પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ પ્રાણિજ પેદાશ છે?
A. ગુંદર
B. રબર
C. જડીબુટ્ટી
D. મધ
ઉત્તરઃ
મધ
![]()
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
જંગલો એ ………… ફેફસાં છે અને કુદરતનું ……… તંત્ર છે.
ઉત્તરઃ
લીલાં, જળશુદ્ધીકરણ
પ્રશ્ન 2.
જડીબુટ્ટીઓ …… પેદાશ છે.
ઉત્તરઃ
વન્ય
પ્રશ્ન 3.
વૃક્ષોના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને ……….. કહે છે.
ઉત્તરઃ
તાજ (મુગટ)
પ્રશ્ન 4.
જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં ………. સૌથી ઉપરનું સ્તર બનાવે છે.
ઉત્તરઃ
વિશાળ અને લાંબાં વૃક્ષો
પ્રશ્ન 5.
ખાડામાં સડતા પદાર્થો ……… અને ……….. હોય છે.
ઉત્તરઃ
ગરમ, ભીનાં
પ્રશ્ન 6.
જંગલો વરસાદી પાણીના કુદરતી ………. છે.
ઉત્તરઃ
શોષકો
પ્રશ્ન 7.
જંગલમાં ઊંચાં વૃક્ષોની ડાળીઓ નીચાં વૃક્ષો પર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે, તેને ……….. કહે છે.
ઉત્તરઃ
છાયા (Canopy)
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જંગલી વૃક્ષોનાં ત્રણ નામ જણાવો.
ઉત્તર:
સાગ, સાલ, સીસમ
પ્રશ્ન 2.
જંગલી પ્રાણીઓનાં ત્રણ નામ આપો.
ઉત્તર:
રીંછ, જંગલી બળદ, હાથી
પ્રશ્ન 3.
જંગલો તેમાં રહેલાં લોકોને કઈ જરૂરિયાત પૂરી પાડે છે?
ઉત્તર:
ખોરાક, પાણી, રહેઠાણ અને ઔષધો
પ્રશ્ન 4.
મૃત પ્રાણીઓને ખાનારા ત્રણ પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તર:
ગીધ, કાગડો, શિયાળ
પ્રશ્ન 5.
વિઘટકોનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
કેટલીક ફૂગ અને બૅક્ટરિયા
![]()
પ્રશ્ન 6.
જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે?
ઉત્તર:
મળ અને પગલાં
પ્રશ્ન 7.
જંગલનાં વૃક્ષોને પોષક તત્ત્વોનો પુરવઠો પૂરા પાડવામાં કોણ સહાય કરે છે?
ઉત્તર:
વિઘટકો
પ્રશ્ન 4.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
જંગલમાં વાંદરાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
જંગલમાં ઊંચાં વૃક્ષોની નીચે બીજાં વૃક્ષો ઊગતાં નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
દરેક જંગલમાં એક જ પ્રકારનાં વૃક્ષો ઊગે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
બધાં જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય કે માંસાહારી આખરે તે વનસ્પતિ પર જ નભે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ફૂગ અને સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવતા નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
વિઘટકો જંગલનાં વૃક્ષોને પોષક તત્ત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં કયાં પ્રાણીઓ રહેતાં હોય છે?
ઉત્તરઃ
રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, વાંદરાં, સાપ જેવાં પ્રાણીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહેતાં હોય છે.
પ્રશ્ન 2.
જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ પર વાંદરાઓએ કૂદાકૂદ કેમ કરી?
ઉત્તરઃ
જંગલમાં બાળકોની હાજરીને લીધે વાંદરાઓએ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી રૂપે કૂદાકૂદ કરી.
પ્રશ્ન 3.
પ્રોફેસર એહમદે બાળકોને જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં જવા કેમ ? ના પાડી?
ઉત્તરઃ
જંગલના ઊંડાઈવાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ રહેતાં હોવાથી પ્રોફેસર એહમદે બાળકોને ત્યાં જવાની ના પાડી.
પ્રશ્ન 4.
જંગલમાં કયાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
સાલ, સાગ, સેમલ, સીસમ, ખાખરો, ખેર, વાંસ, લીમડો, અંજીર, આમળાં અને કાચનાર જેવાં વૃક્ષો જોવા મળે છે.
![]()
પ્રશ્ન 5.
જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળના જુદા જુદા સ્તરમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે?
ઉત્તર:
જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં સૌથી ઉપરના સ્તરમાં વિશાળ અને લાંબાં વૃક્ષોનો, તે પછીના સ્તરમાં સુપનો અને સૌથી નીચેના સ્તરમાં લાંબું ઘાસ અને છોડવાઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 6.
જંગલનું તળિયું કેવું હોય છે?
ઉત્તરઃ
જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલાં પ, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હોય છે.
પ્રશ્ન 7.
ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે; ઉપરાંત જંગલમાં રહેતાં માંસાહારીઓથી પણ તેમને બચાવે છે.
પ્રશ્ન 8.
જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે?
ઉત્તરઃ
જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો (Understoreys) કહે છે.
પ્રશ્ન 9.
ફૂગ અને સૂક્ષ્મ જીવો શાના પર નભે છે?
ઉત્તર:
ફૂગ અને સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે.
પ્રશ્ન 10.
જંગલોમાં કશું નકામું જતું નથી. આનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
જંગલમાં કોઈ પ્રાણી મૃત્યુ પામે તો પણ તે ગીધ, કાગડા, શિયાળ જેવા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગી બને છે.
પ્રશ્ન 11.
જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શા પરથી ઓળખી કાઢે છે?
ઉત્તરઃ
જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી તેમનાં મળ અને પગલાંના નિશાન પરથી ઓળખી કાઢે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જંગલના ઊંચાઈવાળા વિસ્તાર પરથી બાળકોએ શું અનુભવ્યું?
ઉત્તરઃ
જંગલના ઊંચાઈવાળા વિસ્તાર પરથી બાળકોએ જોયું કે વિવિધ વૃક્ષોની ટોચ પાસપાસે હોવાથી લીલી ચાદર જેવું દશ્ય જોવા મળ્યું. વૃક્ષો એટલી મોટી સંખ્યામાં હતા કે તેમને જમીન દેખાતી ન હતી. જો કે લીલું આવરણ બધી જગ્યાએ એકસરખું લીલું ન હતું. ત્યાં વાતાવરણ શાંત હતું. હવાની ઠંડી લહેરખી પસાર થતી હતી. જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગીસભર થઈ ગયા હતા.
પ્રશ્ન 2.
જંગલની વનસ્પતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
જંગલમાં સાલ, સાગ, સીસમ, સેમલ જેવા ઊંચાં અને જંગલી વૃક્ષો હોય છે, તો લીમડો, ખેર, વાંસ જેવા વૃક્ષો પણ હોય છે. આ ઉપરાંત સુપ, છોડવા અને ઘાસ પણ જોવા મળે છે. વૃક્ષો ઉપર વેલાઓ અને લતાઓ વિંટળાયેલા હોય છે. જંગલમાં વૃક્ષો નજીક નજીક હોવાથી સૂર્યનો પ્રકાશ પણ આછો પાતળો દેખાય છે.
પ્રશ્ન 3.
જંગલમાં આટલી બધી વનસ્પતિઓ કેવી રીતે ઊગી હશે?
ઉત્તરઃ
કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. છોડ વૃદ્ધિ પામી વૃક્ષો બને છે. જંગલોમાં પડતો વરસાદ વનસ્પતિને પાણીની જરૂરિયાત પૂરી કરે છે. વનસ્પતિના અને પ્રાણીના મૃત અવશેષોમાંથી સેન્દ્રિય પદાર્થો બનતા રહે છે અને વનસ્પતિને પોષે છે. આમ, વનસ્પતિ વૃદ્ધિ અને પુનર્વિકાસ માટેની જરૂરી સામગ્રી મળી રહેતી હોવાથી જંગલોમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓ ઊગી હોય છે.
પ્રશ્ન 4.
આહારશૃંખલા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ, એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહારસંબંધોને આહારશૃંખલા કહે છે. દા. ત., ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે.
ટૂંકમાં, સંકેતમાં ઘાસ → કીટક → દેડકો → સાપ → સમડી આ રીતે આહારશૃંખલા દર્શાવી શકાય.
![]()
પ્રશ્ન 5.
જંગલમાં પ્રાણીઓનાં મળ કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
જંગલમાં પ્રાણીઓનાં મળ સડે છે. સડતા મળમાંથી કેટલાક ઢાલિયા જીવડાં અને ઈયળો ખોરાક મેળવે છે. તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા હોય છે. આ સૂક્ષ્મ જીવો દ્વારા સેન્દ્રિય દ્રવ્યો ભૂમિમાં ઉમેરાય છે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે. આ રીતે જંગલની ભૂમિ ફળદ્રુપ બને છે.
પ્રશ્ન 6.
જંગલમાં વરસાદ પડતાં તેનાં ટીપાં જમીન પર સીધાં કેમ અથડાતાં નથી?
ઉત્તરઃ
જંગલમાં વરસાદ પડતાં જંગલના વૃક્ષોનો સૌથી ઉપરનો વિસ્તાર ‘છત્રછાયા’ વરસાદના પ્રવાહને રોકે છે. આથી મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ પરથી પાણી નીચેના વાનસ્પતિક સમૂહો ક્ષુપ પર અને પછી છોડવા પર પડે છે. છોડવા પરથી પાણી ટપકીને જમીન પર પડે છે. આ વખતે વરસાદનો માર એકદમ ઘટી ગયો હોય છે. તેથી વરસાદનાં ટીપાં જમીન પર સીધાં અથડાતાં નથી.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
જંગલો એ લીલાં ફેફસાં છે.
ઉત્તરઃ
જંગલોમાં લીલાં વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલાં વૃક્ષો દિવસે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયૉક્સાઈડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઑક્સિજન લે છે. જે ફેફસાંમાં રુધિરના શુદ્ધીકરણમાં ઉપયોગી બને છે. આમ, જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલાં ફેફસાં છે એમ કહેવાય.
પ્રશ્ન 2.
જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે.
ઉત્તર:
જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે. વૃક્ષોનાં મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતાં નથી. વળી જંગલોનાં વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે. ત્યાંથી નીચેના ક્ષેપ અને છોડ પર પડે છે. આમ, વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી. તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે.
![]()
પ્રશ્ન 3.
જોડકાં જોડોઃ
|
વિભાગ “A” |
વિભાગ “B” |
| (1) વિઘટકો | (a) ઇમારતી લાકડું |
| (2) સાપ | (b) રીંછ |
| (3) સીસમ | (c) ફૂગ |
| (4) વન્યપ્રાણી | (d) દેડકો |
| (e) જડીબુટ્ટીઓ |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નઃ
* પ્રશ્ન. જંગલોની ઉપયોગિતા સમજાવો.
ઉત્તરઃ
જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે:
- જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ, જંગલો સજીવસંપત્તિથી ભરપૂર છે.
- જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી-મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે.
- જંગલો વાતાવરણને ઠંડું રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વૉર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
- જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે.
- જંગલોનાં વૃક્ષો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયૉક્સાઈડ અને ઑક્સિજન વાયુનું સંતુલન કરે છે. હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે.
- જંગલોનાં વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુસ્ત્રવણ દ્વારા ભૂગર્ભજળની જાળવણી કરે છે.
- અવાજનું પ્રદૂષણ અટકાવે છે. વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે, જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે. પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે
માં લખો
પ્રશ્ન 1.
જંગલની મુલાકાતે ગયેલાં બાળકો જંગલમાં પ્રવેશ્યા ત્યારે ટીબુ છોકરાએ શાંત રહેતા ઇશારો કર્યો, કારણ કે તે એમ કહેવા માગતો હતો કે. ![]()
A. અવાજથી જંગલનાં પ્રાણીઓને ખલેલ પહોંચે છે.
B. જંગલનાં પ્રાણીઓ બાળકોને જોઈ હુમલો કરે છે.
C. જંગલનાં પ્રાણીઓ બાળકોને જોઈ ત્રાડ નાખે છે.
D. અવાજથી જંગલનાં પ્રાણીઓ ગુસ્સે થઈ જાય છે.
ઉત્તરઃ
A. અવાજથી જંગલનાં પ્રાણીઓને ખલેલ પહોંચે છે.
પ્રશ્ન 2.
જંગલમાં સામાન્ય રીતે કર્યું ઝાડ જોવા મળતું નથી? ![]()
A. સાગ
B. સીસમ
C. સાલ
D. આસોપાલવ
ઉત્તરઃ
D. આસોપાલવ
પ્રશ્ન ૩.
સાપનો પ્રિય ખોરાક કયો છે? ![]()
A. કીટકો
B. દેડકો
C. સમડી
D. બાજ
ઉત્તરઃ
B. દેડકો
પ્રશ્ન 4.
કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? ![]()
A. બગલો
B. સારસ
C. ગીધ
D. સિંહ
ઉત્તરઃ
C. ગીધ
પ્રશ્ન 5.
સાપ કોનો શિકાર બને છે? ![]()
A. કીડીઓ
B. નોળિયો
C. સમડી
D. ઉંદર
ઉત્તર:
C. સમડી