Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
પ્રશ્ન 1.
ઊન કયા પ્રાણીના વાળમાંથી મળે છે?
A. બકરી
B. યાક
C. ઘેટું
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ
પ્રશ્ન 2.
કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે?
A. યાક
B. ઊંટ
C. બકરી
D. લામા
ઉત્તરઃ
પાક
પ્રશ્ન 3.
દક્ષિણ અમેરિકામાં ક્યાં પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે?
A. લામા અને યાક
B. યાક અને અલ્પાકા
C. અલ્પાકા અને લામા
D. ઊંટ અને બકરી
ઉત્તરઃ
અલ્પાકા અને લામા
પ્રશ્ન 4.
ક્યાંનાં પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે?
A. દક્ષિણ ભારતના
B. જમ્મુ અને કાશ્મીરનાં
C. તિબેટ અને લડાખનાં
D. પૂર્વ ભારતના
ઉત્તરઃ
જમ્મુ અને કશ્મીરના
પ્રશ્ન 5.
રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે?
A. મારવાડી
B. પાટનવાડી
C. લોહી
D. અંગોરા
ઉત્તરઃ
લોહી
પ્રશ્ન 6.
ઊનના રેસા શાના બનેલા છે?
A. કાર્બોદિત
B. ચરબી
C. પ્રોટીન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
પ્રોટીન
પ્રશ્ન 7.
રેશમનાં પતંગિયાંના જીવનચક્રની ઈંડાં પછીની અવસ્થા કઈ છે?
A. ડિલ્મ
B. રેશમનો કોશેટો
C. ટેકપોલ
D. યુપા
ઉત્તરઃ
ડિલ્મ
પ્રશ્ન 8.
રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?
A. સિલ્વિકલ્ચર
B. એપિકલ્ચર
C. મોરિકલ્ચર
D. સેરીકલ્ચર
ઉત્તરઃ
સેરીકલ્ચર
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?
A. નાયલૉન
B. ઊન
C. સૂતર
D. શણ
ઉત્તરઃ
ઊન
પ્રશ્ન 10.
ટશર એ શાની જાત છે?
A. રેશમ
B. ઊન
C. સૂતર
D. શણ
ઉત્તરઃ
રેશમ
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
…………. અને ………… પ્રાણિજ રેસા છે.
ઉત્તર:
ઊન, રેશમ
પ્રશ્ન 2.
રેશમના રેસા રેશમના કીડાના ………. માંથી મળે છે.
ઉત્તર:
કોશેટા
પ્રશ્ન 3.
પશ્મિન શાલ ………. ના વાળમાંથી બનાવવામાં આવે છે.
ઉત્તર:
કશ્મીરી બકરી
પ્રશ્ન 4.
મુગા એ ………… ની એક જાત છે.
ઉત્તર:
રેશમ
પ્રશ્ન 5.
રેશમના કીડાની ડિલ્મ પછીની અવસ્થા ………… છે.
ઉત્તર:
પ્યુપા
પ્રશ્ન 6.
…………. ને ગરમ પાણીમાં મૂકી તેમાંથી રેશમના તાર છૂટા પાડવામાં આવે છે.
ઉત્તર :
રેશમના કોશેટા
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો :
પ્રશ્ન 1.
યાક પ્રાણી સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે?
ઉત્તરઃ
તિબેટ અને લડાખ
પ્રશ્ન 2.
કયા પ્રાણીના વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
કરમીરી બકરી
પ્રશ્ન 3.
અંગોરા ઊન કયા પ્રાણીના વાળમાંથી મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
અંગોરા બકરી
પ્રશ્ન 4.
ઘેટાંના વાળ કાપવાની ક્રિયાને કોની સાથે સરખાવી શકાય?
ઉત્તરઃ
દાઢી કરવાની ક્રિયા
પ્રશ્ન 5.
કયા પ્રાણીમાંથી મળતું ઊન બજારમાં મોટા પ્રમાણમાં વપરાય છે?
ઉત્તરઃ
ઘેટાં
પ્રશ્ન 6.
રેશમનાં પતંગિયાંના જીવનક્રમની કઈ અવસ્થા રેશમના તાર મેળવવા માટે અગત્યની છે?
ઉત્તરઃ
કોશેટો
પ્રશ્ન 7.
રેશમના કીડાનો ખોરાક શો છે?
ઉત્તરઃ
શેતૂરનાં પાન
પ્રશ્ન 8.
રેશમના ઉદ્યોગની પ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી?
ઉત્તરઃ
ચીન
પ્રશ્ન 9.
રેશમના કીડાના ઉછેર અને સંવર્ધનને શું કહે છે?
ઉત્તરઃ
સેરીકલ્ચર
પ્રશ્ન 10.
કુદરતી રેશમને બાળવાથી કેવી વાસ આવે છે?
ઉત્તરઃ
વાળ બળતા હોય તેવી વાસ
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
હવા એ ઉખાની મંદવાહક છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ઊન એ ઉષ્માનું સુવાહક છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
ઊન સંશ્લેષિત રેસા છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
ઊન અને રેશમ એ પ્રોટીનના બનેલા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
કોશેટામાંથી રેશમના રેસા મેળવવાની ક્રિયાને સિલ્વિકલ્ચર કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
રેશમના કીડા પછીની તરતની અવસ્થા રેશમનું પતંગિયું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
રેશમનો ઉદ્યોગ ભારતનો બહુ જૂનો ઉદ્યોગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
ડિમ્ભને કેટરપિલર પણ કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે શેતૂરનાં પાન છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
રેશમનો કોશેટો ખૂબ જ ખાઉધરો હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભારતમાં કયાં પ્રાણીઓના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે?
ઉત્તર:
ભારતમાં ઘેટાં, બકરી, યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવવામાં આવે છે.
પ્રશ્ન 2.
ઘેટાંના વાળ સામાન્ય રીતે કઈ ઋતુ હોય ત્યારે કાપી લેવામાં આવે છે?
ઉત્તર:
ઘેટાંના વાળ સામાન્ય રીતે ગરમીની ઋતુ હોય ત્યારે કાપી લેવામાં આવે છે.
પ્રશ્ન ૩.
ઘેટાંની ભારતીય પ્રજાતિનાં ત્રણ નામ જણાવો.
ઉત્તર:
ઘેટાંની ભારતીય પ્રજાતિ લોહી, બાખરવાલ અને પાટનવાડી છે.
પ્રશ્ન 4.
કઈ રીત વડે સારી ગુણવત્તા ધરાવતાં ઘેટાં પેદા કરી શકાય છે?
ઉત્તર:
ઘેટાંના પિતૃઓ સારી જાતિના પસંદ કરી પસંદગીલક્ષી સંવર્ધન વડે સારી ગુણવત્તા ધરાવતાં ઘેટાં પેદા કરી શકાય છે.
પ્રશ્ન 5.
પસંદગીલક્ષી પ્રજનન એટલે શું?
ઉત્તર:
સંતતિમાં વિશિષ્ટ લક્ષણો મેળવવા ચોક્કસ પસંદગીના પિતૃઓ વચ્ચે પ્રજનન કરાવવાની ક્રિયાને ‘પસંદગીલક્ષી પ્રજનન’ કહે છે.
પ્રશ્ન 6.
રેશમના પતંગિયાના જીવનચક્રની અવસ્થાઓ જણાવો.
ઉત્તરઃ
રેશમના પતંગિયાના જીવનચક્રની અવસ્થાઓ ચાર છેઃ
- ઈંડું
- ડિલ્મ (ઈયળ)
- પૃપા
- રેશમનું પતંગિયું
પ્રશ્ન 7.
ઊન આપતાં પ્રાણીઓના શરીર પરના ઘટ્ટ વાળનું કાર્ય શું છે?
ઉત્તરઃ
ઊન આપતાં પ્રાણીઓના શરીર પરના ઘટ્ટ વાળ પ્રાણીઓને હૂંફ પૂરી પાડી ઠંડી સામે રક્ષણ આપે છે.
પ્રશ્ન 8.
કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે શાને માટે વપરાય છે?
ઉત્તરઃ
કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન પશ્મિના શાલ બનાવવા માટે વપરાય છે.
પ્રશ્ન 9.
કાતરણી (Shearing) એટલે શું?
ઉત્તરઃ
ઘેટાંઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી લેવાની પ્રક્રિયાને કાતરણી (Shearing) કહે છે.
પ્રશ્ન 10.
ઊન મેળવવા ઘેટાંઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી લેવા છતાં તેને કેમ ઈજા થતી નથી?
ઉત્તરઃ
ઘેટાંના શરીર પરની રુવાંટી અને પાતળી ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોવાથી તેને ઉતારી લેવાથી ઈજા થતી નથી.
પ્રશ્ન 11.
બર (Burr) એટલે શું?
ઉત્તરઃ
ઊનના વાળ સાથે જોવા મળતા નાના નાના રુવાંટીવાળા તંતુઓ હોય છે, જેને વાળમાંથી કાઢી લેવામાં આવે છે, આને બર (Burr) કહે છે.
પ્રશ્ન 12.
રેશમના કીડા રેશમના તાર કેવી રીતે બનાવે છે?
ઉત્તરઃ
રેશમના કીડા માથાને અંગ્રેજી આઠ (8) આકારમાં ઘુમાવવા દરમિયાન પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે.
પ્રશ્ન 13.
નાજુક રેશમના તારની મજબૂતાઈ કોના તાર જેટલી હોય છે?
ઉત્તરઃ
નાજુક રેશમના તારની મજબૂતાઈ સ્ટીલના તારની મજબૂતાઈ જેટલી હોય છે.
પ્રશ્ન 14.
રેશમના જુદા જુદા પ્રકાર જણાવો.
ઉત્તરઃ
રેશમના પ્રકાર આ મુજબ છે : ટશર સિલ્ક, મૂગા સિલ્ક, એરી સિલ્ક, મલબેરી સિલ્ક, કોસા સિલ્ક.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઊન આપતાં પ્રાણીઓ વિશે સામાન્ય સમજ આપો.
ઉત્તરઃ
ઊન આપણને ઘેટાં, બકરાં, યાક અને ઊંટમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ મોટા ભાગે ઘેટાના ઊનનો ઉપયોગ વધારે થાય છે. ઘેટાંની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ જ ધરાવે છે. આ પાતળા સુંવાળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. તિબેટ અને લડાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે.
જમ્મુ અને કાશ્મીરના પહાડી પ્રદેશમાં અંગોરા બકરીમાંથી અંગોરા ઊન મેળવાય છે. કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સારી જાતનું અને સુંવાળું હોય છે. તેમાંથી પશ્મિના શાલ બનાવાય છે. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ થાય છે. દક્ષિણ અમેરિકામાં ‘લામા” અને “અલ્પાકા’ પ્રાણીઓ પણ ઊન આપે છે.
પ્રશ્ન 2.
સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા ઘેટાંની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ
ઘેટાંની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ ધરાવે છે. ખાસ કરીને આવી જાતિનાં ઘેટાંઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુંવાળા વાળ ધરાવતાં બચ્ચાંને જન્મ આપે. આમ, પસંદગીલક્ષી પ્રજનન વડે સુંવાળા વાળ ધરાવતાં ઘેટાંઓ ઉત્પન્ન કરી સારી ગુણવત્તાવાળું ઊન મેળવી શકાય છે.
પ્રશ્ન ૩.
ઘેટાંની પ્રજાતિ, તેના ઊનની ગુણવત્તા અને તે પ્રજાતિ કયા પ્રદેશમાં જાણીતી છે તે જણાવો.
ઉત્તરઃ
ઘેટાંની પ્રજાતિ, ઊનની ગુણવત્તા અને તે પ્રજાતિ કયા પ્રદેશ(રાજ્ય)માં જાણીતી છે તેની વિગત દર્શાવતું કોષ્ટક આ મુજબ છે :
પ્રશ્ન 4.
ઊન માટે ઉછેરવામાં આવતાં ઘેટાંને કેવો ખોરાક આપવો જોઈએ?
ઉત્તરઃ
ઘેટાં તૃણાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિનાં પાંદડાં ખાય છે. ઘેટાં પાળનારા તેને પોષણક્ષમ આહાર આપે છે. સામાન્ય રીતે તે ઘેટાને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, તેલીબિયાંનો ખોળ, પાપડી તથા ખનીજ દ્રવ્યો ધરાવતાં ખાણ ખવડાવે છે. શિયાળાની ઠંડીમાં ઘેટાંઓને ઘરની અંદર રાખે છે અને તેમને પાંદડાં, અનાજ અને સૂકો ચારો ખવડાવે છે.
પ્રશ્ન 5.
ઘેટાંના શરીર પરના વાળથી શરૂ કરીને ઊનના દોરા મેળવવાની ક્રિયાવિધિનાં વિવિધ સોપાન (તબક્કા) જણાવો.
ઉત્તરઃ
ઘેટાંના શરીર પરના વાળથી શરૂ કરીને ઊનના દોરા મેળવવાની ક્રિયાવિધિનાં વિવિધ સોપાન નીચે મુજબ છેઃ
- કાતરણી (ઊન ઉતારવું – Shearing)
- ઘસવાની પ્રક્રિયા (Scouring)
- વર્ગીકરણની ક્રિયા (Sorting)
- ફરી ઘસવાની પ્રક્રિયા અને સૂકવણી (Drying)
- રંગવાની ક્રિયા (Dying)
- કાંતવાની ક્રિયા (Spinning)
પ્રશ્ન 6.
ઊન ઉતારવાની ક્રિયા ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
ઘેટાંઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી લેવામાં આવે છે. આ ક્રિયાને કાતરણી કે ઊન ઉતારવાની ક્રિયા (Shearing) – કહે છે. કાતરણી માટે વાળ કાપનાર વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે, તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઘેટાંના વાળ કાપવામાં આવે છે. વાળ કાપવાથી ઘેટાંને ઈજા થતી નથી.
(જેમ આપણે દાઢી કરીએ છીએ કે માથે મુંડન કરાવીએ છીએ ત્યારે ઈજા થતી નથી – તેમ.) થોડા દિવસોમાં ઘેટાંને નવા વાળ ઊગે છે અને ઊન આપતું થઈ જાય છે.
પ્રશ્ન 7.
રેશમનો કીડો કેવી રીતે રેશમના તાર તૈયાર કરે છે તે સમજાવો.
ઉત્તરઃ
રેશમનો કીડો (કેટરપિલર) વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોશિત અવસ્થા પ્યુપા કહે છે. તે પોતાની આસપાસ જાળું રચે છે, જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી ‘8′ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. આ દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાઓનો સાવ કરતો જાય છે. તે હવાના સંપર્કમાં આવતાં સખત રેશમનો તાર બને છે. કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તેમાંથી કોશેટો બને છે. આ કોશેટામાંથી રેશમના તાર મેળવવામાં આવે છે.
પ્રશ્ન 8.
રેશમના પતંગિયાના જીવનચક્રની અવસ્થાઓ આકૃતિ દોરી જણાવો.
ઉત્તર:
રેશમના પતંગિયાની ચાર અવસ્થા :
- ઈંડું
- ડિઝ્મ (ઇયળ)
- પૃપા
- પતંગિયું
પ્રશ્ન 9.
શુદ્ધ રેશમ, ઊન અને કૃત્રિમ રેશમને બાળવાથી દરેકની વાસ કેવી હોય છે? તે જણાવો.
ઉત્તરઃ
શુદ્ધ રેશમ અને ઊન પ્રોટીનના બનેલા છે (આપણા વાળની જેમ). આથી તેમને બાળવાથી વાળ બળતા હોય તેવી વાસ આવે છે. કૃત્રિમ રેશમ એ સિથેટિક રેસા છે. તે પ્લાસ્ટિક જેવા રેસા છે. આથી તેને બાળવાથી પ્લાસ્ટિક જેવી વાસ આવે છે.
પ્રશ્ન 10.
કોશેટામાંથી રેશમના તાર કેવી રીતે મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
રેશમનો કીડો તેની પ્યુપા અવસ્થા દરમિયાન પોતાના શરીર પર તાર ઊંટે છે અને કોશેટો બનાવે છે. આ કોશેટાઓને મોટી સંખ્યામાં એકઠા કરી તેમને તડકામાં રાખવામાં આવે છે અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા ખાસ પ્રકારના યંત્ર વડે કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ઊન મેળવવા ઘેટાંના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે.
ઉત્તર:
ઘેટાંના વાળ ઠંડી ઋતુમાં હૂંફ આપે છે. જો ઠંડી ઋતુમાં ઘેટાંના વાળની કટાઈ કરવામાં આવે તો ઘેટાંને ઠંડીથી રક્ષણ મળે નહિ. ગરમ ઋતુમાં ઘેટાંને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂરિયાત હોતી નથી. તેથી ઊન મેળવવા ઘેટાંના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
રેશમના તાર મેળવવા રેશમના કોશેટાને ઊકળતા પાણીમાં નાખવામાં આવે છે. ‘
ઉત્તરઃ
રેશમના કીડાના કેટરપિલરે પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકી દેવાથી વીંટાળેલા તારથી કોશેટો બને છે. કોશેટામાં યુવાનો વિકાસ થાય છે અને છેવટે રેશમના તાર કાપી પતંગિયું બહાર નીકળે છે. આમ થતાં રેશમના તાર કપાઈ જાય છે. આથી યુપામાંથી પતંગિયું બને તે પહેલાં તેને ઊકળતા પાણીમાં નાખી કોશેટાના રેશમના તાર મેળવી લેવામાં આવે છે. તેથી રેશમના તાર મેળવવા રેશમના કોશેટાને ઊકળતા પાણીમાં નાખવામાં આવે છે.
પ્રશ્ન ૩.
રેસાથી કાપડ સુધી પ્રશ્ન ૩. તફાવતના બે મુદ્દા આપોઃ
(1) ઊન અને રેશમ
(2) કુદરતી રેશમ અને કૃત્રિમ રેશમ
ઉત્તર:
(1) ઊન |
રેશમ |
1. તે ઘેટાંના વાળમાંથી મળતા રેસામાંથી બને છે. | 1. તે રેશમના કોશેટામાંથી મળતાં રેસામાંથી બને છે. |
2. તેમાંથી શાલ, સ્વેટર, મફલર વગેરે બનાવવામાં આવે છે. | 2. તેમાંથી રેશમી સાડી, ઝભ્ભા વગેરે બનાવવામાં આવે છે. |
(2) કુદરતી રેશમ |
કૃત્રિમ રેશમ |
1. તે રેશમના કીડાના કોશેટામાંથી મેળવવામાં આવે છે. | 1. તે પ્લાસ્ટિક જેવા પૉલિમર પદાર્થોમાંથી રાસાયણિક રીતે મેળવેલા રેસામાંથી બનાવાય છે. |
2. તે પ્રાણિજ રેસામાંથી બને છે. | 2. તે કૃત્રિમ રેસામાંથી બને છે. |
3. તેને સળગાવતાં વાળ બળતા હોય તેવી વાસ આવે છે. | ૩. તેને સળગાવતાં પ્લાસ્ટિક બળતું હોય તેવી વાસ આવે છે. |
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઘેટાંઓના વાળમાંથી ઊન મેળવવાની પદ્ધતિના વિવિધ તબક્કા (સોપાન) વર્ણવો.
ઉત્તર:
ઘેટાંઓના વાળમાંથી સ્વેટર ગૂંથવા કે શાલ વણવા માટે વપરાતું ઊન મેળવવાની પ્રક્રિયાના વિવિધ તબક્કા (સોપાન) નીચે મુજબ છેઃ
સોપાન 1: કાતરણી (ઊન ઉતારવું) ઘેટાંઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી લેવાની પ્રક્રિયાને કાતરણી કહે છે. તે માટે વાળ કાપવા માટેના મશીનનો ઉપયોગ થાય છે.
સોપાન 2: ઘસવાની પ્રક્રિયાઃ ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. જેથી તેમાંથી ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય છે. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા મશીનો વડે થાય છે.
સોપાન ૩: વર્ગીકરણ ક્રિયા ઘસવાની પ્રક્રિયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે. ત્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે.
સોપાન 4: સૂકવણીઃ નાના રુવાંટીવાળા તંતુઓ જેને બર કહે છે, તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. પછી રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરી સૂકવવામાં આવે છે. હવે આ ઊનના રેસા દોરાઓ બનાવવા ઉપયોગમાં લેવાય છે.
સોપાન 5: રંગવાની ક્રિયા ઘેટા તથા બકરીના આ રેસા કાળા, કથ્થાઈ તથા સફેદ એમ જુદા રંગના હોય છે. આથી રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે.
સોપાન 6: કાંતવાની ક્રિયા ઊનના રેસાઓને સીધા કરવા તેને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન અને ટૂંકા રેસાઓને કાંતીને ઊનનું કાપડ વણવામાં લેવાય છે.
પ્રશ્ન 2.
રેશમના કીડાના ઉછેર દ્વારા રેશમના તાર અને રેશમનું કાપડ કેવી રીતે મેળવવામાં આવે છે તે સમજાવો.
ઉત્તરઃ
માદા રેશમનું પતંગિયું એક જ વારમાં અનેક ઈંડાં મૂકે છે. આ ઈંડાંઓને સાવધાનીથી કપડાંની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરવામાં આવે છે. પછી આ રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે.
રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજના વાતાવરણમાં સ્વાથ્યપદ અવસ્થામાં રાખે છે. ઈંડાંઓને એવા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિમ્ભ બહાર નીકળી આવે ત્યારે શેતૂરના ઝાડ પર નવાં પાંદડાં આવવાનો સમય થયો હોય. ડિલ્મ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત-દિવસ શેતૂરનાં પાંદડાં ખાઈને ખૂબ જ મોટા બની જાય છે. ડિમ્પને શેતૂરનાં તાજાં તોડેલાં પાંદડાં સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. 25થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની ટ્રેનાં નાનાં નાનાં ખાનાંઓમાં જતા રહે છે. ત્યાં રેશમના તાર વીંટી કોશેટો બનાવે છે. અહીં ટ્રેમાં નાનાં નાનાં કે ડાળીઓ રાખવામાં આવે છે, જેના પર કોશેટાઓ ચોંટી જાય છે.
કોશેટાઓને ઊકળતા પાણીમાં નાખવામાં આવે છે. આથી રેશમના તાર છૂટા પડી જાય છે. તેને કાંતીને રેશમના દોરા બનાવવામાં આવે છે અને વણીને રેશમનું કાપડ બનાવાય છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો રેશમના પતંગિયાંના જીવનચક્રની અવસ્થાઓ.
ઉત્તરઃ
રેશમનાં પતંગિયાંની જીવનચક્રની ચાર અવસ્થાઓ છે :
- ઈંડું
- ડિઝ્મ (રેશમની ઈયળ)
- યુપા
- રેશમનું પતંગિયું
- ઈંડું રેશમના પતંગિયાના જીવનચક્રની આ પ્રથમ અવસ્થા છે. માદ રેશમનું પતંગિયું શેતૂરનાં પાંદડાં પર ઈંડાં મૂકે છે.
- ડિલ્મઃ ઇંડું સેવાઈને તેમાંથી ડિઝ્મ (કેટરપિલર કે રેશમની ઈયળ) બહાર, આવે છે. તે શેતૂરનાં પાંદડાં ખાઈને ખૂબ મોટી થઈ જાય છે. 25થી 30 દિવસ સુધી શેતૂરનાં પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે અને સુષુપ્ત બની જાય છે.
- પ્યુપા સુષુપ્ત કેટરપિલર હવે ત્રીજી અવસ્થા(ડુડા)માં પ્રવેશે છે. તે પોતાના માથાને અંગ્રેજી “B’ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાનો સાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતાં સખત રેશમનો તાર બને છે. કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે યુપામાં રૂપાંતરિત થાય છે. તેના આ રેશમના તારના આવરણને કોશેટો કહે છે.
- રેશમનું પતંગિયું: યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે. કોશેટામાં યુપા વિકસી રેશમના પતંગિયા સ્વરૂપે તે કોશેટો તોડી બહાર આવે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
કયા કાપડના નાના ટુકડાને સળગાવવાથી પ્લાસ્ટિક બળતું હોય તેવી ગંધ આવે છે?
A. શુદ્ધ રેશમ
B. ઊન
C. કૃત્રિમ રેશમ
D. સુતરાઉ કાપડ
ઉત્તરઃ
C. કૃત્રિમ રેશમ
પ્રશ્ન 2.
રેશમનો કીડો (ઈયળ) બીજા કયા નામે ઓળખાય છે?
A. કોશેટો
B. યુપા
C. પતંગિયું
D. ડિમ્ભ
ઉત્તરઃ
D. ડિમ્ભ
પ્રશ્ન ૩.
મુગા એ શાની જાત છે?
A. ઊનની
B. રેશમની
C. શણની
D. ઘેટાંની
ઉત્તરઃ
B. રેશમની
પ્રશ્ન 4.
ઊનના ઉદ્યોગમાં ઊનનું વર્ગીકરણ કરનાર કારીગરને લોહીનો ઘાતક રોગ (સોર્ટર્સ રોગ) થવાની સંભાવના રહે છે. આ રોગ કયા બૅક્ટરિયાનો ચેપ લાગવાથી થાય છે?
A. ઍજોક્સ
B. સાલ્મોનેલ્લા
C. રાઈઝોબિયમ
D. લેક્ટોબેસિલસ
ઉત્તરઃ
A. ઍજોક્સ
પ્રશ્ન 5.
શેતૂરનું વૈજ્ઞાનિક નામ શું છે?
A. એપિસ ઇન્ડિકા
B. બોમ્બેક્સ મોરી
C. મસ્કા ડોમેસ્ટિકા
D. મોરસ આલ્બા
ઉત્તરઃ
D. મોરસ આલ્બા
પ્રશ્ન 6.
રેશમના ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે?
A. ચીન
B. ભારત
C. જાપાન
D. રશિયા
ઉત્તરઃ
A. ચીન