Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
પ્રશ્ન 1.
લીંબુનો રસ ક્યા પ્રકારનો પદાર્થ છે?
A. ઍસિડ
B. બેઇઝ
C. તટસ્થ
D. ક્ષાર
ઉત્તરઃ
ઍસિડ
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયું ઍસિડનું (ઍસિડિક) દ્રાવણ છે?
A. ધોવાના સોડાનું દ્રાવણ
B. બેકિંગ સોડાનું દ્રાવણ
C. આમલીનું દ્રાવણ
D. ખાંડનું દ્રાવણ
ઉત્તરઃ
આમલીનું દ્રાવણ
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું બેઇઝનું (બેઝિક) દ્રાવણ છે?
A. સાબુનું દ્રાવણ
B. આમલીનું દ્રાવણ
C. મીઠાનું દ્રાવણ
D. ગ્યુકોઝનું દ્રાવણ
ઉત્તરઃ
સાબુનું દ્રાવણ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?
A. ચૂનાનું દ્રાવણ
B. બેકિંગ સોડાનું દ્રાવણ
C. વિનેગરનું દ્રાવણ
D. ખાંડનું દ્રાવણ
ઉત્તરઃ
ખાંડનું દ્રાવણ
પ્રશ્ન 5.
નીચેના પૈકી ક્યો પદાર્થ ક્ષાર છે?
A. વિનેગર
B. સોડિયમ હાઇડોક્સાઇડ
C. મીઠું
D. ચૂનો
ઉત્તરઃ
મીઠું
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો ઍસિડિક પદાર્થ નથી?
A. વિનેગર
B. નારંગીનો રસ
C. આમળાં
D. ખાવાનો સોડા
ઉત્તરઃ
ખાવાનો સોડા
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી?
A. સાબુ
B. ચૂનો
C. ધોવાનો સોડા
D. વિનેગર
ઉત્તરઃ
વિનેગર
પ્રશ્ન 8.
લૂકોઝ કયા પ્રકારનો પદાર્થ છે?
A. બેઈઝ
B ક્ષાર
C. ઍસિડ
D. તટસ્થ
ઉત્તરઃ
તટસ્થ
પ્રશ્ન 9.
તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતાં ફિનોલ્ફથેલીનનાં દ્રાવણનું શું કાર્ય છે?
A. ઍસિડ તરીકેનું
B. બેઇઝ તરીકેનું
C. ક્ષાર તરીકેનું
D. સૂચક તરીકેનું
ઉત્તરઃ
સૂચક તરીકેનું
પ્રશ્ન 10.
ઍસિડ કયા લિટમસપત્રનું રંગપરિવર્તન કરે છે?
A. ભૂરા લિટમસપત્રનું
B. લાલ લિટમસપત્રનું
C. બંને લિટમસપત્રનું
D. બંનેમાંથી એકેય લિટમસપત્રનું નહિ
ઉત્તરઃ
ભૂરા લિટમસપત્રનું
પ્રશ્ન 11.
ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે?
A. સોડિયમ કાર્બોનેટ
B. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
C. સોડિયમ ક્લોરાઈડ
D. સોડિયમ હાઇડ્રોક્સાઇડ
ઉત્તરઃ
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
પ્રશ્ન 12.
નીચેના પૈકી પ્રતિ ઍસિડ (એન્ટાસિડ) પદાર્થ કયો છે?
A. લીંબુનો રસ
B. મીઠું
C. મિલ્ક ઑફ મૅગ્નેશિયા
D. દહીં
ઉત્તરઃ
મિલ્ક ઑફ મૅગ્નેશિયા
પ્રશ્ન 13.
જાસૂદના ફૂલનું સૂચક બેઇઝ સાથે કયો રંગ આપે છે?
A. લાલ
B. પીળો
C. ઍજેન્ટા
D. લીલો
ઉત્તરઃ
લીલો
પ્રશ્ન 14.
નીચેના પૈકી કયું સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે?
A. હળદર
B. લિટમસનું દ્રાવણ
C. ફિનોલ્ફથેલીન
D. આપેલ તમામ
ઉત્તરઃ
ફિનોલ્ફથેલીન
પ્રશ્ન 15.
જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ ઍસિડ કયો છે?
A. સાઈટ્રિક ઍસિડ
B. હાઇડ્રોક્લોરિક ઍસિડ
C. ફૉર્મિક એસિડ
D. ઍસિટિક ઍસિડ
ઉત્તરઃ
હાઇડ્રોક્લોરિક ઍસિડ
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
જે પદાર્થ ભીના લાલ લિટમસપત્રને ભૂરું બનાવે તે પદાર્થ સ્વભાવે ……….. પદાર્થ હોય છે.
ઉત્તર:
બેઝિક
પ્રશ્ન 2.
ખાટા પદાર્થો મોટે ભાગે ……….. પદાર્થો હોય છે.
ઉત્તર:
ઍસિડિક
પ્રશ્ન 3.
દહીંમાં ………. ઍસિડ રહેલો છે.
ઉત્તર:
લેક્ટિક
પ્રશ્ન 4.
ફિનોલ્ફથેલીન બેઇઝના દ્રાવણ સાથે ………… રંગ આપે છે.
ઉત્તર:
ગુલાબી
પ્રશ્ન 5.
ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને ………. કહે છે.
ઉત્તર:
તટસ્થીકરણ
પ્રશ્ન 6.
ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે …… અને ……. ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ક્ષાર, પાણી
પ્રશ્ન 7.
પાલકની ભાજીમાં ……… ઍસિડ રહેલો છે.
ઉત્તર:
ઑક્ઝલિક
પ્રશ્ન 8.
……… એન્ટાસિડ તરીકે વપરાય છે.
ઉત્તર:
મિલ્ક ઑફ મૅગ્નેશિયા
પ્રશ્ન 9.
કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ………. છે.
ઉત્તર:
ઝિક કાર્બોનેટ
પ્રશ્ન 10.
ઍસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ……… ઉમેરે છે.
ઉત્તર:
કળીચૂનો
પ્રશ્ન 11.
ચૂનાના નીતર્યા પાણીનું રાસાયણિક નામ …….. છે.
ઉત્તર:
કૅલ્શિયમ હાઇડ્રોક્સાઈડ
પ્રશ્ન 12.
જાસૂદના ફૂલનું સૂચક ઍસિડિક દ્રાવણમાં …………………. રંગ આપે છે.
ઉત્તર:
મેજેન્ટા (ઘેરો ગુલાબી),
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભીના ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તેવા પદાર્થને શું કહે છે?
ઉત્તરઃ
ઍસિડિક
પ્રશ્ન 2.
ક્યા પદાથોં લિટમસપત્ર પર અસર કરતાં નથી?
ઉત્તરઃ
તટસ્થ
પ્રશ્ન 3.
દહીં એ ઍસિડ, બેઈઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે?
ઉત્તરઃ
ઍસિડ
પ્રશ્ન 4.
કૉસ્ટિક સોડા (સોડિયમ હાઈડ્રોક્સાઈડ) એ ઍસિડ, બેઇઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે?
ઉત્તરઃ
બેઇઝ
પ્રશ્ન 5.
વિનેગરમાં કયો ઍસિડ રહેલો છે?
ઉત્તરઃ
ઍસિટિક ઍસિડ
પ્રશ્ન 6.
લીંબુના રસમાં કયો ઍસિડ રહેલો છે?
ઉત્તરઃ
સાઈટ્રિક ઍસિડ
પ્રશ્ન 7.
આમલીમાં કયો ઍસિડ રહેલો છે?
ઉત્તરઃ
ટાટરિક ઍસિડ
પ્રશ્ન 8.
સોડિયમ હાઈડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોલ્ફથેલીનનાં બે-ત્રણ ટીપાં નાખતાં દ્રાવણ કેવા રંગનું બને છે?
ઉત્તરઃ
ગુલાબી
પ્રશ્ન 9.
હળદરપત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે?
ઉત્તરઃ
લાલ
પ્રશ્ન 10.
કીડી કરડે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે?
ઉત્તરઃ
ફૉર્મિક ઍસિડ
પ્રશ્ન 4.
નીચેનાનાં બે-બે ઉદાહરણ આપોઃ
પ્રશ્ન 1.
કુદરતમાં મળતા ઍસિડ
ઉત્તરઃ
લીંબુનો રસ, આમલીનો રસ
પ્રશ્ન 2.
પ્રયોગશાળામાં વપરાતા ઍસિડો
ઉત્તરઃ
હાઇડ્રોક્લોરિક ઍસિડ, સક્યુરિક ઍસિડ
પ્રશ્ન 3.
કુદરતી પદાર્થોમાંથી મળતાં સૂચકો
ઉત્તરઃ
હળદર, જાસૂદનું ફૂલ
પ્રશ્ન 4.
રાસાયણિક સૂચકો
ઉત્તરઃ
ફિનોથેલીન, મિથાઈલ ઑરેન્જ
પ્રશ્ન 5.
પ્રયોગશાળામાં વપરાતા બેઇઝ
ઉત્તરઃ
સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH), પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ (KOH)
પ્રશ્ન 6.
રોજિંદા જીવનમાં વપરાતા બેઝિક પદાર્થો
ઉત્તરઃ
ભીંજવેલો ચૂનો, ધોવાનો સોડા
પ્રશ્ન 7.
લિટમસપત્ર પ્રત્યે તટસ્થ પદાર્થો
ઉત્તરઃ
મીઠું, ખાંડ
પ્રશ્ન 8.
રસોઈમાં વપરાતા ક્ષાર
ઉત્તરઃ
મીઠું, ખાવાનો સોડા
પ્રશ્ન 5.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
આમળાં અને ખાટાં ફળોમાં વિટામિન C હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
વિટામિન C એ રાસાયણિક રીતે ઍસ્કોર્બિક ઍસિડ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
ફિનોલ્ફથેલીન એ કુદરતી સૂચક તરીકે વપરાતો પદાર્થ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
લિટમસ લાઈકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ચૂનાનું નીતર્યું પાણી લિટમસપત્ર પ્રત્યે તટસ્થ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
મિલ્ક ઑફ મૅગ્નેશિયા ઍસિડ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
ધોવાનો સોડા એક પ્રકારનો ક્ષાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
બધા જ ક્ષારો લિટમસપત્ર પ્રત્યે તટસ્થ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
જાસૂદના પુષ્પની પાંદડીઓમાંથી બનાવેલ સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
આપણા જઠરમાં આવેલા જઠરરસમાં હાઇડ્રોક્લોરિક ઍસિડ હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
જઠરમાં વધુ પડતો ઍસિડ ઉત્પન્ન થવાને કારણે થતી પીડામાં (ઍસિડિટીમાં) રાહત મેળવવા ઍન્ટાસિડ પદાર્થો લેવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
કીડીના ડંખમાં ઑક્ઝલિક ઍસિડ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 13.
ઍસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કળીચૂનો ઉમેરવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 14.
ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે છતાં તે બેઝિક ગુણો ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 15.
ખાંડ અને ડ્યુકોઝ લિટમસપત્ર પ્રત્યે તટસ્થ છે છતાં તેઓ ક્ષાર નથી.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
બેઇઝ સ્વાદ અને સ્પર્શે કેવા હોય છે?
ઉત્તરઃ
બેઇઝ સ્વાદે તૂરા અને સ્પર્શે ચીકણા હોય છે.
પ્રશ્ન 2.
સૂચકો એટલે શું?
ઉત્તરઃ
આપેલ પદાર્થ ઍસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા વપરાતા પદાર્થોને સૂચકો કહે છે.
પ્રશ્ન ૩.
કુદરતી રીતે મળતાં સૂચકોનાં ત્રણ નામ આપો.
ઉત્તર:
કુદરતી રીતે મળતાં સૂચકો હળદર, લિટમસ અને જાસૂદના પુષ્પની પાંદડીઓ છે.
પ્રશ્ન 4.
પ્રયોગશાળામાં તટસ્થીકરણની પ્રક્રિયા કરતી વખતે વપરાતાં બે સૂચકોનાં નામ જણાવો.
ઉત્તર:
પ્રયોગશાળામાં તટસ્થીકરણ માટે વપરાતાં બે સૂચકો ફિનોલ્ફથેલીન અને મિથાઇલ ઑરેન્જ છે.
પ્રશ્ન 5.
લિટમસ શામાંથી મળે છે?
ઉત્તરઃ
લિટમસ લાઈકેન નામની વનસ્પતિના નિષ્કર્ષણથી મળે છે.
પ્રશ્ન 6.
ઍસિડની લિટમસપત્ર પરની અસર જણાવો.
ઉત્તરઃ
ઍસિડ ભીના ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસપત્ર પર અસર કરતો નથી.
પ્રશ્ન 7.
બેઇઝની લિટમસપત્ર પરની અસર જણાવો.
ઉત્તરઃ
બેઇઝ ભીના લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે, પરંતુ ભૂરા લિટમસપત્ર પર અસર કરતો નથી.
પ્રશ્ન 8.
ધોવાના સોડાની લિટમસપત્ર પરની અસર જણાવો.
ઉત્તરઃ
ધોવાના સોડા લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
પ્રશ્ન 9.
મીઠાના દ્રાવણની લિટમસપત્ર પરની અસર જણાવો.
ઉત્તર:
મીઠાના દ્રાવણની લિટમસપત્ર પર કોઈ અસર થતી નથી. તે લિટમસપત્ર પ્રત્યે તટસ્થ છે.
પ્રશ્ન 10.
કપડાં પર પડેલ હળદરના ડાઘ પર સાબુ લગાડતાં શું થાય છે?
ઉત્તરઃ
કપડાં પર પડેલ હળદરના ડાઘ પર સાબુ લગાડતાં તે લાલ રંગનો બને છે.
પ્રશ્ન 11.
કળીચૂનાનું રાસાયણિક નામ જણાવો.
ઉત્તરઃ
કળીચૂનાનું રાસાયણિક નામ કૅલ્શિયમ ઑક્સાઈડ છે.
પ્રશ્ન 12.
ભીંજવેલા ચૂનાનું રાસાયણિક નામ જણાવો.
ઉત્તરઃ
ભીંજવેલા ચૂનાનું રાસાયણિક નામ કૅલ્શિયમ હાઇડ્રોક્સાઈડ છે.
પ્રશ્ન 13.
વૉશિંગ સોડા(ધોવાના સોડા)નું રાસાયણિક નામ જણાવો.
ઉત્તરઃ
વૉશિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે.
પ્રશ્ન 14.
મીઠાનું રાસાયણિક નામ જણાવો.
ઉત્તરઃ
મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઈડ છે.
પ્રશ્ન 15.
મિલ્ક ઑફ મૅગ્નેશિયાનું રાસાયણિક નામ જણાવો.
ઉત્તરઃ
મિલ્ક ઑફ મૅગ્નેશિયાનું રાસાયણિક નામ મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે.
પ્રશ્ન 16.
તટસ્થીકરણ પ્રક્રિયાનું એક રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તરઃ
પ્રશ્ન 17.
તટસ્થીકરણની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
ઍસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
પ્રશ્ન 18.
લિટમસપત્રનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
આપેલ દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તેની કસોટી કરવા માટે લિટમસપત્ર ઉપયોગી છે.
પ્રશ્ન 19.
ઍસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી કયા પદાર્થો ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
ઍસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 20.
કારખાનાંઓના ઍસિડિક કચરાને જળાશયમાં વહન કરવામાં આવે તો શું થાય?
ઉત્તરઃ
કારખાનાંઓના ઍસિડિક કચરાને જળાશયમાં વહેવડાવી દેવાથી જળાશયમાં રહેતી માછલીઓ અને અન્ય સજીવોનો નાશ થાય છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઍસિડના ગુણધર્મો જણાવો. તેનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ઍસિડના ગુણધર્મો
- તે સ્વાદે ખાટા હોય છે.
- તે ભૂરા (વાદળી) લિટમસપત્રને લાલ બનાવે છે.
- તે બેઈઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે.
ઉદાહરણઃ હાઈડ્રોક્લોરિક ઍસિડ, સફ્યુરિક ઍસિડ, લીંબુનો રસ.
પ્રશ્ન 2.
બેઈઝના ગુણધર્મો જણાવો. તેનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
બેઈઝના ગુણધર્મો
- તે સ્વાદે તૂરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે.
- તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
- તે ઍસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે.
ઉદાહરણ: સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઈડ.
પ્રશ્ન 3.
લિટમસ વિશે ટૂંકમાં સમજ આપો.
ઉત્તરઃ
કુદરતી સૂચક તરીકે લિટમસનો ઉપયોગ વધુ થાય છે. લાઈકેનમાંથી નિષ્કર્ષણ કરીને લિટમસ મેળવાય છે. નિયંદિત પાણીમાં બનાવેલ લિટમસનું દ્રાવણ જાંબલી રંગનું હોય છે. તે ઍસિડ સાથે લાલ રંગ અને બેઇઝ સાથે ભૂરો રંગ આપે છે. લિટમસના દ્રાવણને ફિલ્ટર પેપર કે શાહીચૂસ કાગળ પર લગાડીને સૂકવીને લિટમસપત્રરૂપે મેળવાય છે. લિટમસપત્ર બે પ્રકારે મળે છેઃ
- ભૂર લિટમસપત્ર અને
- લાલ લિટમસપત્ર.
પ્રશ્ન 4.
તટસ્થ પદાર્થો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
જે પદાર્થો ભીના ભૂરા લિટમસપત્રને લાલ બનાવતા નથી તેમજ ભીના લાલ લિટમસપત્રને ભૂરું બનાવતા નથી, તે પદાર્થો ઍસિડિક કે બેઝિક હોતાં નથી. આવા પદાર્થો જે લિટમસપત્રો પર કોઈ અસર કરતાં નથી તેમને તટસ્થ પદાથોં કહે
મીઠું, સુરોખાર, લૂકોઝ, ખાંડ વગેરે તટસ્થ પદાર્થો છે. મીઠું અને સુરોખાર ક્ષાર છે, જ્યારે લૂકોઝ અને ખાંડ ક્ષાર નહિ હોવા છતાં તટસ્થ પદાર્થો છે.
પ્રશ્ન 5.
બધા જ ક્ષાર લિટમસપત્ર પ્રત્યે તટસ્થ હોતાં નથી સમજાવો.
ઉત્તર:
ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે. તેઓ પ્રબળ બેઇઝ અને નિર્બળ ઍસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઇઝનો ગુણધર્મ રહેલો છે. આથી તેઓ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. આમ, તેઓ લિટમસપત્ર પ્રત્યે તટસ્થ નથી. તેથી કહી શકાય કે બધા જ ક્ષાર લિટમસપત્ર પ્રત્યે તટસ્થ હોતાં નથી. .
પ્રશ્ન 6.
આપેલું દ્રાવણ ઍસિડ છે કે બેઇઝ તે કઈ રીતે જાણી શકાય?
ઉત્તરઃ
જે દ્રાવણ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે અને લાલ લિટમસપત્ર પર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ ઍસિડ કહેવાય.
જે દ્રાવણ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસપત્ર પર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ બેઈઝ કહેવાય.
પ્રશ્ન 7.
ક્ષાર એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે.
સોડિયમ ક્લોરાઇડ (મીઠું) અને સુરોખાર (પોટેશિયમ નાઈટ્રેટ) ક્ષાર છે. તે બને ક્ષાર લિટમસપત્ર પર અસર કરતાં નથી, તેથી તે તટસ્થ પદાર્થો પણ છે.
યાદ રાખો બધા જ ક્ષાર તટસ્થ પદાર્થો હોતાં નથી તેમજ બધા તટસ્થ પદાથો ક્ષાર હોતાં નથી.
પ્રશ્ન 8.
નીચેના કુદરતી પદાર્થોમાં કયો ઍસિડ છે તે જણાવો ?
વિનેગર, લીંબુનો રસ, નારંગીનો રસ, આમલી, દ્રાક્ષ, કાચી કેરી, પાલકની ભાજી, દહીં, સફરજન, આમળાં.
ઉત્તર:
પ્રશ્ન 9.
નીચેના પદાર્થોમાં કયો બેઈઝ / બેઝિક પદાર્થ રહેલો છે તે જણાવો?
ભીંજવેલો ચૂનો, સાબુ, મિલ્ક ઑફ મૅગ્નેશિયા, વિન્ડો ક્લિનર, ખાવાનો સોડા, ધોવાનો સોડા.
ઉત્તરઃ
પ્રશ્ન 10.
અપચો કે ઍસિડિટીમાં તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ સમજાવો.
ઉત્તરઃ
જઠરમાં હાઇડ્રોક્લોરિક ઍસિડનો સ્ત્રાવ થાય છે. જો જઠરમાં આ ઍસિડનું પ્રમાણ વધે તો જઠરની દીવાલ પર જલન થાય છે. આને પરિણામે અપચો કે ઍસિડિટી થાય છે. ઍસિડને તટસ્થ કરવા બેઝિક પદાર્થ મિલ્ક ઑફ મૅગ્નેશિયા પ્રતિઍસિડ (antacid) તરીકે લેવામાં આવે છે. આથી ઍસિડની અસર ઓછી થાય છે અને અપચો કે ઍસિડિટીમાં રાહત મળે છે.
પ્રશ્ન 11.
કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો.
ઉત્તર:
કીડી ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફૉર્મિક ઍસિડ. દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી ઍસિડને તટસ્થ કરે છે. પરિણામે કીડીના ડંખની પીડામાંથી રાહત રહે છે.
પ્રશ્ન 12.
જમીનની માવજતમાં તટસ્થીકરણ પ્રક્રિયાનો ઉપયોગ સમજાવો.
ઉત્તરઃ
વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. આથી જમીન ઍસિડિક કે બેઝિક બને છે. વધુ પડતી ઍસિડિક કે બેઝિક જમીનમાં પાક સારો ઊગતો નથી. જો જમીન ઍસિડિક હોય, તો તેમાં કળીચૂનો (કેલ્શિયમ ઑક્સાઇડ) જેવા બેઝિક પદાર્થો ઉમેરી તેને તટસ્થ કરવામાં આવે છે. જો જમીન બેઝિક હોય, તો તેમાં જિસમ જેવા ઍસિડિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે. આમ, જમીનનું બંધારણ સુધારવા તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 2.
તફાવતના બે મુદ્દા આપોઃ
(1) ઍસિડ અને ક્ષાર
(2) બેઇઝ અને ક્ષાર
ઉત્તરઃ
(1) ઍસિડ |
ક્ષાર |
1. તે સ્વાદે ખાટા હોય છે. | 1. તે સ્વાદે ખારા કે તૂરા હોય છે. |
2. તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે. | 2. તે મોટે ભાગે લાલ કે ભૂરા લિટમસપત્ર પર કોઈ અસર કરતા નથી. |
(2) બેઇઝ |
ક્ષાર |
1. તે સ્પર્શે ચીકણા હોય છે. | 1. તે સ્પર્શે ચીકણા હોતા નથી. |
2. તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે. | 2. તે મોટે ભાગે લાલ કે ભૂરા લિટમસપત્ર પર કોઈ અસર કરતા નથી. |
પ્રશ્ન 3.
નીચેના પદાર્થોનું ઍસિડિક, બેઝિક અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો:
નારંગીનો રસ, દહીં, સાબુ, મીઠું, લીંબુનો રસ, બેકિંગ સોડા, સુરોખાર, વિનેગર, ખાંડ, મિલ્ક ઑફ મૅગ્નેશિયા, લૂકોઝ, ધોવાનો સોડા, આમલીનું પાણી, નિયંદિત પાણી, ભીંજવેલો ચૂનો.
ઉત્તરઃ
ઍસિડિક પદાર્થો: નારંગીનો રસ, દહીં, લીંબુનો રસ, વિનેગર, આમલીનું પાણી.
બેઝિક પદાર્થોઃ સાબુ, બેકિંગ સોડા, મિલ્ક ઑફ મૅગ્નેશિયા, ધોવાનો સોડા, ભીંજવેલો ચૂનો.
તટસ્થ પદાર્થોઃ મીઠું, સુરોખાર, ખાંડ, ગ્યુકોઝ, નિયંદિત પાણી.
(C) વિસ્તૃત પ્રસ્તઃ
* નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરોઃ
ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
સાધનોઃ કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, ડ્રૉપર.
પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ, મંદ સોડિયમ હાઈડ્રોક્સાઇડનું દ્રાવણ, ફિનોલ્ફથેલીન.
આકૃતિઃ
પદ્ધતિઃ
- એક કસનળી લો.
- ડ્રૉપરની મદદથી તેમાં મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો.
- હવે કસનળીમાં બે-ત્રણ ટીપાં ક્નિોલ્ફથેલીન ઉમેરો.
- હળવેથી કસનળી હલાવો. દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહિ.
- હવે મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડવાળી કસનળીમાં ડ્રૉપર વડે મંદ સોડિયમ હાઈડ્રોક્સાઇડના દ્રાવણનું એક-એક ટીપું ઉમેરતાં જાઓ અને કસનળીને હલાવતા રહો.
- જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઈડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો.
- આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસપત્રો દાખલ કરી અવલોકન કરો.
અવલોકન: કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસપત્રો પર અસર થતી નથી.
નિર્ણયઃ ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી ઍસિડ અને બેઇઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો ક્ષાર છે, પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી?
A. બેકિંગ સોડા
B. મીઠું
C. ખાંડ
D. આમલી
ઉત્તર:
A. બેકિંગ સોડા
પ્રશ્ન 2.
બેઇઝ કયા લિટમસપત્રનું રંગપરિવર્તન કરે છે?
A. ભૂરા લિટમસપત્રનું
B. લાલ લિટમસપત્રનું
C. બંને લિટમસપત્રોનું
D. બંનેમાંથી એકેય લિટમસપત્રનું નહિ
ઉત્તર:
B. લાલ લિટમસપત્રનું
પ્રશ્ન 3.
નીચેના પૈકી શાનો ઉપયોગ ઍસિડિટીની દવામાં થઈ શકે છે?
A. ખાવાનો સોડા
B. કૉસ્ટિક સોડા
C. મીઠું
D. ફિનોલ્ફથેલીન
ઉત્તર:
A. ખાવાનો સોડા
પ્રશ્ન 4.
જાસૂદનાં ફૂલમાંથી બનાવેલું સૂચક બેઇઝમાં કયો રંગ આપે છે?
A. ગુલાબી
B. લાલ
C. વાદળી
D. લીલો
ઉત્તર:
D. લીલો
પ્રશ્ન 5.
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી?
A. ઍસિડની લાલ લિટમસપત્ર પર અસર થતી નથી.
B. ચૂનાનું નીતયું પાણી હળદરપત્રને લાલ બનાવે છે.
C. જાસૂદનાં ફૂલનું સૂચક ઍસિડમાં ઘેરો ગુલાબી રંગ આપે છે.
D. બેઇઝ લાલ લિટમસપત્રને ભૂરા અને ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે.
ઉત્તર:
D. બેઇઝ લાલ લિટમસપત્રને ભૂરા અને ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે.
પ્રશ્ન 6.
તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી?
A. ક્ષાર
B. પાણી
C. ખાંડ
D. ઍસિડ
ઉત્તર:
C. ખાંડ