GSEB Class 7 Social Science Notes Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

This GSEB Class 7 Social Science Notes Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો covers all the important topics and concepts as mentioned in the chapter.

પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો Class 7 GSEB Notes

→ સૂર્યમંડળના એકમાત્ર પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ધ્રુવો પાસે તે સહેજ ચપટી છે.

→ પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે.

→ પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને “ભૂકવચ’ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે.

→ ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘સિલિકા’ અને “ઍલ્યુમિના’ જેવાં ખનીજોની બનેલ છે. તેથી તેને “સિયાલ” (સિ-સિલિકા અને ઍલ-ઍલ્યુમિના) કહેવામાં આવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

→ સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા’ અને “મૅગ્નેશિયમ જેવાં ખનીજોનો બનેલ છે. તેથી તેને સિમાસિ (SI)-સિલિકા અને મા (MA)-મૅગ્નેશિયમ કહેવામાં આવે છે.

→ સિમાની નીચેનો સ્તર “મૅન્ટલ” છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે.

→ પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર “ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે.

→ પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે. તેથી તેને “નિફે’ (નિ-નિકલ અને ફે-ફેરસ) કહેવામાં આવે છે.

→ જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્મા (Magma) – (ભૂરસ) આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્સા ઠંડો પડતાં જે ખડકો બને છે તેને “અગ્નિકૃત ખડકો’ કહે છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છેઃ (1) બાહ્ય અગ્નિકૃત ખડકો અને (2) આંતરિક અગ્નિકૃત ખડકો.

→ જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મૅગ્મા-ભૂરસ-લાવારસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્સા ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો’ કહેવાય છે. બેસાલ્ટ આ પ્રકારનો ખડક છે.

→ પ્રવાહી મૅગ્સા (Magma) – ભૂરસ ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ રીતે બનેલ નક્કર ખડકો ‘આંતરિક અગ્નિકૃત ખડકો’ કહેવાય છે. ગ્રેનાઈટ આ પ્રકારનો ખડક છે.

→ ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે અને પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને – નક્કર ખડકના સ્તર બનાવે છે જેને પ્રસ્તર ખડકો’ કહે છે.

→ પ્રસ્તર ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે. જે “જીવાશ્મિ’ બને છે.

→ અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતર પામતા “રૂપાંતરિત ખડકો બને છે. દષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર આરસપહાણમાં ફેરવાઈ જાય છે. → કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. આમ, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને “ખડકચક્ર – કહેવામાં આવે છે.

→ ખડકોમાંથી પ્રાપ્ત થતા અને ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થોને ખનીજો’ કહે છે.

→ કોલસો, ખનીજતેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનીજોનો ઉપયોગ ઈંધણ (બળતણ) તરીકે થાય છે.

→ ભૂતકતી(પ્લેટ)ની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં ઉત્પન્ન થાય છે તેને “આંતરિક બળ’ . (ઇન્ડોજેનિક ફોર્સ) અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન “થાય છે તેને બાહ્ય બળ” (એક્સોજેનિક ફોર્સ) કહે છે.

→ પૃથ્વીના આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે જ્વાળામુખી અને ભૂકંપ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે.

→ પૃથ્વી સપાટીમાં આવેલ છિદ્ર કે ફાટ મારફત પૃથ્વીના પેટાળ નીચે આવેલા લાવા, ગરમ વાયુઓ, ખડકના ટુકડા, રાખ, વરાળ વગેરે ખૂબ અતિવેગ સાથે પૃથ્વીની ઉપરની તરફ ધસી આવે છે તે ક્રિયા કે ઘટનાને “જ્વાળામુખી (વિસ્ફોટ)’ કહે છે.

→ મૃદાવરણીય ભૂતકતી(પ્લેટ)ની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે. આ કંપનને “ભૂકંપ’ કહે છે.

→ ભૂકવચની નીચે જે સ્થળ કે જ્યાંથી મોજાંના કંપનની શરૂઆત થાય છે તે સ્થળને ‘ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર’ કહે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને ‘અધિકેન્દ્ર (નિર્ગમન કેન્દ્ર)’ કહે છે.

→ પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રનાં મોજાં વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનારાં પરિબળો છે. નદી, હિમનદી, પવન, સમુદ્રનાં મોજાં વગેરે ગતિશીલ પરિબળો તેમના વહનમાર્ગમાં આવતા ભૂમિભાગોને ઘસે છે અથવા તોડે છે. આ પ્રક્રિયાને “ઘસારણ” કહે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

→ ઘસારણ દ્વારા ખડકોમાંથી છૂટાં પડેલાં દ્રવ્યોને નદી, હિમનદી, સમુદ્રનાં મોજાં, પવન વગેરે ગતિશીલ પરિબળો તેમના પ્રવાહ કે વેગમાં ઘસડી જાય છે. માર્ગમાં એ પરિબળોની બોરવહનશક્તિ મંદ પડતાં એ દ્રવ્યો જમીન સપાટી પર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપો બનાવે છે. અમેદાનપ્રદેશમાં નદીના કિનારાના જે ભાગમાં વહનબોજનો ભારે જમાવ થઈ જાય ત્યાંથી નદીનો પ્રવાહ સ્વાભાવિક રીતે જ વળાંક લે છે. નદીના આ મોટા વળાંકોને “સર્પાકાર વહનમાર્ગ કહે છે. મોટી નદીમાં વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે બંને કિનારાની આજુબાજુ નદી, કાંપ અને અન્ય પદાર્થોથી સમતલ વિશાળ મેદાન બનાવે છે, જેને “પૂરનું મેદાન’ કહે છે.

→ નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને “કુદરતી તટબંધ” કહે છે.

→ સમુદ્રના મોજાં ખડકો સાથે સતત ટકરાતાં તેમાં તિરાડો પડે છે. સમય જતાં તે તિરાડો મોટી અને પહોળી બને છે, જેને “સમુદ્રીગુફા’ કહે છે.

→ સમુદ્રનાં મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટેક’ કહે છે.

→ હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. તે ઘસારણ દ્વારા યુ” આકારની ખીણો બનાવે છે. તે ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલાં કોતરોમાં પાણી ભરાઈ સરોવર(ટાન)નું નિર્માણ કરે છે. હિમનદી નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત કરી ટેકરી જેવા ડ્રમલિન’ (Drumlin) ભૂમિસ્વરૂપની રચના કરે છે.

→ રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને વધુ અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને “ભૂછત્ર ખડકી કહે છે.

→ રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઊડીને આવેલી રેતી જમીનસપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને “રેતીના હૂવા (બારખન્સ) કહે છે.

→ જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે, જેને “લૉએસનું મેદાન’ (Loess Plain) કહેવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published.