GSEB Class 7 Social Science Notes Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

This GSEB Class 7 Social Science Notes Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો covers all the important topics and concepts as mentioned in the chapter.

પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો Class 7 GSEB Notes

→ પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર કુદરતી પર્યાવરણને લીધે માનવજીવન ધબકતું રહે છે.

→ પર્યાવરણ શબ્દ “પરિ’ અને ‘આવરણ” એ બે શબ્દોનો બનેલો છે. “પરિ’ એટલે ચારે તરફનું અને “આવરણ’ એટલે આચ્છાદન અથવા પડ. આમ, પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. → પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો આ પ્રમાણે છેઃ

  • મૃદાવરણ,
  • જલાવરણ,
  • વાતાવરણ અને
  • જીવાવરણ.

→ પૃથ્વીની સપાટી પરના ઘન આવરણને મૃદાવરણ’ કહે છે. મૃદાવરણ ખનીજો, ખડકો અને માટીનું બનેલું છે.

→ મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે અનેક ભૂમિસ્વરૂપો જોવા મળે છે.

→ મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન; વનસ્પતિ અને ખેતી માટે જમીન; પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્ત્રોત પૂરા પાડે છે. આ રીતે મૃદાવરણ ઉપયોગી છે. →પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને “જલાવરણ’ કહે છે. પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે.

GSEB Class 7 Social Science Notes Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

→ જલાવરણમાં મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. મહાસાગરો સંસાધનોના ભંડાર છે. પાણી સજીવ સૃષ્ટિ માટે પ્રાણ ગણાય છે.

→ પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે.

→ વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે.

→ વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે.

→ અવાજ અને પ્રકાશનાં મોજાં વાતાવરણમાં પરિવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછાં ફરે છે. આથી રેડિયો, ટેલિવિઝન
અને મોબાઇલનાં પ્રસારણો શક્ય બને છે.

→મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને “જીવાવરણ’ કહે છે.

→ જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે.

→ પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે. કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ.

→ કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો છેઃ જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે.

→ માનવે પોતાના બુદ્ધિકૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. તેના પરિણામસ્વરૂપે રચાયેલી તમામ બાબતોનો સમાવેશ માનવનિર્મિત પર્યાવરણમાં થાય છે.

→ આદિકાળમાં મનુષ્યનું જીવન સરળ હતું. તેની જરૂરિયાતો મર્યાદિત હતી. તે પોતાની આસપાસના પર્યાવરણમાંથી બધી જરૂરિયાતો મેળવી લેતો હતો. સમય જતાં માનવીની જરૂરિયાતોમાં વધારો થયો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરી, તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ચક્ર, ખેતી અને પશુપાલનની શોધોએ તેમજ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉત્પાદન વધ્યું. માનવનિર્મિતિ પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવામાં આવે છે.

→ પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે :

  • પૅસિફિક
  • ઍટલૅટિક
  • હિંદ અને
  • આટિક

→ હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ, ઝરણાં વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે.

→ સમુદ્રનાં મોજાં મુખ્યત્વે પવનો, વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે.

→ સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી, ભૂકંપ થવાથી કે ભૂઅલન થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને વિનાશક મોજાં ઉદ્ભવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

→ સમુદ્રોનાં પાણી દિવસમાં બે વખત ઊંચે ચઢે છે અને નીચે ઊતરે છે. સમુદ્રોનાં પાણી ઊંચે ચઢે તેને “ભરતી’ અને નીચે ઊતરે તેને “ઓટ’ કહે છે.

→બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે.

→સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી-ઓટ થાય છે.

→ અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે અને સુદ તથા વદના મધ્યના દિવસોએ (સાતમ-આઠમના દિવસોએ) નાની ભરતી આવે છે.

→ સૂર્યની ગરમી, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર પરિબળોને કારણે સમુદ્રના પ્રવાહો ઉદ્ભવે છે.

→ મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય તેને “સમુદ્રી પ્રવાહ કહે છે.

→ સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે અને ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે.

→ પર્યાવરણના બધા ઘટકોમાં માનવી કેન્દ્રસ્થાને છે. પર્યાવરણના ઘટકો કેટલાંક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. એ ભૌતિકચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે.

→ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ.

→ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને “પ્રદૂષક’ કહે છે.

→માનવવિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ આ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે.

→ વિવિધ કારણોસર ભૂમિ – જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને “ભૂમિ-પ્રદૂષણ” કહે છે.

→ બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત પાણીને “જળ-પ્રદૂષણ કહે છે.

→ ઉદ્યોગો, મિલો, કારખાનાં, તાપવિદ્યુતમથકો વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે ત્યારે તેને હવાપ્રદૂષણકહે છે.

→ હવામાં ઊડતા બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનૉક્સાઈડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયૉક્સાઈડ જેવા વાયુઓ હવાનાં મુખ્ય પ્રદૂષકો છે.

→ બિનજરૂરી વધુ પડતો અવાજ એટલે “ઘોંઘાટ’. આ ઘોંઘાટને ધ્વનિ પ્રદૂષણ” કહે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો

→ માણસની શ્રવણશક્તિમાં ઘટાડો થવો, માનસિક તાણ અનુભવવી, સ્વભાવ ચીડિયો બનાવો, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો વગેરે ધ્વનિ-પ્રદૂષણની માઠી અસરો થાય છે. વધુ પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે.

→ અવકાશમાં છોડેલા કૃત્રિમ ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલાં રસાયણો, પરમાણુશક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગ પ્રદૂષણ – આ બાબતો પણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ ઉપરાંત, જ્વાળામુખી વિસ્ફોટ, ધરતીકંપ, નદીઓનાં પૂર જેવી કુદરતી આપત્તિઓ પણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

Leave a Comment

Your email address will not be published.