GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ
શોધો :

પ્રશ્ન 1.
વસ્તુ ક્યારે જોઈ શકાય છે?
A. તે સફેદ હોય
B. તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે
C. તેના પર પ્રકાશ પડતો હોય
D. કોઈ પણ સંજોગોમાં
ઉત્તરઃ
તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે

પ્રશ્ન 2.
પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે?
A. આપાતકિરણ
B. પરાવર્તિત કિરણ
C. લંબ
D. આ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
આપાતકિરણ

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 3.
પરાવર્તિત કિરણ આપાતકિરણ સાથે 60°નો કોણ બનાવે તો, આપાતકોણ કેટલો હોય?
A. 60°
B. 30°
C. 20°
D. 40°
ઉત્તરઃ
30°

પ્રશ્ન 4.
પરાવર્તનકોણ (∠r) અને આપાતકોણ (∠i)ના સંદર્ભે સાચું શું છે?
A. ∠r > ∠i
B. ∠r < ∠i
C. ∠r = ∠i
D. કોઈ નિશ્ચિત સંબંધ નથી.
ઉત્તરઃ
∠r = ∠i

પ્રશ્ન 5.
સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાતકોણ 40° હોય, તો પરાવર્તનકોણ કેટલો હોય?
A. 60°
B. 30°
C. 50°
D. 40°
ઉત્તરઃ
40°

પ્રશ્ન 6.
સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતાં એનો એ જ વંચાય?
A. R
B. P
C. A
D. F
ઉત્તરઃ
A

પ્રશ્ન 7.
સમતલ અરીસા વડે તેવું પ્રતિબિંબ મળે?
A. આભાસી અને નાનું
B. આભાસી અને વસ્તુ જેવડું
C. વાસ્તવિક અને નાનું
D. વાસ્તવિક અને મોટું
ઉત્તરઃ
આભાસી અને વસ્તુ જેવડું

પ્રશ્ન 8.
સમતલ અરીસાની સામે 40 cm અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય?
A. 40 cm
B. 20 cm
C. 60 cm
D. 80 cm
ઉત્તરઃ
80 cm

પ્રશ્ન 9.
સમતલ અરીસાની સામે 20 cm અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની કે પાછળ અરીસાથી કેટલા અંતરે મળે?
A. 20 cm
B. 40 cm
C. 10 cm
D. ચોક્કસ અંતર કહી શકાય નહિ
ઉત્તરઃ
20 cm

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 10.
સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે?
A. અનિયમિત
B. નિયમિત
C. વિખરાયેલું
D. કહી શકાય નહિ
ઉત્તરઃ
નિયમિત

પ્રશ્ન 11.
નીચે પૈકી શામાં નિયમિત પરાવર્તન ન મળે?
A. અરીસામાં
B. ચળકતી સપાટીવાળા સમતલ પતરામાં
C. સ્થિર પાણીની સપાટીમાં
D. ખરબચડી સપાટીવાળી ચળકતી વસ્તુમાં
ઉત્તરઃ
ખરબચડી સપાટીવાળી ચળકતી વસ્તુમાં

પ્રશ્ન 12.
નીચે પૈકી સ્વયંપ્રકાશિત પદાર્થ ક્યો છે?
A. ચંદ્ર
B. તારો
C. અરીસો
D. મીણબત્તી
ઉત્તરઃ
તારો

પ્રશ્ન 13.
એકબીજાની સાથે 60° કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે સમતલ અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતાં તેનાં કેટલાં પ્રતિબિંબ જોવા મળે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તરઃ
5

પ્રશ્ન 14.
કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે?
A. 2
B. 3
C. 4
D. કેટલા પણ લઈ શકાય
ઉત્તરઃ
3

પ્રશ્ન 15.
આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે?
A. કૉર્નિયા
B. આઇરિસ
C. કીકી
D. લેન્સ
ઉત્તરઃ
કૉર્નિયા

પ્રશ્ન 16.
માનવઆંખનો રંગ શાને આભારી છે?
A. કૉર્નિયા
B. આઇરિસ
C. કીકી
D. સિલિયરી સ્નાયુ
ઉત્તરઃ
આઇરિસ

પ્રશ્ન 17.
આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે?
A. કૉર્નિયા
B. સિલિયરી સ્નાયુ
C. આઇરિસ
D. લેન્સ
ઉત્તરઃ
આઈરિસ

પ્રશ્ન 18.
આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે?
A. કૉર્નિયા
B. આઇરિસ
C. કીકી
D. સિલિયરી સ્નાયુ
ઉત્તરઃ
સિલિયરી સ્નાયુ

પ્રશ્ન 19.
નિશાચર પક્ષી કયું છે?
A. ચામાચીડિયું
B. ઘુવડ
C. સમડી
D. કાગડો
ઉત્તરઃ
ઘુવડ

પ્રશ્ન 20.
આપણી આંખોમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે?
A. કૉર્નિયા
B. લેન્સ
C. કીકી
D. આઇરિસ
ઉત્તરઃ
કૉર્નિયા

પ્રશ્ન 21.
માનવઆંખમાં સળીકોષો અને શંકુકોષોના સંદર્ભે કયું વિધાન સાચું છે?
A. શંકકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.
B. શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.
C. સળીકોષો રંગ પારખે છે.
D. સળીકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.
ઉત્તરઃ
શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.

પ્રશ્ન 22.
રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર, વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે?
A. \(\frac{1}{10}\) સેકન્ડ
B. 10 સેકન્ડ
C. 16 સેકન્ડ
D. \(\frac{1}{16}\) સેકન્ડ
ઉત્તરઃ
\(\frac{1}{16}\) સેકન્ડ

પ્રશ્ન 23.
પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે?
A. કેલિડોસ્કોપ
B. પેરિસ્કોપ
C. દૂરબીન
D. સર્ચલાઈટ
ઉત્તરઃ
પેરિસ્કોપ

પ્રશ્ન 24.
ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવ્યો છે?
A. કેલિડોસ્કોપ
B. પેરિસ્કોપ
C. સૂક્ષ્મદર્શક યંત્ર
D. દૂરબીન
ઉત્તરઃ
કેલિડોસ્કોપ

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 25.
આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઊણપ જવાબદાર છે?
A. વિટામિન C
B. વિટામિન A
C. વિટામિન B
D. વિટામિન D
ઉત્તરઃ
વિટામિન A

પ્રશ્ન 26.
સૂર્યપ્રકાશનું સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે?
A. પરાવર્તન
B. રંગપટ
C. વિભાજન
D. પૃથક્કરણ
ઉત્તરઃ
વિભાજન

પ્રશ્ન 27.
કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે?
A. 90°
B. 60°
C. 45°
D. 30°
ઉત્તરઃ
60°

પ્રશ્ન 2.
યોગ્ય શબ્દો વડે નીચેનાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
સપાટી પર અથડાઈ પાછા ફેંકાતા પ્રકાશના કિરણને ……….. કહે છે.
ઉત્તરઃ
પરાવર્તિત કિરણ

પ્રશ્ન 2.
સમતલ અરીસા વડે રચાતાં પ્રતિબિંબને કે …………. પ્રતિબિંબ કહે છે.
ઉત્તરઃ
આભાસી

પ્રશ્ન 3.
ઝાંખા પ્રકાશમાં કીકીનું કદ ………. થાય છે.
ઉત્તરઃ
મોટું

પ્રશ્ન 4.
ખરબચડી સપાટી પરથી થતા પ્રકાશનાં કિરણોનાં પરાવર્તનને ……… પરાવર્તન કહે છે.
ઉત્તરઃ
વિખરાયેલું (અથવા અનિયમિત)

પ્રશ્ન 5.
જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે, તેને …… વસ્તુ કહે છે.
ઉત્તરઃ
સ્વયંપ્રકાશિત

પ્રશ્ન 6.
સમતલ અરીસામાં એક વસ્તુનો ……… પ્રતિબિંબ મળે.
ઉત્તરઃ
એક જ

પ્રશ્ન 7.
બે સમતલ અરીસાની ચળકતી સપાટી સામસામે રાખી તેમને સમાંતર ગોઠવતાં, તેમની વચ્ચે રાખેલી વસ્તુનાં ………… પ્રતિબિંબ મળે.
ઉત્તરઃ
અસંખ્ય

પ્રશ્ન 8.
એકબીજાની સાથે 90° કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે સમતલ અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતાં તેના ………… પ્રતિબિંબ મળે.
ઉત્તરઃ

પ્રશ્ન 9.
ચેતાકોષો પૈકી ……… કોષો રંગ પારખે છે.
ઉત્તરઃ
શંકુ

પ્રશ્ન 10.
બ્રેઈલ લિપિમાં ………… ટપકાંની તરાહો હોય છે.
ઉત્તરઃ
63

પ્રશ્ન 11.
આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ……… ભાગમાં પડે છે.
ઉત્તરઃ
નેત્રપટલ (રેટિના)

પ્રશ્ન 12.
રેટિના અને દૃષ્ટિ ચેતાના જોડાણ આગળ પ્રતિબિંબ રચાય તો તેનું દષ્ટિજ્ઞાન થતું નથી. આ જગ્યાને …………. કહે છે.
ઉત્તરઃ
અંધબિંદુ

પ્રશ્ન 13.
આઇરિસમાં નાનું દ્વાર હોય છે, જેને ………. કહે છે.
ઉત્તરઃ
કીકી

પ્રશ્ન 14.
આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ………… ધરાવતા ખોરાકના ઘટકો લેવા જોઈએ.
ઉત્તરઃ
A

પ્રશ્ન 15.
કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કાર્ય ………… દ્વારા થાય છે.
ઉત્તરઃ
આઇરિસ

પ્રશ્ન 3.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ

(1) પરાવર્તનકોણનું માપ આપાતકોણનાં માપ કરતાં વધારે હોય છે.
(2) અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં આપણાં પાસાં ઊલટ-સૂલટ દેખાય છે.
(3) સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુનાં બે પ્રતિબિંબો મળે છે.
(4) સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે.
(5) સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાથી સરખે અંતરે હોય છે.
(6) સમતલ અરીસામાં આપાતકિરણ અને પરાવર્તિત કિરણ આપાતબિંદુએ દોરેલા લંબની એક જ બાજુએ હોય છે.
(7) સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી.
(8) ખરબચડી સપાટી પરથી થતા પરાવર્તનમાં પરાવર્તનના નિયમો જળવાતા નથી.
(9) એક અરીસા દ્વારા પરાવર્તિત થતાં કિરણો બીજા અરીસા પર પડે, તો તે ફરીથી પરાવર્તિત થાય છે.
(10) જો ધૂળનું રજકણ આપણી આંખમાં પ્રવેશે, તો કાળજીપૂર્વક આંખ – ચોળવી જોઈએ.
(11) સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે.
(12) આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ લેન્સ પર રચાય છે.
(13) દષ્ટિ ચેતા અને રેટિનાના જોડાણ પાસેની જગ્યાને અંધબિંદુ કહે છે.
(14) આપણી આંખમાં આવેલા શંકુકોષો રંગ પારખી શકે છે.
(15) ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિઓ બ્રેઇલ લિપિથી વાંચી-લખી શકે છે.

ઉત્તર:

ખરાં વિધાનો (2), (4), (5), (7), (9), (11), (13), (14), (15).
ખોટાં વિધાનોઃ (1), (3), (6), (8), (10), (12).
સુધારીને લખેલાં વિધાનોઃ
(1) પરાવર્તનકોણનું માપ આપાતકોણના માપ જેટલું જ હોય છે.
(3) સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુનાં અસંખ્ય પ્રતિબિંબો મળે છે.
(6) સમતલ અરીસામાં આપાતકિરણ અને પરાવર્તિત કિરણ આપાતબિંદુએ દોરેલા લંબની વિરુદ્ધ બાજુએ હોય છે.
(8) ખરબચડી સપાટી પરથી થતા પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમો જળવાય છે.
(10) જો ધૂળનું રજકણ આપણી આંખમાં પ્રવેશે, તો આંખ ચોળવી જોઈએ નહિ. પરંતુ આંખ પર સ્વચ્છ પાણીનો છંટકાવ કરવો જોઈએ.
(12) આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ રેટિના પર રચાય છે.

પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં આપો?

પ્રશ્ન 1.
અરીસા પર પ્રકાશનું કિરણ આપાત થાય તો તે કિરણનું શું થાય?
ઉત્તરઃ
પરાવર્તન

પ્રશ્ન 2.
બે સમતલ અરીસા વચ્ચે 45નો કોણ હોય, તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુનાં કેટલાં પ્રતિબિંબ મળે?
ઉત્તરઃ
7

પ્રશ્ન 3.
ખામી રહિત આંખ માટે વાંચવા માટેનું લઘુતમ અંતર કેટલા cm છે?
ઉત્તરઃ
25

પ્રશ્ન 4.
ઘુવડની આંખમાં કયા ચેતાકોષોની સંખ્યા ઘણી મોટી છે?
ઉત્તરઃ
સળીકોષો

પ્રશ્ન 5.
વિટામિન Aની ઊણપથી આંખનો કયો રોગ થવાની સંભાવના છે?
ઉત્તરઃ
રતાંધળાપણું

પ્રશ્ન 6.
બંકરમાં રહેલા સૈનિકો બહારની વસ્તુ જોવા ક્યા પ્રકાશીય ઉપકરણનો ઉપયોગ કરે છે?
ઉત્તરઃ
પેરિસ્કોપ

પ્રશ્ન 7.
સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે?
ઉત્તરઃ
સાત

પ્રશ્ન 8.
અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી?
ઉત્તરઃ
લૂઈ બ્રેઇલ

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 9.
કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે?
ઉત્તરઃ
ગુણક પ્રતિબિંબો

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1. કેવી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય?
ઉત્તર:
ખરબચડી (અનિયમિત) સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય.

પ્રશ્ન 2.
કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય?
ઉત્તરઃ
સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય.

પ્રશ્ન ૩.
પ્રકાશનું પરાવર્તન એટલે શું?
ઉત્તરઃ
વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.

પ્રશ્ન 4.
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?
ઉત્તરઃ
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને વસ્તુના કદ જેવડું મળે છે.

પ્રશ્ન 5.
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે?
ઉત્તરઃ
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે.

પ્રશ્ન 6.
સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે?
ઉત્તર:
સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ તે જ માર્ગે પાછું ફેંકાશે.

પ્રશ્ન 7.
સમતલ અરીસામાં વસ્તુ અને તેના પ્રતિબિંબનું સમતલ અરીસાથી અંતર કેવું હોય છે?
ઉત્તરઃ
સમતલ અરીસામાં વસ્તુનું અરીસાથી અંતર અને પ્રતિબિંબનું અરીસાથી અંતર એકસરખું હોય છે.

પ્રશ્ન 8.
નિયમિત પરાવર્તન કોને કહેવાય?
ઉત્તરઃ
અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતા પ્રકાશના કિરણના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય.

પ્રશ્ન 9.
પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 10.
વિટામિન A વિપુલ માત્રામાં મળી શકે એવાં બે ફળનાં નામ જણાવો.
ઉત્તરઃ
પપૈયું અને કેરીમાંથી વિપુલ માત્રામાં વિટામિન A મળી શકે છે.

પ્રશ્ન 11.
પ્રકાશનું વિભાજન એટલે શું?
ઉત્તર:
સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે.

પ્રશ્ન 12.
આપણી આંખમાં સળીકોષોનું કાર્ય શું છે?
ઉત્તરઃ
આપણી આંખમાં સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે.

પ્રશ્ન 13.
નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો પૈકી જે મૂળાક્ષર પાર્શ્વ વ્યુત્ક્રમ ન બતાવે તેની આસપાસ વર્તુળ દોરો.
M, N, 0, P.
ઉત્તરઃ
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 1

(B) ટૂંકજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
આપણે વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ?
ઉત્તરઃ
વસ્તુ પર પડતા પ્રકાશનું પરાવર્તન થાય છે. પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ.

પ્રશ્ન 2.
આપાતકિરણ અને પરાવર્તિત કિરણ એટલે શું?
ઉત્તર:
પ્રકાશનું કિરણ કોઈ સપાટીને અથડાય તેને આપાતકિરણ કહે છે. પ્રકાશનું કિરણ સપાટી પરથી અથડાઈને પાછું ફેંકાય તેને પરાવર્તિત કિરણ કહે છે.

પ્રશ્ન ૩.
પ્રકાશનું એક કિરણ મેળવી શકાય?
ઉત્તર:
પ્રકાશનું કિરણ એ આદર્શરૂપ છે. પ્રકાશનું એક કિરણ મેળવી શકાય નહિ. પ્રકાશનો કિરણપુંજ (બીમ) હોય છે, જે અલગ અલગ કિરણોનો બનેલો હોય છે.

પ્રશ્ન 4.
આપાતકોણ અને પરાવર્તનકોણ એટલે શું?
ઉત્તરઃ
આપાતકોણ આપાતકિરણ અને આપાતબિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને આપાતકોણ કહે છે.
પરાવર્તનકોણઃ પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સમતલ સપાટીને દોરેલા , લંબ વચ્ચેના કોણને પરાવર્તનકોણ કહે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 5.
પાર્શ્વ વ્યુત્ક્રમ એટલે શું?
ઉત્તરઃ
સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો જમણો ભાગ ડાબી બાજુએ અને ડાબો ભાગ જમણી બાજુએ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે.

પ્રશ્ન 6.
કયા અંગ્રેજી કેપિટલ અક્ષરોનું સમતલ અરીસામાં પાર્શ્વ વ્યુત્કમ જોવા ન મળે?
ઉત્તરઃ
નીચેના કૅપિટલ અક્ષરોનું સમતલ અરીસામાં પાર્શ્વ વ્યુત્ક્રમ જોવા ન મળે A, H, I, M, O, T, U, V W X અને Y.

પ્રશ્ન 7.
સ્વયંપ્રકાશિત અને પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું?
ઉત્તરઃ
સ્વયંપ્રકાશિત વસ્તુઓ જે: વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે, તે વસ્તુઓ સ્વયંપ્રકાશિત વસ્તુઓ કહેવાય છે. ઉદા., સૂર્ય, મીણબત્તીની જ્યોત, આગિયો.

પરપ્રકાશિત વસ્તુઓ જે: વસ્તુઓ તેમના પર પડતા પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે, તે વસ્તુઓ પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય છે. મોટા ભાગની વસ્તુઓ પરપ્રકાશિત છે. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે તે તેની સપાટી પર પડતા સૂર્યપ્રકાશના પરાવર્તનને આભારી છે.

પ્રશ્ન 8.
ગુણક પ્રતિબિંબો એટલે શું? ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલા સાધનનું નામ જણાવો.
ઉત્તરઃ
બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવી તેમની વચ્ચે વસ્તુ મૂકતાં અરીસામાં સામસામા પરાવર્તન થઈ ઘણાં પ્રતિબિંબો રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે.
ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલું સાધન કેલિડોસ્કોપ છે.

પ્રશ્ન 9.
કેલિડોસ્કોપના ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
કેલિડોસ્કોપના ઉપયોગઃ

  1. ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા
  2. કલાકારો નવી નવી તરાહની રચના કરવા માટે
  3. રમકડાંને આકર્ષક બનાવવા.

પ્રશ્ન 10.
રેટિના કયા કયા કોષો ધરાવે છે? તેમનાં કાર્ય જણાવો.
ઉત્તરઃ
રેટિના બે પ્રકારના કોષો ધરાવે છેઃ

  1. શંકકોષો
  2. સળીકોષો. શંકકોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે. સળીકોષો ઝાંખા કે પ્રકાશની સંવેદના મેળવે છે.

પ્રશ્ન 11.
ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિ કેવી રીતે વાંચી-લખી શકે છે?
ઉત્તરઃ
લૂઈ બ્રેઇલે વિકસાવેલી લિપિની શીટ પર ટપકાંની તરાહો ઉપસાવેલી હોય છે. ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિ ટપકાંને સ્પર્શ કરી અક્ષરો ઓળખે છે. વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનથી તે વાંચી-લખી શકે છે.

પ્રશ્ન 12.
નીચે આપેલી આકૃતિમાં ABC’નું સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાશે તે બતાવો.
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 10
ઉત્તરઃ
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 11

પ્રશ્ન 13.
બે સમતલ અરીસા એકબીજા સાથે 60ના કોણે ગોઠવેલા છે. તેમની વચ્ચે મૂકેલી વસ્તુનાં કેટલાં પ્રતિબિંબ મળશે તે આકૃતિ દ્વારા બતાવો.
પ્રશ્ન-આકૃતિઃ
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 3
ઉત્તરઃ

ઉત્તર-આકૃતિઃ
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 4
બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુનાં 5 પ્રતિબિંબ જોવા મળશે.

પ્રશ્ન 14.
આંખમાં અંધબિંદુ એટલે શું?
ઉત્તરઃ
દષ્ટિ ચેતા અને રેટિનાના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી. તેથી તે જગ્યા પાસે વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી. દષ્ટિ ન હોવાને કારણે તે જગ્યાને અંધબિંદુ કહે છે.

પ્રશ્ન 15.
વિટામિન Aના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તરઃ
વિટામિન Aના સ્ત્રોતઃ ગાજર, બ્રોકોલી, લીલાં શાકભાજી અને કૉડલિવર ઑઇલમાં વિપુલ પ્રમાણમાં; ઈંડાં, દૂધ, દહીં, ચીઝ, માખણ; પપૈયું અને કેરી જેવાં ફળો.

અગત્યઃ તંદુરસ્ત દષ્ટિ માટે, એટલે કે આંખના રોગ ન થાય તે માટે વિટામિન A આવશ્યક છે.

પ્રશ્ન 16.
બ્રેઈલે બ્રેઇલ લિપિમાં ટપકાંની તરાહો કેવી રીતે રજૂ કરી હતી?
ઉત્તરઃ
બ્રેઇલે બ્રેઇલ લિપિમાં ઊભા સ્તંભમાં વધુમાં વધુ ત્રણ ટપકાં અને આડી હરોળમાં વધુમાં વધુ બે ટપકાં લઈ, 63 ટપકાંની તરાહો શીટ પર ઉપસાવી. વર્તમાન પદ્ધતિમાં ગણિત અને વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે.

પ્રશ્ન 17.
નજીકની અને દૂરની વસ્તુઓ જોવા માટેની આંખની ખામીઓ કઈ છે?
ઉત્તર:
કોઈક વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી. જ્યારે અમુક વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આ ખામીઓ દૂર કરી શકાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 18.
પતંગિયાની આંખોની વિશિષ્ટતા શી છે?
ઉત્તરઃ
પતંગિયાની આંખો મોટી હોય છે, જે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે. આને લીધે તે સામે, બાજુમાં અને પાછળ પણ જોઈ શકે છે.

પ્રશ્ન 19.
આંખના મોતિયાની ખામી અને તેના નિવારણ વિશે ટૂંકમાં સમજાવો.’
ઉત્તરઃ
મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાને લીધે દષ્ટિ ઝાંખી (ધૂંધળી) થઈ જાય છે. આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો આવ્યો કહેવાય છે. તેના કારણે દષ્ટિ નબળી થઈ જાય છે. આ ખામીનો ઇલાજ સર્જરીથી થઈ શકે છે. તેમાં આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આ રીતે ખામી દૂર કરી શકાય છે.

પ્રશ્ન 2.
તફાવત આપોઃ

પ્રશ્ન 1.
શંકકોષો અને સળીકોષો
ઉત્તરઃ

શંકકોષો સળીકોષો
1. શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. 1. સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે
2. શંકુકોષો રંગ પારખી શકે છે. 2. સળીકોષો રંગ પારખી શકતાં નથી.
3. દિનચર પ્રાણીઓમાં શંકકોષો વધારે સંખ્યામાં હોય છે અને સળીકોષો ઓછી સંખ્યામાં હોય છે. 3. નિશાચર પ્રાણીઓમાં સળીકોષો મોટી સંખ્યામાં હોય છે અને શંકુકોષો બહુ જ થોડા હોય છે.

પ્રશ્ન 2.
કૉર્નિયા અને રેટિના
ઉત્તરઃ

કૉર્નિયા રેટિના
1. આંખની આગળનો પારદર્શક ભાગ છે. 1. આંખના પાછળના ભાગમાં આવેલું સ્તર છે.
2. કૉર્નિયા દ્વારા પ્રકાશનાં કિરણો આંખમાં દાખલ થાય છે. 2. પ્રકાશનાં કિરણો રેટિના પર કેન્દ્રિત થાય છે, જેથી દષ્ટિજ્ઞાન થાય છે.
3. તે બહારથી જોઈ શકાય છે. 3. તે બહારથી જોઈ શકાતું નથી.

પ્રશ્ન 3.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:

પ્રશ્ન 1.
આપણા આહારમાં વિટામિન મયુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ.
ઉત્તરઃ
આહારમાં વિટામિન થયુક્ત ખોરાકના ઘટકોની ઊણપ આંખના રોગો માટે જવાબદાર છે. યોગ્ય પ્રમાણમાં વિટામિન થયુક્ત ખોરાકના ઘટકોનો આપણા આહારમાં સમાવેશ કરવાથી આંખની તંદુરસ્તી જળવાઈ રહે છે.

પ્રશ્ન 2.
ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે.
ઉત્તરઃ
ઘુવડની આંખમાં કૉર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે. આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે. તેની આંખના રેટિના પર સળીકોષોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ તે મેળવી શકે છે. આમ, ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે.

પ્રશ્ન 4.
યોગ્ય જોડકાં બનાવોઃ

(1)

વિભાગ A

વિભાગ B

(1) રેટિના (a) ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.
(2) સળીકોષો (b) તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.
(3) અંધબિંદુ (c) પ્રતિબિંબ રચાય છે.
(4) શંકકોષો (d) પ્રતિબિંબ રચાતું નથી.
(e) રંગ પારખી શકે છે.

ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b) અને (e).

(2)

વિભાગ A

વિભાગ B

(1) કીકી (a) કીકીના કદનું નિયંત્રણ
(2) કૉર્નિયા (b) આઈરિસમાં નાનું દ્વાર
(3) આઇરિસ (c) સળીકોષો અને શંકુકોષો
(4) રેટિના (d) આંખની આગળનો પારદર્શક ભાગ
(e) ઘેરા રંગના સ્નાયુઓનું બંધારણ

ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a) અને (e), (4) → (c).
[નિોંધઃ વિભાગ “A’ના એક શબ્દ સાથે વિભાગ “B’ના એકથી વધુ શબ્દો જોડી શકાય.]

(C) વિસ્તૃત પ્રશ્નો

નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
નિયમિત અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરી સમજાવો.
ઉત્તર:
નિયમિત પરાવર્તન : જ્યારે પ્રકાશનાં સમાંતર કિરણો સમતલ, ચળકતી અને લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે બધાં જ કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે. આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. આ પ્રકારના પ્રકાશના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે.
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 5
અનિયમિત પરાવર્તનઃ જ્યારે પ્રકાશનાં સમાંતર કિરણો ખરબચડી (અનિયમિત) સપાટી પર આપાત થાય છે ત્યારે બધાં જ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે. આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતાં નથી. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 2.
સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે આકૃતિસહ વર્ણવો.
ઉત્તર:
આકૃતિમાં બતાવ્યા મુજબ સમતલ લીસી ચળકતી M અરીસા MM1 સામે O સ્થાને સળગતી મીણબત્તીની જ્યોત દર્શાવી છે. મીણબત્તીની જ્યોત Oમાંથી બધી દિશામાં પ્રકાશનાં કિરણો ફેંકાશે. પ્રતિબિંબની રચના સમજવા માટે આપણે આપાતકિરણો OA અને OB લઈએ. આ બંને કિરણો અરીસા પરથી પરાવર્તન પામી, પરાવર્તિત કિરણો AP અને BQ રૂપે આંખમાં પ્રવેશશે. આ પરાવર્તિત કિરણોને પાછળની તરફ લંબાવતાં અરીસાની પાછળ એક બિંદુએ ભેગાં થશે. ત્યાં મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ રચાયું હોય તેવો આભાસ થશે. અહીં I આગળ મીણબત્તીની જ્યોતનું આભાસી પ્રતિબિંબ રચાશે.
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 6

પ્રશ્ન ૩.
સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તરઃ
સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :

  1. પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે.
  2. પ્રતિબિંબ સીધું હોય છે.
  3. પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે.
  4. અરીસાથી વસ્તુ અને તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે.
  5. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે.
  6. પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી, એટલે કે પ્રતિબિંબ આભાસી હોય છે.

પ્રશ્ન 4.
બ્રેઇલ લિપિ વિશે સમજૂતી આપો.
ઉત્તર:
ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિ માટે લખી-વાંચી શકે તેવી આ લિપિ છે. લૂઈ બ્રેઇલે આ લિપિ વિકસાવી અને 1821માં પ્રકાશિત કરી. બ્રેઇલ પોતે ખામીયુક્ત દષ્ટિવાળા વ્યક્તિ હતા. તેની વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી. સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ભારતીય ભાષાઓ વાંચી શકાય છે.

બ્રેઇલ લિપિમાં ટપકાંઓના સમૂહનો ઉપયોગ થાય છે. તેમાં 6 ટપકાંઓનો ઉપયોગ કરી 63 ટપકાંઓની તરાહો કે ચિહ્નો તૈયાર કર્યા છે. આ ચિહ્નો અક્ષર, અક્ષરોનું સંયોજન, સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે.

તેમાં ત્રણ ટપકાં ઊભાં અને બે ટપકાં પહોળાઈમાં હોય છે છે. એટલે કે ઊભા સ્તંભ(Column)માં વધુમાં વધુ ત્રણ ટપકાં અને આડી હરોળ(Row)માં વધુમાં વધુ બે ટપકાં હોય છે.
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 7
GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 8
ઉપરની માહિતી (1) અને (2) ફક્ત જાણ માટે છે.
બ્રેઇલ લિપિ હવે ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ખામીયુક્ત દષ્ટિવાળી ઘણી વ્યક્તિઓએ નામના મેળવી છે. દિવાકર નામના મેધાવી બાળકે ગાયક તરીકે, રવિન્દ્ર જેને ગીતકાર, ગાયક અને સંગીત રચયિતામાં નામના મેળવી છે.
હેલન કેલર એક લેખિકા અને પ્રાધ્યાપિકા તરીકે સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયી ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિ હતાં. 1968માં તેઓ મૃત્યુ પામ્યાં.

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9માં લખો:

પ્રશ્ન 1.
તંદુરસ્ત આંખ માટે આરામધયક વાંચવા માટેનું અંતર લગભગ કે કેટલું હોય છે? GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9
A. 2.5 cm
B. 2.5 m
C. 25 cm
D. 25 m
ઉત્તરઃ
C. 25 cm

પ્રશ્ન 2.
બે અરીસા વચ્ચેના કોણનું માપ ઘટાડતાં જઈએ, તો તેમની વચ્ચે રાખેલી વસ્તુનાં પ્રતિબિંબની સંખ્યામાં શો ફેર થાય? GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9
A. પ્રતિબિંબોની સંખ્યા ઘટતી જાય.
B. પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય.
C. પ્રતિબિંબોની સંખ્યા શરૂઆતમાં વધતી જાય પછી ઘટતી જાય.
D. પ્રતિબિંબોની સંખ્યા શરૂઆતમાં ઘટતી જાય પછી વધતી જાય.
ઉત્તરઃ
B. પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય.

પ્રશ્ન ૩.
આપાતકિરણ સમતલ અરીસાની સપાટી સાથે 75°નો કોણ બનાવે છે. પરાવર્તન કોણનું માપ કેટલું હોય? GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9
A. 15°
B. 75°
C. 45°
D. 35°
ઉત્તરઃ
A. 15°

પ્રશ્ન 4.
આંખમાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર શાને આભારી છે? GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9
A. કૉર્નિયા
B. આઈરિસ
C. કીકી
D. સિલિયરી સ્નાયુ
ઉત્તરઃ
D. સિલિયરી સ્નાયુ

GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ

પ્રશ્ન 5.
આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? GSEB Class 8 Science Important Questions Chapter 16 પ્રકાશ 9
A. કૉર્નિયા
B. આઇરિસ
C. સિલિયરી સ્નાયુ
D. લેન્સ
ઉત્તરઃ
B. આઇરિસ

Leave a Comment

Your email address will not be published.