GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

વિશેષ પ્રોત્તર

(A) હેતુલક્ષી પ્રસ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કયા વાયુની જરૂર હોય છે?
A. ઑક્સિજન
B. નાઈટ્રોજન
C. કાર્બન ડાયૉક્સાઈડ
D. સલ્ફર ડાયોક્સાઈડ
ઉત્તર:
C. કાર્બન ડાયૉક્સાઈડ

પ્રશ્ન 2.
વનનાબૂદીને કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે?
A. ધોવાણ
B. ફળદ્રુપતા
C. જળસંગ્રહ ક્ષમતા
D. B અને C બંને
ઉત્તર:
D. B અને C બંને

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 3.
પૃથ્વીનો એ ભાગ જ્યાં સજીવો વસવાટ કરે છે, તેને શું કહેવાય?
A. જીવાવરણ
B. મૃદાવરણ
C. જલાવરણ
D. વાતાવરણ
ઉત્તર:
A. જીવાવરણ

પ્રશ્ન 4.
નીચેના પૈકી ક્યો પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી?
A. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન
B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
C. બોરી વન્ય પ્રાણી અભયારણ્ય
D. પચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય
ઉત્તર:
B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

પ્રશ્ન 5.
વનનાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે?
A. CO2
B. O2
C. N2
D. H2O(g)
ઉત્તર:
A. CO2

પ્રશ્ન 6.
શાના કારણે સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ થઈ શકે છે?
A. નિવાસનો નાશ થવાથી
B. વસ્તીવધારાથી
C. નવી જાતિઓના પ્રવેશથી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 7.
ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?
A. ગીર
B. સાતપુડા
C. ડાંગ
D. પોલો
ઉત્તર:
B. સાતપુડા

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 8.
સાતપુડા જંગલમાં ક્યાં ઊંચાં વૃક્ષો જોવા મળે છે?
A. લીમડા
B. વડ
C. જંગલી આંબા
D. સાગ
ઉત્તર:
D. સાગ

પ્રશ્ન 9.
રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે?
A. લુપ્ત
B. સ્થાનિક
C. નાશ:પ્રાય
D. હિંસક
ઉત્તર:
C. નાશ:પ્રાય

પ્રશ્ન 10.
જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત / ખોટું છે?
A. તે આંતરપ્રજનન કરવા સક્ષમ હોય છે.
B. તે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરે છે.
C. તેના બધા સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે.
D. તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે.
ઉત્તર:
D. તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે છે.

પ્રશ્ન 11.
બાયસન નીચેના પૈકી શું છે?
A. જંગલી બળદ
B. જંગલી આંબો
C. ભસતું હરણ
D. જંગલી કૂતરો
ઉત્તર:
A. જંગલી બળદ

પ્રશ્ન 12.
પચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે?
A. સોનેરી બિલાડી
B. શ્વેત આંખોવાળું હરણ
C. ઊડતી ખિસકોલી
D. ઘડિયાળ
ઉત્તર:
C. ઊડતી ખિસકોલી

પ્રશ્ન 13.
નીચેનાં વિધાન માટે સાચો વિકલ્પ કયો છે?
વિધાન x: નાનાં પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે.
વિધાન y: મોટાં પ્રાણીઓને નાનાં પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. બ
A. વિધાન x સાચું, y ખોટું
B. વિધાન x અને y બંને સાચાં
C. વિધાન x ખોટું, y સાચું
D. વિધાન x અને y બંને ખોટાં
ઉત્તર:
A. વિધાન x સાચું, પુ ખોટું

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 14.
વનસંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે?
A. સ્થાનિક પ્રાણી જાતિનું સંરક્ષણ
B. જંગલની આસપાસ રહેતા લોકોની જરૂરિયાત માટે વનકટાઈ
C. પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ
D. સ્થાનિક આદિવાસી જાતિઓનું સંરક્ષણ
ઉત્તર:
C. પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ

પ્રશ્ન 15.
કાગળના પુનઃઉપયોગ તેમજ રિસાઈકલથી આપણે શું બચાવી શકીએ?
A. વૃક્ષો
B. વૃક્ષો, પાણી અને ઊર્જા
C. હાનિકારક રસાયણો
D. નાશ:પ્રાય જાતિ
ઉત્તર:
B. વૃક્ષો, પાણી અને ઊર્જા

પ્રશ્ન 16.
સરકારે અમલમાં મૂકેલા પ્રૉજેક્ટ ટાઈગર’નો ઉદ્દેશ શો છે?
A. વાઘથી માનવવસતિનું સંરક્ષણ
B. વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ
C. વાઘના સંરક્ષણ અને તેની વસતિની જાળવણી
D. વાઘની વસતિનો વધારો અટકાવવો
ઉત્તર:
C. વાઘના સંરક્ષણ અને તેની વસતિની જાળવણી

પ્રશ્ન 17.
પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે?
A. રહેઠાણ
B. ખોરાક
C. રક્ષણ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 18.
વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે?
A. વિશિષ્ટ જાતિ
B. સ્થાનિક જાતિ
C. આરક્ષિત જાતિ
D. નાશ:પ્રાય જાતિ
ઉત્તર:
B. સ્થાનિક જાતિ

2. યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
એકબીજા સાથે આંતરપ્રજનન કરવા સક્ષમ સજીવોની વસતિનો સમૂહ …………………… થી ઓળખાય છે.
ઉત્તર:
જાતિ

પ્રશ્ન 2.
ઓછાં વૃક્ષોનો અર્થ …………………… ના ઉપયોગમાં ઘટાડો થયો છે.
ઉત્તર:
કાર્બન ડાયૉક્સાઇડ

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 3.
ભૂમિમાં ………………………ના ઘટાડાથી, તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
ઉત્તર:
સેન્દ્રિય પદાર્થો

પ્રશ્ન 4.
પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને ……………………… કહે છે.
ઉત્તર:
અભયારણ્ય

પ્રશ્ન 5.
કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન જાતિઓ એટલે …………………..
ઉત્તર:
જૈવવિવિધતા

પ્રશ્ન 6.
કાર્બન ડાયૉક્સાઈડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ……………………… ને શોષી લે છે.
ઉત્તર:
ઉષ્મીય કિરણો

પ્રશ્ન 7.
જે પ્રાણીઓ લુપ્ત થઈ શકે છે તેવાં પ્રાણીઓની જાતિને ………………….. કહે છે.
ઉત્તર:
નાશ:પ્રાય

પ્રશ્ન 8.
પર્યાવરણના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો સંયુક્ત સ્વરૂપે ……………….. નું નિર્માણ કરે છે.
ઉત્તર:
નિવસનતંત્ર

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 9.
કાગળને ઉપયોગ માટે ………………………….. વખત રિસાઈકલ કરી શકાય છે.
ઉત્તર:
5થી 7

પ્રશ્ન 10.
…………………….. દ્વારા કાપવામાં આવેલાં વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે.
ઉત્તર:
પુનઃવનીકરણ

પ્રશ્ન 11.
રેડ ડેટા બુકમાં બધી ……………………. જાતિઓનો રેકૉર્ડ રાખવામાં આવે છે.
ઉત્તર:
નાશ:પ્રાય

પ્રશ્ન 12.
પૃથ્વીના તાપમાનમાં વધારાથી …………………. નું સંતુલન ખોરવાય છે.
ઉત્તરઃ
જલચક્ર

પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો :
(1) કુદરતી વનનાબૂદીનાં કારણે વરસાદ અને ભયંકર દુષ્કાળ છે.
(2) વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે.
(3) વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે અને ફળદ્રુપતા ઘટે છે.
(4) પચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં ભારતીય વિશાળ ખિસકોલી આવવાથી ઊડતી ખિસકોલીના અસ્તિત્વને જોખમ થયું છે.
(5) એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે અને પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે.
(6) સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું તૃતીય આરક્ષિત જંગલ છે.
(7) સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે.
(8) નાનાં કદનાં પ્રાણીઓ પણ આહારજાળ અને આહારશૃંખલાનો ભાગ છે.
(9) 1 ટન કાગળ મેળવવા માટે 5થી 7 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.
(10) ભારતમાં પ્રાકૃતિક વનોની મર્યાદિત કરાઈ માટે વનસંરક્ષણ અધિનિયમ છે.
ઉત્તરઃ
ખરાં વિધાનઃ (2), (3), (5), (7), (8).
ખોટાં વિધાનોઃ (1), (4), (6), (9), (10).
સુધારીને લખેલાં વિધાનો:
(1) કુદરતી વનનાબૂદીનાં કારણ દાવાનળ અને ભયંકર દુષ્કાળ છે.
(4) પચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી ભારતીય વિશાળ ખિસકોલી એ જ ઊડતી ખિસકોલી છે.
(6) સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે.
(9) 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.
(10) ભારતમાં પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે વનસંરક્ષણ અધિનિયમ છે.

4. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વન્ય સજીવોના અસ્તિત્વ માટે શું મોટો ખતરો બનેલ છે?
ઉત્તરઃ
વનનાબૂદી

પ્રશ્ન 2.
વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડ ઘટાડે છે?
ઉત્તરઃ
પ્રકાશસંશ્લેષણ

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 3.
કોના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિઉછેર અને વૃક્ષોની અસર છે?
ઉત્તરઃ
ભૂમિ

પ્રશ્ન 4.
કયા ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ અને નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાન છે?
ઉત્તરઃ
પચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર

પ્રશ્ન 5.
વન્ય પ્રાણીઓ માટે સ્વતંત્ર રૂપે નિવાસ અને પ્રાકૃતિક સ્રોતોનો ઉપયોગ કરી શકે તેવા આરક્ષિત ક્ષેત્રને શું કહે છે?
ઉત્તરઃ
રાષ્ટ્રીય ઉદ્યાન

પ્રશ્ન 6.
પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યની ઓળખ છે?
ઉત્તરઃ
મધ્ય પ્રદેશ

પ્રશ્ન 7.
કયા જંગલમાં ઉચ્ચ પ્રકારનાં સાગ જોવા મળે છે?
ઉત્તરઃ
સાતપુડા આરક્ષિત જંગલ

પ્રશ્ન 8.
વાતાવરણીય બદલાવને કારણે ઊડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરતાં પક્ષીઓને શું કહે છે?
ઉત્તરઃ
પ્રવાસી સ્થળાંતરિત) પક્ષી

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 9.
જંગલના વૃક્ષ કટાઈ કરેલા વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દેતાં ત્યાં પુનઃ જંગલ પ્રસ્થાપિત થાય તેને શું કહે છે?
ઉત્તરઃ
કુદરતી વનીકરણ

પ્રશ્ન 10.
કાગળ ઉત્પાદનના ઉપયોગમાં વૃક્ષોના લાકડા અને હાનિકારક રસાયણો સાથે શાનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
પાણી અને ઊર્જા.

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કોઈ બે અભયારણ્ય અને બે રાષ્ટ્રીય ઉદ્યાનનાં નામ આપો.
ઉત્તર:
અભયારણ્યઃ

  1. ભરતપુર અભયારણ્ય
  2. લોક્યાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય

રાષ્ટ્રીય ઉદ્યાન

  1. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
  2. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન

પ્રશ્ન 2.
માનવ જાતિને ટકી રહેવા માટે કયા જૈવ ઘટકો આવશ્યક છે?
ઉત્તરઃ
પૃથ્વી પર જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ માનવ જાતિને ટકી રહેવા માટે આવશ્યક છે.

પ્રશ્ન 3.
વનનાબૂદીનો અર્થ શું છે?
ઉત્તરઃ
વનનાબૂદીનો અર્થ વન(જંગલ)નાં વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો કે અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 4.
કુદરતી વનનાબૂદીનાં કારણો કયાં છે?
ઉત્તરઃ
જંગલમાં દાવાનળ કુદરતી આગ) અને ભયંકર દુષ્કાળ કુદરતી વનનાબૂદીનાં કારણો છે.

પ્રશ્ન 5.
અભયારણ્ય શું છે?
ઉત્તરઃ
પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર અભયારણ્ય છે.

પ્રશ્ન 6.
શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિગ થાય છે?
ઉત્તર:
કાર્બન ડાયૉક્સાઈડના વધારાથી ગ્લોબલ વૉર્મિંગ થાય છે કારણ કે કોર્બન ડાયૉક્સાઈડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે.

પ્રશ્ન 7.
વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિ પર થતી બે અસરો જણાવો.
ઉત્તરઃ
વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિ પર થતી બે અસરો: (1) ભૂમિનું ધોવાણ વધે અને (2) ભૂમિની ફળદ્રુપતા ઘટે.

પ્રશ્ન 8.
વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકારની શું ભૂમિકા છે?
ઉત્તરઃ
વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 9.
જૈવવિવિધતાનો અર્થ શું છે?
ઉત્તરઃ
જૈવવિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની , વચ્ચેના આંતરસંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો.

પ્રશ્ન 10.
જૈવ આરક્ષિત વિસ્તાર જે-તે ક્ષેત્રમાં શું જાળવી રાખવામાં મદદરૂપ છે?
ઉત્તરઃ
જૈવ આરક્ષિત વિસ્તાર જે-તે ક્ષેત્રની જૈવવિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદરૂપ છે.

પ્રશ્ન 11.
જૈવવિવિધતાને કોણ આધાર આપે છે?
ઉત્તરઃ
જૈવવિવિધતાને આરક્ષિત જેવાવરણ આધાર આપે છે.

પ્રશ્ન 12.
જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું?
ઉત્તર:
જેવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય જીવો (વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો) અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવનનિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર.

પ્રશ્ન 13.
પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલાં બે વન્ય પ્રાણી અભયારણ્યનાં નામ આપો.
ઉત્તરઃ
પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલાં બે વન્ય પ્રાણી અભયારણ્યનાં નામ : (1) બોરી અભયારણ્ય અને (2) પચમઢી અભયારણ્ય.

પ્રશ્ન 14.
પચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો.
ઉત્તરઃ
પચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ: સાલ, સાગ, જંગલી આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન.

પ્રશ્ન 15.
પચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણીસૃષ્ટિનાં કેટલાંક પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તરઃ
પચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણીસૃષ્ટિઃ ચિંકારા, નીલગાય, ભસતું હરણ, ચીત્તલ, દીપડો, વરુ, જંગલી કૂતરો.

પ્રશ્ન 16.
સ્થાનિક જાતિઓ કોને કહે છે?
ઉત્તરઃ
કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. તેને સ્થાનિક જાતિઓ કહે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 17.
પચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રની બે સ્થાનિક વનસ્પતિનાં નામ આપો.
ઉત્તરઃ
પચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિનાં નામઃ સાલ અને જંગલી આંબો.

પ્રશ્ન 18.
પચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં બે સ્થાનિક પ્રાણીનાં નામ આપો.
ઉત્તરઃ
પચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રનાં સ્થાનિક પ્રાણીનાં નામ: બાયસન (જંગલી બળદ), મહાકાય ઊડતી ખિસકોલી.

પ્રશ્ન 19.
જાતિ એ કેવા સજીવોની વસતિનો સમૂહ છે?
ઉત્તરઃ
જાતિ એ એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે એવા સજીવોની વસતિનો સમૂહ છે.

પ્રશ્ન 20.
અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે?
ઉત્તરઃ
અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

પ્રશ્ન 21.
પ્રાણીસંગ્રહાલય શું છે?
ઉત્તરઃ
પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન પ્રાણીસંગ્રહાલય છે.

પ્રશ્ન 22.
ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?
ઉત્તર:
ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે.

પ્રશ્ન 23.
પચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલા ખડકોના આશ્રય (ગુફાઓ) આવેલી છે?
ઉત્તર:
પચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ખડકોના આશ્રય (ગુફાઓ) આવેલી છે.

પ્રશ્ન 24.
દુષ્કાળનું શું કારણ છે?
ઉત્તરઃ
ગ્લોબલ વૉર્મિંગથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે. તે દુષ્કાળનું કારણ છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 25.
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય શાળા વિશે ખ્યાલ આપે છે?
ઉત્તરઃ
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે.

પ્રશ્ન 26.
“પ્રૉજેક્ટ ટાઈગર’ શું છે?
ઉત્તરઃ
સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસતિની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે. તેને “પ્રૉજેક્ટ ટાઈગર’ કહે છે.

પ્રશ્ન 27.
નાશપ્રાય જાતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાશ:પ્રાય જાતિ કહે છે.
ઉદા, જંગલી ભેંસ, સાબર.
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 1

પ્રશ્ન 28.
નિવસનતંત્રનું નિર્માણ કોણ કરે છે?
ઉત્તર:
કોઈ વિસ્તારના જૈવ ઘટકો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ અજૈવ ઘટકો વાતાવરણ, ભૂમિ, નદીના મુખત્રિકોણ પ્રદેશ સંયુક્ત રૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 29.
કાગળના ઉત્પાદનમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
કાગળના ઉત્પાદનમાં પોચાં લાકડાં, પાણી, ઊર્જા અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 30.
ભારતમાં વનસંરક્ષણ અધિનિયમ શાના માટે છે?
ઉત્તરઃ
ભારતમાં વનસંરક્ષણ અધિનિયમ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે.

પ્રશ્ન 31.
ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવાનો વિકલ્પ કયો છે?
ઉત્તર:
ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવાનો વિકલ્પ વધારેમાં વધારે વૃક્ષારોપણ છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
જંગલમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે?
ઉત્તરઃ
જંગલમાં વૃક્ષોની કાપણીના ઉદ્દેશ્ય:

  1. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી.
  2. ઘર અને કારખાનાંઓનું નિર્માણ કરવું.
  3. ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 2.
વનનાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે?
ઉત્તર:
વનનાબૂદીથી વૃક્ષો ઓછાં થતાં પ્રકાશસંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયૉક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, પરિણામે ગ્લોબલ વૉર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વનનાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 3.
વનનાબૂદી રણનિર્માણ સાથે સંકળાયેલ છે. સમજાવો.
ઉત્તરઃ
વનનાબૂદી ભૂમિના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરે છે. ભૂમિ પર વૃક્ષો ઓછાં થતાં ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ દૂર થતાં નીચે સખત પથ્થરોનાં સ્તર ખુલ્લાં થાય છે. આથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે. ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતાં તે રણમાં ફેરવાઈ જાય છે. આમ, વનનાબૂદી રણનિર્માણ સાથે સંકળાયેલ છે.

પ્રશ્ન 4.
વનનાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો.
ઉત્તર:
વનનાબૂદીની ભૂમિ પર થતી અસરો :

  1. ભૂમિનું ધોવાણ વધે
  2. ભૂમિની ફળદ્રુપતા ઘટે
  3. ભૂમિની જલસંગ્રહ ક્ષમતામાં ઘટાડો
  4. ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેનાં સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો
  5. ભૂમિનાં પોષક તત્ત્વોના પ્રમાણ, બંધારણ પર વિપરિત અસર.

પ્રશ્ન 5.
સુરક્ષિત ક્ષેત્રો સમજાવી, તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો.
ઉત્તરઃ
વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યાં છે.
અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જેવાવરણ આરક્ષિત વિસ્તાર સુરક્ષિત ક્ષેત્રો છે.
તેમાં વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, વૃક્ષોની કટાઈ, શિકાર વગેરે પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે.

પ્રશ્ન 6.
આપણે વન્ય જીવોનું રક્ષણ કેવી રીતે કરીશું?
ઉત્તરઃ

  1. વન્ય જીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે.
  2. વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે.
  3. સરકાર દ્વારા વન્ય જીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે.
  4. જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્ય જીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતો પૂરી કરે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 7.
જેવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો?
ઉત્તરઃ
જેવાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવનનિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે.
વિસ્તારની જૈવવિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જેવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે.
પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે.

પ્રશ્ન 8.
સ્થાનિક જાતિઓ એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
સ્થાનિક જાતિઓ એટલે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ કે પ્રાણી જાતિ છે. તે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા મળતી નથી.
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 2

પ્રશ્ન 9.
જાતિ વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
જાતિ એ એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ સજીવોની વસતિનો સમૂહ છે. એક જાતિના સભ્યો માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ . પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે.

પ્રશ્ન 10.
વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે?
ઉત્તર:
વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે.

ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુખત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડી વિસ્તારો છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 11.
કયાં પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય વધારે છે? શા માટે તેમને બચાવવા જોઈએ?
ઉત્તરઃ
નાનાં પ્રાણીઓ સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડ વગેરેનો લુપ્ત થવાનો ભય વધારે છે.

આ પ્રાણી કદમાં નાનાં છે છતાં નિવસનતંત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ આહારજાળ અને આહારશૃંખલાનો ભાગ છે. આપણે તેઓને નિર્દયતાથી

મારી નાખીએ છીએ. આ રીતે આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નિવસનતંત્રમાં તેમના મહત્ત્વને કારણે તેમને બચાવવાં જોઈએ.

પ્રશ્ન 12.
પ્રવાસી (સ્થળાંતરિત) પક્ષીઓ કોને કહે છે? તેમનાં ઉદાહરણ આપી, સ્થળાંતરનાં કારણો આપો.
ઉત્તરઃ
એવાં પક્ષીઓ જે ઊડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેમને ‘: પ્રવાસી સ્થળાંતરિત) પક્ષીઓ કહે છે.
પ્રવાસી (સ્થળાંતરિત) પક્ષીનાં ઉદાહરણ સુરખાબ, સાઇબેરિયન ક્રેન.
સ્થળાંતરનાં કારણો :

  1. વાતાવરણીય બદલાવ
  2. ઈંડાં મૂકવા
  3. ખોરાકની શોધમાં.

પ્રશ્ન 13.
સંકટમાં મુકાયેલાં કયાં જંગલી પ્રાણીઓ આપણાં વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે?
ઉત્તરઃ
સંકટમાં મુકાયેલાં કેટલાંક મહત્ત્વપૂર્ણ જંગલી પ્રાણીઓ જેવાં કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડો વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં – સુરક્ષિત અને સંરક્ષિત છે.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો

પ્રશ્ન 1.
વનનાબૂદીથી ગ્લોબલ વૉર્મિંગ થાય છે.
ઉત્તરઃ

  1. ગ્લોબલ વૉર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો.
  2. વનનાબૂદીથી પૃથ્વી પરનાં વૃક્ષો ઓછો થાય છે.
  3. વૃક્ષો ઓછાં થવાથી પ્રકાશસંશ્લેષણ ઘટે છે.
  4. કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ ઓછો થાય છે.
  5. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડની માત્રા વધે. તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. આથી વનનાબૂદીથી ગ્લોબલ વૉર્મિંગ થાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 2.
પ્રોજેક્ટ ટાઇગર’ દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઉત્તરઃ

  1. વાઘ જંગલોમાંથી નાશ પામી રહી હોય તેવી જાતિઓમાંની – એક હતી.
  2. સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રૉજેક્ટ ટાઇગર અમલમાં મૂક્યો છે.
  3. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાઘના જીવન અને વાઘની વસતિની જાળવણી કરવાનો છે.
  4. પ્રૉજેક્ટ દ્વારા વાઘને આરક્ષિત પ્રાણી જાહેર કરી તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણોથી પ્રૉજેક્ટ ટાઈગર’ દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પ્રશ્ન 3.
કાગળનું રિસાઈકલ કરવું જોઈએ.
ઉત્તરઃ

  1. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.
  2. કાગળની બચતથી કપાતાં વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય.
  3. ઉપયોગ માટે કાગળને 5થી 7 વખત રિસાઈકલ કરી શકાય છે. આ કારણોથી કાગળના પુનઃઉપયોગ અને રિસાઇકલથી વૃક્ષો બચાવી શકીએ.

પ્રશ્ન 4.
વનનાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે.
ઉત્તરઃ

  1. વનનાબૂદીથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડના સ્તરમાં વધારો થાય છે.
  2. ભૂમિનું ધોવાણ થતાં, ફળદ્રુપતા ઘટે છે.
  3. પ્રાકૃતિક સંતુલન જોખમાય છે.
  4. આ સ્થિતિ અટકાવવા માટે કાપેલાં વૃક્ષોની ઘટ પૂરી કરવી જરૂરી છે.
  5. નવાં વૃક્ષોની રોપણી વડે તે શક્ય બને. આથી, વનનાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે.

3. યોગ્ય જોડકાં બનાવો:

પ્રશ્ન 1.

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) કાઝીરંગા (a) સમૃદ્ધ જૈવવિવિધતા
(2) ગ્રેટ નિકોબાર (b) રાષ્ટ્રીય ઉદ્યાન
(3) લોકચાઉ (c) બાયોસ્ફિયર રિઝર્વ
(4) પશ્ચિમ ઘાટ (d) વન્ય જીવ અભયારણ્ય

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 2.

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) સ્થાનિક જાતિ (a) જંગલી ભેંસ
(2) નાશ:પ્રાય જાતિ (b) ડાયનોસોર
(3) લુપ્ત જાતિ (c) સોનેરી બિલાડી
(4) સંકટમાં મુકાયેલ જાતિ (d) ઊડતી ખિસકોલી

ઉત્તરઃ
(1) → (d), (2) → (a), (3) → (b), (4) → (c).

પ્રશ્ન 3.

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) અભયારણ્ય (a) પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું
(2) રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષણ (b) સજીવોનો વસવાટ સૂચવતો ભાગ
(3) પ્રાણીસંગ્રહાલય (c) પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત
(4) જેવાવરણ (d) પ્રાણીઓને રક્ષણ અને પોષણ મળે

ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b).

(C) વિસ્તૃત પ્રશ્નો:

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વનનાબૂદીનાં પરિણામો જણાવો.
ઉત્તરઃ
વનનાબૂદીનાં પરિણામો:

  1. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડના સ્તરમાં વધારો થાય છે.
  2. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે.
  3. વરસાદમાં ઘટાડો અને દુષ્કાળ આવે છે.
  4. ભૂમિનું ધોવાણ વધે અને ફળદ્રુપતા ઘટે છે.
  5. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે.
  6. ભૂમિની જલસંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે.
  7. ભૂમિનાં પોષક તત્ત્વોના પ્રમાણમાં ઘટાડો, બંધારણ પર વિપરિત અસર થાય છે.
  8. વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતાં તેમનું અસ્તિત્વ ભયમાં મુકાય છે.

પ્રશ્ન 2.
પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. છે.
ઉત્તરઃ
વન્ય જીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ) તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવનનિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે.

પચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પચમઢી નામનાં બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલાં છે.

પચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિસૃષ્ટિ: સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે.

પચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણીસૃષ્ટિઃ ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડીઅર (ભસતું હરણ), ચીત્તલ, દિપડો, જંગલી કૂતરો, વરુ.

પચમઢી સ્થાનિક જાતિઓઃ સાલ અને જંગલી આંબા, જંગલી બળદ અને ઊડતી ખિસકોલી.
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 3
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 4
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 5
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 6
GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 7

પ્રશ્ન 3.
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તેમાં આવેલી ગુફાઓનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારનાં સાગ જોવા મળે છે.

તેમાં ખડકોના આશ્રય (ગુફાઓ) આવેલા છે. લગભગ 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ જોવા મળે છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્યોના લડતાં, શિકાર કરતાં, નૃત્ય કરતાં તેમજ વાદ્ય-મંત્રો વગાડતાં દર્શાવવામાં આવ્યાં છે. ગુફાઓ આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવનનો ખ્યાલ આપે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 4.
કાગળની બચત, પુનઃઉપયોગ અને રિસાઈક્લિંગની આવશ્યકતા સમજાવો.
ઉત્તરઃ
કાગળની બચત, પુનઃઉપયોગ અને રિસાઈક્લિંગની આવશ્યકતા :

  1. કાગળ આપણી રોજિંદી જીવનશૈલીમાં ઉપયોગી ઉત્પાદન છે.
  2. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળના વપરાશમાં વધારો વનકટાઈને ઉત્તેજે છે.
  3. ઉપયોગ માટે કાગળને 5થી 7 વખત રિસાઇકલ કરી શકાય છે.
  4. વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક કાગળની બચત કરે, તો અનેક વૃક્ષોને પ્રતિવર્ષ બચાવી શકાય.
  5. કાગળને રિસાઇકલ કરીને તેનો પુનઃઉપયોગ કરવો જોઈએ.
  6. વૃક્ષોની સાથે કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી અને ઊર્જાની પણ બચત કરી શકાય.
  7. કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં હાનિકારક રસાયણોનો પણ ઘટાડો કરી શકાય.

આમ, પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો બચાવવાના ભાગરૂપે કાગળના રિસાઇક્લિંગની આવશ્યકતા રહેલી છે.

પ્રશ્ન 5.
વનટાઈ એટલે શું? તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો.
ઉત્તરઃ
વનકટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી. વનકટાઈથી થતું નુકસાન પુનઃવનીકરણથી પૂરી શકાય. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલાં વૃક્ષોની ઘટ પૂરી કરવા નવાં વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિનાં વૃક્ષો કપાયાં હોય તે જ જાતિનાં વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલાં વૃક્ષો કાપીએ છીએ, ઓછામાં ઓછાં તેટલાં વૃક્ષો ઉછેરવાં જોઈએ.

ગામ, શહેરના રસ્તાની બંને બાજુએ, રસ્તાની વચ્ચેના ભાગ (ડિવાઇડર), ફાજલ કે પડતર જમીનો પર વૃક્ષારોપણ કરી હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય.

કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા હોતી નથી. વનકટાઈ પામેલા વિસ્તારને ખલેલ વગર રહેવા દેવામાં આવે કે છે. આવા વિસ્તારો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 6.
વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? તે માટેના પ્રયાસો જણાવો.
ઉત્તર:

  1. વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી બચાવી શકાય.
  2. વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે.
  3. સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે.
  4. જૈવવિવિધતા ધરાવતાં વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યાં છે.
  5. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવનનિર્વાહ હેતુ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે.
  6. અભયારણ્યોમાં પ્રાણીઓ અને તેઓના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે.
  7. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓનાં સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટેનાં આરક્ષિત ક્ષેત્રો છે.

HOS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો કમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 8 માં લખો

પ્રશ્ન 1.
સંજય ગાંધી વન્ય જીવ અભયારણ્ય ક્યાં આવેલું છે?
A. રાજસ્થાન
B. મિઝોરમ
C. ઉત્તર પ્રદેશ
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
D. મહારાષ્ટ્ર

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સમાવેલ નથી?
A. ઊડતી ખિસકોલી
B. હાથી
C. ચિત્તો
D. વાઘ
ઉત્તર:
C. ચિત્તો

પ્રશ્ન ૩.
ક્યું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે?
A. ઉંદર
B. સાપ
C. જંગલી ભેંસ
D. હરણ
ઉત્તર:
B. સાપ

પ્રશ્ન 4.
‘પ્રૉજેક્ટ ટાઇગર’ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો?
A. 1 એપ્રિલ, 1973
B. 23 મે, 1973
C. 21 સપ્ટેમ્બર, 1973
D. 25 ડિસેમ્બર, 1973
ઉત્તર:
A. 1 એપ્રિલ, 1973

GSEB Class 8 Science Important Questions Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 5.
વિશ્વના વધુ જૈવવિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન ક્યા નંબરે છે?
A. બીજા
B. ચોથા
C. છઠ્ઠા
D. આઠમા
ઉત્તર:
C. છઠ્ઠા

પ્રશ્ન 6.
ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે?
A. સિંહ અને સુરખાબ
B. વાઘ અને મોર
C. સિંહ અને મોર
D. વાઘ અને સુરખાબ
ઉત્તરઃ
B. વાઘ અને મોર

Leave a Comment

Your email address will not be published.