GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય?
A. જ્યોત
B. બળતણ
C. દહનક્રિયા
D. દહનપોષક
ઉત્તરઃ
બળતણ

પ્રશ્ન 2.
કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરે છે?
A. ન્યૂક્લિઅર પ્રક્રિયા
B. દહન પ્રક્રિયા
C. સ્વયંસ્ફરિત દહન પ્રક્રિયા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
ન્યૂક્લિઅર પ્રક્રિયા

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 3.
નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે?
A. સલ્ફર
B. ઍમ્બેસ્ટોસ
C. કાગળ
D. કોલસો
ઉત્તરઃ
ઍમ્બેસ્ટોસ

પ્રશ્ન 4.
નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી?
A. કપૂર
B. LPG
C. કોક
D. કેરોસીન
ઉત્તરઃ
કોક

પ્રશ્ન 5.
કયો પદાર્થ દહનશીલ નથી?
A. દીવાસળી
B. કાચ
C. લાકડું
D. કાગળ
ઉત્તરઃ
કાચ

પ્રશ્ન 6.
સુરક્ષિત દીવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી?
A. ઍન્ટિમની ટ્રાઈસલ્ફાઈડ
B. પોટેશિયમ ક્લોરેટ
C. સલ્ફર
D. સફેદ ફૉસ્ફરસ
ઉત્તરઃ
સફેદ ફૉસ્ફરસ

પ્રશ્ન 7.
આગ ઉત્પન્ન કરવા માટે કઈ જરૂરિયાત યોગ્ય નથી?
A. બળતણ
B. ઑક્સિજનનો પુરવઠો
C. બળતણનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું રાખવું
D. બળતણનું તાપમાન જ્વલનબિંદુ કરતાં વધારવું
ઉત્તરઃ
બળતણનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું રાખવું

પ્રશ્ન 8.
આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
A. તે હવા કરતાં ભારે છે.
B. તે દહનશીલ નથી.
C. તે દહનપોષક નથી.
D. તે ઑક્સિજન કરતાં હલકો છે.
ઉત્તરઃ
તે ઑક્સિજન કરતાં હલકો છે.

પ્રશ્ન 9.
આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહિ?
A. પાણી
B. O2
C. CO2
D. રેતી
ઉત્તરઃ
O2

પ્રશ્ન 10.
નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી?
A. ઝડપી દહન
B. સ્વયંસ્કુરિત દહન
C. વિસ્ફોટ
D. જ્યોત
ઉત્તરઃ
જ્યોત

પ્રશ્ન 11.
મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે?
A. ભૂરો
B. પીળો
C. કાળો
D. લાલ
ઉત્તરઃ
ભૂરો

પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી?
A. સતું હોય
B. મધ્યમ દરે દહન પામતું હોય
C. જ્વલનબિંદુ ઊંચું હોય
D. અનિચ્છનીય પદાર્થોનાં અવશેષ છોડતું ન હોય
ઉત્તરઃ
જ્વલનબિંદુ ઊંચું હોય

પ્રશ્ન 13.
કયા બળતણનું કૅલરી મૂલ્ય લગભગ 40,000 kJ/kg છે?
A. CNG
B. GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 33
C. LPG
D. GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 44
ઉત્તરઃ
બાયોગેસ

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 14.
નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે?
A. હાઈડ્રોજન
B. મિથેન
C. પેટ્રોલ
D. ડીઝલ
ઉત્તરઃ
હાઈડ્રોજન

પ્રશ્ન 15.
કયો વાયુ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે?
A. નાઇટ્રોજન ઑક્સાઇડ
B. સલ્ફર ડાયૉક્સાઈડ
C. ઓઝોન
D. કાર્બન ડાયૉક્સાઈડ
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
CNG ……….. રૂપ બળતણ છે.
ઉત્તરઃ
વાયુ

પ્રશ્ન 2.
દહનશીલ પદાર્થને ……… પણ કહે છે.
ઉત્તરઃ
બળતણ

પ્રશ્ન 3.
દહન થવા માટે ………….. વાયુની હાજરી જરૂરી છે.
ઉત્તરઃ
ઑક્સિજન

પ્રશ્ન 4.
સૂર્યમાં …………… પ્રક્રિયાને લીધે ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
ન્યૂક્લિઅર

પ્રશ્ન 5.
જે નીચા તાપમાને પદાર્થ સળગે છે, તે તાપમાનને તેનું ………… કહે છે.
ઉત્તરઃ
જ્વલનબિંદુ

પ્રશ્ન 6.
દીવાસળીના ટોપકામાં ……….. નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઈડ

પ્રશ્ન 7.
દીવાસળીના ટોપકામાં ……….. નામનું દહનપોષક રસાયણ લગાડવામાં આવે છે.
ઉત્તરઃ
પોટેશિયમ ક્લોરેટ

પ્રશ્ન 8.
સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને ………. દહન કહે છે.
ઉત્તરઃ
સ્વયંસ્ફરિત

પ્રશ્ન 9.
પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે …………. એ ઉત્તમ અગ્નિશામક છે.
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઈડ

પ્રશ્ન 10.
મીણબત્તીની જ્યોતમાં ………… વિભાગ હોય છે.
ઉત્તરઃ
ત્રણ

પ્રશ્ન 11.
……………. ઓરડાના તાપમાને સળગી ઊઠે છે, જેથી સુરક્ષિત દીવાસળીની બનાવટમાં તે વપરાતો નથી.
ઉત્તરઃ
સફેદ ફૉસ્ફરસ

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 3.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો:

(1) ખોરાક એ આપણા શરીરનું બળતણ છે.
(2) મૅગ્નેશિયમની પટ્ટી સળગાવતાં મૅગ્નેશિયમ ક્લોરાઈડ ઉત્પન્ન થાય છે.
(3) કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે.
(4) બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય.
(5) આગ ઓલવવાના નળાકારમાં CO2 વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે.
(6) મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે.
(7) બળતણ તરીકે છાણાનું કૅલરી મૂલ્ય સૌથી ઓછું છે.
(8) વિદ્યુતનાં સાધનોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે.

ઉત્તરઃ

ખરાં વિધાનોઃ (1), (5), (6) અને (7).
ખોટાં વિધાનો (2), (3), (4) અને (8).
સુધારીને લખેલાં વિધાનોઃ
(2) મૅગ્નેશિયમની પટ્ટી સળગાવતાં મૅગ્નેશિયમ ઑક્સાઇડ ઉત્પન્ન થાય છે.
(3) કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થતી નથી.
(4) બળતણ ઘન, પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપમાં હોય.
(8) વિદ્યુતનાં સાધનોમાં લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહે છે?
ઉત્તરઃ
દહન

પ્રશ્ન 2.
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહે છે?
ઉત્તરઃ
બળતણ

પ્રશ્ન 3.
પદાર્થના દહન માટે ક્યો વાયુ જરૂરી છે?
ઉત્તરઃ
ઑક્સિજન

પ્રશ્ન 4.
જંગલમાં લાગતી આગને શું કહે છે?
ઉત્તરઃ
દાવાનળ

પ્રશ્ન 5.
દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને શું કહે છે?
ઉત્તરઃ
જ્વલનબિંદુ

પ્રશ્ન 6.
વ્યક્તિનાં કપડાંને લાગેલી આગ ઓલવવા તેને શામાં લપેટવામાં આવે છે?
ઉત્તરઃ
ધાબળામાં

પ્રશ્ન 7.
CNG, LPG, ડીઝલ, કોલસો – આ પૈકી કોનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે?
ઉત્તરઃ
LPG

પ્રશ્ન 8.
CNG, LPG, હાઇડ્રોજન, પેટ્રોલ – આ પૈકી કોનું કૅલરી મૂલ્ય સૌથી ઓછું છે?
ઉત્તરઃ
પેટ્રોલ

પ્રશ્ન 9.
મોટા ભાગનાં બળતણના દહન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
CO2

પ્રશ્ન 10.
મીણબત્તીની જ્યોતનો સૌથી ગરમ વિસ્તાર ક્યો છે?
ઉત્તરઃ
બહારનો

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 11.
મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે?
ઉત્તરઃ
પીળો

પ્રશ્ન 12.
મીણબત્તીની જ્યોતમાં વાટ આગળના ભાગમાં કાચની તકતી ધરતાં તેના પર શું જોવા મળે?
ઉત્તરઃ
કાળું ધાબું

પ્રશ્ન 13.
કયા રસાયણના વિઘટનથી CO2 મેળવી શકાય છે?
ઉત્તરઃ
સોડિયમ બાયકાર્બોનેટ (અથવા પોટેશિયમ બાયકાબોનેટ)

પ્રશ્ન 14.
કોઈ દેખીતા કારણ વગર પદાર્થ ભડકો થઈ સળગી જાય તેને કેવું દહન કહે છે?
ઉત્તરઃ
સ્વયંસ્કુરિત દહન

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
દહન એટલે શું?
ઉત્તર:
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે.

પ્રશ્ન 2.
દહન દરમિયાન ઊર્જા કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
દહન દરમિયાન ઊર્જા પ્રકાશિત જ્યોત સ્વરૂપે કે ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 3.
અદહનશીલ પદાર્થ કોને કહેવાય?
ઉત્તર:
જે પદાર્થ સળગી ન શકે તેને અદહનશીલ પદાર્થ કહેવાય.

પ્રશ્ન 4.
દહનશીલ પદાર્થ કોને કહેવાય?
ઉત્તરઃ
જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય.

પ્રશ્ન 5.
પદાર્થનું જ્વલનબિંદુ એટલે શું?
ઉત્તરઃ
પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તે તાપમાનને પદાર્થનું જ્વલનબિંદુ કહે છે.

પ્રશ્ન 6.
લાકડું અને કેરોસીન પૈકી કોનું જ્વલનબિંદુ ઊંચું છે?
ઉત્તર:
કેરોસીન કરતાં લાકડાનું જ્વલનબિંદુ ઊંચું છે.

પ્રશ્ન 7.
સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે?
ઉત્તરઃ
પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 8.
પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયૉક્સાઈડ વાયુનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 9.
કેલરી મૂલ્યની વ્યાખ્યા આપો.
ઉત્તર:
1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા-ઊર્જાના જથ્થાને તે બળતણનું કૅલરી મૂલ્ય કહે છે.

પ્રશ્ન 10.
આપણા ગામડાંઓમાં હજુ પણ વપરાતાં બળતણોનાં નામ આપો.
ઉત્તરઃ
આપણા ગામડાંઓમાં હજુ પણ છાણાં, લાકડાં, કોલસા, કેરોસીન, રાડાં બળતણ તરીકે વપરાય છે.

પ્રશ્ન 11.
સુરક્ષિત (સલામત) દીવાસળીના ટોપકામાં કયાં રસાયણ લગાડેલાં હોય છે?
ઉત્તરઃ
સુરક્ષિત દીવાસળીના ટોપકામાં ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ થોડા ગુંદર સાથે લગાડેલાં હોય છે.

પ્રશ્ન 12.
સુરક્ષિત (સલામત) દીવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થો લગાડેલા હોય છે?
ઉત્તરઃ
સુરક્ષિત દીવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કાચનો પાઉડર અને થોડો લાલ ફૉસ્ફરસ લગાડેલા હોય છે.

પ્રશ્ન 13.
જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય?
ઉત્તરઃ
જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય.

પ્રશ્ન 14.
જ્વલનશીલ પદાર્થોનાં ત્રણ ઉદાહરણ આપો. ઉત્તરઃ પેટ્રોલ, આલ્કોહોલ, LPG, CNG વગેરે જ્વલનશીલ પદાર્થો છે.

પ્રશ્ન 15.
બાયોગૅસનું કેલરી મૂલ્ય કેટલું છે?
ઉત્તરઃ
બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 -40,000 kJ/kg છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
દહન એટલે શું? દહનશીલ પદાર્થ એટલે શું?
ઉત્તરઃ
જુઓ વિશેષ પ્રશ્નોત્તર: (A) હેતુલક્ષી પ્રશ્નો; પ્રશ્ન 5 (1) અને (4)ના ઉત્તર.

પ્રશ્ન 2.
ફાનસ, સ્ટવ, ગૅસના ચૂલામાં નીચે કાણાંવાળી રચના શા માટે હોય છે?
ઉત્તરઃ
ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે. જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાંવાળી રચના હોય, તો જ્યોત સતત ચાલુ રહી શકે છે. આ માટે ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં નીચે કાણાંવાળી રચના હોય છે.

પ્રશ્ન ૩.
કડાઈમાં થોડું તેલ લઈ તેને સ્ટવ પર મૂકો. સ્ટવ ચાલુ કરો. લાંબા સમય સુધી સ્ટવ ચાલુ રાખતાં કડાઈમાંનું તેલ શા માટે સળગી ઊઠે છે?
ઉત્તરઃ
સ્ટવની જ્યોતની ગરમી કડાઈને મળે છે. કડાઈ ગરમ થતાં કડાઈમાંનું તેલ પણ ગરમ થાય છે. લાંબા સમય સુધી સ્ટવ ચાલુ રાખવામાં આવે તો કડાઈ ઘણી જ ગરમ થાય અને તેમાંનું તેલ ગરમ થાય. તેલનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધીનું થઈ જતાં તેલ સળગી ઊઠે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 4.
સુરક્ષિત દીવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તરઃ
સુરક્ષિત દીવાસળીના ટોપકા પર ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે. દીવાસળીના ટોપકાને ઘસવાની સપાટી (ઘર્ષણપટ્ટી) પર કાચનો પાઉડર અને લાલ ફૉસ્ફરસનું મિશ્રણ લગાડેલું હોય છે. દીવાસળીના ટોપકાને સપાટી પર ઘસતાં ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થવાથી લાલ ફૉસ્ફરસ તણખો આપે છે, જેથી ઍન્ટિમની ટ્રાઇસલ્ફાઈડ સળગી ઊઠે છે. પોટેશિયમ ક્લોરેટ ઑક્સિજન પૂરો પાડે છે.

પ્રશ્ન 5.
દાવાનળ એટલે શું?
ઉત્તરઃ
જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે. વૃક્ષોનાં ખરી પડેલાં પાંદડાં સમય જતાં સુકાઈ જાય છે. ઉનાળાની સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડાં સળગી ઊઠે છે. સળગેલા ઘાસ અને પાંદડાંમાંથી આગ વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે. આ આગ બુઝાવવી ખૂબ જ મુશ્કેલ છે.

પ્રશ્ન 6.
તમે લાકડાના ટુકડાને સળગતી દીવાસળી નજીક લાવીને સળગાવી શકો? શા માટે?
ઉત્તરઃ
લાકડાના ટુકડાને સળગતી દીવાસળી નજીક લાવીને સળગાવી શકાય નહિ. કોઈ પણ પદાર્થના દહન માટે તેનું તાપમાન તેના જ્વલનબિંદુ જેટલું હોવું જોઈએ. સળગતી દીવાસળીનું તાપમાન લાકડાના જ્વલનબિંદુ કરતાં ઘણું નીચું – હોવાથી લાકડાનો ટુકડો સળગે નહિ.

પ્રશ્ન 7.
દહન માટેની જરૂરિયાતો જણાવો.
ઉત્તરઃ
દહન માટેની જરૂરિયાતોઃ

  1. બળતણ
  2. હવા (ઑક્સિજનનો પુરવઠો)
  3. ગરમી. ગરમીથી બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં વધારી શકાય.

પ્રશ્ન 8.
આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ?
ઉત્તરઃ
આગનું નિયંત્રણ કરવા

  1. હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ.
  2. બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવવું જોઈએ.
  3. બળતણ દૂર કરવું જોઈએ. જો કે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી.

પ્રશ્ન 9.
અગ્નિશામક તરીકે CO2નું કાર્ય જણાવો. (અથવા CO2 અદ્ભુત અગ્નિશામક છે. સમજાવો.)
ઉત્તરઃ
CO2ને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહવામાં આવે છે. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે, ત્યારે તે કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે. CO2 આગની આજુબાજુ ધાબળારૂપી આવરણ બનાવી સળગતી વસ્તુને હવાનો પુરવઠો મળતો બંધ કરે છે. વળી તે બળતણનું તાપમાન નીચું લાવે છે. આમ, આગને કાબુમાં લાવવા CO2 ઘણો જ ઉપયોગી હોવાથી તેને અદ્ભુત અગ્નિશામક કહે છે.

પ્રશ્ન 10.
દહનના પ્રકારો જણાવો.
ઉત્તરઃ
દહનના ત્રણ પ્રકારો છેઃ

  1. ઝડપી દહન (ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે.)
  2. સ્વયંસ્કુરિત દહન (પદાર્થ અચાનક ભડકો થઈ સળગે.)
  3. વિસ્ફોટ (ગરમી, પ્રકાશ અને ધ્વનિ સહિત પ્રક્રિયા.)

પ્રશ્ન 11.
ગ્લોબલ વૉર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો.
ઉત્તરઃ
પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે. બળતણોના દહનથી CO2 ઉત્પન્ન થાય છે. વાતાવરણમાં CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગને કારણે ધ્રુવપ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે અને દરિયાકિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે. નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો :

પ્રશ્ન 1.
પાણી ભરેલા કાગળના કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં કોગળનો કપ સળગી જતો નથી.
ઉત્તરઃ

  1. કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે.
  2. કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે. આમ, કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે.
  3. કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલનબિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી. તેથી કાગળનો કપ સળગી જતો નથી.

પ્રશ્ન 2.
પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહિ.
ઉત્તરઃ

  1. પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે.
  2. પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે.
  3. આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું – એક્સેલ ફેલાય છે, તેથી આગ વધુ ફેલાય છે. આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહિ.

પ્રશ્ન 3.
વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો તેની ફરતે ધાબળો લપેટવામાં આવે છે.
ઉત્તરઃ
વ્યક્તિના કપડામાં આગ લાગી હોય, તો તેની ફરતે ધાબળો લપેટવાથી, આગને દહન માટે જરૂરી હવા (હવામાંનો ઑક્સિજન) મળતી બંધ થાય છે અને આગ ઓલવાઈ જાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 3.
યોગ્ય જોડકાં જોડો.

વિભાગ A વિભાગ B
(1) લાકડું (a) પ્રવાહીકૃત વાયુ બળતણ
(2) લોખંડની ખીલી (b) દહનશીલ ઘન પદાર્થ
(3) LPG (c) પ્રવાહી બળતણ
(4) પેટ્રોલ (d) અદહનશીલ

ઉત્તરઃ
(1) → (b),
(2) → (d),
(3) → (a),
(4) → (c).

(2)

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) ઍસિડ વર્ષા (a) સ્વચ્છ બળતણ
(2) CNG (b) ગ્લોબલ વૉર્મિંગ
(3) પ્રકાશિત પીળો વિસ્તાર (c) સલ્ફર અને નાઈટ્રોજનના
(4) કાર્બન ડાયૉક્સાઇડ (d) મીણબત્તીની જ્યોત

ઉત્તરઃ
(1) → (c),
(2) → (a),
(3) → (d),
(4) → (b).

(૩)

વિભાગ A (બળતણ) વિભાગ “B’ (કલરી મૂલ્ય)
(1) ડીઝલ (a) 1,50,000
(2) હાઈડ્રોજન (b) 55,000
(3) LPG (c) 50,000
(4) CNG (d) 45,000

ઉત્તરઃ
(1) → (d),
(2) → (a),
(3) → (b),
(4) → (c).

(C) વિસ્તૃત પ્ર્રશ્નોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
ઉત્તર:

  1. આગનું નિયંત્રણ કરવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું લાવે છે. આને કારણે આગ ફેલાતી અટકે છે.
  2. વિદ્યુતનાં સાધનોમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહિ. કારણ કે, પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવનારને નુકસાન પહોંચાડે છે.
  3. પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહિ. કારણ કે, પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે. ‘
  4. વિદ્યુત અને પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા CO2નો ઉપયોગ થાય છે. CO2 દહનશીલ નથી તેમજ દહનપોષક નથી. તેથી તે દહનશામક છે. વળી તે ઑક્સિજન કરતાં ભારે હોવાથી આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઑક્સિજન સાથેનો સંપર્ક તૂટી જવાથી બળતણ ઓલવાઈ જાય છે.
  5. સોડિયમ બાયકાર્બોનેટ કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવાં રસાયણોનો સૂકો પાઉડર આગ ઓલવવા વાપરી શકાય. આગની ગરમીથી આ રસાયણો CO2 મુક્ત કરે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 2.
મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો વર્ણવો.
ઉત્તરઃ
મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગો છે:

(1) સૌથી અંદરનો (વાટ પાસેનો) વિસ્તાર
(2) મધ્યનો વિસ્તાર
(3) સૌથી બહારનો વિસ્તાર

(1) સૌથી અંદરનો વિસ્તારઃ વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર. આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર છે.
GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 2

(2) મધ્યનો વિસ્તાર આ વિસ્તારમાં , જ્યોત પીળા રંગની હોય છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહિ હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપ્તોજ્જવલ બને છે. જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે. આ વિસ્તાર મધ્યમ ગરમ હોય છે.

(3) સૌથી બહારનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે. તે જ્યોતનો કિનારીવાળો ભાગ છે. ત્યાં દહન માટે ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે. આ વિભાગ સૌથી ગરમ છે.

પ્રશ્ન 3.
બળતણની હાનિકારક અસરો જણાવો.
ઉત્તર:
બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

  1. કાર્બન ધરાવતાં બળતણો દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો હવામાં છોડે છે. આ સૂક્ષ્મ કણો શ્વસન સંબંધિત રોગોનું કારણ બને છે.
  2. બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનૉક્સાઈડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુ મોટા પ્રમાણમાં શ્વસનમાં જતાં માનવી મૃત્યુ પામી શકે છે.
  3. મોટા ભાગનાં બળતણ દહન દરમિયાન CO2 વાયુ મુક્ત કરે છે. CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વૉર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે.
  4. કોલસા, ડીઝલના બળતણથી સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો છે. ડીઝલ અને પેટ્રોલ નાઇટ્રોજનના વાયુરૂપ ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે.

સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ વરસાદના પાણીમાં દ્રવી ઍસિડ બનાવે છે. આ વરસાદ ઍસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે. તે જમીન, ખેતીના પાકને અને ઇમારતો માટે ખૂબ જ હાનિકારક છે.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 4.
ઍસિડ વર્ષા એટલે શું? તેનાથી થતી અસરો જણાવો.
ઉત્તરઃ
ઍસિડ વર્ષા: પેટ્રોલ અને ડીઝલ જેવાં બળતણોને કારણે સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજનના ઑક્સાઈડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને ઍસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રવેલા આ ઍસિડને કારણે આવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે. ઍસિડ વર્ષાની અસરો

  1. વૃક્ષો પર પડતાં વનસ્પતિનાં પાંદડાં નાશ પામે છે.
  2. જંગલોનો નાશ થાય છે.
  3. જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે.
  4. ઇમારતો અને આરસનાં સ્થાપત્યોને નુકસાન કરે છે.

પ્રશ્ન 5.
આદર્શ બળતણ એટલે શું? આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ?
ઉત્તરઃ
આદર્શ બળતણ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષરૂપે છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે.
આદર્શ બળતણ નીચે મુજબના ગુણો ધરાવતું હોવું જોઈએ :

  1. તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય.
  2. તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય.
  3. તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય.
  4. તે કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષરૂપે છોડતું ન હોય.

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 7

પ્રશ્ન 2.
કોષ્ટક દ્વારા ઉત્તર આપવાના

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
દહન થતાં જ્યોત ઉત્પન કરતી વસ્તુઓ માટે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 8

પ્રશ્ન 2.
બળતણનું સ્વરૂપ દર્શાવતાં ત્રણ-ત્રણ ઉદાહરણો લખી કોષ્ટક પૂર્ણ કરોઃ
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 5

પ્રશ્ન 3.
જુદાં જુદાં બળતણોનાં કેલરી મૂલ્ય જણાવો.
ઉત્તરઃ
જુદાં જુદાં બળતણોનાં કેલરી મૂલ્ય નીચે પ્રમાણે છે :
GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 6

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144 માં લખો

પ્રશ્ન 1.
નીચે પૈકી કયો વાયુ દહનમાં ઉપયોગી છે? GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144
A. હાઇડ્રોજન
B. ઑક્સિજન
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. નાઇટ્રોજન
ઉત્તરઃ
B. ઑક્સિજન

GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત

પ્રશ્ન 2.
CNGનું દહન એ શાનું ઉદાહરણ છે? GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144
A. ઝડપી દહન
B. સ્વયંસ્કુરિત દહન
C. ધીમું દહન
D. વિસ્ફોટ
ઉત્તરઃ
A. ઝડપી દહન

પ્રશ્ન 3.
1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા-ઊર્જાના જથ્થાને શું કહે છે? GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144
A. ઉખા મૂલ્ય
B. આંતરિક મૂલ્ય
C. સૂચક મૂલ્ય
D. કૅલરી મૂલ્ય
ઉત્તરઃ
D. કૅલરી મૂલ્ય

પ્રશ્ન 4.
બંધ ઓરડામાં કોલસા સળગાવતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144
A. નાઇટ્રોજન ઑક્સાઈડ
B. કાર્બન મોનૉક્સાઇડ
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. ઑક્સિજન
ઉત્તરઃ
B. કાર્બન મોનૉક્સાઇડ

પ્રશ્ન 5.
નીચે પૈકી કયા બળતણનું કૅલરી મૂલ્ય 45,000 kJ/ kg છે? GSEB Class 8 Science Important Questions Chapter 6 દહન અને જ્યોત 144
A. બાયોગેસ
B. CNG
C. પેટ્રોલ
D. LPG
ઉત્તરઃ
C. પેટ્રોલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *